બીજા દિવસે કવન લંચ ઉપર તે છોકરી ને મળવાનો હતો.તે છોકરી ને કવને જોઈ નહોતી અને કવન પણ તેવી આશા રાખતો હતો કે તેને પણ તે છોકરી નહીંજ ઓળખતી હોય.કવન એક સારી રેસ્ટોરન્ટમાં એકલો બેઠો હતો અને તે તેની ડાયરીમાં કઇંક લખી રહ્યો હતો.કદાચ તે તેની નવી નવલકથાની રૂપરેખા હતી.જેને લેખકો ની ભાષામાં વાર્તા નો પ્લોટ કહે છે.તે વારંવાર કઈંક ચેકચાક કરી રહ્યો હતો અને ફરી કઇંક લખી રહ્યો હતો.તેણે હમેશાંની જેમ સાદા કપડાં પહેર્યા હતા.દેખાવમાં પણ તે સિમ્પલ લાગતો હતો.
ત્યારે બાજુના ટેબલમાં બેઠેલા કેટલાક લોકો તેની સામે જોઈને કઈંક અસમંજસ માં હતા.તેમાંથી એક છોકરી ત્યાં આવી અને તેણે કવનનો ઓટોગ્રાફ માંગ્યો.કવને તેની સામે જોયું અને હસીને તેને ઓટોગ્રાફ આપ્યો.
ત્યારબાદ ઘણા લોકો તેનો ઓટોગ્રાફ લેવા આવ્યા.હવે તે રેસ્ટોનટ માં લગભગ બધાજ તેનો ઓટોગ્રાફ લઈ ચૂક્યા હતા.ત્યારબાદ એક છોકરી આવી અને તેણે પણ કવનનો ઓટોગ્રાફ માંગ્યો. કવન તેની ડાયરીમાં કઈંક લખવામાં વ્યસ્ત હતો. તેણે તે છોકરી ને જલ્દીથી ઓટોગ્રાફ આપ્યો. તે છોકરી તેની સામે બેસી ગઈ.જેનું કવનને ધ્યાન ગયું.
કવને તે છોકરી ની સામે જોઈને કહ્યું.
“શું આપને કાંઈ પૂછવું છે મેડમ?અથવા શું આપને બીજો ઓટોગ્રાફ જોઈએ છે?”
તે છોકરી હસવા લાગી. તે છોકરી ના વાળ થોડા ભૂરા હતા અને એકદમ સીધા હતા. જેમ કોઈ ઇંગ્લિશ ફિલ્મોની હિરોઈનના હોય છે. તેનું હાસ્ય નિર્દોષ હતું અને પ્રથમ નઝર ગમી જાય તેમ હતું.વાસ્તવિક જીવન હોય કે વાર્તા, દુનિયામાં દરેક છોકરી અને છોકરો સુંદર છે.બસ તેની સુંદરતા જોઈ શકે તેવા એક બીજા માણસની જરૂર હોય છે, જે ક્યારેક ને ક્યારેક અથવા ક્યાંક ને ક્યાંક તેને મળી જાય છે.
તે માત્ર હસી રહી હતી તે હજી કઈંજ બોલી ના હતી.પણ છતાંય કવન તેના બોલવાની રાહ જોતો હતો.કેમ જાણે તેને લાગતું હતું કે તે છોકરી ના બોલવાથી પોતાને વધુ સારું લાગશે.
તેણે કહ્યું
“આપ જે છોકરી ને અહિયાં જોવા માટે આવ્યા છો તે હું જ છું.”
‘ઓહહ, માફ કરશો.હું તમને ઓળખી ના શક્યો.”
“કોઈ વાંધો નહિ તે બહાને મને પણ આપનો ઓટોગ્રાફ મળી ગયો.”
કવન તે વાત પર હસવા લાગ્યો.
‘હું આપ ની જ રાહ જોઈ રહ્યો હતો.મને ખુબ ભૂખ લાગી છે. શું આપણે જમતા જમતા વાત કરી એ.”
તે છોકરીના મનમાં તે જ વિચાર ચાલી રહ્યો હતો. તેણે કહ્યું “હા, તે જ સારું રહેશે અને હા, મારુ નામ આકાંક્ષા છે.”
“અને મારુ કવન”
“અરે આપ ને કોણ નથી જાણતું લેખક સાહેબ.”
તેટલું બોલીને હસવા લાગી અને કવન પણ હસવા લાગ્યો.જ્યારે કોઈ છોકરો અને છોકરી વગર કોઈ કારણે અથવા નાના અમસ્તા કારણે સાથે હસે છે ત્યારે તે ખૂબ સુંદર લાગે છે.
કવને બંને નું પસંદીદાર ખાવાનું મંગાવ્યું.જે આમ તો એક જેવુ જ હતું.
બંને ની તે વાતો શરૂ થઈ જે લોકો એરેન્જ મેરેજની પહેલી મિટિંગ માં કરે છે.એરેન્જ મેરેજ ની પહેલી મિટિંગમાં પ્રશ્નો સરખા જ હોય છે.કદાચ દશેક વર્ષમાં પાંચેક પ્રશ્નો નવા આવે છે અને સૌથી મોટી વાત એરેન્જ મેરેજની પહેલી મિટિંગમાં કોર્ષ બહારનો પ્રશ્ન એક પણ નથી હોતો પણ બીજી મિટિંગમાં ઘણા બધા પ્રશ્નો કોર્ષ બહારના જ હોય છે.આકાંક્ષા સાથે વાતો કરતાં કવનને લાગ્યું કે તે છોકરીના ઘણા વિચારો પોતાના વિચારો ને મળતા હતા.તે ભણવામાં હોશિયાર હતી. તે મનોવિજ્ઞાનનું ભણી રહી હતી અને બે એક વર્ષ પછી તે પણ મનોવિજ્ઞાન ની ડૉક્ટર બનવાની હતી. તે છોકરી ને જોતાં કવનને લાગ્યું કે આ એકદમ સીધું વિચારવા વાળી છોકરી છે.
જ્યારે તે બંને ને અલગ થવાનો સમય થયો.ત્યારે કવને આકાંક્ષા સામે જોયું અને તેને કઇંક વધુ કહેવાની અનુમતિ માંગી,જે આકાંક્ષા એ ખુશી ખુશી દઈ દીધી.
“હું આપને જતાં પહેલા જે કહેવા માંગુ છું,મને આશા છે કે તે વાત તમે સમજશો.હું કાલ સુધી લગ્ન માટે હજી તૈયાર નહતો.પણ મને લાગ્યું કે આ ઉંમર યોગ્ય છે લગ્ન કરવા માટે.મને નથી ખબર કે તમે ઘરે જઈને મારી વિશે શું કહેશો.સારું કહેશો કે ખરાબ કહેશો.જો તમે રાજી હોય તો હું પણ તૈયાર છું.મને આપને મળીને સારું લાગ્યું.હું જાણું છું કે એક મુલાકાત માં આપણે એકબીજા ને જાણી ના શકીએ. જો તમે ઘરે હા પાડશો તો મને ખબર છે કે તમે મને મળવા માંગશો.હું તમારાથી કાંઈ છુપાવા નથી માંગતો. હું હજી એક વર્ષ સુધી લગ્નની કોઈ ઈચ્છા નથી રાખતો.હું પહેલા મારી નવલકથા ને પૂરી કરવા માંગુ છું.ત્યારબાદ હું લગ્ન કરીશ.મને આશા છે કે તમે મારી વાત સમજશો.”
આકાંક્ષા કવન સામે જોઈને નિર્દોષ રીતે હસી રહી હતી.તે પણ કઇંક કહેવા માંગતી હતી.
“તમારા ઘરના સભ્યો એ લગ્ન માટે જેવી રીતે તમને તૈયાર કર્યા છે તેવી જ રીતે મારા ઘરના સભ્યો એ મને તૈયાર કરી છે.મને પણ તમને મળી ને સારું લાગ્યું.મે આજ સુધી માત્ર તમારા પુસ્તકજ વાંચ્યા હતા.જેટલું જાણવું જરૂરી મારા ઘરના સભ્યો માટે છે કે મને આપ કેવા લાગ્યા?,તેટલું જ તમારે પણ જાણવું જરૂરી છે. જવાબ હું આપને પહેલા જ દઈ ચૂકી છે.મને કોઈ સંકોચ નથી કે તમે એક વર્ષ લગ્ન માટે કેમ લઈ રહ્યા છો? મને કોઈ ઉતાવળ પણ નથી હું રાહ જોવા તૈયાર છું.તમે નવલકથા પૂરી કરો ત્યાં સુધી હું આપની રાહ જોઈશ.પણ મને લાગે છે કે બંને ના ઘરના સભ્યો આ વાત ને નહિ માને. તો હું ઈચ્છું છું કે આપણે સગાઈ કરી લઈએ.તે સારું રહેશે.આપણને એકબીજા ને જાણવાનો સમય મળી રહેશે.”
કવન તે વાતથી ખુશ હતો કે આકાંક્ષા તેની પૂરી વાત સાંભળી અને સમજી શકી.
“હા, આપની વાત ઠીક જ છે. આપણે સગાઈ કરી લેવી જોઈએ.”
કવન અને આકાંક્ષા જ્યારે તે રેસ્ટોરન્ટ માંથી છૂટા પડ્યા ત્યારે બંને વિચારતા હતા કે બધુ કેટલું જલ્દી જલ્દી બની ગયું. કેટલાક વર્ષોથી ચાલતી આવી દુનિયા કેટલી જલ્દી બદલાઈ જાય છે.એકાદ કલાકની મિટિંગમાં આપણે પૂરી જિંદગી કોની સાથે વિતાવવાના છીએ તે નક્કી કરી લઈએ છીએ.
ક્રમશ
વાર્તા ને અનહદ પ્રેમ આપવા બદલ આભાર....
આ વાર્તા આપને કેવી લાગી તે જરૂર થી જણાવશો. તથા આપના વોટ્સએપ,માતૃભારતી,ફેસબુક,ઈન્સ્ટાગ્રામ વગેરે માં શેર કરશો.
વાર્તા ના અમૂલ્ય પ્રતિભાવો જણાવશો
મો નંબર ૭૬૭૭૩૫૨૫૦
આપનો આભાર...