કસક - 48 Kuldeep Sompura દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કસક - 48

આ પત્ર જોતાં મને લાગે છે કે કવન તને હજી નહીં ભૂલ્યો હોય.તું એને મડી લે અને તેને કહે કે આ ચિઠ્ઠી આજે જ તારા હાથમાં આવી છે.તે સમજી જશે અને મને વિશ્વાસ છે કે તે હજી તને ખુબ યાદ કરતો હશે.

શું સાચે જ એવું હશે મમ્મી?”

હા,એવું જ હશે.તું જા તેની પાસે.તેને કહે કે તું પણ તેને કેટલો પ્રેમ કરે છે.

તારિકા અને આકાંક્ષા કવન ના ઘરની થોડેક દૂર હતા.તે જયારે તેના ઘરે પહોંચ્યા ત્યારે કવન ઘરે નહોતો માત્ર તેના મમ્મી જ હતા.તેમણે કહ્યું

કવન ને મે ફોન કર્યો હતો.તે એક જરૂરી કામ માં હતો પણ તેણે કહ્યું કે હું અડધી કલાકમાં આવું છું.

ઠીક છે અમે અહિયાં બેસી એ છીએ.

બંને ને સાથે જોઈને તેની મમ્મી ખુશ થયા અને ત્યાં બેસીને વાતો કરતાં હતા.

આરોહીની મમ્મીની વાત થી આરોહીમાં થોડી હિંમત આવી ગઈ.તેને લાગ્યું કે કદાચ હજી બહુ મોડું નથી થયું.તે હજી પણ કવનને જઈને કહી શકે છે કે તે પણ તેને ખૂબ પ્રેમ કરે છે પણ આરોહી તે જાણવા માંગતી હતી કે કવન છે કયાં અને આનો જવાબ એકજ માણસ પાસેથી મળી શકતો હતો અને તે હતો વિશ્વાસ.

ક્યારેક આપણે વિચારીએ તો આપણું જીવન કસક અથવા સામાન્ય શબ્દોમાં કહીએતો અભિલાષાઓ થી ભરેલું છે.જ્યારે આપણી એક કસક પૂરી થાય છે એટલે આપણાં જીવનમાં એક નવી કસક જન્મ લે છે.આમ આપણું જીવન કસક ના જન્મ લેવાની અને તેની પૂરી થવાની પ્રક્રિયાની વચ્ચે જ ચાલ્યા કરે છે.આ શિવાય આપણાં જીવનમાં ક્યારેક ને ક્યારેક એવી કસકએ પણ જન્મ લીધો હોય છે જે ક્યારેય પૂરી નથી થતી. છતાંય આપણે તે કસકની સાથે જીવીએ છીએ કે એક દિવસ આપણી તે કસક પૂરી થઈ જશે.એક કસક પૂરી થવા માટે પણ બીજી કસક જન્મ લે છે.પણ જ્યારે કોઈ કસક પૂરી થયા વગર જ માણસ માંથી નીકળી જાય ત્યારે તે માણસ જે માણસ હતો તે નથી રહેતો.તે કઇંક બીજો જ માણસ બની જાય છે.

આરોહી એ વિશ્વાસ ને ફોન કર્યો અને પૂછ્યુંકવન ક્યાં છે વિશ્વાસ?,અને આજે મને સાચું કહેજે.

આરોહી મે તને હમેશાં સાચુંજ કહ્યું છે.

તે મને ખોટું કહ્યું હતું જે દિવસે તે મને પુસ્તક આપ્યું હતું, તે દિવસે તું મને કહી શકતો હતો કે તેમાં કવને એક ચિઠ્ઠી મૂકી છે આરોહી વાંચી લે જે.

શું તેણે તેમાં એક ચિઠ્ઠી મૂકી હતી?”

આ તું મને પૂછી રહ્યો છે?,ગિફ્ટ લઈને તું આવ્યો હતો ને તેના તરફથી.

હા,હું ગિફ્ટ લઈને આવ્યો હતો.પણ તેણે મને કઈં પણ જણાવ્યું નહોતું કે તેમાં શું છે?,મે માત્ર તેના તરફથી એક કુરિયર આપવાનું કામ કર્યું હતું,બીજું કઈં જ નહીં.તે ત્યારે થોડા દિવસ માટે ઘર છોડી ને જઈ રહ્યો હતો.

તે અત્યારે કયા છે?”

તે મને પણ નથી ખબર,મારા પણ લગ્ન છે હું તેની પાછળ પાછળ થોડી ફરું છું.પણ તે ચિઠ્ઠીમાં શું હતું?”

તે ચિઠ્ઠી માં તે હતું જે તે મને કોઈ દિવસ કહી નહોતો શક્યો.હું ફોન મૂકું છું. હું તેના ઘરે જાઉ છું.

વિશ્વાસ કઈં કહે તે પહેલા આરોહી એ તેનો ફોન કાપી નાખ્યો.વિશ્વાસ ફોન ઉપર બોલતો રહ્યો કે તેની સગાઈ થઈ ગઈ છે.તું તેના ઘરે ના જઈશ.

વિશ્વાસ વિચારતો હતો કે તેને ઝડપથી કવનના ઘરે જવું પડશે નહિતો ત્યાં મોટી પ્રોબ્લેમ ઊભી થઈ જશે.

લોકો કહે છે કે પ્રેમ કરવામાં નુકસાન જ નુકસાન જ છે,હવે તેમને કોણ સમજાવે કે ઘણા નુકસાન એવા હોય છે કે તે ભોગવવા માટે જ ભગવાને નુકસાન બનાવ્યું છે.જીવનમાં ફાયદો જ ફાયદો હશે તો તમે એક દિવસ ફાયદાથી પણ કંટાળી જશો.

આરોહી અને વિશ્વાસ બંને કવન ના ઘરે એક સાથે પહોંચ્યા.વિશ્વાસ ના શ્વાસમાં શ્વાસ આવ્યો. વિશ્વાસ વિચારતો હતો કે જો આરોહી પહેલા પહોંચી ગઈ હોત અને જો કવનને જોઈને તેણે કઇંક અલગ વર્તન કર્યું હોત તો કવનની મમ્મી ને કઈંજ સમજમાં ના આવત કે તે શું થઈ રહ્યું છે તેથી સૌથી સારું થયું કે બંને જોડે જ પહોંચ્યા. વિશ્વાસ આરોહીને કઇંક કહી રહ્યો હતો.ત્યાં તો તે અંદર ચાલી ગઈ.તે અંદર ગઈ જ્યાં આકાંક્ષા અને તારિકા બેઠી હતી અને કવનના મમ્મી પણ બેઠા હતા.કવનની મમ્મી આરોહી ને જોઈને ઓળખી ગયા પણ ત્યાંજ વિશ્વાસ આવ્યો.

અરે તમે બંને ક્યારે આવ્યા?,તું ક્યારે આવી આરોહી અમેરિકા થી?

હું આજ સવારે જ આવી,કવન કયાં છે આંટી?

આરોહી તારિકા અને આકાંક્ષા ને જોઈ ને મનમાં વિચારતી હતી કે આ બંને કોણ છે.આરોહી નું નામ સાંભળીને તારિકા અને આકાંક્ષા આરોહી સામે જોવા મંડ્યા અને ત્યારબાદ બંને એકબીજાની સામે જોઈ ને વિચારતા હતા કે શું બંને એ આરોહીનું નામ જ કવનની મમ્મી ના મોઢે થી સાંભળ્યું?,તેમને હજી વિશ્વાસ નહોતો થતો કે આરોહી પાછી આવી ગઈ છે.

તે આવતો જ હશે હવેકવનના મમ્મી એ આરોહીને કહ્યું

કવનના મમ્મી વિચારતા હતા કે આ બધા એક સાથે કઇંક સમસ્યા તો નથી થઈને.

વિશ્વાસ બીજી તરફ કવનના લગ્ન બચાવવા માટે મથી રહ્યો હતો.સૌ પ્રથમ તો તે આકાંક્ષા ને અહિયાં જોઈને ગભરાઈ ગયો અને આરોહીને સાચું કહી દેવાનું વિચાર્યું પણ તેને ડર હતો કે તે અહિયાજ રડી પડશે.તે આરોહી ને કહેવું ના કહેવું ની અસમંજસ માં હતો.

ત્યાં જ કવનની મમ્મી નો ફોન વાગ્યો.તેમણે ફોન ઉપાડ્યો એક અજાણ નંબર હતો.

તે ફોન પર વાત કરતાં હતા ત્યારે તેમના હાથ માંથી મોબાઈલ પડી ગયો તેમના મોં ઉપરથી જાણે હાસ્ય ઊડી ગયું અને ચિંતા ની રેખાઓ બાજી ગઈ.તે રડવા જેવા થઈ ગયા હોય તેવું લાગતું હતું.તેમને તે મોબાઈલ ફરીથી ઉપાડવાની કોઈ ઈચ્છા નહોતી તે બાજુની ખુરશીમાં એકદમ સ્તબ્ધ થઈને બેસી ગયા.

વિશ્વાસ ને કઈં જ ખબર ના પડી.પણ તેણે કવનની મમ્મી ના ચહેરાના ભાવ પારખી લીધા. વિશ્વાસે તે પડેલો મોબાઈલ હાથમાં લીધો અને વાત કરી.

તેણે માત્ર વીસેક સેકન્ડ વાત કરી હશે અને ત્યારબાદ તેણે ફોન મૂક્યો.વિશ્વાસનો ચહેરો ચિંતાતૂર થઈ ગયો હતો.જાણે અચાનક જ કોઈ કાળા વાદળોએ સૂરજને ઘેરી લીધો હોય તેમ તેના ચહેરા પર પણ નિરસતા છવાઈ ગઈ હતી.આકાંક્ષા ને વિશ્વાસ ના ચહેરા પરના હાવ ભાવ પરથી લાગતું હતુંકે જરૂર કઇંક તો બન્યું છે.

ફોન મૂકી ને તેણે કહ્યું.

કવનનો એક્સિડન્ટ થયો છે.આપણે જલ્દીથી હોસ્પિટલ જવું પડશે.

ક્રમશ

વાર્તા ને અનહદ પ્રેમ આપવા બદલ આભાર.... આ વાર્તા આપને કેવી લાગી તે જરૂર થી જણાવશો. તથા આપના વોટ્સએપ,માતૃભારતી,ફેસબુક,ઈન્સ્ટાગ્રામ વગેરે માં શેર કરશો. વાર્તા ના અમૂલ્ય પ્રતિભાવો જણાવશો મો નંબર ૭૬૭૭૩૫૨૫૦ આપનો આભાર...