કસક - 28 Kuldeep Sompura દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કસક - 28

નૌકા દશાશ્વરમેઘ ઘાટ પાસે ઉભી રહી.કવન તે સીડીઓ ચડીને ઉપર જઈ રહ્યો હતો.ત્યારે કવને એક છોકરીને તે ઘાટ ના ખૂણા માં બેસી ને રડતી જોઈ જે તેના કરતાં બે કે ત્રણ વર્ષ નાની હશે.તે સુંદર હતી, સોહામણી હતી બિલકુલ આ નદીની જેમ. તેની કથ્થાઈ રંગની આખો અણીદાર નાક અને પાતળા હોષ્ઠ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા.કોઈ રડતું હોય તો તે કેટલાક લોકોને નથી ગમતું પણ જયારે કોઈ સુંદર છોકરી રડતી હોય તો તે કોઈ ને નથી ગમતું.તેણે એક સિમ્પલ ડ્રેસ પહેરી રાખ્યો હતો અને દુપટો એક ખંભા પર રાખ્યો હતો.તેને જોતા લાગતું હતું કે કોઈ સમૃદ્ધ પરિવારની છોકરી હતી.કવને તેને રડતી જોઈ. કવન શિવાય લગભગ બીજા કોઈનું ધ્યાન તેની પર નહોતું. હવે કવન તેની ખૂબ નજીક પહોંચી ગયો હતો. કવને પોતાની ચાલ થોડીક ધીમી કરી નાખી.કવનના મનમાં સવાલો હતા તે શા માટે રડી રહી છે.તેને કોઈએ હેરાન કરી હશે?, પણ તેવું તો બને તેમ નહોતું. અહીંયા તો આટલા બધા હાજર છે કોણ તેને હેરાન કરી શકે.તો શું તે તેના પરિવારથી વિખૂટી પડી ગઈ હશે?, પણ તેમ પણ બને તેમ નહોતું.કારણકે તે મોટી હતી તેમ બને તો તે તેના પરિવારને ફોન કરીને બોલાવી લે.હવે તે છોકરી પણ કવનને જોઈ રહી હતી.તેણે જોયું કે તે સામેથી આવતો છોકરો તેના કરતાં બે ત્રણ વર્ષ મોટો છે તે તેને રડતી જોઈ રહ્યો છે.અહીંયા કોઈ બીજાનું તેના પર ધ્યાન નહોતું.

કવન તે અંગે વિચાર કરી રહ્યો હતો અને તે રડતી છોકરી પાસેથી પસાર થવાનું વિચારતો હતો.આમ કરતાં કદાચ તેને તે છોકરીના રડવાનું કારણ ખબર પડી જાય.


કવન તેની પાસેથી ગયો અને તે આગળ વધી ગયો હતો.પણ અચાનક તેને કોઈ બોલાવતું હોય તેમ અવાજ સંભળાયો.

"હેલો…."

કવન પાછળ ફર્યો તે છોકરીએ પોતાના આશું લૂછી દીધા હતા.

તે કવનની પાસે આવી અને તેણે કવનને હિન્દીમાં કહ્યું.

"કયાં આપકે પાસ મોબાઈલ હે ?,મુજે એક ફોન કોલ કરના હે. "

કવને થોડુંક વિચાર્યું અને તેણે કહ્યું.

"ના,મોબાઈલ તો મારી પાસે નથી."

તે છોકરી ને લાગ્યું કે કવન ખોટું બોલી રહ્યો છે. તે મનોમન વિચારતી હતી કે શું હું કોઈ ચોર કે આતંકવાદી દેખાવ છું. તેને ગુસ્સો આવ્યો અને તેણે ગુજરાતીમાં જ કવનને જેમ તેમ કહ્યું.જયારે કવન ત્યાંજ ઉભો હતો.તે છોકરી ને એમ હતું કે આ માણસ ને થોડી કઈં ગુજરાતી આવડતું હશે.

તેણે કહ્યું કે

"મદદ જ ના કરવી હોય તો કંઈ નહીં પણ ખોટું શું કરવા બોલતા હશે, લુચ્ચા માણસો."

કવન થોડી વાર માટે ચોકી ગયો તે ગુજરાતીમાં બોલ્યો.

"મારી પાસે સાચે જ મોબાઈલ નથી."

તે છોકરી કવનના ગુજરાતીમાં બોલેલા શબ્દો સાંભળીને વિચારમાં પડી ગઈ. કવન અને તે છોકરી બંને સાથે બોલ્યા.

"શું તમે ગુજરાતી છો?"

અને જેનો જવાબ બંને એ ફરી સાથે આપ્યો

"હા.."

કવન અને તે છોકરી જરીક જેટલું હસ્યાં બાદ કવને કહ્યું કે “શું આપને કોઈ પ્રોબ્લેમ થઈ છે?,મેં જોયું હતું તમે રડી રહ્યા હતા.”

"હા,માફ કરજો મેં તમને જેમ તેમ કહ્યું તે પણ વિચાર્યા વગર."

તેણે બોલવાનું ચાલુ રાખ્યું

"મારુ પર્સ જેમાં મારો મોબાઈલ,બધા રૂપિયા અને ક્રેડિટ કાર્ડ હતું તે એક ચોર હમણાં બહાર મારા હાથ માંથી લઈને જતો રહ્યોં છે. શું તમે મારી થોડી મદદ કરશો.મારે ઘરે ફોન કરીને જાણ કરવી છે અને ક્રેડિટકાર્ડ પણ બ્લોક પણ કરાવવું પડશે."

"હા,કેમ નહીં મારી પાસે મોબાઈલ તો સાચે માં નથી પણ મારી પાસે પૈસા છે.તમે બહાર જઈને પીસીઓ માંથી ફોન કરીને જાણ કરી શકો છો મારા ખ્યાલથી આપણે ઘરે જાણ કર્યા પહેલા પોલીસને ફરિયાદ કરવી જોઈએ તથા ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવી દેવું જોઈએ."

"હા, આપનો ખુબ ખુબ આભાર."

બંને બહાર ચાલ્યા ગયા અને નજીક ના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી તથા ત્યારબાદ ક્રેડિટકાર્ડ બ્લોક કરાવી દીધું.જો કે તે છોકરી પાસે પાંચ હજારથી વધુ કેશ પૈસા નહોતા પણ મોબાઈલ ખાસો મોંઘો હતો.

તે બંને પોલીસ સ્ટેશનની બહાર આવતા હતા.

ત્યારે છોકરી એ કવનને પૂછ્યું.

"તમે ક્યાં શહેરમાં રહો છો?"

કવને જવાબ આપ્યો "અમદાવાદ"

"ઓહહ..હું વડોદરા માં રહું છું.નામ તો તમે અંદર જાણી જ ગયા હશો પણ તોય હું મારુ નામ ફરીથી કહું.મારુ નામ તારીકા છે.આપનું શુભ નામ..?"

કવન હસવા લાગ્યો કારણકે તેણે એક દમ સ્પષ્ટ ભાષામાં પૂછ્યું હતું આપનું શુભ નામ.તેણે કટાક્ષ માં કહ્યું.

"મારુ શુભનામ કવન છે."

"તો તમે અહીંયા એકલા આવ્યા છો?,કોઈ કામ થી કે.."

તેટલું બોલીને અટકી ગઈ

"હા,હું અહીંયા એકલો જ આવ્યો છું.કામથી તો નથી આવ્યો પણ અચાનક આવ્યો છું."

તારીકા તે વાત ને સમજી ના શકી જે કવને કીધી.

"અચાનક જ એટલે…?"

"અચાનક એટલે…"

કવને થોડું વિચાર્યું પછી તેણે કહ્યું.

"બસ એમજ ફરવા આવ્યો છું."

તારીકા ને લાગ્યું કે કવન કંઈક છુપાવી રહ્યો છે.

"તમે પણ એકલા જ આવ્યા લાગો છો?"

"હા,હું એકલી જ આવી છુ.ફરવા માટે, મને આ જગ્યા ખૂબ ગમે છે.હું પહેલા પણ અહીંયા આવી ગઈ છું અને ફરી પાછી આવી કારણકે મારે થોડાક સમય માટે એકલા રહી ને ઘણું બધું જાણવું હતું."

કવન મનોમન પ્રશ્ન કર્યો "શું બનારસ માં લોકો એકલા પોતાને શોધવા જ આવે છે?"

થોડીવાર બંને ચૂપ રહ્યા અને સામે એક પીસીઓ દેખાયું.

તારીકા એ કહ્યું "જો સામે પીસીઓ છે."

તે બંને ગયા કવન બહાર ઉભો હતો તે અંદર વાતો કરી રહી હતી.

થોડીક વાર રહીને તે બહાર આવી તે થોડી ઉદાસ હતી.કવન તે જાણી ગયો પણ તેણે પૂછવાની હિંમત ના કરી પણ તેને તારિકા ના આગળના પ્લાન વિશે પૂછવું જરૂરી હતું જેથી તે છુટો પડી શકે.

"તો હવે તમારો આગળ નો શું પ્લાન છે?,શું તમને કોઈ લેવા આવે છે?"

"નાહ..ભાઈ થોડોક ગુસ્સે હતો કારણે કે તે ખૂબ કામમાં છે. તેને અહીંયા છેક લેવા આવવું પડે અથવાતો પૈસા ને પાર્સલ કરાવવા પડે, તોય બંને કામમાં કાલ થઈ જાય તેમ છે.ઉપરથી મારી પાસે કોઈ પુરાવો નથી કે જેથી હું બેંક માંથી પૈસા ઉપાડી શકુ."


કવન વિચારતો હતો. તે પણ તારીકાને લીધે થોડોક ચિંતામાં દેખાતો હતો.

"એક વાત કહું જો આપને યોગ્ય લાગે તો?"

"હા, કહો…?"

"મેં આ શહેરમાં કંઈજ જોયું નથી, તો આપ પાછા જવાના બદલે અહીંયા જેટલા દિવસ માટે આવ્યા છો આપ રહો.હું તમને પૈસા આપી દઈશ.તમે તે મને બાદમાં પરત કરી દેજો પણ મને આ શહેર બતાવો."


તારીકા પહેલાં તો તે પ્રસ્તાવ વિશે વિચારતી રહી.આમ તો તે છોકરો જેનું નામ કવન છે તે યોગ્ય કહી રહ્યો છે.આમ પણ મારે કાલ સુધી તો અહીંયા રહેવુંજ પડશે અને ઘરેથી કોઈ આવશે તો મને અહીંયા રહેવા નહિ દે મારે પાછા જવું પડશે.તેથી તો આ પ્રસ્તાવ આમ સારો છે.એમ પણ છોકરો ગુજરાતી છે અને ગુજરાતી છોકરા નો મને સારો એવો અનુભવ છે.તેથી તેનાથી ડરવા જેવું નથી.આમ પણ તે છોકરો વ્યવસ્થિત છે.


"હા,આમ તો યોગ્ય છે.તેવું કરી શકીએ."

તારીકા ને યોગ્ય લાગ્યું તેમ કર્યું તેણે ઘરે ફોન કરીને અહીંયા ના આવવા કહ્યું તથા પૈસા મોકલાવી દેવા કહી દીધું.

ક્રમશ

આ વાર્તા ને પ્રેમ આપવા બદલ ખુબ ખુબ આભાર.આપને વાર્તા પસંદ આવી હોય તો આપ માતૃભારતી,ઇન્સ્ટાગ્રામ,ફેસબુક,વૉટ્સએપ વગેરે માં સ્ટોરી કે અન્ય રૂપે જરૂર થી શેર કરશો તથા આપના પ્રતિભાવો જરૂર થી મોકલાવશો.