તે ચાલતો ચાલતો એક નજીકના સ્ટેશન પર પહોંચી ગયો. ત્યાં પૂછતાછ કરતા ખબર પડી કે એક રાતની ટ્રેન છે.જે અહિયાથી જયપુર જાય છે. તે એક ખૂબ નાનું સ્ટેશન હતું.ત્યાં માંડ દિવસમાં બે એક ટ્રેન ઉભી રહેતી હશે.કવન વિચારતો હતો કે હું જયપુર કેમ જવું.પણ જ્યારે ક્યાં જવાનું તે નક્કી જ નથી તો જયપુર જ ઠીક છે.ટિકિટ બારી હજી ખુલી નહોતી તે રાત્રે ટ્રેન આવવાના ૨૦ મિનિટ પહેલા ખુલતી હતી.તે ત્યાં નાના સ્ટેશન ના પગથિયાં ઉપર બેસી ગયો. હવે કંઈ વિચારવા જેવું સૂઝતું નહોતું.કવન મનોમન વિચારતો હતો એક ક્ષણ માટે કે તે ના જાય. તે આરોહીને એક સારા મિત્રની જેમ મુકવા જાય અને તેને આવજો કહીદે છેલ્લી વખત સારી રીતે મળી લે.પણ બીજી બાજુ હવે તેની સામે જઈ શકવાની હિંમત કવનમાં નહોતી.જો હવે તે તેની સામે જશે.તો તે કઈંક ખોટું કરી કે કહી બેસશે. જેથી તેની મિત્રતા અને આરોહીનો સ્નેહ જે તેને અત્યાર સુધી મળ્યો છે.તે પણ ખોઈ બેસશે.તો હવે પાછા જવાનો તો કોઈ વિકલ્પ નથી.હવે બસ તે અમેરિકા ના જતી રહે ત્યાં સુધી પાછું આવની તેને કોઈ ઈચ્છા નહોતી.જો તે અહીંયા રહશે તો કદાચ તે વારંવાર આરોહીની સામે ઉભો નહિ રહી શકે.બીજું તેને તે પણ સુજયું કે કદાચ હું પાછો આવું અને આરોહી મારી સામે હોય કદાચ તેને જવાની ઈચ્છા હમેશાં માટે જ મરી ગઈ હોય અને કદાચ તેને ખબર પડી ગઈ હોય કે હું તેને કેટલો પ્રેમ કરું છું.ડૂબતો માણસ હમેશાં કોઈને કોઈ નો સહારો શોધે છે અહિયાં કોઈ માણસ નહીંતો તો એક આરોહીના ના જવાની આશા જ સહારો હતી.તે પણ કઇંક નહિવત માત્રા માં જ હતી.મનોમન તે જાણતો હતો કે આવું નહીં થાય.પણ બસ.. કઇંક આવું બને તો કેવું સારું..
તે વિચારતો હતો કદાચ બે અઠવાડિયામાં તો આરોહી જતી રહી હશે તેટલો સમય તો તે ઘરે કહીને આવ્યો હતો.તે પાછો આવશે ત્યારે તે અહીંયા નહીં હોય પછી શરૂ થશે એક નવું જીવન જેમાં આરોહી નહીં હોય.તે આરોહીને કોઈ દિવસ ફોન પણ નહીં કરે.પણ શું તે યોગ્ય રહેશે તે અચાનક જવાનું થયું તેમાં તેનો શું દોષ અને આખરે તે તેની એક મિત્રથી વધારે કઈં પણ નથી ને જો હોત તો તેણે તેને કીધું હોત પણ કદાચ તેને મારી પ્રત્યે કોઈ એવી લાગણી જ નથી.કદાચ કોઈના પ્રત્યે નથી તે નથી સમજતી પ્રેમ.
માણસ કેટકેટલું વિચારી લે છે થોડીક ક્ષણોમાં હે માણસ.!
ઘણી વાર સંબંધ એટલો બધો ગળ્યો બની જાય છે કે તે સંબંધીઓ ને ખરેખર મધુપ્રમેહ લાગુ પડી જાય છે પછી સંબંધ નો ત્યાગ કરવો પડે છે.
કવનનું મન ક્યારેક અતિશય વિચારે ચડી જતું તો ક્યારેક એક દમ શાંત થઈ જતું.કોણ જાણે પ્રેમ માં આવું પણ થતું હશે.
બાર વાગવાની તૈયારી હતી સાથે ટ્રેન આવવાની પણ તૈયારી હતી.સામે રહેલા ઝાડ જે પવનમાં પોતાની ધૂનમાં ના જાણે કેમ લહેરાઈ રહ્યા હતા?,બીજી તરફ પેલા દૂર જોરજોર થી ભસતા કુતરાઓ ને હજી ક્યાં જન્મ નું એકબીજા જોડે લડવાનું બાકી હતું?,ટ્રેન ના પાટા ઉપરથી ચાલીને આવતા માણસ ને કેમ હવે જીવવાનો મોહ નહોતો રહ્યો?,દૂર કેટલાક ઘરમાં હજી વિજ દિવા બળી રહ્યા હતા શું તેમનેય કવનની જેમ આંખમાં ઊંઘ નહોંતી?
કેટલાક પ્રશ્નો જીવનમાં ઉભા હતા,તે રાહબરો ની જેમ,જે ટ્રેન આવવાની રાહ જોતા આમથી તેમ ડોકિયાં કરતા હતા.તો કેટલાક જવાબો આવી રહ્યા હતા તે ટ્રેનની જેમ ધીમે ધીમે.
ઠંડી થોડી ઘણી હતી કદાચ જયપુરમાં ઠંડી વધુ હશે.તેવું કવન વિચારતો હતો તેણે પહેરેલા જેકેટ ને બેગમાં મૂકી દીધું.
ટ્રેન આવી ગઈ હતી.કવને તેની ટિકિટ, ટિકિટ બારી પાસેથી લઈ લીધી હતી અને તે ટ્રેનમાં ચડી ગયો અને તેવી જગ્યા ગોતવા લાગ્યો જેની ઉપરની શીટ ખાલી હોય.જો કે તેને સુવાની ઈચ્છા જરાય નહોતી.ટ્રેન આખી લોકલ હતી ટ્રેનના ઘણા બધા ડબ્બા ખાલી હતા કારણકે શિયાળામાં લોકો ઓછી મુસાફરી કરે છે.તે પણ રાતની.
કવન એક નીચેની જગ્યા પર બેસી ગયો અને ઉપર પોતાની બેગ મૂકી દીધી જેથી કોઈ આવે તો તે ઉપર જઈ શકે.જો કે તેને વિશ્વાસ હતો કે ટ્રેનમાં રાત્રે કોઈ નહીં આવે.
જવાન છોકરા છોકરીઓ જ્યારે ટ્રેનમાં એકલા મુસાફરી કરતા હોય છે તો તેમને પણ થાય છે કે કદાચ તેમની સાથે પણ પેલો જબ વી મેટ વાળો સીન થઈ જાય પણ તેવું કોઈ દિવસ થતું નથી.કવન તે વિચારમાં નહોતો.
ટ્રેન થોડીકવાર રહીને ઉપડી ગઈ કવન નીચે બેઠો હતો તે ટ્રેનની બહાર જોઈ રહ્યો હતો.બધું ધીમે ધીમે પાછળ જઈ રહ્યું હતું તે જેટલો આગળ જઈ રહ્યો હતો તેટલો જ તે આરોહીની દૂર જઈ રહ્યો હતો.ટ્રેનની તે જીણી લાઈટ ચાલુ હતી, જેમાં તે તેની સાથે લાવેલું પુસ્તક વાંચવા માંડ્યો.તે અંધારી રાતમાં તે ઘણા સમય સુધી પુસ્તક વાંચતો રહ્યો. તેણે ઘડિયાળ નહોતી પહેરી.તેને ઘડિયાળ પહેરવાનો શોખ નહોતો.તેને સમયની ખબર જ નહોતી. તે પોતાનો મોબાઈલ સ્વીચઓફ કરીને એક કબાટમાં મૂકી આવ્યો હતો.તેથી કોઈ તેનો સંપર્ક ના કરી શકે ખાસ કરીને આરોહી.
ધીમે ધીમે ઠંડી વધવા લાગી તેથી તેણે પોતાનું ઝેકેટ કાઢીને પહેરી લીધું અને તે સુઈ જવાની તૈયારી કરવા માંડ્યો.
તેની આંખ સવારે પાંચ વાગ્યે ઉઘડી જો કે તેને તો સમયની ખબર નહોતી અને તે રાખવા પણ નહોતો માંગતો.તેણે ઉઠીને ટ્રેનના તે ઘસાઈ ગયેલા વોશબેશ માં પોતાનું મોં ધોયું.તેણે ટ્રેનમાં જોયું તો તે બેઠો હતો તે ભાગ શિવાય બીજા ભાગમાં કેટલાક માણસો સુતા હતા.
તેને થયું કે શું આ બધા તેની જેમ જ પોતાનું ગમતું મૂકીને આવ્યા હશે?
તે ફરીથી પોતાની જગ્યા પર બેસી ગયો અને સૂરજ ઉગવાની રાહ જોવા લાગ્યો.
આરોહી અને કવન બંને માટે આજની સવાર કઇંક અલગ હતી.
આરોહી તેના બધાજ ખાસ મિત્રો ને છેલ્લી વાર મળવા માંગતી હતી.તેથી તેણે એક ફેરવેલ પાર્ટીનું અયોજન કર્યું હતું.જેમાં સૌ પ્રથમ ફોન તેણે કવનને કર્યો, પણ કવનનો ફોન સ્વીચઓફ આવતો હતો.તેણે વિચાર્યું કે કદાચ કવનના મોબાઇલની બેટરી ડાઉન હશે.તેણે બીજા બધાં જે પણ તેના નજીકના મિત્રો હતા તેમને સાંજે આમંત્રણ આપી દીધું અને વિશ્વાસ અને કાવ્યા ને પણ ફોન કર્યો.
ત્યારે વિશ્વાસે તેને કવન વિશે કાંઈ ના જણાવ્યું. આરોહી એ બપોરે સુધીમાં તેને 10 થી 20 વાર ફોન લગાડીને ટ્રાય કરી જોયું. કવન નો ફોન હજી સ્વિચ ઓફ જ આવતો હતો. તેથી તેણે સૌ પ્રથમ તો કવનના ઘરે જવાનું નક્કી કર્યું પણ તેને પેકીંગ નું કામ અને સાંજે પાર્ટી નું ઘણું બધુ કામ બાકી હોવાથી તે જઈ શકે તેમ શક્ય નહોતું. તેથી તેણે વિશ્વાસને ફોન કર્યો.
"હેલો વિશ્વાસ…"
"હા, આરોહી."
"આજે સવારથી કવનનો ફોન સ્વીચઓફ આવે છે.તો શું તું જાણે છે તે ક્યાં છે?, આજે આમતો તે આવા સમયે ઘરે જ હોય છે."
"હા, તે કાલ જ મુંબઇ ગયો છે થોડા દિવસો માટે ત્યાં કઈંક સેમિનાર છે. તેવું કહેતો હતો.કદાચ તે તેના કામમાં હશે અને તેના મોબાઇલની બેટરી લો હશે."
"ઓહહ..પણ તે તો મને કાલ જ મળ્યો હતો તેણે મને તે વિશે કંઈ જણાવ્યું નહોતું."
"હા, તે કદાચ ભૂલી ગયો હશે.મેં પણ તે વિષે હજી કાલ જ જાણ્યું."
"ઠીક છે તો મળીયે સાંજે."
આરોહી કવનનાં આ રીતે જવાથી થોડીક ગુસ્સે હતી પણ છેવટે કદાચ તેને જરૂરી કામ હશે એટલે જ તે ગયો હશે તેમ કહીને તેણે પોતાનો ગુસ્સો વાળી લીધો.
વિશ્વાસ ને આ ફોન આવશે તેની પુરે પુરી શંકા હતી અને તે તેવું જ બન્યું પણ જોકે તેણે બધું સાચવી લીધું હતું. તેણે હજી આરોહીને કવનની ગિફ્ટ વિશે નહોતું જણાવ્યું કારણકે તેણે વિચાર્યું કે તે સાંજે ફેરવેલ પાર્ટીમાં આરોહીને આપી દેશે. વિશ્વાસ ને તે પણ થયું કે કવન ફોન ઘરે મૂકીને ગયો હશે અને ફોન સ્વિચઓફ કરી દીધો હશે.
કવન અત્યારે એક ગામડામાં હતો જે તેણે પહેલા ક્યારેય નહોતું જોયું.તેણે ગુજરાતના ગામ જોયા હતા પણ રાજસ્થાનના નહીં.અહિયાં ના ગામમાં અને ગુજરાતના ગામ માં તેને ફરક લાગ્યો કારણકે અહિયાં નું તે ગામ જેની બજાર માં તે ફરી રહ્યો હતો તે ઘણી મોટી હતી.તેથી તેમ કહી શકાય કે તે એક નાનું શહેર હતું.તે સવારે તો ટ્રેન માં હતો અને તે તો જયપુર જવાનો હતો.તો પછી તે અહીંયા કેવી રીતે પહોંચી ગયો?
ક્રમશ
વાર્તા ને પ્રેમ આપવા બદલ આભાર આપને વાર્તા કેવી લાગી તે જરૂર થી જણાવશો તથા વાર્તા ને વધુ માં વધુ લોકો સુધી પહોંચાડશો.વાર્તા ને ઇન્સ્ટાગ્રામ,માતૃભારતી,વૉટ્સએપ વગેરેમાં શેર કરશો.