Kasak - 8 books and stories free download online pdf in Gujarati

કસક - 8

કાર આજે ક્લાથ જઈને ઉભી રહી.સુહાસ અંકલે બધાને ખુશ કરવા માટે એક સરપ્રાઈઝ આપવાનું વિચાર્યું હતું.તે લોકો આજે હોટેલમાં નહોતા રહેવાના આજે તેઓ કેમ્પઈંગ કરવાના હતા.

આરતી બહેને સુહાસ અંકલને કહ્યું."આ તમે ક્યારે વિચાર્યું,કોઈને કહ્યું પણ નહીં?"


"હા, હું બધાને સરપ્રાઈઝ આપવા માંગતો હતો.આજે આપણે અહીંયા કેમ્પ માં રહેવાનું છે."

ખુશાલભાઈ એ કહ્યું "પણ શું તમને આ જગ્યા વિશે ખબર હતી?"

"નહીતો મેં ગૂગલ પર સર્ચ કર્યું અને આમ પણ આપણે ટ્રેકીંગ નથી કર્યું તો પછી કેમ્પઇંગ જ ખરું."


વિશ્વાસ બોલ્યો "ખરેખર સારો વિચાર છે તમારો સુહાસ અંકલ"

તો ચાલો તમે બધા પોતપોતાના ટેન્ટ માં જઈને આરામ કરો.બધાજ સાંજે જમવા વખતે મળીએ. તથા બધાને એક ખાસ વાત કહેવાની.મેં અહિયાંના મેનેજર ને કહ્યું છે કે કેમ્પફાયર માટેની વ્યવસ્થા કરી દે.આપણે બધા રાત્રે ત્યાં બેસીશું. અમે ચિત્રો દોરીશું અને તમે બધા કઈંક રમત રમજો મજા આવશે.


તે આઈડિયા ખૂબ સુંદર હતો. બધા ખૂશ થયા અને સૌથી વધારે કવન ખુશ થયો કારણકે તેણે વિચારી રાખ્યું હતું કે તે પણ એક વાર આરોહીની સાથે કેમ્પફાયર માં બેસે અને બસ તેને જોઈ રહે. બેસવું તો શક્ય હતું પણ બસ તેને જોઈ રહેવું થોડું વધી જાય તેમ હતું.


રાત્રે બધાએ ત્યાંનું ટ્રેડિશનલ ભોજન માણ્યું અને ત્યારબાદ સુહાસ અંકલે કીધું હતું તેમ એક સુંદર કેમ્પફાયર નું આયોજન નજીકમાં કરવામાં આવ્યું હતું.બધાજ ત્યાં આવી ને બેઠા.


કવન અને આરોહી સામસામે બેઠા હતા.જ્યાં વિશ્વાસ અને કાવ્યા પણ સામસામે બેઠા હતા.ઠંડી ખૂબ હતી.બધાએ જાકીટ પહેરેલું હતું.

આરોહી પણ ગુલાબી જાકીટ પહેરીને બેઠી હતી.

કાવ્યા એ બ્લેક જાકીટ પહેર્યું હતું અને તેના વાળ ખુલ્લા હતા.તે બરોબર વિશ્વાસની સામે તેના પિતાની પાસે બેઠી હતી.આજે તે બ્લેક જાકીટ અને ખુલ્લા વાળમાં ખૂબ સુંદર લાગી રહી હતી.


ખુશાલભાઈ, સુહાસ અંકલ, નીરવભાઈ અને વિશ્વાસ ચિત્રો દોરી રહ્યા હતા.બીજી તરફ આરતીબહેન અને સુલોચના બહેન ત્યાં બેસીને વાતો કરી રહ્યા હતા.કવન તેની બુક વાંચી રહ્યો હતો.તે પણ મોબાઈલમાં જેથી બધાને હતું કે તે મોબાઈલ માં કોઈની સાથે મેસેજમાં વાતો કરી રહ્યો છે અથવા ગેમ રમી રહ્યો છે. મિહિર સાચેજ ગેમ રમી રહ્યો હતો અને કાવ્યા તેના પપ્પાને ચિત્ર દોરતા જોઈ રહી હતી.કાવ્યા ને ચિત્રો ખુબ ગમતા હતા પણ તે દોરતી નહોતી. આરોહી પણ બુક વાંચી રહી હતી પણ તેની પાસે હાર્ડકોપીમાં બુક ઉપલબ્ધ હતી.થોડીક વાર બાદ આરતીબહેન અને સુલોચના બહેનની વાતો પતી જતા બાકી રહેલા લોકો ને અંતાક્ષરી રમવા કહ્યું.અંતાક્ષરી એક જૂની રમત છે.આજે કદાચ તે કોઈ રમતું નહિ હોય પણ એક જમાનો હતો જ્યારે મારા જેવા નવ કે દશ વર્ષ ના બાળકો અંતાક્ષરી રમીને પોતાનો ટાઈમપાસ કરતા. તેમાંય ઘણા બધા જુના ગીતો તો કોમન રહેતા. જેમકે પહેલું ગીત મ ઉપરથી શરૂ થતું અને તે "મૈયા યશોદા યે તેરા કનૈયા" જ રહેતું.જે લગભગ અમારી ઉંમર ના દરેક જણે જોયેલી ફિલ્મ "હમ સાથ સાથ હૈ" નું છે.

જેને ખબર ના હોય તેને કહી દઉં આ ફિલ્મ લેડીઝની ફેવરિટ ફિલ્મમાની એક છે.અમારી વખતની મમ્મીઓ ને જો કોઈ એમ કહેશે કે તમારું ફેવરિટ ફિલ્મ કયું?,તો તે આ એક ફિલ્મનું નામ દેશે અથવા "હમ આપ કે હે કોન","વિવાહ" જેવી સૂરજ બરજાત્યાની કોઈ એક ફિલ્મો માંથી હશે અથવા ૧૯૯૦ ની કોઈક ફિલ્મ હશે. જો કે આ બધી ફિલ્મો મને પણ ગમતી હતી એક સમય સુધી પણ પછી હું મોટો થઈ ગયો અને ભારતીય સિનેમા પણ મોટું થઈ ગયું.આજે તે નક્કી કરવું મુશ્કેલ છે કે કયું ફિલ્મ મને ગમે છે.આવી બીજી રમત હતી જેમાં ફિલ્મો ના નામ પરથી અંતાક્ષરી રમાતી હતી.


જે લોકો ચિત્રો નહોતા દોરી રહ્યા તે અંતાક્ષરી રમી રહ્યા હતા.કેટલાક લોકો તો વર્ષો બાદ આજે અંતાક્ષરી રમ્યા હશે.જેમ કે કવન કવનને ગીતો સાંભળવા બહુ ગમતા હતા એટલે તેને તે બાબતે વાંધો ન આવ્યો જો કે બધા ટીમમાં અંતાક્ષરી રમી રહ્યા હતા. આરોહી અને કવન બંને અલગ અલગ ટીમ માં હતા.આરોહી ને પણ આમ ગીતો સાંભળવા ખૂબ ગમતા હતા એટલે બંને ટીમો વચ્ચે રમત કાંટા ની ટક્કર જેવી થઈ હતી હતી.પણ જો કે આવી રમતમાં હારજીત નું કોઈ મહત્વ નથી હોતું.તે સહુ જાણે છે.ખાસા સમય પછી અંતાક્ષરી રમી ને બધાને ખૂબ મજા આવી અને આરોહી પણ આશ્ચર્ય માં પડી ગઈ કે કવનને આટલા બધા સારા ગીત આવડે છે.

દરેક માણસોમાં ઘણી કળાઓ છુપાયેલી હોય છે.તે ત્યાં સુધી બહાર નથી આવતી જ્યાં સુધી તે કળા દર્શાવાનો સંજોગ પેદા ના થાય.

આ બાજુ બધાના ચિત્રોમાં મોટા ભાગનું કામ પતી ગયું હતું.પણ કોઈએ એકબીજાના ચિત્રો જોયા નહોતા.જ્યારે કવન વિશ્વાસની પાસે ગયો ત્યારે તેણે હસી ને વિશ્વાસની સામે જોયું.

વિશ્વાસે હસી ને પૂછ્યું "કેવું લાગ્યું?"

કવને કટાક્ષ માં કીધું કે "તેને જ પૂછીલે જેનું બનાવ્યું છે."


વિશ્વાસે તે સળગી રહેલા લાકડા પાછળ બેઠેલી કાવ્યાનું સુંદર ચિત્ર બનાવ્યું હતું.તે અદભુત હતું.

કવન અને વિશ્વાસ શિવાય તેની પાછળ રહેલા ઉંચા ઉંચા વૃક્ષો એ આ ચિત્ર જોયું હતું.તથા મંદ મંદ વહી રહેલા લહેરાતા પવને સાથે અજાણે આવતી રાતરાણીની ખુશ્બૂ એ તે સુંદર ચિત્ર ને માણ્યું હતું.પણ હજી જેના માટે આ ચિત્ર બનાવ્યું હતું તેને તો આ વાતની ખબર જ નહોતી.


બધા પોતાના ચિત્રમાં છેલ્લે બાકી રહેલું કામ કરી રહ્યા હતા.જે ચિત્ર પત્યા બાદ કરવામાં આવે છે.કવન તેની જગ્યા પર ચાલ્યો ગયો.તે થોડીક વાર માટે વિશ્વાસની વાતો નો ભાગ નહોતો બનવા માંગતો.આરતીબહેન અને સુલોચના બહેન ફરીથી પોતાની વાતોમાં ખોવાઈ ગયા.કાવ્યા ના પિતાનું ચિત્ર હવે પતવા જ આવ્યું હતું.તેટલા માં કાવ્યા તેની જગ્યાએ થી ઉભી થઈ. વિશ્વાસ તેને જોઈ રહ્યો હતો.જ્યાં સુધી તેને ખબર હતી ત્યાં સુધી તે વિશ્વાસનું ચિત્ર જોવા આવી રહી હતી.તેના શ્વાસ વધુ ઝડપી થયા.માન્યું હતુ કે તેમાં છુપાવા જેવું કંઈજ નહોતું પણ છતાંય તે,તે વાત થી ડરતો હતો કે કદાચ તેને આ ચિત્ર નહીં ગમે તો.જોવા જઈએ તો તે ચિત્રમાં ના ગમવા જેવું કંઈજ નહોતું પણ છતાંય તે થોડુંક વધારે જ વિચારતો હતો.

કાવ્યા વિશ્વાસની પાસે આવીને ઉભી રહી.વિશ્વાસ અજાણની જેમ ચિત્રમાં કઈંક ઉમેરતો હોય તેમ તેને ખાલી પીંછી વળે આમથી તેમ કરી રહ્યો હતો.


કાવ્યા તે ચિત્ર જોયા બાદ બે થી સાત સેકન્ડ સુધી મૌન રહી અને ત્યારબાદ તેણે જોરથી બધાને બૂમ પાડી જાણે તે બધાને કઈંક અદભૂત દેખાડવા માંગતી હતી.વિશ્વાસના શ્વાસ કઈંક વધુ તેજ થયા. કાવ્યાએ હજી વિશ્વાસને કંઈ પણ પ્રતિભાવ નહોતો આપ્યો.તે પણ આશ્ચર્ય માં હતી.જ્યારે તેના કહેવાથી સૌ લોકો ટોળું વળીને તેનું ચિત્ર જોવા માટે આવ્યા ત્યારે પહેલો શબ્દ ખુશાલભાઈ ના મોં માંથી નીકળ્યો.

"અદભૂત..."

"હા પપ્પા,કેટલું સુંદર ચિત્ર છે."

સુહાસ અંકલ અને નીરવભાઈ પણ તે સુંદર ચિત્રોની અંદરો અંદર ખુબજ તારીફ કરી રહ્યા હતા.તથા આરતીબહેન અને સુલોચના બહેન પણ તે ચિત્રની તારીફ કરી રહ્યા હતા."


કાવ્યા એ તો થોડીક જ વારમાં વિશ્વાસ ઉપર અઢળક પ્રશંસાના ફૂલો વરસાવી ચુકી હતી.ઉપરાંત હજી પણ ચાલુ જ હતા.ખુશાલભાઈ ઉપરાંત સહુએ તે ચિત્રની ખૂબ પ્રશંસા કરી.

કાવ્યા એ વિશ્વાસ ને કહ્યું.

"શું તું મને આ ચિત્ર ભેટ આપીશ?"

વિશ્વાસ મનમાં કઈંક અલગજ ઉત્સાહમાં હતો. તેણે કહ્યું કે કેમ નહીં. જરૂરથી આપીશ.હું ઘરે પહોંચતાની સાથે તને ત્રણ ચાર દિવસમાં આ ચિત્ર મોકલાવી દઈશ.

કાવ્યા ખુશ હતી. વિશ્વાસ મનોમન વિચારતો હતો કે આ ચિત્ર ની કોપી બનાવી એક હંમેશા તેની પાસે રાખશે. તેથી જ તેણે ત્રણ ચાર દીવસ નો સમય લઈ લીધો હતો.છેલ્લે બધાએ બધાના ચિત્રો જોયા,બધા ચિત્રો સુંદર હતા.પણ બધાના કહેવા પ્રમાણે વિશ્વાસ નું ચિત્ર ખૂબ સુંદર હતું.તેણે એક સુંદર લાઈવ ચિત્ર નું ઉદાહરણ આપ્યું હતું.


આજનો દિવસ પૂરો થયો. આજનો દિવસ વિશ્વાસ માટે જ હતો.તેવું વિશ્વાસે પણ મનોમન માની લીધું.કેટલાક દિવસો ખરેખર કેટલાક માણસો ના નામે હોય છે.કહેવાનો મતલબ કે દિવસ તમારો હોય તો તે દિવસે તમે ભૂલથી પણ કોઈ ભૂલ નથી કરી શકતા પણ જે દિવસ આપણો ના હોય ત્યારે ભૂલથી પણ અને જાણીજોઈને કે સો વાર વિચારીને પણ ભૂલ થાય છે.તેથી કેટલીકવાર વ્યકિત નો દોષ ક્યારેય નથી હોતો પણ તે દિવસ જ કદાચ તેનો નથી હોતો.


કાવ્યા ને આજે વિશ્વાસ માટે કઈંક લાગણીનો અનુભવ થયો હતો.તે અનુભવ જે ક્યારેકને ક્યારેક બધાને થાય છે.કોઈને વહેલા થાય છે તો કોઈને બહુ મોડા થાય છે પણ થાય છે જરૂર.

ક્રમશ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED