મારુ નામ કુલદીપ સોમપુરા છે.મારુ પ્રથમ પુસ્તક વાંચ્યા બાદ કદાચ તમે મારુ નામ જાણતા હશો અને જો તમે પ્રથમ વખત મારુ નામ વાંચી કે સાંભળી રહ્યા છો તો ભગવાનનો અને તમારો ખુબ ખુબ આભાર કે હું આ પુસ્તક તમારા હાથ સુધી પહોંચાડવા સક્ષમ બન્યો.સૌ પ્રથમ તો આ પુસ્તક મે ખુબ સુંદર સમયે લખ્યું છે.સુંદર સમય એટલે એમ કહી શકાય કે જ્યારે હું આ પુસ્તક લખવા અને વિવિધ પુસ્તકો વાંચવા શિવાય કોઈ કામ નહોતો કરતો.બધાના જીવનમાં એક સમય એવો હોય છે જેને તે પોતે સુંદર કહે છે. પ્રથમ પુસ્તકના લેખક પરિચયમાં મે જેમ જણાવ્યું તેમ હું પણ એક એન્જિનિયર છું અને એક લેખક પણ છું.કદાચ આ વાક્ય તમે બહુ બધા લેખક ના પરિચયમાં જોતાં હશો.પ્રથમ પુસ્તક લખ્યા બાદ મને લાગ્યું કે જે વાતો હું પ્રથમ પુસ્તકમાં ના કહી શક્યો તે વાતો હું બીજા પુસ્તકમાં કહી દઇશ.આ પરથી એમ ના સમજતા કે બંને પુસ્તક પરસ્પર એકબીજા સાથે જોડાયેલા છે.ખરેખર બંને પુસ્તકોના વિષય અને પ્રકારમાં એમ કહી શકાય કે જમીન અને આકાશ જેટલોજ ફરક છે.જેમ આપણે કોઈ આપણાં પ્રિય વ્યકિત સાથે વાત કરી લીધા બાદ જ્યારે જુદા પડીએ ત્યારે આપણને હમેશાં લાગે છે કે આપણી ઘણી ખરી વાતો આપણાં પ્રિય વ્યકિતને કહેવાની છૂટી ગઈ અને પછી આપણે તેની સાથે બીજી વખત મુલાકાત ની રાહ જોઈએ છીએ બસ મારા અને તમારા વચ્ચે તેજ પ્રિય વ્યકિત જેવો સંબંધ છે.તેથી જ હું એવું ઈચ્છું છું કે આવું મારા પૂરા જીવન દરમ્યાન ચાલ્યા કરે કે મારાથી દર વખતે પુસ્તકમાં કેટલુંક કહેવાનું છૂટી જાય અને તેને હું નવા પુસ્તક સ્વરૂપે તમારી સમક્ષ રજૂ કરું.આવું કદાચ દરેક લેખક ઇચ્છતા હશે.

Full Novel

1

કસક - 1

મારુ નામ કુલદીપ સોમપુરા છે.મારુ પ્રથમ પુસ્તક વાંચ્યા બાદ કદાચ તમે મારુ નામ જાણતા હશો અને જો તમે પ્રથમ મારુ નામ વાંચી કે સાંભળી રહ્યા છો તો ભગવાનનો અને તમારો ખુબ ખુબ આભાર કે હું આ પુસ્તક તમારા હાથ સુધી પહોંચાડવા સક્ષમ બન્યો. આ એક નવલકથા છે જે એપિસોડમાં રજૂ થશે. ...વધુ વાંચો

2

કસક - 2

ચેપ્ટર-૨ બીજા દિવસે સવારે આંખ થોડી મોડી ખુલી.આજે રવિવાર હતો.તે પોતાની રોજની દિનચર્યા પતાવીને હજી વિચારતો હતો કે આજનો પ્લાન છે?,તે બિલકુલ ભૂલી ગયો હતો કે આજે તેને વિશ્વાસના ચિત્રોના પ્રદશન માં જવાનું હતું.તેણે ઘડિયાળ માં જોયું તો ૧૧ વાગ્યા હતા.તેણે ફિલ્મ જવા જોવાનું વિચાર્યું.એમ પણ તે થિયેટર માં એક સારી ફિલ્મ લાગી હતી, “કોંજ્યુરિંગ-૨”. તે ઈંગ્લીશ ફિલ્મ હતી અને સાથે સાથે તે હોરર ફિલ્મ હતી.કવનને હોરર ફિલ્મ ખૂબ ગમતી હતી.આ ફિલ્મ જોવા જવાનું બીજું કારણ તે પણ હતું કે જ્યારે કવન તેનો પ્રથમ ભાગ જોવા ગયો હતો ત્યારે તેણે આરોહીને પણ ત્યાં થિયેટર માં જોઈ હતી.વાચક તરીકે તમને ...વધુ વાંચો

3

કસક - 3

ચેપ્ટર-3કવન અને વિશ્વાસ બંને પોતાનો સામાન લઈને સ્ટેશન ઊભા હતા.આખરે તે દિવસ આવી જ ગયો જે દિવસ ની રાહ હતી.સ્ટેશન પર ભીડ બહુ ઓછી હતી કારણકે ટ્રેન રાત ની હતી.કવન અને વિશ્વાસ બંને ખુબ વહેલા પહોંચી ગયા હતા. અંકલ સુહાસ અને તેમના મિત્રો ઘરે થી નિકડી ગયા હતા, તેમને પહોંચવામાં હજી થોડીક વાર હતી. કવન અને વિશ્વાસ બંને એ સ્ટેશન પર રહેલી એક નાની ચાની કિટલી માંથી ચા પીતા હતા. બંને ના કપમાં રહેલી ચા પૂરી થતાંની સાથે અંકલ સુહાસ રેલવેસ્ટેશન ના ગેટમાં પ્રવેશ્યા તેમની બાજુમાં તેમના પત્ની આરતી બહેન અને અંકલ સુહાસના એક ખાસ મિત્ર નીરવભાઈ આવી રહ્યા ...વધુ વાંચો

4

કસક - 4

ચેપ્ટર-૪ ટ્રેન સાંજે મનાલી પહોંચી ગઈ.સુહાસ અંકલે પહેલેથીજ હોટેલ ના રૂમની વાત તેમના મિત્ર સાથે કરી રાખી હતી.તે હોટેલ મેનેજર તેમના ખાસ મિત્ર હતા.બધાએ પોતપોતાના રૂમમાં સામાન મૂકી ફ્રેશ થઈને ઠીક રાત્રે ૯ વાગ્યે નીચે જમવા માટે મળવાનું નક્કી કર્યું હતું.કવન અને વિશ્વાસ બંને એકજ રૂમમાં રોકાયા હતા.તે ઠીક નવ વાગ્યે નીચે જમવા માટે ગયા.ટેબલ પર આમતો બધા આવીજ ગયા હતા.બસ કદાચ ખુશાલભાઈ અને તેમના પત્ની જ બાકી હતા.કવન અને આરોહી એક બીજાની સામ સામે બેઠા હતા.જ્યારે ખુશાલભાઈ અને તેમના પત્ની આવ્યા ત્યારે બધાએ એક સાથે જમવાનું શરૂ કર્યું.બધાજ અંદરોઅંદર વાતો કરી રહ્યા હતા.ત્યારે સુહાસ અંકલે વિશ્વાસ અને તેમના ...વધુ વાંચો

5

કસક - 5

ચેપ્ટર-૫ કવન જ્યારે રૂમ માં પહોંચ્યો ત્યારે વિશ્વાસ હજી નહોતો આવ્યો.તેને થયું કે કદાચ હજી કોઈ નહિ આવ્યું હોય.તે રૂમની બાલ્કની માં ગયો અને ત્યાં રહેલ ખુરશીમાં બેસી ગયો.તે મનમાં જ વિચારતો હતો કે કેટલી સુંદર સવાર હતી, આ સવાર વિશે પોતે કઇંક લખવું જોઈએ.ત્યારે એકાએક તેને યાદ આવ્યું કે ગાર્ડનમાં તેણે આરોહીનો હાથ પકડી લીધો હતો આટલી હિંમત તેનામાં ક્યાંથી આવી?, તે મનમાં જ પોતાનાં પર હસતો હતો. થોડીકવાર માટે કવન દીર્ધ વિચારોમાં ખોવાઈ ગયો હતો. ત્યાંજ કોઇકે બહારથી બેલ માર્યો.કવને બે બેલ સુધી તો સાંભડયું નહીં પણ પછી તેને ખ્યાલ આવ્યો કે કોઈક ક્યારનું બેલ મારી રહ્યું ...વધુ વાંચો

6

કસક - 6

ચેપ્ટર-૬ દરેક લવસ્ટોરી પહેલા શાંત પછી ગુંચવળ ભરી અને અંતે હ્રદય અને મન ને શાંતિ નો અનુભવ કરાવનારી હોય નથી ખબર કોઈ લેખક કે આ લખ્યું છે કે નહીં પણ મે તમને સત્ય કીધું.બીજા દિવસે સવારે કવન ઊઠયો ત્યારે વિશ્વાસ જાગી ગયો હતો.તે કદાચ કવનના ઊઠવાની રાહ જોઈ રહ્યો હતો.તે ઊઠયો ત્યારે વિશ્વાસે કવનની સામે જોઈને કીધું “કવન હું તને કઈંક કહું?”કવન હજી ઊઠયોજ હતો.તેણે સાંભળ્યું અને આળસ મરળતા કહ્યું “હા,બોલ શું કહેવું છે?”“કવન મને લાગે છે કે મને કાવ્યા ગમે છે.”કવન હજી તે પૂરું સાંભળીને સમજી નહોતો શક્યો કારણકે હજી તે હાલ જ ઊઠયો હતો.થોડીકવાર બાદ વિશ્વાસ જે ...વધુ વાંચો

7

કસક - 7

ચેપ્ટર-૭ આજે બધાએ બીજલી “વિજળી” મહાદેવ મંદિર જવાનું હતું.વિજળી મહાદેવ મંદિર જવાનો રસ્તો ખૂબ ઉબડખાબડ હતો કારણકે ત્યાં પૂરો ના હતો.પહેલાતો સુહાસ અંક્લે વિચાર્યું હતું કે તે બધા ત્યાં બાઇક પર જાય તો પણ વધુ સારું રહે પણ ત્યારબાદ તેમને વિચાર આવ્યો કે તેની કરતાં એક ઓપન જીપ લેવી જ વધુ સારું રહેશે.આમ તો તે મંદિર જવાના બે રસ્તા હતા એક તો જે રસ્તે તે જઈ રહ્યા હતા.જાના વોટર ફોલ થઈ ને અને બીજો કુલ્લૂ થી એક કલાક નો ટ્રેક કરીને.સુહાસ અંક્લે બીજો રસ્તો એટલે રહેવા દીધો કારણકે આજે સવારે નીકળવામાં થોડુ મોડું થઈ ગયું હતું ત્યાં ટ્રેક કરીને ...વધુ વાંચો

8

કસક - 8

કાર આજે ક્લાથ જઈને ઉભી રહી.સુહાસ અંકલે બધાને ખુશ કરવા માટે એક સરપ્રાઈઝ આપવાનું વિચાર્યું હતું.તે લોકો આજે હોટેલમાં રહેવાના આજે તેઓ કેમ્પઈંગ કરવાના હતા. આરતી બહેને સુહાસ અંકલને કહ્યું."આ તમે ક્યારે વિચાર્યું,કોઈને કહ્યું પણ નહીં?""હા, હું બધાને સરપ્રાઈઝ આપવા માંગતો હતો.આજે આપણે અહીંયા કેમ્પ માં રહેવાનું છે."ખુશાલભાઈ એ કહ્યું "પણ શું તમને આ જગ્યા વિશે ખબર હતી?""નહીતો મેં ગૂગલ પર સર્ચ કર્યું અને આમ પણ આપણે ટ્રેકીંગ નથી કર્યું તો પછી કેમ્પઇંગ જ ખરું."વિશ્વાસ બોલ્યો "ખરેખર સારો વિચાર છે તમારો સુહાસ અંકલ"તો ચાલો તમે બધા પોતપોતાના ટેન્ટ માં જઈને આરામ કરો.બધાજ સાંજે જમવા વખતે મળીએ. તથા બધાને એક ...વધુ વાંચો

9

કસક - 9

બીજા દિવસે પહેલા તે લોકો હમ્તા પાસ ટ્રેક ગયા.હમ્તા પાસ એક ખૂબ સુંદર ફિલ્મી જગ્યા છે. જયાં મોટા મોટા વૃક્ષો આવેલા છે.સાથે સાથે ત્યાંની સામાન્ય ઠંડી હવા મનમોહક લાગે છે અને જમીન પર જાણે ચારે બાજુ લીલી ચાદર છવાયેલી હોય તેમ દૂર દૂર સુધી ઘાસ પથરાયેલું હોય છે.જમીન પણ એકદમ સમથળ નહિ પરંતુ નાના નાના ડુંગરની જેમ એક કુદરતી દ્રશ્ય પુરવાર કરતી આ જગ્યા, મનાલીની ઘણી સુંદર જગ્યા માની એક સુંદર જગ્યા.તેના પછીના દિવસે બધા રોહતાંગ પાસ જવાના હતા અને તે જ રાત્રે તેઓ અમદાવાદ પાછા ફરવાના હતા.કવન અને વિશ્વાસ ખુશ પણ હતા અને એક રીતે દુઃખી પણ હતા ...વધુ વાંચો

10

કસક - 10

રોહતાંગ પાસમનાલી માં બધાનો છેલ્લો દિવસ હતો આજે સવારે વહેલાજ બધા રોહતાંગ પાસ જવા નીકળી ગયા હતા.આજના દિવસમાં ખૂબ કરવાનું હતું. કારણકે રોહતાંગ પાસથી આવીને સુહાસ અંકલે પ્લાન કર્યું હતું તે પ્રમાણે રાત્રે દશ કે અગિયાર વાગ્યે દિલ્હી જવા નીકળવાનું હતું અને ત્યાંથી ફ્લાઈટમાં અમદાવાદ.રોહતાંગ પાસ નો રસ્તો ખૂબ કપરો હતો.છતાંય ઘણા લોકો સાઇકલમાં પણ ત્યાં જઈ રહ્યા હતા.જે કારમાંથી જોવા મળતા હતા.રોહતાંગ પાસ ખૂબ ઉંચાઈ ઊપર આવેલું છે.સાથે તેટલુંજ સુંદર પણ છે.ત્યાં આ સીઝનમાં બરફ ખાસો રહે છે.જો કે કાર ચાલકે કહ્યું હતું કે દશ દિવસ પહેલા જ બધા રસ્તા સાફ કર્યા હતા.તેથી બરફની સમસ્યા તેમને નળે તેમ ...વધુ વાંચો

11

કસક - 11

બપોરના બે વાગ્યા હતા.શિયાળોનો પ્રકોપ હવે થોડોક ઓછો થઈ ગયો હતો અને ઉનાળો બે એક મહિના દૂર હતો. પણ વસંત ઋતુ કહી શકાય, વાતાવરણ કઇંક તેમ હતું. આ તે ઋતુ હતી જે ઋતુમાં વૃક્ષોની સૂકી ડાળીઓ પર નવા પાન આવે છે. જેમાં સાંજ નું વાતાવરણ તમને સારું લાગવા લાગે છે, જેમાં બાગ બગીચાના ફૂલો આછા સૂરજના કિરણોમાં મહેકી ઉઠે છે. કવન લાયબ્રેરી ની બહાર અને ગેટની થોડીક અંદર સૂરજના આછા તડકામાં ઊભો હતો.કવનના પગની નીચે કેટલાક સૂકા પાન જમીન પર વિખરાયેલા પડ્યા હતા. આજુબાજુ કેટલાક લોકો લાયબ્રેરી માંથી આવી રહ્યા હતા તો કેટલાક લોકો હજી અંદર જઈ રહ્યા હતા. ...વધુ વાંચો

12

કસક - 12

આરોહી અને કવનની મુલાકાત બે અઠવાડિયે ફરી થઈ.ત્યાં સુધી ના કોઈ આરોહીનો મેસેજ હતો ના ફોન.માત્ર જે દિવસે મળવાનું તેના આગલા દિવસે મેસેજ આવ્યો હતો.જોકે વચ્ચેના દિવસો માં કવન અને વિશ્વાસ હવે પહેલાની જેમ રોજ મળતા હતા.એક બાજુ વિશ્વાસ અને કાવ્યા ની વાર્તા ખૂબ પ્રોગ્રેસ કરી રહી હતી.તે રોજબરોજ કાવ્યા સાથે શું વાતો કરતો હતો તે બધુજ કવનને કહેતો હતો.એમ પણ જો તમે તમારા પ્રથમ પ્રેમની દરેક વાતો તમારા મિત્રને ના કહો તો તમે ખાક પ્રેમ કર્યો કહેવાય.તે કવનને કહેતો તમે માત્ર કામ પૂરતી વાતો કરો છો, કોઈક વખત એમનેમ પણવાતો કરી લો."પણ તે વ્યસ્ત હશે તો?, એમ પણ ...વધુ વાંચો

13

કસક - 13

આ રવિવાર કવન માટે જલ્દી આવ્યો.કવન અને આરોહી ફરીથી મળ્યા. આરોહી એ વાત ની શરૂઆત રમૂજથી કરી, તે કદાચ રમૂજ ના મૂળ માં હતી. "પ્રેમ શું છે?,કવન" "કેમ આરોહી આજે કોઈ રોમેન્ટિક ફિલ્મ જોઈ કે શું?" આરોહી હસવા લાગી અને તેણે તેના હાથમાં રહેલું પુસ્તક ઊંચું કર્યું જે તેણે પહેલા અઠવાડીયાએ મળ્યા ત્યારે લીધું હતું.ત્યારે આરોહી અને કવન લાયબ્રેરીમાં પ્રથમ વાર મળ્યા હતા. "ઓહહ..તો આજે તારા માથે આ પુસ્તક ના કારણે પ્રેમ સવાર છે?" "હા, ખૂબ સારું પુસ્તક છે. તે દિવસે તે બરોબર જ કીધું હતું કે મારે જાતે કઈંક નવું શોધવું જોઈએ." "હા, આભાર તમારો." "તો બોલ પ્રેમ ...વધુ વાંચો

14

કસક - 14

એવી વ્યકિતને પ્રેમ કરવું કદાચ સહેલું છે જે બીજાને પ્રેમ કરતું હોય પણ તેવી વ્યકિત ને પ્રેમ કરવું બહુ છે જે પ્રેમ સમજતું જ નહોય.કવન તે પરિસ્થિતિમાં હતો જ્યાંથી તેની આગળ રહેલો દરિયો ખૂબ રમણીય લાગતો હતો.પણ ના તો તે તેમાં છલાંગ લગાવીને સ્નાન કરી શકે ના તો તેનું પાણી પીને તરસ છીપાવી શકે.કવન માટે આરોહીનો પ્રેમ દરિયા જેવોજ હતો દેખાવ માં ખૂબ સુંદર પણ જેને માત્ર નિહાળી શકાય. માણસ ના જીવનમાં આંખ ભગવાને આપેલી એક સુંદર ભેટ છે જેનાથી આપણે દુનિયા નિહાળી શકીએ છીએ.પણ ક્યારેક કેટલીક વસ્તુઓ માનવીને આંખમાં કાંટા ની જેમ વાગવા લાગે છે. અઠવાડિયું કવન માટે ...વધુ વાંચો

15

કસક - 15

બુધવારે સાંજે આરોહી અને કવન બંને ત્રણ અઠવાડિયા બાદ મળી રહ્યા હતા.કવન બે વાતથી ખુશ હતો એકતો તે આરોહીને આટલા દિવસો બાદ મળી રહ્યો હતો અને બીજી કે વિશ્વાસ આજે કાવ્યા ની સામે પોતાના પ્રેમનો ઇઝહાર કરવાનો હતો. વિશ્વાસે તેનો જન્મ દિવસ સાદી રીતે ઉજવવાનું નક્કી કર્યું હતું.તેથી તેણે તેના એક દોસ્તના કેફમાં નાનું એવું આયોજન કર્યું હતું અને જેમાં તેણે ઘણા નજીકના મિત્રો ને આમંત્રણ આપ્યું હતું.જેમકે તેના કોલેજ ના મિત્રો અને કવન અને આરોહી શિવાય બીજા ત્રણ એક સ્કૂલના મિત્રો. જે કવન અને આરોહીની પણ સાથે ભણતા હોવાથી ઓળખતા હતા.વિશ્વાસ ના માતા પિતા એ જાણી જોઈને પાર્ટીમાં ...વધુ વાંચો

16

કસક - 16

તે બાદ બીજા બે અઠવાડિયા થઈ ગયા હતા, હજી આરોહી નો મેસેજ નહોતો આવ્યો.ના આરોહી એ મળવા માટે કહ્યું રવિવાર હતો.સામાન્ય રીતે આરોહી જયારે મળવાની હોય તેના આગલા દિવસે મેસેજ કરતી હતી.પણ આજે બીજા અઠવાડિયે પણ તેનો મેસેજ નહોતો આવ્યો.કવન જમીને તેના રૂમમાં સુવા જતો હતો.ત્યારે અચાનક ફોન રણક્યો.નિસંકોચ આરોહી હતી. "હેલો કવન જલ્દી જ તું હાઇવે પર આવી જા" કવન આરોહીને આટલી જલ્દી બોલતી જોઈને બેબાકળો થઈ ગયો. "પણ શું થયું આરોહી?" "કંઈ ખાસ નહિ બસ તું જલ્દી આવીજા" "હા હું હમણાં જ આવું છું." કવન જલ્દી જ તૈયાર થઈને હાઇવે પાસે ગયો ત્યાં તેને આરોહી ક્યાંય ના ...વધુ વાંચો

17

કસક - 17

આ અઠવાડિયું કવન માટે તો ખૂબ વ્યસ્તતા પૂર્વક ગયું હતું.તેથી આરોહીની લાયબ્રેરીમાં જવાનો તેને સમયજ નહોતો મળ્યો.કાલે રવિવાર હતો.કવન હતો કે તે કાલ આરોહીને ત્યાં જશે. પણ બીજી તરફ તેણે વિચાર્યું કે હું ગયો અને તેને ના ગમ્યું તો.મનમાં તે બોલ્યો હું પણ કેવું વિચારું છું. આરોહી એ તો મને આવવાનું કહ્યું હતું.પણ બીજી તરફ તેને લાગ્યું કે તેણે એમજ કહી દીધું હશે.આ બધા વિચારોની વચ્ચે કોને ખબર તેને રાત્રે ઊંઘ પણ સરખી નહોતી આવી. બીજો દિવસ રવિવાર હતો ૯ વાગ્યામાં તો તે તૈયાર થઈ ગયો હતો પણ છતાં તેનું મન આરોહીના ઘરે જવામાં માનતું નહોતું.આ બધી અવઢવ વચ્ચે ...વધુ વાંચો

18

કસક - 18

પણ તે દિવસ જે થયું તે કદાચ થવુંજ જોઈતું હતું.કદાચ તેનાથી આરોહીના મનમાં પ્રેમની લાગણી વહી જાત. રવિવાર હતો અને કવનનો દિવસ.તે દિવસ બધા જ વિતેલા રવિવારની જેમ એક સુંદર દિવસ હતો.તે બંને બાલ્કનીમાં બેસીને બુક વાંચી રહ્યા હતા.તે સવાર ના વાંચી રહ્યા હતા અને તે આજે બુક પુરી કરવાના મૂડ માં હતા.પણ અચાનકજ વાતાવરણ સાંજે બદલાઈ ગયું હતું.કદાચ વરસાદી સિઝનનો સૌથી છેલ્લો વરસાદ વરસવાની તૈયારી હતી.ત્યાંજ થોડીકજ વારમાં વરસાદ તૂટી પડ્યો. તે દિવસ ફરી પહેલા વરસાદ જેવો સુંદર વરસાદ વરસી રહ્યો હતો.કવન અને આરોહી બહાર પડેલી ટેબલ ખુરશી અંદર મૂકી આવ્યા હતા.તેઓ ખાસા એવા ભીના થઈ ગયા હતા. ...વધુ વાંચો

19

કસક - 19

જયારે મનમાં પીડા થાય ત્યારે મન મૂકી ને રોવી લેવામાં જ સમજદારી છે તેમ જયારે જયારે મનમાં કોઈ ની પ્રેમ ઉભરાય ત્યારે તેને કહી દેવામાં જ સમજદારી છે.જો તે કહેવાનું રહી જાય તો તે ખૂબ પીડા દાયક બની જાય છે. આરોહી અને કવન એકવાર ફરી ખુશ થઈને એકબીજા ને મળતા વાતો કરતા સાથે ફરતા અને તેવું જ દેખાડતા કે તે ખુશ છે.કદાચ તે આ સંબંધથી જ ખુશ હતા. ત્યારબાદ ગુજરાતીઓ નો પ્રિય તહેવાર નવરાત્રી શરૂ થઈ.કવન અને આરોહીને નવરાત્રી ખૂબ ગમતી પણ બંને ના નવરાત્રી ગમવાના કારણ જુદા જુદા હતા. એક વાર કવન અને આરોહી રવિવારે નવરાત્રી વિષે વાતો ...વધુ વાંચો

20

કસક - 20

તહેવાર પછી જીવન શાંત થઈ જાય છે તેમ કવન અને આરોહીનું જીવન પણ શાંત થઈ ગયું હતું. દિવાળી આવી હતી.કવન અને આરોહી હજી કાલ જ મળ્યા હતા હમેશાંની જેમ રવિવારે, કવન અને આરોહી બંને જાણતા હતા કે હમણાં થોડા દિવસ તે લોકો મળી નહીં શકે તેથી તે દિવસે બંને રાત્રે મોડા સુધી વાતો કરતાં રહ્યા. દિવાળી પછી કવન તેની પ્રેકટીસ મૂકીને આગળ ભણવાનું વિચારી રહ્યો હતો તેથી તે છ મહિના તેની તૈયારી માં વિતાવવાનો હતો. તે દિવસે કવન અને આરોહી મળ્યા બાદ ત્રણ અઠવાડિયા સુધી તેઓ એકબીજાને ના મળ્યા. એવું ના હતું કે કવન વ્યસ્ત હતો. એક વખત તો ...વધુ વાંચો

21

કસક - 21

ઠંડીની ઋતુ ફરી એક વાર શરૂ થઈ હતી.હવે કવન ખાસો સમય ઘરે જ રહેતો.સાંજે એકાદ બગીચામાં તે લાંબો આંટો જતો.ત્યાં બાળકો ને રમતો જોતો કેટલીક વાર તેમની સાથે રમતો.કેટલીક વાર તે બાળકો લડતાં તો તેમને સમજાવતો.ઘણી વાર ત્યાંજ બેસી રહેતો અને બાળકો જો ના આવ્યા હોય તો તેમની રાહ જોતો.કવન આખો દિવસ પુસ્તક વાંચતો રહેતો.જેમાંથી કેટલાય પુસ્તકો તેના વિષય ના હતા પણ છતાંય તે વાંચતો રહેતો.બીજી તરફ આરોહીનું પણ કંઈક તેમજ હતું.તે તેની આરતી આંટી સાથે વધુ સમય વિતાવતી. એક રાત્રે કવન પુસ્તકના પાના આમ તેમ ફેરવી રહ્યો હતો.તે આજે સવાર થી એક નવલકથા વાંચતો હતો અને તેનો અંત ...વધુ વાંચો

22

કસક - 22

મન નથી માનતું ભારત છોડીને જવાનું પણ સાથે સાથે ભાઈએ કીધી તે વાત પણ સાચી હતી. મમ્મી અહીંયા એકલા જાય છે. હું જો નોકરી ચાલુ કરી દઈશ તો તે વધુ એકલા પડી જશે. તેની કરતા અમેરિકા જઈને અમે પરિવાર સાથે તો રહી શકીશું.શરૂઆત માં થોડુંક અતળું લાગશે પણ ધીમે ધીમે ટેવાઈ જશું.આમેય કેટલાય લોકો ત્યાં સ્થાયી થવા જાય છે અને તે ત્યાં સ્થાયી થઈ પણ જાય છે તેમ અમે પણ થઈ જઈશું. આરોહી મન માં આ બધું વિચારી રહી હતી અને તેણે એક દિવસ પછી આરતીબહેન ને તે નિર્ણય જણાવી જ દીધો. આરતીબહેને પણ તેને પૂછ્યું "તો શું તારો ...વધુ વાંચો

23

કસક - 23

તે ચાલતો ચાલતો એક નજીકના સ્ટેશન પર પહોંચી ગયો. ત્યાં પૂછતાછ કરતા ખબર પડી કે એક રાતની ટ્રેન છે.જે જયપુર જાય છે. તે એક ખૂબ નાનું સ્ટેશન હતું.ત્યાં માંડ દિવસમાં બે એક ટ્રેન ઉભી રહેતી હશે.કવન વિચારતો હતો કે હું જયપુર કેમ જવું.પણ જ્યારે ક્યાં જવાનું તે નક્કી જ નથી તો જયપુર જ ઠીક છે.ટિકિટ બારી હજી ખુલી નહોતી તે રાત્રે ટ્રેન આવવાના ૨૦ મિનિટ પહેલા ખુલતી હતી.તે ત્યાં નાના સ્ટેશન ના પગથિયાં ઉપર બેસી ગયો. હવે કંઈ વિચારવા જેવું સૂઝતું નહોતું.કવન મનોમન વિચારતો હતો એક ક્ષણ માટે કે તે ના જાય. તે આરોહીને એક સારા મિત્રની જેમ મુકવા ...વધુ વાંચો

24

કસક - 24

કવન ઉઠી ગયા બાદ પોતાની જગ્યા પર બેસીને પુસ્તક વાંચવા લાગ્યો. સવાર ના છ એક વાગ્યે એક સ્ટેશન આવ્યું થોડુંક મોટું સ્ટેશન હતું.ત્યાં આટલી વહેલી સવારમાં ચા વહેંચવા વાળા માણસો આમથી તેમ આંટા મારી રહ્યા હતા.કેટલાક તો ટ્રેનની અંદર પણ આવી ગયા. કવને એક કપ ચા પીધી.તે ફરીથી પોતાના પુસ્તક વાંચવામાં વ્યસ્ત થઈ ગયો.ત્યારે એક પછી એક સ્ટેશન જતા ગયા.ઠંડી હવે થોડી થોડી ઓછી થતી જતી હતી. તે રાજસ્થાન માં આવી ગયો હતો.તેણે સાંભળ્યું તું કે રાજસ્થાન માં રાત્રે ખૂબ ઠંડી પડે છે.જો કે તેને તેનો અનુભવ સવારમાં થોડો થોડો થઈ ગયો હતો.ટ્રેનમાં જેમ જેમ સમય આગળ જતો ગયો ...વધુ વાંચો

25

કસક - 25

પાર્ટી પતી ગયા બાદ આરોહી બધાની દીધેલી ગિફ્ટ ખોલી રહી હતી અને એક પછી એક જોઈ રહી હતી.આરતી બહેન પેક કરી રહ્યા હતા ને બધી વસ્તુ છેલ્લી વાર ચેક કરી રહ્યા હતા કાલે તેઓ દિલ્હી જઈ રહ્યા હતા તેમના ભાઈ ના ઘરે અને ત્યારબાદ ચાર દિવસ પછી ત્યાંથી અમેરિકા. આરોહીએ કવનની ગિફ્ટ ખોલી, જેમાં તેને ગમતી બુક “કસપ” હતી. તેણે તે બુક વાંચેલી હતી.તે કવનની ગિફ્ટથી ખુશ થઈ ગઈ. તે વિચારતી હતી કે કવનને યાદ છે કે મને આ બુક ખુબ ગમે છે. તે બુકનું પેજ ફેરવવા જતી હતી.ત્યાં જ અંદરથી તેની મમ્મી એ તેને બોલાવી. "બે જ મિનિટ ...વધુ વાંચો

26

કસક - 26

થોડીવાર ત્યાં ઉભા રહીને બધા પાછા ટ્રકમાં ગોઠવાઈ ગયા.જેમાં કવન હવે આગળ બેઠો હતો અને તે બીજો પાતળો લાગતો પાછળ સુઈ ગયો હતો. કવન ચૂપ બેસી રહ્યો હતો.તેને ચૂપ જોઈને તે રમુજી લાગતા ભાઈએ કહ્યું "આપકા નામ કયા હે ભાઈ?,ઓર એક ખાસ બાત ટ્રક ચલાને વાલે કે બાજુ મે કભી ભી ચૂપ નઈ બેઠના બાતે કરતે રહેની ચાહીએ ઓર કુછ ના યાદ આયે તો એક ગાના ગા દેના તાકી મુજે નીંદ ના આજાએ” આટલું બોલીને તે હસવા લાગ્યા અને એક બીડી સળગાવી. તેમને જોઈને કવન પણ હસવા લાગ્યો અને પછી વાતો ની શરૂઆત થઈ. તેમનું નામ મોહન હતું.જે તેમના ...વધુ વાંચો

27

કસક - 27

તેઓ બનારસ લગભગ દોઢ દિવસે પહોંચ્યા. લગભગ બપોરના ચારેક વાગ્યાની આસપાસ. આમતો વહેલા પહોંચી જવું જોઈએ હતું પણ રસ્તામાં જગ્યાએ એક્સિડન્ટ થયો હોવાથી થોડું ટ્રાફિક નડ્યું અને અધુરામાં પૂરું ટ્રકમાં પંચર પડ્યું. ત્યાં સુધીમાં તો આરોહી દિલ્હી પહોંચી ગઈ હતી.તે તેટલો થાકેલો હતો કે તે એક હોટલની રૂમ લઈને તેમાં સુઈ ગયો અને ઉઠ્યો રાતના નવએક વાગ્યે. તે પણ તેને ભૂખ લાગી હતી એટલે. તેણે ખાધું ના ખાધું અને હજી તેની ઊંઘ બાકી રહી ગઈ હોય તેવી લાગણી થઈ. તે પાછો સુઈ ગયો અને ઉઠ્યો સીધા સવારના સાડાત્રણ વાગ્યાની આસપાસ. બનારસમાં સાડા ત્રણ વાગ્યે વાગ્યે ઉઠવું સામાન્ય વાત છે.ત્યાં ...વધુ વાંચો

28

કસક - 28

નૌકા દશાશ્વરમેઘ ઘાટ પાસે ઉભી રહી.કવન તે સીડીઓ ચડીને ઉપર જઈ રહ્યો હતો.ત્યારે કવને એક છોકરીને તે ઘાટ ના માં બેસી ને રડતી જોઈ જે તેના કરતાં બે કે ત્રણ વર્ષ નાની હશે.તે સુંદર હતી, સોહામણી હતી બિલકુલ આ નદીની જેમ. તેની કથ્થાઈ રંગની આખો અણીદાર નાક અને પાતળા હોષ્ઠ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા.કોઈ રડતું હોય તો તે કેટલાક લોકોને નથી ગમતું પણ જયારે કોઈ સુંદર છોકરી રડતી હોય તો તે કોઈ ને નથી ગમતું.તેણે એક સિમ્પલ ડ્રેસ પહેરી રાખ્યો હતો અને દુપટો એક ખંભા પર રાખ્યો હતો.તેને જોતા લાગતું હતું કે કોઈ સમૃદ્ધ પરિવારની છોકરી હતી.કવને ...વધુ વાંચો

29

કસક - 29

બપોર થઈ ગઈ હતી અને બંને ને ભૂખ પણ ખૂબ લાગી હતી.બંને એક રેસ્ટોરામાં જમવા ગયા જે અહિયાંની ખૂબ રેસ્ટોરાં માની એક હતી.તારીકા એજ કવનને ત્યાં જવા સૂચવ્યું હતું. કવને તારીકા ને પ્રશ્ન પૂછ્યો."તમે શું કરો છો?,એટલે સ્ટડી કે જોબ કે બીજું કંઈ?""ઓહહ..હું અત્યાર સુધી ભણતી હતી ફાર્મસીમાં જે મેં બીજા વર્ષ માં મૂકી દીધું છે. મારે એક રેડિયો જોકી બનવું છે.તેથી મારે હવે તેની માટે ટ્રેનિંગ લેવાની છે અને સાથે સાથે એક જનરલીઝમ નો કોર્ષ શરૂ કરવા માગું છું.""ખૂબ સરસ.. કહેવાય.."કવને પ્રતિક્રિયા આપી"તમે શું કરો છો?""હું એક ડોકટર છું મારે ભણવાનું પૂરું થયાને એક વર્ષ થયું, હવે હું ...વધુ વાંચો

30

કસક - 30

કસક-૩૦કવન મનોમન તારીકા ના પાગલપન પર હસતો હતો.તારીકા એક બહુ મોટા કુટુંબની છોકરી હતી.મોટું કુટુંબ એટલે જેમાં દાદા દાદી કાકી મોટાપપ્પા મોટા મમ્મી બધા ભેગા રહેતા હોય..મોટા કુટુંબની ખાસિયત તે હોય છે કે ત્યાં છોકરાઓ જલ્દી મોટા થઈ જાય છે.કારણકે તે દિવસનો અડધો સમય કોની સાથે વિતાવે છે તે તેના માતા પિતાને પણ ખબર નથી હોતી.તારીકા એક બિન્દાસ છોકરી હતી આરોહીના સ્વભાવથી બિલકુલ વિરુદ્ધ.પણ કદાચ અંદરથી લાગણીશીલ પણ હતી કારણકે કવને તેને રડતા પણ જોઈ હતી.દુનિયામાં તમે લોકોને જલ્દી હસતા જોઈ શકો છો પણ કોઈને જલ્દી રડતા નથી જોઈ શકતા કારણકે જૂજ માણસોમાં દુનિયાની સામે રડવાની હિંમત હોય છે.કવને ...વધુ વાંચો

31

કસક - 31

કસક -૩૧નૌકા ધીમે ધીમે ઘાટ તરફ પાછી ફરી રહી હતી.સવારના બનારસના વાતાવરણે કવનનું અને તારીકાનું મન મોહી લીધું.એક સારી યાત્રાથી પાછા આવ્યા બાદ કવનને ખૂબ ભૂખ લાગી હતી."અહીંયા નો સૌથી સારો નાસ્તો શું છે તારીકા?,જેમ ગુજરાતમાં ફાફડા જલેબી છે તેમ અહીંયા પણ કઈંક પ્રખ્યાત હશે ને?, મને ખુબ ભૂખ લાગી છે."તારીકા એ હસીને કહ્યું "ચલ તને અહિયાં નો સૌથી ટેસ્ટી નાસ્તો કરાવું." તારીકા કવનને એક કચોરી અને શાક વાળા ને ત્યાં લઈ ગઈ."તું અહિયાંની કચોરી અને શાક ખાઈ ને જો, તું ફાફડા જલેબી ભૂલી જઈશ."કવન અને તારીકા એ કચોરી અને શાકનો નાસ્તો કર્યો જે ખરેખર સારો હતો અને ખૂબ ...વધુ વાંચો

32

કસક - 32

બંને ત્યાંથી પાછા ફર્યા અને ગંગા આરતીનો લાભ લીધા બાદ દશાશ્વરમેઘ ઘાટ પાસે બેઠા હતા.કવન અને તારીકા બંને ગંગા તરફ જોઈ રહ્યા હતા.તેના વહેતા નીર ને ધીમા પવન માં નિહાળી રહ્યા હતા.કેટલાક પંડિતો દૂર બેસીને ભગવાનનું ભજન ગાઈ રહ્યા હતા.ત્યાં રાત્રે પણ શ્રધ્ધાળુઓની સંખ્યા ઓછી થતી ના હતી.તારીકા એ કવનને કહ્યું "હું અહીંયા પહેલી વાર મારા દાદી સાથે આવી હતી.લગભગ બે ત્રણ વર્ષ પહેલાં.હું ત્યારે ઘણી વસ્તુઓ નહોતી સમજતી.""જેમ કે…?"કવને પૂછ્યું."જીવન આપણું ખરેખર ત્યારથી શરૂ થાય છે જ્યારથી આપણે સાચી રીતે જીવવાનું શરૂ કરી એ છીએ.જીવનને આપણે મનુષ્ય વ્યર્થ સમજીને બેઠા છીએ આપણને કેટલીક વસ્તુ ખબર હોય છે જેમ ...વધુ વાંચો

33

કસક - 33

કસક -૩૩ કવનનો ફોન સ્વીચઓફ આવે છે તો શું હું તેને ઈ મેલ કરી દઉ.તેનો ઈમેઈલ કદાચ મારા લેપટોપમાં છે.તેણે એક વાર મારા લેપટોપમાં થી ઈમેઈલ મોકલ્યો હતો.આરોહી તેવું મનોમન વિચારી રહી હતી.તેણે ક્યારે મોકલ્યો તો તે યાદ નથી અને જો લેપટોપ કોઈ વખત રિપેરિંગ માં આપ્યું હશે.તો કદાચ તે જતો રહ્યો હશે. કારણકે હમણાંથી લેપટોપનું કામકાજ બગડી રહ્યું છે. તેણે તે ઘરના નાના બગીચામાં બેઠા બેઠા લેપટોપમાં તે ઈમેઈલ શોધી રહી હતી જે કવનને તેના લેપટોપથી ક્યારેક મોકલ્યો હતો.અમેરિકામાં તેના મોટા મમ્મી અને પપ્પાનું ઘર સામાન્ય કરતા મોટું હતું. જેમાં બધીજ સુખસગવડ ની વસ્તુઓ હતી.જો કે આરોહીને અહીંયા ...વધુ વાંચો

34

કસક - 34

કસક -૩૪ તેની પછી તે માતાપિતાના વ્હાલ અને સલાહ સુચન થી ઉપર આવીને તે તેના રૂમમાં ગયો હશે અને મોબાઈલ જે કબાટમાં પંદર, સોળ કે તેને પણ યાદ નહિ હોય ખબર નહિ કેટલા દિવસથી બંધ હશે. તેને ખોલશે તેમાં અઢળક કામના અને નકામાં મેસેજ નો ઢગલો હશે. જેનાંથી એક બે વખત તો ફોન હેંગ થઈ જશે અને કવનને ઈચ્છા થશે કે ફોન નો ઘા કરી દઉં પણ તેમાં આરોહી ના બહુ બધા મેસેજ પણ હશે. વિશ્વાસ ના મેસેજ પણ હશે અને તે નવી આવી છોકરી જે તેને બનારસમાં મળી હતી તે તારીકાના મેસેજ પણ હશે.જો કે કવન તેનો મોબાઈલ ...વધુ વાંચો

35

કસક - 35

કસક -૩૫ ધીરે ધીરે બે મહિના વીતી ગયા.કવનના મનમાં હજી તે ઉથલપાથલ ચાલતું રહ્યું.તેને લાગતું કે હું ગાંડો થઈ છું.તે ઘણી વાર બેસી રહેતો.વિચારતો રહેતો આજકાલ કોઈની જોડે વાત પણ ઓછી કરતો.વિશ્વાસને પણ બહુ મળતો નહિ.કોઈવખત વિશ્વાસ તેને પરાણે બહાર લઈ જતો.દરેકના જીવનમાં વિશ્વાસ જેવો મિત્ર હોવો ખૂબ જરૂરી છે જે મનના ઉથલપાથલ ને ઠીક તો ના કરી શકે પણ તેની સામે હિંમત આપવાનું કામ જરૂર કરે.થોડા દિવસ બાદ તારીકા એક દિવસ માટે આવી તેને રેડિયો જોકી માટે ઇન્ટરવ્યુ દેવાનું હતું.તેણે કવનની સાથે આગલા દિવસે વાત કરી હતી કે કાલ હું આવવાની છું તો કાલે આપણે મળીશું.દુર્ભાગ્યએ એવું થયું ...વધુ વાંચો

36

કસક - 36

કસક -૩૬તે સવારે કવન ઉઠ્યો ત્યારે તે ખરેખર ઈચ્છે છે કે તેને બદલવું છે.જે જીવન તે ત્રણ કે ચાર જીવતો આવ્યો છે તે જીવન હવે નહિ જીવાય તેમ લાગે છે.તો ત્યાંથી જ જીવન શરૂ કરી શકાય જ્યાંથી તે અટક્યો હતો.તે સાંજ થી.કવન હવે એક નવલકથા ના પ્લોટ પર કામ શરૂ કરી રહ્યો છે.તેને લાગે છે કે તે જલ્દી જ એક સુંદર નવલકથા પૂરી કરશે.હવે તે આરોહી વિશે બહુ નથી વિચારતો.તેણે આરોહીનો તે ઈમેઈલ જોઈને પણ ના જોયો હોય તેમ કરી દીધું.આરોહી હજી તેને યાદ કરતી હતી અને વિચારતી હતી કે આખરે એવું શું થયું કે કવન જોડે તેનો સંપર્ક ...વધુ વાંચો

37

કસક - 37

કસક -૩૭ વાર્તા બે વર્ષ બાદ….તારીકા એ કવનનું એક ઇન્ટરવ્યૂ લઈ રહી હતી. તારીકા હવે એક રેડિયો જોકી છે કવન હવે એક બેસ્ટસેલર લેખક છે.જેણે પાંચ નવલકથા લખી છે તથા પાંચેય નવલકથા ને લોકો એ ખૂબ ખૂબ પસંદ કરી છે.જો કે નવલકથા અલગ અલગ પ્લોટ ઉપર છે અથવા એમ કહી શકાય અલગ અલગ ટોપિક પર છે. જેમાં તેની પ્રથમ નવલકથા એક રહસ્ય અને રોમાંચ પર આધારિત હતી. તથા બીજી નવલકથા એક ફિકશન ફેન્ટસી પર હતી.આ ઉપરાંત બીજી ત્રણ નવલકથા ક્રાઈમ થ્રિલર અને ફિકશન, હોરર પર આધારિત હતી.શહેરમાં લગભગ કોઈ સ્કૂલ અને કોલેજ ના છોકરા એવા નહિ હોય જેને આ ...વધુ વાંચો

38

કસક - 38

કવન અને તારીકા બંને ઈન્ટરવ્યુ પતાવી ને બહાર ગયા એમ પણ તારીકાની શિફ્ટ પતી રહી હતી.તારીકા કાર ચલાવી રહી તારીકા ની બાજુની શીટપર બેઠો હતો.તારીકા કવનના વખાણ કરી રહી હતી કે તે આજે ઈન્ટરવ્યુ માં સારા પ્રશ્નો ના જવાબ આપ્યા.કવન ચૂપ હતો બસ તે તેની દરેક વાતમાં હસીને માથું હલાવી રહ્યો હતો.તે થોડી વાર રહીને બોલ્યો જ્યારે તારીકા ચૂપ હતી."તારીકા ખરેખર હું હવે એક પ્રેમકથા લખવા માંગુ છું."તારીકા એ કારને બ્રેક મારીને રસ્તાની બાજુમાં ઉભી રાખી.કવન અચાનક કાર ઊભી રાખવાથી વિચારમાં પડી ગયો અને પૂછ્યું "શું થયું કાર કેમ રોકી?""તું સાચેજ પ્રેમકથા લખવા માંગે છે?"કવનને પણ સહજતાથી કહ્યું "હા"તારીકાએ ...વધુ વાંચો

39

કસક - 39

બીજા દિવસે કવન લંચ ઉપર તે છોકરી ને મળવાનો હતો.તે છોકરી ને કવને જોઈ નહોતી અને કવન પણ તેવી રાખતો હતો કે તેને પણ તે છોકરી નહીંજ ઓળખતી હોય.કવન એક સારી રેસ્ટોરન્ટમાં એકલો બેઠો હતો અને તે તેની ડાયરીમાં કઇંક લખી રહ્યો હતો.કદાચ તે તેની નવી નવલકથાની રૂપરેખા હતી.જેને લેખકો ની ભાષામાં વાર્તા નો પ્લોટ કહે છે.તે વારંવાર કઈંક ચેકચાક કરી રહ્યો હતો અને ફરી કઇંક લખી રહ્યો હતો.તેણે હમેશાંની જેમ સાદા કપડાં પહેર્યા હતા.દેખાવમાં પણ તે સિમ્પલ લાગતો હતો. ત્યારે બાજુના ટેબલમાં બેઠેલા કેટલાક લોકો તેની સામે જોઈને કઈંક અસમંજસ માં હતા.તેમાંથી એક છોકરી ત્યાં આવી અને તેણે ...વધુ વાંચો

40

કસક - 40

કસક - ૪૦કોને ખબર કે લગ્ન કરવા વાળા લગ્ન પહેલા આટલી સુંદર વાતો કરતાં હશે. લોકો કહે છે જોડી વાળા બનાવે છે.આમ જોવા જઈએ તો આ વાતમાં કંઈ સાબિતી જેવું નથી રહ્યું પણ જો હું દશ વખત એકને એક ગીત રોજ ગા ગા કરું તો એક દિવસ એવો જરૂર આવશે કે તે દિવસે મને તે ગીતથી જ કંટાળો આવશે.તો વિચારો કે દર સવારે ભગવાન જોડી ઓ બનાવા બેસે છે બપોર સુધી તે કામમાં તેમને મજા આવે છે.બપોર પછી તેમને ઘેન ચડે છે અને કામમાં કંટાળો આવે છે તો તે બપોર પછી ની જોડીઓ કેવી હશે?જો કે આ વાતથી આપણે ...વધુ વાંચો

41

કસક - 41

કસક -૪૧તો તે દિવસ ના થોડા દિવસ પછી કવન તારીકા ને મળ્યો.તે જ ગાર્ડન માં જે ગાર્ડનમાં કવન અને મળતા હતા. એક વાર તારિકા અહિયાં આવી ગઈ હતી, જ્યારે કવન તેની સામે રોયો હતો.આજે કોઈ બેડમિન્ટન નહોતું રમતું.કવન વિચારી રહ્યો હતો કદાચ તે બંને પણ છૂટા પડી ગયા હશે.જીવનમાં પોતાની સાથે કઇંક ખરાબ થઈ ગયા પછી આપણને પણ એવો વિચારજ આવે છે કે સામે વાળા સાથે ખરાબ જ થસે અથવા થયું હશે.પણ હમેશાં સંજોગ ખરાબ નથી હોતા ક્યારેક માણસો પણ ખરાબ બની જાય છે. તારીકા એ પહેલાં તો કવનને રૂબરૂ સગાઈ ની શુભેચ્છા પાઠવી. તે થોડા મહિનાઓ થી વડોદરા ...વધુ વાંચો

42

કસક - 42

કસક -૪૨અમેરિકા માં આરોહી અને આરતી બહેન બંને સુવાના સમયે બેસી ને વાતો કરી રહ્યા હતા.“તારા મોટા પપ્પા તારી કોઈ સારો છોકરો ગોતી રહ્યા છે.કોઈ ભારતીય અહિયાજ રહેતો હોય તેવો.”“મને લગ્ન કરવાની ઈચ્છા નથી.”“તું એવું શું કરવા કહે છે આરોહી?”“હું તમને એક વાત પૂછું મમ્મી?”“હા,પૂછ.”“લોકો વિદેશમાં આવી ને સ્વદેશની વસ્તુઓ કેમ શોધે છે?”“કારણકે કે તે અહિયાં રહીને પણ પોતાના દેશને ભૂલી નથી શકતા.”“તો પછી તે પાછા ભારત કેમ નથી જતાં રહેતાં.”“કારણકે તે વિદેશના મોહ ને છોડી નથી શકતા,તે ઉપરાંત ઘણા કારણો હોય છે.કોઈ પણ દેશ માંથી નવા દેશમાં જવું અને ત્યાં સ્થાયી થવું સહેલી વાત થોડી છે.તારા મોટા પપ્પાએ ...વધુ વાંચો

43

કસક - 43

કવન રાજી હતો.આખરે તે ત્રણ એક વર્ષ પછી આરોહીની લાયબ્રેરીમાં ગયો.તે અંદરથી હજી તેવુંજ હતું જેવું આરોહી મૂકીને ગઈ માત્ર બાલ્કની ના ફૂલ મુરજાઈ ગયા હતા.કવને નવા છોળ રોપ્યા.કવન આરોહીની બેસવાની સામેની જગ્યાએ તે બેસીને લખતો.તે તેવું અનુભવતો કે આરોહી ત્યાં હાજર છે. ઘણી વાર તે બાલ્કનીમાં બેસતો ઘણું બધુ વાંચતો આરોહી ને સારી રીત યાદ કરતો.તેની નાના માં નાની વાત તેને હજી યાદ હતી.આરોહીને ચા માં ખાંડ ઓછી પસંદ હતી અને કવનને વધુ. આરોહી વાંચતી વખતે ઘણીવાર તેના ચશ્મા પહેરતી.કવને કબાટ ખોલ્યો તેમાં તેના ચશ્મા હજી હતા.તેમાં કેટલીક તેની વસ્તુ હતી. જેવી કે એક નોટબુક જે તે વાંચતી ...વધુ વાંચો

44

કસક - 44

કસક -૪૪તે દિવસે આકાંક્ષાએ અને કવને આખો દિવસ સાથે વિતાવવાનું નક્કી કર્યું હતું.આકાંક્ષા સવારે સમયસર પહોંચી ગઈ. તેણે પહોંચતાની જ થોડીવાર નીચે બેઠા બાદ કવનની મમ્મી ને સવાલ કર્યો. “કવન કયાં છે મમ્મી?”“તે ઉપર હશે.તું જાય તો તેને કહેજે કે નાસ્તો તૈયાર છે.જલ્દી નીચે આવે.પછી તું પણ સાથે નાસ્તો કરવા બેસી જા.”“ઠીક છે.”આકાંક્ષા ઉપર ગઈ કવન નહાવા ગયો હતો અને તેનું લેપટોપ ચાલુ હતું.તેમાં પણ તે નવલકથા જ ખુલેલી હતી જે તેણે હમણાં જ પૂરી કરી હતી. આકાંક્ષા તેની સામે બેસી ગઈ અને પહેલેથી વાંચવાનો પ્રયાસ કર્યો પણ કવન નાહીને બહાર આવી રહ્યો હતો.તેને તેની વાર્તા રજુ કર્યા શિવાય ...વધુ વાંચો

45

કસક - 45

કસક -૪૫ત્રણ દિવસબાદ આરોહી અને તેની મમ્મી અમદાવાદ આવ્યા.તે પરોઢ ના સમયે આવ્યા હતા તેથી કોઈને તેમના આવ્યાની ખબર તે વાત થી હજી અજાણ હતો.બીજા દિવસે કવન તે નવલકથા ના એડિટર ને મળ્યો અને તેમણે પણ કવનને સલાહ આપી કે આ નવલકથાના બંને પાત્ર અંતમાં મળી ગયા હોત તો વાર્તા યોગ્ય બની જાત. કવન વિચારતો હતો કે ઘણીવાર યોગ્ય બનવું એ કદાચ સંજોગો ને અનુકૂળ નથી હોતું એડિટર સાહેબ. છતાંય કવને તેમને વાર્તા ને અધૂરી રાખવાના બીજા ઘણા કારણો જણાવ્યા જે યોગ્ય કયારેય નહોતા. લોકો હમેશાં અયોગ્ય વાત માંની લે છે યોગ્ય લોકો ના કહેવા પર.આ વાત આમતો ખુબ ...વધુ વાંચો

46

કસક - 46

કસક -૪૬તારિકા ખુશ હતી કે કવનને આટલા સરસ સ્વભાવની પત્ની મળી રહી હતી, જે તેનું આટલું બધુ ધ્યાન રાખતી તે બંને કોફી પીતા પીતા વાતો કરતાં હતા.આકાંક્ષા એ કહ્યું “મને કવનની સાથે પહેલી મુલાકાત માંજ ખબર પડી ગઈ હતી કે કવન એક વાર પ્રેમમાં નિષ્ફળ રહી ચૂક્યો છે.”“તને કેવી રીતે ખબર પડી હતી?”“હું એક મનોવિજ્ઞાન ની ડૉક્ટર બનવાની છું. હું ત્યારબાદ તેને મળી ત્યારે મે તેના વિશે ઘણું જાણવાની કોશિષ કરી. તે ઘણી વસ્તુ મારાથી ના છુપાવા માંગતો હોવા છતાં પણ કઇંક છુપાવતો હોય તેવું મને હમેશાં લાગતું.હું ચાહત તો તેની પાસેથી બધુ જાણી શકતી હતી પણ તેવું કરીને ...વધુ વાંચો

47

કસક - 47

કસક -૪૭તેણે ચિઠ્ઠી વાંચવાની શરૂ કરી તે ચિઠ્ઠી ના દરેક શબ્દો અને અક્ષરો અત્યારે તેની માટે કોઈ સોના ચાંદી ઝવેરાતથી ઓછા નહોતા. તે ચિઠ્ઠી કઇંક આ મુજબ હતી. પ્રિય આરોહી, હું જાણું છું કે આ ચિઠ્ઠી મારે તને મળીને રૂબરૂ મુલાકાતમાં દેવી જોઈએ તેમ હતી. પણ મે એક કાયર ની જેમ આ ચિઠ્ઠી વિશ્વાસની જોડે મોકલાવી.માફ કરજે પણ જો મારી હિંમત તને આ ચિઠ્ઠી મારા હાથેથી દેવાની હોત તો કદાચ મારે તને આ ચિઠ્ઠી દેવાની જરૂર જ ના પડી હોત.હું તને મળીને જ બધુ કહી શક્યો હોત કદાચ કહી દીધું હોત. તે દિવસે આપણે જ્યારે ગાર્ડનમાં મળ્યા તે કદાચ ...વધુ વાંચો

48

કસક - 48

“આ પત્ર જોતાં મને લાગે છે કે કવન તને હજી નહીં ભૂલ્યો હોય.તું એને મડી લે અને તેને કહે આ ચિઠ્ઠી આજે જ તારા હાથમાં આવી છે.તે સમજી જશે અને મને વિશ્વાસ છે કે તે હજી તને ખુબ યાદ કરતો હશે.”“શું સાચે જ એવું હશે મમ્મી?”“હા,એવું જ હશે.તું જા તેની પાસે.તેને કહે કે તું પણ તેને કેટલો પ્રેમ કરે છે.”તારિકા અને આકાંક્ષા કવન ના ઘરની થોડેક દૂર હતા.તે જયારે તેના ઘરે પહોંચ્યા ત્યારે કવન ઘરે નહોતો માત્ર તેના મમ્મી જ હતા.તેમણે કહ્યું “કવન ને મે ફોન કર્યો હતો.તે એક જરૂરી કામ માં હતો પણ તેણે કહ્યું કે હું અડધી ...વધુ વાંચો

49

કસક - 49

આ સાંભળીને આરોહીની પગ નીચે થી જમીન ખસી ગઈ હોય તેવી સ્થિતિ થઈ ગઈ.જાણે તે એક ટોચ પર ઊભી અને પાછળથી કોઈએ અચાનક જ જોરથી તેને ધક્કો માર્યો હોય તેવી હાલત તેની અત્યારે થઈ ગઈ.તે હમણાં વિચારી રહી હતી કે કવન આવશે તો તેની સાથે વાત કરીને જે પણ સમસ્યા થઈ હતી તેને ઠીક કરી દેશે પણ અહિયાં તો કઇંક નવીજ સમસ્યા આવી પડી હતી. તારિકા અને આકાંક્ષાને પણ આ સાંભળીને ધ્રાસકો પડ્યો તે પણ તેટલા જ દુખી હતા.જેટલી દુખી આરોહી હતી.જીવનમાં કોનું દુખ કેટલું મોટું છે તેં અંદાજો લગભગ કોઈ લગાવી શકતું નથી.મે ફક્ત તે દર્શાવ્યું કે તેમની ...વધુ વાંચો

50

કસક - 50

થોડીવાર બાદ ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો.આ જગ્યા એ તે અનેકો વાર આવી ગઈ હતી પણ તેને તેમાંથી તે જ યાદ હતું જે વખત તે અહિયાં કવન સાથે આવી હતી એક વખત આવા વરસાદમાં જ તે બંને ભીંજાતા ભીંજાતા આગળ ચાલી રહ્યા હતા અને એક આવી જ જગ્યા એ જેવી જગ્યા એ તે અત્યારે બેઠી હતી તેમ એકબીજા ની પાસે બેસી ગયા હતા. તેને ધીમે ધીમે અહિયાં કવન સાથે વિતાવેલ દરેક ક્ષણ યાદ આવી.તે વિચારતી હતી કે તેને કવન સાથે આટલો બધો પ્રેમ ક્યારે થયો.તે તો આજ સુધી તેનાથી ખુબ દૂર હતી,તો પછી આજે કેમ તે તેના પાસે આવી ...વધુ વાંચો

51

કસક - 51

આકાંક્ષા આરોહીના અમેરિકા ગયા બાદ શું થયું હતું તે સર્વે કહેવા માંગતી હતી પણ તે વિચારતી હતી કે તે ને કઈં રીતે કહે. આકાંક્ષાએ હસીને કહ્યું “હું તને કવનના નવા પુસ્તક વિષે કહું જે એક લવ સ્ટોરી છે.”આરોહી વિચારી રહી હતી કે આકાંક્ષા તેને કેમ કવનની નવી વાર્તા વિષે કહેવા માંગે છે. આકાંક્ષા એ વાતની શરૂઆત કરી અને થોડા જ સમય ની અંદર કવન અને આરોહીના જીવનમાં તે બંને મળ્યા અને અલગ થયા ત્યાં સુધીની પૂરી વાત કહી.વાત જેમ જેમ અંત તરફ જતી હતી તેમ તેમ આરોહી પોતાના આંશુઓ રોકી રહી હતી.આકાંક્ષા પણ જાણતી હતી કે આરોહી પોતાના આંશુઓ ...વધુ વાંચો

52

કસક - 52 - છેલ્લો ભાગ

બીજા દિવસે સવારે કવને આંખ ખોલી.તે વિચારતો હતો કે તે ક્યાં છે?,તેને બધુંજ નવું લાગતું હતું કોઈ આસપાસ નહોતું.તેણે જોયેલું દ્રશ્ય તેને યાદ નહોતું.તેને ગંભીર રીતે ઇજા થઈ હતી તે તો તેને ખબર હતી અથવા કહી શકાય કે યાદ આવ્યું. તેના પગે તથા તેના હાથે પાટો હતો.તે સરખી રીતે ઊભો થઈને જાતે બેસી શકે તે સ્થિતિમાં નહોતો.તેને યાદ આવ્યું કે તે તો હોસ્પિટલમાં હોવો જોઈએ પણ કદાચ તેને ત્યાંથી રજા આપી દીધી હતી.તે ઘરે હતો પણ આ કોનું ઘર હતું.તે વિચારતો હતો કે આ ઘર તેનું નહોતું અને સાચે જ આ ઘર તેનું નહોતું.પણ તે ઘર તેને જાણીતું લાગ્યું.જાણે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો