કસક - ૪૦
કોને ખબર કે લગ્ન કરવા વાળા લગ્ન પહેલા આટલી સુંદર વાતો કરતાં હશે. લોકો કહે છે જોડી ઉપર વાળા બનાવે છે.આમ જોવા જઈએ તો આ વાતમાં કંઈ સાબિતી જેવું નથી રહ્યું પણ જો હું દશ વખત એકને એક ગીત રોજ ગા ગા કરું તો એક દિવસ એવો જરૂર આવશે કે તે દિવસે મને તે ગીતથી જ કંટાળો આવશે.તો વિચારો કે દર સવારે ભગવાન જોડી ઓ બનાવા બેસે છે બપોર સુધી તે કામમાં તેમને મજા આવે છે.બપોર પછી તેમને ઘેન ચડે છે અને કામમાં કંટાળો આવે છે તો તે બપોર પછી ની જોડીઓ કેવી હશે?
જો કે આ વાતથી આપણે તેવું ના માનવું જોઈએ કે જોડી ઉપર વાળા નથી બનાવતા.
કવનને છોકરી જોવા જવાનું કંઈ નવું ના લાગ્યું.ઘણી વસ્તુઓ તેને અનુભવ્યાં પહેલા બહુ ખાસ લાગે છે પણ તે તેટલી ખાસ હોતી નથી. કવને તે જ કર્યું હતું કે જે એરેન્જ મેરેજ કરતાં દરેક લોકો કરેછે. જે તેના પપ્પા એ પણ કર્યું હતું. છોકરી જોવા જવું તેમ કઈં મોટી વાત નથી.જેમ કવન અને આકાંક્ષાએ નક્કી કર્યું હતું તેમ ઘરે જઈને બંનેએ એકસરખું જ કહ્યું હતું કે બંને એકબીજા ને પસંદ છે.ત્યારબાદ તો બંને ના ઘરના લોકો એ મળીને સગાઈની તારીખ નક્કી કરી દીધી તે બંનેની સગાઈની તારીખ વીસએક દિવસ પછીની હતી.આજ કાલ લોકો લગ્ન ફિક્સ કરવા માટે સગાઈ જરૂર કરી નાખે છે.વીસેક દિવસ તો ખૂબ જલ્દી પસાર થઈ ગયા બંનેના ઘરે લોકો તૈયારીમાં વ્યસ્ત હતા અને આકાંક્ષા તે ઉત્સાહમાં હતી કે તેની સગાઈ છે જ્યારે કવન ખુશ હતો પણ તે થોડોક મનમાં અસ્તવ્યસ્ત પણ હતો કે તે સગાઈ કરી રહ્યો છે તે પણ આટલી જલ્દી.વીસ દિવસની અંદર બંને એક્બીજાને ત્રણેક વખત મળ્યા.બંને જ્યારે પણ મળતા ત્યારે બંને એકબીજાની સાથે હોવાથી ખુશ હતા અને કવન ત્યારે ભૂલી જતો કે તે મનથી અસ્તવ્યસ્ત છે. જ્યારે કવન તેની સગાઈ ના આગળના દિવસે તે બગીચામાં ફરી રહ્યો હતો જયાં કવન અને આરોહી મળતા હતા ત્યારે કવનને આરોહીની યાદ આવી રહી હતી અને તેવા જ સમયમાં આકાંક્ષા નો ફોન આવ્યો.
તેણે કવનને કાલ શું પહેરવાનો છે તે વિષે પૂછવા ફોન કર્યો.કવન થોડીવાર માટે ભૂલી ગયો હતો કે કાલે તેની સગાઈ છે.તેણે સાચેજ હજી નક્કી નહોતું કર્યું કે તે શું પહેરશે.તેણે આકાંક્ષાને નક્કી કરીને ફોન કરશે તેમ કહ્યું. આકાંક્ષા માંની ગઈ.કવન વિચારતો હતો કે જો આકાંક્ષાની જગ્યા એ આરોહીની મારી સાથે સગાઈ થઈ રહી હોત તો તે મને કાલ શું પહેરવાનું છે તેની માટે ફોન કરત?,જો કે આ પ્રશ્ન વિષે વિચારવા જેવુ હતું નહીં કારણકે આરોહી પણ એક છોકરી જ હતી અને છોકરીઓ માં ડ્રેસિંગ સેન્સ અથવા એમ કહી શકાય કે કયા કપડાં કયા પ્રસંગ પર પહેરી શકાય તેની વધુ ખબર હોય છે.કવન તે ઘાસ ઉપર બેઠો બેઠો પોતાના એક હાથથી સૂકા થઈ ગયેલા ઘાસ ને તોડી રહ્યો હતો અને મનમાં વિચારી રહ્યો હતો કે આરોહી શું કરી રહી હશે?,શું આરોહીએ પણ સગાઈ કે લગ્ન કરી લીધા હશે?,બની શકતું હતું પણ ત્યારબાદ કવન અચાનક તે વિચારીમાંથી જબકી ગયો તેને યાદ આવ્યું કે તેની કાલ સગાઈ છે અને તે પણ આકાંક્ષા સાથે, તેથી અત્યારે તેનું આરોહી વિષે વિચારવું યોગ્ય ના કહેવાય તેવું તે ત્યાં બેઠો બેઠો વિચારતો હતો.
બીજા દિવસ ના શરૂઆતથી જ કવનના મમ્મી પપ્પા અને આકાંક્ષા ના મમ્મી પપ્પા ઉત્સાહમાં હતા. કવન અને આકાંક્ષાએ આગલી રાત્રે નક્કી કરી લીધું હતું કે તે લોકો શું પહેરશે.કવને બ્લેક શુટ પહેર્યો હતો અને આકાંક્ષાએ એ સફેદ કલરની અને સ્ત્રીઓની ભાષામાં જેને કહેવાય છે કે ઘેરવાળી અત્યંત આકર્ષક કુર્તી પહેરી હતી.જે તેની સુંદરતા માં વધારો કરી રહી હતી.તે બંનેએ બપોરે તેમના સગાવ્હાલા ની સામે એક એકબીજાને વીંટી પહેરાવીને સગાઈનું કામ સુંદર રીતે પૂર્ણ કર્યું.સગાઈ ના થોડા દિવસ પછી બંનેનું જીવન રાબેતા મુજબ ચાલુ થઈ ગયું.જેમ કવન અને આકાંક્ષા પહેલા જીવતા હતા.
કવન હવે બધું ધ્યાન તે પોતાની નવી નવલકથા પર દેવા માંગતો હતો.તેણે વાર્તા ના ઘણા પ્લોટ વિચાર્યા હતા પણ તેને એકેય પ્લોટ પર કામ કરવાનું ગમ્યું નહીં.એક વખત તો તેણે એક પ્લોટ પર ખાસુ કામ કરી દીધું હતું.જેમાં તેણે ચાલીસ હજાર શબ્દો પણ લખી નાખ્યા હતા. પણ આગળ જતાં તેને તે વાર્તા યોગ્ય ના લાગી અને તેણે તે વાર્તા પર કામ કરવાનું બંધ કરી દીધું. કવન આ અંગે હવે આગળ શું કરવું તે વિચારતો હતો.આવી રીતે જ તેને ચારેક મહિના થઈ ગયા.કવન આકાંક્ષા ને ઘણીવાર મળતો પણ તેમની વાતો ક્યારેય તેવી નહોતી રહેતી જેવી સગાઈ થઈ ગયા બાદ એક છોકરો અને એક છોકરી કરે છે.તે બંને હમેશાં કઇંક અલગ જ વાતો કરતાં જેમ કે કોઈ સમાજ સુધારક ટૉપિક હોય કે પછી કોઈ સામાજિક મુદ્દો.તેમની વાતો હમેશાં રસપ્રદ રહેતી.રસપ્રદ વાતો હોવાના બે કારણો હોય છે એક તો તે ખરેખર રસપ્રદ હોય છે અથવા તો તેને એકબીજાને સારું લાગે તે માટે રસપ્રદ બનાવવામાં આવી હોય છે.કવન અને આકાંક્ષા ની વાતો ખરેખર રસપ્રદ જ હતી પણ છતાંય કવન તેને ક્યારેય વાર્તા વિષે કઈં કહેતો નહીં.
કવન વિચારતો હતો કે તે કોઈની સલાહ લઈને જોઈ જોવે પણ કોની?,તેણે આજ સુધી આ બાબતમાં આરોહી શિવાય કોઇની સલાહ નહોતી લીધી અને આરોહીની સલાહ પણ તેણે તે હતી ત્યારે જ લીધી હતી તેના ગયા પછી નહીં. તે અસમંજસ માં હતો.હવે પરિસ્થિતિ એવી હતી કે મહિનાઓ વિતતા જતા હતા અને કંઈજ એવું સૂઝતું ના હતું જેને લખવા જેવુ કહી શકાય. હવે એકજ વ્યકિત હતી જે તેના પ્રશ્નનું નિરાકરણ કરી શકે તેમ હતું.તે હતી તારીકા.કવને તારીકા ને મળવાનું વિચાર્યું.
ક્રમશ
વાર્તા ને અનહદ પ્રેમ આપવા બદલ આભાર....
આ વાર્તા આપને કેવી લાગી તે જરૂર થી જણાવશો. તથા આપના વોટ્સએપ,માતૃભારતી,ફેસબુક,ઈન્સ્ટાગ્રામ વગેરે માં શેર કરશો.
વાર્તા ના અમૂલ્ય પ્રતિભાવો જણાવશો
મો નંબર ૭૬૭૭૩૫૨૫૦
આપનો આભાર...