કસક - 31 Kuldeep Sompura દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કસક - 31

કસક -૩૧

નૌકા ધીમે ધીમે ઘાટ તરફ પાછી ફરી રહી હતી.સવારના બનારસના વાતાવરણે કવનનું અને તારીકાનું મન મોહી લીધું.


એક સારી નૌકા યાત્રાથી પાછા આવ્યા બાદ કવનને ખૂબ ભૂખ લાગી હતી.

"અહીંયા નો સૌથી સારો નાસ્તો શું છે તારીકા?,જેમ ગુજરાતમાં ફાફડા જલેબી છે તેમ અહીંયા પણ કઈંક પ્રખ્યાત હશે ને?, મને ખુબ ભૂખ લાગી છે."


તારીકા એ હસીને કહ્યું "ચલ તને અહિયાં નો સૌથી ટેસ્ટી નાસ્તો કરાવું."

તારીકા કવનને એક કચોરી અને શાક વાળા ને ત્યાં લઈ ગઈ.

"તું અહિયાંની કચોરી અને શાક ખાઈ ને જો, તું ફાફડા જલેબી ભૂલી જઈશ."

કવન અને તારીકા એ કચોરી અને શાકનો નાસ્તો કર્યો જે ખરેખર સારો હતો અને ખૂબ ટેસ્ટી હતો.


તે ભારે નાસ્તો કર્યા બાદ તારીકા એ તેની માટે એક બનારસી પાન લીધું જે મોં માં નાખતા જ મંત્રમુગ્ધ થઈ જવાય તેવું હતું.અહીંયા ના પાન ની કઈંક અલગ જ વિશિષ્ટતા હતી.મોં માં તે પાન નાખ્યા બાદ તમે પાંચ મિનિટ સુધી તો આંખો બંધ કરીને બસ પાનના રસ ને રગ રગમાં ઉતારવા દો.કેટલાક બહારના દેશ ના લોકોને પણ પાન નો ચસ્કો લાગી ગયો હતો તે પણ દુકાને ઉભા રહીને બે ત્રણ પાન ખાઈ જતા.


તારીકા અને કવન કાલભૈરવ ના મંદિર જઈ રહ્યા હતા જે અહિયાના જુનામંદિર માનું એક હતું આમ તો ત્યાં કાલે જ જવાનું હતું પણ સમયના અભાવે તે જઈ નહોતા શક્યા.


તારીકા અને કવન પાન ખાતા ખાતા સાથે ચાલી રહ્યા હતા ત્યારે તારીકા એ કવનને પ્રશ્ન કર્યો?

"તું સ્મોકિંગ કરે છે?"

કવને ચોકી ને કહ્યું

"ના,કેમ?"

"નહીં બસ એમ જ પૂછ્યું."

"હું ડોકટર છું,હું થોડી સ્મોકિંગ કરું."

"નહિ કેટલાક ફિલ્મોમાં બતાવે છે ને હમણાં જ એક ફિલ્મ માં બતાવ્યું હતું "

"ફિલ્મો માં તો કંઈ પણ બતાવે છે.શું તું કરે છે?"

તારીકા હસવા લાગી.

"આમ તો આ વાત ટોપ સિક્રેટ માની એક છે."

"શું ..?"

"મેં એક વાર કર્યું હતું."

કવનને હસી ને તેની સામે જોયું.

"નહીં બે વાર…"

કવને તેની સામે હસીને આંખો મોટી કરી અને તેને પૂછ્યું.

"કેમ?"

"હું મારા મિત્રો સામે સારું દેખાડવા માંગતી હતી પણ મને લાગ્યું કે આ યોગ્ય નથી,ત્યારબાદ તો હું તેને અડી પણ નથી."

"તારીકા…."

કવન વાક્ય પૂરું કર્યા વગર અટકી ગયો.

"શું…?" તારીકા એ પૂછ્યું.

"ઘણી વાર આપણે બીજાને સારું લગાડવા માટે ઘણું ખરાબ કામ કરી દઈએ છીએ.જે આપણી માટે નુકસાનકારક હોય છે."

તારીકા બે મિનિટ તેને જોતી રહી અને કહ્યું “અરે મેં તો બે વાર જ પીધી હતી.તેમાં પણ મને તો પીતા પણ નહોતી આવડી.”

કવન હસવા લાગ્યો.

"અરે કવન તારે તો લેખક હોવું જોઈએ તે તો સુંદર વાક્ય કીધું."

કવને તેની સામે જોયું અને કહ્યું “મને લખવું ગમે છે.મેં કેટલીક વાર્તા પણ એક એપ્લિકેશન પર મૂકી છે.”

તારિકા એ કહ્યું “દુનિયા કેટલી નાની છે તે મને આજે ખબર પડી.”

“કેમ?”

"તો કદાચ તે તારી વાર્તાની નીચે મારા પ્રતિભાવો નથી વાંચ્યા.તારી દરેક વાર્તામાં મારા પ્રતિભાવો છે.તું તો સુંદર લખે છે."

"ખરેખરશું તને ખબર છે કે હું લખું છું?"

"હા, મે પણ સુલેખન એપ્લિકેશન પર તારી વાર્તા વાંચી છે.મને આમતો વિશ્વાસ હતો કે તું તેજ કવન હોઈશ પણ તે હવે પાકું થઈ ગયું. હું તો કહું તું લેખક હોવો જોઈએ.તું ડોકટર કેમ બન્યો?"

કવનની પાસે આ પ્રશ્નનો જવાબ નહોતો.


બંને જણે કાલભૈરવ ના મંદિર ના દર્શન કર્યા અને પાછા પોતાની હોટલ માં આવી ગયા,બપોર પડી ગઈ હતી.


બંને સુઈ ગયા અને ચાર વાગ્યે તારીકા એ કવનના રૂમનો દરવાજો ખખડાવીને તેને તૈયાર થઈ જવા કહ્યું.


બંને તૈયાર થઈને ફુલ્લડમાં ચા પી રહ્યા હતા.તારીકા ના ઘરે થી પૈસા મોકલી દીધા હતા પણ તેણે નવો મોબાઈલ લેવાનું ટાળ્યું.તે અહીંયા એકલી જ રહેવા માંગતી હતી.તેને ખાતરી હતી કે તે મોબાઈલ લઈ લેશે તો પાછી પોતાની જૂની દુનિયામાં ડોકિયું કરશે અને જ્યાં છે તેનો આનંદ ગુમાવશે.


કવને પ્રશ્ન પૂછ્યો "આપણે અત્યારે ક્યાં જવાનું છે?"

"મુક્તિભવન"

"તે શું છે?"

તે હું ત્યાં જઈને તને કહીશ.

"ઠીક છે."

કવન અને તારીકા મુક્તિ ભવન પહોંચી ગયા હતા તેનો દરવાજો ખોલીને અંદર ગયા.

"તો હવે તો કહે શું છે મુક્તિ ભવન?"

તારીકા એ કહ્યું

"હા, કહું."

તેણે બોલવાનું શરૂ કર્યું.

"મુક્તિ ભવન એક એવી જગ્યા છે.જ્યાં લોકો પોતાના જીવનના છેલ્લો સમય વિતાવવા આવે છે અને મોક્ષની પ્રાપ્તિ કરે છે."

કવન અંદર ગયો તેમ તે બધું જોવા માં વ્યસ્ત થઈ ગયો.

તારીકા બોલતી રહી.

"આ સંસ્થા એક ટ્રસ્ટ ચલાવે છે.તે લોકો ના જીવનનના અંતિમ સમયમાં તેમની સેવા કરે છે,તેમની મદદ કરે છે.તેમને મન અને આત્માની શુદ્ધિ માટે તેમની સામે ગીતા અને રામાયણ જેવા પાઠ કરે છે. જેથી તેમની આત્મા મૃત્યુ પછી મોક્ષ પામે અને તે ઘરડાં માણસો નો અંતિમ સમય તેમની માટે યાદગાર બની રહે."

કવન તે ઓરડામાં ગયો જ્યાં ગીતા ના પાઠ ચાલી રહ્યા હતા અને તે વૃદ્ધ પોતાના જીવનના બચેલા અંતિમ સમયમાં તેને ધ્યાન દઈને સાંભળી રહ્યા હતા.


કવન ભાવુક થઈ ગયો તે થોડીકવાર માટે નીચે આવતો રહ્યો અને તારીકા ના આવવાની રાહ જોઈ રહ્યો હતો.


ક્રમશ


આ વાર્તા ને પ્રેમ આપવા બદલ આભાર.

આ વાર્તા આપને કેવી લાગી તે જરૂર થી જણાવશો. તથા આપના વોટ્સએપ,ફેસબુક,ઈન્સ્ટાગ્રામ વગેરે માં શેર કરશો. મને ફોલ્લોવ કરશો જેથી મારી નવી વાર્તા એ નવલકથા ની નોટિફિકેશન મળી રહે.

વાર્તા ને લાગતા કોઈ પ્રશ્નો પૂછવા હોય તો આપ મને ઇન્સ્ટાગ્રામ કે વોટસએપ પર મેસેજ કરી શકો છો.

૭૫૬૭૭૩૫૨૫૦

આપનો આભાર...