મૃગજળ - પ્રકરણ - 21 ( ધ એન્ડ) Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃગજળ - પ્રકરણ - 21 ( ધ એન્ડ)

બીજી સવારે નયન, દિપક અને ઇન્સ્પેકટર જાડેજા ત્રણેય બોલવાની હાલતમાં આવ્યા હતાં. એક તરફ ઇન્સ્પેકટર અમરને ધવલના વારંવાર ફોન આવતા હતા.

ઇન્સ્પેકટર અમરે ધવલને કહ્યું કે કરણને હવે બધી વાત કહી દેવી માત્ર દિપક વિશે જાણ ન કરવી. આ બધું ઇન્સ્પેકટર અમર અને નયને ખુલ્લું પાડ્યું એમાં નયન અને દિપક પણ સાથે હતા એટલે ઘવાયા બસ એટલું જ કહેવું.

ઇન્સ્પેકટર અમરે નાથુરામને એક ટેપ રોકોર્ડર લાવવા કહ્યું. નાથુરામ રેકોર્ડર લઈ આવ્યો એટલે ઇન્સ્પેકટર અમર એ રૂમમાં ગયો જયાં દિપક, નયન અને ઇન્સ્પેકટર જાડેજા હતા.

"ગુડ મોર્નિંગ સર." અમરે ઇન્સ્પેકટર જાડેજાના બેડ સામે સ્ટુલ ઉપર પેલું રોકોર્ડર મૂક્યું.

ઇન્સ્પેકટર જાડેજા ખૂનન્સથી જોઈ રહ્યો. નયન અને દિપક ધ્યાનથી એ બધુ જોવા લાગ્યા..

"સર તો હવે બધું કહેવા માંડો... ડી.એસ.પી. સાહેબ આવતા જ હશે."

જાડેજા પાસે હવે કોઈ છૂટકો નહોતો.

"મને ખબર હોત કે તું મને એટલો નડવાનો છો તો હું તારી બદલી જ કરાવી દોત અમર." ઇન્સ્પેકટર જાડેજાએ દાંત ભીંસયા.

"સર, એ તો કિસ્મતની વાત છે." કહી અમર હસ્યો. "સર હવે ટાઈમ વેસ્ટ ન કરો."

ત્યાંજ ડી.એસ.પી. અંદર દાખલ થયા. એમને જોઈ ઇન્સ્પેકટરે ઉભા થઇ સેલ્યુટ કરી.

ડી.એસ.પી. એ પણ ઇન્સ્પેકટર અમરને અદબથી સલામ ઠોકી પીઠ થાબડી. પણ એનો હકદાર તો દિપક હતો. અમરે દિપક સામે જોયું, દિપક મુછમાં હસ્યો અને અંગૂઠો બતાવ્યો.

"તો ઇન્સ્પેકટર જાડેજા તું ડેની સાથે ભળેલો હતો એમ ને?" ડી.એસ.પી. સીધા જ મુદ્દા ઉપર આવ્યા.

"હવે જો તને વધારે સજા અને રિમાન્ડ ન જોઈએ તો બોલ."

રિમાન્ડનું નામ લેતા જ ઇન્સ્પેકટર જાડેજા પોપટની જેમ બોલવા લાગ્યો કેમ કે એને ખબર હતી પોતે જ્યારે બિજાના રિમાન્ડ લેતો ત્યારે એ લોકોની શી હાલત થતી.

"ગિરીશ એના જહાજમાં ડ્રગ્સ લાવતો એ ડ્ડ્રગ્સ હું ગેરકાયદેસર અંદર આવવા દેતો કેમ કે ચેકીંગમાં મેં કસ્ટમ ઓફિસર સાથે સાંઠ ગાંઠ કરી હતી, એ માલ ડેની વેચતો. આ બધામાં ગિરીશને અમે વિસ ટકા આપતા બાકીના મારા અને ડેની વચ્ચે અડધો ભાગ કરતા."

અમરે ટેપ રેકોર્ડર ઓન કરી લીધું હતું.

"મુંબઈની કલબોમાં ડેની માલ વેચતો, પણ હું એના માણસોને ક્યારેય પકડતો નહિ. હું બીજા ડીલરના માણસોને પકડતો અને રિમાન્ડ લેતો પણ એ લોકો તો ડેનીને ઓળખતા જ નહીં એટલે નામ ક્યાંથી આપે?"

હરામી ઇન્સ્પેકટર જાડેજાને નાથુરામ અને ઇન્સ્પેકટર અમર ગુસ્સાથી જોઈ રહ્યા.

"અમારો ધંધો બરાબર ચાલતો હતો પણ એ પછી ગિરિશે પચાસ ટકા માંગ્યા. શરૂઆતમાં અમારે એને આપવા પડ્યા કેમ કે એની પહોંચ ઊંચે સુધી હતી, એટલે જો ઈનકાર કરીએ તો એ અમારું રેકેટ જ બંધ કરાવી શકે એમ હતો. પણ મને એ ખટકતો હતો. એવામાં એણે મને વૈભવીની વાત કરી. એ પછી એણે મને કહ્યું કે કોઈ એને બ્લેક મેઈલ કરે છે. શરૂઆતમાં તો મને લાગ્યું કે ડેની જ કદાચ એને ગભરાવી દેવા એવું કરતો હશે. પણ મેં ડેનીને પૂછ્યું તો એણે ના કહી. એ પછી મેં એને વધુ વિગત પૂછી તો એણે કહ્યું કે આજે બ્લેક મેઇલર દસ લાખ લઈ જવાનો છે.. મેં એને કહ્યું તું જરાય ચિંતા ન કર તું એને પૈસા આપી દેજે. હું એનો પીછો કરીને પકડી લઈશ. ગિરીશ એ મુજબ તૈયાર થયો પણ બ્લેક મેઇલર ચાલાક હતો એણે છેક સાંજે કહ્યું કે એ ઓફિસે પૈસા લેવા આવશે. ઓફીસ પૈસા બ્લેક મેઇલર ગિરીશ એકલો.....!! મારુ મગજ વિચારવા લાગ્યું. મેં તરત ડેનીને જાણ કરી અને પ્લાન બનાવ્યો. જેવી વૈભવી ઓફિસથી નીકળી કે ગિરિશને મેં પ્રાઇવેટ નંબર પરથી ફોન કર્યો જે નંબર ફેક સિમ ઉપર હતા. એણે કહ્યું કે થોડી જ વારમાં બ્લેક મેઇલર આવશે. મેં ડેનીને ઓફિસની આજુ બાજુ તૈયાર જ રાખ્યો હતો. તરત મેં ડેનીને કામ તમામ કરવા કહ્યું અને ડેનીએ એ કરી દીધું."

ડી.એસ.પી. સાંભળતા હતા. રાઈટર વિશાલ આજે પહેલીવાર ઇન્સ્પેકટર જાડેજાના મુદ્દાઓ ટપકાવી રહ્યો હતો!

"અમારા પ્લાન મુજબ લગભગ તો બ્લેક મેઇલર પકડાય એમ હતો, પણ જો એ ન પકડાય તો આત્મહત્યા લાગે એવું પ્લાન હતું. અમે ચાહોત તો બ્લેક મેઇલરને એ ખુન કેસમાં ફસવી શકોત, એને ઓફિસમાં જ દબોચી લોત, પણ એવું કરવામાં એક પ્રશ્ન હતો. પોલીસ એ સમયે ગિરીશની ઓફિસે કેમ ગઈ? જોકે બધું બરાબર થઈ ગયું હતું, પણ ત્યાં જ તમે મને કેસની તપાસ કડક કરવા કહ્યું અને મારે બધાની ઉલટ તપાસ કરવાની થઈ. એમાં બીજા બધા તો ઠીક પણ વૈભવી ખૂનમાં ફસાય એમ હતી. કેમ કે એક તો પેલો પાંચ લાખનો ચેક મને ઓફિસમાંથી મળ્યો હતો, બીજું એ કે વૈભવીની માનસિક હાલત ઠીક નહોતી ત્રીજું એ કે હું જાણતો હતો કે ગિરીશની નજર એના ઉપર હતી. એટલે મેં વૈભવીને ડરાવી ધમકાવીને કેસમાં ખૂની બનાવી."

નયન, દિપક, વિશાલ, ઇન્સ્પેકટર અમર, નાથુરામ અને ડી.એસ.પી. ખુદ ઇન્સ્પેકટર જાડેજાને ધિક્કારથી જોઈ રહ્યા.

"પણ મને એક વાત ન સમજાઇ કે આ બધું કઈ રીતે થયું. આ સી.બી.આઈ. એજન્ટ દિપક શાસ્ત્રી ક્યાંથી આવ્યો? એણે ડેનીને કઈ રીતે પકડ્યો? અને ડેનીએ ખુન કર્યું છે એવી કઈ રીતે ખબર પડી? તે છતાં ડેનીએ મને કહ્યું હતું કે સી.બી.આઈ. એજન્ટને વૈભવી કેસથી કોઈ સબંધ છે. દિપક સાથે મારે ડિલ થવાની છે એને રંગે હાથે પકડીને એન્કાઉન્ટર કરવાનું અમારું પ્લાન હતું. પણ ત્યાં ઇન્સ્પેકટર અમર આવી ચડ્યો અને ખેલ બગડી ગયો."

"ઇન્સ્પેકટર જાડેજા સાહેબ એમાં એવું છે ને કે તમે જેને અબળા સમજી, જે ભોળા કરણને તમે ભરમાવ્યો, તમે પરિસ્થિતિનો ફાયદો ઉઠાવ્યો, એ કરણ અને વૈભવી પાછળ એક મોટો હાથ હતો..." ઇન્સ્પેકટર અમરે ઉભા થઇ દિપક પાસે જતા કહ્યું, "મી.દિપક શાસ્ત્રી....."

"શુ?????" ઇન્સ્પેકટર જાડેજાની આંખો ફાટી ગઈ.

"હા કરણ શાસ્ત્રી અને દિપક શાસ્ત્રી ભાઈ છે. પણ તમને નામ ખબર પડ્યા પછી પણ એ બધું ધ્યાનમાં ન આવ્યું. વિનાશ કાળે વિપરીત બુદ્ધી.. જો ડેની થોડા સમય માટે ફરાર થઇ ગયો હોત તો ડેની પણ ન પકડાઓત અને તમે તો ક્યારેય તમારો અસલી ચહેરો ન બતાવોત..."

ઇન્સ્પેકટર જાડેજા એ પોતાની જાત ઉપર જ દાંત ભીંસયા. “પણ એ છતાં ડેનીએ ગિરીશનું ખુન કર્યું એ કઈ રીતે ખબર પડી???" ઇન્સ્પેકટર જાડેજાને હજુ એ સમજાયું નહોતું કેમ કે ધવલ બ્લેક મેઈલર હતો એ એને ખબર નહોતી.

દિપક હસ્યો..... "એ હવે જેલમાં વિચારજો....." અને ડી.એસ.પી. સહિત બધા ખડખડાટ હસી પડ્યા.

*

ડી.એસ.પી.એ ઇન્સ્પેકટર અમરને સબ ઇન્સ્પેક્ટરમાંથી ઇન્સ્પેક્ટરની બઢતી આપી તેમજ ઇન્સ્પેકટર જાડેજા વિરુદ્ધ કાર્યવાહી કરવાનો ઓર્ડર આપયો. વૈભવિને નિર્દોષ જાહેર કરવામાં આવી.

એ દિવસે વહેલી સવારે નર્મદા બહેન અને લૈલા નંદશંકર પાસે ગયા હતા.

ધવલની બધી વાત સાંભળ્યા પછી કરણ પણ વૈભવીને લેવા માટે સ્ટેશન ગયો. સ્ટેશન પર દિપક, નયન, ઇન્સ્પેકટર અમર, વિશાલ, ધવલ, કરણ, વૈભવી એ બધા હતા. ફરી એક વાર વૈભવી અને કરણનું સ્નેહ મિલન થયું!

કરણે વૈભવીની માફી માંગી અને વૈભવીએ કરણની! બધાએ એમને વધાવી લીધા હતા.

એ પછી બધા નંદશંકરને મળવા હોસ્પિટલ પહોંચ્યા. ઇન્સ્પેકટર અમર પણ એ લોકો સાથે લાગણીઓથી જોડાઈ ગયો હતો એટલે એ પણ સાથે જ ગયો હતો.

જયારે એ બધા નંદશંકરની રૂમ પાસે પહોંચ્યા ત્યારે લૈલા એક તરફ રૂમમાં બેઠી હતી. નર્મદા બહેન આંસુ સારતા હતા.

"તું કેવો અભાગીયો છે નંદ! તારા લીધે મારો દીકરો ખોયો હવે મારી વૈભવી પણ તારા લીધે જ જેલમાં છે."

વૈભવી રહી ન શકી... એ મા પાસે દોડી ગઈ. જઈને માને ભેટી પડી. એના પાછળ બીજા બધા પણ અંદર દાખલ થયા. નીલમ અને આશુતોષ પણ આવી ગયા.

"મમ્મી.... હું આઝાદ છું... જો કરણ પણ ફરી મારી સાથે છે."

નર્મદા બહેન આંખો લૂછતાં જોઈ રહ્યા. એ પછી એમને પણ બધું કહી સંભળાવ્યું.

નંદશંકર પણ એ જોઈને જાણે ચમત્કાર થયો હોય એમ એમની આંખો પણ ભીની થઇ. એ સાચે જ કોઈ ચમત્કાર થયો હોય એમ એ બોલ્યા, "નર્મદા મને માફ કર... નર્મદા મને માફ કરી દે."

"પપ્પા......" વૈભવી એમને ભેટી પડી.

નંદશંકર એકાએક ઠીક થઈ ગયા એ જોઈ બધાના ચહેરા ઉપર સ્મિત ફરી વળ્યું.

એક માત્ર લૈલા એક ખૂણામાં બેઠી હતી એ જોઈ ધવલ એની પાસે ગયો.

"લૈલા, મને માફ કરજે..."

"ના ધવલ, તારો એમાં કોઈ દોષ નથી... ભાઈએ જે કર્યું એ ભોગવ્યું છે." લૈલા થોડી સ્વસ્થ થઈ બોલી. બધાને એમ મળતા જોઈ એને પણ ભાઈ મા બાપ યાદ આવી ગયા.

"તું અમેરિકાથી જ્યારે આવે ત્યારે મને મળજે..." ધવલે કહ્યું.

"હવે અમેરિકા જવું કોને છે?" લૈલા એકાએક હસી.

"મતલબ?"

"મતલબ...." વાક્ય અધૂરું છોડી લૈલા ધવલને ભેટી પડી. "આઈ વાંટ ટુ મેરી વિથ યુ..."

"લૈલા મારુ હ્ર્દય કમજોર છે. હું ગમે તે સમયે..."

"તો હું ક્યાં એને ઠોકર મારવાની છું." ધવલને વચ્ચે જ અટકાવી એ બોલી.

"હાય... ઓહ રામ..... આ છોકરી તો દેખો અમેરિકા જઈને કેટલી બગડી છે???" નિલમે દાંત કાઢ્યા.

લૈલા શરમાઈને નર્મદા બહેનના ખોળામાં મો છુપાવી દીધું...

"હેલો એવરીબડી....." નીતા અને નિયતિ એ આવતા જ કહ્યું...

"રૂમમાં જગ્યા છે કે પછી ફેમિલી બહુ મોટી છે?" રાજેશે એના અંદાજમાં કહ્યું.

"એક મિનિટ તમે બધા બેસો...." નર્મદા બહેન ઉભા થયા.

કોઈ કઈ સમજ્યું ન હોય એમ બધા ફરી ગંભીર થઇ ગયા.

નર્મદા બહેન ધવલને લઈને બહાર ગયા. થોડી વારે બંને અંદર આવ્યા. બધા નર્મદા બહેનને જોઈ રહ્યા! એ સફેદ સાડી બદલીને અંદર આવ્યા હતા...રંગીન સાડી......

નંદશંકર પાસે જઈ એ બોલ્યા, "નંદ તમે મને ખુબ સતાવી... હું મારા ઘર પરિવાર માટે રઝળતી ગઈ... આજે મને આટલો મોટો પરિવાર મળ્યો છે..."

બધાની આંખો ભીની થઇ ગઇ.. ત્યાં રાજેશે કહ્યું, "ભાઈ આ વાત પર તો મોઢું મીઠું કરવું પડે..."

"હા હા સમોસા લાવીએ?" નીતા બોલી ઉઠી.

"સમોસા મીઠા આવે???" બે ત્રણ નવાઈ ભર્યા અવાજ સંભળાયા.

"ચટણી તો મીઠી જ હોય ને!!!!!" નિતાએ કહ્યું અને બધા ખડખડાટ હસી પડ્યા.

"તો લાવો પૈસા હું લેતો આવું..." બારણે મયંક આવ્યો.

"ભાઈ બધા પોતાની પર્સ સાચવજો હવે.... પ્રોફેશનલ ચોર આવ્યો છે."

બધા હસી મજાક કર્યા કરતા હતા ત્યાં કરણે દીપકને કહ્યું, "ભાઈ તું હવે આ બધા ધંધા છોડી દે. આ ગુંડાઓ સાથે રહીને શુ કરવાનું? પૈસા તો આપણે મહેનતથી પણ કમાઈ લઈશું."

"હા કરણ હું પણ હવે આ બધું છોડીને તારી સાથે રહેવાનું જ વિચારું છું."

"થેંક્યું ભાઈ." કરણ દીપકને ભેટ્યો.

દીપકે અમર તરફ જોયું.... ઇન્સ્પેકટર અમર, ધવલ અને નયન ત્રણેય કરણની એ વાત પર એકબીજા સામે રહસ્યમય સ્મિત વેર્યું.

"વાહ ક્યાં બાત હે.... અલ્લાહ કી મહેરબાની ઇતના બડા ફેમિલી... ઓર હમારા પેશન્ટ ભી ઠીક હો ગયા..." ડો. ડોક્ટર અબ્દુલ હસતા હસતા રૂમમાં દાખલ થયા.

"હા ડોકટર મારો પરિવાર મને મળી ગયો...." નંદશંકરે કહ્યું.

"હવે આ પરિવાર, એનું નિર્દોષ હાસ્ય સંગરી રાખવા એક ફોટો લઈ લો...." અશુતોષે કહ્યું અને હમણાં જ અમેરિકાથી લાવેલો નવો હાઈ પીક્સલ મોબાઈલ ડોક્ટરને આપ્યો.

બધા એક હરોળમાં થઈ ગયા.... નિયતિ અને રાજેશ, નીતા અને મયંક, કરણ અને વૈભવી, નંદશંકર અને નર્મદા બહેન, નીલમ, આશુતોષ, નયન, દિપક અને ઇન્સ્પેકટર અમર, ધવલ અને લૈલા.

ડો. અબ્દુલે કેમેરો બરાબર સેટ કર્યો.... બધા બરાબર ફોટોમાં આવતા હતા.... માત્ર એક સ્મિત ખૂટતું હતું.

ડો. અબ્દુલે કહ્યું, "નંદ જી હવે કીક તો નથી મારવી ને?"

એ વાક્ય સાથે જ બધા ખડખડાટ હસી પડ્યા અને ડોકટરે કેમેરાની કળ દબાવી દીધી.

*** સમાપ્ત ***

follow vicky Trivedi on

ફેસબુક : vicky trivedi ( વિકી બાબુ )

ઇન્સ્ટાગ્રામ : author_vicky

ઇ-મેઇલ : vinodtrivedi21@gmail.com

વેબસાઈટ : www.authorvicky.com

વિકી ત્રિવેદીની

કલમે સર્જાયેલ અન્ય કૃતિઓ

ગુજરાતી નવલકથા

1. અંતર આગ
2. ખેલ : અંતર આગ રીટર્ન્સ
3. શિકાર : અંતર આગ રીલોડેડ
4. નક્ષત્ર
5. મુહુર્ત
6. સ્વસ્તિક
7. સંધ્યા સુરજ
8. શમણાંની શોધમાં
9. ધ ફેન : એ મેડનેસ
10. સફર : સિક્રેટ ઓફ ધ થર્ડ ચેપ્ટર

વાર્તા સંગ્રહ

1. Ishq’નો રંગ
2. એક દુજે કે લિયે
3. કબર પરના ફૂલ
4. રણનું પારેવું
5. ખોલેલું પરબીડિયું

અંગ્રેજી નવલકથા

1. Kaliyuga : Age of the darkness
2. Nakshatra
3. In search of a dream

વાંચકોને.....

વાંચક મિત્રોને જણાવવાનું કે વિકી ત્રિવેદીની મૃગજળ અને અન્ય નવલકથાઓ પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ છે. વિકી ત્રિવેદીના પુસ્તકો અમેજોન પરથી મેળવી શકો છો. અથવા ત્રિવેદી પ્રકાશનના વોટ્સેપ નંબર ૮૧૫૪૯૭૩૧૫૦ પર મેસેજ કરીને મેળવી શકો છો. કેસ ઓન ડીલીવરીની સુવિધા પણ ત્રિવેદી પ્રકાશન દ્વારા આપવામાં આવે છે.