લૈલા અને ધવલ ડો. ડોક્ટર અબ્દુલની કેબિનમાં હતા.
લૈલા ડોક્ટર અબ્દુલના ટેબલ સામેની સ્ટીલ હેન્ડ સાથેની ચેર પર બેઠી હતી જે એના માટે જરાય આરામ દાયક ન હતી. એ હમેશા લેધરથી શણગારેલ ડનલપ સીટ પર બેસવા ટેવાયેલ હતી. ધવલ એવી જ સ્ટેન્ડ હેન્ડ ચેર પર લૈલાની બાજુમાં બેઠો હતો. એના માટે એ ખુરશી આરામ દાયક હતી કેમકે એ એ માટે ટેવાયેલો હતો.
ખાસ વાતચીત કર્યા વિના જ લૈલાએ ડોક્ટર અબ્દુળને બાકીના અઢી લાખનો ચેક આપ્યો. ધવલ લૈલાને નંદશંકર પાસે લઈ ગયો. નંદશંકર એ જ બબડાટ કરતા હતા.. "મને કીક મારવા દો..... દીક્ષિત બેટા ઘરે જઈએ...."
લૈલાને વૈભવી માટે દુઃખ થયું.
"લૈલા, આ હાલત જો. બસ એટલા માટે જ વૈભવીને એ બધું કરવું પડ્યું પણ ગિરિશે જરાય રહેમ નજર ન કરી! મારે એટલા માટે જ એ બધું કરવું પડ્યું."
"ધવલ, હું સમજુ છું એ બધું પણ...." લૈલા આગળ બોલી ન શકી. શુ બોલવું એ નક્કી ન કરી શકી.
"તારો આભાર વૈભવી ક્યારેય નહીં ભૂલે લૈલા." ધવલે વાત બદલતા કહ્યું.
લૈલા ધવલને જોઈ રહી, એ કાઈ બોલી નહિ. બંને મૂંગા થઈ ઘર તરફ નીકળી પડ્યા.
*
દીપકની કાર નાઈટ વિલા આગળ પાર્ક થઇ. એણે કારમાંથી ઉતરી એક નજર ચારે તરફ દોડાવી. ત્યારબાદ પોતાનો હાથ જીન્સ પોકેટમાં સેરવી પોતે એ ચીજ ભૂલ્યો તો નથીને એની ખાતરી કરી.
બધું જ એણે વિચાર્યું એ મુજબ જ થયું હતું એ વિચારી નિરાતનો શ્વાસ લઇ એ ધીમા પગલે નાઈટ વિલા કલબ તરફ ડગલા માંડવા લાગ્યો. એણે ક્લબમાં દાખલ થતા પહેલા એના બહારના દેખાવ પર એક નજર કરી. એ સ્થળ બહારથી જ એની અંદર શું ચાલતું હશે એનો અંદેશો આપી દેતું હતું. એ પરફેક્ટ ક્રાઈમ સ્થળ જેવું દેખાતું ન હતું પણ એક પોલીસ ઓફિસર કે આઈ.બી.ના માણસને સહેલાઇથી અંદાજ આવી જાય એમ હતો કે ત્યાં શું ચાલતું હશે. કદાચ દીપકને પણ અંદાજ આવી ગયો હતો માટે જ એ ત્યાં હતો.
દિપકે પોતાના સન ગ્લાસીસ ઉતારી પોતાના પોકેટમાં સરકાવ્યા અને ક્લબમાં દાખલ થયો. ખૂણામાંના એક તરત ધ્યાનમાં ન આવે એવા ટેબલ પર જઈ ગોઠવાયો.
સ્ટેરીઓ પર કાંટા લગા અને બચકે તું રહેના જેવા કલબ સોંગ ચાલી રહ્યા હતા. નશામાં ધુત કેટલાક એ ધૂન સાથે આમતેમ કુદકા લગાવી રહ્યા હતા તો કેટલાક પગ નાચી રહ્યા છે કે લથડી રહ્યા છે એ સમજી ન શકાય એ હદે પી ગયા હોય એમ ફરી રહ્યા હતા.
ડાન્સર પોલ ડાન્સિંગ કરતી હતી. અડધાથી વધારે ઉઘાડા અંગો બતાવતી, નાચતી ડાન્સર ઉપર બધાનું ધ્યાન હતું સિવાય કે એક ટેબલ ઉપર બેઠા દિપક!
દિપક કોઈની રાહ જોતો હતો. એ ટેબલ ચારે તરફ નજર કરતો હતો ત્યાં જ બે માણસો એની નજીક આવતા દેખાયા. બંને એ કેપ પહેરી હતી, એક ને બ્લેક અને એક ગ્રે લેધર જેકેટ હતા. એ બને નજીક આવીને દીપકની સામે ગોઠવાયા.
"રોશની?" બ્લેક જેકેટવાળાએ પૂછ્યું.
"હા જ્યાંથી રોશની નીકળે છે." દીપકે કહ્યું.
"તમને અંધારાથી ડર નથી લાગતો?" ગ્રે જેકેટવાળો કર્કશ અવાજે બોલ્યો.
"મારુ નામ તમને ખબર હોય તો તમે આ સવાલ જ ન કરો." દીપકે હસીને કહ્યું.
પેલા બંને એ એક બીજા તરફ જોયું. દિપક સાથે ફોન ઉપર જે વાત થઈ હતી એ મુજબ જ એ લોકો કોડવર્ડમાં વાત કરતા હતા. દીપકે જવાબ બરાબર આપ્યા હતા છતાં, બ્લેક જેકેટવાળે એક છેલ્લો સવાલ કર્યો, "તમે રાત્રે કેમ આવ્યા?"
"દિવસે સૂરજ હોય, મારુ શુ કામ?"
પેલા બંને ઉભા થઇ ગયા. દીપકને ઈશારો કરી પાછળ આવવા કહ્યું.
દીપક એમની પાછળ જવા લાગ્યો. એ બંને કલબની શોર બકોર કરતી આંધળી બનેલી ભીડને ચીરી બહાર નીકળી ગયાં. એમના જ ફૂટીગ પર ચાલી એમની પાછળ જવામાં દીપકને ખાસ મુશ્કેલી ન પડી. આમ પણ દિપક આવા સ્થળોથી ટેવાઈ ગયેલો હતો. એને એ આંધળી ભીડ નડે એમ ન હતી. ઉલટા એ ઘણીવાર આવી આંધળી ભીડનો ફાયદો ઉઠાવી ચુક્યો હતો. કલબની બહાર નીકળી એ બંને એ એક નજર આસપાસ કરી પણ ત્યાં એમને જોવા માટે કોઈ ન હતું. છતાં એમને કોઈ ડર હોય કે એ માણસો વધુ પડતા સાવચેત હોય એમ જ સામેની એક ગલી જ્યાં અંધારું હતું ત્યાં એ તરફ ગયા. દિપક પણ એમની પાછળ ગયો.
પેલ્લા બંનેને ખાતરી થઇ ગઈ કે હવે એમને જોવા કે સાંભળવા માટે ત્યાં અંધારા સિવાય બીજું કોઈ નથી એટલે તેમણે ચાલવાની જડપ ધીમી કરી. દિપક પણ ધીમો થયો. પેલા બે ઉભા રહ્યા, આજુ બાજુ નજર કરી બ્લેક જેકેટવાળો બોલ્યો, "એક મિનિટ મી. દિપક લેટ મી ચેક યુ."
"વ્હાય નોટ?" હસીને દીપકે બેનને હાથ ઊંચા કર્યા. પેલાએ એને બરાબર ચેક કરી લીધો. કોઈ હથિયાર ન મળ્યું એટેલે એ લોકો દીપકને ગળીના છેડા સુધી લઈ ગયા. ત્યાં એક બ્લેક મરસડીઝ ઉભી હતી. એ બંને અંદર ગોઠવાયા, દિપક પણ એમાં બેઠો. ડ્રાયવર સીટ પર બેઠેલ કાળા કપડાધારી વ્યક્તિએ કારનો ગીયર ચેન્જ કર્યો અને એક્સીલેટર આપતાં જ ગાડી સડસડાટ ચાલવા લાગી. મરસડીઝનું પિકઅપ જ એવું હોય છે!
થોડીવાર ગાડી ચાલી, લગભગ વીસેક જેટલી બહુમાળી ઈમારતો અને એકાદ જૂની વસાહત વટાવ્યા બાદ જુના અને વરસોથી બંધ હોય એવા વેર હાઉસીસ દેખાવા લાગ્યા. થોડીકવાર કારે આમ તેમ ગળીઓમાં ચક્કર કાપ્યા. દિપક સમજી ગયો કે ડ્રાયવર ચાલક હતો. કોઈ એમના પર વોચ નથી કરી રહ્યું એની ખાતરી કરવા માંગતો હતો.
થોડાક ચક્કર કાપ્યા બાદ મર્સ ડ્રાયવરને વિશ્વાસ થઇ ગયો કે એમને કોઈ ફોલો નથી કરી રહ્યું ત્યારે એક વેર હાઉસ આગળ મર્સ ઉભી રહી. સાવ નિર્જન વિસ્તાર હતો. આજુ બાજુ ક્યાંય કોઈ ઇમારત હતી નહિ. બસ બંધ અને જુના પુરાના વેર હાઉસ દેખાઈ રહ્યા એ પણ ચાંદનીમાં કેમકે ત્યાં સ્ટ્રીટ લાઈટ જેવી કોઈ સગવડ નહોતી.
દીપકે વિચાર્યું કે કદાચ આસપાસ ખરેખર કોઈ બહુમાળી ઈમારત નહી હોય અથવા હશે તો પણ ક્યાંય લાઈટ જળતી નહોતી!
પેલા બે ગાડીમાંથી ઉતર્યા અને દીપકને પાછળ આવવા કહ્યું. દિપક એમની પાછળ ગયો. ગાડી ત્યાંથી નીકળી ગઈ.
અંદર દાખલ થતાં જ એક શૂટવાળો માણસ બોલ્યો, "વેલકમ મી. દિપક, ડેની ઉર્ફ ડિસોઝા કે કબાડખાને મેં સ્વાગત હે." એના વાકય પછી એ ભયંકર હસ્યો. એનો ચહેરો પણ એના હાસ્ય જેવો જ ભયાનક અને સુગ ઉપજાવનાર હતો. કદાચ છેલ્લા એકાદ મહિનાથી એણે દાઢી નહિ કરી હોય એમ એના ચહેરાને જોતા જ દેખાઈ આવતું હતું. જોકે એમના પ્રોફેશન મુજબ એ ચહેરો વાજબી હતો.
પેલા બન્ને માણસો બાજુ પર ઉભા રહી ગયા, પાછળ હાથ બાંધી ને શિસ્તબદ્ધ. દિપક એ શૂટવાળા માણસ પાસે જઈને બેઠો.
"દિખાઓ અપના માલ મી. દિપક." પેલો શૂટવાળો માણસ બોલ્યો.
"લેકિન મુજે ક્યાં પતા આપ હી ડેની હે?" દીપકે કહ્યું.
પેલો ખડખડાટ હસ્યો, "મી. દિપક યે લોગ જો સલામ કરતે ખડે હે ઇનકે ચહેરે દેખલો પતા ચલ જાયેગા કી મે હી ડેની હું."
"વેલ." દીપકે આજુ બાજુ શિસ્તબદ્ધ ઉભા માણસો સામે નજર કરી કહ્યું, " એ બેગ આપો."
બ્લેક જેકેટવાળા જે વ્યક્તિએ દીપકની બેગ લીધી હતી એણે આવીને ટેબલ ઉપર નાનકડી બેગ મૂકી ફરી ત્યાં ગોઠવાઈ ગયો.
દીપકે બેગ ખોલી, અંદરથી ડ્રગ્સનો નમૂનો કાઢી પેલાને આપ્યો.
"બહોત ખૂબ!!" પેલે એના માણસો તરફ જોઈને કહ્યું.
"કાલી જરા દેખોતો." કહી એણે બ્લેક જેકેટવાળાને ડ્રગ્સ આપ્યું.
"યે કાલી હે ના, અપના ખાસ હે મી. દિપક, ઓર સાલા ડ્રગ્સ કા દિવાના ભી!"
"અસલી અસલી..... એકદમ કડક માલ બોસ...." કાલી બબડ્યો.
પોતાને ડેની કહેતા શૂટવાળા માણસે બેગમાં નજર કરી અંદર એક ગન હતી. બ્લુ જેકેટની નજર પણ ગન પર ગઈ હોય એમ એણે ગન ઉઠાવી.
"વાહ ક્યાં માલ હે? સાલી યે તો મખ્ખન જેસી હે." ગન એક હાથમાંથી બીજામાં ફેરવતા એણે દિપક સામે ધરી, "ધાય ધાય..." એ મોઢેથી અવાજ નીકાળી હસ્યો.
"અરે યે ચલ જાયેગી તો દિયા બુજ જાયેગા..." દિપક પણ હસ્યો.
"બીના મેગેજીન કે હી?" કહી પેલો ફરી ખડખડાટ હસ્યો.
"તો સોદા પક્કા?" દીપકે પૂછ્યું.
"હા પક્કા, કલ ઇસી વકત તુમ અપના માલ લેકે આના. લેકિન પોલીસ અગર પીછે આયી યા તુમ પકડે ગયે તો હમ સબકો માર દેંગા."
"વો ફિકર તુમ છોડો. યે મેરા કામ હે. તુમ બસ પૈસે તૈયાર રખના..." કહી દિપક નીકળ્યો.
"ઓર હા એક એસી ગન ભી ચાહીએ મુજે. મૂજે ભા ગઈ સાલી."
દીપકે સલામ ઠોકતા કહ્યું, "મેં ચીજ હી એસી રખતા હું ડેની સાબ." કહી એ નીકળી ગયો.
*
દિપક ત્યાંથી સીધો જ મુંબઈના અલગ અલગ સ્ટેશન ગયો. ટૂંકમાં આખી રાત એ એવી રીતે ફરતો રહ્યો કે એની પાછળ કોઈ આવ્યું હોય તો પણ કોઈ ફરક ન પડે.
બીજી સવારે દિપક નયન અને અમર ત્રણેય એક બંધ મકાનમાં ભેગા થયા. એ બંધ મકાન કદાચ વર્ષોથી બંધ હજુ વરસો બાદ કોઈ એની એકલતાને દુર કરવા માંગતું હોય એમ એનું તાળું ખુલ્યું હતું અને એમાં ત્રણ વ્યક્તિઓ ભેગા થયા હતા.
સૌથી પહેલા ત્યાં દિપક આવ્યો હતો. ત્યાર બાદ એણે નયન અને ઇન્સ્પેકટર અમર ને બોલાવી લીધા. એ ત્રણેય ભેગા થઈ ગયા એટલે દીપકે નિરાશ થઈ કહ્યું.
"મી. અમર ડેનીને મારા ઉપર ભરોસો નથી થયો."
"કેમ?"
"મને એ નથી મળ્યો, એની જગ્યાએ એનો માણસ હતો."
"તો હવે?"
"આજે રાત્રે હું ડ્રગ્સ લઈ જઈશ, કદાચ એના પછી ડેની મને મળવા તૈયાર થશે." દીપકે કહ્યું.
"પણ જો એ લોકોને કોઈ શક ગયો હોય અથવા તમારો પીછો થયો હોય તો?" ઇન્સ્પેકટર અમરને કઈક અજુગતું લાગ્યું.
"વેલ, એ માટે તમે બન્ને છો, હું આગળથી ડ્રગ લઈને જઈશ, વેર હાઉસની પાછળ ઊંચી દીવાલ છે ત્યાંથી તમારે બંનેને આવવાનું રહેશે, જો ડેની ખુદ હશે તો પૈસા લઈને નીકળી જઈશ, દરવાજે કે ક્યાંક આજુ બાજુ હું સેફ જગ્યા શોધી લઈશ અને એટેક કરીશ, ગોળીનો અવાજ સંભળાય એટલે પાછળથી તમારે બંનેને એટેક કરવાનો."
"અને જો ડેની ન હોય તો?" નયને પૂછ્યું.
"તો પણ એટેક કરવાનો રહેશે પણ એમાં એ માણસને જીવતો પકડવાનો જે પોતાને ડેની કહેતો હતો, એને પકડી થર્ડ ડીગ્રી ચાર્જ કરી ડેનીને પકડી શકાશે." દીપકે કહ્યું.
"સંભવ છે એ લોકો જ તમારા ઉપર એટેક કરે મી. દિપક"
"હા એવું બની શકે તો પણ કાઈ ચિંતા નથી જ. એ લોકો હુમલો કરશે તો પણ એ મારા માથાનું નિશાન લઈ નહિ શકે, અને બીજે ક્યાંય ગોળી વાગશે એથી હું મરવાનો નથી." દીપકે હસીને કહ્યું, "મી. અમર તમને કદાચ સ્નાઈપરનો ડર હશે પણ વેર હાઉસમાં કોઈ એવી જગ્યા નથી જ્યાંથી સ્નાઈપરનો ક્લિયર વ્યુ મળી શકે, ઇટ ઇઝ ઇમ્પોસીબલ."
"ઓકે ડન..... બેસ્ટ ઓફ લક મી. દિપક." અમરે કહ્યું.
નયન દીપકને ભેટી પડ્યો.
"ડોન્ટ વરી, હું એમ હોલવાઈ જવાનો નથી, મારુ નામ દિપક છે પણ ડેની નામની હવાથી હું હોલવાઈ નથી જવાનો."
નયનને દિપક ઉપર વિશ્વાસ હતો પણ તે છતાં બધું જોખમ દિપક ઉપર જ હતું.
"તું બુલેટ પ્રુફ જેકેટ પહેરી જાય તો?" નયને કહ્યું.
"ઇટ્સ ઇમ પોસીબલ, ગેટ ઉપર મારુ ચેકીંગ થશે, મારા હથિયાર લઈ લેવામાં આવશે, પણ એ માણસે ગન જોઈને એક એના માટે મંગાવી છે, એટલે એક ગન હું લઈ જઈ શકીશ."
દીપકને ખબર હતી કે માફિયા, ડ્રગ ડીલર એ બધા હથિયારના શોખીન હોય જ કંઈક અલગ પ્રકારનું દેખે એટલે એ ખરીદે જ ખરીદે.....!! દિપક એ જાણતો હતો. એ બહાને એ એક ગન લઈ જઈ શકે એ માટે જ એક મોઘી લઇ જઈને એણે પોતાને ડેની તરીકે ઓળખાવતા માણસને લલચાવ્યો હતો.
નયનને ગભરાહટ થતી હતી પણ દિપક કોઈનું માને એ માનો નહોતો. છેવટે રાત્રે પ્લાન મુજબ જ એ બધું કરવાનું નક્કી કરી ત્રણેય છુટા પડ્યા.
( ક્રમશ: )
***