23-01-1999 શનિવાર: પોષ મહિનાની કડકડતી ઠંડીમાં ઓફ્ફ વ્હાઇટ કલરની એક કૉન્ટૅષા ક્લાસિક કાર `લગભગ 60 કિમિ ની સ્પીડે વાસીમ નાકા પાસેથી પસાર થતી હતી. ડ્રાઇવિંગ કરી રહેલા જીતેન્દ્રસિંહ જોરાવરસિંહ જાડેજા. યાની જેજેજે કારના સ્ટીરીયો ની સાથે સાથે વાગતી ગઝલ "હમ તેરે શહેર મે આયે હે મુસાફિર કી તરહ" ગણગણી રહ્યો હતો. અચાનક મોબાઈલની રીંગ વાગી. અત્યારે રાત્રે પોણા અગિયાર વાગ્યે કોને મારું કામ પડ્યું. એમ વિચારતા એણે મોબાઇલની સ્ક્રીન નજીક લાવીને નામ કે નંબર જોવા લાગ્યો સાથે સાથે વિચાર્યું કે આ પોણા ઇંચની સ્ક્રીન કરતા થોડી મોટી સ્ક્રીન હોય જેમ કે 3-4 ઈચની તો કેવું સારું પડે. પણ 1999માં એ સૌથી લેટેસ્ટ મોબાઇલ એની પાસે હતો. સ્ક્રીન પર કોઈ અજાણ્યો મોબાઇલ નંબર હતો. શીટ ... 8 રૂપિયા લાગી જશે ઈન કમીંગ ના જો રોંગ નંબર હશે તો.. પણ એનું કામ જ એવું હતું કે ગમે તે ગમે ત્યારે એનો સંપર્ક કરે તો જવાબ આપવો પડે.એણે કાર ને રોડની સાઈડમાં લીધી અને ઉભી રાખી, મુંબઈના ઉભરતા સૌથી ખ્યાતનામ પ્રાઇવેટ ડિટેક્ટિવ જેજેજે એ કારની બારી ખોલી અને મોબાઈલ ઉઠાવ્યો.

Full Novel

1

તલાશ - 1

તલાશ 1 23-01-1999 શનિવાર: પોષ મહિનાની કડકડતી ઠંડીમાં ઓફ્ફ વ્હાઇટ કલરની એક કૉન્ટૅષા ક્લાસિક કાર `લગભગ 60 કિમિ ની વાસીમ નાકા પાસેથી પસાર થતી હતી. ડ્રાઇવિંગ કરી રહેલા જીતેન્દ્રસિંહ જોરાવરસિંહ જાડેજા. યાની જેજેજે કારના સ્ટીરીયો ની સાથે સાથે વાગતી ગઝલ "હમ તેરે શહેર મે આયે હે મુસાફિર કી તરહ" ગણગણી રહ્યો હતો. અચાનક મોબાઈલની રીંગ વાગી. અત્યારે રાત્રે પોણા અગિયાર વાગ્યે કોને મારું કામ પડ્યું. એમ વિચારતા એણે મોબાઇલની સ્ક્રીન નજીક લાવીને નામ કે નંબર જોવા લાગ્યો સાથે સાથે વિચાર્યું કે આ પોણા ઇંચની સ્ક્રીન કરતા થોડી મોટી સ્ક્રીન હોય જેમ કે 3-4 ઈચની તો કેવું સારું પડે. પણ 1999માં એ સૌથી લેટેસ્ટ મોબાઇલ એની પાસે હતો. સ્ક્રીન પર કોઈ અજાણ્યો મોબાઇલ નંબર હતો. શીટ ... 8 રૂપિયા લાગી જશે ઈન કમીંગ ના જો રોંગ નંબર હશે તો.. પણ એનું કામ જ એવું ...વધુ વાંચો

2

તલાશ - 2

તલાશ 2 ટ્રીન ટ્રીન વાગતી મોબાઈલની રિંગે જીતુભા નીંદર માં ખલેલ પહોંચાડી દીવાલમાં લટકતી ઘડિયાળમાં જોયું તો સવા પાંચ હતા. અત્યારે કોણ હશે. કદાચ સોનલ. વિચારતા એણે મોબાઈલ સ્ક્રીન પર જોયું પ્રાઇવેટ એમ સ્ક્રીન પર લખેલું હતું... ઓહ્હ્હ. જીતુભા એ ફોને ઉચક્યો. અને કહ્યું "હેલ્લો " " જાસૂસ તારી નીંદર ઉડી ગઈ, ભલભલાની નીંદર મારા ફોનથી ઉડી જાય છે." એક ઘૂંટાયેલો અવાજ એના કાને પડ્યો. અચાનક જીતુભાને લાગ્યું કે એના કાનમાં સેંકડો તમરા બોલી રહ્યા છે. એની રહી સહી નીંદર ઉડી ગઈ. " કોણ બોલે છે." એણે રાડ પાડી. "ધીરે બેટા, ધીરે બોલવાનું. ખાસ તો જયારે મારી સાથે વાત કરતો હો." ખુંખાર અવાજથી જીતુભાના કાનની સાથે આખું શરીર કાંપી ઉઠ્યું. "ઓફ્ફ વ્હાઈટ કલરની કૉન્ટૅસા ક્લાસિક ...વધુ વાંચો

3

તલાશ - 3

" હા બોલો ભાઈ શું કામ હતું? અને શું નામ છે તમારું" સાકરચંદે જીતુભાને પૂછ્યું. ''અમમમ હું મારૂ, એક વસ્તુ પુછવી છે.” “હા બોલો. અને શું નામ કીધું તમે? ફરીથી નામ જાણવાનો આગ્રહ કર્યો." “જી મારું નામ જીતુભા" " જીતુભા એટલે દરબાર રાજપૂત તો અટક કઈ તમારી? એમાં વાત એવી છે ને કે અમારા ગામમાં ય ઘણા દરબાર રહે છે." “જીતુભા જોરાવરસિંહ જાડેજા ગામ કુંભરડી તાલુકો ભચાઉ. જીલ્લો કચ્છ રાજ્ય ગુજરાત" જીતુભાએ અકળાઈને કહ્યું જવાબમાં સાકરચંદે ફરીથી અટ્ટહાસ્ય કર્યું. " બાપુ સમજી ગયો બધ્ધું તમે તો આકરા થઇ ગયા. હા બોલો શું કામ પડ્યું મારું?" ”એમાં એવું છે ને કે મારે.. મને..." ...વધુ વાંચો

4

તલાશ - 4

જે વખતે જીતુભા પેલા ખૂંખાર અવાજવાળા સાથે વાત કરતો હતો એ જ વખતે સાકરચંદ શંકર રઘુ અને વિનય (ભંગારના 3જો માણસ હતો એ)ને પોતે અહીંથી જાય છે પાછળથી શું કરવાનું છે એની સૂચના આપતા હતા. તો એજ વખતે સોનલ અને બીજી એક છોકરી જીગ્ના અને એની મેમ તૈયાર થઈને અરીસા સામે ઉભા હતા. સરલા બહેન સોનલની સુંદરતાના વખાણ કરતા હતા. સોનલની સુંદરતામાં આજે ચાર ચાંદ લાગ્યા હતા. તેણે લાઈટ બ્લુ શર્ટ અને ડેનિમ પહેર્યું હતું. પોણા છ ફીટની સોનલ આંખમાં કાજલ લગાવ્યા પછી અવર્ણનીય લગતી હતી. તો બીજી છોકરીએ બ્રાન્ડેડ જીન્સ પર મોંઘુ પિંક કલરનું સ્પેગેટી ટોપ અને એના પર ડેનિમનું જેકેટ પહેર્યું હતું. પૈસાદાર માં-બાપની લાકડી દીકરી પણ ...વધુ વાંચો

5

તલાશ - 5

નાહીને પૃથ્વી બહાર આવ્યો. ડ્રેસિંગ ટેબલ પર પડેલા દાંતિયાથી વાળ સરખા કર્યા . પછી પોતાનું મનપસંદ ઓલ્ડ સ્પાય ડિયો બદન પર સ્પ્રે કરીને એણે કપડાંચૂઝ કર્યા. જીન્સ પર એણે વ્હાઈટ શર્ટ પહેરવાનું નક્કી કર્યું. પછી કંઈક વિચારીને શર્ટ પહેરવાનું માંડી વાળ્યું એની જગ્યાએ બ્રાઉન કલરનું "હૂંડી" પહેર્યું. પછી એના પર "બોસ" પરફયુમ છાંટીને એક વખત આયનામાં જોયું. પછી એને મરુન કલરના શૂઝ પહેર્યા. હાથમાં ઘડિયાળ બાંધી પછી કંઈક યાદ આવતા ગઈ રાત્રે લગભગ 3 વાગ્યે જ્યારે એ આવ્યો હતો, ત્યારે સાથે લાવેલી બેગ ખોલી તેમાંથી એક લીલીપુટ પિસ્તોલ બહાર કાઢો અને ડાબા પગના મોજા માં ભરાવી. આમ તો એ ગન સ્ત્રીઓની ફેવરિટ છે પણ પૃથ્વીને એવો કોઈ છોછ ન હતો ફાઈનલી એક વાર આયનામાં ...વધુ વાંચો

6

તલાશ - 6

બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં કાર પાર્ક કરીને જીતુભા પોતાની વિંગ તરફ આગળ વધ્યો. 10-12 કદમ દૂર જ તેના ફ્લેટમાં જવાનો દાદરો પોતાના વિચારોમાં મશગુલ જીતુભા દાદરા પાસે પહોંચ્યો ત્યાંજ એક ચીસ એને સંભળાઈ, "ચોર, ચોર, પકડો, પકડો." અને એ ચીસનો અર્થ સમજે એ પહેલાજ એ દાદરમાં પહોંચ્યો હતો અને અચાનક સામે જ એક મજબૂત યુવાન હાથમાં છરો લઈને પડતો આખડતો દાદરા ઉતરતો હાંફતો એની નજરે પડ્યો જીતુભાની સમાજમાં કઈ આવે એ પહેલાજ એનો છરા વાળો હાથ ઉંચો થયો અને "ખચ્ચાક" કરતો જીતુભાને ભોંકી દીધો. આ તરફ જીતુભાની આંખે નોંધ્યું કે એનો છરાવાળો હાથ ઉંચો થયો છે એ સાથેજ એના મગજે એના શરીરને આદેશ આપ્યો ઝૂકી જવાનો અને મિલિટરીની ટ્રેનિંગમાં શીખેલો પાઠ યાદ કરીને ...વધુ વાંચો

7

તલાશ - 7

જયારે જીતુભા ન્હાઈને તૈયાર થતો હતો ત્યારે, પૃથ્વી સરલાબેન સોનલ અને જીગ્ના સંમુખાનંદ હોલ પર પહોંચ્યા હોલ પર ખુશનુમા માહોલ હતો. કોલેજનો સાંસ્કૃતિક કાર્યક્રમ હોવાથી. અનેક કોલેજીયન છોકરા-છોકરીઓ ત્યાં એક બીજાને ઇમ્પ્રેશ કરવા બની ઠનીને આવ્યા હતા. મજાક મસ્તી નો દોર ચાલુ હતો. ઘણા લોકો એ પોતપોતાના ભાવિ જીવનસંગીને શોધી લીધા હતા તેઓ પોતાની લાગણીઓ બતાવવા યેનકેન પ્રકારેણ પ્રયત્ન કરી રહ્યા હતા. તો કેટલાક લોકો હજી છેલ્લો પ્રયાસ પોતાના ભાવિ જીવનસંગીને મનાવવાનો કરી રહ્યા હતા. તો કેટલાક લોકો ગંભીરતાથી કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા હતા. અચાનક કેટલાક છોકરા-છોકરીઓનું ધ્યાન સરલાબેન પર પડ્યું. તેમને ખબર હતી કે આજે એમનો છેલો દિવસ છે અને તે મુંબઈ છોડીને જઈ રહ્યા છે. પોતાના ફેવરિટ પ્રોફેસર આમ અચાનક ...વધુ વાંચો

8

તલાશ - 8

જીતુભાએ મોબાઇલ ખીસામાં મુક્યો અને નજર ઉંચી કરી સામે એક સાડા પાંચ ફૂટ હાઈટની અત્યંત સ્વરૂપવાન યુવતી ઉભી હતી. અને કપડાં પરથી એ કોઈ પૈસાદાર ઘરની હોય એમ લાગતું હતું. ડેનિમ જીન્સ અને સ્ટ્રિપ સ્પેગેટી ટોપ પહેરેલી અને હાથમાં જેકેટ લઇની ઉભેલી એ યુવતીએ કપડાં પર છાંટેલા પરફ્યુમની સુગંધ હવામાં લહેરાતી હતી. કોઈપણ યુવકને ઘાયલ કરી દે એવી આ રૂપસુંદરી જીતુભાને પૂછતી હતી કે "તમે ... તમારું નામ જીતુભા?" "હા જી તમે કોણ? ઓહ્હ તો તમે મોહિની ના ક્લાસના સી એલ છો.?" જીતુભાએ પૂછ્યું. " નારે મને એવા સી એલ, ફી એલ બનવામાં જરાય રસ નથી. હું જીગ્ના" જીગ્નાએ કહ્યું. "જીગ્ના .... ઓહ તો તમે જીગ્ના?” ...વધુ વાંચો

9

તલાશ - 9

"ઠીક છે તને હું ગોળી નહીં મારુ બસ." સાંભળતા મનસુખ ની આંખ ચમકી અને મનોમન વિચાર્યું મને મળવા આવનાર આવી જાય તો પૃથ્વીને ચકમો આપી શકાશે બસ 5-7 મિનિટની જ વાત છે. દરમિયાનમાં પૃથ્વીએ પોતાના ખભે લટકાવેલ પાઉચમાંથી કંઈક કાઢ્યું એક નાનકડી પ્લાસ્ટિકની બોટલ હતી એ ખોલી તેમાંથી એક વ્હાઇટ કલરની ગોળી કાઢીને મનસુખ તરફ લંબાવી કહ્યું " લે આ ખાઈ લે. એકદમ તકલીફ વગરનું મોત બસ. આ ગોળી ગળી જા. એટલે 10 મિનિટમાં તારું હાર્ટ કામ કરતું બંધ થઈ જશે પોસ્ટમોર્ટમમાં પણ કઈ નહીં આવે મેસિવ હાર્ટ એટેક લાગશે લોકોને. આપણે સાથે કામ કર્યું છે એનું ઇનામ બાકી તને ખબર છે હું લોકો ને કેવા કેવા મોત આપું ...વધુ વાંચો

10

તલાશ - 10

જ્યારે સરલાબેનની કાર હોલની બહાર નીકળી એની પાંચ મિનિટ પહેલા પૃથ્વી મનસુખને મળીને હોટલની બહાર નીકળ્યો અને એરપોર્ટ માટે પકડી. એને સરલાબેનને મળવું હતું અને એમની પાસે એક છેલ્લું જરૂરી કામ કરાવવાનું હતું. મનોમન એણે ગણતરી માંડી કે લગભગ 12.30 સુધીમાં એરપોર્ટ પહોંચી જઈશ અને લગભગ એ જ સમયમાં સરલાબેન આવી જશે એરપોર્ટ પરની રેસ્ટોરાંમાં નાસ્તો કરતા કરતા સરલાબેન ને આજે સાંજે કરવાના કામની યાદી આપી દઈશ. સાથે થોડા રૂપિયા અને એમની ટિકિટ આપી દઈશ પછી લગભગ 6-8 મહિના સરલાબેન નહીં મળે. અચાનક એને કંઈક યાદ આવતા એણે મોબાઇલ કાઢ્યો અને કોઈને ફોન જોડ્યો "હલ્લો શેખર" ફોન લગતા જ એણે કહ્યું. "જી ભાઈ સાહબ" સામેથી અવાજ આવ્યો "સરલાબેન આ રહે હે આજ, કરીબ ...વધુ વાંચો

11

તલાશ - 11

લોકલ એરપોર્ટ પર આવેલી નાનકડી રેસ્ટોરાંની અંદર 12-15 માણસો અલગ અલગ 5-6 ટેબલ પર બેસીને નાસ્તો કરી રહ્યા હતા. બાજુના ખૂણામાં આવેલ એક ટેબલ પર 2 વ્યક્તિ બેઠા હતા. અને કંઈક ચર્ચા કરી રહ્યા હતા. એની બરાબર પાછળજ રેસ્ટોરાંનું કિચન હતું. અત્યારે ત્યાં માંડ 2 લોકો અંદર ઓર્ડર મુજબ ખાણું બનાવીને વેઇટરને આપતા હતા. ડાબી બાજુના ખૂણાના ટેબલવાળા લગભગ બધા વેઇટરને નામથી ઓળખતા હતા. કેમ કે છેલ્લા 15-20 દિવસથી એ બંને અહીં લગભગ રોજ કલાકો સુધી બેસીને કંઈક અવનવી ચર્ચા કરતા રહેતા. અત્યારે એમના ટેબલ પર જ્યૂસના ગ્લાસ ભરેલા પડ્યા હતા. હજી એક કલાક પહેલા એમણે અહીં નાસ્તો કર્યો હતો એમને લગભગ એકાદ કલાક પછી અહીં ...વધુ વાંચો

12

તલાશ - 12

પૃથ્વીએ પોતાના મોબાઈલથી એક નંબર ડાયલ કર્યો. સામેથી ફોન ઉંચકાયો એટલે ધીરેથી બોલ્યો "શેઠ પેલા ભેજાગેપ પાકિસ્તાનીઓ અહીં મુંબઈમાં "શું? તને ક્યાંથી ખબર?" "તમે મિટિંગમાં હોવ તો પછી ફોન કરું. આતો મને લાગ્યું કે આટલી મોટી ખબર તમને આપવી જોઈએ એટલે.." "એક મિનિટ ચાલુ રાખ "કહીને અનોપચંદે સામે બેઠેલા 2 જાણે 10 મિનિટ પછી આવવા કહ્યું. તે બંને ઉભા થઈને બહાર ગયા. પછી અનોપચંદે કહ્યું" હવે બોલ શું વાત છે. તું ક્યાં છે એ કહે એટલે બેકઅપ ટીમને મોકલાવું. અને જો જે જરા જાળવજે. તારી જેમ એ બન્ને પણ ભેજાગેપ છે." " મારી ચિંતા ન કરો. એ 2 માંથી એકને મેં જયપુર મોકલી આપ્યો છે અને હવે અહીંયા એક જ ...વધુ વાંચો

13

તલાશ - 13

એરપોર્ટની બહાર આવીને પૃથ્વીએ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પોતાની કાર ભગાવી પણ ત્યાં ટ્રાફિક જામેલો હતો. એની મંઝિલ બાંદ્રા કોમ્પ્લેક્સ વાળો રસ્તો હતો ત્યાં જનરલી મુંબઈના પ્રમાણમાં ટ્રાફિક અને ભીડ ઓછા રહેતા હતા. આ આખો એરિયા બહુ જ ઝડપથી ડેવલપ થઈ રહ્યો હતો ઠેકઠેકાણે છૂટું છવાયું કન્સ્ટ્રકશન કામ સિવાય લગભગ આખો રસ્તો સુમસામ રહેતો અને આમેય આજે રવિવાર હતો પૃથ્વીએ મનોમન ગણતરી કરી કે અહીંથી બાંદ્રા નો લગભગ 12-14 કી મી નો રસ્તો પસાર કર્યા પછી એકવાર એ હની અને એના સાથીઓને બાંદ્રા કુર્લા વાળા રોડ પર લઇ જાઉં પછી એની સાથે ફાઈટ કરવાની મજા આવશે એણે કાર ભગાવી એ લગભગ 20 મિનિટ પછી એ બાન્દ્રાથી કુર્લા જવાના નવા બની રહેલા રસ્તે પહોંચ્યો. એણે વારે ...વધુ વાંચો

14

તલાશ - 14

જે વખતે પૃથ્વી બેહોશ થયો એ પછીની લગભગ 2 મિનિટ પછી શેખરે એને ફોન લગાવ્યો હતો. પણ પૃથ્વી બેહોશ વખતે જીતુભા આરામથી ઊંઘતો હતો. તો એ વખતે કંટાળીને શેખરે ફોન બંધ કરીને કાર એરપોર્ટ તરફ ભગાવી અને મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે "પ્રભુ આજની મુંબઈથી અત્યારે આવતી ફ્લાઇટ અડધો કલાક લેટ કરાવી દો." પણ ભગવાને કંઈક બીજું જ ધાર્યું હતું. કેમ કે ફ્લાઇટ ઓલરેડી લેન્ડ થઈ ગઈ હતી અને સરલાબેન બહાર આવ્યા હતા. બહાર લોકોને રિસીવ કરવા આવનારમાં શેખર દેખાયો નહીં એટલે એમનું દિલ ધબકારો ચુકી ગયું અને એ મનોમન બોલ્યા "મને હતું જ એ ટાઈમ પર નહીં જ પહોંચે. પ્રેમમાં પડ્યો છે પણ ઓહ્હ આજે ...વધુ વાંચો

15

તલાશ - 15

શેખર પોતાની કાર પાર્ક કરીને તરતજ જેટ એરવેઝના ઈન્કવાયરી કાઉન્ટર તરફ દોડ્યો હતો અને મુંબઈથી આવતી ફ્લાઈટની પોઝિશન પૂછી તો જાણવા મળ્યું કે ફ્લાઇટ તો અડધો કલાક પહેલા આવી ગઈ છે. એ નિરાશાને હતાશા માં ત્યાં સામે પડેલી બેન્ચ પર બેસી પડ્યો. "નક્કી, નક્કી મારી નોકરી જવાની." પોતાની ફિક્સ ઈન્કમ આમ હાથમાંથી જવાની ચિંતામાં એને ભરશિયાળે પરસેવો છુટવા માંડ્યો. એને રડવું આવતું હતું. પોતાની થનારી પત્ની પર ગુસ્સો આવતો હતો. હવે પૃથ્વીને શું જવાબ આપવો એવા વિચાર એના મગજમાં ચાલતા હતા. આખરે દસ મિનિટ પછી એ બેન્ચ પરથી ઉભો થયો. અને ત્યાં પાર્કિંગ લોટ પાસે ઉભેલા ટેક્સી ડ્રાઈવર પાસે પહોંચ્યો અને સરલાબેન વિષે પૂછપરછ શરૂ કરી. "ભાઈસાહેબ અભી કુછ દેર ...વધુ વાંચો

16

તલાશ - 16

આગ્રાથી મથુરા નો અડધો રસ્તો ક્રોસ થયો હશે કે સરલાબેન ને અચાનક મૂંઝારો થવા લાગ્યો એણે ગિરધારીને કાર થોભાવવાનું એમને લાગ્યું કે વોમિટ થઇ જશે. કારને સાઈડમાં ઉભાડી ગિરધારીએ સરલાબેન બાજુનો દરવાજો ઉઘાડયો.સરલાબેન નીચે ઉતર્યા અને હાઈવેની ઝાડીઓ પાસે ઉભા રહ્યા ત્યાં ગિરધારી પાણીની બોટલ અને નમકની પડીકી લઈને આવ્યો. પણ સરલાબેન ને વોમિટ ન થઇ. બે એક મિનિટ પછી ગિરધારીના હાથમાંથી પાણીની બોટલ લઈને કોગળા કર્યા "ક્યાં હો રહા હે બહનજી." "પતા નહીં જી મચલ રહા થા.એસા લગ રહા થા કી વોમિટ હો જાએગી પર." "કોઈ બાત નહીં હમ થોડા આરામ સે જાયેંગે એક કામ કરો યહ મુહ મે રખલો" કહીને એને ડેશબોર્ડની બાજુનું ડ્રોઅર ખોલીને તેમાં રાખેલ લવિંગની એક નાનકડી પ્લાસ્ટિકની થેલી સરલાબેન તરફ લંબાવી.સરલાબેને 2 લવિંગ ...વધુ વાંચો

17

તલાશ - 17

"બેસો જીતુભા." આખરે મોહનલાલ બોલ્યો હતો. જીતુભા હજી આશ્ચર્યથી અનોપચંદ સામે જોતો હતો. એ ધબ કરતો મોહનલાલે બતાવેલ ખુરશી બેસી પડ્યો.અનોપચંદે ફોનમાં વાત પુરી કરી. ફોન બંધ કરી પોતાનો મજબૂત હાથ જીતુભા સામે લંબાવ્યો. અને કહ્યું "હેલો યંગ મેન હું અનોપચંદ"' "જીતુભા એટલે કે જીતેન્દ્રસિંહ જોરાવરસિંહ જાડેજા." "હું મોહનલાલ શેઠજીનો મેનેજર" "શેઠજીના એટલે કે શેઠ અનોપચંદજીના બરાબર?" જીતુભાએ પૂછ્યું. "એકદમ બરાબર કોઈ શક" મોહનલાલે ઉત્તર આપ્યો. "તો પછી આ બહુરૂપિયાની સામે આમ અદબ વાળીને કેમ બેઠા છો.આણે તમારા શેઠને ગાયબ કરી દીધા છે તમે પોલીસ બોલાવો. ગભરાવ નહીં હું તમારી સાથે છું હું ઓળખું છું આને, એનું નામ સાકરચંદ છે. મુલુંડમાં ભંગારનો ગોડાઉન છે એનું" જીતુભાએ ઉશ્કેરાટથી કહ્યું. મોહનલાલ અચંબાથી એને જોઈ રહ્યો. "હો. હો હો." અચાનક ...વધુ વાંચો

18

તલાશ - 18

“…અફકોર્સ એની સાથેના પુરુષને એ વાતની ખબર નથી જો એને ખબર પડશે તો કઈ પણ થઇ શકે છે. તારા હુમલો થઈ શકે છે કે, તને મારી નાખવાની કોશિશ પણ થઈ શકે છે." અનોપચંદે કહ્યું "ઠીક છે પણ ધારો કે મેં બેગ લઇ લીધી પછી શું?' "પછી તારી મરજી તું ભાવસારવાળી બસમાં પણ આવી શકે છે અથવા બીજું કોઈ વાહન પકડીને તું સવારે અહીં પહોંચી જજે. ખર્ચની કોઈ ચિંતા નથી. હમણાં આ મોહનલાલ તને 5000 રૂપિયા આપી દેશે. જયારે એ ખૂટવા આવે એટલે સામેથી માંગી લેજે. હિસાબ આપવાની જરૂર નથી. મોહનલાલ રેસકોર્સ પર આવેલી મદુરાઈ રેસ્ટોરાંમાં તને 8-30 વાગ્યે મળશે." "પછી પેલી ઓરત- યુવતીનું શું? એ ...વધુ વાંચો

19

 તલાશ - 19

સોલ્ડર પાઉચને ખભે ભરાવી પ્લેટફોર્મમાં ચાલતા ચાલતા જીતુભા મોહનલાલ ના શબ્દો યાદ કરી રહ્યો હતો. "એમાં તારા કામની ઘણી છે." 4 નંબરના પ્લેટફોર્મ પર સ્પે. રાણકદેવી ટ્રેન ઉપડવાની તૈયારીમાં હતી. જીતુભા સેકન્ડ એસીના B 1 ના ડબ્બે પહોંચ્યો અને જેવો અંદર દાખલ થયો કે તરત જ ટ્રેન ઉપડવા નો એલાર્મ વાગ્યો અને બીજી જ મિનિટે ટ્રેન ચાલુ થઇ. જીતુભા 30 નંબરની સીટ પર ગોઠવાયો એને નવાઈ લગતી હતી કે અનોપચંદને પોતાના પ્લાન પર પૂરો ભરોસો હતો એટલે જ એને જીતુભાનાં નામની ટિકિટ બુક કરાવી રાખી હતી. ખેર હવે 4 કલાક આરામ. "હાશ" કરીને એને સીટ પર લંબાવ્યું અને પછી પોતાનો મોબાઈલ કાઢ્યો અને સોનલને ફોન જોડ્યો xxx "હા બોલ જીતુડા ક્યાં પહોંચ્યો?" સોનલે કહ્યું. "લગભગ ...વધુ વાંચો

20

તલાશ - 20

ઈરાનીના કાનમાં હજી હનીના શબ્દો ગુંજતા હતા "આપણે જલ્દીથી રાજસ્થાન પહોંચવાનું છે. અને બીજી વાત નાઝ રાજસ્થાનમાં છે. " હાથમાંથી ફોન પડતા પડતા રહી ગયો. નાઝ રાજસ્થાનમાં છે. નાઝ ઇરાનીની ભત્રીજી હતી. એના મોટાભાઈની દીકરી. તો હનીની એ ભાણેજ હતી હનીની બહેન ઈરાનીના ભાઈને પત્ની હતી. અને લગભગ એકાદ વર્ષ પહેલા જ નાઝના માતાપિતાનું એક અકસ્માતમાં મરણ થયું હતું. નાઝ પણ પોતાના કાકા-મામાની જેવી જ વિચારધારા માં માનતી હતી, ભારત વિરોધી વિચારધારા. કેમ કે એનો ઉછેર જ એવો થયો હતો. પોતાના કુટુંબના સાથ સહકારથી એણે ભારત વિરોધી કાવતરામાં ભાગ લેવાની તાલીમ લીધી હતી અને અત્યારે એ ભારતમાં ખોટી ઓળખથી ઘૂસી હતી રાજસ્થાનમાં પહોંચી હતી એને એક મિશન આપવામાં ...વધુ વાંચો

21

તલાશ - 21

"એક્સ્ક્યુઝમી સર" કહીને નીનાએ ફરીથી કેબિનમાં પ્રવેશી એ વખતે જોશી સર ફોન કટ કરીને મનોમન પૃથ્વીને બતાવી દેવાનું વિચારી હતા. અચાનક ફરીથી નીનાનો અવાજ સાંભળીને તેઓ ચોંકી ઉઠ્યા. "ઓહો નીનાજી તમે ફરીથી.?” "ફરી પાછું નીનાજી? હવે મને ખરાબ લાગશે હો.” કહીને નીના હસી. અને ઉમેર્યું “જુઓને કેવા સંજોગો ઉભા થયા છે હું બહાર નીકળી અને મારી કાકીની બહેનનો ફોન આવ્યો એની દીકરીની સગાઈ છે. કાકી તો 2 દિવસ પહેલા જ ત્યાં પહોંચી ગયા છે પણ આજે એમની દીકરી કે જે મારી ફ્રેન્ડ છે એનો કોલ આવ્યો અને મને બહુ આગ્રહ કર્યો કે હું એની સગાઈમાં હાજરી આપું. લાઈનમાં ડિસ્ટબન્સ હતું એટલે મેં સ્પીકર ચાલુ રાખ્યું હતું એ તમારા પ્યુને સાંભળ્યું અને એ બોલી ગયો ...વધુ વાંચો

22

તલાશ - 22

એલાર્મ વાગતા જ જીતુભા એ આંખો ખોલી, સાડા દસ વાગ્યા હતા.એકાદ મિનિટ સ્વસ્થ થયા પછી ટ્રેનના વોશરૂમમાં જઈને એ આવ્યો. સામે બેઠેલી મારવાડી ફેમિલી કંઈક નાસ્તો કરતું હતું એમણે કહ્યું અમે તમને જગાડવાના જ હતા. હવે લગભગ 20 મિનિટમાં બરોડા આવશે. જીતુભાએ "થેંક્યુ." કહ્યું એમણે જીતુભાને નાસ્તો કરવા ઓફર કરી પણ જીતુભાએ ના પાડી એટલામાં મસાલા દૂધ વેચતો ફેરિયો નીકળ્યો જીતુભાએ 2 બોટલ લઈને એ ફેમિલીના 2 રમતિયાળ બાળકોના હાથમાં પકડાવી દીધી પછી પૂછ્યું. તમે લોકો પીશો? એ મારવાડી કપલે નમ્રતાથી ના કહી. પછી એ મારવાડીની પત્ની એ પૂછ્યું "ભાઈ તમે કામ શું કરો છો" "જી. હું ક્રાઈમ બ્રાન્ચમાં ઇન્સ્પેકટર છું." "ઓહોહો. જોયું મને લાગ્યું જ. જોયું મેં તમને નહોતું કહ્યું કે આ ...વધુ વાંચો

23

તલાશ - 23

રાત્રીના લગભગ 12-30 વાગ્યા હતા અનોપચંદ હમણાં જ એક મિટિંગમાંથી ઘરે આવ્યો હતો. હોલમાં નીતા અને નિનાદ (અનોપચંદનો નાનો અને એની પત્ની) બેઠા હતા. સૌમિલ (મોટા દીકરાનો દીકરો) અને નિકુંજ (નિનાદનો દીકરો) સુઈ ગયા હતા. પોતાના બેડરૂમમાં જઈ ફ્રેશ થઈને અનોપચંદ ફરી હોલમાં આવ્યા અને પૂછ્યું "સુમિત અને સ્નેહા ક્યારે આવશે?" "પપ્પા દીદી અને જીજાજી બસ હવે આવવાની તૈયારીમાં છે.” અનોપચંદની ફેમિલીનો આ શિરસ્તો હતો જો કોઈ બહારગામ ન હોય તો રાત્રે ભલે થોડીકવાર પણ આખા કુટુંબે સાથે બેસવું. અનોપચંદની પત્ની 4 વર્ષ પહેલા મૃત્યુ પામી હતી. પણ 2 દીકરા અને 2 વહુઓ અને બાળકો જાગતા હોય તો એ લોકો બધા રાત્રે ડિનર ...વધુ વાંચો

24

તલાશ - 24

"ભાઈ મેં તો તને સારા ઘરનો ધાર્યો હતો. મારા વરની તબિયત ખરાબ છે એટલે તને બેગ ઉતારી લાવવા કહ્યું તું તો બેગ ઉપાડી ને હાલતો થવા માંડ્યો ભાઈ." એમ બોલતી એ યુવતી એની પાસે આવી અને એના હાથમાંથી બેગ આંચકી લીધી. જીતુભા બઘવાઈ સ્ટેચ્યુ થઈ ગયો. કાપો તો લોહી ન નીકળે એવી એની હાલત થઈ ગઈ. એ યુવતી આમ ફરી જશે એવું એણે નહોતું ધાર્યું. શું જવાબ આપવો એ પણ વિચાર એને માંડ આવ્યો અને એ બોલ્યો. "બહેન એવું કઈ નથી તમે દેખાણા નહીં. એટલે હું તમને આજુબાજુ શોધતો હતો તમે ક્યાંય દેખાતા ન હતા." જીતુભાએ નોંધ્યું કે એનો ડ્રાઈવર અને બીજા કેટલાક લોકો એને ઘુરી ...વધુ વાંચો

25

તલાશ - 25

સલમાની આખો ફાટી રહી હતી. જીતુભા આવું પગલું ભરશે એ એને કલ્પના ન હતી. અમીચંદ બેહોશ થઈને જીતુભાનાં હાથમાં રહ્યો હતો. "ચાચા પાછળનો દરવાજો ખોલો" જીતુભાએ કહ્યું. ટેક્સી ડ્રાઇવરે દોડીને દરવાજો ખોલ્યો અને અમીચંદને પાછલી સીટ પર સુવડાવવામાં જીતુભાને મદદ કરી. અને પછી પૂછ્યું સ"સાહેબ હવે આપણે નીકળીએ?' "બસ, પાંચ મિનિટમાં આ બહેનનું શું કરવું એ વિચારી લઉ પછી નીકળી એ.".કહીને જીતુભા સલમા તરફ ફર્યો. અને પૂછ્યું "શું આજ હતી શેઠજીની વ્યવસ્થા.અને તું શું ફોડી લેવાની હતી? એમણે તો પોતાના લાખો રૂપિયાના લાભ માટે તને ફસાવી દીધી." દાંત ભીસતાં એણે કહ્યું. કોઈ સ્ત્રી આવી પરિસ્થિતિમાં મુકાય એ એને ભયંકર રીતે ખટક્યું હતું. "ભાઈ એમાં એવું છે ને કે,ઓલ 2 ડોબાઓ ક્યાંક રહી ગયા લાગે ...વધુ વાંચો

26

તલાશ - 26

હોટેલ સનરાઈઝ 302 નંબરના રૂમમાં સુરેન્દ્રસિંહ ઝાલા તૈયાર થઈને બેડ પર બેઠા હતા. ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથેની એની સાંજે પાંચ વાગ્યે શરૂ થયેલી મીટીંગ ચા- નાસ્તા સાથે પુરી થવાની હતી. પણ એ ડિનર ડિપ્લોમસી પછી પણ પુરી ન થઇ અને છેક મોડી રાત્રે કે કહોને વહેલી સવારે 3 વાગ્યે પૂરી થઈ હતી. આમ તો એ અધિકારીઓમાં એક પાંડુરંગ મોરે તો એનો મિત્ર હતો. અને એણે એના ઉપરી અધિકારીને સુરેન્દ્રસિંહનું નામ સૂચવ્યું હતું. એ ઉપરી અધિકારી ગુરમીત ચઢ્ઢા એમની પાસે કૈક ખાનગી રાહે તપાસ કરાવવા માંગતો હતો 2-3 વાર અલગ અલગ ફોનથી વાત કરીને એમણે સુરેન્દ્રસિંહ ને મળવા બોલાવ્યા હતા. એ બંને એ જે વાત કહી હતી અને જે ડોક્યુમેન્ટ બતાવ્યા હતા એનાથી ...વધુ વાંચો

27

તલાશ - 27

સવા અગિયાર વાગ્યે એલાર્મ ના અવાજથી જીતુભા ઉઠ્યો હતો. અને ફ્રેશ થવા બાથરૂમમાં ગયો એ જ વખતે એના ફોનમાં વાગી. અનોપચંદ એને ફોન કરતો હતો. તો એ જ વખતે હની પોતાની હોટલના રૂમમાં કંઈક વિચારમાં આટા મારતો હતો. સાડા બાર વાગ્યે એને હોટલ મુન વોક માં કોઈ અમીચંદને મળવાનું હતું, જેનો ફોટો મનસુખ જીરાવાળો એને ગઈકાલે આપવાનો હતો સાંજ સુધી એના તરફથી કોઈ મેસેજ ન મળતા હનીએ રાત્રે પોતાના માણસને મોકલ્યો હતો એની હોટેલ પર તપાસ કરવા તો જાણવા મળ્યું કે એ તો બપોરે જ હાર્ટએટેકથી મરી ગયો છે અને પોલીસ એની લાશ તથા સમાન લઈ ગયા છે. "નક્કી એ પેલા ઉંટ (પૃથ્વીનું) જ કામ હશે મનસુખને મારવાનું, પણ ...વધુ વાંચો

28

તલાશ - 28

"સર, મારા પાસે 2 દિવસનો સમય છે. અત્યારે હું દિલ્હીમાં છું. મારો ટાર્ગેટ દિલ્હી આવ્યો છે. ગુરુવારથી કામ સારું ગુલાબચંદને કહીને રજાની ગોઠવણ કરાવી આપો. બીજી કઈ કામ હોય તો કહો." નાઝનીને એક હોટેલની રૂમમાંથી પોતાના ઉપરી અધિકારી સાથે વાત કરતા કહ્યું. "કઈ નહીં હમણાં આરામ કર અથવા હમણાં જ પાછી રાજસ્થાન જવા નીકળી જા નહીતો રાત્રે નીકળી કાલે બપોરે 12 વાગ્યા પહેલા જેસલમેર પહોંચી જ જે. હનીફ મહોમ્મદ કે મુશ્તાક ઈરાની બન્ને અથવા કોઈ એક તને ગુરુવારે જેસલમેરમાં મળશે. તને કઈ મદદની જરૂર હોય તો એમની મદદ લેજે. બાકી એ એમને સોંપેલું કામ કરશે. એકબીજાના સંપર્કમાં રહેજો" કહીને ઉપરી અધિકારીએ ફોન કટ કર્યો. ...વધુ વાંચો

29

તલાશ - 29

"શેઠજી બલ્વીન્દરસિંઘનો ફોન આવ્યો હતો." મોહનલાલે કહ્યું. "કોઈ નવી વાત છે કે એ જ છે. જે આપણે જાણીએ "શેઠ વાત નવી છે. અને ચિંતાજનક પણ." અનોપચંદે પોતે જે ફાઇલ જોતો હતો એમાંથી માથું ઉંચુ કર્યું અને પૂછ્યું. "શું ખબર છે બોલો" "કાલે સુરેન્દ્રસિંહ સાથે વાત કરનારા બંને ઓફિસર પાંડુરંગ મોરે અને ગુરમીત ચઢ્ઢા હતા. બન્ને મહા કરપટ છે. પણ કંઈક નવો ખેલ માંડ્યો છે. એ બેઉએ મળીને. " "શું કરવા માંગે છે ?"અનોપચંદે પૂછ્યું. "આપણા દેશને કંગાળ અને નબળો બનાવી એમને કરોડપતિ થવું છે. આર્મી ચીફને બ્લેકમેલ કરવા છે. " "શું.ઉઉઉ. ઓલી સિક્રેટ ફાઇલ?' "હા આર્મી સાથેના ગુપ્ત સોદાની ફાઈલ ક્યાંકથી એમણે મેળવી લીધી છે. અને જેટલા સ્વદેશી સપ્લાયર્સ છે ...વધુ વાંચો

30

તલાશ - 30

ડિસ્ક્લેમર : આ એક કાલ્પનિક વાર્તા છે. આમ આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો "બાપુ હવે બહુ થઇ ગયું તમે પ્રદીપ અંકલ સાથે વાત કરવાના છો કે પછી હું કઈ કરું?" "ના. તારી વાત સાચી છે. હું જ કંઈક કરું છું." "પણ ક્યારે?" "હમણાં જ ફોન કરું" કહીને ત્રિલોકચંદ્ર શર્માએ ફોન લગાવવા મંડ્યો. જયારે એની સામે બેઠેલો એનો દીકરો અમર ધ્યાનથી એમની વાત સાંભળવા માંડ્યો. xxx પ્રદીપ શર્માના ઘરમાં ધમાલ ચાલતી હતી. આજે દીકરીના થનારા સાસરિયા અને જમાઈ પહેલી વખત એમના ઘરે જમવા આવવાના હતા. રસોડામાં મોહિની અને એની મમ્મી હેમા બહેન જાતભાતની વાનગીઓ બનાવવામાં વ્યસ્ત હતા. આમ તો સુરેન્દ્રસિંહે સોનલ દ્વારા ...વધુ વાંચો

31

તલાશ - 31

ભોજન પૂરું થયા પછી.બધા ટેરેસમાં ગયા. એક ખૂણામાં જીતુભા મોહિની અને સોનલ ઉભા હતા. તો એમનાથી લગભગ 10 કદમ સુરેન્દ્રસિંહ પ્રદીપભાઈ અને હેમા બહેન ઉભા હતા. મોહિનીએ જીતુભાને પૂછ્યું "તો તું સવારે જેસલમેર જઈશું કા?" "હા લગભગ 7-8 દિવસ માટે." "જીતુ મારું એક કામ કરીશ?" કહીને મોહિનીએ પ્રદીપભાઈ અને ત્રિલોક ચંદ્રની વાત થઇ હતી એ ટૂંકમાં કહી અને પછી કહ્યું. પપ્પા આ શની-રવીમાં ત્યાં જવાનું કહે છે. પણ મને અંદરથી ડર લાગે છે કે એ લોકો કંઈક ગરબડ કરશે. એ લોકો પેઢીઓથી ત્યાં રહે છે. કરોડોપતિ અને માથાભારે છે. અમારું ગામ 'ગોમત' પોખરણ ની બાજુમાં છે. જેસલમેરથી લગભગ 100 કિલોમીટર દૂર" "તો પરણી જા એને. કરોડો પતિ ...વધુ વાંચો

32

તલાશ - 32

ડિસ્ક્લેમર : આ એક કાલ્પનિક વાર્તા છે. આમ આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો સંગીત સંધ્યા મસ્ત રહી હતી. એમાં બંને પક્ષ વાળા લોકો મન મૂકીને નાચ્યા હતા, સરલાબેને પણ 'દિલ તો પાગલ હે' ના ગીત 'મુજકો હોઈ ના ખબર ચોરી ચોરી છુપ છુપ કર લેગઈ લેગઇ, દિલ લે ગયી" પર થોડા સ્ટેપ્સ કર્યા તો જનક જોશી જેવા અંતર્મુખી માણસે એના જવાબમાં મન મૂકીને આશિકી ના "તું મેરી જિંદગી હે" ગીતને માઈક પર ગાયું . લગભગ 12 વાગ્યા સુધી આ ધમાલ ચાલી. પછી બધા આરામ કરતા હતા. ત્યાં સરલાબેનના ફોનમાં ફ્લોદીથી ખડક સિંહ ના કારભારી નો ફોન આવ્યો કે એના બાપુ ની તબિયત અચાનક બગડી છે. ...વધુ વાંચો

33

તલાશ - 33

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમા આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. દલામલ ટાવરના પાર્કિંગ લોટ માં નિયત કરેલ જગ્યાએ કાર ઉભી રહી કે તુરંત જ 'અનોપચંદ એન્ડ કૂ' ની એક સ્ટાફે સુરેન્દ્રસિંહને આવકાર્ય. અને પોતાની સાથે આવવા કહ્યું. 30 આસપાસની ઉંમર ધરાવતી એ યુવતી એ સિફોન સાડી પહેરી હતી. અને અત્યંત શાલીનતાથી એ સુરેન્દ્રસિંહને લઈને 13 એ મળે લિફ્ટમાં પહોંચી. તથા ત્યાં બેઠેલા પ્યુન ને આદેશ આપ્યો કે 'સાહેબને શેઠજીની કેબીન સુધી પહોંચાડી આવ.' xxx જીતુભા ચાલતો 'સ્નેહા ડિફેન્સ' ના મેન ગેટ પર પહોંચ્યો. આમ તો આ એક ઇન્ડસ્ટ્રીયલ એરિયા હતો. પણ તેમાંથી લગભગ 45% જેટલો ભાગ 'અનોપચંદ એન્ડ કૂ ...વધુ વાંચો

34

તલાશ - 34

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમા આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. જે વખતે અનોપચંદ સુરેન્દ્રસિંહને પોતાની સરદાર વલ્લભભાઈ સાથેની મુલાકાત વિશે કહી રહ્યો હતો એ વખતે નાઝનીન ગુલાબચંદ ગુપ્તાના ઘરે પહોંચી હતી ગુલાબચંદ એની જ રાહ જોઈને બેઠો હતો એને વેપારના સિલસિલામાં ઓફિસ પહોંચવાની જલ્દી હતી. પણ નાઝે એને તાકીદ કરી હતી કે હું ન આવું ત્યાં સુધી ઘરની બહાર પગ ન મુકતા એટલે એ કરોડોપતિ એક અદની પાકિસ્તાની જાસૂસ જે એની ભત્રીજી બનીને એના ઘરમાં ભરાઈ હતી એનો હુકમ માનીને ઘરમાં જ બેઠો હતો. . "બધું સેટ કરી રાખ્યું છે ને? આવતા વેંત કંઈક તીખા સ્વરે નાઝ ...વધુ વાંચો

35

તલાશ - 35

ડિસ્ક્લેમર : આ એક કાલ્પનિક વાર્તા છે. આમ આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો કલાક પછી ગિરિજા ગુલાબચંદ ગુપ્તા કોઈ સાથે ફોનમાં વાત કરી રહ્યા હતા. " હા હા હું સમજી ગઈ. ના ના કઈ વાંધો નથી લઇ લેશું. અચાનક નાઝનીને એમના બેડરૂમમાં ધસી આવી અને કહ્યું. "ચાચી ચાલોને તમે જોવા બધા રીહર્સલ કરે છે બહુ જ આવશે." "ના બેટી હું તો હોલમાં જ જોઇશ પ્રોગ્રામ. " "હવે આવો ને તમને કહ્યું ને, અને કોનો ફોન હતો?" "તારી દીદીનો જયપુરથી, કહેતી હતી એને આ વખતે આટો દેવા આવે ત્યારે 40 તોલા નો સેટ બનાવડાવવો છે. " "ઓહો દીદીને તો જલસા છે. ...વધુ વાંચો

36

તલાશ - 36

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમા આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. 'જો બેટી હું કઈ ખેલ કરવાની પોઝિશન માં હોત તો તું આવી ત્યારે કર્યો હોત" ધીમેથી ગુલાબચંદે કહ્યું અને ઉમેર્યું. "ધંધો તો કરવો જ પડે ને. તું જ જુવે છે કેટલા ખર્ચ થઈ રહ્યા છે." "ઠીક છે. પણ તમે હમણાં મારી સાથે ટાઉનહોલ પર આવશો અને મારો પરિચય પ્રેક્ષકોને કરાવો પછી તમે 5-10 વાગ્યે નીકળી જજો. ચાચી આખા પ્રોગ્રામ દરમિયાન પહેલો રો માં જ બેસી રહેશે. અને 6-45 વાગ્યે હું 'મોરની બાગામાં' વાળો ડાન્સ કરીશ એ પહેલા તમે ચાચી ની બાજુમાં બેઠેલા હોવા જોઈએ. અને મારો ...વધુ વાંચો

37

તલાશ - 37

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમા આવતા તમામ પ્રસંગોકાલ્પનિક છે. અને આ લખવાનોહેતુ માત્ર મનોરંજનનો છે. કારમી ઠંડી રહી હતી. વાતાવરણ માંડ 4-5 ડિગ્રી હતું. મિલિટરી હોસ્પિટલ નીબાજુમાં જ એક સર્કલ હતુંએક રસ્તો હોસ્પિટલના મુખ્ય દરવાજા તરફ બીજો ટાઉન હોલ તરફ 3જો ગોલ્ડસ્ટર લેક તરફ તો 4થો મિલિટરી કેમ્પ થઈને રણ તરફ જવાનો રસ્તો હતો. કેન્ટોનમેન્ટ પણ ત્યાં જ આવેલું હતું. અને એ રસ્તો અડધે પહોંચ્યા પછી સામાન્ય પબ્લિક અને સિવિલિયન માટે પ્રતિબંધિત હતો.ગુલચંદની અને નાઝની કાર મિલિટરી હોસ્પિટલ નીબાજુમાંથી પસાર થી ત્યારે બરાબર એની પાછળ જ એક બાઈક સ્વર આવી રહ્યો હતો. સર્કલ પર પહોંચ્યા પછી એકાદ ...વધુ વાંચો

38

તલાશ - 38

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમા આવતા તમામ પ્રસંગોકાલ્પનિક છે. અને આ લખવાનોહેતુ માત્ર મનોરંજનનો છે. 67 આલબર્ટ રોડના કોર્નર પર પબ્લિક પાર્ક ની બાજુમાં આવેલ એક 3 માળના રોમનશૈલીમાં બનાવેલ બિલ્ડિંગના મુખ્ય દરવાજા પર બોર્ડ હતું. 'NASA' યાને નિનાદ અગ્રવાલ સિક્યુરિટી સર્વિસ. એમાં ત્રીજે માળે આવેલાએક આલીશાન ચેમ્બરમાં માઈકલ કૈક વ્યગ્રતાથી બેઠો હતો. આજે સવારે 7 વાગ્યે મોટા બોસ સુમિત અગ્રવાલ નોફોન આવ્યો અને એક અરજન્ટ કામ એને સોંપ્યું હતું. કે એક ઇન્ડિયન છોકરો કે જે ઓક્સફર્ડમાં ભણે છે એ ક્યાં રહે છે એ શોધી અને એ જ્યાં રહે છે ત્યાં એ નજરકેદ છે એને છોડાવીનેભારત પહોંચતો ...વધુ વાંચો

39

તલાશ - 39

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમા આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. ચતુર બોલું છું. ઓલી નીના હમણાં જ કાર લઈને ઉતાવળી મિલિટરી હોસ્પિટલ સાઈડ ગઈ છે. હું બાઈક માં એનો પીછો કરું છું પણ એ કારની સ્પીડ માં પહોંચશે નહીં. કાર નંબર xxxx છે. મને કાલે બપોરે કારની ટાંકી ફૂલ કરવા કહ્યું હતું. પણ મેં એમાં 8 લીટર જ પેટ્રોલ ભરાવ્યું હતું એટલે અત્યારે ટાંકીમાં માંડ 5 લીટર પેટ્રોલ હશે. એ 80-100 કિ મી થી વધારે દૂર નહીં જાય. થોડી વારમાં એને ઈન્ડિકેશન મળશે એટલે મને ગાળો દેશે." ચતુરે એક શ્વાસે રિપોર્ટ આપ્યો. "ઓ.કે. હું કેન્ટોનમેન્ટ રોડથી હોસ્પિટલ ...વધુ વાંચો

40

તલાશ - 40

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમા આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. રોડના આગલા વળાંક પર પહોંચેલા જીતુભાએ જીન્સ અને ટીશર્ટ પહેરેલી એક યુવતીને ભાગતી જોઈ. 6-7 કિલોમીટર પહેલા એની કાર રસ્તામાં ત્યજી દેવાયેલ હાલતમાં જોઈ હતી. હવે કેટલું ભાગશે. હમણાં પકડી લઈશ એમ વિચારતા એ આગળ વધ્યો યુવતી વળાંક લઇ ચુકી હતી જીતુભા એ વળાંક પર પહોંચ્યો તો એને જોયું કે લગભગ 300-350 મીટર દૂર એક ટ્રેક્ટર જઈ રહ્યું હતું અને લગભગ 200 મીટર દૂર ઓલી યુવતી કંઈક રાડો નાખી ટ્રેકટરને રોકવાની કોશિશ કરતી ભાગતી જતી હતી. એણે ચતુરને ગોળી મારી હતી એટલે જીતુભાને ખુન્નસ તો ...વધુ વાંચો

41

તલાશ - 41

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમા આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. ગેસ્ટ હાઉસ પહોંચીને જીતુભાએ શંભુ મહારાજ ને કહ્યું મને સાડા નવ વાગ્યે ઉઠાડી દેજો અને નાસ્તો તૈયાર રાખજો.કહી પોતાના રૂમમાં જઈ શાવર લઈને બેડ પર લંબાવ્યું. ત્યારે પોણા 6 વાગ્યા હતા. xxx "હેલો હની," એક સ્ત્રેણ અવાજ પોતાના મોબાઈલ પર સાંભળીને હનીની રહી સહી નીંદર પણ ઉડી ગઈ. સ્ક્રીન પર જોયું તો અજાણ્યો નંબર હતો."યસ," એણે કહ્યું. "હની રૂમની બહાર હોટેલના ગાર્ડનમાં આવ હું ચા નો કપ લઇ ડાબી બાજુ ખૂણામાં બેઠી છું." કહીને ફોન કટ થયો. હની હવે અવાજને પૂરો ઓળખી ગયો હતો. મુસ્કુરાઇને એ બાથરૂમ માં ફ્રેશ થવા ...વધુ વાંચો

42

તલાશ - 42

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમ આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. "જીતુભા કઈ બાજુ લઉં?" ભીમસિંહે પૂછ્યું. "પહેલા તો મિલિટરી હોસ્પિટલે લઇ લો, ચતુરને મળીયે. પછી ક્યાં જવું છે એ કહું છું." "સોરી પણ મિલિટરી હોસ્પિટલ નહીં જવાય." "કેમ?' "કેમ કે ગઈકાલે મારા એક ઓળખીતા ડોક્ટર મળેલા અને એમના હાથમાં ચતુરને સોંપીને પછી હું અને બીજા લોકો તમને શોધવા નીકળેલા." "તો એનું શું છે. ચતુરને મળવામાં શું વાંધો.?” "એમાં એવું છે કે તમને તો ખબર જ છે કે, હું હમણાં કલાક માટે બહાર ગયો હતો. મને હોસ્પિટલના સ્ટાફ માં એક વોર્ડબોય કે જે મારો પાડોશી છે. એને કહ્યું કે ચતુર નું કૈક બહુ મોટું લફડું છે. છેક દિલ્હી થી મોટા ઓફિસર કોઈ પૂછપરછ કરવા આવી રહ્યા છે. ...વધુ વાંચો

43

તલાશ - 43

ડિસ્ક્લેમર : આ એક કાલ્પનિક વાર્તા છે. આમ આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો "શાહિદ તારી થનારી બેગમનું એટલું કામ નહીં કરે?" નાઝ કૈક નખરા ભેર આંખો નચાવતા શાહિદને કહી રહી હતી. "અઝહર આ પાગલ છોકરીને કંઈક સમજાવ નહીં તો હું એનું ગળું દબાવી દઈશ" શાહિદે ગુસ્સા ભર્યા અવાજે અઝહરને કહ્યું "એ પાગલે મને પણ એજ કહ્યું હતું અને મેં ના પાડી તો છેલ્લી 10 મિનિટમાં, મનમાં મારુ 15 વાર મર્ડર કરી નાખ્યું છે એણે" અઝહરને હવે મજા આવતી હતી કેમ કે હવે શાહિદ ફસાયો હતો. "તમે બન્ને મારી વાત કેમ સમજતા નથી. દોઢ બે કલાકમાં આપણે ત્યાં પહોંચી જઈશું.ત્યાં ડ્યુટી 4 ...વધુ વાંચો

44

તલાશ - 44

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમ આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. "ભીમ સિંહ, થોડીવારમાં આપણે ગોમત ગામમાં આંટો દેવા જવું છે." પોખરણ ની એક નાનકડી હોટલમાં ઉતરેલા જીતુભાએ ચા-નાસ્તો કરતા કરતા કહ્યું. "ભલે જીતુભા, હું નીચે ગાડીમાં બેસું છું. તમે તૈયાર થઈને નીચે આવો."કહીને ભીમસિંહ ઉભો થયો, અને જીતુભા ફ્રેશ થવા બાથરૂમમાં ગયો. ભીમસિંહ આવા કોઈ મોકા ની જ રાહ જોતો હતો એણે બહાર જઈને ફોન જોડ્યો. xxx "હા બોલ ભીમ, શુ ખબર છે." "અમે પટવારીના ઘરે ગયા હતા. એના બાપુ અહીં ડોક્ટર તરીકે લગભગ 40 વર્ષથી લોકોની સેવા કરે છે. ભગવાનના માણસ છે. ઘરના બધા પણ બહું સરળ છે. આ યોગેશ એટલે ...વધુ વાંચો

45

તલાશ - 45

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમ આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. દસ વાગ્યે જેસલમેર એરપોર્ટમાંથી મોહિની હેમા અને પ્રદીપ શર્મા બહાર નીકળ્યા. મોહિનીએ ફરીથી જીતુભાને ફોન જોડ્યો પણ રિંગ જ વાગી, "પપ્પા, આ જીતુ ફોન કેમ નહીં ઉપાડતો હોય? હું સોનલને પૂછું છું તમે RJ15 - 5445 નંબરનો સુમો ચેક કરો ક્યાં છે." "હા હું જોઉં છું. અને મને લાગે છે કે સુરેન્દ્રસિંહની સાથે વાત કરવી જોઈએ" કહી. પ્રદીપ શર્મા એ સુરેન્દ્રસિંહ ને ફોન જોડતા જોડતા.બહાર નીકળીને જીતુભા એ કહેલા સુમોને શોધવા માંડ્યો. મોહિનીને સોનલે કહ્યું કે જીતુ એનો ફોન પણ ઉપાડતો નથી આથી સહેજ નિરાશામાં મોહિની એના મમી હેમાબહેન સાથે ...વધુ વાંચો

46

તલાશ - 46

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમ આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. "કા. તને ક્યાં પહાડ તોડવાનું કામ સોંપ્યું છે મેં કે તું ના પડે છે. આમેય તારા કાકા કહે છે કે તું આખો દી હડિયાપટ્ટી કરતો હોય છે." "અરે કાકા, આ તમારી ઘડિયાળ કાંડા માં ઘડીયે ઘડીયે ખુંચે છે. અને થોડી થોડી વારે તમારા નામની બૂમો પડે છે." "ઠીક છે. હવે તું એક કામ કર. અત્યારે એક વાગ્યો છે. તું તારા કાકાની ઓફિસે જઈને બેસ. સાડા ત્રણ વાગ્યે એ મને મળવા આવશે. ત્યારે આ ઘડિયાળ એમને આપી દેજે." કહી ને એને પોતાના ફોન માંથી કોઈ ને ફોન જોડ્યો. "હલ્લો સુરજસિંહ. જીતુભા બોલું છું. આ તમારો ભત્રીજો તો ...વધુ વાંચો

47

તલાશ - 47 - અંતિમ પ્રકરણ

તલાશ વિષે થોડુંક. 31 જુલાઈ 2021 થી શરૂ થયેલી ‘તલાશ' આજે પૂર્ણ થાય છે. સહુથી પહેલા તો ખુબ ખુબ મારા અસંખ્ય વાચકોનો જેમણે ધીરજ પૂર્વક મારી નોવેલ તલાશના બધા એપિસોડ વાંચ્યા ઉપરાંત કોમેન્ટ કરીને કે રેટિંગ આપીને પ્રોત્સાહ આપ્યું. આ ઉપરાંત વોટ્સ એપ થી મેસેજ કરીને કે ફોન કરીને સતત પ્રોત્સાહિત કરતા રહ્યા. જો પહેલા એપિસોડથી જ એમનો પ્રેમ ન મળ્યો હોત તો આ 'તલાશ" પુરી થઇ જ ન હોત. આ સાથે જ આજના 47માં પ્રકરણમાં 'તલાશ 'પૂર્ણ થાય છે. પણ .... 'તલાશ' હજી અધૂરી છે. ઘણા બધા પ્રશ્નોના ઉત્તર મળી ગયા છે. છતાં હજી કેટલાક પ્રશ્નો ઉભા છે. જેમ કે, અનોપચંદે ...વધુ વાંચો

48

તલાશ વિષે થોડુંક અને હા તલાશ 2 વિષે પણ...

વાચક મિત્રો લગભગ 3 મહિના પછી ફરીથી આપણી સમક્ષ હાજર થયો છું. આપનો જે અપાર સ્નેહ મળ્યો છે એ છે. તલાશ વાર્તા ચાલુ હતી ત્યારે આપના પ્રતિભાવ અને સૂચનો એ વાર્તાને વધુ સારી રીતે લખવામાં ખુબ મદદ કરી એ બદલ ખુબ ખુબ આભાર. તલાશ પોતાના અસ્તિત્વની. તલાશ પોતાના સ્વજનો ની સલામતી, સુખ, શાંતિની. તલાશ દેશ માટે જાનની બાજી લગાવનાર નરબંકાઓની તલાશ દેશના દુશમનોની તલાશ દેશમાં છુપાયેલા દેશદ્રોહીઓની તલાશ-1 ના મુખ્ય પાત્રો. શેઠ અનોપચંદ 70 વર્ષ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી થી લઈને ભારતના રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી એમના મેનેજર ના એક ફોન થી તરત મુલાકાત માટે સમય આપે એવી પહોંચ ધરાવનાર ભારતના ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો