કસક - 18 Kuldeep Sompura દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કસક - 18

પણ તે દિવસ જે થયું તે કદાચ થવુંજ જોઈતું હતું.કદાચ તેનાથી આરોહીના મનમાં પ્રેમની લાગણી વહી જાત.

રવિવાર હતો આરોહી અને કવનનો દિવસ.તે દિવસ બધા જ વિતેલા રવિવારની જેમ એક સુંદર દિવસ હતો.તે બંને બાલ્કનીમાં બેસીને બુક વાંચી રહ્યા હતા.તે સવાર ના વાંચી રહ્યા હતા અને તે આજે બુક પુરી કરવાના મૂડ માં હતા.પણ અચાનકજ વાતાવરણ સાંજે બદલાઈ ગયું હતું.કદાચ વરસાદી સિઝનનો સૌથી છેલ્લો વરસાદ વરસવાની તૈયારી હતી.ત્યાંજ થોડીકજ વારમાં વરસાદ તૂટી પડ્યો. તે દિવસ ફરી પહેલા વરસાદ જેવો સુંદર વરસાદ વરસી રહ્યો હતો.કવન અને આરોહી બહાર પડેલી ટેબલ ખુરશી અંદર મૂકી આવ્યા હતા.તેઓ ખાસા એવા ભીના થઈ ગયા હતા.

આરોહીએ કવનને કહ્યું "તું વરસાદ માં ઘરે ના જતો કવન, થોડો વરસાદ ઉભો રહ્યા બાદ જજે."

કવને પણ તેની વાત માનતા કહ્યું “ઠીક છે.”

આરોહી રૂમની અંદર પોતાના ભીના કપડાં બદલી રહી હતી જે ખુરશી અને ટેબલ અંદર લેતી વખતે ભીના થયા હતા.

કવન બાલ્કની ના તે કાચના દરવાજા ને ટેકે ઉભો હતો.જે કાચનો દરવાજો અત્યારે ખુલ્લો હતો તે વરસાદ જોઈ રહ્યો હતો.તેને ખબર નહોતી કે આ વરસાદની ઋતુ નો છેલ્લો વરસાદ છે.તે આકાશમાં થતી વીજળી અને બહાર ફૂલ છોડને ભીના થતા જોઈ રહ્યો હતો.બાલ્કનીની તે પાળી પર તે વરસાદની બુંદો કેટલી ઝડપથી ટકરાઈને પાણીરૂપે વહી જતી હતી.વરસાદની વાછટ તેના મોં ઉપર બહુ ઝડપથી આવતી હતી અને તેના મનને પ્રફુલ્લિત કરી રહી હતી.તેણે વરસાદમાં જવાનું વિચાર્યું.

તે કાચનો દરવાજો છોડીને આગળ વધ્યો.હવા વધુ ઝડપી બની રહી હતી વાછટ શરીર ઉપર થપાટ મારી રહી હતી.તે આગળ વધતો ગયો,વધતો ગયો અને છેક તે વરસાદની પલળતી પાળી પાસે આવી ગયો.તે પાણી ને હાથ લગાવીને સાફ કરવાની કોશિષ કરતો પણ પાછું પાણી તેની ઉપર આવી જતું.તે બે ક્ષણ માટે બાળક બની ગયો.

આરોહી કપડાં બદલીને બહાર આવી તે કવનને ગોતી રહી હતી.તેને થયું કે કવન જતો તો નથી રહ્યો ને.તેણે દરવાજા પર જોયું તે તેમજ બંધ હતો.તેણે બાલ્કનીમાં જોયું તો કવન ત્યાં ઉભો હતો.મુશળધાર વરસાદમાં એકલો.તેણે તે દિવસે ફરી તેને પાછળથી બોલાવવાનું ટાળ્યું.ઘણીવાર માણસ ને એકાંત માણવા દેવો જોઈએ.તે કવને પાછળ થી ઉભી ઉભી જોતી રહી. તેવી જ રીતે જ્યારે વીજળી મહાદેવના મંદિર ના પ્રાંગણ માં ખૂણા માં બેઠેલા કવનને જોયો હતો અને પાછળથી ફોટો પાડ્યો હતો.


થોડા ક્ષણ માટે તે પણ કંઈ બોલવા માંગતી નહોતી.તે બસ કવનને પાછળથી નિહાળવા માંગતી હતી.

કદાચ આ ઋતુના છેલ્લા વરસાદમાં આરોહી ના હૃદયમાં કવનના પ્રેમની બે કૂંપળો ફૂટી રહી હતી કે જલ્દી જ ફૂટવાની હતી તે ખબર નહિ પણ તેને લાગ્યું કે કવન મારી માટે કઈંક વધારે છે.ખબર નહિ આ લાગણી ક્ષણિક હતી કે તેના મનનો વ્હેમ,કારણકે તેના મતે તો પ્રેમ કઈંક બીજી જ વસ્તુ હતી.

તે પણ વરસાદના પાણીમાં આગળ વધી અને કવનની પાસે જઈને ઉભી રહી ગઈ.કવનનો હાથ પાળી પર હતો તેને આરોહીના આવવાની ખબર નહોતી.તે શહેરને વરસાદમાં ભીંજાતુ નિહાળી રહ્યો હતો.

આરોહી એ કદાચ જાણતાં અને અજાણતા જ તેનો હાથ કવનના હાથ ઉપર મુક્યો. કવને આરોહી ની સામે જોયું તે પણ તેની સામે જોઈ રહી હતી અને ધોધમાર વરસાદમાં બંને એકબીજાની આંખમાં પ્રેમભરી નઝરથી જોઈ રહ્યા હતા.કવન તો કાયમ આરોહી ને પ્રેમ ભરી નઝરે જ જોતો આવ્યો છે.પણ આરોહી એ કવન પર કઈંક આ રીતે નઝર કોઈ દિવસ નથી ઉભી રાખી.જે રીતે અત્યારે રાખી હતી.આમ પણ લેખક નું કામ હોય છે તે ઘણી બધી નાની બાબતો નું ધ્યાન રાખવું.

આરોહી અને કવન હજી પણ તે એકબીજાની આંખોમાં જોઈ રહ્યા હતા.તે બંને એકબીજાની ખૂબ પાસે આવી ગયા હતા.

કવને આરોહી નો એક હાથ પકડ્યો હતો તો આરોહી એ કવનનો બીજો હાથ તે બંને એકબીજા ની તરફ ફરી ગયા હતા. તે બંને ને લાગતું હતું કે તેમનું મન,હ્રદય,શરીર બધુ જ એક છે.આરોહીને લાગતું હતું કે જે હું વિચારી રહી છું તેજ કવન વિચારી રહ્યો છે અને કવનને લાગતું હતું કે જે આરોહી વિચારી રહી છે તે જ હું વિચારી રહ્યો છું.

કવન અને આરોહી એકબીજાના આટલા બધા નિકટ ક્યારેય નહોતા આવ્યા.

આરોહી અને કવને કોઈ રાહ જોયા વગર જેમ ગુલાબની નાની પાંદળી ચુસ્ત રીતે ગોઠવાયેલી હોય છે તેમ બંને ના હોઠને એકદમ ચુસ્ત રીતે એકબીજા પર ગોઠવી દીધા.બંનેના શરીર અને બંનેની આત્મા થોડીકવાર માટે એક થઈ ગયા હતા.કવન અને આરોહી બંનેએ એકબીજા ને ચુસ્ત રીતે ઝકળી રાખ્યા હતા તે અલગ થવા નહોંતા માંગતા.આ તે તોફાન હતું જે થોડીક ક્ષણો બાદ સમી જવાનું હતું પણ જો તેને કોઈ રોકવાની કોશિષ ના કરે તો.

આમ મોટે ભાગે આ પ્રકારના તોફાન ઉભા રહેતા નથી કારણકે બંનેની ઉંમર જ એવી છે અને જો તે તોફાન ઉભું રહ્યું તો તે હંમેશા બંને પાત્ર માંથી છોકરી જ રાખે છે.અહીંયા હું ઘણી માન્યતા ઓ ને નકારું છું.પણ કવનને તેનું ભાન થયું તે ખોટું કરી રહ્યો છે.

તેણે તરતજ આરોહીના હાથ છોડી દીધા અને ભૂલ કર્યાની લાગણી થઈ.તે ઝડપથી રૂમમાં ગયો અને પોતાના બાઇકની ચાવી લઈને ત્યાંથી જતો રહ્યો.તેને પોતાના પર ભયંકર ગુસ્સો અને પોતાની જાત પર ખૂબ શરમ આવી રહી હતી.તે વરસાદમાં પલડતો જ ચાલ્યો ગયો.તે એકલો નહોતો જઈ રહ્યો સાથે જઈ રહ્યું તું તે તોફાન જે બંને ના હ્રદયમાં અધૂરું હતું.


તે રોઈ રહ્યો હતો તેને થયું આરોહી તેના આ વર્તન માટે તેને કોઈદિવસ માફ નહિ કરે.તેણે કદાચ આરોહીને ખોવી દીધી.તે ખૂબ દુઃખ પહોંચડનારી વાતો લઈને વરસતા વરસાદમાં જતો હતો.


બીજી બાજુ આરોહી પણ વરસતા વરસાદમાં તેની બાલ્કનીમાં નીચે બેસી ને રોવી રહી હતી.તે પણ તેજ અપરાધની લાગણી અનુભવી રહી હતી જે કવન અનુભવી રહ્યો હતો.

પણ કદાચ આ છેલ્લો વરસાદ તેમની માટે જ વરસી રહ્યો હતો.


બીજા દિવસે કવન જ્યારે ઉઠ્યો ત્યારે તે વાત કદાચ ભૂલી ગયો હોય અથવા ભૂલવા માંગતો હોય તેમ લાગ્યું પણ તેણે જ્યારે અરીસામાં પોતાનું મોઢું જોયું તેને ફરીથી તે બધું યાદ આવ્યું જે કાલ રાત્રે થયું હતું.જ્યારે તે એકલો બેઠો કશુંક નવું વિચારવાની કોશિષ કરતો, તો ફરીથી તેની સામે તે દ્રશ્ય પ્રગટ થઈ જતું.તેને લાગતું હતું કે કદાચ તેણે તે ભૂલ કરી છે જેની માફી દુનિયામાં બની જ નથી.


તેણે બધી વાત વિશ્વાસને વિસ્તારપૂર્વક જણાવી દેવાનું વિચાર્યું જેથી વિશ્વાસ આ બાબતે તેને કઇંક સલાહ આપી શકે પણ તે હિંમતના કરી શક્યો.તેણે તેના દુઃખી થવાનું કારણ વિશ્વાસ ને કઈંક બીજું બતાવી દીધું.


એક અઠવાડિયું તે દુઃખમાં વીતી ગયું. આરોહી અને કવન બંને અંદરથી વ્યાકુળ હતા.પણ છતાંય તે એકબીજાથી વાત કરતા ડરતા હતા.

ખરેખર સ્ત્રી ની હાજરી કરતા પણ મહત્વ છે તેની લાગણી કારણકે સ્ત્રીની લાગણી દુનિયા ના ઘણા ખરા કામ બનાવી દે છે.

તે દિવસે સોમવારે હતો.રવિવારના દિવસે પણ તે એકબીજાને મળ્યા ન હતા.કદાચ તે બંને પોતપોતાના થી શરમ અનુભવી રહ્યા હતા.

પણ છતાંય આરોહી એ બધી હિંમત એકઠી કરીને કવનને ફોન કર્યો આરોહીનો ફોન જોઈને કવનની શ્વાસ લેવાની ગતિ ઝડપી બની ગઈ.

તેણે ફોન ઉપાડ્યો.

"હેલો કવન શું તું આજે અહીંયા આવી શકે છે?"

તેના અવાજમાં સહજતા હતી જાણે કંઈ બન્યું જ ન હતું.

કવને હા પાડી.કવન કંઈ કહે તે પહેલાજ આરોહીએ ફોન મૂકી દીધો.

વાત થોડી સેકન્ડની જ થઈ હતી પણ તે વાતે તેને ચિંતામાં નાખી દીધો.

કવન હજી ચિંતા માં હતો કારણકે આરોહીએ વધુ વિસ્તાર પૂર્વક તેને વાત નહોતી કરી.

જ્યારે વાતો કે કામ અધૂરા છૂટે છે ને ત્યારે તે અતિશય પીડાદાયી બની જાય છે.

કવન આરોહીની લાયબ્રેરી ગયો.તેણે દરવાજો ખોલ્યો તે એટલીજ સહજ દેખાઈ રહી હતી જેટલી તે બાકીના દિવસોમાં લાગી રહી હતી. જેમ તેણે ફોનમાં વાત કરી હતી.


તેણે કવનને ચા નું પૂછ્યું તે જાણતી હતી કે કવન ચા જ પીવે છે.

તે બંને બાલ્કનીમાં બેઠા હતા બંને શાંત હતા અને ચા પી રહ્યા હતા.

"આરોહી તારે કંઈ કામ હતું?,તે મને અચાનક બોલાવ્યો."

"હા, કામ તો તારું હતું.તું કાલ કેમ નહોતો આવ્યો?,તે જાણવા."

કવન પાસે દેવા માટે જવાબ ના હતો તે કંઈજ ના બોલ્યો. જો કે આરોહી તેનો ઉત્તર જાણતી હતી.કેટલાક સવાલો તેટલા માટે જ પૂછવામાં આવે છે કારણકે તમે જવાબ આપવા સક્ષમ છો કે નહીં તે લોકોને જાણવું હોય છે.


આરોહી એ હસી ને કહ્યું

"જો હવે હું કહું તે ધ્યાનથી સાંભળ."

કવન વિચારી રહ્યો હતો કે આ બધું થયા પછી પણ આરોહી હસી રહી છે.કવને કુનેહતાથી તેની સામે જોયું તેના મનમાં હજી અપરાધનો ભાવ હતો પણ તે આરોહી ના સ્મિત સામે ચૂપ રહ્યો.


"હું જાણું છું કે તે દિવસે જે થયું તે બંને માટે યોગ્ય ના હતું અને હું જાણું છું કે તું તેના માટે ખૂબ શરમ અનુભવી રહ્યો છે, હું પણ કાલ સુધી અનુભવી રહી હતી.ઘણી વસ્તુ જીવનમાં ખરાબ થાય છે.પણ તેનાથી જીવન ઉભું રહેતું નથી.તું મારો સારો મિત્ર છે, તેમ હું પણ તારી સારી મિત્ર છું. ઘણીવાર લાગણીના આવેશમાં તેવું થઈ જવું સ્વાભાવિક છે. તથા જે થયું હતું તે બંને ની સંમતિથી થયું હતું.હું જાણું છું કે તું વાતની ગહનતાને સમજીશ અને ખરાબ સ્મૃતિને ભૂલી જઈશ."


કવન તેના જવાબથી સંમત હતો.તે અંદરથી ખુશ હતો કારણકે આરોહી તેને ખરાબ નહોતી સમજી રહી.

સાથે દુઃખી પણ હતો કે આ વાત બીજે દિવસે આવીને તેણે આરોહી ને કેમ ના કરી.


"કવન" આરોહી તેને વિચારોમાંથી બહાર લાવતી હોય તેમ કહ્યું.


"તારી વાત સાચી છે.આરોહી કદાચ હું પોતાને જ ખરાબ સમજતો રહ્યો અને જે કંઈ પણ થયું તે વિશે વારંવાર વિચારતો રહ્યો.મારે ત્યારબાદ શું કરવું જોઈએ તે અંગે કંઈ વિચાર્યું નહિ.હું તે બદલે દિલગીર છું.


"ઠીક છે.બસ હવે આ વાત ને ભૂલી જા, આજ રાત્રે સાથે અહીંયા જમીશું."

કવન તેને ના, ના કહી શક્યો.તે દિવસે તે બધીજ જૂની યાદોને હટાવીને ફરીથી જ્યાંથી તે અટક્યા હતા.ત્યાંથી તેમણે શરૂ કરવાનું નક્કી કર્યું.


કવન ખુશ હતો આરોહી પણ ખુશ હતી.કારણકે એક વાર ફરી તેમની મિત્રતામાં આવેલી ખટાશ દૂર થઈ હતી.તે દિવસે જે થયું હતું તે ખરેખર ખોટું ના હતુ તેને ખોટું બનાવેલું હતુ. કારણકે તે દિવસે કવન, જે આટલા સમયથી તેની આરોહી પ્રત્યે ની લાગણી ને છુપાવીને ફરી રહ્યો હતો તે કુદરતી રીતે બહાર આવી હતી. જ્યારે આરોહી જે કયારેય પ્રેમમાં ના હોવાનું કહીને પોતાની લાગણીઓને અંદર જ ખબર નહીં રોજ કેટલીક વાર મારી રહી હતી,તેણે પ્રથમ વાર તે સર્વે પોતાના પ્રેમ વિષે ના ખરાબ વિચારો મૂકી ને સમગ્ર લાગણીઓ ને તેણે વગર બોલ્યે કવન સામે જાહેર કરી હતી.પણ તે બંને એ તેને એક વિજાતીય આકર્ષણ નું નામ આપી ને,તેને એક ભૂલ સમજીને ભુલાવી દીધી.કવને તે સર્વે લાગણીઓ ને ત્યાંજ રોકવાની કોશિષ કરી અને રોકી દીધી. કદાચ તેજ તેની ભૂલ હતી.લાગણીઓનું નદી જેવુ છે તેને યોગ્ય સમયે વહેવા દેવી જોઈએ.