Shikar - 20 books and stories free download online pdf in Gujarati

શિકાર : પ્રકરણ 20

સ્ટુલ પર પગ મૂકીને લાકડાની ખુરશીમાં બેઠો મનું બંને હાથ માથા ઉપર ખુરશીના છેડે મૂકીને નજર ઉપર ધીમી ફેરીએ ફરતા પંખા પર સ્થિર કરીને પગથી જરાક ધક્કો મારી ખુરશીને પાછળના બે પૈયા ઉપર નમાવી ફરી પાછી લાવતો બેઠો ઝૂલતો હતો.

એ જાણે પંખાની ફેરીને ગણવા મથતો હોય એમ તાકી રહ્યો હતો અને કેસ પણ પંખાની ફેરી જેવો હતો એને કઈ સમજાતું ન હતું.

ખુરશીના પાયા જમીન સાથે અથડાવાનો કટ કટ અવાજ અને જૂના પંખાનો ઘર.. ઘર..... આવજ સામે બેઠેલા પૃથ્વીના કાનમાં ‘સમથિંગ રોંગ મસ્ટ બી ઘેર’ નો પડઘો પાડતો હતો. મનુને તે નાનપણથી ઓળખતો હતો. અરે રમાડ્યો હતો. પૃથ્વી તેના ચંચળ ભેજાને બરાબર જાણતો હતો. તેણે એજન્ટ એ ખુદ આદિત્ય છે તે ભેદ લખોટી રમવાની ઉમરે પકડી લીધો હતો.

"શુ થયું મનું?" આખરે તેણે પૂછ્યું.

એકાએક જાણે તંદ્રામાંથી જાગ્યો હોય એમ પૃથ્વી સામે જોઇને હમણાં જ લાવેલી ચાનો કપ ટેબલ પરથી લીધો. હળવેથી એક ઘૂંટ લઈને બોલ્યો.

"મને સમજાતું નથી."

"શુ?"

"એજન્ટ ક્યાં હશે? મને કેમ મળતા નથી?"

"એ કેસમાં એજન્ટને આઘાત લાવ્યો હતો મનું. મને લાગે છે એજન્ટ હવે આ કામ નહીં કરતા હોય."

"ધેટ્સ પોસીબલ. પણ એ મને લગાતાર ત્રણ ત્રણ મહિનાથી કોઈ ખબર નથી આપતા. બધા એજન્ટ જાણે રજા ઉપર છે. અરે ચાચુને પણ એ મળતા નથી."

"મનું તને ગોળી લાગી હતી અને જો જરાક ડાબી તરફ લાગી હોત તો ગોળી સીધી જ હૃદયમાં ઉતરી જવાની હતી."

"હમમ..." તે વિચારમગ્ન અવસ્થામાં જ બબડ્યો.

"તું બેહોશ હતો મનું પણ આદિત્ય હોસ્પીટલમાં ચક્કર મારીને પાગલ થઈ ગયા હતા. કદાચ એટલે જ હવે બધા કામ છોડી દીધા હશે."

"કામ છોડી દીધા હોય તો અહીં આપણી સાથે પણ રહી શકે ને? પણ મને તો લાગે છે એજન્ટ કોઈ અવળા રસ્તે ચડી ગયા છે."

"વોટ?"

"યસ પૃથ્વી. મેં હમણાં સાંભળ્યું હતું કે એજન્ટ k સ્પેશિયલ કેબ ડ્રાઈવરે થોડાક સમય પહેલા ક્યાંકથી કોઈ કિડનેપીંગ કર્યું હતું."

"શક્ય છે કોઈ પ્લાનિંગ હોય?"

"અને આપણને કોઈને ખબર જ ન હોય એવું કંઈ રીતે બને?" મનુએ એક જ સેકંડમાં તેની દલીલ ફગાવી દીધી.

"એટલે તું એમ કહેવા માંગે છે કે એજન્ટ હવે ખોટા કામ કરે છે? આઈ કાંટ બિલિવ ઇટ મનું." પૃથ્વી આવેશમાં બોલી ઉઠ્યો.

"માની તો હું પણ નથી શકતો પણ છતાંય એવી ઘણી ઘટનાઓ બની છે જેના પરથી એક પોલીસ તરીકે વિચારું તો મને એજન્ટ એ’ના ઈરાદા બદલાઈ ગયા હોય એમ લાગે છે."

એક પોલીસ ઇન્સ્પેકટર તરીકે એ શબ્દ પૃથ્વીને પણ વ્યાજબી લાગ્યો હોય એમ એ પણ ઘડીભર સ્તબ્ધ થઈ ગયો. તેને આદિત્ય વિષે જરા સરખી પણ શંકા ન હતી છતાં જો મનુ એમ કહેતો હોય તો પૃથ્વી માટે તે નકારી શકાય તેવી વાત ન હતી. તેણે માથું ધુણાવી દીધું.

"પણ મનું, હવે પાછળની ઉમરે માણસ શુ કામ બદલાઈ જાય?"

"નફરત ને લીધે." મનુએ ઠંડા કલેજે જવાબ આપી દીધો.

"એટલે?"

"એટલે એમ કે મી. આદિત્યએ કેટલા રિસ્ક લીધા? અરે પોતાની જાતની આઇડેન્ટિટી જ નાશ કરી લીધી. હજારો કેસ સોલ્વ કર્યા. સો જેટલા એજન્ટ પોતાની સંસ્થામાં જોડ્યા પણ મળ્યું શુ? કાલ કરતા આજે વધારે ગુનાઓ જ થાય છે. કાલ કરતા આજે વધારે ભ્રષ્ટાચાર જ થાય છે ને? શક્ય છે માણસને પોતે કરેલી મહેનત નિષ્ફળ રહી એવું લાગે તો એ વિચાર બદલી શકે."

"એટલે એમ કે પાછળની ઉંમરે હવે એજન્ટ પોતાનું વિચારે છે? પ્રજાનું નહિ?" પૃથ્વીને એ વાત માનવામાં આવતી ન હોય તેવું તેના ચહેરા ઉપર રેખાઓ સ્પસ્ટ કહેતી હતી.

"તું જીવનના ત્રીસ વર્ષ લોકોની સેવા કરે અને એનું પરિણામ શૂન્ય મળે તો તું શું કરે પૃથ્વી?"

"સાચું કહું કે ખોટું?"

"ઓફકોર્સ સાચુ જ ને."

"હું કરોડો રૂપિયા બનાવીને મારી સાત પેઢી સુધી કોઈ દુઃખી ન થાય એવું કરીને જાઉં."

"યસ ઈકજેકટલી પણ મી. આદિત્યને આગળ પાછળ ક્યાં કોઈ છે?"

આમ વાતો થઈ પણ કઈ સમજાયું નહીં. એટલે મનુએ વાત બદલી દીધી.

"એ બધું આપણે પછી જોઈશું અત્યારે એક બીજો કેસ છે."

"કયો પેલો નિધિ રાવળવાળો?"

"યસ. મને લાગે છે એના ઉપર ખતરો છે."

"કઈ રીતે?"

મનુએ થોડાક ફોટા અને કાગળો ટેબલમાંથી કાઢીને પૃથ્વી સામે મુક્યા. પૃથ્વીએ ફોટા જોયા. પછી કાગળ જોયા પણ કઈ ખાસ સમજાયું નહીં.

"મને કંઈ સમજ ન પડી."

"સમજ તો મને પણ નથી પડતી પણ આ ફોટોમાં જે લોકો છે તે સતત નિધિ રાવળના ઘર ઉપર એની ઓફીસ ઉપર અને એની સેક્રેટરીના ઘર ઉપર નજર રાખે છે."

"તે એને ટકોર કરી?"

"નહિ, મેં એને કાર્ડ આપ્યું હતું. એકવાર એને ફોન પણ કર્યો પણ એ કહે છે કે એની કોઈ બાળપણની દોસ્તે આત્મહત્યા કરી લીધી એટલે એ ડિપ્રેશનમાં હતી અને એટલે એને ભરમ ઉભા થયા હતા. એ પોલીસ સ્ટેશન ગઈ પણ એ પછી એને બધું સમજાઈ ગયું."

"તો પછી શું છે એનું?"

"છે પૃથ્વી. દિવસે મેં વોચ ગોઠવી હતી એટલે ખબર પડી કે એના ઘર ઓફીસ અને સેક્રેટરીના ઘર આસપાસ આ ફોટામાં જે લોકો છે તે નજર રાખે છે. બીજું કે એ દિવસે નિધિ રાવળ પાછળ બે ચોર પડ્યા હતા. પણ એ કોઈ ચોર હતા નહિ."

"આ બધા કેસ આપણી પાસે જ કેમ આવતા હશે." કંટાળીને પૃથ્વીએ સિગારેટ સળગાવવી પડી.

"જોકે આ કેસ આવ્યો નથી મેં બીજા સ્ટેશનથી લીધો છે. ઇલીગલી તપાસ કરી છે."

"કેમ તને એવો શુ રસ પડ્યો?"

"વેલ રસમાં એવું છે કે હું ઇન્સ્પેકટર પગાર લેવા નથી બન્યો."

"મનું મેં પણ ઘણા સાહસ કર્યા છે પણ એનું પરિણામ શુ? આજે કયા એરિયામાં વડોદરામાં દારૂ નથી મળતો? એવી કઈ હોટેલ છે જ્યાં રંડીખાનું નથી ચાલતું? અને એવો કયો નેતા છે જે ગુંડાઓ ઉપર હાથ નથી રાખતો? અને પ્રજાને પણ ક્યાં શાંતિ જોઈએ છે? બે પક્ષ માટે જાણે ફલાણો નેતા સાલાઓનો બાપ હોય એમ એક બીજા સાથે ઝઘડતા હોય છે. આ દેશમાં કશુંય થવાનું નથી મનું તારા કે મારાથી દેશ નથી બદલવાનો."

"એટલે તું હવે માત્ર પગાર માટે આ વરદી પહેરવાનો છો?" મનુના અવાજમાં નારાજગી અને ઠપકો ભળ્યો.

"નહિ તો શું? નહી તો શુ મનું તને શું લાગે છે પેલા કરોડપતિ બાપના છોકરાએ પેલા કેસમાં એની છોકરીના બ્લુ વિડીયો લઈને પછી એને મજબુર કરી હતી કે મારા બધા જ ફ્રેન્ડ જોડે સેક્સ કર નહિતર તને બદનામ કરીશ. મનું વિચાર કર એ છોકરો કેટલો વિકૃત હશે? અને એ છોકરીને તું શું શરીફ સમજે છે? એવા કેવા પ્રેમ હોય જેમાં સેક્સ સુધી જવું પડે? એ પ્રેમનું તો ખાલી બહાનું છે બાકી જોઈએ છે રૂપિયા સારી હોટેલમાં ખાવાનું પીવાનું અને હોટેલના રૂમમાં......"

પૃથ્વી છંછેડાઈને ઉભો થઇ ગયો.

"પૃથ્વી મને ખબર છે પણ શું થઇ શકે હવે આપણાથી."

"કઈ જ નહીં. અને આપણે કઈ કરવાની જરૂર પણ નથી. આખાય ગામના ગુંડાઓ અને બંને પક્ષના નેતાઓ આપણા દુશ્મન છે આજે. કાલે એક ગોળી માથામાં વાગશે અને આપણી લાશ ક્યાંક ગટરમાંથી મળી આવશે મનુ. પછી તને શું લાગે છે કોઈ તપાસ થવાની છે શું? આજે કયો નેતા સારો છે? અરે નેતા જાય ભાડમાં પણ આ સાલી અંધ પ્રજા જેના માટે આપણે રાત દિવસ મોતનું જોખમ લઈને ફરીએ છીએ ગુંડાઓ સાથે નેતાઓ સાથે બાથ ભીડીએ એ પ્રજાને ક્યાં આપણી પડી છે? રસ્તા ઉપર એક નેતા આવે તો સાલા આંધળાઓ જાણે ભગવાન આવ્યો હોય એમ ટોળું વળીને મેદાનમાં ભેગા થઈ જાય. પેલો નેતા ભાષણ આપીને એસી ગાડીમાં નીકળી જાય. અને આ આંધળાઓ તડકામાં શેકાય છે. અરે એ તો ઠીક હમણાં પાછળના સ્ટેશને કેવો કેસ નોંધાયો ખબર છે?” તેણે ટેબલ ઉપર મુઠ્ઠી પછાડી.

પૃથ્વી ગુસ્સામાં ઘણા લેકચર આપતો. મનુને એ સાંભળવામાં રસ પડતો એટલે મનુએ પૂછ્યું, “કેવો કેસ?”

“અરે શું કહું તને? બે પડોશીઓ કયો નેતા સારો છે એ બાબતે ઝઘડ્યા એકે બીજાને ઈંટ મારી અને બીજાએ પેલાને માથા ઉપર ધોકો મારી દીધો. સાલા બંને સિવિલમાં પડ્યા છે. કોણ એનો બાપ આવશે હવે એના છોકરાઓને ખવડાવવા?"

ધુવપુવા થઈને પૃથ્વી સ્ટેશન બહાર નીકળી ગયો.

મનું એમ જ ત્યાં બેસી રહ્યો. પૃથ્વીની કોઈ વાત ખોટી ન હતી. પણ તે છતાંય હજુ પાંચ ટકા લોકો સારા છે એમની સેફટી માટે જો પોતાના જેવાં પૃથ્વી જેવા અને એજન્ટ એ જેવા લોકો હાથ ઊંચા કરી લેશે તો શું થશે?

પણ અત્યારે છંછેડાયેલા પૃથ્વીને કઈ કહેવું નકામું હતું. પૃથ્વી જીંદાદીલ માણસ હતો. સાહસ એના ખૂનમાં હતું. એ મનું જાણતો હતો. અરે પોતે જ્યારે ચા વેચતો ત્યારે પૃથ્વીએ કેટલાય સાહસ કરી લીધા હતા. પણ હવે ઉંમર સાથે એનો ગુસ્સો વધતો હતો અને પરિણામ ન મળતા જુસ્સો ઘટતો હતો.

જોકે મનું એમ જ હાથ ઉપર હાથ મૂકીને બેસી રહેવાનો ન હતો.

એણે છાપું ઉઠાવ્યું. અને સમાચાર વાંચવા લાગ્યો. પહેલા જ પાને અમદાવાદના ભયાનક સમાચાર હતા.

અમદાવાદ ગર્લ્સ હોસ્ટેલમાં સોનિયા ગંગવાણીએ કરી આત્મહત્યા. નીચે વિગતો હતી. ઉંમર પૂરું નામ. અભ્યાસ. આત્મહત્યાનું પોસીબલ કારણ. પણ કારણ મનુના માન્યામાં ન આવે એવું હતું.

બોય ફ્રેન્ડ સાથે તકરાર થતા બ્રેકઅપ થયું અને પછી સોનિયા કેટલાય દિવસો સુધી હોસ્ટેલ બહાર નીકળી નહિ. એવું લખેલું હતું.

અમદાવાદ... હોસ્ટેલ... છોકરી... લવ... બ્રેકઅપ... ડીપ્રેશન... શબ્દો મનુના મનમાં ચકરી લેવા લાગ્યા.

એકાએક તેને યાદ આવ્યું કે નિધિ રાવળની કોઈ ફ્રેન્ડ એન્જલિના નામની છોકરીએ પણ આત્મહત્યા કરી હતી. એ પણ આ જ કોલેજની હતી. હાઉ ઇઝ ઈટ પોસીબલ? તે વિચારતો રહ્યો અને તેના ચાલાક મગજમાં કડીઓ જોડાવા લાગી. ગણિત ગણાવા લાગ્યું.

***

ક્રમશ:

લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :

ફેસબુક : Vicky Trivedi

Instagram : author_vicky

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED