Shikar book and story is written by Vicky Trivedi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Shikar is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
શિકાર - નવલકથા
Vicky Trivedi
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
પ્રસ્તાવના..... મારી આ કથા પણ આગળની નવલકથાઓ જેમ જ થ્રિલર છે. તદ્દન કાલ્પનિક છે. જોકે કરુણ વાસ્તવિકતા તો અંદર છે જ પણ કથાના પાત્રો કાલ્પનિક છે તેને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે સબંધ નથી. * ઘણી આપઘાત આપણે રોજ છાપાના પનાઓમાં દેખીએ છીએ પણ એમાંથી ઘણી બધી આપઘાત ખરેખર આપઘાત હોતી નથી. એ હોય છે મર્ડર...! ઠંડે કલેજે પ્લાનીંગથી કરેલા મર્ડર...! જેમાં નથી કોઈ હથિયાર વપરાતા કે નથી કોઈ સબૂત મળતા. એ મર્ડર થાય છે ઇમોશનથી - લાગણીઓથી. હથિયાર વગર થયેલી એવી હત્યાઓ જેને આપઘાત, સ્યુસાઇડ, ખુદખુશી કે આત્મહત્યામાં ખપાવી દેવામાં આવે છે ત્યાંથી શરૂ થાય છે આ કથાનો
પ્રસ્તાવના..... મારી આ કથા પણ આગળની નવલકથાઓ જેમ જ થ્રિલર છે. તદ્દન કાલ્પનિક છે. જોકે કરુણ વાસ્તવિકતા તો અંદર છે જ પણ કથાના પાત્રો કાલ્પનિક છે તેને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે સબંધ નથી. * ઘણી આપઘાત આપણે ...વધુ વાંચોછાપાના પનાઓમાં દેખીએ છીએ પણ એમાંથી ઘણી બધી આપઘાત ખરેખર આપઘાત હોતી નથી. એ હોય છે મર્ડર...! ઠંડે કલેજે પ્લાનીંગથી કરેલા મર્ડર...! જેમાં નથી કોઈ હથિયાર વપરાતા કે નથી કોઈ સબૂત મળતા. એ મર્ડર થાય છે ઇમોશનથી - લાગણીઓથી. હથિયાર વગર થયેલી એવી હત્યાઓ જેને આપઘાત, સ્યુસાઇડ, ખુદખુશી કે આત્મહત્યામાં ખપાવી દેવામાં આવે છે ત્યાંથી શરૂ થાય છે આ કથાનો
આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયેલા હતા. હૃદયાકાર વડોદરાને ઢાંકતા ગગનમાં ક્યાંક ક્યાંક સફેદ વાદળીઓ પ્રિયતમને મળવા જાણે ઘેલી થઇ હોય તેમ કાળા અડીખમ વાદળોને ચીરીને દોટ મુકતી હતી. પણ મારૂત કુહાડીનો ઘા કરી વાદળોને ચીરીને ધરતીની લ્હાય ઠારે એ ...વધુ વાંચોડામરના કાળા રસ્તા ઉપર કાળા માથાના માનવીઓ ઉતાવળે હરફર કરતા હતા. ગાડીઓ દોડતી હતી, સાયકલની ઘંટડીનો મીઠો રણકાર રસ્તા ઉપર દોડી જતી હવામાં દુર દુર સુધી જતો હતો. સ્પોર્ટ્સ ક્લબની અંદર અને બહાર ગાડીઓ અને મોઘા બાઈકનો થડકલો થયો હતો. નવી ચકચકિત ઓડી કાર સ્પોર્ટ્સ ક્લબના ગેટ આગળ ઉભી રહી એ સાથે જ દરવાનની નજર ખુલ્લા વાળ, ચહેરા ઉપર કાળા
"આ તમે શું કહો છો ડોકટર ત્રિપાઠી?" કાને ધરેલ મોબાઈલ ધ્રુજતા હાથમાંથી પડી ન જાય એટલે તેના પર એના હાથની ભીંસ વધવા લાગી. "મિસ નિધિ, આ દુર્ઘટના હમણાં જ ઘટી છે, એકાદ કલાક પહેલાં જ." "ડોકટર આઈ ટેલ ...વધુ વાંચોજો આ કોઈ પ્રેન્ક હશે તો... તો હું તમને આવી મજાક માટે....." હજુયે આ મજાક છે આ રોંગ નંબર છે એવું સામેથી ડોક્ટર કહી દે તો સારું એવો અવાજ એવી પુકાર એના હ્રદયમાંથી ઉઠવા લાગી. એન્જી અને આત્મહત્યા બંને શબ્દો એકસાથે અશક્ય હતા. એ એન્જી જેણીએ પોતાને પળેપળે હિમત અને અગણિત પ્રેમ આપ્યો હતો તે એન્જી આત્મહત્યા કરે એ વાત તેનું દિલો
એન.પી. કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ આરસની પ્લેટ જડેલા તોતિંગ ગેટ પાસે અંદરના ભાગે સુંદર બગીચામાં સવારનું આહલાદક વાતાવરણ હતું. જમણી તરફ કરેંણના લાલ પીળા ફૂલો હતા. એની પાસે જ એક ગોળ ફુવારો હતો. ફુવારાની ફરતે કાશ્મીરી ગુલાબ ગોળાકારે ...વધુ વાંચોહતા. અને એની ચારેય તરફ સ્ટીલની બેન્ચીસ ઉપર કોલેજના વિદ્યાર્થીઓ બેઠા હતા. ડાબી તરફ મહેંદીની વાડ બગીચાના બે ભાગ કરતી હતી. એ તરફ મહેંદીની લીલીછમ વાડની પાસે આસોપાલવ અને તાડ જેવા ઊંચા વૃક્ષો હતા જેથી વાડની પેલી તરફ આ તરફથી કઈ જોઈ શકાય તેમ ન હતું સિવાય કે જ્યાં વાડની હદ પુરી થતી હતી અને જ્યાંથી વાડની પાછળના ભાગે જઇ
સમીર ગેટની બહાર નીકળ્યો ત્યારે જ કોલેજના કોઈ સ્ટુડેન્ટે તેને સમાચાર આપ્યા હતા કે એન્જીએ આત્મહત્યા કરી છે. એટલે એણે સીધી જ એન્જીના ઘર તરફ બાઈક ભગાવી હતી. બાઇકની કી કાઢી એ દરવાજામાં પ્રવેશ્યો ત્યારે પોલીસની જીપ એને ...વધુ વાંચોમળી. ઇન્સ્પેકટર ભારદ્વાજે એક નજર એના પર ફેંકી અને રવાના થયા. પોલીસ જીપને જોઈને એ ઘરમાં દાખલ થયો. કોલ્ડમુન ભવ્ય મકાન હતું. તેનું રાચ રચીલું જાણે બકિંગહમમાંથી લાવીને અહી ગોઠવ્યું હોય તેવું અનુપમ લાગતું હતું. સમીરે ઘર પરથી એન્જી કેટલી સમૃદ્ધ હતી તે અંદાજ મેળવી લીધો. સમીર કોઈને ઓળખતો નહોતો પણ ચહેરા અને ઉદાસી જોઈને એ સમજી ગયો કે ખૂણામાં એલ આકારે