સપના અળવીતરાં - ૨૩ Amisha Shah. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના અળવીતરાં - ૨૩

"હે ડોક્, વ્હોટ હેપ્પન્ડ? "

આદિત્ય ને આવેલો જોઈને ડૉ. ભટ્ટ ની આંખમાં એક ચમક આવી. તેમણે હાથના ઇશારાથી જ આદિત્ય ને સામેની ખુરશી પર બેસવા કહ્યું. આદિત્ય એ બેઠક લીધી એટલે ડૉ. ભટ્ટે કે. કે. ની ફાઇલ તેને સોંપી. આદિત્ય જેમ જેમ બધા રિપોર્ટ જોતો ગયો, તેમ તેમ તેના ચહેરા પર ચિંતા ની રેખાઓ ઉપસવા માંડી. છેલ્લે ફાઇલ બંધ કરી તેણે ડૉ. ભટ્ટ સામે જોયું. 

"હાઉ ઇઝ ધીઝ પોસિબલ? ટ્રીટમેન્ટ તો પ્રોપર ચાલે છે. પછી કેન્સર સેલ્સ નો ફેલાવો વધવાનું રીઝન... કંઈ સમજાતું નથી... "

"રીઝન છે ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં થયેલુ મોડું... "

ડૉ. ભટ્ટે સમજાવતા કહ્યું,

"ટ્રીટમેન્ટ મોડી મળવાને કારણે કેન્સર સેલ્સ નો એરિયા વધતો ગયો. વિકનેસ પણ વધતી ગઈ. આજે સિચ્યુએશન એવી છે કે કેમોનો ડોઝ પણ બે ભાગમાં ડિવાઇડ કરીને આપવો પડે છે. કે. કે. નુ બોડી આખો ડોઝ ખમી શકે એમ નથી. સ્લો ટ્રીટમેન્ટ ના કારણે પ્રોપર રીઝલ્ટ મળ્યું નથી. એન્ડ માઇન્ડ વેલ, આપણે રાત્રે સૂઇ જઇએ છીએ, પણ કેન્સર સેલ્સ નેવર સ્લીપ. ધે કીપ ઓન એન્હાન્સિંગ... "

"સો નાઉ, વ્હોટ ડુ યુ સજેસ્ટ? "

"વેલ, આઇ એમ ઇન કન્ટિન્યુઅસ કોન્ટેક્ટ વીથ ડૉ. જોનાથન ફોર ધીસ કેસ. "

ડૉ. જોનાથન નુ નામ સાંભળી આદિત્ય ને એક આશા બંધાઈ. તેણે ડૉ. જોનાથન વિશે ઘણું સાંભળ્યું હતું... અને વાંચ્યું પણ હતું. ડૉ. જોનાથને રિસન્ટલી જ કેન્સર પર એક રીસર્ચ પેપર રજૂ કર્યું હતું, જેણે કેન્સરના ઇલાજ ની એક નવીજ દિશા ખોલી હતી. એ દિશામાં અનેક નવા સંશોધન પણ શરૂ થઈ ગયા હતા. જો ડૉ. જોનાથન ના માર્ગદર્શન મા કે. કે. નો ઈલાજ થાય તો... 

"ડૉ. જોનાથન ઇઝ ઇન્ટરેસ્ટેડ ઈન ધીઝ કેસ. "

ડૉ. ભટ્ટ ના અવાજ થી આદિત્ય ની વિચારધારા અટકી. 

"વાવ.. ધેટ્સ ગ્રેટ ન્યૂઝ. સો વ્હેન હી ઇઝ કમિંગ? "

"નાઉ, ધેટ્સ ધ પ્રોબ્લેમ. હી ઈઝ બીઝી વીથ હીઝ રીસર્ચ. સો હી કાન્ટ કમ. "

ડૉ. ભટ્ટ ની વાત સાંભળી આદિત્ય નો ઉત્સાહ ફરી ઓગળવા માંડ્યો. તેનો ઉતરેલો ચહેરો જોઈ ડૉ. ભટ્ટ તરત બોલ્યા, 

"બટ વન થીંગ વી કેન ડુ. આપણે કે. કે. ને અમેરિકા શિફ્ટ કરીએ, તો ડૉ. જોનાથન તેની ટ્રીટમેન્ટ કરવા તૈયાર છે. "

ફરી ઉત્સાહ છવાઇ ગયો આદિત્ય ના ચહેરા પર. 

"નો પ્રોબ્લેમ એટ ઓલ. હી કેન અફોર્ડ ધીઝ. "

"યુ આર નોટ ગેટિંગ માય પોઈન્ટ. આઇ એમ નોટ ટોકિંગ અબાઉટ ટુ અફોર્ડ, મેઇન થીંગ ઇઝ, પેશન્ટ મસ્ટ બી રેડી ટુ બી ધેર ફોર ટ્રીટમેન્ટ. યુ નો યોર ફ્રેન્ડ બેટર. એનો જીદ્દી સ્વભાવ... એ માનશે અમેરિકા જવા માટે? "

"યસ ડોક્ટર. યુ આર રાઇટ. બટ, આઇ વીલ ટ્રાય માય બેસ્ટ ટુ કન્વીન્સ હીમ. તમે ડૉ. જોનાથન પાસે થી અપોઇન્ટમેન્ટ લઈ લો. બાકીનુ મારા પર છોડી દો. "

ડૉ. ભટ્ટ ની કેબીન માંથી બહાર નીકળતી વખતે આદિત્ય ના મનમાં અનેક વિચારો ની આવનજાવન ચાલુ હતી. કે. કે. ની બગડી રહેલી હાલત માટે ચિંતા હતી, તો ડૉ. જોનાથન નો ઇન્ટરેસ્ટ જોઈ થોડીક આશા પણ બંધાઈ હતી. સામે છેડે કે. કે. ને રાજી કરવો એ પણ રમતવાત તો નહોતી જ! કે. કે. ને મનાવવા માટે મનમાં કેટલાંય ઘોડા ઘડતો તે કે. કે. ના રૂમમાં પહોંચ્યો. 

"કેટલું મોડું કર્યું! હું તારી જ રાહ જોતો હતો. "

કે. કે. તરફથી ઘણા દિવસે આવો રણકતો આવકાર મળ્યો હતો. તેનો ચહેરો પણ ખીલેલો લાગતો હતો. અચાનક આવેલુ આ પરિવર્તન આદિત્ય ને સમજાયુ નહિ, પરંતુ ખુશી જરૂર થઈ. સારા મૂડમાં કે. કે. પાસે પોતાની વાત સહેલાઇથી મનાવી શકાશે એમ વિચારી આદિત્ય એ પણ સામે હાસ્યસભર પ્રતિભાવ આપ્યો. 

થોડી આડી અવળી વાતો કર્યા પછી આદિએ મુખ્ય વાત ની શરૂઆત કરવાનુ વિચાર્યું જ, ત્યાં તો કે. કે. એ અણધાર્યુ જ પૂછ્યું, 

"યાર, ડુ યુ રીમેમ્બર રાગિણી? ફેશન શો વખતે લીફ્ટ આપેલી તે... "

"સીધુ બોલને... પેલી દરિયા કિનારા વાળી... "

કે. કે. ના ચહેરા પર હળવી સુરખી ફરી વળી. 

"હા, એ જ. "

એટલું બોલતા તો જાણે તેનુ મોઢુ ભરાઈ ગયું. કાનની બૂટ લાલ થઈ ગઈ. શરીરમાં હતુ એટલું બધું જ લોહી જાણે તેના ચહેરા પર ધસી આવ્યું. 

"અફકોર્સ આઇ રીમેમ્બર. પણ, એ અત્યારે કેમ યાદ આવી?"

"વેલ, શી મેડ અવર ઇવેન્ટ અ ગ્રાન્ડ સક્સેસ. "

"હા, તો? "

"અને સિંગાપુર વાળો ફેશન શો પણ એને જ સોંપ્યો છે. "

"હમ્મ્... આગળ... "

કે. કે. પોતાની ધૂન માં બોલે જતો હતો અને આદિત્ય ના હોઠ મરક મરક થતાં હતાં. તેને મજા આવતી હતી કે. કે. ને આવી રીતે જોવામાં... 

"મારે એને મળવુ છે. મે કેયૂર ને મિટિંગ ફિક્સ કરવા કહ્યું, બટ હી ઇઝ વેઇટિંગ ફોર યોર પરમિશન. "

"મારી પરમિશન? "

"ટુ બી પ્રિસાઇસ, તારે ડૉ. ભટ્ટ અને ડેડ પાસેથી પરમિશન લઈ આપવાની છે. "

"સોરી ડિયર. નો બિઝનેસ મિટિંગ્સ અલાઉડ. "

"પ્લીઝ યાર. આટલી હેલ્પ કર. "

"નો મિન્સ નો. "

"ઓહ કમ ઓન યાર. એક વાર. "

આદિત્ય મનોમન મજા લેતો પોતાની વાતને વળગી રહ્યો. 

"બિઝનેસ મિટિંગ... નોટ એટ ઓલ.. હા, પર્સનલ મિટિંગ હોય તો... વાત અલગ છે... "

"એવું જ સમજ યાર. "

"શું? શું કહ્યું? ધ કે. કે. ને એક છોકરી સાથે પર્સનલ મિટિંગ કરવી છે? સિરીયસલી? "

અને કે. કે. શરમાઇ ગયો. આપોઆપ તેની પલક નીચે ઢળી પડી અને આદિના શબ્દો તેના કર્ણપટલ પર અથડાયા... 

"ઓન વન કંડિશન... "

કે. કે. એ નવાઈ થી આદિ સામે જોયું. ઘડી પહેલાની મજાક મસ્તી ગાયબ હતી. એક મક્કમતા તેના ચહેરા પર છવાયેલી હતી. 

"વ્હોટ એવર યુ સે. બટ પ્લીઝ.. "

"ફાઇન આઇ વીલ ટ્રાય. "

આદિત્ય ની આંખમાં વિજય ની ચમક હતી અને કે. કે. ની આંખમાં એક સપનું...