કસક - 45 Kuldeep Sompura દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

શ્રેણી
શેયર કરો

કસક - 45

કસક -૪૫

ત્રણ દિવસબાદ આરોહી અને તેની મમ્મી અમદાવાદ આવ્યા.તે પરોઢ ના સમયે આવ્યા હતા તેથી કોઈને તેમના આવ્યાની ખબર નહોતી.

કવન તે વાત થી હજી અજાણ હતો.બીજા દિવસે કવન તે નવલકથા ના એડિટર ને મળ્યો અને તેમણે પણ કવનને સલાહ આપી કે આ નવલકથાના બંને પાત્ર અંતમાં મળી ગયા હોત તો વાર્તા યોગ્ય બની જાત.

કવન વિચારતો હતો કે ઘણીવાર યોગ્ય બનવું એ કદાચ સંજોગો ને અનુકૂળ નથી હોતું એડિટર સાહેબ.

છતાંય કવને તેમને વાર્તા ને અધૂરી રાખવાના બીજા ઘણા કારણો જણાવ્યા જે યોગ્ય કયારેય નહોતા.

લોકો હમેશાં અયોગ્ય વાત માંની લે છે યોગ્ય લોકો ના કહેવા પર.આ વાત આમતો ખુબ નાની છે પણ ધ્યાન માં લેવા જેવી છે.તેવું જરૂરી નથી કે યોગ્ય લોકો હમેશાં યોગ્ય વાત જ કરતાં હોય.

કવન માટે પુસ્તકના પબ્લિશરે બપોર પછી એક નાનકડી પ્રેસ કોન્ફરન્સ રાખી હતી, જેમાં કવન તેના આ નવા પુસ્તક વિશે લોકોને જણાવવાનો હતો.

તે જ દિવસે સવારે આકાંક્ષા અચાનક જ તારિકા ના ઘરે પહોંચી ગઈ.તેની પાસે આજે ઘણા બધા સવાલો હતા જે તે માત્ર તારિકા ને પૂછવા માંગતી હતી.

આકાંક્ષા તારિકા ના ઘરે ગઈ ત્યારે તારિકા ઘરના સોફા પર બેઠી બેઠી ન્યૂઝ પેપર વાંચી રહી હતી.

તારુ તને કોઈ મળવા આવ્યું છે.તારિકા ના નાના ભાઈએ તારિકા ને ઘરની બહારથી બૂમ પાડી ને કહ્યું.

કોણ છે?”

ખબર નહીં કોઈ દીદી છે.

તારિકા બહાર ગઈ અને જોયું તો તે આકાંક્ષા હતી.તે આકાંક્ષા ને અહિયાં વડોદરા અને તે પણ આમ અચાનક જોઈને આશ્ચર્ય પામી ગઈ.તારિકા અને આકાંક્ષા અત્યાર સુધીમાં એકવાર જ મળ્યા હતા અને તારિકા પણ ભૂલી ગઈ હતી કે તેણે પોતાનું એડ્રેસ આકાંક્ષા ને કીધું હતું કે નહીં.જો કે તેણે કીધું હતું પણ તે અત્યાર સુધી આકાંક્ષા ને યાદ હતું તે નવાઈ ની વાત હતી.કદાચ તેવું પણ બની શકતું હતું કે કવને તેને એડ્રેસ કહ્યું હોય.

તારિકા તેના વિચારો માંથી એક સેકન્ડમાં બહાર આવી અને તેણે આકાંક્ષા ને અંદર ઘરમાં આવવા કહ્યું.

પણ આકાંક્ષા એ કહ્યું.

“શું આપણે ક્યાંક બહાર જવું છે?,મારે તારી સાથે એકલામાં વાત કરવી છે.”

“ઠીક છે,હું બે જ મિનિટમાં તૈયાર થઈને આવું છું. ત્યાં સુધી તું અંદર બેસ પાણી અને શરબત પી.”

“ઠીક છે.”

તારિકા અને આકાંક્ષા એક કેફે માં ગયા અને ત્યાં બેઠા.

તું શું લઇશ?” આકાંક્ષા એ તારિકા ને પૂછ્યું.

એક કોફી.

આકાંક્ષા બે કોફી મંગાવી.

તારિકા તું ઘણા સમયથી કવનની સારી મિત્ર છે.તું તેને સારી રીતે જાણે છે.તેથી મારે તને એક વાત પૂછવી હતી.હું આશા રાખું છું કે તું ખોટું નહીં માન.

તારિકા તેની વાત વિશે વિચારતી હતી અને તેણે તરતજ કહ્યું હા,જરૂર તું પૂછી શકે છે.

મે કવનનું નવું પુસ્તક આખું વાંચી લીધું છે,મને આમ તો ખાતરી છે કે તેણે આ નવલકથા પોતાની ઉપર લખી છે.પણ તોય હું તને પૂછવા માંગુ છું.શું તે વાત સાચી છે?,હું ગુસ્સે નથી કે તેણે મને કઈંજ કહ્યું નથી પણ હું જાણવા માંગુ છું કે હું તે વિશે ખોટું તો નથી વિચારી રહી ને.

તારિકા ચૂપ હતી.તે થોડીક વાર પછી બોલી.

તે આ વાત મને કેમ પૂછી?,કદાચ તારે આ વાત કવનને પૂછવી જોઈતી હતી.

હા,તારી વાત સાચી જ છે.મારે આ વાત કવનને પૂછવી જોઈએ હતી.કદાચ તને એમ હશે કે હું તારી જોડે થી વાત જાણી ને કવનને પૂછીસ કે તેણે આવું કેમ કર્યું અને પછી હું તેને મારો અપરાધી માનીશ.

તારિકા ચૂપ હતી અને આકાંક્ષા બોલવા જઈ રહી હતી.

જો મારે તેમ જ કરવું હોત તો મે તેને લગ્ન માટે હા જ ના કહી હોત.જો આ વાત સાચી હશે તો પણ હું તેને કઈંજ જણાવાની નથી કે આપણે આજે અહિયાં મળ્યા હતા.

તો પછી તું તે વાત જાણવા જ કેમ માંગે છે?” તારિકા એ આકાંક્ષા ને કહ્યું

હું તે છોકરી ને જઈને પૂછવા માંગુ છું કે તું આટલા દિવસ કવન સાથે રહીને પણ કેમ ના સમજી શકી કે કવન તને કેટલો પ્રેમ કરતો હતો.કવન તો છે જ શરમાળ તેને જો હજી તે છોકરી સામે મળે તો પણ તે તેને કદી નહિ કહે કે તે, તે છોકરીને કેટલો પ્રેમ કરે છે.

તારિકા હસવા લાગી અને તેણે કહ્યું

તારી વાત સાચી છે પણ હવે તેનું કઈંજ થઈ શકે તેમ નથી.કવન સાથે તારે જ લગ્ન કરવા પડશે.

કેમ?તે છોકરી સાચે જ ઓસ્ટ્રેલિયા છે.

ના, તે અમેરિકા છે.શું તેણે નવલકથા માં ઓસ્ટ્રેલીયા લખ્યું છે.

હા.

તે બંને હસવા લાગ્યા.

ક્રમશ

વાર્તા ને અનહદ પ્રેમ આપવા બદલ આભાર.... આ વાર્તા આપને કેવી લાગી તે જરૂર થી જણાવશો. તથા આપના વોટ્સએપ,માતૃભારતી,ફેસબુક,ઈન્સ્ટાગ્રામ વગેરે માં શેર કરશો. વાર્તા ના અમૂલ્ય પ્રતિભાવો જણાવશો મો નંબર ૭૬૭૭૩૫૨૫૦ આપનો આભાર...