Kasak - 10 books and stories free download online pdf in Gujarati

કસક - 10

રોહતાંગ પાસ

મનાલી માં બધાનો છેલ્લો દિવસ હતો આજે સવારે વહેલાજ બધા રોહતાંગ પાસ જવા નીકળી ગયા હતા.આજના દિવસમાં ખૂબ ટ્રાવેલિંગ કરવાનું હતું. કારણકે રોહતાંગ પાસથી આવીને સુહાસ અંકલે પ્લાન કર્યું હતું તે પ્રમાણે રાત્રે દશ કે અગિયાર વાગ્યે દિલ્હી જવા નીકળવાનું હતું અને ત્યાંથી ફ્લાઈટમાં અમદાવાદ.


રોહતાંગ પાસ નો રસ્તો ખૂબ કપરો હતો.છતાંય ઘણા લોકો સાઇકલમાં પણ ત્યાં જઈ રહ્યા હતા.જે કારમાંથી જોવા મળતા હતા.રોહતાંગ પાસ ખૂબ ઉંચાઈ ઊપર આવેલું છે.સાથે તેટલુંજ સુંદર પણ છે.ત્યાં આ સીઝનમાં બરફ ખાસો રહે છે.જો કે કાર ચાલકે કહ્યું હતું કે દશ દિવસ પહેલા જ બધા રસ્તા સાફ કર્યા હતા.તેથી બરફની સમસ્યા તેમને નળે તેમ ન હતી.આટલા દિવસ સાથે રહ્યા બાદ હવે બધાના નાના નાના ગ્રુપ બની ગયા હતા.જેમકે સુહાસ અંકલ તેમની પત્ની ખુશાલભાઈ અને તેમની પત્ની અને નીરવભાઈ સાથે રહેતા હતા.જ્યારે આરોહી અને કવન સાથે રહેતા હતા.તથા કાવ્યા વિશ્વાસ અને મિહિર સાથે રહેતા હતા.રોહતાંગ પાસમાં બધા બરફ થી રમી રહ્યા હતા.ઘણા લોકો બરફથી સ્નોમેન બનાવી રહ્યા હતા.કેટલાક લોકો બરફ પર સ્કીઇંગ કરી રહ્યા હતા.બધા અહીંયા પોતપોતાની મોજમાં હતાં.

આરોહી અને કવન સાથે ચાલતા હતા ત્યારે આરોહી એ વિશ્વાસ ને પૂછ્યું.

"તે પહેલાં ક્યારેય રોહતાંગ પાસ નો વિડિઓ અથવા કોઈ ફિલ્મોમાં જોયું છે?"

"ના મેં નથી જોયું.તે જોયું છે?"

"હા, મેં અહીંયા આવ્યા પહેલા જોયું છે. યુટ્યુબ પર વિડિઓ માં તેથીજ મેં સુહાસ અંકલને ખાસ અહીંયા આવવાનું કહ્યું હતું.ઉપરાંત તે પણ જોયું હશે પણ તને નહિ ખબર હોય."

"ના મેં સાચે જ નથી જોયું."

"ઓહહ..તે જબ વી મેટ ફિલ્મ જોયું છે?"

"હા, જોયું છે."

"તો કદાચ તે તેમાં જોયું હશે."

"કદાચ મને ખાસ યાદ નથી."

કાવ્યા અને વિશ્વાસ બરફથી રમી રહ્યા હતા.તે બરફના ગોળા બનાવી ને એકબીજા તરફ નાખી રહ્યા હતા.ત્યારે મિહિરે કાવ્યા ને જોરથી માથા ઉપર એક ગોળો માર્યો જેથી તે ગુસ્સે થઈ ગઈ.


ત્રણેક કલાક રોહતાંગ પાસમાં વિતાવ્યા બાદ હવે પાછા ફરવાનો વારો આવી ગયો હતો.

રોહતાંગપાસ નો અનુભવ પણ બધા માટે ખૂબ સુંદર રહ્યો હતો.બસ ખાલી એક એક્સિડન્ટ નળ્યો રસ્તામાં પણ જો કે કોઈ જાતની જાનહાનિ થઈ નહોતી.બધા જ દિવસો ખૂબ જલ્દી વિત્યા હતા.તેવી સહુની ફરિયાદ હતી.કદાચ કાલે તે આવા સમયે પોતપોતાના ઘરે બેઠા હશે.


હોટલ પહોંચીને સહુ એ થોડો આરામ કર્યો રાતનું ભોજન લીધું અને બધોજ સામાન પેક કરી દીધો.રાત્રે તે સહુને દિલ્હી જવા નીકળવાનું હતું.બધા થોડા થોડા થાકી પણ ગયા હતા.કાર માં બેસી ગયા બાદ સહુની આંખ દિલ્હી એરપોર્ટ પર જઈને ખુલી અને અમદાવાદ આવવાની ફ્લાઈટમાં બેસી ગયા.

તે દિવસે બપોરે બધા એકબીજા ને વિદાય આપી રહ્યા હતા.

કવને આરોહી અને વિશ્વાસે કાવ્યાને બાય બાય,ફરી મળીશું કહીને વિદાય આપી.

બધા એ એકબીજા ને વિદાય આપી અને ફરી મળવાનો વાયદો કર્યો.

કવન અને વિશ્વાસ થોડા ઉદાસ હતા.તેટલા ઉદાસ જયારે બાલમંદિર માં ભણવા જતા નાના છોકરા હોય છે.


મને એક ગીત યાદ આવે છે આ સમયે, “इंतहा हो गई इंतजार कीકદાચ તમને પણ યાદ આવી ગયું હશે.મને તો આ ગીત ખુબ ગમે છે. પણ તમને થતું હશે મે આ ગીત આ સમયે કેમ યાદ કર્યું, તેનો વાર્તા સાથે શું સબંધ?

અરે સબંધ તો છે,બિલકુલ સબંધ છે.

આજે એક અઠવાડિયુ થઈ ગયું હતું મનાલી ની ટ્રીપ પછી ના તો કોઈનો ફોન આવ્યો ના કોઈ નો મેસેજ બધા આટલા બધા શું કામમાં ખોવાઈ ગયા?,ખાસ કરીને આરોહી.

આ બધુ કવન વિચારી રહ્યો હતો. આજે શનિવાર હતો અને કવન ક્લિનિકથી જલ્દી ઘરે આવી ગયો હતો. તે વિશ્વાસ ને ફોન કરવાનું વિચારી રહ્યો હતો ત્યાં સામેથી થોડીવાર બાદ વિશ્વાસ નો ફોન આવ્યો.

હેલ્લો વિશ્વાસ..

હેલ્લો કવન આજે સાંજે સાડા પાંચ વાગ્યે આપણે સ્ટાર કેફે માં મળવાનું છે.કાવ્યા, આરોહી અને મિહિર પણ આવવાના છે.તો તું ઠીક સાડા પાંચ વાગ્યે સ્ટાર કેફે આવજે હું પણ તને ત્યાં જ મળીશ.આમ પણ આપણે ખાસા દિવસોથી મળ્યા નથી.

હા, જરૂર સાંજે મળીએ.

કવન વિચારી રહ્યો હતો કે ઠીક છે,ચલો એ બહાને બધાને મળવાનું તો થસે અને જૂની યાદો તાજી થઈ જસે.

બપોરે તે જમીને ઘસઘસાટ સુવાનું વિચારતો હતો. તે જમવા બેઠો અને જમીને હજી સોફા પર પગ પસારીને આડો પડ્યો હતો.ત્યારે એકવાર તેને મોબાઈલ ચેક કરવાનું મન થયું.તેણે નેટ ચાલુ કર્યું અને મોબાઇલમાં જોયું તો આરોહીના બહુ બધા મેસેજ હતા.

મેસેજ કઇંક આ પ્રમાણે હતા.

“ hii kavan”

“hu aarohi chu”

“bapore be vagya ni aaspas library aavu che?”

“tyathi sanje sathe jata rahishu star cafe.”

“jo tu aaje free hoy to?”

કવને કહ્યું

“ohk…”

આરોહી એ કહ્યું

“thik che madiye be vagye library”

કવનને આ મેસેજ બાદ ઓહકે લખીને મોકલ્યું.કદાચ તે છેલ્લા મેસેજ ની જરૂર નહોતી, પણ તેણે કર્યો કારણકે વાત પતી ગયા પછી પણ જે છેલ્લો મેસેજ કરીને વાતને ઓહકે કરે છે ત્યારે તેવું માનવામાં આવે છેકે તે તેની પ્રત્યે આદર ધરાવે છે.આવું મે સોશિયલ મીડિયા માંથી સાંભળ્યું છે તેથી હું આ વાત પર હસી નાખું છું.પણ કવને આ વાત માંની લીધી હતી.

ક્રમશ

આપના અમૂલ્ય પ્રતિભાવ જણાવો તથા..આપના ગમતા લોકોને આ વાર્તા વિષે જણાવો.

વધુ વાર્તા આવતા અંકે...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED