વંદે માતરમ્...સુજલામ...સુફલામ...મલયજ શીતલામ...વંદે માતરમ્ ના નારાથી ગગનને ગુંજાવતી સ્કૂલનાં નાનાં નાનાં બાળકોની રેલી અંજારના સવાસર નાકાથી નીકળીને ટાઉનહોલ તરફના રસ્તા પર જઇ રહી હતી. 26મી જાન્યુઆરી...ભારતનો ગણતંત્ર દિવસ. 15મી ઓગસ્ટના દેશને અંગ્રેજોની ગુલામીની જંજીરોમાંથી આઝાદી મળી અને 26મી જાન્યુઆરીના લોકતંત્રની શરૂઆત થઇ.

Full Novel

1

ધરતીનું ઋણ - 1 - 1

વંદે માતરમ્...સુજલામ...સુફલામ...મલયજ શીતલામ...વંદે માતરમ્ ના નારાથી ગગનને ગુંજાવતી સ્કૂલનાં નાનાં નાનાં બાળકોની રેલી અંજારના સવાસર નાકાથી નીકળીને ટાઉનહોલ તરફના પર જઇ રહી હતી. 26મી જાન્યુઆરી...ભારતનો ગણતંત્ર દિવસ. 15મી ઓગસ્ટના દેશને અંગ્રેજોની ગુલામીની જંજીરોમાંથી આઝાદી મળી અને 26મી જાન્યુઆરીના લોકતંત્રની શરૂઆત થઇ. ...વધુ વાંચો

2

ધરતીનું ઋણ - 1 - 2

ર્ડોક્ટરે હોસ્પિટલ નીચે ઊતરીને ચારે તરફ નજર ફેરવી તો તેના ઓપરેશન કરેલ દર્દીઓ નીચે લોબીમાં સૂતા હતા. કેટલાયના બાટલા હતા અને તેમના સગાઓ બોટલો પકડીના ઊભા હતા. કદમ, ભાર્ગવ, હિતેષની સાથે તેના ઘરના આંગણામાં પહોંચ્યા તે જ વખતે ધરતીકંપ થયો હતો. ‘જાકો રાખે સાંઇયા માર સકે ના કોઇ’...ની જેમ રેલીમાંથી ઘરે પરત ફરેલ ત્રણે બાળકો મોતના મોંમાંથી બચી ગયાં હતાં. ...વધુ વાંચો

3

ધરતીનું ઋણ - 1 - 3

કેમ્પમાં ગુપ્તાજીના મિત્ર વર્તુળમાં એક છોકરો ઊભો હતો અને ગુપ્તાજીને મદદ કરી રહ્યો હતો. ગુપ્તાજીએ તેને પૂછ્યું, ‘દોસ્ત...તારા ઘરના બધા છે ? તું તારા ઘરનાનો ખ્યાલ રાખજે...તારા મમ્મી, પપ્પા...’ ‘ઓ માય ગોડ...ઘણું ખરાબ થયું...પણ તો તું ઘરે જાને અહીં શું કરશ...?’ ‘સર...મારાં મા-બાપ તો મૃત્યુ પામ્યાં છે. ઘર તૂટી ગયું છે, હવે ત્યાં જવાનો કોઇ મતલબ નથી. મારે તો જીવતાઓની સેવા કરવી છે.’ વાત કરતાં કરતાં તેની આંખોમાં પાણી ફરી વળ્યું. ...વધુ વાંચો

4

ધરતીનું ઋણ - 1 - 4

ર્ડોક્ટર શ્યામસુંદર કેમ્પની બહાર મીરાદ અને રઘુ બેઠા-બેઠા નિર્લેષ ભાવ કેમ્પની ધમાલ જોતાં જોતાં બીડી ફૂંકી રહ્યા હતા. ‘મીરાદ...રાત્રે કેટલા ભેગો કર્યો.’ બીડીનો દમ લેતાં રઘુ બોલ્યો. ‘માલ તો મળ્યો, પણ ઘણો હેરાન થયો, યાર...’ ‘કેમ ?’ આશ્ચર્યતી રઘુ બોલ્યો. ‘રઘુ...ગામમાં ઘૂસ્યો અને અંદર પડેલી લાશોનું ટોર્ચથી નિરીક્ષણ કરતાં કરતાં તેમના શરીરમાં પહેરેલ ઘરેણા મેં ઉતાર્યા, હું સાથે નાઇફ અને કટર લઇ ગયો હતો. એક એક લાશોનું ઘરેણાં ઉતારવામાં ઘણો સમય લાગે તેમ હતો. તેથી મેં કોઇની આંગળી કાંપી વીંટીઓ ઉતારી,કાન, નાકમાં પહેરેલ દાગીના ખેંચીને કાઢ્યા, તો કેટલીય લાશોની ગરદન કાપી સોનાની ચેનો કાઢી. અંગને કાપીને સોનું ઉતારવામાં ઝડપ થઇ અને ઘણો આનંદ આવ્યો. હસતાં હસતાં મીરાદ બોલ્યો. ...વધુ વાંચો

5

ધરતીનું ઋણ - 2 - 1

‘હું તમારો દોસ્ત છું અને તમારા પ્લાનનો ભાગીદાર પણ...’ હસતાં-હસતાં ઝાડ પરથી કૂદી સૌની સામે આવે કાળાં કપડાં પહેરેલ છાંયો બોલ્યો. ‘સાલ્લા.... હરામખોર, જલદી અહીંથી રફુચક્કર ઈ જા, નહિતર મારી આ રિવોલ્વર રી સગી નહીં થાય, અને સાંભળ અમારો કોઈ જ પ્લાન નથી.,..’ અનવર હુસેન બોલ્યો. ‘તારી રિવોલ્વરમાં ક્યાં ગોળીઓ હતી... જરા ચેક તો કર, તારી ગોળીઓ તો મારા ખિસ્સામાં છે...’ ખિસ્સામાં હાથ નાખી કારતુસ બહાર કાઢી હાથમાં રમાડતાં તે બોલ્યો. અનવર હુસેને રિવોલ્વરને ઝડપથી ચેક કરી. તે બતાઈ ગયો, ખરેખર રિવોલ્વરમાં ગોળીઓ ન હતી. ...વધુ વાંચો

6

ધરતીનું ઋણ - 2 - 2

મીરાદ કોશ, પાવડો અને ત્રિકમ લઈ આવ્યો. ચારે જણા ભેગા થઈને ત્રિકમ, કોશની મદદથી દરવાજા ઉપરનો છજ્જો તોડી પાડ્યો. છજ્જો તૂટી જતાં બારસંગ પર દબાણ હળવું થયું. મીરાદે દરવાજાની વચ્ચે કોશ ભરાવી અને જોર કર્યું. એટલે એક દરવાજો ખૂલીને એક તરફ લટકી ગયો. કોશનો જમીન પર ‘ઘા’ કરી મીરાદે બીજા દરવાજાને ધક્કો માર્યો. થોડી ચિચિયારીના અવાજ સાથે દરવાજો ખૂલી ગયો અને ચારે જણા અંદર પ્રવેશ્યા. ...વધુ વાંચો

7

ધરતીનું ઋણ - 2 - 3

શરીરનાં રુંવાટાં ઊભાં કરી દે તેવા ભયાનક વાતાવરણમાં કોઈની નજરે ન ચડી જવાય તેનો ખયાલ રાખતા ચૂપા-ચૂપ કાટમાળ વચ્ચે કરતા સાંકડી ગલીઓમાંથી પસાર થતા અનવર હુસેન અને ચોથો પાર્ટનર જઈ રહ્યાં હતા. ગાઢ અંધકારમાં કૂતરાઓના ભસવાના અને બચાવ... બચાવના બિહામણા અવાજો વાતાવરણને ભયાનક બનાવતા હતા. સોનાથી ભરેલ વજનદાર થેલો એક એક હાથેથી પકડી બંને ઠંડીમાં ધ્રૂજતા આગળ ગામની બહાર જવાના રસ્તે વધી રહ્યા હતા. ...વધુ વાંચો

8

ધરતીનું ઋણ - 3 - 1

ઘરરર...શાંત ભેંકાર વાતાવરણમાં બાઇકના એન્જિનનો ભયાનક અવાજ ગુંજતો હતો. આંધીની રફતારથી અનવર હુસેન ગાડી ચલાવી રહ્યો હતો. તેની પાછળ પકડીને ચોથો પાર્ટનર બેઠો હતો. ‘અબે ઓ સુવર...જરા ગાડી ધીમી ચલાવ.’ વાતાવરણ બરફ જેવું થીજી ગયું હતું. હાઇવે પર કાતિલ ઠંડીનો કહેર વર્તાતો હતો. મોટર સાયકલની પાછળ બેઠેલો ચોથો પાર્ટનર ઠંડીથી ધ્રૂજતો હતો. આ તે કેવો માણસ છે. આટલી કાતિલ ઠંડીમાં પણ આટલી ઝડપથી મોટર સાયકલ દોડાવી રહ્યો છે. તેને નવાઇ લાગતી હતી. ...વધુ વાંચો

9

ધરતીનું ઋણ - 3 - 2

સતત અડધા કલાક ચાલ્યા પછી અનવર હુસેન એક પથ્થર પર બેસી ગયો. ત્યાં બાવળાનું એક મોટું વૃક્ષ હતું. તેની જગ્યા એકદમ સપાટ હતી. ત્યાં બે-ત્રણ મોટા પથ્થર પડેલા હતા. ‘હાશ...હવે તો આપણી મંજિલ ગઇ ને...!’ એક પથ્થર પર બેસતાં ચોથો પાર્ટનર બોલ્યો અને બંને હાથેથી પોતાના દુ:ખતા પગને દબાવવા લાગ્યો. ‘હા, દોસ્ત હવે મંજિલ બહુ દૂર નથી.’ ‘એટલે...હજી આપણે ચાલવાનું છે એ જ કહેવાનો તારો ઇરાદો હોય તો સાંભળી લે, હવે મારાથી એક ડગલુંય આગળ ભરાય તેમ નથી.’ ખિસ્સામાંથી સિગારેટનું પાકીટ કાઢી એક સિગારેટ મોંમાં દબાવી બીજી સિગારેટ અનવર હુસેનને આપતાં ચોથો પાર્ટનર બોલ્યો. ...વધુ વાંચો

10

ધરતીનું ઋણ - 3 - 3

આખી બપોરે તેણે તે ઝાડની નીચે જ બેસીને વિતાવી અને ત્યારે પહેલીવાર ચામડાની બેગ ખોલી અંદરના સોનાના ઘરેણાં ચેક બે વખત ઝાડ પર ચડીને તેણે પાંદડાં ખાધા. ત્યારબાદ તેને વિચાર આવ્યો કે આ બેગ ભેગી લઇને ફરવા કરતાં ઝાડની નીચે દાડી દઉં તો, તેને ઉપાય સારો લાગ્યો અને તરત તેણે તે વિચાર પ્રમાણે ખાડો ખોદીને સોના ભરેલી ચામડાની બેગને ઝાડની નીચે દાડી દીધી. સાંજ પડવાની તૈયારી હતી. સૂર્ય પશ્ચિમ તરફ આથમી રહ્યો હતો. ક્ષિતિજમાં ડૂબતા લાલચોળ સૂર્યને લીધે વ્હાઇટ ડેઝર્ટમાં ચારે તરફ લાલ, ગુલાબી, જાંબલી જેવા અનેરા રંગ છવાયા. અનવર હુસેન પોતાની જિંદગીમાં ધરતી પર કલરની આવી રંગોળી પહેવા વાર જોઇ, તે જોતો જ રહી ગયો. ...વધુ વાંચો

11

ધરતીનું ઋણ - 4 - 1

‘પણ...પણ...તમે મને આટલા બધા પૈસા શા માટે આપો છો ?’ આશ્ચર્યથી અનવર હુસેન તે માણસને જોઇ રહ્યો. ‘હજી વધુ જોઇએ તો ચાલ મારા ભેગો...’ તે વ્યકિત બોલી. ‘ના...મારે નથી જોતા પણ મારા પર આટલા બધા ફિદા થવાનું કારણ જણાવશો...’ ‘કારણ જાણવું હોય તો મારી લાંબી દાસ્તાન સાંભળવી પડશે ?’ તૈયાર હો તો જો સામે મોટું વૃક્ષ છે તેના ઓટલા પર બેસીએ જો તને ટાઇમ હોય તો.’ તે વ્યકિત બોલી. ‘મને ટાઇમે ટાઇમ છે. ચાલો ત્યારે...’ અનવર હુસેન બોલ્યો. ...વધુ વાંચો

12

ધરતીનું ઋણ - 4 - 2

બે-ત્રણ મિનટ બાદ તે સફેદ વેશધારી સ્ત્રી ફરીથી કમરાની અંદર ચાલી ગઇ. ગળામાં થૂંક ઉતારી અનવર હુસેન એક લાંબો શ્વાસ હવે અહીંથી ભાગી જ જાઉં. તેના મનમાં વિચાર આવ્યો અને તે ચૂપાચૂપ બેઠા બેઠા જ પગથિયા ઊતરવા લાગ્યો. બંગલાની બાઉન્ડરી કૂદીને બહાર જવા તેણે પગ ઉપાડ્યો અને એકાએક તેને આવેલા વિચારથી ચમકી ગયો. બાઉન્ડરી કૂદવા ઊચો કરેલો પગ તેણે જમીન પર પાછો મૂકી દીધો. ...વધુ વાંચો

13

ધરતીનું ઋણ - 4 - 3

લગભગ બાર વાગ્યાના ટાઇમ પોલીસ સ્ટેશને ફોનથી કોઇએ એક પાગલ છોકરી મરી ગયાના સમાચારની જાણ કરી. અનિલ પરમારે પ્રેસ ફોન કરી તે બંગલા પર આવવાનું જણાવીને તરત ત્રણ પોલીસ કર્મી સાથે એચ.ઓ.વી. શાખાના ફોટોગ્રાફર અને ફિંગર પ્રિન્ટ બ્યુરો વિગના એક્સપર્ટ સાથે તે બંગલા તરફ જવા માટે રવાના થયો, બંગલામાં પહોંચીને અનિલ પરમારે લાશનું નિરીક્ષણ કર્યું. ...વધુ વાંચો

14

ધરતીનું ઋણ - 5 - 1

કરાંચી...પાકિસ્તાનનું એક ઔદ્યોગિક બંદરીય શહેર. કરાંચી બંદરથી કરાંચી શહેરમાં જવા માટે ખૂબસૂરત ફોરલેન્ડ લીઆરી એક્સપ્રેસ હાઇવે આવેલ છે. કરાંચી એક પાકિસ્તાનનું મોટું બંદરગાહ હોવાથી કરાંચી શહેરનો ઘણો વિકાસ થયેલ છે. લીઆરી એક્સપ્રેસ હાઇવે પર બંદરથી લગભગ ચાલીસ કિલોમિટર આગળ વધતાં ડાબી બાજુ એક રસ્તો વળે છે. તે રસ્તે આગળ વધતાં લગભગ વીસ કિલોમીટરના અંતરે કરાંચીની સેન્ટ્રલ જેલ આવેલી છે. સેન્ટ્રલ જેલ તે જેલ નહીં પણ કોઇ નવાબે બાંધેલ મોટો કિલ્લો હોય તેવું નજરે પડે. લગભગ ચાલીસ એકર જમીન પર તે જેલ બનેલી છે. ...વધુ વાંચો

15

ધરતીનું ઋણ - 5 - 2

રામજીભા ખારવા મૂળ માંડવીના પણ ઘણા વર્ષોથી તે જખૌ સ્થાયી થયા હતા. અને માછીમારીનો ધંધો તેને વારસામાં મળ્યો હતો. જખૌમાં તરફથી તેને કઇ જગ્યાએ માછલીનો જથ્થો વધુ પ્રમાણમાં મળી રહેશે તે માટે ગાઇડેશન આપવામાં આવતું. ઉપગ્રહથી માહિતી મેળવવા માટે પોર્ટ પર આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી હતી. ...વધુ વાંચો

16

ધરતીનું ઋણ - 6 - 1

ધરતીકંપને દસ વર્ષ પૂરાં થયાં હતાં. કચ્છનું ભૂજ શહેર ખૂબ જ સુંદર અને આલીશાન બની ગયું હતું. વૃક્ષોથી સુશોભિત સુંદર સર્કલ, આધુનિક બિલ્ડિંગનો અને ભુજની જે.કે. જનરલ હોસ્પિટલ જે ધરતીકંપમાં તૂટીને કાટમાળ બની ગઇ હતી તે ભારતના વડાપ્રધાન અટલબિહારી બાજપાઇએ પોતાની ગ્રાન્ટમાંથી કરોડો રૂપિયા આપીને ધરતીકંપ પ્રૂફ બે નમૂનેદાર હોસ્પિટલ બનાવી હતી. આજ જેનું નામ અટલ મહેલ રાખવામાં આવ્યું છે. ...વધુ વાંચો

17

ધરતીનું ઋણ - 6 - 2

ચાંદની ચોક...દિલ્હીનો ખૂબ જ ભીડ-ભાડવાળો એરિયા...ચારે તરફ વિશાળ રસ્તા ભરપૂર વાહનોથી ઘેરાયેલા હતા. ઊભરાતી માનવ મેદની અને ફૂટપાથની બાજુમા વેચતા લોકોના અવાજ જાણે મેળામાં આવ્યા હોઇએ તેવું લાગે. ચાંદની ચોક પાસે આવેલ લાલ કિલ્લો દિલ્હીની પ્રતિષ્ઠાની મહોર લગાવતો હતો. દેશ-વિદેશનાં કેટલાંય સહેલાણીઓ સવારના પહોંરમાં લાલ કિલ્લા તરફ જતાં નજરે પડતાં હતાં. ...વધુ વાંચો

18

ધરતીનું ઋણ - 6 - 3

ભુજ રાત્રી રોકાણ કરી મેજર સોમદત્ત બીજા દિવસે સવારની ફલાઇટમાં દિલ્હી જવાના રવાના થયા. હલ્લો...હલ્લો...મેજર સોમદત્ત ક્યારથીય દિલ્હીથી પાકિસ્તાન સ્થિત એજન્ટ મુસ્તફા મીયાંદાદને કોન્ટેક કરવાની કોશિશ કરતા હતા. આખરે સાંજના તેમનો કોન્ટેક્ટ મુસ્તફા મીયાંદાદ સાથે થયો. ‘હલ્લો...હલ્લો...હલ્લો...303 ...હલ્લો...’ ‘યસ સર...આઇ એમ 303 સર...મારા માટે શું હુકમ છે.’ હલ્લો...303 તારા સાથે એક ખાસ વાત કરવાની છે. તારું લોકેશન તથા મોબાઇલ ને...ચેક કરી લે. ...વધુ વાંચો

19

ધરતીનું ઋણ - 7 - 1

ઘરરર...ના એન્જિનના અવાજ સાથે માછીમારની મોટર બોટ પંજોરપીરથી આગળ ફુલ સ્પીડમાં ધસી રહી હતી. પાણી કપાતી ગતિ સાથે આગળ મોટરબોટની બંને સાઇડમાં દરિયાનું પાણી પ્રેશરથી ઉપરની તરફ ઊછળતું હતું. બોટમાં માછીમારના વેશમાં પરાધીન થયેલ આદિત્ય અને પ્રલય બેઠા હતા. ખુશનુમા ભરી સવાર હતી. આકાશમાં વાદળ છવાયેલા હતા. પક્ષીઓ કલરવ કરતાં ઊડી રહ્યા હતાં. ભારતની જળસીમા પાર કરી તેઓ પાકિસ્તાનની જળસીમામાં મોટરબોટને ઘુસાડીને આગળ વધ્યા. ...વધુ વાંચો

20

ધરતીનું ઋણ - 7 - 2

શુક્રવાર, તા.11-3-2011 અચાનક જાપાનમાં ભયાનક ભૂકંપ આવ્યો અને ઉત્તર જાપાનનાં કેટલાંય શહેર ધણધણી ઊઠ્યાં. ભૂકંપની તીવ્રતા 8.9 ની હતી. લગભગ પચાસ વર્ષ બાદ આટલો ભયાનક ભૂકંપ આવ્યો હતો. લોકો પોતાના પગ પર સ્થિર રહી શકતા ન હતા. કેટલાંય મકાનો, ઓફિસો તૂટી પડતા દેખાતા હતા. એટલાથી પૂરું ન થયું અને જાપાનમાં દરિયામાં અચાનક ઊંચી-ઊંચી લહેરો ઊઠવા લાગી. ત્યારબાદ ભયાનક તબાહી સાથે સુનામીનું આગમન થયું અને કાળો કેર વરતાઇ ગયો. ...વધુ વાંચો

21

ધરતીનું ઋણ - 7 - 3

હોસ્પિટલની લોબીમાં લાઇન સર પડેલી બેન્ચ પર કેદીઓને બેસાડવામાં આવ્યા હતા. આદિત્ય અને પ્રલય પણ કેદીઓ સાથે બેન્ચ પર ગયા હતા. બંનેના દિલ જોર-જોરથી ધડકતા હતાં. અચાનક મહેમૂદ તેમની બાજુમાંથી પસાર થયો. ‘હવાલદાર સાહેબ...’ પ્રલય ઊંચા અવાજે બોલ્યો. આગળ ચાલ્યા જતા મહેમૂદે પોતાના ભારે બૂટ પછાડ્યા પછી તેમની પાસે આવીને ઊભો રહ્યો. ...વધુ વાંચો

22

ધરતીનું ઋણ - 8 - 1

જેલમાં ધમા-ધમી મચી ગઇ હતી. જેલરની રાડા-રાડ સાથે સાયરનનો તીવ્ર અવાજ ચારે દિશામાં ગુંજતો હતો. કેદીઓ છટકી ગયા હોવાથી ગુસ્સાથી લાલ-પીળો થઇ ગયો હતો. ગુસ્સાથી તેની આંખોના ડોળા લાલ-ચોળ અને ભયાનક બની ગયા હતા. ગટરની ચેમ્બર્સના દરવાજા ખોલવામાં આવ્યા પણ ત્યાં સુધી કેદીઓ ઘણા આગળ વધી ગયા હતા. જેલરને ખબર હતી કે તે લોકો હવે ક્યાંથી બહાર નીકળી શકે. ...વધુ વાંચો

23

ધરતીનું ઋણ - 8 - 2

એક સિપાઇ દીવાલની ઓથ લઇ તેના તરફ આવી રહ્યો હતો. મુસ્તફાએ કેડમાંથી એક લાંબો છૂરો બહાર કાઢ્યો અને નીચે પર બેસી ગયો. તે સૈનિક ખંડેરના તૂટેલા દરવાજા પાસે આવ્યો અને એક પગ અંદર મૂકી ખંડેરના અંદરના ભાગમાં નજર ફેરવી. તે જ પળે મુસ્તફાએ તેના પગમાં પગની બેવડી લાત ઝીંકી દીધી. તે સૈનિક અંદરની તરફ લથડ્યો. મુસ્તફાએ તરત તેનું માથું અંદર ખેંચી લીધું અને એક હાથનો ભરડો તેના મોં પર નાખ્યો અને બીજા હાથે છૂરાને તેના પેટ પર ફરાવ્યો. ...વધુ વાંચો

24

ધરતીનું ઋણ - 9 - 1

ધમાલમાં ને ધમાલમાં સાંજ પડવા આવી હતી. કરાંચીના આકાશમાં વાદળ છવાયેલાં હતાં. પ્રલયની વેગન-આર પૂરી રફતારથી કરાંચીના લીઆરી એક્સપ્રેસ હાઇવે પર રહી હતી. તેનો પીછો કરતી પોલીસની ગાડીઓ પણ સાયરનના અવાજ ગુંજાવતી પાછળ આવી રહી હતી. ઇન્સ્પેક્ટર આફ્રિદીની બાઝ નજર આગળ જઇ રહેલી કાર પર આબાદ ચોંટી હતી. હાઇવે પૂરો વિદ્યુત રોશનીથી ઝળહળતો હતો. બંને દિશાએ આધુનિક ઢબની ઊંચી અને ખૂબસૂરત બિલ્ડિંગનો લાંબી હારમાળા પસાર થતી હતી. સડક પર ટેક્સી, મોટર તથા અન્ય વાહનોની બંને તરફ લાંબી કતારો દોડી રહી હતી. ...વધુ વાંચો

25

ધરતીનું ઋણ - 9 - 2

રાત પડી ચૂકી હતી. મુસ્તફાના શ્યુટમાં આદિત્ય અને આનંદ બેઠા હતા. આનંદે આદિત્યના જખમ પર ડ્રેસિંગ કરી આપ્યું હતું પેઇન કિલર તથા એન્ટીબાયોટીક પણ આપી દીધી હતી. તેથી આદિત્યની પીડા ઓછી થઇ હતી. મુસ્તફાએ પોતાન શ્યુટ પર ડ્રેસિંગનો સામાન, ટેબ્લેટસ તથા ટેટનેશનાં ઇન્જેક્શન જેવો બધો જ સામાન તૈયાર રાખ્યો હતો. તેને ખબર હતી કે આ ધમાલમાં કોઇપણ જખ્મી થઇ શકે છે. વળી ખાવા-પીવાની પણ પૂરી વ્યવસ્થા રૂમમાં હતી. ...વધુ વાંચો

26

ધરતીનું ઋણ - 9 - 3

લોબી આગળ જતાં રાઇટ સાઇડ ટર્ન લેતી હતી ત્યાં કોર્નરમાં એક તરફ નીચે ઉપર જવા માટે પગથિયાં હતાં અને સામેની તરફ ખૂબસૂરત ફાઇબર જડિત લિફ્ટ હતી. લિફ્ટની આગળ લોખંડની જાળી હતી. તેની પાછળ ગ્રીન કલરનો પૂરો ગ્લાસ જડેલો હતો. એક સાઇડમાં ઉપર-નીચે જવા માટેના ઇન્ડીકેટર લાગેલા હતા. લગભગ દસ બાય દસના રૂમ જેટલી મોટી અને આલીશાન વાતાનુકૂલીન તે લિફ્ટ હતી. ‘ચાલો...લિફ્ટ તરફ...’ રિવોલ્વરથી સંકેત આપતાં આફ્રિદી બોલ્યો. ...વધુ વાંચો

27

ધરતીનું ઋણ - 9 - 4

પાચંમી મંજિલનું ર્દશ્ય જોવા જેવું હતું. ગંજી અને ચડ્ડી પહેરેલ ઈ. આફ્રિદી લોબીમાં વચ્ચે બે પગ બે હાથના સહારે ચોપગો ઊભો હતો. બધા પોલીસવાળા લોબીની ફરેત લાઈનસર હાથ ઊંચા રાખીને ઊભા હતા. કદમ સૌની રાયફલો લિફટમાં મુકાવ્યા પછી લિફટને 21મી મંજિલ પર ધકેલી દીધી હતી. ઈ. આફ્રિદીનો ચહેરો રોષ અને દહેશતથી ચકળ-વકળ થતો હતો. પોલીસ બેડામાં તે ખતરનાક ઈન્સ્પેક્ટર લેખાતો, પોલીસ સ્ટાફમાં તેની ધાક હતી. સૌ તેનાથી બીને ચાલતા તે ઈ. આફ્રિદી આજ તેમના જ પોલીસવાળાઓની સામે ચડ્ડી, ગંજીમાં ચોપગો જાનવરની જેમ ઊભો હતો. ...વધુ વાંચો

28

ધરતીનું ઋણ - 10 - 1

કરાંચીની તે રાત ધમાલભરી હતી. કેદીઓને પકડવા માટે આખી રાત ચારે તરફ કરાંચીની પોલીસ ઘૂમતી રહી. ચારે તરફ નાકા-બંધી કરવામાં હતી. કરાંચી પોર્ટ પર સિક્યુરિટીને સખ્ત કરવામાં આવી હતી. ઇ.આફ્રિદીએ આખી રાત ખૂબ જ ધમપછાડા કર્યા. પણ તે હાથ પછાડતો રહી ગયો, કેદી તો શું તેના હાથમાં ચકલુંયે ન આવ્યું. રાત્રીના ઇમારતમાંથી છટકીને સૌ દોડતા-દોડતા ઇમારતના પાછળના ભાગમાં આવ્યા. ત્યાંથી સીધા જ દોડતા-દોડતા તે સડક પાસે પહોંચ્યા જ્યાં કદમનો તે ટેક્ષી ડ્રાઇવર ટેક્ષી લઇને ત્યાં તેઓની વાટ જોતો હતો. ...વધુ વાંચો

29

ધરતીનું ઋણ - 10 - 2

ઘર એટલે તેઓનું માટીના ચણતરવાળું કાચા નળિયાની છતવાળું ઝૂંપડું હતુ. ઘર બહાર ઢાળિયામાં ખાટલો નાખીને તે બેભાન વ્યકિતના દેહને આમીરની માએ ગરમ પાણી કર્યું અને આમીર માથા પર ચડેલી કીડીઓ સાફ કરીને ગરમ પાણીથી તેનો ‘ઘા’ સાફ કરવા લાગ્યો અને ડોસો પાસમાં રહેતા એક વૈધને તેડવા લાગ્યો. અને ચોવીલ કલાકની સતત લગન સાથે કરેલી સેવાથી અને વૈધના ઉપચારથી તે વ્યકિત ભાનમાં આવી. પણ તેના શરીરમાં ખૂબ જ નબળાઇ હતી. તેથી બે દિવસ તે ખાટલામા જ પડ્યો રહ્યો. ...વધુ વાંચો

30

ધરતીનું ઋણ - 10 - 3

ઘનઘોર રાત્રીનો અંધકાર છવાયેલો હતો. મોસમનો મિજાજ બદલાયેલો લાગતો હતો. આકાશ કાળાં વાદળોથી ઘેરાયેલું હતું. થોડી થોડી વારે આકાશમાં દિશાથી બીજી દિશા તરફ વીજળીના લિસોટા થતા હતા. ઘુઉઉઉ...બાવળની ઝાડીઓને ચીરતો સુસવાટાભર્યો પવન વાઇ રહ્યો હતો. થોડી થોડી વારે ચારે દિશામાંથી શિયાળોની લાળીઓના ચિત્કારના અવાજો આવતા હતા. કદમ, પ્રલય, આદિત્ય અને આનંદ શર્મા ઘનઘોર જંગલમાં આગળ વધી રહ્યા હતા. રાત્રીના ભયાનક વાતાવરણની તેઓના ચહેરા પર કોઇ જ અસર જણાતી ન હતી. ...વધુ વાંચો

31

ધરતીનું ઋણ - 10 - 4

નેવીની બોટ પર થોડીવાર ધુમ્મસ છવાયેલું હતું. બોમ્બ ફૂટતાં બોટ પર વાતાવરણમાં નાઇટ્રસ ગેસ પેદા થતાં. બોટ પર રહેલ બેભાન થઇ ગયા હતા. વાતાવરણ ચોખ્ખું થયા બાદ કદમ, પ્રલય, આદિત્ય અને આનંદ નેવીની બોટ પાસે આવ્યા અને બોટનો કઠોળો પકડીને ઉપર ચડી ગયા. ‘અરે...જુવો તો ખરા બધા મરી ગયા છે...’ આનંદ શર્માએ પૂછ્યું, ‘ના આનંદ...તેઓ ફક્ત બેભાન થયા છે. મારી સિગારેટની અંદર માઇક્રો બોમ્બ હતો. જે ફૂટતાંની સાથે જ વાતાવરણમાં નાઇટ્રસ ગેસ પેદા થયો અને તેની અસરથી આ સૌ બેભાન થઇ ગયા છે...જોયું ને મારી સિગારેટનો કમાલ,’ કદમે કહ્યું. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો