Mrugjal book and story is written by Vicky Trivedi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mrugjal is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વિકી ત્રિવેદી મૃગજળ પ્રસ્તાવના પ્રેમ તો વિશ્વાસના એક નાજુક દોરા ઉપર ટકેલો છે. વિશ્વાસનો દોરો છે તો એકદમ નાજુક પણ જો એ તૂટી જાય તો ...વધુ વાંચોધનુષની પણછ કરતા પણ વધારે નુકશાન કરી શકે છે. એ નાજુક દોરો એક ધગધગતા તિરને રોકીને બેઠો છે. વિશ્વાસ રૂપી દોરો તૂટતાની સાથે જ નફરતનું એક સળગતું તિર આવીને જીવનમાં આગ લગાવી દે! એક વ્યક્તિના મનમાં બીજા વ્યક્તિ માટે જે માન, સમ્માન અને પ્રેમ છે એ માત્ર એક વિશ્વાસ ઉપર જ ટકેલો છે, જો વિશ્વાસ તૂટી ગયો તો એ પ્રેમનો ભાર સહન નઈ કરી શકે! વિશ્વાસ
શ્રીનાથ કોલોની ધીમે ધીમે અંધકારમાંથી બહાર આવી રહી હતી. એના હરોળ બંધ મકાનો સ્પષ્ટ દેખાવા લાગ્યા હતા. સુરજના આછા ગુલાબી કિરણો દરેક મકાનની પ્રેમીસથી માંડીને અગાસી સુધી ચમકાવી રહ્યા હતા. ઠંડો પવન કોલીનીની અંદર અને બહારના ભાગે રહેલા વૃક્ષોની ...વધુ વાંચોઆમતેમ નમાવી જાણે એમને સવારની કસરત કરાવી રહ્યો હતો. પક્ષીઓએ સૌથી પહેલા કામે લાગી જવાનું નક્કી કર્યું હોય એમ એમના ચહેકાવાનો આવાજ ચારે દિશામાં ફેલાયેલો હતો. રાત ઓગળી ગઈ હતી અને ભવ્ય સૂર્યનો ઉદય પશ્ચિમ તરફથી પોતાના અસ્તિત્વની જાણકારી આપતો રાત્રીએ કાળા રંગથી રંગેલા આકાશને રંગબે રંગી બનાવી રહ્યો હતો. છતાય હજુ સુરજના કિરણો એટલા બધા
કરણે ઓફીસ આગળ બાઈક રોકયું ત્યાં જ એનો ફોન રણક્યો. કરણે બાઈક સ્મોલ સ્ટેન્ડ પર કર્યું અને ખિસ્સામાંથી ફોન નીકાળ્યો. "હાય હેન્ડસમ." લહેકા ભર્યો અવાજ આવ્યો. "અરે, નીલમ! બોલ ...વધુ વાંચો "કહા પે હો જી?" નિલમે એના એ જ અંદાજમાં પૂછ્યું. "બસ ઓફીસ પહોંચ્યો હમણાં જ." કરણે ચાવી નીકાળતા કહ્યું. "કરણ, તને પાર્ટીમાં મળાયું જ નહીં એટલે થયું લાવ હેન્ડસમનો અવાજ સાંભળી લઉ." "ઓકે." "હમમમમ. ચલ બાય. વૈભવીને મારી યાદ આપજે." નિલમે ફોન મૂકી દીધો. કરણ મોબાઈલ ખિસામાં સરકાવી સડસડાટ દાદર ચડી ગયો.
ઓફિસથી નીકળતા પહેલા વૈભવીએ હાથ મો ધોઈ લીધા હતા પણ ફરી એકવાર મનમાં ચાલતા વિચાર એના ચહેરા ઉપર દેખાવા લાગ્યા. નોકરી છોડી દઉં? કરણને ગિરીશનું કેરેકટર જ્યારે ખબર પડશે ત્યારે શું થશે વૈભવી? ...વધુ વાંચોસંસાર એક જ પળમાં ભાગી પડશે! પ્રેમ તો વિશ્વાસના એક નાજુક દોરા ઉપર ટકેલો છે. વિશ્વાસનો દોરો છે તો એકદમ નાજુક પણ જો એ તૂટી જાય તો એ ધનુષની પણછ કરતા પણ વધારે નુકશાન કરી શકે છે. એ નાજુક દોરો એક ધગધગતા તિરને રોકીને બેઠો છે. વિશ્વાસ રૂપી દોરો તૂટતાની સાથે જ નફરતનું એક સળગતું તિર આવીને જીવનમાં આગ લગાવી દે! કરણના
"મેડમ..." મયંકે વૈભવીની ચેમ્બરનું બારણું ખોલ્યું. "બોલ મયંક." હસીને વૈભવીએ કહ્યું. વૈભવી હમેશા મયંકને હસીને જ બોલાવતી અને એ વાત ગિરીશને જરાય ન ગમતી કેમ કે વૈભવી ભાગ્યે જ ગિરીશને એક સ્માઈલ પણ આપતી! ...વધુ વાંચો "મેડમ, સાહેબે નાસ્તો મંગાવ્યો છે બધાને બહાર...." "ના, મયંક મને ભૂખ નથી, તમે લોકો ખાઈ લો પ્લીઝ." વૈભવીએ વિવેકથી ના કહી. "પણ, મેડમ નીતા દીદી કાલે પણ કહેતા હતા કે વૈભવી મેમ ક્યારેય અમારી સાથે હળતા મળતા નથી, આપણે બધા બહારની ચેમ્બરમાં એટલે નીચા, આપણી સાથે એ સેક્રેટરી નાસ્તો ન જ કરે!" કહી મયંક જાણે ન