Tribhuvan Gand book and story is written by Dhumketu in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Tribhuvan Gand is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - નવલકથા
Dhumketu
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
ચન્દ્રમૌલીશ્વર ભગવાન સોમનાથના મંદિરનો હંમેશનો નિયમ પ્રમાણે થતો, રાત્રીનો છેલ્લો ઘંટાઘોષ, સમુદ્રના જલતરંગો ઉપર થઈને દૂર દૂરનાં અગાધ નીરમાં શમી ગયો. રાત્રે ખડો ચોકીપહેરો કરનાર પહેરેગીરો કોટની હૈયારખી પાસે તરત દેખાયા. તેમણે અરસપરસ પોતપોતાની જગ્યા સાંભળી લીધાનો સંકેતશબ્દ આપી દીધો. થોડી જ વારમાં ફરસબંધી ઉપર થઈને, મુખ્ય દ્વાર તરફ જતો કોઈની ચાખડીનો અવાજ કાને પડ્યો. મઠપતિ મુખ્ય દ્વાર તરફ જઈ રહ્યા હતાં – રાત્રિની છેલ્લી ઘોષણા આપવા. એની પાછળ-પાછળ એક સાધુ ચાલતો હતો.
તે મંદિરના મુખ્ય દ્વાર ઉપર પહોંચ્યો. દ્વારપાલો ભાલા નમાવીને તેને પ્રણમી રહ્યાં. નગારા ઉપર છેલ્લો ડંકો થયો: એક ઘંટો પડ્યો અને વનનાં વન જગવી દેતો શંખનાદ સંભળાયો. મઠપતિ દ્વારમાંથી બહાર નીકળી પગથિયાં ઉતરતા દેખાયા. પગથિયાં ઉતરી બે-ચાર પગલાં આગળ વધ્યા; ઘડીભર ત્યાં શાંત ઉભા રહ્યા. ઉંચે દ્વારમાં જલી રહેલી બંને બાજુની દીપિકાએ એમના પડછાયાને લાંબેલાંબે સુધી મેદાનમાં વિસ્તરતી કોઈ મહાકાય આકૃતિ જેવો દેખાવ આપી દીધો હતો.
જયસિંહ સિદ્ધરાજ ધૂમકેતુ ૧ સોમનાથના સમુદ્રતટે ચન્દ્રમૌલીશ્વર ભગવાન સોમનાથના મંદિરનો હંમેશનો નિયમ પ્રમાણે થતો, રાત્રીનો છેલ્લો ઘંટાઘોષ, સમુદ્રના જલતરંગો ઉપર થઈને દૂર દૂરનાં અગાધ નીરમાં શમી ગયો. રાત્રે ખડો ચોકીપહેરો કરનાર પહેરેગીરો કોટની હૈયારખી પાસે તરત દેખાયા. તેમણે અરસપરસ ...વધુ વાંચોજગ્યા સાંભળી લીધાનો સંકેતશબ્દ આપી દીધો. થોડી જ વારમાં ફરસબંધી ઉપર થઈને, મુખ્ય દ્વાર તરફ જતો કોઈની ચાખડીનો અવાજ કાને પડ્યો. મઠપતિ મુખ્ય દ્વાર તરફ જઈ રહ્યા હતાં – રાત્રિની છેલ્લી ઘોષણા આપવા. એની પાછળ-પાછળ એક સાધુ ચાલતો હતો. તે મંદિરના મુખ્ય દ્વાર ઉપર પહોંચ્યો. દ્વારપાલો ભાલા નમાવીને તેને પ્રણમી રહ્યાં. નગારા ઉપર છેલ્લો ડંકો થયો: એક ઘંટો પડ્યો અને
૨ જગદેવ પરમારની વાતે લીધેલું સ્વરૂપ પરમાર જગદેવને આંહીં જોઇને પરશુરામને ગભરાટ ને આશ્ચર્ય બંને થયાં. જગદેવ આંહીં હતો. એ એને ખબર હતી. ભગવાન સોમનાથના દ્વારે એણે કોઈ ઉપાસના માંડી હતી, એ વાતની પણ એને જાણ હતી. પરંતુ મહાચાણક્ય ...વધુ વાંચોમહેતાએ જગદેવ પરમાર વિશે કેટલીક વિચિત્ર વાતો હમણાં-હમણાં મેળવી હતી. જયસિંહદેવ મહારાજના અંતરમાં એની રાજભકિત વિશે કંઈક શંકા ઉત્પન્ન થાય ને જગદેવ વિદાય થાય એવી પેરવી પણ તેમણે માંડી હતી. જગદેવ પરમારથી આ વાત અજાણી ન જ હોય. પરશુરામને પોતાને હાથે ચડેલી અમૂલ્ય સંપત્તિ ઝૂંટવાતી લાગી. પરમાર જગદેવ એકલો પાંચસો યોદ્ધા સામે લડવાનું સામર્થ્ય રાખે છે. – એ વાત એણે
૩ બર્બરકની સિદ્ધિ ધૂંવાપૂંવા થતો પરશુરામ, જે સમે સોમનાથના સમુદ્ર તટે, યુદ્ધરંગને પલટાવી દે એવી તક પોતાના હાથમાંથી સરી જતી, અવાક્ ની પેઠે જોઈ રહ્યો હતો, બરાબર તે જ સમે જૂનાગઢ પાસેની સોલંકીની છાવણીમાંથી બે પુરુષો, ગિરનારની અટંકી ગિરીમાલાના ...વધુ વાંચોખડકો નિહાળવા ગુપચુપ જંગલકેડીને માર્ગે જઈ રહ્યા હતાં. તેમાંના આગલા પુરુષે માથા ઉપર શેલું વીંટ્યું હતું. એને ખભે ઢાલ હતી. બગલમાં તલવાર લટકતી હતી. પગમાં બરડાના ઓખાઈ જોડા પહેર્યાં હતા. એને ખભે ફૂમતાં મૂકેલી ધાબળી હતી. હાથમાં પાકા વાંસની લોહકડી જડેલી મોટી ડાંગ રાખી હતી. પણ એના ચહેરાનો કોઈ ભાગ એકદમ નજરે આવે તેમ ન હતો. એની પાછળ જતો માણસ
૪ ઘર ફૂટ્યે ઘર જાય પાછા ફરતાં આખે રસ્તે સિદ્ધરાજના મનમાં ગડભાંગ થઇ રહી હતી. આંહીં આ બર્બરક પાસે અનુપમ સિદ્ધિ હતી. બર્બરકની આ સિદ્ધિનો યુદ્ધમાં ઉપયોગ થાય તેવી જાણ થતાં તો સોરઠ આખાની પ્રજા એકપગે મરવા તૈયાર થાય ...વધુ વાંચોભય હતો. બીજી બાજુ રા’ના ભાણેજ લોકવાયકા છે તેમ. ફૂટ્યા હોય તો આટલી આ વસ્તુની જાણ રા’ની સાન ઠેકાણે લાવવામાં સહાયરૂપ થઇ પડે એમ હતી. કદાચ એ જુદ્ધ ટૂંકાવી નાખે. રા’ સોરઠ તજીને જતો રહેતો હોય તો એને આ યુદ્ધનો યશસ્વી અંત માની લેવામાં કાંઈ જ વાંધો ન હતો, રાણકનું પછી થાળે પડી જશે. પણ રા’ માનશે ખરો? રા’ ને
૫ જૂનોગઢનાં આંતરિક દ્રશ્યો જે તીર જોઇને જયસિંહદેવ મહારાજ સ્તબ્ધ થઇ ગયા હતા તે સામાન્ય તીર ન હતું. કોઈકે જાણી જોઇને, જયદેવસિંહ આ રસ્તે છે એ કળ્યા પછી, એ ફેંક્યું હોય તેમ જણાતું હતું, એનો ઈતિહાસ જાણવાનો જૂનોગઢના અંતરંગમાં ...વધુ વાંચોકરવો પડે. જૂનોગઢની અટંકી ડુંગરમાળાએ પટ્ટણીઓના દાંત ખાટા કરી નાંખ્યા હતા. એમાં જેટલો કુદરતનો, એટલો જ માણસનો પણ હિસ્સો હતો. એ દુર્ગની રચના જ અનોખા પ્રકારની હતી. એનો કિલ્લો સીધી કરાડ જેવો ભયંકર ખડકો ઉપર ઉભો હતો. એને કોઈ પણ બાજુથી પહોંચવું મુશ્કેલ હતું. એમાં પછી આ ખડકોને ફરતી પાણીની ઊંડી પહોળી ખાઈ હતી. ખાઈને ફરતું વિસ્તીર્ણ જંગલ હતું અને