Dr Sharad Thaker લિખિત નવલકથા ડોક્ટરની ડાયરી - સીઝન - 2 | ગુજરાતી બેસ્ટ નવલકથાઓ વાંચો અને પીડીએફ ડાઉનલોડ કરો હોમ નવલકથાઓ ગુજરાતી નવલકથાઓ ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - નવલકથા નવલકથા ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - નવલકથા Dr Sharad Thaker દ્વારા ગુજરાતી પ્રેરક કથા (5k) 100.4k 148k 638 મધરાતનો સુમાર. વયોવૃધ્ધ, બિમાર ડો. પટેલ સાહેબના બંગલાની ડોરબેલ ગૂંજી ઉઠી. નોકરે બારણું ઊઘાડ્યું. ઝાંપા આગળ એક રીક્ષા ઊભી હતી. રીક્ષામાં એક ગરીબ મુસલમાન ઔરત ખોળામાં લાશ જેવી બાળકી લઇને બેઠી હતી. એનો ખાવિંદ ડો. પટેલના બંગલાના બારણા પાસે ...વધુ વાંચોહતો. નોકરને વિનવી રહ્યો હતો: “સાહેબને બોલાવો ને! જલદી કરો, ભાઇ, મારી ગુલશન મરી રહી છે.....” સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો સંપૂર્ણ નવલકથા ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 1 (373) 16.6k 13.6k મધરાતનો સુમાર. વયોવૃધ્ધ, બિમાર ડો. પટેલ સાહેબના બંગલાની ડોરબેલ ગૂંજી ઉઠી. નોકરે બારણું ઊઘાડ્યું. ઝાંપા આગળ એક રીક્ષા ઊભી હતી. રીક્ષામાં એક ગરીબ મુસલમાન ઔરત ખોળામાં લાશ જેવી બાળકી લઇને બેઠી હતી. એનો ખાવિંદ ડો. પટેલના બંગલાના બારણા પાસે ...વધુ વાંચોહતો. નોકરને વિનવી રહ્યો હતો: “સાહેબને બોલાવો ને! જલદી કરો, ભાઇ, મારી ગુલશન મરી રહી છે.....” સાંભળો વાંચો ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 2 (264) 6.8k 7k અશોકભાઇ હરખાભાઇ સોલંકી. ભાવનગર જીલ્લાનુ એક નાનું ગામ. સાવ ગામડું પણ ન કહેવાય. પિથલપુર તાલુકો.આજથી બાર વર્ષ પહેલાં અશોકની ઉંમર એકવીસ જ વર્ષ હતી ત્યારે એના લગ્ન લેવાયા. રમા નામની યુવતી ઊમંગોનુ પાનેતર પહેરીને એના ઘરમાં આવી. સપનાના વાવેતર ...વધુ વાંચોથયા. કોઇ પણ પતિ-પત્નિનું સૌથી ખૂબસુરત સ્વપ્ન શું હોઇ શકે? ઉતર સહેલો છે. એક અથવા બે સુંદર સંતાનોની મમ્મી-પપ્પા બનવાનું. સાંભળો વાંચો ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 3 (207) 5.2k 5.3k 1980ની ઘટના. તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇંદિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીનુ વિમાન હોનારાતમાં મૃત્યુ થયું. તે સમયે ટી.વી. હજુ દેશવ્યાપી થવાને પાંચેક વર્ષની વાર હતી. રેડિયો પર મૃતાત્માને અંજલિ આપતા કાર્યક્રમો, સમાચારો અને વધેલા સમયમાં કરુણ શરણાઇ વાદન તેમ જ ...વધુ વાંચોદિગ્ગજ શાસ્ત્રીય ગાયકોના કંઠેથી ભજનો પ્રાસારિત થતા હતા. સાંભળો વાંચો ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 4 (225) 4.2k 5.4k પંદર-સતર દિવસ પહેલાંની ઘટના. સિવિલ હોસ્પિટલ. બી.જે. મેડિકલ કોલેજના પેથોલોજી ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. તરંગ કદમના પરિવારમાં અમંગળ ઘટનાની એંધાણી ત્રાટકી. પતિ-પત્નિ, બે દીકરીઓ અને વૃધ્ધ માતા ઘેરી નિદ્રાના પ્રગાઢ આશ્ર્લેશમાં પોઢેલા હતા ત્યારે ડો. તરંગભાઇને લાગ્યું કે એમના ...વધુ વાંચોડાબા ભાગમાં કશુંક થઇ રહ્યું છે. જાણે શરીરમાંથી ચૈતન્ય વિદાય લઇ રહ્યું છે! એમણે ચીસ પાડીને પત્નીને જગાડવાનો પ્રયાસ કર્યો. સફળતા ન મળી. ઊભા થવાની કોશિશ કરી. તકલીફ પડી. જમણા ભાગના સહારે માંડ માંડ લડખડતા ઊભા તો થયા ગળામાંથી લપસતો-સરકતો મંદ સ્વર નીકળ્યો: “મીના.....!” સાંભળો વાંચો ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 5 (183) 3.7k 4.7k દાયકાઓ પહેલાંની ઘટના છે. ડો. શુક્લ સાહેબે મને તાજેતરમાં જ એમની જિંદગીનો યાદગાર અનુભવ કહી સંભળાવ્યો. અત્યારે સાહેબની ઉંમર બાણું વર્ષની છે. આ ઘટના વખતે તેઓ પચાસ વર્ષના હતા. “એક સાંજે હું મારી સિવિલ સર્જ્યન તરીકેની ફરજ પૂરી કરીને મારા ...વધુ વાંચોબંગલામાં જમી પરવારીને ત્રણ મિત્રોની સાથે બ્રિજ રમી રહ્યો હતો, ત્યારે હોસ્પિટલની એમ્બ્યુલન્સ આવીને દરવાજા પાસે ઊભી રહી. ડ્રાઇવર ગણેશે આવીને કહ્યું”, “સાહેબ, એક ઇમરજન્સી કેસ આવ્યો છે. તાત્કાલીક ઓપરેશન કરવુ પડે તેમ છે. હું આપને લઇ જવા માટે આવ્યો છું.” સાંભળો વાંચો ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 6 (197) 3.4k 3.7k કરપીણ શિયાળો. કતલ કરી નાંખે તેવી ઠંડી. અમાસી રાત. મુંબઇથી ઉપડેલી ટ્રેન પોરબંદરના સ્ટેશને પહોંચીને ઊભી રહી ગઇ. તે જમાનામાં પોરબંદર છેલ્લુ સ્ટેશન ગણાતું અત્યારની મને ખબર નથી. મોટાભાગના પેસેન્જરો ઊતરી પડ્યા. ડબ્બાઓની સાફસૂફી કરવા માટે રેલ્વેના ચોથા વર્ગના ...વધુ વાંચોએક પછી એક કમ્પાર્ટમેન્ટમાં ફરી વળ્યા. જે રડ્યા-ખડ્યા મુસાફરો ટૂંટીયું વાળીને ઊંઘતા હતા તેમને ઢંઢોળીને જગાડ્યા: “ ઊતરો હવે પોરબંદર આવી ગયું.” લાશની જેમ પડેલા માનવદેહો અચાનક ચોંકીને, જાગીને, આંખો ચોળતાં, પોતાનો સામાન ઊઠાવીને ઊતરવા ઊતરવા લાગ્યા. સાંભળો વાંચો ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 7 (171) 2.9k 3k “આજે સતીષના મેરેજમાં જવાનુ છે તે યાદ છે ને?” હું ઓપરેશનમાં એકાગ્રચિત હતો ત્યારે મારા એનેસ્થેટીસ્ટ મિત્રો મને યાદ કરાવ્યું. ધ્યાનભગ્ન થવાનું મને પરવડે તેવુ ન હોવા છતાં મેં એને ટૂંકો જવાબ તો આપ્યો જ: “હા, યાદ છે. તારે ...વધુ વાંચોઆવવાનું છે એ તને યાદ છે ને?” સાંભળો વાંચો ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 8 (152) 2.8k 3.3k ડો. એસ.એસ. પટેલ એટલે નખશિખ સર્જ્યન. પૂરેપૂરી સંપૂર્ણતાના આગ્રહી. ડિસ્ટ્રીક્ટ જનરલ હોસ્પિટલમાં સિવિલ સર્જ્યન હોદા પર એમની નિમણુક થઇ હતી. પણ ત્રણ-ચાર દિવસમાં જ હોસ્પિટલના તમામ ડોક્ટરો, નર્સ બહેનો અને વોર્ડ બોયઝ તેમજ આયા બહેનોમાં આ સમાયાર આગની જેમ ...વધુ વાંચોગયા હતા, “નવા સાહેબ ભારે ચિકણા છે. નાની-નાની વાતમાં પણ ગફલત ચલાવી લેતા નથી.” સાંભળો વાંચો ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 9 (162) 2.9k 3.3k “શરબતી શાહ?! આવું નામ મેં પહેલી વાર સાંભળ્યું. ગુજરાતનાં જ છો?” મેં સામે બેઠેલી યુવતીની સામે જોઇને પૂછ્યું. યુવતી કદાચ સમજી હશે કે નહીં, પણ જવાબ એની બાજુમાં બેઠેલા પતિએ આપ્યો. “હું ગુજરાતી છું શરબતી નોન-ગુજરાતી.” યુવાન ઉત્સાહી નીકળ્યો ...વધુ વાંચોજે સવાલ મેં પૂછ્યો ન હતો એનો જવાબ પણ એણે આપી દીધો: “અમારા લવ-મેરેજ છે.” સાંભળો વાંચો ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 10 (165) 2.8k 3.2k આઇસક્રીમની એક વેરાઇટી આવે છે: થ્રી ઇન વન. આજે ડો.ની ડાયરીનો એપિસોડ પણ થ્રી-ઇન-વન જેવો છે. “વિજ્ઞાન અને શ્રધ્ધા એ બેમાંથી મારે જો એક ચીજ પસંદ કરવાની આવે તો હું વિજ્ઞાનને જ પસંદ કરું.” સિતેરના દાયકામાં આ મારું ફેવરીટ વાક્ય ...વધુ વાંચોત્યારે હું મેડીકલ કોલેજમાં ભણતો હતો. એનેટોમીના પાશ્ચાત્ય ડોક્ટરોએ લખેલા થોથાં વાંચીને મને લાગતું હતું કે માનવદેહના તમામ રહસ્યો મેં સમજી લીધા છે. ફિઝીયોલીજી ભણી લીધા પછી મને લાગતુ હતુ કે ઇશ્વરની મરજી વગર પાંદડું ફરકતું નથી એ ખાલી દંતકથા છે શરીરના તમામ અવયવો અને તંત્રો દિમાગમાંથી નીકળતી સૂચનાઓ અને એન્ડોક્રાઇનલ હોર્મોન્સના કારણે કામ કરે છે. સાંભળો વાંચો ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 11 (163) 2.7k 3.1k બપોરના બે વાગ્યા હતા. ડો. જોષી કારમાં બેસીને અંગત કામ સબબ બહારગામ જવા નીકળ્યા હતા. રસ્તામાં ભીમપુરા ગામ આવ્યું. રસ્તો ગામની વચ્ચે થઇને પસાર થતો હતો. ડ્રાઇવરે પૂછ્યું, “સાહેબ, બીજો કોઇ રોડ નથી જેથી ગામને બાયપાસ કરી શકાય. અંદરથી ...વધુ વાંચોનીકળવું પડશે.” “તો ગાડીને વાળી દે ડાબા હાથે.” ડો. જોષીએ કહ્યું. ધૂળીયો મારગ હતો. વૈશાખી લૂ વરસી રહી હતી. કારનું એ.લી. ચાલુ હતું પણ ઠંડક વરતાતી ન હતી. ભૂખ પણ સોળેય કળાએ ખીલી ઊઠી હતી! આવા સંજોગોમાં ગાડી ગરમ-ગરમ ધૂળના થર પર થઇને ગામને વિંધીને દોડવા લાગી. સાંભળો વાંચો ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 12 (149) 2.5k 2.9k “બહેન, જીવનમાં એવા કેટલાંયે રહસ્યો છે જેને આપણે ક્યારેય સમજી શકતા નથી. નાસ્તિકો આવી ઘટનાઓને યોગાનુયોગ માનીને ભૂલી જાય છે. અને આસ્તિકો કર્મફળ, ઋણાનુબંધ અને પૂર્વજન્મના પાપ-પૂણ્યનુ પરિણામ જેવા શબ્દો વાપરીને પોતાના મનને સાંત્વના આપે છે.” સાંભળો વાંચો ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 13 (160) 2.6k 3.1k શૈલા કોપર-ટી મૂકાવવા માટે આવી હતી. મેં મૂકી આપી. એણે પૂછ્યું, “કેટલા રૂપિયા આપવાના છે, સર?” મેં સામાન્ય રીતે જે રકમ લેવાતી હોય છે તે એને જણાવી, તો એણે વિનંતીના સૂરમાં કહ્યું, “સર, કંઇક વાજબી કરો ને! અમારી આર્થિક ...વધુ વાંચોએટલી બધી સધ્ધર નથી.” સાંભળો વાંચો ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 14 (146) 2.5k 3.3k ડો. ભટ્ટ અમરેલીનો વતની. ડો. જાડેજા જામનગર જીલ્લાનો રાજપૂત યુવાન. અને ડો. પડેલ ચરોતરના ગામડાનો ખેડૂતપુત્ર. ત્રેયની વચ્ચે સ્વભાવનું કોઇ સામ્ય નહીં. જન્મથી મળેલો ઉછેર જુદો. વારસાગત સંસ્કારો ભિન્ન. જ્ઞાતિગત લક્ષણો પણ અલગ. જો સામ્ય હોય તો બે જ ...વધુ વાંચોએક, આ ત્રણેય જણાં જિંદગીના ચોક્કસ સમયખંડમાં અમદાવાદની મ્યુનિસિપલ હોસ્પિટલમાં એક સાથે, એક સમયે કેઝ્યુઅલ્ટી વિભાગમાં ફરજ બજાવવા માટે ભેગા થઇ ગયા. બીજું સામ્ય સાવ સ્વાભાવિક હતું એ ત્રણેય જણાં એમ.બી.બી.એસ. પૂરુ કરીને આગળનો અભ્યાસ એટલે કે પોસ્ટગ્રેજ્યુએશન કરી રહ્યા હતા. ત્રણેયની વય બાવીસ, ચોવીસ અને પચીસ વર્ષની અનુક્રમે હતી. સાંભળો વાંચો ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 15 (137) 2.5k 3.1k “ડોક્ટર, મારી વાઇફની ડિલીવરી સરસ રીતે પતી ગઇ .આજે અમે રજા લઇને ઘરે જઇશું. હું તમારુ બિલ ચૂકવવા માટે આવ્યો છું. કેટલા રૂપીયા થાય છે?” “ભાઇ, મેં બિલ બનાવ્યું જ નતી. તમારે જે આપવું હોય તે આપીને ઘરે જઇ શકો ...વધુ વાંચોતે કંઇ હોતું હશે, સાહેબ?” “એમ જ છે. હવે પછી આમ જરહેશે. હું ક્યારેય કોઇ પણ પેશન્ટનુ હિલ બનાવાનો નથી. મારી ફરજ તમારુ કામ કરી આપવાની છે. બદલામાં શું આપવું, કેટલું આપવું તે તમારે નક્કી કરવાનું છે.” સાંભળો વાંચો ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 16 (190) 3.1k 5.4k ડો. અશોકભાઇ આજે સંપૂર્ણપણે રિલેકસ્ડ મૂડમાં હતા. આજે ઉત્તરાયણ હતી. નર્સિંગ હોમમાં એમણે પાટિયું લટકાવી દીધું હતું : “આજે માત્ર ડિલિવરી કેસ સિવાય બીજા દર્દીઓને તપાસવામાં નહીં આવે. ડોક્ટર સાહેબ રજા ઉપર છે.” સાંભળો વાંચો ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 17 (176) 3k 5.1k “સર, હું પ્રેગ્નન્ટ છું, કુંવારી છું અને તમારી પાસે એબોર્શન માટે આવી છું.” અઢારેક વર્ષની લાગતી એક લાવણ્યવતી છોકરી એક દિવસ મારે ત્યાં આવી ચડી અને આડી અવળી કોઇ જ લપ્પન-છપ્પન કર્યા વગર સીધી જ મુદાની વાત પર આવી ...વધુ વાંચોમેં એનાં ચહેરાના હાવ-ભાવ પર બારીક નજર નાખીને પૂછ્યું. “આસવી.” હું એની આંખ વાંચીને સમજી ગયો કે એ સાચું નામ જ કહી રહી હતી. સાંભળો વાંચો ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 18 (174) 3.1k 5.7k “ઓહ! આ તો સાવ નાનું શહેર છે. આને શહેર કેવી રીતે કહેવાય? બહુ બહુ તો આને મોટુ ગામડું કહી શકાય.” 1971ની વાત. 26-27 વર્ષના યુવાન ડોક્ટર તલોદના રેલ્વે સ્ટેશન પર ઊતર્યા અને જ્યાં નોકરીમાં જોડાવાનુ હતુ ત્યાં જતાં રસ્તામાં આ ...વધુ વાંચોઊચ્ચારી ઉઠ્યા. 1971માં કદાચ તલોદ ખેરેખર નાનું જ હશે નહીં પણ હોય. પરતું અમદાવાદ જેવા મહાનગરમાં જન્મેલા, ઉછરેલા અને સિવિલ હોસ્પિટલમાં ભણીને સર્જ્યન થયેલા ડો. ભરત ભગતને તો એ વખતનુ તલોદ અવશ્ય મોટા ગામડાં જેવું જ લાગ્યું હતું. સાંભળો વાંચો ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 19 (169) 2.6k 4.1k હમણાં કેટલાંક સમયથી સવારે વહેલાં ઊઠવાનું શરૂ કર્યું છે. જિંદગીના છ દાયકાઓ નિશાચરની જેમ વિતાવ્યા પછી હવે બ્રહ્મજ્ઞાન લાધ્યું છે. આજે પણ પાંચ વાગે જાગી ગયો. અડધો કલાક મેડીટેશન કર્યું. બે માળા ફેરવી. મંત્રજાપ કર્યો. અત્યાર સુધી આવા બધામાં ...વધુ વાંચોમાનતો ન હતો પણ હવે અનુભવથી સમજાયું છે કે ઇશ્વર ચિંતન માટે આવા બાહ્યાચારો પણ સહાયક બને છે. મનની અંદર જામેલો દુર્વિચારોનો કચરો આવું કરવાથી ધીમે ધીમે દૂર થતો જાય છે. સાંભળો વાંચો ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 20 (163) 2.7k 4.6k જમનભાઇને હું પહેલી વાર 1982માં મળ્યો હતો. પરીચય કરાવનારે આ શબ્દોમાં એમની ઓળખાણ આપી હતી: “ આ જમનભાઇ છે. આખું ગામ એમને ‘જમન જલસા’ ના નામથી જાણે છે.” “એમ? એનો મતલબ એ કે એમની પાસે જલસા કરવા જેટલા પૈસા હશે. ...વધુ વાંચોકરે છે આ જલસાભાઇ, સોરી, જમનભાઇ?” મેં પૂછ્યું ત્યારે મારા જ સવાલના જવાબમાં બે-ચાર જવાબો મારા મનમાં સળવળ-સળવળ થતા હતા. જમનભાઇ કાં તો મોટા બિઝનેસમેન હશે, કાં કોઇ મોટી ફેક્ટરીના માલીક અને કંઇ નહીં તો છેવટે બાપકી દોલતના એક માત્ર વારસદાર હોવા જોઇએ. હું પોતે ગાયનેકોલોજીસ્ટ થઇને ત્યાં જોબ કરવા માટે ગયો હતો. ડોક્ટર બની ગયો હોવા છતાં મારી પાસે જલસા કરવા જેટલી જોગવાઇ થઇ ન હતી. સાંભળો વાંચો ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 21 (173) 3.2k 6.5k પત્નીને ‘આવજે’ કહીને મહેશભાઇ બહાર નીકળ્યા. સવારના દલ વાગ્યા હતા. ત્રીજા માળે આવેલા ફલેટમાંથી પગથિયા ઊતરીને નીચે આવ્યા. પાર્કિંગમાં જઇને સ્કૂટર ચાલુ કરવા માટે ચાવી શોઘવા પેન્ટના ખિસ્સામાં હાથ નાખ્યો, ત્યારે ખબર પડી કે ચાવી તો ઘરમાં જ ભૂલી ...વધુ વાંચોછે. જૂના ફ્લેટ્સ હતા. લિફિટની લક્ઝરી ગેરહાજર હતી. શું ફરીથી દાદરા ચડવા પડશે? એમણે ઉપર જોયું અને હૈયામાં ‘હાશ’ જન્મી. પત્ની હજુ બાલ્કનીમાં જ ઊભી હતી. સાંભળો વાંચો ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 22 (204) 3.6k 7.2k એક વયસ્ક બહેનનો પત્ર આવ્યો છે. એ પત્ર એક વર્ષ પહેલાં આવ્યો હતો. પણ ‘ડો.ની ડાયરી’ માં સ્થાન પામવા માટે એણે લાંબી પ્રતીક્ષા કરવી પડી છે. એ બહેન લખે છે: “આદરણીય શ્રી. ઠાકર સાહેબ, સાદર નમસ્કાર. આપે જ્યારથી ‘ડો.ની ડાયરી’ ...વધુ વાંચો‘રણમાં ખીલ્યું ગુલાબ’ લખવાનું શરૂ કર્યું ત્યારથી આપની વાંચક છું. ઘણીવાર એવું બનતું કે અમુક એપિસોડ વાંચ્યા પછી તુરત જ આપને પત્ર કારણે લખાતું ન હતું. આજે પણ આપને પત્ર લખવાનું ખાસ કારણ છે.” સાંભળો વાંચો ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 23 (204) 3.8k 7.6k ડો. નિલેશ મહેતા એમના બંગલાની બાલ્કનીમાં બેઠા હતા અને સમી સાંજની ચા માણી રહ્યા હતા.ત્યારે સામેના બંગલામાંથી એક ચીસ સંભળાઇ. રવિવારનો દિવસ હતો. એટલે ડો. મહેતા ઘરમાં હાજર હતા. નહીતર આ સમયે તો તેઓ એમના ક્લિનિકમાં બેઠા હોય. સાંભળો વાંચો ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 24 (214) 4.3k 9.7k બે સગા ભાઇઓ. બંને પરણેલા. નામ યાદ રહી જાય એટલા માટે: બિગ બ્રધરનુ નામ બ્રિજેશભાઇ અને યંગર બ્રધરનુ નામ યોગેશ રાખીએ. બ્રિજેશની પત્ની બ્રિન્દા. યોગેશની પત્ની યામિની. આજે બ્રિજેશભાઇ-બ્રિન્દાબહેનનાં ઘરમાં દિવાળી ના બે મહિના પહેલાં જ દિવાળી ઉજવાઇ રહી ...વધુ વાંચોપરિવારમાં દીકરાનુ આગમન થયું હતું. લગ્નના બાર વર્ષ પછી પહેલીવાર ઘરમાં નાનાં શિશુનુ મીઠું રૂદન ગુંજવાનું શરૂ થયું હતું. બ્રિજેશભાઇએ ખર્ચ કરવામાં પાછું ફરીને જોયું ન હતું. સાંભળો વાંચો ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 25 (485) 6.9k 24.2k અઢાર વર્ષનો જુવાન જોધ છોકરો. ભાવેશ એનુ નામ. માની આંખનો તારો અને બાપની આશાઓનો મિનારો. બાઇક પર બેસીને કોલેજ તરફ જતો હતો, ત્યાં સામેથી એક કાર બેફામ ગતિમાં ઘસી આવી. એક જોરદાર ધમાકો. એક કરૂણ ચીસ. ફૂટબોલની જેમ હવામાં ...વધુ વાંચોશરીર અને પછી નિશ્ચતેન બનીને રસ્તા પર પટકાયેલો કોઇનો લાડકવાયો. સાંભળો વાંચો બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी Dr Sharad Thaker અનુસરો