કસક - 34 Kuldeep Sompura દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કસક - 34

કસક -૩૪

તેની પછી તે માતાપિતાના વ્હાલ અને સલાહ સુચન થી ઉપર આવીને તે તેના રૂમમાં ગયો હશે અને તેનો મોબાઈલ જે કબાટમાં પંદર, સોળ કે તેને પણ યાદ નહિ હોય ખબર નહિ કેટલા દિવસથી બંધ હશે. તેને ખોલશે તેમાં અઢળક કામના અને નકામાં મેસેજ નો ઢગલો હશે. જેનાંથી એક બે વખત તો ફોન હેંગ થઈ જશે અને કવનને ઈચ્છા થશે કે ફોન નો ઘા કરી દઉં પણ તેમાં આરોહી ના બહુ બધા મેસેજ પણ હશે. વિશ્વાસ ના મેસેજ પણ હશે અને તે નવી આવી છોકરી જે તેને બનારસમાં મળી હતી તે તારીકાના મેસેજ પણ હશે.

જો કે કવન તેનો મોબાઈલ નંબર બદલી નાખશે જેથી આરોહી સાથે તેનો સંપર્ક જ ના થાય.આરોહી તે ઈમેઈલ ના જવાબ ની રાહ જોતી હશે.હવે તે વિશ્વાસને ફોન કરીને વારંવાર પૂછશે નહીં કે કવન આવ્યો કે નહીં. છતાંય એક મરણીયો પ્રયાસ કરશે અને વિશ્વાસ ના કહી દેશે.કારણકે વિશ્વાસ ને ખબરજ નહિ હોય કે કવન અહીં આવી ગયો છે.

એક વ્યકિત જીવનમાં ના હોવાથી જીવન અટકતું નથી પણ હવે એવો ફરીથી પ્રેમમાં પડવાનો શોખ પણ કવનને નહિ હોય.

પહેલો પ્રેમ જો સફળ થઈ જાય તો માની લેવું કે તે તમે બંને એકબીજા માટે જ બન્યા છો પણ જો ના થાય તો તેણે તમને કઈંક શીખવ્યું સમજીને મનને મનાવી શકો અને હવે તમે જેને પણ પ્રેમ કરશો તે ધન્ય થઈ જશે એમાં કોઈ શંકા નથી.


એક અઠવાડિયું તો વીતી ગયું કવન ઘરે જ રહ્યો ના કોઈને મળ્યો ના કોઈને મળવાની ઈચ્છા વ્યક્ત કરી.બાકી રહેલા પુસ્તકોને વાંચી નાખ્યા અને બાકી નો સમય ઘર ના આંગણમાં તો કેટલીક વાર છત ઉપર આંટા મારવામાં વિતાવ્યો.કઈંક કરવાની ઈચ્છા નહોતી થતી કે કોઈને મળવાની ઈચ્છા નહોતી થતી.


તે વચ્ચે તારીકા નો ફોન આવ્યો એક તે જ હતી જેની સાથે કવનના આ બહારની દુનિયામાં સંપર્ક હતા.તે કવનને વડોદરા બોલાવી રહી હતી.કહેતી હતી કે તેના ઘરેથી બધા તેને મળવા માંગે છે.કવને તેને ના કહીને બહાનું બનાવી દીધું.છતાંય તેની વાતો તારીકા સાથે કલાકો ચાલતી . એવું કહેવું ખરાબ કહેવાય કે કવન આરોહી ને ભૂલી રહ્યો છે અને તારીકા સાથે તે નવો સંબંધ બનાવી રહ્યો છે. કારણકે તે કલાક વાતો પણ તારીકા કવનને તે સમજાવવા માં જ કાઢતી કે બધુંજ ઠીક થઈ જશે.


કવનને હવે તે પાગલ થઈ રહ્યો હોય તેમ લાગતું હતું.દરેક માણસના જીવનમાં એવો સમય આવે છે કે તેને એમ લાગે કે તે પાગલ થઈ રહ્યો છે તેને કંઈજ સૂઝતું નથી.


"જ્યારે એવો સમય આવે કે તમને લાગે કે તમે પાગલ થઈ રહ્યા છો ત્યારે મન શાંત રાખીને તે સમય ને પસાર થઈ જવા દેવો જોઈએ કારણકે તે થોડા સમયના ઉથલપાથલ પછી નવા જીવન નો આરંભ થાય છે.પણ થોડી ધીરજ અને સહનશીલતા ખૂબ આવશ્યક છે."


ધીમે ધીમે એક મહિનો વીતી ગયો. કવનના જીવનમાં હજી ઉથલપાથલની ક્રિયા ચાલુ જ હતી.પણ સારી વાત હતી કે કવન વિશ્વાસ ને મળ્યો એક સાંજે.

"અરે ભાઈ કવન તું આરોહી સાથે વાત તો કર એવું તો શું થઈ ગયું છે કે તું વાત નથી કરવા માંગતો?"

"હું એ વિશે વાત કરવા તને નથી મળ્યો."

"તને ખબર છે કે તેના કેટલા બધા ફોન આવી ગયા છે મારી ઉપર, તે હંમેશા મને તારી વિશે પૂછે છે."

"એટલી બધી લાગણી હતી તો ગઈ જ કેમ?,બસ હવે તે વાતને જવાદે એમ પણ તે વિશે વાત કરવાનો કોઈ ફાયદો નથી, તે અહીંયા કોઈ દિવસ નથી આવવાની."

"તું ક્યારથી ફાયદાની વાત કરવા માંડ્યો." વિશ્વાસે થોડાક ઉગ્ર થઈને જવાબ આપ્યો.

અને સામે તેટલીજ ઉગ્રતાથી કવને જવાબ આપ્યો જાણે તે વિશ્વાસ સાથે ઝગડી રહ્યો હોય.

"જ્યારથી તે જતી રહી છે.તેણે તેનો ફાયદો જોયો, તો હવેતો હું મારો ફાયદો જોવું જ ને,બોલ..જવાબ દે.."

કવન ચૂપ હતો, વિશ્વાસ પણ ચૂપ હતો.આજે આટલી ભીડમાં પણ ચૂપ હતી તે જગ્યા, જ્યાં તેઓ હંમેશા ચા પીવા માટે બેસતા હતા."

વિશ્વાસે તેને શાંત કરવા વાત નો ટોપિક બદલ્યો અને તેને તે બાબતે પૂછ્યું કે તે ક્યાં ગયો હતો.

કવન તે પછી શાંત થયો અને ત્યાર પછી ના બધા જવાબ વિશ્વાસ ને શાંતિથી મળ્યા.

પણ છતાંય છેલ્લે છુટા પડતી વખતે કવને વિશ્વાસને કહ્યું કે "હવે પછી આરોહીનો ફોન આવે તો તેને કહી દેજે કવન મને હજી મળ્યો જ નથી.જો તું મારો સાચો મિત્ર હોય અને તું મારુ હિત ઈચ્છતો હોય તો."


વિશ્વાસને પણ તે બંને વચ્ચે આવુજ નહોતું પણ ક્યારેક મિત્રતા ના લીધે.આવવું પડ્યું પણ ત્યારબાદ તો એમ પણ આરોહી નો ફોન નહોતો આવ્યો એટલે જૂઠું બોલવાનો તો સવાલ જ ઉભો નથી થતો.


બીજી બાજુ કવનને કંઈ પણ સહન થતું હતું પણ આરોહીનું નામ તેની સામે લેવું સહન નહોતું થતું.આરોહી હવે થોડી થોડી વ્યસ્ત થઈ ગઈ હતી.તે હવે કવનને રોજ નહિ તો અઠવાડિયામાં એકવાર યાદ કરી લેતી.તે ઈમેઈલ જોઈ લેતી કે કવને ઈમેઈલ નો જવાબ આપ્યો છે કે નહીં.


ક્રમશ


વાર્તા ને અનહદ પ્રેમ આપવા બદલ આભાર....




આ વાર્તા આપને કેવી લાગી તે જરૂર થી જણાવશો. તથા આપના વોટ્સએપ,માતૃભારતી,ફેસબુક,ઈન્સ્ટાગ્રામ વગેરે માં શેર કરશો.


વાર્તા ના અમૂલ્ય પ્રતિભાવો જણાવશો


મો નંબર ૭૬૭૭૩૫૨૫૦



આપનો આભાર...