કનેક્શન-રૂહ સે રૂહ તક

(557)
  • 136.7k
  • 47
  • 66.6k

ઘણી વખત એવું થતું હોય છે, કે કોઈ વ્યક્તિને જોયાં પછી આપણે એનાં વિશે વિચારતાં થઈ જતાં હોઈએ છીએ. એને સમજવાના પ્રયત્નો કરવાં લાગીએ છીએ. એમાં કંઈક તો ખાસ છે, એવું અનુભવવા લાગીએ છીએ. હવે આ બધું કેમ થાય છે? એ આપણે નથી જાણતાં. એને આકર્ષણ કહેવું કે પ્રેમ? એ સમજમાં નથી આવતું. પરંતુ, એવાં બધાં લોકો માત્ર બીજાનાં જીવનમાં અમુક બદલાવો લાવવાં માટે જ આવતાં હોય છે. એમનો સાથ જીવનભર રહેશે જ, એવું કહેવું થોડું અઘરું છે. આ કહાની કંઈક એવાં જ બે વ્યક્તિઓની છે. જેનું એક ખાસ સફર છે. જેમાં બંનેનાં જીવનનાં અમુક મહત્વનાં સત્યો એ બંનેની સામે આવે છે. આ કહાનીની નાયિકા અને નાયક બંને કદાચ એટલે જ એકબીજાને મળે છે. જેનાં લીધે એ એકબીજાને એકબીજાનાં જીવનનાં સત્યો જણાવી શકે. આવાં પાત્રોને આપણે સોલમેટ કનેક્શન કહી શકીએ. મતલબ કે, આત્માનાં સાથી! જે માત્ર એકબીજાની મદદ માટે જ એકબીજાનાં જીવનનાં આવતાં હોય છે. તો આવો જોઈએ આપણી કહાનીના નાયક અને નાયિકા જીવનભર એક સાથે રહી શકે છે, કે પછી એકબીજાની મદદ કર્યા બાદ, એકબીજાનાં જીવનનાં સત્યો જાણ્યાં બાદ એકબીજાથી અલગ થઈ જાય છે? ખરેખર કહું તો હું આ કહાની લખવા માટે બહું ઉત્સુક છું. કોઈનું અચાનક જીવનમાં આવવું, અને આપણાં જીવનને સંપૂર્ણપણે બદલી નાખવું. આવું બધું લખવું, વાંચવું, જોવું અને ખાસ કરીને અનુભવવું મને પણ ખૂબ પસંદ છે. આ કહાની સંપૂર્ણપણે કાલ્પનિક છે. આથી કહાનીના પાત્રો, ઘટનાં કે સ્થળને કોઈપણ વ્યક્તિએ કોઈ પણ અન્ય વ્યક્તિના જીવન સાથે સરખાવવાની કોશિશ નાં કરવી. તો શરૂ કરીએ પ્રસ્તાવના મુજબની એક નવી જ કહાની, કનેક્શન-રૂહ સે રૂહ તક!

Full Novel

1

કનેક્શન-રૂહ સે રૂહ તક - 1

પ્રસ્તાવના ઘણી વખત એવું થતું હોય છે, કે કોઈ વ્યક્તિને જોયાં પછી આપણે એનાં વિશે વિચારતાં થઈ જતાં હોઈએ એને સમજવાના પ્રયત્નો કરવાં લાગીએ છીએ. એમાં કંઈક તો ખાસ છે, એવું અનુભવવા લાગીએ છીએ. હવે આ બધું કેમ થાય છે? એ આપણે નથી જાણતાં. એને આકર્ષણ કહેવું કે પ્રેમ? એ સમજમાં નથી આવતું. પરંતુ, એવાં બધાં લોકો માત્ર બીજાનાં જીવનમાં અમુક બદલાવો લાવવાં માટે જ આવતાં હોય છે. એમનો સાથ જીવનભર રહેશે જ, એવું કહેવું થોડું અઘરું છે. આ કહાની કંઈક એવાં જ બે વ્યક્તિઓની છે. જેનું એક ખાસ સફર છે. જેમાં બંનેનાં જીવનનાં અમુક મહત્વનાં સત્યો એ બંનેની ...વધુ વાંચો

2

કનેક્શન-રૂહ સે રૂહ તક - 2

૨.સપનાની લડાઈ અમદાવાદનાં પોશ વિસ્તારમાં આવેલાં સમર્પણ બંગલોમાં એક કર્ણપ્રિય આરતી ગુંજી રહી હતી, "જય શિવ ઓંકારા, ભજ જય ઓંકારા, બ્રહ્મા વિષ્ણુ સદાશિવઅર્ધાંગી ધારા, ૐ હર હર હર મહાદેવ" આ અવાજ આ બંગલાની અંદર રહેતાં માધવીબેનનો હતો. સમર્પણ બંગલોની રોજની સવાર એમનાં સુમધુર કંઠે ગવાયેલી મહાદેવની આરતીથી જ પડતી. "અરે બાપ રે, આજે પણ મોડું થઈ ગયું." માધવીબેનનો અવાજ કાને પડતાં જ નિખિલ પોતાની રજાઈ હટાવીને ઉભો થયો. એ તરત જ વૉર્ડરોબમાંથી કપડાં કાઢીને બાથરૂમ તરફ ભાગ્યો. ન્હાયા પછી પોતાનાં કાળાં વાળને જેલથી સેટ કરીને એ પોતાની ભૂરી આંખોમાં થોડાં ડર સાથે ફટાફટ સીડીઓ ઉતરતો નીચે આવ્યો. એ તરત ...વધુ વાંચો

3

કનેક્શન-રૂહ સે રૂહ તક - 3

૩.રહસ્ય પહેલીવાર વિશ્વાસ અજયની વાતથી ચિડાયો હતો. એ થોડાં ગુસ્સા સાથે અપર્ણા જે તરફ ઉભી હતી, એ તરફ આગળ ગયો. એ કોઈ સાથે વાત કરી રહી હતી. એ દરમિયાન જ વિશ્વાસે અચાનક જ એનો હાથ પકડી લીધો, અને એને ખેંચીને થોડી દૂર લઈ ગયો,‌ "આ શું કરે છે? મારો હાથ છોડ." અપર્ણા થોડાં ગુસ્સા સાથે બોલી. "હેય, એકદમ ચુપ." વિશ્વાસે અપર્ણાનો હાથ છોડીને અચાનક જ ભરપૂર ગુસ્સા સાથે એની આંખોમાં જોઈને બોલ્યો, "તારાં લીધે આજે પહેલીવાર અજય મારી ઉપર ગુસ્સે થયો. એણે મને એવું કહ્યું, કે મેં મારું વર્તન નાં બદલ્યું. તો એ સિરિયલ માટે મારી જગ્યાએ બીજો કોઈ ...વધુ વાંચો

4

કનેક્શન-રૂહ સે રૂહ તક - 4

૪.તુક્કો સમર્પણ બંગલોની આજની સવાર થોડી દુઃખદ હતી. કોઈનાં ચહેરાં પર કોઈ જાતનું નૂર જોવાં મળતું ન હતું. બધાં બાદ ડાઇનિંગ ટેબલ તરફ જવાને બદલે હોલમાં સોફા પર ગોઠવાયાં. આમ તો ઘરનાં બધાં સભ્યો હાજર હતાં. પણ નિખિલ ક્યાંક ગાયબ હતો. એવામાં જ રોહિણીબેન અચાનક જ રડવા લાગ્યાં. માધવીબેન એમને શાંત કરાવવામાં લાગી ગયાં. એમણે પાણીનો ગ્લાસ લાવીને રોહિણીબેનને આપ્યો. એમણે એક ઘૂંટ પાણી પીધું નાં પીધું, ત્યાં જ જગદીશભાઈના મોબાઈલની રિંગ વાગી. બધાંનું ધ્યાન એ તરફ દોરવાયુ. "હાં, કોઈ જાણકારી મળી?" જગદીશભાઈએ તરત જ કોલ રિસીવ કરીને પૂછ્યું. સામે છેડેથી જાણે નકારમાં જવાબ આવ્યો હોય, એમ એમનું મોઢું ...વધુ વાંચો

5

કનેક્શન-રૂહ સે રૂહ તક - 5

૫.શતરંજ શિવનાં સવાલથી અપર્ણાને શું જવાબ આપવો? એ કંઈ એને સૂઝ્યું નહીં. એ બાઘાની જેમ બેઠી હતી. શિવ પણ કરવું? કંઈ સમજી શક્યો નહીં. આખરે એણે ફરી પોતાનો સવાલ દોહરાવ્યો, "તે કંઈ જવાબ નાં આપ્યો. તને ખાતરી છે કે જાગા બાપુએ જ તારાં ભાઈને કિડનેપ કર્યો છે?" "ખાતરી નથી, પણ પપ્પા કહેતાં હતાં, કે એમણે જ મારાં ભાઈને કિડનેપ કર્યો હોવો જોઈએ." અપર્ણાએ વિચારીને કહ્યું. "ઓકે, પણ ખરેખર તું એમની પાસે જવાં માંગીશ?" શિવે પૂછ્યું. એનાં મનમાં હજું પણ અમુક શંકાઓ હતી, "મતલબ એ માફિયા છે. માફિયા શબ્દથી તું જાણકાર હોઈશ જ, એમની પાસે હથિયારો હશે, ગુંડાઓ હશે. છતાંય ...વધુ વાંચો

6

કનેક્શન-રૂહ સે રૂહ તક - 6

૬.મકસદ અપર્ણાની ગંભીર હાલત જોઈને બાપુએ એની બાજુમાં ઉભેલાં વ્યક્તિને ઈશારો કર્યો. એ તરત જ અંદર જઈને અપર્ણા માટે ગ્લાસ લઈ આવ્યો. એણે ગ્લાસ લાવીને અપર્ણાની સામે મૂક્યો. થોડીવાર પહેલાં અપર્ણાએ જે કંઈ સાંભળ્યું. એ સાંભળ્યાં પછી એનું ગળું પણ સુકાઇ ગયું હતું. એ કંઈ જ બોલી શકવાની હાલતમાં ન હતી. એણે ધ્રુજતા હાથે પાણીનો ગ્લાસ ઉઠાવ્યો, અને એક જ ઘૂંટમાં ગટગટાવી ગઈ. "તો હવે જઈએ?" શિવનાં સવાલથી અપર્ણાનું ધ્યાન ભંગ થયું. એણે નજર ઉંચી કરીને શિવ સામે જોયું. એની આંખોમાં હજું પણ સવાલો નજર આવતાં હતાં. જે શિવથી અજાણ નાં રહ્યું. અપર્ણા કંઈક વિચારતાં વિચારતાં જ ઉભી થઇ. ...વધુ વાંચો

7

કનેક્શન-રૂહ સે રૂહ તક - 7

૭.રાઝ શિવ અપર્ણાને એનાં ફ્લેટ સુધી મૂકવાં આવ્યો હતો. એણે સેટેલાઈટ ઈલેજન્સની સામે પોતાની જીપ ઉભી રાખી. અપર્ણા પોતાનાં ખોવાયેલી હતી. જીપ ઉભી રહેવા છતાંય એને કોઈ જાતની ખબર નાં રહી. શિવે એનાં તરફ નજર કરી. પરંતુ એનીયે સમજમાં નાં આવ્યું, કે એ અપર્ણાને નીચે ઉતરવાનું કેવી રીતે કહે? આખરે શિવે હિંમત કરીને અપર્ણાના ખંભે હાથ મૂક્યો, "અપર્ણા! તારો ફલેટ આવી ગયો." "હં હાં, સોરી, મને ખબર જ નાં રહી." અપર્ણાએ થોથવાતી જીભે કહ્યું. "ઇટ્સ ઓકે." શિવે શાંત અવાજે કહ્યું. અપર્ણા તરત જ જીપનો દરવાજો ખોલીને નીચે ઉતરી, અને ચાલતી થઈ ગઈ. શિવ એને જતી જોઈ રહ્યો. જ્યાં સુધી ...વધુ વાંચો

8

કનેક્શન-રૂહ સે રૂહ તક - 8

૮.ચકમો અપર્ણા ઘણું વિચાર્યા બાદ નીચે આવી. શિવ એની જીપમાં બેસીને એની જ રાહ જોઈ રહ્યો હતો. એ તરત શિવની બાજુની સીટમાં ગોઠવાઈ. શિવે એની સામે જોયાં વગર જ જીપને પાક્કી સડક તરફ દોડાવી મૂકી. એનાં મનમાં એક ઉચાટ હતો. એ અપર્ણાને સમજી શકતો ન હતો. આજ સુધી એ કોઈ છોકરી સામે ઝૂક્યો ન હતો. પણ, અપર્ણા દર વખતે એને પોતાની જીદ્દ આગળ ઝુકાવી દેતી. આખાં સફર દરમિયાન એણે એક વખત પણ અપર્ણા તરફ નજર સુધ્ધાં નાં કરી. એનાં જીદ્દી સ્વભાવથી શિવને એક અણગમો હતો. જે એ મૌન રહીને જણાવવા માંગતો હતો. પણ, અપર્ણા તો પોતાનાં જ વિચારોમાં ખોવાયેલી ...વધુ વાંચો

9

કનેક્શન-રૂહ સે રૂહ તક - 9

૯.ભૂતકાળ મુના બાપુ હોલમાં રહેલાં સોફા ઉપર પગ ઉપર પડ ચડાવીને બેઠાં હતાં. એમની પાછળ બે બોડીગાર્ડ ઉભાં હતાં. અંદર રહેલાં આ ભવ્ય હોલમાં ડાબી બાજુની દિવાલે ટીવી લટકતું હતું. છત ઉપર કાચનું ભવ્ય ઝુમ્મર લટકી રહ્યું હતું. આખો હોલ એસીની ઠંડી હવાથી ઠંડો થઈ ગયો હતો. મુના બાપુનાં ચહેરાં પર એક સ્મિત રમી રહ્યું હતું. એમની સામે બે વ્યક્તિઓ હાથ બાંધીને, ગરદન ઝુકાવીને ઉભાં હતાં. એ સમયે જ એક સિક્યોરિટી ગાર્ડ અંદર આવ્યો. એનો તંગ થઈ ગયેલો ચહેરો જોઈને, મુના બાપુએ તરત જ પૂછ્યુ, "શું થયું? ચહેરાં પર બાર કેમ વાગ્યા છે?" "બાપુ! થોડીવાર પહેલાં શિવરાજસિંહ આવ્યો હતો. ...વધુ વાંચો

10

કનેક્શન-રૂહ સે રૂહ તક - 10

૧૦.વિચારોની માયાજાળ જગજીતસિંહ જ્યારે મુના બાપુનાં આદમીઓને મારીને પોરબંદર પાછાં ફર્યાં. એનાં ત્રણ વર્ષ પછી અચાનક જ મુના બાપુ શોધતાં પોરબંદર આવી પહોંચ્યા હતાં. જેમ મુના બાપુને મુંબઈની જનતા ખૌફના નામે ઓળખતી. એમ જગજીતસિંહને પોરબંદરની જનતા ભલા માણસનાં નામે ઓળખતી. જગજીતસિંહ એમનાં ઘરની ઓસરીમાં રહેલાં ખાટલા પર બેઠાં હતાં. એ સમયે જ મુના બાપુ આવ્યાં. એમની સાથે એ આદમીઓ હતાં. જેમને જગજીતસિંહે માર્યા હતાં. એમને જોતાં જ જગજીતસિંહને સમજતાં વાર નાં લાગી, કે જે વ્યક્તિ આવ્યો હતો. એ બીજું કોઈ નહીં, પણ મુના બાપુ જ હતાં. છતાંય ઘરે આવેલાં વ્યક્તિનું અપમાન નાં કરાય, એમ માની જગજીતસિંહે મુના બાપુને એમની ...વધુ વાંચો

11

કનેક્શન-રૂહ સે રૂહ તક - 11

૧૧.ઘર વાપસી રાતનાં અગિયાર વાગ્યે શિવની જીપ અપર્ણાનાં ઘર સમર્પણ બંગલોની સામે ઉભી રહી. અપર્ણાએ જીપમાં બેઠાં બેઠાં જ તરફ એક નજર કરી. એ ઘરે આવી તો ગઈ હતી. પણ, અંદર જઈને બધાંને કહેશે શું? એ હજું સુધી એણે વિચાર્યું ન હતું. એની બાજુમાં બેસેલો નિખિલ જીપનો દરવાજો ખોલીને નીચે ઉતર્યો. શિવ પણ પાછળની તરફથી નીચે ઉતરીને, નિખિલ પાસે ઉભો રહ્યો. બંનેએ હજું પણ જીપમાં બેસેલી અપર્ણા તરફ નજર કરી. "દીદી! શું વિચારો છો? અંદર ચાલો." નિખિલે કહ્યું. નિખિલનાં અવાજથી અપર્ણા ચોંકી ગઈ. એણે ચહેરાં પર પરેશાનીના ભાવ સાથે નિખિલ સામે જોયું, અને તરત જ પોતાની તરફનો દરવાજો ખોલીને ...વધુ વાંચો

12

કનેક્શન-રૂહ સે રૂહ તક - 12

૧૨.પિતાનું હ્રદય અપર્ણા પાસેથી આખી ઘટના સાંભળ્યાં પછી ફરી એકવાર બધાં વચ્ચે ગંભીર મૌન છવાઈ ગયું. અપર્ણા અને શિવ સામે જ જોઈ રહ્યાં હતાં. એ બંનેને એમનાં રિએક્શનની રાહ હતી. પણ, તેઓ કંઈ કહે એ પહેલાં માધવીબેનની ધીરજનો બંધ તૂટી ગયો. એમણે અપર્ણા પાસે જઈને એને પોતાની છાતી સરસી ચાંપી લીધી. આખરે છ મહિના સુધી એ પોતાની દીકરીથી દૂર રહ્યાં હતાં. એમણે જે સાહસ કર્યું. એ પછી પ્રથમેશભાઈ અને રોહિણીબેને પણ અપર્ણાને ગળે લગાવી. જગદીશભાઈ એક તરફ ઉભાં આ બધું જોઈ રહ્યાં હતાં. અપર્ણા જે રીતે ઘર છોડીને ગઈ. એ પછી તેઓ અપર્ણાથી નારાજ હતાં. પણ, આખરે એક દીકરીનાં ...વધુ વાંચો

13

કનેક્શન-રૂહ સે રૂહ તક - 13

૧૩.નવાં અહેસાસરોહિણીબેન અને માધવીબેન કિચનમાં જમવાનું બનાવી રહ્યાં હતાં. નિખિલ બહાર ડાઇનિંગની ખુરશી પર બેઠો હતો. નિખિલે શિવને જોઈને પોતાની પાસે બેસવા ઈશારો કર્યો. શિવ નિખિલની બાજુની ખુરશી છોડીને એનાં પછીની ખુરશીમાં ગોઠવાયો. અપર્ણા કિચનમાં આવતી રહી. કિચન રસોઈની સુગંધથી મહેંકી ઉઠ્યું હતું. "મમ્મી! પપ્પાનો ગુસ્સો હવે કેમ છે?" માધવીબેનને કિચનમાં જોઈને અપર્ણાએ તરત જ પૂછ્યું."કંઈ ફેર પડ્યો નથી. પણ, તું ચિંતા નાં કર. ધીમે-ધીમે બધું ઠીક થઈ જશે." માધવીબેને પ્રેમથી અપર્ણાની આંખોમાં જોઈને કહ્યું."હવે તું બહાર જઈને બેસ, અમે જમવાનું લઈને આવીએ જ છીએ." રોહિણીબેને હસતાં મુખે કહ્યું. અપર્ણા સહેજ સ્મિત સાથે બહાર આવીને, એની ખુરશી પર બેસી ...વધુ વાંચો

14

કનેક્શન-રૂહ સે રૂહ તક - 14

૧૪.ખુશીઓનું શહેર-અમદાવાદ શિવ આરામથી સૂતો હતો. જેવી એને જાણ થઈ, કે કોઈ દરવાજો ખખડાવી રહ્યું છે. એ તરત જ થયો, અને દરવાજા સામે આવીને દરવાજો ખોલ્યો. દરવાજો ખુલતાં જ એની નજર સમક્ષ એણે અપર્ણાને ઉભેલી જોઈ. એનાં હમણાં જ ધોયેલાં વાળમાંથી પાણી ટપકી રહ્યું હતું. સવાર સવારમાં અપર્ણાને જોઈને શિવ કંઈ બોલી જ નાં શક્યો. એ બસ અપર્ણાને જ જોઈ રહ્યો. "ઓ હેલ્લો, આઠ થઈ ગયાં. મુંબઈ જવાં નથી નીકળવું?" અપર્ણાએ પોતાનાં કાંડે બાંધેલી ઘડિયાળ ઉંચી કરીને, શિવને સમય બતાવતાં કહ્યું. "સોરી સોરી, જવું છે ને!" શિવે વાળમાં હાથ ફેરવીને, માસૂમ ચહેરો બનાવીને કહ્યું, "રાત્રે મોડી ઉંઘ આવી, તો ...વધુ વાંચો

15

કનેક્શન-રૂહ સે રૂહ તક - 15

૧૫.ખાટી-મીઠી તકરાર શિવની જીપ બરાબર બપોરનાં ચાર વાગ્યે મુંબઈની અંદર પ્રવેશી. એ સમયે જ અપર્ણાએ પોતાની આંખો ખોલી. એનો શિવ જે તરફ બેઠો હતો, એ તરફ ઢળેલો હતો. આંખો ખુલતાની સાથે જ એને શિવનો કોઈપણ પ્રકારનાં હાવભાવ વગરનો ચહેરો દેખાયો. એ જીપ ચલાવતી વખતે એકદમ શાંત નજર આવતો હતો. એની નજર રસ્તા પર મંડાયેલી હતી, અને પૂરેપૂરું ધ્યાન ડ્રાઈવિંગ પર જ હતું. એ જોઈને અપર્ણાના ચહેરાં પર સ્મિત આવી ગયું. શિવને આ વાતનો જરાં એવો પણ ખ્યાલ ન હતો, કે અપર્ણા જાગીને એને જ જોઈ રહી છે. એણે થોડીવાર શિવને એમ જ જોયાં પછી આળસ મરડીને કહ્યું, "આપણે મુંબઈ ...વધુ વાંચો

16

કનેક્શન-રૂહ સે રૂહ તક - 16

૧૬.શબ્દોની જાદુગરની શિવે એનો બંગલો આવતાં જ જીપને બ્રેક મારી. અપર્ણા જ્યારે પહેલીવાર અહીં આવી, ત્યારે એની નજર બંગલોની પ્લેટ પર ન હતી ગઈ. આજે જીપમાંથી નીચે ઉતરતાં પહેલાં જ એની નજર બંગલોની નેમ પ્લેટ પર પડી. જ્યાં અંગ્રેજીમાં 'જાડેજા' લખેલું હતું. આજે અપર્ણા આ બંગલોને કોઈ માફિયાના બંગલો તરીકે નહીં, પણ એક એવાં વ્યક્તિનાં બંગલો તરીકે જોઈ રહી હતી. જેમાં અનેકો રાઝ છુપાયેલાં હતાં. જે અપર્ણા જાણવાં માંગતી હતી. પણ, જાણી શકશે કે નહીં? એ એને ખુદને ખબર ન હતી. એ બંગલાનું નિરીક્ષણ કરતાં કરતાં જ જીપમાંથી નીચે ઉતરી. શિવને આવેલો જોઈને ગાર્ડે તરત જ દરવાજો ખોલ્યો. અપર્ણા ...વધુ વાંચો

17

કનેક્શન-રૂહ સે રૂહ તક - 17

૧૭.સવાલ-જવાબશિવ અને જગજીતસિંહ સાંજના છ વાગ્યે મુના બાપુનાં બંગલે પહોંચ્યા. મુના બાપુ હોલમાં જ સોફા પર બેઠાં હતાં. એ શિવ અને જગજીતસિંહની જ રાહ જોઈને બેઠાં હોય, એમ તરત જ એમણે ટેબલ પર પડેલી રિવૉલ્વર હાથમાં લીધી અને એની ગોળીઓ ચેક કરવા લાગ્યાં. જગજીતસિંહે તરત જ પોતાની બાજુમાં ઉભેલાં શિવ સામે જોયું. બંનેનાં ચહેરાં પર થોડો ડર નજર આવી રહ્યો હતો. જેને બંને છુપાવવાની નાકામ કોશિશ કરી રહ્યાં હતાં."આવો આવો, તમારી જ રાહ હતી." મુના બાપુએ દરવાજે ઉભેલાં શિવ અને જગજીતસિંહને અંદર આવવાં ઈશારો કર્યો.જગજીતસિંહ અને શિવ અંદર પ્રવેશ્યાં. મુના બાપુનો ઈશારો મળતાં જ બંને સોફા પર ગોઠવાયાં. જગજીતસિંહનાં ...વધુ વાંચો

18

કનેક્શન-રૂહ સે રૂહ તક - 18

૧૮.યોજના શિવે ઘર આવતાં જ જીપને બ્રેક મારી. જગજીતસિંહ તરત જ દરવાજો ખોલીને નીચે ઉતર્યા, અને ઘરની અંદર આવી હાલ સાંજનાં સાત વાગી રહ્યાં હતાં. શિવ પણ જીપ પાર્ક કરીને અંદર આવ્યો. બંનેએ અંદર આવીને જોયું, કે અપર્ણા હજું પણ અહીં જ હતી. જગજીતસિંહે અપર્ણાને જોયાં પછી એક નજર શિવ તરફ કરી. જે હજુ પણ દરવાજે જ ઉભો હતો. એણે તો વિચાર્યું પણ નહીં હોય, કે અપર્ણા હજું પણ અહીં જ હશે. શિવનાં મનમાં શું ચાલી રહ્યું હતું? એ જગજીતસિંહ જાણતાં ન હતાં. એટલે એમણે હાલ પૂરતું મૌન રહેવાનું જ ઉચિત સમજ્યું. એ અંદર આવીને સોફા પર ગોઠવાયાં. શિવ ...વધુ વાંચો

19

કનેક્શન-રૂહ સે રૂહ તક - 19

૧૯.બેકાબૂ દિલ શિવની વાતો સાંભળીને અપર્ણા એકદમ ચુપ થઈ ગઈ. શિવ સાથે મુલાકાત થયાં પછી એનાં જીવનમાં ઘણું બધું હતું. જે અચાનક જ બદલી ગયું હતું. અપર્ણાએ આ બદલાવ સ્વીકારી લીધો હતો. છતાંય એને સમજવાં માટે એને સમયની જરૂર હતી. જે હાલ પૂરતો એની પાસે ન હતો. એ એક વાતને સમજવાની કોશિશ કરતી. ત્યાં જ એની સામે બીજી કોઈ નવી વાત આવી જતી. જેનાંથી એ તદ્દન અજાણ હોય. અપર્ણાને મૌન અને પરેશાન જોઈને રાધાબાએ કહ્યું, "બેટા! રાત બહું થઈ ગઈ છે. આજે તું અહીં જ જમી લે. પછી શિવ તને તારી ઘરે મૂકી જશે." "નાં આન્ટી! હું મારી રીતે ...વધુ વાંચો

20

કનેક્શન-રૂહ સે રૂહ તક - 20

૨૦.ભૂલભૂલૈયા મુના બાપુ પોતાનાં રૂમની બારી સામે ઉભાં રહીને કંઈક વિચારી રહ્યાં હતાં. એ સમયે એમનો એક આદમી અંદર મુના બાપુ તરત જ બારી સામે પડેલાં સોફા પર ગોઠવાયાં. એમનાં ચહેરાં પરનાં બદલાતાં હાવભાવ પરથી જણાતું હતું, કે એ કંઈક કહેવા માંગતા હતાં. પણ, વાતની શરૂઆત ક્યાંથી કરવી? એ હાલ એમની સમજમાં આવી રહ્યું ન હતું. "શું હુકમ છે, બાપુ?" રૂમની અંદર આવેલાં આદમીએ પૂછ્યું. "શિવ કંઈક તો ગેમ પ્લાન બનાવી રહ્યો છે." મુના બાપુએ વિચારોમાં ખોવાયેલ અવાજે કહ્યું, "એની હરકતો ઉપર નજર રાખો. સાથે જ પેલી નિખિલની બહેન અપર્ણા શું કરે છે? ક્યાં જાય છે? કોને મળે છે? ...વધુ વાંચો

21

કનેક્શન-રૂહ સે રૂહ તક - 21

૨૧.બાળપણની દોસ્ત અપર્ણા આજે એની શૂટિંગનાં સેટ પર શૂટિંગ માટે આવી હતી. બે દિવસથી જે ઘટનાઓ બની રહી હતી. એ આજે થોડી પરેશાન નજર આવી રહી હતી. જેનાં લીધે એનું ધ્યાન શૂટિંગમાં બિલકુલ ન હતું. લંચ બ્રેક સમયે એ એક જગ્યાએ આરામથી બેસી ગઈ. એ સમયે જ એનાં મોબાઈલની રિંગ વાગી. એણે સામે ટેબલ પર પડેલાં મોબાઈલની સ્ક્રીન પર નજર કરી. જેમાં તાન્યા નામ ફ્લેશ થઈ રહ્યું હતું. એ જોઈને અપર્ણાની આંખોમાં ચમક આવી ગઈ. "તનુ! આટલાં સમય પછી તને મારી યાદ આવી?" અપર્ણાએ કોલ રિસીવ કરીને મોબાઈલ કાને લગાવતાં પહેલી શિકાયત કરી."તું મુંબઈ જઈને મને ભૂલી ગઈ." તાન્યાએ ...વધુ વાંચો

22

કનેક્શન-રૂહ સે રૂહ તક - 22

૨૨.અપર્ણાનો ગુસ્સોઅપર્ણા કાફેમાંથી નીકળીને ગુસ્સામાં રોડ પર ચાલ્યે જતી હતી. થોડે દૂર જતાં અચાનક જ ત્રણ છોકરાં એની સામે ઉભાં રહી ગયાં અને અંદરોઅંદર કહેવા લાગ્યાં, "શું ફટાકડી છે યાર, ઐસી ખૂબસૂરત લડકી કભી નહીં દેખી."એક છોકરો પોતાનાં નીચલા હોઠને દાંત વડે દબાવીને કહેવા લાગ્યો, "હેય બ્યૂટીફુલ! અમારી સાથે ડેટ પર આવીશ?" "પ્લીઝ! મારો રસ્તો છોડો અને મને જવાં દો." અપર્ણાએ હાથ જોડીને થોડાં ગુસ્સા સાથે કહ્યું અને ચાલવા લાગી તો એમાંના એક છોકરાએ અપર્ણાનો હાથ પકડી લીધો. અપર્ણાએ આગ ઝરતી નજરે એ છોકરાં સામે જોયું અને પછી તો જે ખેલ થયો છે! અપર્ણાએ એ ત્રણેય છોકરાઓને મારી મારીને ...વધુ વાંચો

23

કનેક્શન-રૂહ સે રૂહ તક - 23

૨૩.ગર્લફ્રેન્ડ નહીં વાઈફ!અપર્ણા જે રીતે એ છોકરાઓને ધમકી આપીને ગઈ. એ પછી ડોક્ટર શિવને એક સવાલ કરવાં મજબૂર થઈ એમણે શિવનાં કાનમાં પૂછ્યું, "આ છોકરી કોણ હતી? તારી ગર્લફ્રેન્ડ છે?""હેં?" શિવે ડોક્ટર સામે આંખો ફાડીને કહ્યું, "એ અને ગર્લફ્રેન્ડ?""કેમ? ગર્લફ્રેન્ડ તો છોકરી જ હોય ને, છોકરો થોડી હોય." ડોક્ટરે મજાકમાં કહ્યું."એટલી તો મને પણ ખબર પડે છે." શિવે કટાક્ષમાં કહ્યું, "પણ, એ ગર્લફ્રેન્ડ ટાઇપની છોકરી નથી. એને વાઈફ બનાવી શકાય, ગર્લફ્રેન્ડ નહીં.""એવું કેમ?" ડોક્ટરે તરત જ પૂછ્યું."તમે સાંભળ્યું છે, કે કોઈ ગર્લફ્રેન્ડ એનાં બોયફ્રેન્ડ સાથે સતત ઝઘડ્યા કરે?" શિવે પૂછ્યું, તો ડોક્ટરે તરત જ નાં માં ડોક હલાવી, "ક્યાંથી ...વધુ વાંચો

24

કનેક્શન-રૂહ સે રૂહ તક - 24

૨૪.તારો મારો સાથ શિવ ઘરે પહોંચ્યો. એ સમયે રાધાબા અને જગજીતસિંહ બંને હજું જાગતાં હતાં. એ તરત જ હોલમાં રાધાબા પાસે બેઠો. જગજીતસિંહ સોફાની સામે રહેલી ખુરશીમાં બેઠાં હતાં. શિવ આવીને તરત જ રાધાબાના ખોળામાં માથું મૂકીને સૂઈ ગયો. રાધાબા પ્રેમથી એનાં વાળમાં હાથ ફેરવવા લાગ્યાં. "રાકાનો કોઈ પત્તો લાગ્યો?" જગજીતસિંહે તરત જ પૂછ્યું. "શોધખોળ શરૂ કરી દીધી છે. પરિણામ પણ ટૂંક સમયમાં જ સામે હશે." શિવે આંખો મીંચીને કહ્યું. "બેટા! અપર્ણા ઠીક તો છે ને?" અચાનક રાધાબાએ પૂછ્યું, "આપણાં લીધે એને કોઈ પરેશાની નાં થવી જોઈએ." "ઠીક? એ એક નંબરની સનકી છોકરી છે." શિવે અચાનક જ રાધાબાના ખોળામાંથી ...વધુ વાંચો

25

કનેક્શન-રૂહ સે રૂહ તક - 25

૨૫.કાબિલે તારીફ શિવ માધવીબેનની આરતીનાં અવાજથી સમર્પણ બંગલોમાં રહેતાં લોકોની સવાર પડી. બધાં આવીને આરતીમાં સામેલ થઈ ગયાં. આરતી માધવીબેને બધાંને પ્રસાદ આપ્યો. નિખિલ પ્રસાદ લઈને તરત જ ડાઇનિંગ તરફ આગળ વધી ગયો. ઘરનાં બધાં સભ્યો પણ એની પાછળ પાછળ આવીને ડાઇનિંગ ટેબલની ફરતે ખુરશીમાં ગોઠવાઈ ગયાં. "મમ્મી! જલ્દી નાસ્તો આપો. મારે કોલેજ જવામાં મોડું થાય છે." નિખિલે કહ્યું. "નિખિલ! અપર્ણાનો અહીંથી ગયાં પછી કોઈ ફોન આવ્યો હતો?" અચાનક જ જગદીશભાઈએ પૂછ્યું. "નહીં." નિખિલે જવાબ આપ્યો. "એવું કેમ પૂછો છો, ભાઈસાહેબ?" પ્રથમેશભાઈએ ચાલું વાતમાં ઝંપલાવતા પૂછ્યું, "બધું ઠીક તો છે ને? પેલાં મુના બાપુનાં આદમીઓનું શું થયું? એને તો ...વધુ વાંચો

26

કનેક્શન-રૂહ સે રૂહ તક - 26

૨૬.લોજીક અપર્ણા એનાં વિચારોમાં ખોવાયેલી હતી. આમ કહીએ તો એનાં અને શિવનાં વિચારોમાં ખોવાયેલી હતી. એ સમયે જ એનાં રિંગ વાગી. સ્ક્રીન પર નિખિલ નામ ચમકી રહ્યું હતું. એને કોઈ રોકટોક ન હતી, કે એ અપર્ણાને કોલ નાં કરી શકે‌. છતાંય એણે એનાં મોટાં પપ્પાની વાતનું સમ્માન જાળવી રાખતાં અપર્ણા મુંબઈ આવતી રહી, પછી ક્યારેય નિખિલે એને કોલ કર્યો ન હતો. નિખિલ કિડનેપ થયો. એ પછી એણે પહેલીવાર અપર્ણાને કોલ કર્યો હતો. કોઈ જરૂરી વાત હશે એમ સમજીને અપર્ણાએ કોલ રિસીવ કરીને, કાને લગાવ્યો, "હાં નિખિલ! બોલ." "દીદી! મારે તમને એક બહું જરૂરી વાત જણાવવી છે." નિખિલે તરત જ ...વધુ વાંચો

27

કનેક્શન-રૂહ સે રૂહ તક - 27

૨૭.નવલું નજરાણું અપર્ણાનાં વર્તનથી શિવ બરાબરનો ચિડાયો. એ અપર્ણાની પાછળ પાછળ એનાં રૂમમાં આવી ગયો. અપર્ણા તો રૂમમાં આવીને, હેડફોન લગાવીને આરામથી ગીતો સાંભળી રહી હતી. શિવ આવીને એની સામે ઉભો રહી ગયો. અપર્ણા એની સામે મોઢું બગાડીને બારી સામે ઉભી રહી ગઈ. શિવ પણ આવીને એની પાસે ઉભો રહી ગયો. શિવને જોઈને અપર્ણા ત્યાંથી આવીને બેડ પર બેસી ગઈ. શિવ ફરી એની સામે ઉભો રહી ગયો. અપર્ણા ત્યાંથી પણ ઉભી થવા ગઈ. તો આ વખતે શિવે એનાં હાથ પકડીને એને રોકી લીધી. અપર્ણાએ પોતાનાં હાથ છોડાવવાની કોશિશ કરી. એ સમયે એનાં હાથમાં બાંધેલો દોરો શિવની ઘડિયાળમાં ફસાઈ ગયો, ...વધુ વાંચો

28

કનેક્શન-રૂહ સે રૂહ તક - 28

૨૮.કનેક્શન-રૂહ સે રૂહ તક બપોરનાં સાડા ત્રણ વાગ્યે અનોખી અમદાવાદનાં એરપોર્ટ પર હતી. એ આમ તો કાલે મુંબઈ જવાં હતી. પણ, મુના બાપુએ અચાનક કરેલી આવી હરકતથી એણે આજે જ મુંબઈ જવાનું નક્કી કરી લીધું હતું. તાત્કાલિકમાં ટિકિટ બુક કરીને, એ અત્યારે પોતાની ફ્લાઈટનાં અનાઉસમેન્ટની રાહ જોઈ રહી હતી. ત્યાં જ એની ફ્લાઈટનું અનાઉસમેન્ટ થયું. એ તરત પોતાની બેગ લઈને ઉભી થઈ. થોડીવારમાં પ્લેને મુંબઈ તરફ ઉડાન ભરી લીધી. બરાબર ચારને ચાલીસ મિનિટે પ્લેન મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું. અનોખી પોતાનાં સામાન સાથે એરપોર્ટની બહાર આવી. એને કોઈ લેવાં તો આવવાનું ન હતું. એટલે એ બહાર આવીને ઓટો રિક્ષા ...વધુ વાંચો

29

કનેક્શન-રૂહ સે રૂહ તક - 29

૨૯.ઉમ્મીદ અનોખી ઓટોમા પોતાની ઘરે પહોંચી. એણે ઓટોવાળાને પૈસા ચૂકવ્યા, અને એન્ટ્રેસ ગેટની બહાર ઉભી રહીને પોતાનાં ઘરને જોવાં જે હવે ઘર રહ્યું જ ન હતું. હવે એ એક માત્ર બંગલો હતો. અનોખીની આંખો સામે એનાં બાળપણની યાદો તાજી થઈ ગઈ. જેમાં એ ક્યારેક બગીચામાં દોડી રહી હતી, અને પાછળ પાછળ એની મમ્મી પણ એને પકડવા દોડી રહી હતી. ક્યારેક એ મુના બાપુનાં ખંભે બેસીને આખાં ઘરનું ચક્કર લગાવી રહી હતી. બાળપણની યાદો તાજી થતાં જ અનોખીની આંખો ભરાઈ આવી. અનોખી પોતાની જાતને સંભાળીને આગળ વધી. અનોખી આ ઘર છોડીને, મુંબઈ છોડીને ગઈ. એને વર્ષો વીતી ગયાં હતાં. છતાંય ...વધુ વાંચો

30

કનેક્શન-રૂહ સે રૂહ તક - 30

૩૦.જુઠ્ઠાણું પકડાયું શિવ અપર્ણાને પોતાનો પ્લાન કહ્યાં વગર જ જતો રહ્યો. એનાં લીધે અપર્ણા આખી રાત પરેશાન રહી. સવારે ઉંઘ પણ જલદી જ ઉડી ગઈ. શાંતિબાઈ આવીને એનાં કામે લાગી ગઈ હતી. અપર્ણા તૈયાર થઈને બહાર આવી. એણે હોલમાં બેસીને ન્યૂઝ પેપર હાથમાં લઈને ક્હ્યું, "શાંતિબાઈ! મારી ચા." અપર્ણાનો અવાજ સાંભળીને શાંતિબાઈ તરત જ ચા લઈને આવી. એણે અપર્ણાને ચાનો કપ આપતાં કહ્યું, "આજે તમે જલ્દી ઉઠી ગયાં." "તો શું નાં ઉઠી શકાય?" અપર્ણાએ શાંતિબાઈ સામે આંખો કાઢીને કહ્યું. શાંતિબાઈ અપર્ણાનું એ રૂપ જોઈને કિચનમાં જતી રહી. એનાં ગયાં પછી અપર્ણાને ખુદ ઉપર જ ગુસ્સો આવ્યો. એ ચાની ચૂસકી ...વધુ વાંચો

31

કનેક્શન-રૂહ સે રૂહ તક - 31

૩૧.એક માત્ર ઓપ્શન અપર્ણાને ઘરે આવીને પણ ક્યાંય ચેન ન હતું. એ હોલમાં અહીંથી તહીં ચક્કર લગાવી રહી હતી. પરથી પરત ફર્યા પછી એ ચાર ચાનાં કપ ખાલી કરી ચુકી હતી. આજે ટેન્શનમાં એણે કોફી છોડીને ચા પીવાનો નિર્ણય કર્યો હતો. જેનું એક જ કારણ હતું. મુના બાપુનાં બંગલે શું થયું હશે? આ સવાલનો જવાબ એને શિવ સિવાય કોઈ આપી શકે એમ ન હતું. શિવ અપર્ણાને કંઈ જણાવશે કે નહીં? એની પણ અપર્ણાને ખબર ન હતી. એટલે કોફી તો કંઈ આખો દિવસ પી નાં શકાય. એનાં લીધે એ એક પછી એક ચાનાં કપ ખાલી કરી રહી હતી. "શાંતિબાઈ! ચા." ...વધુ વાંચો

32

કનેક્શન-રૂહ સે રૂહ તક - 32

૩૨.ધોખેબાજ વિશ્વાસ વિશ્વાસ એનાં પરિવાર સાથે અમદાવાદ આવી ગયો હતો. અમદાવાદમાં એમનું કોઈ સગું નાં હોવાથી બધાં એક હોટેલમાં હતાં. વિશ્વાસનાં મમ્મી-પપ્પા એની સગાઈ થવાની હતી. એ વાતથી બહું ખુશ નજર આવી રહ્યાં હતાં. વિશ્વાસનાં ચહેરાં પરની મોટી એવી સ્માઈલ પણ દૂર થઈ રહી ન હતી. હવે આ તાન્યા સાથે સગાઈ થવાની ખુશી હતી, કે એની પાછળ બીજું જ કોઈ રહસ્ય છુપાયેલું હતું. એ તો વિશ્વાસ જ જાણતો હતો. એ પોતાનાં રૂમમાં સગાઈમાં પહેરવાં માટેની શેરવાની જોઈ રહ્યો હતો. ત્યાં જ એનાં મોબાઈલની રિંગ વાગી. મોબાઈલ પર 'સ્વીટી' નામ ફ્લેશ થઈ રહ્યું હતું. એ જોઈને એનાં હોંઠો પર લાંબી ...વધુ વાંચો

33

કનેક્શન-રૂહ સે રૂહ તક - 33

૩૩.ભાગમભાગ અપર્ણા એનો પ્લાન બનાવી ચુકી હતી. એ નિખિલને બધું સમજાવીને ઘરની બહાર આવી. ત્યારે જ એનો સામનો વિશ્વાસ એનાં પરિવાર સાથે થયો. એની સાથે એનાં મમ્મી-પપ્પા હોવાથી અપર્ણાએ વિશ્વાસને કંઈ નાં કહ્યું. અપર્ણાની જેમ વિશ્વાસ પણ પોતાનો પ્લાન બનાવી ચુક્યો હતો. એટલે એને પણ અપર્ણાને કંઈ કહેવું યોગ્ય નાં લાગતાં એ ચુપચાપ અંદર આવી ગયો. વિશ્વાસ જેવો ઘરની અંદર ગયો. અપર્ણાએ એક મેસેજ ટાઈપ કરીને શિવને મોકલી દીધો, "તારી કારને ઘરથી થોડે દૂર પાર્ક કરજે. બાકી બધી તૈયારી થઈ ગઈ છે." શિવને મેસેજ મોકલીને અપર્ણા પણ અંદર આવી ગઈ. વિશ્વાસ બધાંની નજરમાં સારો બનવા માટે બધાંના આશીર્વાદ લઈ ...વધુ વાંચો

34

કનેક્શન-રૂહ સે રૂહ તક - 34

૩૪.નવો અધ્યાય અપર્ણા અને શિવ બંને એક હોટેલમાં આવીને ત્યાંના રૂમમાં બેઠાં હતાં. અપર્ણા બેડ પર બેસીને પોતે સાથે ચીઠ્ઠી વાંચી રહી હતી, અને શિવ બસ એને જોતો ઉભો હતો. આખરે એને કંટાળો આવતાં એણે અપર્ણાના હાથમાંથી એ ચીઠ્ઠી છીનવી લીધી, અને ખુદ જ વાંચવા લાગ્યો. "હવે આ નવો અધ્યાય કોણ શરૂ કરી ગયું?" ચીઠ્ઠી વાંચીને શિવે પરેશાન અવાજે પૂછ્યું. "એ જ તો નથી સમજાતું." અપર્ણા પણ થોડી પરેશાન હતી, "તાન્યા કોઈને પ્રેમ કરતી હતી, અને મને એણે એ વાત જણાવી પણ નહીં." "ઓ હેલ્લો! હવે તું રિસાઈ ન જતી." શિવે અપર્ણા સામે ચપટી વગાડીને કહ્યું, "પહેલાં તો એ ...વધુ વાંચો

35

કનેક્શન-રૂહ સે રૂહ તક - 35

૩૫.અપર્ણાનું નવું કાંડ અંશુમનના લીધે તાન્યા વિશ્વાસ જેવાં અવિશ્વાસી માણસથી બચી ગઈ હતી. આખી વાત જાણ્યાં પછી જગદીશભાઈનો ગુસ્સો શાંત થઈ ગયો હતો. પહેલાં વિશ્વાસની વાતોમાં આવીને તાન્યાનાં મમ્મી-પપ્પાએ પણ અપર્ણાને ખોટી સમજી હતી. પણ, વિશ્વાસ વિશેની હકીકત જાણ્યાં પછી એમને સમજાઈ ગયું હતું, કે અપર્ણાએ તો તાન્યાનાં ભવિષ્ય અને ખુશી માટે જ બધું કર્યું હતું. એટલે એમણે અપર્ણાને માફ કરી દીધી. તાન્યાને પણ એની ભૂલ સમજાઈ ગઈ હતી, કે એણે અપર્ણાની વાત નાં માનીને ખોટું કર્યું હતું. એણે તરત જ આગળ વધીને અપર્ણાને ગળે લગાવી લીધી. "સોરી યાર." તાન્યાએ કહ્યું. "ઇટ્સ ઓકે." અપર્ણાએ એકદમ શાંત અવાજે કહ્યું. "તો ...વધુ વાંચો

36

કનેક્શન-રૂહ સે રૂહ તક - 36

૩૬.પકડમ-પકડાઈ રાતનાં દશ વાગ્યે જગદીશભાઈ ઘરે આવ્યાં. માધવીબેને એમને જમવાનું પિરસી આપ્યું. એ હજું જમતાં જ હતાં. ત્યાં જ કોન્સ્ટેબલ ઘરે આવ્યો. જગદીશભાઈ એનાં કામ પ્રત્યે પૂરાં વફાદાર હતાં. એ તરત જ ઉભાં થઈને કોન્સ્ટેબલ પાસે આવ્યાં. એ થોડો ચિંતિત જણાતો હતો. "શું થયું? આટલી રાતે અહીં આવવાનું કારણ?" જગદીશભાઈએ પૂછ્યું. "અપર્ણા મેડમ.... પોલિસ સ્ટેશને આવ્યાં હતાં. એ....મુના બાપુનાં આદમીઓને છોડાવી ગયાં." કોન્સ્ટેબલે ડરતાં ડરતાં કહ્યું. હાં, અપર્ણા શિવની સાથે જે બે આદમીઓ સાથે મુંબઈ જવાં નીકળી. એ મુના બાપુનાં આદમીઓ જ હતાં. "વ્હોટ? કેવી રીતે?" જગદીશભાઈએ આંખો ફાડીને પૂછ્યું, "એમની સજા નક્કી થઈ ગઈ હતી. એમ કેમ અપર્ણા ...વધુ વાંચો

37

કનેક્શન-રૂહ સે રૂહ તક - 37

૩૭.શિવની લાચારી વહેલી સવારે છ વાગ્યે શોરબકોરનો અવાજ કાને પડતાં જ અપર્ણાની આંખો ખુલી. એ આંખો મસળતાં મસળતાં ઉભી એની આટલી જલ્દી ઉઠવાની આદત ન હતી. રાત્રે પણ એ મોડી સૂતી હતી. એકવાર તો એને થયું કે ફરી સૂઈ જાય. પણ, નીચેથી આવતો અવાજ જાણીતો લાગતાં એ રજાઈ હટાવીને નીચે આવી. નીચેનો નજારો જોતાં જ એની આંખો ફાટી ગઈ. નીચે જગદીશભાઈ અને જગજીતસિંહ વચ્ચે કંઈક વાતો થઈ રહી હતી. જેમાં જગદીશભાઈ ઉંચા અવાજે બોલી રહ્યાં હતાં. અપર્ણા હજું કંઈ સમજે એ પહેલાં જ શિવ પણ ઉઠીને એની પાસે આવીને ઉભો રહી ગયો. "તારાં પપ્પા અહીં કેવી રીતે આવ્યાં?" શિવે ...વધુ વાંચો

38

કનેક્શન-રૂહ સે રૂહ તક - 38

૩૮.જુદાઈની વેળાં અપર્ણા બધી રીતે ફસાઈ ચૂકી હતી. હવે જગદીશભાઈ શું કરશે? એનાં વિશે કોઈને કંઈ જાણકારી ન હતી. બહાર હોલમાં બેઠાં હતાં. દશ વાગ્યે શાહ પરિવાર અપર્ણાનાં મુંબઈ વાળાં ફ્લેટ પર પહોંચી ગયો. જગદીશભાઈએ બધાંને આ રીતે અચાનક બોલાવ્યાં. એનાં લીધે બધાંનાં મનમાં ઘણાં સવાલો હતાં. પણ, કોઈની કંઈ પૂછવાની હિંમત ન હતી. ત્યાં જ અપર્ણા પોતાનાં રૂમમાંથી બહાર આવી. હોલમાં માધવીબેનને જોતાં જ એ એમને વળગીને રડવા લાગી. "બેટા! શું થયું છે? તું આમ કેમ રડે છે?" માધવીબેને પ્રેમથી અપર્ણાના માથાં પર હાથ ફેરવીને પૂછ્યું. માધવીબેનનો સવાલ સાંભળીને અપર્ણા અચાનક જ શાંત થઈ ગઈ, અને ગરદન ઝુકાવીને ...વધુ વાંચો

39

કનેક્શન-રૂહ સે રૂહ તક - 39

૩૯.પ્રેમનો અહેસાસ શિવને અપર્ણાનાં વિચારોએ ઘેરી લીધો હતો. એને રાત્રે ઉંઘ પણ નાં આવી. આખી રાત જાગવાની અસર હાલ આંખોમાં નજર આવી રહી હતી. એની આંખો લાલ થઈ ગઈ હતી. જેમાં કાલ રાતનો ઉજાગરો અને અપર્ણાથી અલગ થયાની તકલીફ સાફ જોઈ શકાતી હતી. જીંદગીના આટલાં વર્ષોમાં એ આજે પહેલીવાર ખુદને આટલો લાચાર મહેસુસ કરી રહ્યો હતો. એણે અપર્ણાને કોલ કરવાનો વિચાર કર્યો, અને કોલ કર્યો પણ ખરાં! પણ, એનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો. શિવને તો એ પણ ખબર ન હતી, કે અપર્ણા મુંબઈમાં જ છે, અને એની સગાઈ પણ નક્કી થઈ ગઈ છે. "શિવ! નીચે આવીને નાસ્તો કરી ...વધુ વાંચો

40

કનેક્શન-રૂહ સે રૂહ તક - 40 - (અંતિમ ભાગ)

૪૦.સુખદ અંત મોહનભાઈનાં બંગલે રોકીની સગાઈની તૈયારીઓ ચાલી રહી હતી. અમુક ખાસ લોકો અને સંબંધીઓ જ આવવાનાં હતાં. છતાંય એમનાં લાડલા દીકરાની સગાઈમાં કોઈ ખામી રાખવાં માગતાં ન હતાં. એમણે ડેકોરેશન માટે એક મોટી ટીમને બોલાવી હતી. જેમણે આખાં બંગલાને લાઈટો અને ફુલોથી સજાવી દીધો હતો. બંગલાના એન્ટ્રેસ ગેટ પર મોટાં મોટાં અક્ષરોમાં 'ઇન્ગેજમેન્ટ સેરેમની' લખેલું હતું. ગાર્ડનમાં સગાઈ માટેનું સ્ટેજ ગોઠવાઈ ગયું હતું. જ્યાં બે રજવાડી ખુરશીઓ મુકેલી હતી. રોકી સગાઈની રિંગની ખરીદી કરીને ઘરે આવ્યો. ઘરને દુલ્હનની જેમ સજાવેલું જોઈને એની આંખોમાં અલગ જ પ્રકારની ચમક ઉભરાઈ આવી. એ સ્મિત સાથે ઘરની અંદર આવ્યો. ઘર બહારથી જેટલું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો