કનેક્શન-રૂહ સે રૂહ તક - 3 Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કનેક્શન-રૂહ સે રૂહ તક - 3

૩.રહસ્ય


પહેલીવાર વિશ્વાસ અજયની વાતથી ચિડાયો હતો. એ થોડાં ગુસ્સા સાથે અપર્ણા જે તરફ ઉભી હતી, એ તરફ આગળ વધી ગયો. એ કોઈ સાથે વાત કરી રહી હતી. એ દરમિયાન જ વિશ્વાસે અચાનક જ એનો હાથ પકડી લીધો, અને એને ખેંચીને થોડી દૂર લઈ ગયો,‌ "આ શું કરે છે? મારો હાથ છોડ." અપર્ણા થોડાં ગુસ્સા સાથે બોલી.
"હેય, એકદમ ચુપ." વિશ્વાસે અપર્ણાનો હાથ છોડીને અચાનક જ ભરપૂર ગુસ્સા સાથે એની આંખોમાં જોઈને બોલ્યો, "તારાં લીધે આજે પહેલીવાર અજય મારી ઉપર ગુસ્સે થયો. એણે મને એવું કહ્યું, કે મેં મારું વર્તન નાં બદલ્યું. તો એ સિરિયલ માટે મારી જગ્યાએ બીજો કોઈ શોધી લેશે."
"રિયલી? અજય સરે એવું કહ્યું?" અપર્ણા થોડી ખુશ થતાં પૂછવા લાગી, "આજે ખરેખર અજય સરે કોઈ સાચો નિર્ણય લીધો."
"તને મારું વર્તન ખરાબ લાગે છે ને?" વિશ્વાસે અપર્ણાનો હાથ ઝાટકીને પૂછ્યું, "હવે ખરેખર ખરાબ વર્તન કોને કહેવાય, એ હું તને બતાવીશ. જસ્ટ વેઇટ એન્ડ વૉચ."
"તારી ધમકીઓ તારી પાસે જ રાખ." અપર્ણા વિશ્વાસની આંખોમાં આંખો નાંખીને, જરાં પણ ડર્યા વગર બોલવાં લાગી, "આજે તો તે મારી પરમિશન વગર મારો હાથ પકડી લીધો. પણ આગળથી ક્યારેય આવું કર્યું, તો હું પણ તને બતાવી દઈશ, કે એક પાક્કી અમદાવાદી છોકરી કેવી હોય છે?"
"છેલ્લાં છ મહિનાથી બસ આ એક જ વાત સાંભળતો આવું છું. આજ તો બતાવી જ દે, કે પાક્કી અમદાવાદી છોકરી કેવી હોય?" વિશ્વાસે આંખોમાં થોડાં ગુસ્સા અને ચહેરાં પર સ્મિત સાથે કહ્યું, "બાકી આજે હું તને તારી ઔકાત બતાવીને રહીશ. થોડી સારી એક્ટિંગ શું આવડે છે? તું મારી સાથે પંગો લઈશ!"
"તો લે લેતો જા." અપર્ણાએ વિશ્વાસની બકવાસ સાંભળ્યાં પછી કંઈ પણ વિચાર્યા વગર એનાં ગાલ પર એક થપ્પડ જડી દીધી. એ કોઈ બાઘાની જેમ ગાલ પર હાથ રાખીને ઉભો રહી ગયો. થપ્પડની જોરદાર ગૂંજ સાંભળ્યાં પછી પાર્ટીમાં મોજુદ બધાનું આ બંને તરફ જ દોરવાયુ, "જોઈ લીધું ને, પાક્કી અમદાવાદી છોકરી કેવી હોય? આમ તો દુનિયાની બધી છોકરી આવી જ હોય. સવાલ એની ઈજ્જતનો આવે, એટલે એક છોકરીને દુર્ગા બનતાં સમય નથી લાગતો." એનામાં એક અલગ જ જોશ આવી ગયો, "ફ્લર્ટ સુધી ઠીક હતું. પણ છોકરીઓને ઈરાદાપૂર્વક એમની મરજી વગર ગંદી રીતે એને સ્પર્શ કરવી. તારી આ બાબતથી જ મને નફરત હતી. હજું મોકો છે, સુધરી જા. બાકી આવી જ રીતે બધી છોકરીઓ પાસેથી થપ્પડો ખાતો ફરીશ."
અજયને વાત વણસતી લાગતા એણે અપર્ણા પાસે આવીને એને શાંત કરી. એ અપર્ણાનો હાથ પકડીને એને વિશ્વાસથી થોડી દૂર લઈ ગયો. એણે અપર્ણાના હાથમાં પાણીનો ગ્લાસ પકડાવ્યો, અને પોતે તરત જ વિશ્વાસ પાસે આવી ગયો. એ પાગલોની જેમ હજું પણ એ ગાલે હાથ રાખીને બેઠો હતો. જે ગાલે અપર્ણાએ એને થપ્પડ મારી હતી. અજયને અત્યારે એને કંઈ કહેવું ઠીક નાં લાગતાં એ પોતાનાં ગેસ્ટસ્ તરફ જતો રહ્યો. એણે બધાંને પાર્ટી ચાલું રાખવાં ઈશારો કર્યો. બધાં ફરી પોતપોતાની વાતોએ વળગ્યાં.
અપર્ણાને અંદરથી થોડી ગુંગળામણ થવા લાગી. એ તરત જ ઉભી થઈને બહાર જવાં માટે દરવાજા તરફ આગળ વધી ગઈ. એનું ધ્યાન બીજાં લોકો ઉપર હતું. એ સમયે જ એ કોઈ છોકરાં સાથે અથડાઈ ગઈ. પણ તરત જ એણે પોતાની જાતને સંભાળી લીધી. જેનાં લીધે હીરોઇન પડવાની હોય, અને હીરો એને પોતાની બાહોમાં સમાવીને બચાવી લે. એવો ફિલ્મી સીન કોઈને નાં જોવાં મળ્યો.
અપર્ણાએ તરત જ પોતાની ડોક ઊંચી કરીને સામે જોયું. એ સાથે જ એની આંખો ઝીણી થઈ ગઈ, "તું અહીં? મતલબ તું મારો પીછો કરે છે?" એણે ઉપરથી નીચે સુધી એ છોકરાંને સ્કેન કર્યો, "સવારે તો બહું ભોળો બનતો હતો. જાણે કે નામ શિવ રાખી લીધું, તો ખુદને સાચ્ચે જ ભોળાનાથ જેવો ભોળો સમજવાં લાગ્યો." હાં, એ શિવ હતો. જેની સાથે વિતેલી રાતે અપર્ણાની મુલાકાત થઈ હતી. બંને પરિસ્થિતિમાં એક જ સરખી બાબત હતી. વિતેલી રાતે પણ અપર્ણા વિશ્વાસના લીધે ગુસ્સે હતી. અત્યારે પણ એવાં જ હાલાત હતાં.
"કુત્તા પાલો, બિલ્લી પાલો, લેકિન વહેમ કભી મત પાલો." શિવે એકદમથી અપર્ણાના ચહેરાં નજીક પોતાનો ચહેરો લઈ જઈને કહ્યું, "વહેમ એક બહું મોટી બિમારી છે. જે એક વખત માણસનાં દિમાગમાં ઘર કરી જાય. પછી બહાર નથી નીકાળી શકાતો." એ અચાનક જ થોડો પાછળ ખસી ગયો, "માન્યું કે તું બહું સુંદર છે. પણ મારી પાસે એવાં ઘણાં જરૂરી કામ છે. જેનાં કારણે મારી પાસે તારો પીછો કરવા જેટલો સમય જ નથી." એણે ગજબના એટિટ્યૂડ સાથે પોતાની વાત પૂરી કરી.
"ઓ મિસ્ટર! મારી પાસે પણ ઘણાં કામ છે. હું કાંઇ નવરી નથી બેઠી." અપર્ણા પણ છણકો કરતાં બોલી ઉઠી.
"તો તું તારું કામ કર અને હું મારું. એન્ડ ફોર કાઇન્ડ યોર ઇન્ફોર્મેશન, હું અહીં તારો પીછો કરતાં નહીં. મારાં ફ્રેન્ડના ઇન્વિટેશન આપવાથી આવ્યો છું." એણે અજય તરફ ઈશારો કર્યો.
"સારું." અપર્ણાએ મોઢું મચકોડ્યુ, અને તરત જ ચાલવા લાગી.
"હેય, મારો કોટ સવારે તારી ઘરે જ ભૂલાઈ ગયો છે. હું આવીને લઈ જાઉં, કે તું આપી જઈશ?" અચાનક જ શિવે પૂછ્યું.
"હેં?" અપર્ણા અચરજના ભાવે સાથે પાછળ ફરી.
"મારો કોટ! તું આપવા આવીશ કે હું તારી ઘરે લેવાં આવું? પછી તું જ કહીશ કે હું તારો પીછો કરું છું." શિવે ફરી પોતાનો સવાલ દોહરાવ્યો.
"જોતાં તો મોટાં ઘરનો લાગે છે. છતાંય એક કોટ માટે તું આવાં સવાલો કરે છે?" અપર્ણા હજું પણ નવાઈ અનુભવી રહી હતી, "ખેર, છોડ એ બધું, અને હું કોઈ તને તારો કોટ આપવા નહીં આવું. કાલે મારે શૂટિંગ નથી. તો સવારે નવ વાગ્યે આવીને તારો કોટ તું જ લઈ જાજે." અપર્ણાએ કોટ શબ્દ પર કંઈક વધારે પડતો જ ભાર આપતાં કહ્યું.
"ઓકે." શિવે કહ્યું, અને એ અજય તરફ આગળ વધી ગયો. અપર્ણા પણ કંઈક વિચારતાં વિચારતાં જ બહાર જતી રહી.
શિવને જોતાં જ અજય ઉભો થઈને એનાં ગળે મળ્યો. બંને સામસામે ખુરશીમાં ગોઠવાયાં. અજયનો ચહેરો થોડીવાર પહેલાં જે બન્યું, એનાં લીધે થોડો તંગ જણાતો હતો. શિવ એને કંઈ પૂછે, એ પહેલાં જ એનાં મોબાઈલની રિંગ વાગી. સ્ક્રીન પર 'બાપુ' નામ ફ્લેશ થતું જોઈને, શિવે તરત જ કોલ રિસીવ કરીને, મોબાઈલ કાને લગાવ્યો, "હાં બાપુ! કહો."
"પાર્ટીમાં પહોંચી ગયો?" સામે છેડેથી એક રૂઆબદાર અવાજ શિવનાં કાને પડ્યો.
"હાં બાપુ, તમે ચિંતા નાં કરો. અહીં બધું ઠીક છે." શિવે ખુરશી પરથી ઉભાં થઈને શાંત અવાજે કહ્યું, "મને પાર્ટી બિલકુલ પસંદ નથી. છતાંય હું તમારાં કહેવાથી અહીં આવ્યો. પણ અહીં કોઈ પ્રોબ્લેમ હોય, એવું બિલકુલ લાગતું નથી." એણે આસપાસનાં લોકો તરફ નજર ઘુમાવી.
"છતાંય તું પાર્ટી પૂરી થાય ત્યાં સુધી ત્યાં જ રહે. દુર્ઘટના ઘટતાં પહેલાં માણસને આગાહી નથી આપતી." એ રૂઆબદાર અવાજમાં આ વખતે થોડાં ડરનું મિશ્રણ થયું હતું.
"ઠીક છે, બાપુ." શિવે કહ્યું, અને કોલ ડિસકનેક્ટ કરીને ફરી ખુરશીમાં ગોઠવાયો.
"આજે તું અચાનક પાર્ટીમાં? કંઈ સમજાયું નહીં." શિવ જેવો ખુરશી પર ગોઠવાયો. એવું તરત જ અજયે પૂછ્યું.
"એવાં ઘણાં કારણો હોય છે. જે વ્યક્તિ ખુદને પણ સમજાવી નથી શકતો." શિવે કોઈ પહેલી બુઝાવતો હોય, એ રીતે કહ્યું.
એની નજર પાર્ટીમાં કોઈને શોધી રહી હતી. કોને? એ તો હવે એ જ જાણતો હતો. અજય પણ એનાં એવાં જવાબથી ચુપ જ થઈ ગયો. કોઈ વાતનો સીધો જવાબ આપવો નહીં, પોતાની જીંદગી વિશે ખાસ કોઈને જણાવવું નહીં. આ શિવની આદત બની ગઈ હતી. એની આ જ આદતોના લીધે લોકો એને સમજી નાં શકતાં. આમ કહીએ તો કોઈ એને સમજવાં ઈચ્છે, તો પણ શિવ કોઈની સમજમાં આવતો નહીં. એ બધાં માટે એક રહસ્ય બનીને રહી ગયો હતો. જેને આજ સુધી કોઈ ખરી રીતે જાણીને ગયું ન હતું.

(ક્રમશઃ)

_સુજલ પટેલ "સલિલ"