Kasak - 29 books and stories free download online pdf in Gujarati

કસક - 29

બપોર થઈ ગઈ હતી અને બંને ને ભૂખ પણ ખૂબ લાગી હતી.બંને એક રેસ્ટોરામાં જમવા ગયા જે અહિયાંની ખૂબ સારી રેસ્ટોરાં માની એક હતી.તારીકા એજ કવનને ત્યાં જવા સૂચવ્યું હતું.


કવને તારીકા ને પ્રશ્ન પૂછ્યો.

"તમે શું કરો છો?,એટલે સ્ટડી કે જોબ કે બીજું કંઈ?"

"ઓહહ..હું અત્યાર સુધી ભણતી હતી ફાર્મસીમાં જે મેં બીજા વર્ષ માં મૂકી દીધું છે. મારે એક રેડિયો જોકી બનવું છે.તેથી મારે હવે તેની માટે ટ્રેનિંગ લેવાની છે અને સાથે સાથે એક જનરલીઝમ નો કોર્ષ શરૂ કરવા માગું છું."

"ખૂબ સરસ.. કહેવાય.."

કવને પ્રતિક્રિયા આપી

"તમે શું કરો છો?"

"હું એક ડોકટર છું મારે ભણવાનું પૂરું થયાને એક વર્ષ થયું, હવે હું કદાચ આગળ ભણવાનું વિચારું છું."

કવન તેના જવાબથી પૂર્ણ સંતુષ્ટ નહોતો કારણકે તે નિશ્ચિત નહોતો કે તે આગળ ભણવા માંગે છે કે નહીં.

થોડી વાર બંને ચૂપ રહ્યા,પણ તારિકા થી બહુ ચૂપ રહેવાયું નહીં.

થોડી વાર બાદ તારિકા એ કહ્યું કે

"મને નથી લાગતું કે હવે આપણે એકબીજા ને તમે કહીને બોલાવાની જરૂર છે.કારણકે આટલા બધા દિવસ તમે કહીને બોલવું અને સાંભળવું મને નહિ ફાવે."

તેટલું કહીને તે હસવા લાગી

અને કવને પણ તેની પ્રતિક્રિયા હસી ને આપી.

"તો ઠીક છે આપણે એકબીજાને નામથી જ બોલાવીશું અને તમે ની જગ્યાએ તું જ કહેશું."કવને કહ્યું.

થોડીવાર બાદ બંને શાંત હતા ત્યારે અચાનક તારીકા એ પ્રશ્ન કર્યો.

"તે પહેલા એમ કહ્યું હતું કે હું અહીંયા ભૂલથી આવ્યો છું.પછી તે એમ કહ્યું કે હું અહીંયા ફરવા આવ્યો છું.મને લાગે છે કે તું જરૂર કંઈક છુપાવતો હતો."

કવને તારીકા સામે જોઈ અને એજ પ્રતિક્રિયા આપી જે પેલા ટ્રક ડ્રાઇવર ને આપી હતી.

"બહુ લાંબી વાર્તા છે."

તારીકા એ હસીને ક્ષણ માં જવાબ આપ્યો.

"મને વાર્તા ખૂબ પસંદ છે અને મારી પાસે સમય જ સમય છે."

કવન પણ તેનો જવાબ સાંભળીને હસવા માંડ્યો.

"તારે ખરેખર પત્રકાર જ બનવું જોઈએ."

બંને જમીને બહાર ગયા.બહાર થોડી ઘણી ગરમી હતી તેથી તારીકા એ કવનને તેના રૂમ પર આવવા કહ્યું.

બંને તારીકા ના રૂમ પર બેઠા હતા.તારીકા એ કવનને સવાલો પૂછી પૂછીને હેરાન કરી દીધો અને કવનને તેની આખી વાર્તા ફરીથી સંભળાવી પડી.

"હવે એક પ્રશ્ન નહિ તારીકા બહુ થયું હવે, શું તું અહીંયા જ તારો જનરલીઝમ નો કોર્ષ પૂરો કરીશ?"

"ના ના બસ સોરી, હવે મારો એક છેલ્લો પ્રશ્ન તો સાંભળી લે"

તારીકા વિનંતી કરતી હોય તેમ તેણે કવનને કહ્યું.

"બોલ..શું છે તે પ્રશ્ન?"

"તો તું હવે ઘરે ક્યારે જઈશ?"

"હું ૧૦ એક દિવસમાં ઘરે જતો રહીશ ત્યાં સુધીમાં આરોહી પણ અમેરિકા પહોંચી ગઈ હશે."

"ઠીક છે,ત્યાં સુધીમાં તો બનારસ બે વાર ફરી શકીએ આપણે."

બંને હસવા લાગ્યા.ત્યારબાદ બંને ચૂપ ચાપ એકબીજાની સામે બેસી રહ્યા.તારીકા તેની સાથે લાવેલ એક મેગેઝીન વાંચવા લાગી અને કવન તે હોટેલની બારી પાસે રહેલ ખુરશીમાં બેસીને બારીની બહાર જોતો હતો. થોડીક વારમાં તારીકા ને તે મેગેઝીન વાંચતા વાંચતા ઘેન ચડ્યું અને તે સુઈ ગઈ અને બીજી બાજુ કવન સવારે બહુ વહેલો ઉઠ્યો હોવાથી થાકના લીધે સુઈ ગયો.


સાંજ પડી ગઈ હતી કવનની આંખ ઉઘડે તે પહેલાં તારીકા જાગી ગઈ હતી.કવન તે ટેબલ પર માથું રાખી ને હજી સુઈ રહ્યો હતો.તારીકા એ મોં ધોયું અને પોતાના વાળ સરખા કરી ફરી થી ઓળી દીધા.પછી કવનને ઊંઘ માંથી ઉઠાડવા માટે તેણે પોતાના હાથથી પાણીના થોડાક છાંટા કવન પર નાખ્યા,કવન ઉઠી ગયો.

તારીકા એ કહ્યું "શું અહીંયા જ સુઈ રહેવું છે કે ગંગા નદી પર આરતીના દર્શન કરવા પણ જવું છે?"

કવન અને તારીકા બંને તૈયાર થઈને દશાશ્વરમેઘ ઘાટ પહોંચ્યા.

જ્યાં આરતી શરૂ થવાની તૈયારી હતી.બહુ માણસોની ભીડ હતી.

તારીકા અને કવન બંને હાથજોડી ને ઉભા હતા.આરતી ચાલુ થઈ ગંગા નદીના ઘાટની સૌથી નજીક ઉભેલા કેટલાક પંડિતોએ શંખ વગાળી ને શુભ કાર્યની શરૂઆત કરી. તે શંખનાદ ની સાથે જ વાતાવરણ પવિત્ર થઈ ગયું.આરતી શરૂ થઈ.ઘાટની નજીક દીવા ઝગમગવા લાગ્યા.તેનો પ્રકાશ ઘાટની સૌથી પાછળ ઉભેલા વ્યકિત સુધી રેલાતો હતો.ત્યાં નીચે બેઠેલા વૃદ્ધથી લઈને પોતાના પિતાના ખભા પર બેઠેલા બાળક સુધી દરેક લોકો ત્યાં હાજર હતા.કેટલાક લોકો પોતાના મોબાઈલ અને કેમેરાથી આરતીનું વાતાવરણ અને તેના દ્રશ્યો પોતાની સાથે લઈ જવા માટે તેનો વિડીયો બનાવતા હતા અને ફોટોસ પાડતા હતા.


કાશીમાં રહેતાં લોકોને રોજ તહેવાર જેવુ લાગતું હશે. આ ગંગા આરતીનું દ્રશ્ય જે કવને ઘણીવાર ન્યૂઝપેપરમાં જોયું હતું આજે તે દ્રશ્ય નો તે પોતે એક ભાગ બની ગયો હતો. ગંગા નદી ને કાંઠે ગંગા નદીની આરતીનો લાભ લેવો તે કવન અને તારીકા માટે એક ખૂબ સુંદર વાત હતી.જેણે માત્ર ગંગા નદીની પવિત્રતા વિશે સાંભળ્યું હોય તેને ખરેખર એક વાર ગંગા નદીની આરતી નો લાભ લેવો જોઈએ જેથી જાણી શકાય અને અનુભવ કરી શકાય કે ગંગા નદી ને શા માટે પવિત્ર નદી માનવા માં આવે છે.


આરતી પુરી થયા બાદ કવન અને તારીકા કઈંક ખાવા માટે એક દુકાનમાં ગયા.તે દુકાન કવનને તારીકાએ બતાવી અને કહ્યું કે અહિયાંની ટમાટર ચાટ ઘણી વખણાય છે.

તારીકા અને કવને તે ચાટ ખાધી.તે અત્યંત ટેસ્ટી હતી.તારીકાએ તો તે ચાટ પહેલા પણ ખાધી હતી પણ કવન માટે તો આ ચાટની વાનગી નવી જ હતી. તેને આ ટમાટર ચાટ ખૂબ પસંદ આવી.તેને તે ચાટ પીરસવાની રીત પણ પસંદ આવી.તે પહેલી ચાટ હતી જે તે માટીની બનેલી કુલલ્ડમાં ખાઈ રહ્યો હતો.તેને ચાટ તેટલી પસંદ આવી કે તેણે ત્રણ વાર લઈને ખાધી.

ચાટ ખાધા પછી બંને ને કંઈ પણ વધુ ખાવાની ઈચ્છા નહોતી તેમણે એક એક ગ્લાસ ઠંડાઈ પીધી અને પોતાની હોટલ તરફ જવા લાગ્યા.કવને તારીકાની રૂમની બાજુ નો રૂમ લઈ લીધો હતો.

રૂમમાં જતી વખતે તારીકાએ કવનને કહ્યું

"સવારે પાંચ વાગ્યે કાલ તૈયાર રહેજે.આપણે સુબહ એ બનારસ માં કાલ આત્મજ્ઞાન ની પ્રાપ્તિ કરીશું."

પછી બંને હસવા મંડ્યા.


ક્રમશ

વાંચતા રહો કસક...


વાર્તા ને પ્રેમ આપવા બદલ આભાર.જો આપને વાર્તા ગમી હોય તો વોટસએપ,ઇન્સ્ટાગ્રામ,ફેસબુક કે અન્ય જગ્યાએ શેર કરશો.


આપનો ખૂબ ખૂબ આભાર.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED