Ghoonghru books and stories free download online pdf in Gujarati

ઘૂંઘરું

ઘુંઘરુ

* ગિરીશ ભટ્ટ *


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


ઘુંઘરુ

શહેરનો આ વિસ્તાર દનિકોનો વિસ્તાર હતો. મોટા મોટા મહાલયોનો વિસ્તાર હતો. તવંગરોની વૈભવશાળી કોઠીઓ નગરની શોભા હતી. એ વચ્ચે ઊભેલું બે મજલાઓવાળું ‘રૂપ-સદન’ તો સાવ નિસ્તેજ અને જર્જન્તિ જ ગણાય. એક વેળાએ આ બંગલાની જાહોજલાલી હતી. હાલ મૃતપ્રાય લાગતા એના અંગ-ઉપાંગોમાં જવંતતા હતી, સુંદરતા હતી. એના માલિક અવિનાશની માફક આ સ્થળ પણ આખા નગરમાંપ્રખ્યાત હતું. ભવ્ય ભૂતકાળ જોયો હોય એ તો આ વર્તમાન જોઈને આંસુ સારે, એટલો વૈભવ ઠલવાયો હતો અહીં ! એ સમયે આ સદનનું નામ ‘ઝાંઝર’ હતું. બંગલાના દરવાજા પર આરસની શ્વેત તખ્તી પર કલાત્મક રીતે આ નામ કોતરાયેલું હતું. જરા વિચિત્ર લાગે તેવું નામ હતું, પણ તમે દરવાજે ખુરશી નાખીને બેઠેલા ચોકીદાર રામસિંહને પૂછો તો એ પણ નામનું રહસ્ય તમને બતાવે, એટલી ખ્યાતિ હતી એ નામની.

અવિનાશની પત્ની આરતી, રાષ્ટ્રીય ફલક પર જાણીતી, માનીતી નૃત્યાંગના હતી. વર્તમાન પત્રો, મેગેઝીનો વિગેરે માધ્યમોમાં આરતીદેવી અને તેમના વિશિષ્ઠપ્રદાન વિશે અવારનવાર ઉલ્લેખો થતાં ત્યારે આખા નગરના શિષ્ટજનો ગૌરવ અનુભવતાં, આમ ઝાંઝરનો ઝણઝણાટ આખા નગરમાં વ્યાપ્ત હતો.

બીજી તરફ, અવિનાશ મોટો ઉદ્યોગપતિ હતો. એક નાની વ્યક્તિ પણ મોટી સફળતા મેળવી શકે એ વાત તેણે પુરવાર કરી હતી. સામે મળેલી કોઈ પણ તક તેણે ગુમાવી નહોતી, અરે ! કેટલીક તકો તો ખુદ તેણે ઊભી કરી હતી.

તે કારકૂન જ હતો, વિનાયકભાઈની ફેક્ટરીનો ફેક્ટરી સારી ચાલતી હતી.

માલિક યુવાન હતા, સાહસિક હતા, અવિનાશ માત્ર કારકૂની જ નહોતો કરતો, પણ ફેક્ટરીની અન્ય પ્રક્રિયાઓમાં ઊંડો રસ લેતો હતો, ઉત્પાદનથી વેચાણ સુધીના કાર્યો પર સતત વિચાર કરતો હતો, કાગળ પર નોંધો ટપકાવતો હતો. ‘‘સાવ વેદિયો છે - આ... જાણે આ કારખાનું - તેને ચલાવવાનું ન હોય, એટલી માથાકૂટ કરે છે! સુપરવાઈઝર જોઈ જાશે તો ઘેર બેસવાનો વારો આવશે...’’ તેના સહકાર્યકરો તેનાપ્રતિ વિનોદ કરતાં, પણ તે તો નિસ્પૃહ જ રહેતો હતો.

સુપરવાઈઝરનું નહિ પણ ખુદ વિનાયકભાઈનું ધ્યાન આ ધૂની માણસ પરદોરાયું, બોલાવ્યો, પૃચ્છા કરી, ગભરાયા વિના વાત કરવા ધરપત આપી. અવિનાશે હતી એટલી હિંમત એકઠી કરીને પોતાની વાત નોંધો સાથે રજૂ કરી, કયા કયા સ્તરે કેટલી ખામી હતી અને એ કેવી રીતે દૂર કરી શકાય એ વાત તેણે વિગતવાર જણાવી. ‘‘શું નામ તમારું?... તમારી વાતોમાં તથ્ય છે. બે દિવસ પછી મને મળો...’’

યુવાન માલિકે પ્રસન્નતાથી કહ્યુ ંહતું.

એ બે દિવસનો સમય આકરી કસોટીનો હતો, અવિનાશને અનેક વિચારો આવતા હતા. માલિકને તેની વાતો રૂચે, કદાચ ન પણ રચે, કદાચ આ નાનકડી નોકરી ગુમાવવાનો પણ વખત આવે. એ સમય અજંપામાં વિત્યો. વૃદ્ધ બિમાર માતા તેની ચિંતા કરતા હતા. પુત્રનો આવો સ્વભાવ તેને પસંદ નહોતો. તે આવી હાલતમાં હસરડાં કરતી હતી. ગૃહસ્થી ચલાવવા જેટલી શક્તિ તેના વૃદ્ધ દેહમાં ક્યાં હતી? તે અવારનવાર કહેતા ‘‘અવિનાશ તું પરણી જા - મને હવે બસ એટલા જ ઓરતા છે. બસ, રૂમઝૂમ કરતી વહુ ઘરમાં આવે અને પછી શ્વાસ મૂકાઈ જાય તો પણ પરવા નથી...’’

ખૂબ મોટી ઉંમરે, તેમની કુખ ભરાઈ હતી. અવિનાશના આગમનથી અરધોમારગ વટાવી ચૂકેલા-એ દંપતીના જિવનમાં આનંદની રેખા ફૂટી હતી. એ સુખ પણ થોડો સમય જ રહ્યું, વિધવા થયા, એક હાથે આપેલું સુખ બીજા હાથે ઝૂંટવાઈ ગયું. અનેક યાતનાઓ વેઠીને પુત્રને મોટો કર્યો હતો. આ પછી માત્ર આ એક જ ઝંખના બાકી હતી, પણ પુત્ર ધૂની નીકળ્યો. આખો દિવસ બસ પુસ્તકોમાં જ રચ્યોપચ્યો રહેતો હતો. અવિનાશના આ ધૂનીપણાની પરીક્ષા હતી.

‘‘શાબાસ-અવિનાશ-તેં બરાબર વિચાર્યું છે. આપણે એ જ માર્ગ પર જવામાંગીએ છીએ. પણ એ માટે તારે જ આગળ આવવું પડશે...’’ વિનાયકે તેને થાબડ્યો હતો. તેના મુખ પર અવર્ણનીય આનંદ ઉભરાયો હતો.

અવિનાશ રાતોરાત નાના સ્થાન પરથી મોટા સ્થાન પર પહોંચી ગયો હતો. તે હવે વિનાયકનો અંગત સલાહકાર હતો. માલિકની બાજુની કેબિન હવે તેની હતી. ફોનમળ્યો હતો. વિનાયકે એક ફ્લેટ પણ તેને રહેવા આપ્યો હતો. કંપનીની ગાડીનો તે ઉપયોગ કરી શકતો હતો.

એક સ્વપ્ન જેવું બની ગયું હતું. મા તો આશ્ચર્યમાં ડૂબી ગઈ હતી.

‘‘માડી-હું જે પેલા થોથાં વાંચતો હતો ને, એનું આ પરિણામ છે’’ અવિનાશેમાતાને કહ્યું હતું.

‘‘બસ, હવે એક વહુ લાવી દે...’ માએ કાયમની માગણી રજૂ કરી અને તે નિરૂત્તર બની ગયો હતો. અલબત્ત અવિનાશ જુદી રીતે વિચારતો હતો. તેની દૃષ્ટિએ કારકિર્દી પ્રથમ હતી, બીજી જરૂરિયાતો ગૌણ હતી. જે તક મળી હતી એનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ એમ તે મક્કમતાથી માનતો હતો.

તે નવીન કામગીરીમાં દિલ દઈને લાગી ગયો હતો. માલિકે મૂકેલા વિશ્વાસને તે સત્ય પુરવાર કરવા માંગતો હતો. દિવસ-રાત, બસ કાર્યમાં ખૂપી ગયો. વિનાયકે તેણે સૂચવેલાં બધા જ સુધારાઓ અમલમાં મૂક્યા હતા. અન્ય મેનેજરો અવિનાશ પ્રતિ શંકાની નજરે જોઈ રહ્યા હતા. અવિનાશની આ બીજી કસોટી હતી, પરિણામો લાવવાની ! તનતોડ મહેનતને અંતે ધાર્યા કરતાં પણ સારા પરિણામો આવ્યા હતા. વિનાયકનીખુશીનો પાર ન હતો.

‘‘આટલી સફળતા મેળવ્યા પછી, અવિનાશ તમને નીચા સ્થાન પર ન રખાય... આજથી તમે આ ફેક્ટરીના જનરલ મેનેજર છો... જસ્ટ નેક્સ્ટ ટુ મી...’’ વિનાયક તેનેભેટી પડ્યો હતો. જોતજોતામાં, સફળતાની સીડી પરના પગથિયાંઓ સર કરીને તે ટોચ પર પહોંચી ગયો હતો.

થોડા સમયમાં ‘વિનાયક ઈન્ડસ્ટ્રીઝ’નું નામ ગાજવા લાગ્યું હતું. ‘આટલી સફળતા કેવી રીતે મેળવી?’ સૌને નવાઈ લાગતી હતી. વિનાયકનું માન વધી ગયું હતું. તેનું નામ આદરથી લેવામાં આવતું હતું.

‘‘બધો જશ મને ન આપતા, મિત્રો’’ વિનાયક હસીને કહેતા. ‘‘મારી સફળતાનું રહસ્ય આ યુવાન છે - જેમે મને નવી દિશા બતાવી...’’ વિનાયક અવિનાશને આગળ કરતો હતો.

આવાં માલિક પર માન ન ઉપજે તો શું થાય? ખરેખર તો તેમણે એક નાનામાણસને તક આપી હતી. તેને ઊંચકી લીધો હતો. અવિનાશને આ ખ્યાલ હતો જ.

‘‘સર, તમારા જેવા માલિકો પણ નથી હોતા. ખરેખર તો તમે મને તક આપી છે- એ ન મળી હોત તો મારી આવડતનો કશો જ ઉપયોગ નહોતો.’’

એ અહોભાવની અસર નીચે, અવિનાશે આરતી સાથે લગ્ન કર્યા હતા. વિનાયક સાથે નિકટનો સંબંધ બંધાયા પછી, તે આરતીના પરિચયમાં આવ્યો હતો. આરતી વિનાયકની નાની બહેન હતી. તે નૃત્યાંગના હતી. બાળપણથી નર્તન પ્રતિ અભિરૂચિ હતી. સુખી કુટુંબ, એટલે તેનો આ શોખ સારી રીતે પોષાયો હતો. નૃત્ય તેના રોમરોમમાં વણાઈ ગયુ ંહતું. અરે, નિંદ્રામાં પણ જે અંગભંગીઓ થતી એ પણ નૃત્ય જ હતું. તેના રોમરોમમાં નર્તન હતું. આ નગરમાં તો તે શ્રેષ્ઠ હતી, આરંગેત્રમ તો માત્ર દસ વર્ષની ઉંમરે કર્યું હતું. નગરની મેદની-તેની ચપળતાથી અંજાઈ ગઈ હતી. સમય જતાં નગરના સીમાડા ઓળંગાવા લાગ્યા. આરતીની કીર્તિ ચોતરફ પહોંચી હતી.

માલિકની બહેન આરતીના આ શોખની અવિનાશને ખબર હતી, પણ તેને ક્યારેય નૃત્યમાં રસ જાગ્યો ન હતો. તે સવારે, આરતીને નૃત્યસંસ્થા ‘ઝંકાર’ના મકાન પર ગાડીમાં લઈ જતો હતો. આ તેનો નિત્યક્રમ હતો. ફરજના ભાગરૂપે અવિનાશ આ કાર્ય કરતો હતો. ક્યારેક આરતી સાથે ટૂંકી વાતચીત થતી હતી. બસ, એથી વિશેષ રસ તેને ન હતો. કદાચ, તે માલિકની બહેનની આમાન્ય પણ જાળવતો હતો. સ્ત્રી બાબતમાં તે સાવ શરમાળ હતો.

આરતી આ સફળ યુવાનને ઓળખતી હતી. ભાઈ તેના વિશે ઘણી વાતો કરતા હતા, ભાભી પણ ક્યારેક તેની વાતો કરતા હતા.

‘‘સારો યુવાન છે - તમે પરણી જાવ તો ખોટું નહિ, તમારે તો અહીં જ રહેવાનું,ઘરમાં પિયર અને ઘરમાં જ...’ જયા મજાકમાં ગંભીર વાત કહેતી. આરતી કશો જવાબ વાળતી નહોતી, માત્ર સ્મિત કરતી હતી.

ક્યારેક વળી રીસ ચડી હોય તેમ છણકો પણ કરી બેસતી : ‘‘ભાભી... મેં લગ્ન વિશે કશું વિચાર્યું જ નથી. મને નૃત્ય સિવાય કશાં વિચારો જ આવતા નથી.’’

‘‘પણ-પરણવું તો પડશે જ ને ! સ્ત્રી થયાં છો તે?’’ જયાએ સાવ સહજ રીતે કહ્યું હતું. જયાને આરતીનો આ ગાંડો શોખ કાંઈ પસંદ ન હતો. વિનાયકને પણ તે ક્યારેકટોકતી હતી, ‘‘તમે જ આરતીને આવા ચાળે-ચડાવી છે... અને બેનબા... હવે પરણવાનીના પાડે છે... એ તો નૃત્ય સાથે જ પરણ્યા છે...’’

‘‘આ તો નાદાની છે - સમય આવશે ત્યારે બધું જ થઈ રહશે...’’ તેઓ હસતાં હસતાં વાતને હળવી બનાવી દેતા. તેમની આંખો સામે અતીતના દૃશ્યો ખડા થવાં લાગતા. જર્જરીત એવું ગ્રામ્ય મકાન, છોડ, વેલથી ભરચક ભરચક ફળિયું, લાંબી પરસાળમાંમુક્તપણે નૃત્ય કરતી પાંચ-સાત વર્ષની આરતી, તેના નાચ જોવા પડોશીઓ એકઠા થઈ જતાં, ગજબના ભાવ નિર્દેશન કરતી હતી આરતી! સૌ તેને વ્હાલ કરતાં, પ્રશંસાથી નવાજતાં.

‘‘મૂઈ-માટે કેવું સાસરું શોધવું?’’ મા પણ હરખથી બોલી ઉઠતી હતી, પુત્રી જ્યારે ટોચ પર પહોંચી હતી ત્યારે તેઓ એ જોવા હાજર ન હતા.

આરતી નમણી હતી, નૃત્ય કરતી ત્યારે આબેહૂબ-સૌમ્ય મૂર્તિ બની જતી હતી. તેનો વાન ઘઉંવર્ણો હતો, તે ગૌર ન હતી. પણ તેને આ બાબતની ખામી ક્યારેય લાગી ન હતી. ‘રૂપ તો ઈશ્વરની દેન છે... હા-શું બનવું શું ન બનવું, એ માણસની ઈચ્છાની વાત છે...’ આરતી ક્યારેક જયાને કહેતી - ‘‘નૃત્ય મારી આરાધના છે, ધ્યેય છે, એક તરસ છે, મારા જિવનનો પર્યાય છે.’’

જયા સમવયસ્ક હતી, પરણીને સાસરું સાચવતી હતી. આરતીના ખ્યાલો સાથે અસંમત હતી.

"એક વખત માંડવામાં બેસી જાય... પછી બધું જ વરાળની માફક ઊડી જશે -જિંદગી આ રીતે જીવાતી નથી." જયા વિચારતી હતી.

અવિનાશને મળવાના પ્રસંગો બનતા હતા. આરતી અને અવિનાશ વચ્ચેનું અંતર થોડું ઓછું થયું હતું. બંને વાતો કરતાં, હસતાં, ક્યારેક હળવી મજાકો પણ થતી. બંગલાથી નૃત્ય સંસ્થા ‘ઝંકાર’ સુધીનો સહપ્રવાસ તો નિયમિત રીતે ચાલુ જ હતો. આખરે અવિનાશ પણ માણસ જ હતો.

આરતીના નૃત્યોના કાર્યક્રમોમાં અવિનાશ અવશ્ય હાજરી આપતો, વિનાયકની બાજુમાં તેની બેઠક રહેતી. જયા ક્યારેક આવતી, ક્યારેક નાદુરસ્ત તબિયતનું મહાનું કાઢીને આવવાનું ટાળતી હતી.

બીજી સવારે, આરતી તેને અવશ્ય પૂછી લેતી. ‘‘અવિનાશ - કેમ રહ્યું ગઈ કાલનું નૃત્ય... ખાસ કરીને ઊર્વશીનું ઈન્દ્રસભાનું નૃત્ય...?’’

‘‘ખરેખર... ગમ્યું!’’ અવિનાશ હસીને ઉત્તર વાળતો હતો, કદાચ ફરજનાભાગરૂપે. આરતીનું મુખ ખુશીથી છલકાઈ જતું. વિનાયકભાઈ તો આરતી પર પ્રસન્ન હતા જ. નૃત્ય વિશે થોડું જ્ઞાન પણ હતું. શરૂઆતમાં તેઓ આરતીને અમુક સૂચનો પણ કરતા હતા, પણ હવે તેમ નહોતા કરતા. તેઓની દૃષ્ટિએ આરતી ખૂબ આગળ નીકળી ચૂકી હતી. આ કારણસર જ તેઓએ તેનો ‘સાઉથ’નો પ્રવાસ મંજૂર કર્યો હતો.

‘‘જે કાંઈ ખર્ચ થાય... ચિંતા ન રાખીશ... હું અવિનાશને બધી વ્યવસ્થા ગોઠવવાનું કહી દઉં છું...’’ વિનાયકે ખૂબ ખૂબ ઉત્સાહ દેખાડ્યો હતો.

‘‘અવિનાશ...’’ તેમણે સૂચના આપી હતી. ‘‘કોઈ હોંશિયાર માણસને સાથે પણ મોકલજે... બધું ‘મેનેજ’ કરી શકે તેવો...’’

આરતીની ‘ઝંકાર’ સંસ્થા વ્યસ્ત બની ગઈ હતી. કેટકેટલી તૈયારીઓ કરવાની હતી, સ્ક્રીપ્ટો વ્યવસ્થિત કરવાની હતી. વેશભૂષાની પસંદગી નવેસરથી કરવાની હતી, સંગીત... અનુરૂપ સાજ સજાવટ... આરતી કામકાજમાં ખૂંપી ગઈ હતી. તેનું મગજ અનેક દિશામાં કામ કરતું હતું. અવિનાશને કાંઈ કામ હોય તો ‘ઝંકાર’ પર જ આવવું પડતું હતું. વિનાયક ઊંડો રસ લઈ રહ્યા હતા.

‘‘તું પણ જઈ આવ, આરતીની સાથે -’’ વિનાયકે પત્નીને કહ્યું હતું, પણ તેમાની ન હતી.

‘‘એવાં નાચ નખરાંમાં મારું વળી શું કામ?’’ જયા કટુતાથી બોલી હતી. અવિનાશ ત્યારે હાજર જ હતો.

‘‘હા-આ તો રસિકજનોનું કામ’’ વિનાયકે જવાબ વાળ્યો હતો. જયાને બે ચીજનું અભિમાન હતું, એક તેનું રૂપ, બીજું તેનો વૈભવશાળી પિયર પક્ષ, આરતી કરતાં રૂપમાં તે ચઢીયાતી હતી. એ વ્યક્ત કરવાની એક પણ તક તે ગુમાવતી નહોતી વળી આરતી જે નૃત્યકળામાં આટલી પારંગત હતી, એ વાત પણ તેને મન તુચ્છ હતી.

અચાનક, ત્રણ ઘટનાઓ બની હતી.

અવિનાશની બુદ્ધિ-પ્રતિબાથી વિનાયક ઈન્ડસ્ટ્રીઝના વાર્ષિક પરિણામો,આશ્ચર્યકારક રીતે તેજસ્વી આવ્યા હતા. વિનાયકે કલ્પ્યાં નહોતાં એટલાં ઊંચા... કીર્તિનો આંક, સડસડાટ ઉપર પહોંચી ગયો હતો. આટલી સફળતા મળશે એવી વિનાયકનેશ્રદ્ધા નહોતી.

‘‘સર, મને વિશ્વાસ હતો જ, કે આમ જ બનશે...’ અવિનાશના અવાજમાંમક્કમતા હતી. વિનાયક તેને ભેટી પડ્યો હતો.

બીજા બનાવમાં અવિનાશની બીમાર માતાનું અચાનક મૃત્યુ થયું હતું. પુત્રનો વૈભવી ‘ફ્લેટ’ જોઈને તેમણે એક દિવસે ચૂપચાપ અધૂરાં સ્વપ્ન સો આંખો મીંચી દીધી હતી, કાયમને માટે. અવિનાશ એ સમયે પણ ઓફિસમાં વ્યસ્ત હતો.

વિનાયકની આંખોમાં આંસુ આવી ગયા.

‘‘અવિનાશ-આટલું કામ કરવાની શી જરૂર હતી? માથી વિશેષ કશું નથી આ દુનિયામાં...’’

વિનાયક પોતે ગુન્હાઈત લાગણી અનુભવવા લાગ્યા.

ત્રીજા બનાવમાં યુ.કે. સ્થિત જયાના મોટાભાઈનું આમંત્રણ હતું. બેન-બનેવી બંનેને બોલાવતા હતા. તેમનો કોલ-માઈનનો મોટો બિઝનેસ હતો. વિનાયકની સહાયની તેમને જરૂર હતી. ન ઠેલી શકાય એવું આમંત્રણ હતું. એમાં પાછો જયાનો આગ્રહભળેલો હતો. પાસપોર્ટ તો હતો જ, માત્ર વિઝા મેળવવાના હતા.

વિનાયકે ત્વરીત નિર્ણયો લીધાં હતાં. અવિનાશ અને આરતીના લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, અને એ પણ તાત્કાલિક આરતી તો પ્રવાસની તૈયારી કરતી હતી.

‘‘અવિનાશ બાહોશ છે... પ્રમાણિક છે... એ જરૂર તારો ખ્યાલ રાખશે...’’ વિનાયકે બેનના મસ્તક પર હાથ મૂકીને વ્હાલથી કહ્યું હતું.

‘‘પણ ભાઈ, મારી કેરીયરનું શું?’’ આરતીએ ધીમો પ્રતીકાર કર્યો હતો. ‘‘એ પણ થશે... પરણ્યા પછી પણ થશે...’’ વિનાયકે કહ્યું હતું. અવિનાશ પાસેજ હતો. તે કશું જ બોલ્યો નહોતો. હકારમાં કે નકારમાં.

નવી વ્યવસ્થામાં વિનાયક ઈન્ડસ્ટ્રીઝના ચાર ભાગીદારો હતાં, વિનાયક, જય, આરતી અને અવિનાશ, સરખાં હિસ્સાનાં.

સહી-સિક્કા થઈ ગયાં, અવિનાશ અને આરતી એક સાદા સમારંભમાં પરણી ચૂક્યા, અગ્નિની સાખે. વિનાયક અને જયાએ મુંબઈના એરપોર્ટ પરથી વિદાય લીધી, ત્યારે આરતી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી હતી.

‘રૂપ-સદન’નું નામ જ્યારે ‘ઝાંઝર’ હતું - ત્યારે એની જાહોજલાલી હતી. મુખ્ય દ્વારથી અંદર આવતા જ સામે મોટો ફુવારો હતો. જેની વચ્ચે સંગેમરમરની એક મૂર્તિ હતી. તેની પાછળ આલીશાન ઈમારત ઊભી હતી, જેની ભવ્યતા ધ્યાન ખેંચતી હતી. પગથિયાં, અગાશીઓ, અટારીઓ, બધે જ કમનીયતા હતી, કોતરણી હતી, અદ્‌ભુત કારીગરી હતી. એ સમયે આખા નગરને આ મહાલયે ઘેલું કરેલું. અત્યારે તો સમયનાપ્રવાહમાં બધું જર્જરીત, ઝાંખું પડી ગયું છે. અવિનાશે જ આ બંધાવ્યું હતું. એનું જ સર્જન હતું. તેને ગર્વ હતો કે આવું મહાલય કોઈ ન બંધાવી શકે, આ નગરમાં. શક્તિ તો હોય, પણ ખર્ચ કરવાનું જિગર જોઈએને! ખૂબ ધન વ્યય કર્યું હતું અવિનાશે ! તેને ધૂન ચડી હતી, એક મહાલયની રચનાની, એવી રચના કે જે નગરની સર્વશ્રેષ્ઠ રચના હોય, વિનાયકની કોઠી કરતાં ચઢીયાતી હોય.

વદ્ધ માતાના મૃત્યુ પછી અવિનાશનું મન તેના ‘ફ્લેટ’ પરથી ઉઠી ગયું. તે પરણ્યો, માતાનું સ્વપ્ન સાકાર થયું ત્યારે એ નહોતી. વિનાયકે કહ્યું હતું - તેમના બંગલાનો ઉપયોગ કરવાનો.

થોડો સમય પગાર થઈ ગયો. હનીમુન મનાવવાનો પ્રશ્ન ઉઠતો જ નહોતો. એ જ રીતે ‘સાઉથ’ ની ટુર પણ રદ કરી હતી. દુઃખનો સમય હતો. માતા મૃત્યુ પામી હતી. આરતીને પણ ભાઈ-ભાભીનો વિયોગ હતો. ક્યારેક ફોન પર લાંબી વાતચીતો થતી હતી, પરંતુ પછી એમાં પણ ઓટ આવી હતી. વિનાયક ત્યાંની કામગીરીમાં પૂરેપૂરા વ્યસ્ત થઈ ગયા હતા. એ જ ઘરમાં રહેવાનું હતું એ જ પરિચિતતા હતા, છતાં પણ પાત્ર બદલાયું હતું. અવિનાશ એટલા અરસિક નહોતા, જેટલું આરતી ધારતી હતી. વ્યસ્તતા વચ્ચે પણ તે ઘર અને આરતી માટે સમય મેળવી લેતો હતો. ખળભળ વહેતા સરિત-પ્રવાહ જેવું જીવન સરતું હતું. તોફાન પણ નહોતું, સ્થિરતા પણ નહોતી.

આરતીએ ‘ઝંકાર’ નૃત્ય સંસ્થામાં જવા-આવવાનું શરૂ કર્યું હતું. પેલો પડતેમૂકાયેલો પ્રવાસ તેને યાદ આવ્યો હતો. મુંબઈની સંસ્થા સાથે પત્રવ્યવહાર શરૂ કર્યોહતો. ‘ઝંકાર’ની પ્રવૃત્તિને, તેની હાજરીથી ગતિ મળી હતી. આરતી આ સંસ્થાની સ્થાપક,ચાલક અને પ્રેરક હતી. તેના વિના ‘ઝંકાર’ પ્રાણ વિનાના પડછાયા જેવી બની જતી હતી.

‘‘અરે ! તેં ઝંકારમાં જવું શરૂ કર્યું? મને જણાવ્યું પણ નહીં?’’ અવિનાશે અચાનક એક રાત્રે પૂછ્યું હતું.

‘‘હા-અવિનાશ-પ્રવૃત્તિ કાંઈ કાયમ માટે મૂકી દેવાય - આપણે અસ્વસ્થ હતા ત્યારે હું અળગી રહી હતી, પણ હવે તો શો બાધ છે? અને તને જણાવવાની જ હતી’’ આરતીએ શાંતિથી, સહજતાથી જવાબ વાળ્યો હતો.

આરતીનું ધ્યાન અન્યત્ર હતું. અન્યથા તે પતિનો અણગમો વાંચી શકી હોત. અવિનાશ પૂરેપૂરો પતિ બની શક્યો નહોતો, વિનાયકની અસર નીચે હતો. તાજો તાજો સંસાર હતો. આરતી એટલા ઉત્સાહથી વાત કરતી હતી કે તેનું મન કશું કહેતા અચકાય જતું હતું.

આરતીના કહેવાથી જ અવિનાશ એક ગિરીનગરના પ્રવાસ માટે તૈયાર થયો હતો. તેને પણ આરતીનું સાનિધ્ય ગમતું હતું. પ્રેમની ભરતીના દિવસો હતા, ઉછળ- કૂદના દિવસો હતા, ઊર્મિઓ વરસાવવાના દિવસો હતા.

‘‘આની ત્યાં કાંઈ જરૂર?’’ સામાનમાં ઘુંઘરૂં બાંધતી આરતીને અવિનાશે પૂછ્યું હતું. આંખો નચાવતા આરતી મંદિલું હસી હતી, જાણે કહેતી ન હોય : જોજે ને... તારા ચિત્તને હલાવી નાખીશ અરે! જડ પણ જિવંત બની જાય ત્યારે અવિનાશ તને તો. ગિરીનગરની ખુશનુમા હવામાં એ બંનેના હાસ્યો પડઘાતાં હતાં. આરતી અવિનાશ મય બની ગઈ હતી.

ગિરીનગરની લીલીછમ ટેકરીઓ પર ઘૂમતાં ઘૂમતાં એક એકાંત સ્થળે આરતી અટકી હતી. નૃત્યની વેભૂષામાં તો તે હતી જ, વધારાના ઘુંઘરૂં તેણે ઝટપટ પગ પર ધારણ કરી લીધાં હતાં. અવિનાશ કશું સમજે એ પહેલાં તો તેણે નૃત્ય આરંભ્યું હતું.

ઘુંઘરુંના મંજૂલ ધ્વનિ સાથ સાથ નૃત્યની અંગભંગી શરૂ થઈ. આરતી ઘડીમાં મોહિની બની જતી હતી, તો ઘડીમાં દામિની બનીને તેજ લીસોટાની માફક ગતિ ધારણ કરતી હતી. ક્યાંક સૌમ્યતા તો ક્યાંક રૂદ્રા-આમ આરતી ચપળતાથી ઘૂમી રહી હતી. વિવિધભાવ મુદ્રાઓની અભિવ્યક્તિ કરી રહી હતી. પાછળ નૈપથમાં નીલવર્ણ આકાશ ઝળુંબી રહ્યું હતું. પવન સાથેનો વૃક્ષોનો મર્મર ધ્વનિ વાતાવરણને સંગીતમય બનાવતો હતો.

અવિનાશ મુગ્ધ બનીને પત્નીનું નૃત્ય જોઈ રહ્યો હતો. અનેક વખત તેણે આરતીને સ્ટેજ પર નૃત્ય કરતા નિહાળી હતી, પરંતુ આટલી નજાકત તેણે ક્યારેય માણી નહોતી. તે સ્થિર થઈને જોતો હતો. તેનું ભીતર ઊછળી ઉઠ્યું હતું. તેને થતું હતું લાવને આરતીને વળગી પડું...

અચાનક જ તેનું ધ્યાન આજુબાજુ દોરાયું. નૃત્ય શરૂ થયું ત્યારે સાવ એકાંત હતું. પરંતુ પછી એક નાનું શું ટોળું જમા થઈ ગયું હતુંં. એ સૌની દૃષ્ટિમાં કળાની ભૂખ નહોતી, કેટલાક ચહેરા પર હાસ્ય અને ટિખળ હતાં, કેટલાકની આંખોમાં વિકાર હતો. ‘‘ફિલ્મકા શૂટિંગ હૈ ક્યા? હિરોઈન તો માલ લગતી હૈ.’’ અવિનાશે ટોળાનાઅવાજો સાંભળ્યા. આરતીનું નૃત્ય ક્યારનુંય થંભી ગયું હતું. તે હતાશ થઈને પતિ પાસે આવી હતી. અવિનાશે ગુસ્સાભરી એક નજર ટોળા પ્રતિ અને બીજી નજર પત્ની પ્રતી ફેંકી હતી.

ઘડી પહેલાના મુગ્ધતાના કોમળ ભાવોનું સ્થાન રોષે લીધું હતું. પતિની બેચેની આરતીથી અજાણી ન હતી. બંને ગાડીમાં બેઠા હતા - બંને વચ્ચે મૌન હતું. કશું જ બોલ્યા સિવાય આરતી, ઘુંઘરૂં પગમાંથી છોડતી હતી.

‘‘મજા બગડી ગઈ... અવિનાશ મને થતું હતું કે આ નિસર્ગના ખોળામાં અનંત કાળ સુધી નૃત્ય કરું...’’ આરતી બોલી હતી. પતિના મૌન પ્રતિ તે હસી હતી.

આરતીમાં પત્ની સ્થાપવાનું કાર્ય ક્યારેક મુશ્કેલ બની જતું હતું. આરતીનું વ્યક્તિત્વ જ એવું હતું કે તેના ભાર નીચે અવિનાશ દબાઈ જતો હતો. ક્યારેક તેનેલાગતું કે તેણે માલિકની બહેનને પરણીને ભૂલ કરી હતી. તેની પંગુ માનસિકતા - એક બંધાઈ ગયેલી પરિધીની બહાર નીકળી શકતી ન હતી. તે અકળાતો હતો, મુંઝાતો હતો. તેને સતત લાગતું હતું કે તે આરતીના તાલે તાલે નૃત્ય કરી રહ્યો હતો, તેના મોહક સ્મિત સામે ઓગળી જતો હતો. તેની મોહિનીમાં અદ્‌ભુત સંમોહન હતું. આરતીના સાનિધ્યમાં તે સુખ અને સાંત્વન મેળવતો હતો. માતા આપતી હતી એ મમતા પણ કદાચ મેળવતોહતો. તૃપ્તિ પામતો હતો અને ફરી તરસ જાગતી હતી. તે આરતીની મોહજાળનો કેદી હતો.

એકાંતમાં વિચારતો ત્યારે તે પોતાની જાતનો મોટો ટીકાકાર બની જતો હતો. અરે, આ પ્રસંગે તે કેમ કશું બોલી શક્યો નહિ? શું પત્નીને કશું કહી શકાયું ન હોત? કદાચ, તેને પણ આ ગમત પત્ની માત્ર પ્રેમની જ ભૂખી નથી હોતી, ક્યારેક પતિ તેને કશું કહે, ઠપકો આપે, એ પણ તે ઈચ્છતી હોય છે.

વિનાયક સાથે ફોન પર લાંબી વાતચીતો થતી હતી. તેમના શબ્દોમાં સરળતા અને આત્મિયતા જ ભળેલી રહેતી, તેમ છતાં પણ અવિનાશને એમાં માલિકીપણાંની બુ આવતી હતી. વિનાયક પ્રગતિ જાણવા આતુર રહેતા અને અવિનાશને આ પૃચ્છાઓ કઠતી હતી.

‘‘મારો હિસાબ માગે છે... શું હજુ પણ મને તેમનો તાબેદાર જ ગણે છે? આરતી પણ એવી જ છે...? અવિનાશ એ સમયે સતત આવા વિચારો કરતો હતો.

‘‘અવિનાશ-તમે બહું શ્રમ કરો છો... કેટલાં થાકેલાં છો? તબિયતની કાળજી પણ રાખવી જોઈએ. વિનાયકભાઈ તો આ બાબતમાં ખૂબ કાળજી લેતા હતા. એમનો આરામનો સમય ક્યારેય ભૂલતા નહિ, જયા ભાભી સાથે ફરવા ઊપડી જાય, તો ક્યારેકમારી સાથે ‘મેડમિંગ્ટન’ રમે... કશું ન સુઝે તો બાગમાં માળી સાથે ગપ્પા મારે...’’ આરતીની આવી વાતોમાં પણ વિનાયકનું આગમન થઈ જતું અને તેનો ‘મુડ’ બગડી જતો હતો.

આરતી બોલતી હોય અને તે સરકી જતો. તેનું મન અસ્તવ્યસ્ત બની જતું. આ વિષાદ ઓસરવાને બદલે ગાઢ થતો ગયો, એ પણ એટલી હદે કે આરતીસાથેની નિકટતાની ક્ષણોમાં પણ તે ખોવાયેલોે રહેવા માંડ્યો. વરસાદ અનરાધાર વરસતો હોય ત્યારે તો ભીંજાવું જ પડે, પણ અવિનાશ ત્યારે પણ દૂર રહેવા મથતો હતો.

‘‘અવિનાશ અત્યારે તો જ્યારે ત્યારે રસિક પત્ની પાસે હોય ત્યારે તો ‘બિઝનેશ’માંથી બહાર આવવું જ પડે... આ ક્ષણોનું માધુર્ય છે, સૌંદર્ય છે, મહત્ત્વ છે... એમ થયા કરે કે લાવને, તારામાં સમાઈ જાઉં, ઓગળી જાઉં - પણ તું તો સાવ પરાયો હોય તેમ...’’

આરતી હસીને પતિને સમજાવી લેતી, અવિનાશ મનાઈ જતો. તેને આ ક્ષણોનેમાણવી ગમતી. તેનામાં તત્પૂરતી ભરતી ઉભરાતી. તેનો ઊભરો ટોચ પર પહોંચી જતો. ક્યારેક પશુતા સુધી પણ પહોંચી જતો પણ આરતી તેને પ્રેમથી વાળી લેતી.

‘‘અવિનાશ-તારી ચિંતા કરી લેવાની જડીબુટ્ટી મારી પાસે છે.’’ આરતી લુચ્ચાઈથી સંતુષ્ઠ પતિને કહેતી... અવિનાશ હસી પડતો, શાંત પડેલા તોફાન જેવું. ‘‘જયાભાભીએ શીખવી હતી - મને. મને કહ્યું હતું કે આરતી પુરુષને જીતીલેવાનો આ રામબાણ ઈલાજ છે.’’ આરતી મંદ મંદ હાસ્ય સાથે રહસ્ય ખુલ્લું કરતી. અવિનાશની ભરતી ઓટમાં બદલાઈ જતી. પત્નીની જગ્યાએ તેને માલિકનીબહેન દેખાવી લાગતી.

‘‘આવું શા માટે થતું હતું? અવિનાશ સતત જાતને આ પ્રશ્ન પૂછતો હતો. તે તો, નવી વ્યવસ્થામાં બિઝનેશનો ભાગીદાર હતો, માત્ર ભાગીદાર જ નહિ પણ સર્વેસર્વા હતો. તેના નિર્ણયો અને હુકમોના આધારે ધંધો ચાલતો હતો. આરતીએ ક્યારેક જ ધંધા વિશે વાતો કરી હતી. હા-નૃત્યકળા વિશે તે પાર વિનાની વાતો કરતી હતી, પતિ પાસે. પતિને અણગમો છે એ જાણવા છતાં પણ આરતી તેના આ શોખ વિશે, સંસ્થાની પ્રગતિ વિશે રસપૂર્વક વાતો કર્યા કરતી.

‘‘અવિનાશ-મારી સાથે પ્રવાસમાં આવીશ? મને ખરેખર ગમશે... તારી હાજરીથી મને પ્રેરકબળ મળશે... માત્ર પંદરેક દિવસનો જ સવાલ છે... એટલું શું તારામેનેજરો નહિ ચલાવી શકે? ‘ફોન’ પર સૂચનાઓ આપ્યા કરજે...’’ આરતીએ એક દિવસ કહેલું.

‘નહિ આરતી, હમણા નીકળી શકાય તેમ નથી. મારે પણ બિઝનેશ ટ્રીપ કરવી પડશે ને? પણ આ વળી કેવી રીતે નક્કી થયું?’’ અવિનાશને પત્ની આવી ટૂરમાં જાય એ પસંદ ન હતું. પત્નીનું સામિપ્ય ગુમાવવું પડે - એ પણ એક દુઃખ હતું. આખરે તો તેઓ નવપરિણીત હતા !

પણ જે વાત અવિનાશને કઠતી હતી એ બીજી હતી. પત્નીએ અવિનાશને જણાવ્યા વિના જ દક્ષિણનો પ્રવાસ નક્કી કર્યો હતો. તેને પતિને જણાવવાનું કે અનુમતિલેવાનું જરૂરી લાગ્યું નહોતું. સાવ છેલ્લા તબક્કામાં તૈયારીઓ પહોંચી હતી ત્યારે માત્રઔપચારીકતા નિભાવતી હોય એ રીતે પતિને વિદીત કરતી હતી. આટલા સમયમાં શું તે ક્યારે પણ કહી શકી ન હોત. અવિનાશને આ વાત ડંખતી હતી.

‘‘મને લાગતું જ હતું કે તું નહિ જ આવે... જયાભાભીને પણ આવી જ સમસ્યા હતી... ભાભી હોંશથી પ્રોગ્રામ ગોઠવે અને વિનાયકભાઈ અવશ્ય ભૂલી જાય... બાભી પછી રોષે ભરાય - રડે - રીસાય... થોડા દિવસોના અબોલા...’’ આરતી હસી પડતી, જાણે આ દ્રશ્યો નીરખી રહી ન હોય !

‘‘ઓ.કે. અવિનાશ તું કોશિશ કરજે... દુરાગ્રહ નથી કરતી. હું કાંઈ જયાભાભી જેવી સ્ત્રી નથી... હું તો સમજદાર પત્ની છું... તારી વ્યસ્તતા મારાથી અજાણી નથી...’’ આવી નિખાલસ વાતોમાં અવિનાશના પ્રશ્નનો છેદ ઉડી જતો. આરતી પતિનામનની વાતોથી સાવ અજાણ હતી. ક્યાંક કશું ખૂંચતું હતું, ચચરતું હતું, પણ એની જાણ બીજા છેડે ક્યાં હતી?

આરતી તો ખુશ હતી, લગ્ન પછી પણ તેની નૃત્ય પ્રવૃત્તિ ચાલુ જ હતી. સમજદાર પતિ મળ્યો હતો. તે પ્રેમ પાશથી બંધાઈ હતી, બાકી તો પહેલાની માફક જ, મુક્ત આકાશમાં વિહરતી વાદળી હતી, જ્યારે જ્યારે તે પતિ વિશે વિચારતી હતી, ત્યારે ત્યારે અવશ્ય તેને ભાઈ યાદ આવી જતા હતા. ભાઈએ જ આવો સરસ પતિ શોધ્યો હતો ને? તેને આ બાબતમાં ડર હતો. સમજ આવ્યા પછી આરતીને ભાવિ પતિના વિચારો આવતા હતા. તે ગભરાઈ જતી હતી. આજુ બાજુ જે કાંઈ તે નીરખતી હતી, સાંભળતી હતી એ તેના ડરને દૃઢ કરવાનું કાર્ય કરતા હતા. પતિ સારો હોય એ છોકરી માટે સારા ભાગ્યની નિશાની ગણવામાં આવતી, પણ એમ ન બને તો? આરતી ડરી જતી હતી. તેનો સૌથીમોટો ડર તો તેનો આ શોખનો હતો.

જયાભાભી કહેતા કે લગ્ન તો સ્ત્રીનો નવો અવતાર ગણાય - સ્ત્રીએ ત્યાગ જ કરવો પડે, નામનો, ગામનો, ઘરનો, સંબંધોનો, રિવાજોનો, શોખનો...તે ફફડી ઊઠતી. આ નૃત્યના ત્યાગની વાત તેને કંપાવી દેતી, શા માટે મારે એ જતો કરવો? અરે, મારે પરણવું જ નથી... મારે આવાં કશાં ત્યાગ કરવા જ નથી. તે આવા અંતિમ નિર્ણય પર આવી જતી. સ્ત્રી-પુરુષના સંબંધોની રસિક વાતોથી તે સાવઅજાણ નહોતી. તેને પણ આ વિશે કૂતુહલ અને તરત જન્મતા. પરિણામે તે અકળાઈ જતી. ‘‘શા માટે આવું કર્યું હશે - ઈશ્વરે?’’

અબલત્ત, આરતીનો બધો ડર ચાલ્યો ગયો હતો. અવિનાશની કેટલીક વ્યસ્તતા અને કેટલીક અરસિકતા તેણે સ્વીકારી લીધી હતી. પૂર્ણતા કાંઈ પામવા જેવી ચીજ નહોતી એ સત્ય તે બરાબર જાણતી હતી. અપૂર્ણતા જિવન તત્ત્વને જિવંત રાખે છે. જિવન ટકાવવા માટે કોઈ તરસ, શું જરૂરી નથી?

અવિનાશ આરતીને, માલિકની બહેનમાંથી પત્ની બનાવવાની ગડમથલમાં પડ્યો હતો ત્યારે આરતી પતિને, જેવો હતો તેવો, હૃદયમાં સ્થાપી ચૂકી હતી. તક મેળવીને તે અવિનાશને વ્હાલથી ભીંજવી દેતી હતી. દર્શનથી કે વિચારોથી તેને પૂજતી હતી, સંપૂર્ણ પરિતોષ સાથે ઈશ્વરનો આભાર માનતી હતી.

પ્રવાસ માટે પ્રસ્થાન કર્યું ત્યારે વિદાય આપવા માટે અવિનાશ આવ્યો ન હતો. તેને ઓછું જરૂર આવ્યું હતું, પણ એથી કંઈ તે રોષે કે રીસે ભરાઈ નહોતી, કે ખોટા વિચારોએ પણ ચડી નહોતી.

‘‘આવું તો ભાઈ પણ ભૂલી જતાં.’’ તેણે હસીને મનને સમજાવેલું, અને પછી સાથીઓ સાથે આનંદ લૂંટવામાં લાગી ગઈ હતી.

અવિનાશ એ સમયે તેની ઓફિસમાં બેચેનીપૂર્વક બેઠો હતો. મનને પેલાં ખ્યાલો સતત ડખોળતા હતા. પત્ની યાદ આવતી હતી. પ્રયત્નપૂર્વક તે અહીં રોકાઈ રહ્યો હતો.

મન ક્યારેક કહેતું હતું : ‘લાવને, જઈ આવું, વિદાય આપી આવું આરતીને! વળી થતું હતું, શી જરૂર છે? તેણે મને પતિ ગણ્યો હોત-જરૂર મારી અનુમતિ લીધી હોત.’

આખી રાત, તે વલોવાતો રહ્યો. તેની ઓફિસમાં ઘૂમતો રહ્યો. ‘‘નથી જાવું ત્યાં એ તો વિનાયકનું ઘર છે... મારા એક સમયના માલિકનું નિવાસસ્થાન છે... મારું કશું ક્યાં છે? મારું અવિનાશનું !’’

એક વિચારે જન્મ લીધો. અવિનાશના મનને શાંતિ થઈ. ‘‘બસ એ જ ઉપાય.’’ બસ, એમાંથી ‘ઝંકાર’નો જન્મ થયો. બધું જ કાર્ય પડતું મૂકીને અવિનાશ આખ્યાલ પાછળ લાગી ગયો. એક ઘેલછાની હદ સુધી પહોંચી ગયો.

‘‘બસ, એ મહાલય સરસ થવું જોઈએ... અદ્‌ભુત થવું જોઈએ. વિનાયકના બંગલા કરતાં પણ ભવ્ય... ભવ્યતમ...’’ જમીન ખરીદાઈ ગઈ. પ્લાન-એસ્ટીમેટ્‌સ પૈસા? અરે! ક્યાંય ચલાવી લેવાનું નહિ જ... બસ, તો જ આરતીને પત્ની બનાવી શકાશે... એક એવી પત્ની કે જે પતિને અનુસરે... તેનાં કહ્યામાં રહે જે નૃત્ય જેવાં શોખોને અળગા કરે... પતિની આપેલી સ્વતંત્રતા ભોગવે... અવિનાશ ખુન્નસ પર ચઢ્યો હતો. તેને પત્નીને ચકિત કરવી હતી, કાંઈક કરી દેખાડવું હતું. જે તેના પતિપણાંની ઊણપો ધોઈ નાંખે. ‘આરતી મારી બની રહે માત્ર મારી જ, મારી રીતે.’ તેનું મન રટતું હતું. પ્રવાસે ગયેલી આરતી સાથે ફોન પર વાતો કરતો હતો પણ સાવ અદ્ધર જીવે.

અવિનાશે મોટું મહાલય બંધાવ્યું, પરંતુ એ તો એની હિન ભાવનાઓનું પરિણામ હતું. એ મહાલય અદ્‌ભુત બન્યું હતું. એ સમયે આખા નગરમાં આવું એક પણ ભવન ન હતું. અવિનાશે લખલૂટ પૈસાનો વ્યય કર્યો હતો, તેનું અભિમાન પોષાતું હતું. ‘‘તેમાલિક હતો, તેના એક સમયના માલિક વિનાયકના મકાન કરતાં પણ અનેક ગણા ચઢીયાતા મહાલયનો !’’

આરતી ખુશ હતી, પતિના અ સ્વપ્ન પર. દક્ષિણ ભારતનો પ્રવાસ આટોપીને તે આવી એવી જ આભી બની ગઈ હતી. પતિ તો તેના નવા વિચારમાં ખૂંપી ગયો હતો. પતિની ખુશીમાં તે ભળી ગઈ, પણ તેને પતિની આ ઘેલછા સમજાઈ નહિ.

પતિને કહેવાની કેટલીયે વાતો તેના બંધ હોઠોમાં અકબંધ રહી ગઈ. કેટકેટલી સફળતાઓ મેળવી હતી તેણે, આ ટૂંકા અંતરાલમાં? ચેન્નાઈમાં ભવ્ય આવકાર મળ્યો હતો. મદુરાઈમાં તો તેના નૃત્યો પાછળ લોકો ઘેલાં બન્યાં હતાં, કેટકેટલી પૃચ્છાઓ,મુલાકાતો, પ્રેસ-કોન્ફરન્સો, કુતૂહલો, આનંદો, આંસુ, ઉષ્માઓ...? આરતી પતિને બધી જ વાતો કહેવા માંગતી હતી, પણ અવિનાશને એ માટે સમય જ ક્યાં હતો? એ તો નકશાઓ, ઈંટો, પત્થરો... આરસના શિલ્પો... સલાટો... એવી નવી દુનિયામાં લીન થઈ ગયો હતો.

‘‘આરતી... જો જે ને એવો ભવ્ય મહાલય બનશે... મારો-તારો...’’ તે ઉત્સાહથી તેના આ સ્વપ્નની વાત પત્નીને કહેતો હતો. આરતી તેના આનંદના પડઘા ઝીલતી હતી. તેના સ્વપ્ન-સાકારમાં ઊંડો રસ લેતી હતી. પતિની હીન ભાવનાનો તેને લવલેશ પણ ખ્યાલ ન હતો.

‘‘અરે, અવિનાશ-મારો બંગલો તારો જ હતો ને! પછી શા માટે આ નવી ધમાલ કરી?’’ વિનાયકે ‘ફોન’ પર કહેલું.

‘‘બસ, મારી અને આરતીની એવી ઈચ્છા હતી... અને થઈ ગયું...’’ અવિનાશે સાદો જવાબ વાળી દીધો.

અવિનાશને તેના મિત્ર વલ્લભે પણ આ ન કરવા સમજાવેલો. વલ્લભ તેનોઉદ્દેશ જાણતો હતો.

‘‘ના વલ્લભ-મારે એ છાયામાંથી જલ્દી બહાર નીકળી જવું છે... મારે અવિનાશ થવું છે...’’ તેણે જવાબ આપેલો.

‘‘એ તો તું છે જ. વિનાયક ઈન્ડસ્ટ્રીઝ કોણ ચલાવે છે? તું જ સર્વેસર્વા છે - આરતીનો પતિ તો તું છે જ! બાકી અવિનાશ, આવું બધું કરવાથી તું તારો પ્રભાવ જરૂર વિસ્તારી શકીશ, પરંતુ સાચા પતિ થવા માટે તો શુદ્ધ હૃદયનો પ્રેમ જ કામ આવશે.

આરતી જેવી સરળ હૃદયની સ્ત્રી, સરળ થઈને પામી શકાય, એમાં આવી જટિલતા ક્યાં જરૂરી છે? ઠીક છે તારો શોખ પૂરો કર, તારો એ અધિકાર છે, પણ અવિનાશ તારે તારા માણસને ભીતરમાંથી દૂર કરવાનો નથી.’’

મહાલયની રચનાનું કાર્ય જોશભેર ચાલતું હતું. અવિનાશના અપૂર્વ ઉત્સાહમાં આરતી તાલ મિલાવતી હતી.

‘‘અવિનાશ આ મારો નૃત્ય કક્ષ, એને મારી ઈચ્છા અનુરૂપ બનાવીશ... સજાવીશ અને એક પ્રાર્થના-પૂજાનો કક્ષ પણ બનાવીશું, ખરું ને! અવિનાશ-આપણે બંને સવાર-સાંજ પ્રાર્થના-અર્ચના કરીશું-એકલતાથી આચ્છાદિત મંડપ સજાવીશું-સરસ મઝાનો હિંચકો બાંધીશું, બરાબર ને, અવિનાશ!’’ આરતી ભીનાં-ભીનાં અવાજમાં રણકો કરતી હતી.

અવિનાશ, પત્નીના ઉત્સાહથી અકળાઈ ઉઠતો. અરે, આ તો મારું આગવું સ્વપ્નું પણ ઝૂંટવી રહી હતી. આમને આમ ચાલશે તો પોતાનું કશું જ નહિ રહે.

‘‘અવિનાશ-મેં આપણાં મહાલયનું નામ પણ વિચારી લીધું છે. તમને ગમશે ને? ચોક્કસ ગમશે! અવિનાશ-તમને હું ગમું છું ને? તો પછી મારું નામકરણ પણ ગરશે.’. આરતી અતિ ઉત્સાહથી બોલતી ત્યારે અવિનાશ કશો પ્રતિકાર કરી શકતો નહિ.

‘ઝાંઝર’ નામ આમ સ્વીકારાઈ ગયું હતું.

‘‘અવિનાશ-આ નામમાં નૃત્ય છે, ધ્વનિ છે, કોમળતા છે, ગતિ છે... અને શું શું નથી?...’ આમ બોલતાં બોલતાં તેની સ્વપ્નીલ આંખોમાં આખું આકાશ લ્હેરાવાલાગતું.

‘‘આરતી... કેવું છે આપણું મહાલય? અત્યારે છે, એના કરતું કેવું ઉત્તમ છે?’’

અવિનાશના હોઠ પર ભીતરની વાત ક્યારેક આવી જતી.

આરતી જરા ચોંકી જતી, પતિ સામે સાશંક બનીને ટીકી રહેતી, પછી બોલી ઊઠતી, ‘‘અવિનાશ, એ તો આપણું સહિયારું સ્વપ્નું છે ને, એટલે આટલું સંપૂર્ણ છે... બહુ પ્રશંસા ન કરતો, નજર લાગી જશે...’’

અવિનાશની વાત રોળાઈ જતી. તે નિરૂત્તર બની જતો. ભીતરના ખળભળતા લાવાને તે સપાટી પર ક્યારેય લાવી શકતો નહોતો. તે સમસમી જતો.

એક ભીની ભીની સાંજે આરતીએ સમાચાર આપ્યા હતા. ‘‘અવિનાશ... આપણે ‘ઝાંઝર’ નામકરણ તો કર્યું પણ હવે એક બીજું નામકરણ પણ નજીકના ભવિષ્યમાં કરવું પડશે...’’ અવિનાશને કશી ગમ ન પડી. તે બાઘાની માફક પત્નીના નવીન તોફાનને નિહાળી રહ્યો.

‘‘અવિનાશ તમે રસિક છો, પણ સાથોસાથ, થોડાં બુદ્ધુ પણ છો.’’ આરતી શરારતી હાસ્ય સાથે બોલેલી તે સમજ્યો હતો. આ સારા સમાચાર સાવ અણધાર્યા જ હતા. તેણે આરતીને ઊંચકી લીધી હતી.

‘‘નવા નિવાસસ્થાનમાં તને એકલું નહિ લાગે, આરતી.’’ તે બોલ્યો હતો. ‘‘બસ-એટલું જ...! અવિનાશ મારૂં તો રોમેરોમ ઝણઝણાટી અનુભવે છે...થાય છે કે આખી દુનિયાને જણાવી દું કે હું મા બનવાની છું... એક નાના શિશુની...’’ આરતી આનંદ સાગરમાં ડૂબી ગઈ હતી. એક નવી અનુભૂતિ હતી. તેના દેહમાં કશું આકાર લઈ રહ્યું હતું. તે ડર, વિસ્મય, લજ્જા અને આનંદની મિશ્ર લાગણીઓથી લદાયેલી હતી. અવિનાશ તો પુનઃ કામમાં ખૂંપી ગયો હતો. નવું મહાલય પૂર્ણ થવા આવ્યું હતું. અવિનાશ-એમાં રચ્યો પચ્યો રહેતો હતો. આરતીને શાંતિથી મળવાના પ્રસંગોભાગ્યે જ બનતા હતા. તેને ક્યારેક થયાં કરતું હતું કે અવિનાશ તેની નિકટ રહે, તેની સાથે એકાંતમાં ગોષ્ઠિ કરે, નવાં આગન્તુક મહેમાન વિશે વાતો કરે. તેના તનની માવજત તો અનેક રીતે થતી હતી, પણ એ તેના મનની માવજત કરે. અવિનાશના મિત્ર વલ્લભભાઈની પત્ની ભદ્રા તેની સખી હતી, સમવયસ્કા હતી, આ સમયે ભદ્રા તેને ઘણો સાથ આપતી હતી. નૃત્ય સંસ્થાની તેની મુલાકાતો અનિયમિત થઈ ગઈ હતી.

ભદ્રા પણ બિનઅનુભવી હતી. તે સંતાન ઝંખી રહી હતી, પણ એ ઘડી તેના પાંચ-છ વર્ષના લગ્ન જીવન બાદ પણ આવી ન હતી.

‘‘ભદ્રા... મેં તો કશું વિચાર્યું જ નહોતું, મારી નૃત્ય-સાધનામાં મશગુલ હતી. અચાનક જ આ પળ આવી ગઈ. ન ગમ્યું. જરા હેબતાઈ ગઈ, ડરી ગઈ, પરંતુ બીજી ક્ષણે લાગ્યું કે ભલે આવે માતૃત્વ... સૃષ્ટિના નૃત્યનો આ પણ એક ભાગ જ છે ને ભલા!’’ આરતી કહેતી હતી.

‘‘અને અવિનાશભાઈનો શો પ્રતિભાવ હતો?’’ ભદ્રા પૂછતી હતી.

‘‘ભદ્રા પુરુષને પરિણામ અને પ્રાપ્તિ સાથે સંબંધ હોય છે. વચ્ચે આવતી કોમળ કોમળ લાગણીઓની ભૂમિથી એ સાવ અજાણ હોય છે.’’ આરતી ગંભીર થઈને આવી વાત કહેતી હતી ત્યારે ભદ્રા તેની વ્યથા ઉકેલવા મથતી હતી.

‘ઝાંઝર’ પૂર્ણ થઈ ગયું. અવિનાશ અને આરતીનું સ્વપ્ન મૂર્તિમંત થયું હતું. અવિનાશના ચહેરા પર ગર્વની છાંટ કળાવા લાગી હતી.

‘‘અવિનાશ તારી ઈચ્છા પાર પડી છે. હવે બીજી ઈચ્છા પણ ટૂંક સમયમાં પાર પડશે... હવે આરતીની સંભાળ માટે સમય કાઢજે.’’ વલ્લેભે તેને સૂચના આપી હતી.

દબદબાભરી ધાર્મિક વિધિઓ કરીને અવિનાશ અને આરતીએ ગૃહપ્રવેશ કર્યો હતો. આરતીના ચ્હેરા પર આનંદની રેખાઓની સાથોસાથ વ્યથા હતી.

બસ, એ પછી થોડા સમયમાં જ પુત્રી પાયલનું આગમન થયું હતું. ફરીથી ‘ઝાંઝર’ કિલ્લોલતું થઈ ગયું હતું. વિનાયક અને જયા, પાયલની ખુશીમાં સામેલ થવા છેક યુ.કે.થી આવ્યા હતા.

‘‘આરતી, કેટલું મોટું પરિવર્તન આવી ગયું તારામાં? અમે વિદાય લીધી ત્યારે તો હજુ ઉછળતી, કૂદતી મુગ્ધ કિશોરી હતી.’’ વિનાયકે આરતીના મસ્તક પર પ્રેમાળ સ્પર્શ કરતાં કહ્યું હતું.

આરતી લજ્જાભર્યું હસી હતી.

‘‘કેમ ચાલે છે, તારી નૃત્યશાળાનું?’’ વિનાયક બોલ્યા ત્યારે અવિનાશનો ચ્હેરો કરમાઈ ગયો હતો. પાસે ઊભેલી જયા એ ભાવો વાંચી શકી હતી.

અવિનાશે ઉત્સાહથી આખો મહાલય દેખાડ્યો હતો. દરેક ખુબીઓ, તેણેબારીકાઈથી વર્ણવી હતી. વિનાયકને અવિનાશમાં પણ પરિવર્તન જણાયું. અવિનાશના સ્વરમાં અભિમાન જણાતું હતું.

વિનાયક પ્રતિનો પૂજ્યભાવ કે સદ્‌ભાવ અદૃશ્ય થયો હતો. તેમને આશ્ચર્ય અને દુઃખ બંને થયાં હતાં. પછી તરત જ ભાન થયું હતું કે અવિનાશની તો ભૂમિકા બદલાઈ ચૂકી હતી. તે હવે ક્યાં તેમની નીચે કામ કરતો અવિનાશ હતો?

એકાંત મળતા જયાએ ભય વ્યક્ત કર્યો હતો.

‘‘મને ડર તો હતો એ જ થતું લાગે છે. તે બંને વચ્ચે મનમેળ હોય તેમ લાગતું નથી, અને એ પણ પેલાં નાચવાના અવગણના કારણે જ...’’જયાના શબ્દોમાં કટુતા ભળી હતી. વિનાયકે કશો જવાબ વાળ્યો ન હતો, પણ ઊંડા વિચારોમાં પડી ગયા હતા. જયા સાચી તો નહિ હોય ને?

ભાઈના આગમનથી આરતી ખુશખુશાલ હતી. પાયલ પણ ખૂબ મીઠડી હતી. આરતી પાયલથી અળગી થતી જ ન હતી. આખરે એ તેના જ શરીરનો હિસ્સો હતો ને? ‘‘આરતી તું સુખી તો છે ને?’’ વિનાયકે એકાંતમાં બહેનને લાગણીસભરઅવાજમાં પૂછ્યું હતું.

‘‘સુખી જ છું તમે જુઓ છો ને, ભાઈ ! આરતીએ સ્હેજ ખચકાઈને કહ્યું હતું. છેલ્લા તોડા સમયથી અવિનાશનું વર્તન થોડું બદલાયેલું હતું એ આરતી સારી રીતે જાણતી હતી, પણ એ વિરાજના કારણે હતું એ તે જાણતી નહોતી. કોઈ નહોતું જાણતું અવિનાશ જાત માટે મુસ્તાક હતો. આરતીની વ્યસ્તતાના કારણે તે વિરાજ પ્રતિ ખેંચાયો હતો. વિરાજ પણ આરતીની માફક રૂપાળી નહોતી, એ એક સૌમ્ય છોકરી હતી, તેનાં નમણા લંબગોળ મુખ પર મંદ મંદ સ્મિત મહોર્યા કરતું હતું. વિનાયક ઈન્ડસ્ટ્રીઝમાં અવિનાશની અંગત મંત્રી હતી. કામમાં ચોક્કસ હતી. કોઈ પર જલ્દીથી ખુશ ન થવાય. અવિનાશ વિરાજની કાર્યદક્ષતાથી ખુશ થઈ ગયો હતો, લાગતું હતું કે ‘બોસ’ની અપેક્ષાઓ સારી રીતે જાણતી હતી.

‘‘વિરાજ આટલા ‘પરફેક્શન’ની આશા ક્યાંય ન રાખી શકાય? તું ખરેખરમને મદદ કરે છે...’’ અવિનાશથી બોલાઈ જતું.

‘‘આભાર સાહેબ...’ વિરાજ કૃતજ્ઞભાવે સ્હેજ ઝૂકીને જવાબ વાળતી. ‘‘વિરાજ... તારામાં એક સારી પત્ની બનવાના બધાં જ ગુણો મોજૂદ છે... એક દિવસે અવિનાશે કહ્યુ ંહતું. વિરાજ ચમકી ગઈ હતી. કામના ચક્કરમાં એ બંને નિકટ આવી ગયા હતા. અંગત વાતો કરી શકે તેટલાં. વિરાજ તો જન્મથી પ્રેમ અને ઉષ્માનીભૂખી હતી. જે ખૂંટતું હતું એ તેને અવિનાશે આપ્યું હતું.

આરતી સાથે અવિનાશ ક્યારેક સહજ વર્તન કરી શકતો ન હતો. પ્રારંભમાં તેને ડર લાગતો હતો. તેનામાં જન્મેલી લઘુતાગ્રંથિઓ તેને અવરોધતી હતી. આ બધી મથામણો અને વિટંબણાઓ તેના મનમાં હીન ભાવનાઓ જન્માવી હતી. દબાયેલી લાગણીઓ અચાનક ઉછળી હતી. આરતીનો કશો જ દોષ ન હતો, એ તો સાવ અજાણ હતી, પતિના મનોવ્યાપારોથી.

અવિનાશને આરતી ગમતી હતી. તેના પ્રતિ કોમળ લાગણીઓ પણ જન્મતી હતી, પણ આવાં પ્રસંગો જૂજ રહેતાં. તેનામાં આરતી સરખી બહુર્મુખી સંવેદનશીલ પત્નીને પ્રેમથી પામવાની ક્ષમતા કે ધીરજનો અભાવ હતો. આરતી પર પ્રભાવ પાડવા તેણે પણ માર્ગો અખત્યાર કર્યા હતા.

વિનાયકની અસર તોડવા માટે અવિનાશે વિશાળ મહાલયની રચના કરી હતી, પણ તેની એ આશા પણ બર આવી નહોતી. આરતી તો આ આનંદમાં પણ પતિની સહભાગી બની હતી. ‘ઝાંઝર’ નામકરણ પણ આરતીએ કર્યું હતું ને? કેટલી ખુશી ઊઝળતી હતી તેના વેદનાગ્રસ્ત ચહેરા પર? તે ત્યારે પાયલની પ્રતીક્ષા કરી રહી હતી. તબિયત કાંઈ સારી તો નહોતી જ.

અવિનાશે જે ધાર્યું હતું એ તો બન્યું જ નહોતું. પાયલના આગમનથી આખોમાહોલ બદલાઈ ગયો હતો. આરતી કેન્દ્રમાં આવી ગઈ હતી. તે જરા દૂર ધકેલાઈ ગયો હતો. વિનાયકે તેની પ્રશંસા કરી હતી, પણ તેની ધારણા મુજબ તો નહિ જ. પાયલનીખુશીમાં, બીજું બધું ગૌણ બની ગયું હતું. વિનાયકની આખી દૃષ્ટિ બદલાઈ ગઈ હતી. અહીંની દરેક ચીજની મુલવણી, તેઓ વિલાયતના અનુભવોની સાપેક્ષમાં કરતા હતા. અવિનાશના આગમનની પરવા કર્યા વિના, તેઓ સતત તેમની વાતો કર્યા કરતા હતા.

એટલેથી ન અટકતા, અવિનાશને કેટલાક સૂચનો પણ કરતા હતા.

વિનાયકને આંચકો અને આઘાત આપવા માટે અવિનાશે એક યોજના બનાવી હતી. વિનાયક ઈન્ડસ્ટ્રીઝમાંની વિનાયકની ભવ્ય ઓફિસ તેણે દૂર કરી હતી. પોતાની ઓફિસ એથી પણ ભવ્ય રીતે સજાવી હતી.

વિનાયકના ખ્યાલમાં એ પરિવર્તન આવી ગયું, એ પાછળનો આશય પણ સમજાઈ ગયો હતો.

‘‘આ સારું કર્યું, અવિનાશ, સ્પેસનો બહુ સારો ઉપયોગ કર્યો. બિનજરૂરી કેબીનો દૂર કરી...’’ અવિનાશે હસીને કહ્યું હતું. એ પળે અવિનાશ ઝંખવાણો પડી ગયો હતો, તેને સતત પરાજય મળતાં હતાં.

ભારત છોડતી વખતે, વિનાયકે ધડાકો કર્યો હતો, અવિનાશે ન કલ્પ્યો હોય તેવો.

‘‘અવિનાશ - આરતી હવે આ બધું જ સમગ્ર વિનાયક ઈન્ડસ્ટ્રીઝ તમને બંનેનેકાયદેસર રીતે સોંપું છું. બધા પેપર્સ તૈયાર કરાવ્યા છે. હું અને જયાં ખસી જઈએ છીએ...’’ ‘‘આવું ના કરો, ભાઈ...’’ આરતી ચિત્કારી ઊઠી હતી. ખુદ અવિનાશે પણઆમ ન કરવા વિનંતી કરી હતી, પણ એ ક્યાં માન્યા હતા.

‘‘પાયલના માનમાં, અમારે ક્યાં કોઈ સંતાન છે? જરૂર આવતા રહેશું. તમે પણ આવજો... બસ, સુખી રહો એ જ માત્ર કામના છે...’ વિનાયકની લાગણીની આદ્રતાથી આરતી ગદ્‌ગદ્‌ બની ગઈ હતી.

નાની પાયલની આડશમાં, અવિનાશ-આરતીનો સંસાર ચાલ્યો જતો હતો. આરતી મહદ્‌અંશે પાયલમાં વ્યસ્ત રહેતી હતી. પાયલની દરેક ક્રિયામાં તેને આનંદ આવતો હતો. ‘ફિગર બગડી જશે’ એવી દહેશતને પણ તેણે ફગાવી દીધી હતી.

‘‘આ મારો જ અંશ છે પછી મારા પોષણમાં પણ તેનો ભાગ હોય જ ને’’ તે આનંદથી અવિનાશને કહેતી હતી.

તેણે નૃત્યની પ્રવૃત્તિઓ થોડી વિસારે પાડી દીધી હતી. નૃત્ય સંસ્થા પર જવાને બદલે ઘર જ નૃત્યશાળા બની ગયું હતું. આરતીએ મહાલયમાં નૃત્ય માટે એક અલાયદોખંડ રાખ્યો હતો. જ્યાં બધી જરૂરી સુવિધાઓ હાજર હતી. સવાર સાંજ એ ખંડ ભરચક રહેતો હતો. નગરના કે અન્ય સ્થળોના મુલાકાતીઓ ક્યારેક આવતા હતા.

અવિનાશ પણ મોટો ઉદ્યોગપતિ હતો. એથી તેની વ્યસ્તતા પણ આવી જ હતી. આરતીએ પતિ માટે થોડી અલાયદી ક્ષણો અકબંધ રાખી હતી. એ સમય તે કોઈ કાર્યમાટે ફાળવતી નહોતી. કાં તો તે અવિનાશ સાથે સમય વીતાવતી અથવા તે ન હોય તો તેની પ્રતીક્ષામાં દાંપત્ય છોડ લીલોછમ જ રહેવો જોઈએને !

આ ઉપરાંત સવારની પ્રાર્થનાની ક્ષણો પણ આરતી ક્યારેય ન ચૂકતી. પૂજા કક્ષમાં કૃષ્ણની મૂર્તિ સામે તે ભાવથી મૂર્તિમંત બની જતી હતી. એ દિવ્ય વાતાવરણ તેના આખા અસ્તિત્વ પર છવાઈ જતું હતું. અવિનાશને પત્નીની આ દિનચર્યાનો ખ્યાલ હતો. તે ક્યારેય પત્નીને સાથ આપતો નહોતો, હાજર હોય ત્યારે સહજ ભાવે એ તરફ જોઈ રહેતો હતો. પવન સાથે મંદ મંદ નૃત્ય કરતી દિપ-શિખાઓ, ધૂપસળીઓનો ગુંચળાવળતો, સુગંધિત ધુમ્ર પ્રસાર, શુભ્ર વસ્ત્રોમાં ઓપતી આરતીનું મૂર્તિ સમક્ષનું સાન્ત ચિત્તે, આંખો પર પાંપણો ઢાળીને બેસી જવું. આ બધું અદ્‌ભુત હતું. અવિનાશ મુગ્ધ બનીને જોઈ રહેતો. અચાનક જ તેનું મન અશાન્ત બની જતું. તેને લાગતું કે તેનું કશું છીનવાઈ રહ્યું છે, તેની પાંખો કપાઈ રહી છે, તેના અસ્તિત્વને અવગણાઈ રહ્યું છે, અવિનાશ ત્યાંથી સરકી જતો હતો.

ધીમે ધીમે આરતીના ભાગે પ્રતીક્ષાની ક્ષણો જ આવી હતી. દાંપત્યનો છોડ કરમાતો જતો હતો. તે મથતી હતી - એ વૃક્ષને જીવંત રાખવા, પણ અવિનાશ દૂર દૂર જતો હતો.

‘‘આટલી વ્યસ્તતા? પાયલ ખાતર પણ... નિકટ આવ અવિનાશ, હું મારું સુખમેળવી લઈશ...’’ તે તરફડાટ અનુભવતી હતી.

અવિનાશનો સૂર્ય ઝળહળી રહ્યો હતો.તેના એક પછી એક પાસાં પોબાર પડતાં હતાં. ધંધામાં આટલી સફળતાઓ મેળવવી એ કેેવળ ભાગ્યની વાત ન ગણી શકાય આમાં તેની બુદ્ધિ- પ્રતિભાનો ફાળો પણ ઓછો ન હતો. એક સમયે તેને વામણો બનાવી દેત લગુતાગ્રંથિ દૂર થઈ ગઈ હતી. તેને આરતીનો કશો ડર રહ્યો ન હતો. ઈચ્છા પડે ત્યારે તેને સારી રીતે બોલાવાતો હતો, પ્રેમ કરતો હતો. બીજી પળે તેનાથી દૂર ચાલ્યો જતો હતો, ઉપેક્ષા કરતો હતો. તેને આરતીના સ્નેહભર્યા નયનોનો ડર લાગતો હતો. એ આંખોમાંથી વરસતાં નિર્મળ પ્રેમ પાસે તે લાચાર બની જતો હતો.

અવિનાશને વિરાજ ગમતી હતી. તે જરા પણ પ્રતિકાર નહોતી કરતી. અવિનાશની ઈચ્છાને અનુસરતી હતી. આરતી તોફાની પ્રવાહ જેવી હતી, જ્યારે વિરાજ શાંત સરોવરના જળ જેવી હતી.

તેની ભૂમિકા બદલાઈ ચૂકી હતી. તે અંગત મંત્રીમાંથી અંગત બની ગઈ હતી. હવે તેને દુનિયાની નજરોથી બચાવી જરૂરી હતી. જે અવિનાશે કર્યું હતું. તેણે ‘ઝાંઝર’નું નિર્માણ પોતના અભિમાનને પોષવા માટે કર્યુ હતું, જ્યારે ‘મઢુલિ’નું નિર્માણ પ્રિયપાત્ર વિરાજ માટે. એ સાવ એકાંત સ્થળ હતું, પ્રકૃતિના ખોળાની વચ્ચે.

‘‘ગમશેને તને?’’ અવિનાશે તેને થોડા સંશય સાથે પૂછ્યું હતું.‘‘રામુચાચા ચોવીસેય કલાક અહીં રહેશે...’’

વિરાજે પ્રસન્નતા વ્યક્ત કરેલી.

‘‘બધી જ સાનુકુળતા છે અહીં, અવિનાશ.. અને કસી કમી હશે તો એ દુઃખને સુખ બનાવતા મને આવડે છે...’’ વિરાજનો જવાબ સાચો હતો. દુઃખ અને વેદના તેનામાટે નવાં શબ્દો ન હતાં. તે હજુ સ્ત્રી હતી, યુવાન સ્ત્રી, અવિનાશ કરતાં બે એક વર્ષ, વયમાં મોટી હતી. હજુ તે મોહક લાગતી હતી. ચીવટપૂર્વક તૈયાર થતી હતી, ત્યારે અવિનાશને તે અપરિચિતા જેવી લાગતી.

અવિનાશને વિરાજના સાનિધ્યમાં સુખ મળતું હતું થોડી ક્ષણો શાંતિ પણ મળતી હતી, પણ એ શાંતિ કાંઈ ચિર ન હતી. જળ સપાટી પર આધાત લાગતો અને ફરી જળખળભળી ઉઠતા. વિરાજ સાતેના સંબંધો- તેના મનન અસ્થિરતાની પ્રતિબિંબ હતું, વિરાજ થોડું જાણતી હતી, થોડું નહોતી જાણતી, જે નહોતી જાણતી એ જાણવાની ઉત્કંઠા તેના દિલમાં ક્યારેય જન્મી ન હતી. અવિનાશને શાંતિ આપવામાં તેનું કર્તવ્ય પૂરૂં થતું એ તેની સમજ હતી અવિનાશની પત્ની વિશે તે જાણતી હતી. પુત્રી પાયલના આગમનથી તેને ખુશી થઈ હતી. ‘ઝાંઝર’ મહાલયનું દર્શન બહારથી તેણે એકાદવાર કર્યું હતું, પણ ક્યારેય એ મહાલયમાં પ્રવેશતાની જિદ તેણે કરી નહતી. અરે, એવી વાત પણ ઉચ્ચારી નહતી. ‘એ ક્યાં મારૂં છે?’’ તે હસી પડતી. ‘‘અને જે મારૂં છે- એ પણ ક્યાં મારૂં છે?’’ તે અવિનાશને કહેતી, ‘‘અવિનાશ, હું એક સ્ત્રી છું- મને એ હોવાનું ગૌરવ છે.

તારાં પત્ની કાંઈ મારાં દુશ્મન નથી, ક ેહું તેમની પ્રતિસ્પર્ધી નથી. હું કશું છીનવવા નથીમાંગતી, પણ પૂરક બનાવા માગું છું. હું તને નિરાશ નહિ કરૂ સાથો-સાથ આરતી દેવીને અન્યાય પણ નહિ કરૂં...’’

અવિનાશને તેની બધી વાતો કાં સમજાતી નહોતી. બસ, તેને એટલી સમજ હતી કે એ સ્ત્રીમાં કશુ એવું તત્ત્વ તો જરૂર છે જે તેના ભીતરને સ્પર્શે છે. અન્ય પરિતોષ તો ખરાં જ !

અવિનાશની સ્થિતિ ગજબની થતી, જ્યારે તે આરતી પાસે હોય ત્યારે અવશ્ય વિરાજ યાદ આવતી, અને વિરાજના સાનિધ્યમાં આરતી હાજર થઈ હતી, આ કારણસર જ તે પત્નીની સંપૂર્ણ ઉપેક્ષા કરી શકતો ન હતો કે વિરાજને પૂર્ણપણે ચાહી શકતો ન હતો. બન્ને છેડેથી તેને વિફલતા સાંપડતી હતી, અને પરિણામે તેની અસ્વસ્થતા યથાવત્‌ રહેતી હતી. તે થાકી જતો હતો. તોફાની પ્રવાહમાં આમતેમ ઝોલાં ખાતી નૌકા જેવી તેની સ્થિતી હતી.

"વિરાજ, શું જોઈએ છે તારે?’’ અવિનાશ ક્યારેક સવાલ કરતો. ‘‘કશું જ નહિ, અવિનાશ’’ તેનો કાયમનો આ જવાબ હતો.

‘‘તું ક્યારેય કશું માગતી નથી.’’ અવિનાશ અસ્વસ્થ બની જતો.

‘કશી જરૂર હશે ત્યારે માગીશ, અવશ્ય માગીશ, મને કશી કમી લાગશે ત્યારે...’’ વિરાજ ગંભીર બનીને જવાબ વાળતી.

‘‘અવિનાશ હું સંતુષ્ટ છું ખૂબ સંતુષ્ટ છું તને સંતોષવાના પ્રયત્નો કરૂં છું છતાંમને લાગે છે કે ક્યાંય હું ઊણી ઉતરૂં છું. ક્યારેક ક્યારેક વિફલતાનો ભાસ થાય છે આનો જવાબ તારે દેવોનો છે, અવિનાશ’’

‘‘વિરાજ... તું મને પંસદ છે, બેહદ પંસદ છે, શું મારો પ્રસન્ન ચ્હેરો મારો જવાબ નથી?’’ તે શબ્દોને ગોઠવી ગોઠવીને જવાબ વાળતો. તેના શબ્દોનું બોદાંપણું ક્યારેક છતું પણ થઈ જતું. એકંદરે અવિનાશનું વિરાજ માટેનું આકર્ષણ ગાઢ હતું. ક્યારેક ક્યારેક વિરાજ પમ આ સુખ સમાધિમાં ડૂબી જતી. તેનાં ચિત્ત અને ચહેરો પ્રસન્નતાથી છલકાઈ જતાં. ઊંડી અનુભૂતિમાં તેની પાંપણો બિડાઈ જતી, હોઠો પર સ્મિત મહોરવાં લાગતું.

અવિનાશની ગેરહાજરીમાં પણ તેને ક્યારેક આની લાગણી થતી. તે આનંદીત થઈને બોલી ઉઠતીઃ ‘‘આ લીલીછમ્મ ક્ષણોને માણું છું બસ, અત્યારે એ જ મારૂં ‘સબકુછ’ છે. ભવિષ્ય ગમે તેવું હોય, મને પરવા નથી. પીપરમેન્ટ ચગળવાનું શરૂ કરો, પછી એ ક્યારેક પૂરી થવાની જ છે. શિશ તો એ અવસ્થામાં રડી પડે, પણ હું એવુ ક્યારેય નહિ કરૂં... હું કાંઈ નાની બાળકી તો નથી જ’’ આવું બોલીને તે ખરેખર નાની બાળકીની માફક હસી પડતી, ખડખડાટ !

આવાં સંબંધોનું આયુષ્ય ટૂંકુ હોય છે એ સત્ય તે સારી રીતે જાણતી હતી. તે આરતીને ક્યારેય મળી ન હતી, હા તેને નિકટતાથી જોઈ હતી ખરી. અદભૂત વ્યક્તિત્વ હતું એ જાજરમાન સ્ત્રીનું! તેનો સૌમ્ય પ્રભાવ આખા વાતાવરણ પર ધૂપસળીની સુંગધની માફક છવાય જતો હતો, અને છતાં પણ ક્યાંય અભિમાનની રેખા પણ નજરે ચડતી નહોતી. તેમની દૃષ્ટિમાં કોઈને પણ જિતી લેવાનું સામર્થ્ય હતું. એવી સ્ત્રીની બીજી ઔરત તેણે બનવાનું તેને પસંદ પડ્યું ન હતું.

બોસની પ્રશંસા મળી ત્યારે તે સહજ રીતે ખુશ થઈ હતી. તેની એકાકી જિંદગીમાં આવી લાગણીઓ માટે ખાસ સ્થાનન હતું. તેની સ્વસ્થ નિંદ્રા, એ રાત્રે જરા વિચલીત થઈ હતી.

એ પછી અવિનાશ આગળ વધતો ગયો. વિરાજ વિસ્મયમાં પડી ગઈ હતી. આખરે ‘બોસ’ની સહાનુભૂતિઓનો શો અર્થ હતો? તે વિચાર કરતી હતી. અલબત્ત,

એ બધુ તેને ગમતું હતું. તેની નિંદ્રાઓ તૂટતી હતી. અવનવા ખ્યાલો આવતાં હતીં આઅવસ્થા કાં તેનાથી અજાણી તો ન હતી. અવિનાશના સ્પર્શો, શબ્દો... આશયો વિરાજ માટે ખુબ નવું ન હતું, આટલી તત્પરતા છતાં પણ, જ્યારે અવિનાશે તેની સમક્ષ પેલી માગણી મૂકી ત્યારે તે ભીતરમાં ડગી ગઈ હતી.

‘‘શું મારે... એ જાજરમાન સ્ત્રીની બીજી ઔરત...?’’ વિરાજ કંપી ગઈ હતી. ‘‘મારે સા માટે એવું કરવું? બોસે સૂચન કર્યું હતું એટલે જ શું?’’

વિરાજ વિચારમાં પડી ગઈ હતી. તે અસ્વીકાર કરે તો શુ ંથાય? નોકરી બદલવી પડે, બીજું શું? કદાચ સ્થાન પણ જો કે અવિનાશે તો ક્હ્યું હતું. ‘‘વિરાજ, મારી વાત સ્વીકારે તો મને ગમશે, હું મારી જાતને ધન્ય માનીશ... કોઈ કારણસર સ્વીકાર નહિ કરે, તો પણ મને નિસંકોચ જણાવજે... મને ખોટું નહિ લાગે... લાયકાત મુજબનું તારૂં સ્થાન એમ જ રહેશે...’’

વિરાજ પોતાના માટેનો બોસનો પક્ષપાત પારખી ગઈ હતી. આથી નોકરી ગુમાવવાનો ભય નહોતો જ. પણ પછી એવી નોકરી કરવામાં મજા ન રહે. વિરાજ સ્થાનાંતરથી ડરતી ન હતી. તેનો ડર જુદો જ હતો. અવિનાશ અને આરતી વચ્ચે વિચારોની મોટી ખાઈ હતી. આ સ્થિતિમાં જો વિરાજ ઈન્કાર કરે તો જરૂર કોઈ બીજી વિરાજને પકડે એ શક્યતા હતી. જો આમ જ બનવાનું હોય તો કે ખુદ જ શું ખોટી હતો? આખરે- તે એક એવી સ્ત્રી હતી જેને આરતી પ્રત્યે લાગણી અને સહાનુબૂતિ હતાં. તેના તરફથી એવો વર્તાવ તો ન જ થાય જેથી આરતી તૂટી પડે, અવિનાશથી દૂર ધકેલાઈ. આમ આરતી પ્રતિની છૂપી લાગણીને કારણે વિરાજે હા પાડી હતી. એ સમયે અવિનાશના ચહેરા પર નિરાંતના ભાવો વંચાતાં હતાં.

‘‘સર, તમે મારા વિશે તો કશું જાણતા પણ નથી...’’ વિરાજે નયન નીચે ઢાળીને પૂછ્યું હતું. એ સમયનું તેનું રૂપ મુગ્ધ બનાવે તેવું લાક્ષણીક હતું.

‘‘ના, વિરાજ મારે કશું નથી જાણવું.’’ અવિનાશ બોલ્યો હતો. તેના સ્વરમાં રજમાત્ર પણ થડકારો ન હતો. વિરાજ માટે એ સ્વીકૃતિની ક્ષણ હતી. તેના ચ્હેરા પર લજ્જા અને પ્રસન્નતા બન્ને લીંપાઈ ગયાં હતા. સ્હેજ દુઃખ થયુ ંહતું. આટલો ઉદાર અને સમજવાળો પુરુષ શા માટ ેપત્નીથી આટલો વિમુખ બનતો હશે? કદાચ કશી ન્યૂનતા સામા છેડે પણ હોય ! અવિનાશ દોષપાત્ર ન પણ હોય, અથવા બન્ને વચ્ચે કોી અણસમજ વિસ્તરી હોય.

અચાનક જ તે દોડીને અવિનાશને વળગી પડી હતી. તે ખરેખર તો કંપની હતી. થોડી પળોમાં કંપન થંભ્યું હતું. તેને નવી અનૂભૂતિ થઈ. આ બે વર્ષ પછીનો પુરુષ સ્પર્શ હતો. તેને લાગ્યું કે તે કશુંક પામી હતી. તેને મૃત પતિની યાદ આવી ગઈ હતી. અશેષ સાતે તે સુખી જ હતી. ગમે તેટલાં નાના ચાંદરડા માંથી ચાંદની મેળવી લેવાની તેની આદત હતી. તે સંતોષી અને સંવેદનશીલ હતી.

વતનમાં ગ્રામ્ય પ્રદેશમાંથી તે આ નગરમાં આવી ત્યારે માંડ બાર-તેર વર્ષની હતી. વિધવા માતાના હાથમાં એક વસ્ત્રોની પોટલી હતી અને એક સરનામાની ચબરખી હતી. માતાના ચ્હેરા પર ઉચાટ હતા, વિરાજની આંખોમાં વિસ્મય હતું. બન્નેના ચરણોમાં એક સરખો થાક હતો.

ભૈરવી જે શોધી રહી હતી ત્યાં ન પહોંચી શકી, પણ તેને શુભા મળી ગઈ. એક રાત પુરતો આશરો મળી ગયો. શુભા યુવાની વટાવી ચૂકેલી સ્ત્રી હતી, પણ ઉંમર દેખાતી ન હતી. શણગારનો ઠસ્સો એવો હતો કે યુવાન જ લાગે. ભૈરવની લાચારી તે પારખી શકી હતી. બે રૂમનું ઘર સોંપી, જરૂરી સૂચનાઓ આપીને શુભા ચાલી ગઈ હતી.

‘‘સવારે-મળીશ...’’ એમ કહીને સડસડાટ ચાલી ગયેલી સ્ત્રી-ભૈરવીને દેવી જેવી લાગેલી.

‘‘કોણ કરે આટલો ભરોસો? સાવ અજાણ્યા નો?’’ ભૈરવી બોલેેલી. વિરાજતો બન્ને ખંડનું અવલોકન કરી કહી હતી. એ રાત્રિ એ બન્નેએ શાંતિતી પસાર કરી હતી.

સવારે શુભા આવી હતી. થોડી વાતચીતમાં બન્ને સ્ત્રીઓ વચ્ચે સંખ્ય બંધાઈ ગયું હતું. ભૈરવી સમવ્યસ્ક હતી, તેના જેવી જ દુઃખી હતી. દુઃખ વ્યક્ત કરવા માટે વધુ શબ્દોની આવશ્યકતા પડતી નથી. શુભા આ વિસ્તારની માહિતગાર હતી. મા-દિકરી, શુભાના મકાનની પાસે જ ગોઠવી ગયાં હતાં, સાવ અડોઅડ જ. ઘર થોડું જર્જરીત હતું પણ ભૈરવીને એનો કશો વાંધો ન હતો. વિધવા-ભૈરવી પાસે જે કાં રોકડ મૂડી હતી એની પણ શુભાએ વ્યવસ્થા કરી હતી જેમાંથી નિયમિત વ્યાજની આવક થાય. એ ઉપરાંત પાપડ, વડી જેવી ચીજો બનાવવા માટે- તેને સમજાવી હતી. થોડા સમયમાં બન્ને ગોઠવાઈ ગયા હતાં.

ભૈરવી શુભાની ઓશિંગણ હતી. આ અજાણ્યા નગરમાં તેનો આધાર મળ્યો હતો, સ્થિર થઈ શક્યા હતા. એક નવું જીવન શરૂ કરી શક્યા હતાં. શુભા હસમુખી અને પ્રેમાળ હતી. આ સિવાય પણ તે શું હતું, એ ભૈરવીને થોડા સમયમાં જ સમજાઈ ગયું હતું. ભીતરના પરીચય પછી બાહ્ય પરિચયોની ખાસ ઉપયોગિતા નથી રહેતી. અલબત્ત, ભૈરવી ચિંતામાં તો પડી ગઈ હતીઃ‘‘મારી વિરાજ પર કેવાં સંસ્કાર પડે? તેને દૂર રાખવી પણ કેવી રીતે? એ તો હળી ગઈ છે...’’

સાચે જ.. વિરાજ શુભા સાથે ખૂબ હળી ગઈ હતી. બન્ને બપોરની વેળાએ નિરાંતે વાતતો કરતાં, ક્યારેય ‘ગંજિફા’ની રમતો પણ રમતાં.

વિરાજ તેના વિસ્મયોની વાતો પણ ક્યારેય પૂછી લેતી.

‘‘માસી... તમે દરરોજ સાંજે ક્યાં જાઓ છો? અને છેક સવારે આવો છો...’’ શુભા ખડખડાટ હસી પડતી. એ સમય દરમ્યાન તે ઉત્તર ગોઠવી લેતી.

‘‘મારી નોકરીમાં રાતપાળી હોય છે...’’ તે ઉત્તર વાળતી, અને પછી તેનું ધ્યાન બીજી દિશામાં વાળી દેતી.

‘‘હું મોટી થઈશ પછી મને પણ એવી નોકરી મળશે ને?’’ વિરાજના ઉછરતાંમનમાંથી નોકરીની વાત જતી ન હતી. શુભા વિરાજના ભોળા મુખ તરફ વ્હાલથી જોઈ રહેતી, પછી તેને બાથમાં લઈને કહેતી‘ના રે તારૂ’ ભાગ્ય કાં એવું થોડું હશે?’’

વિરાજ માતા પાસે ક્યારેય આવી વાત કરતી ન હતી. માતાનો શુભાની પ્રવૃત્તિ વિશેના અણગમો તેણે અનેક વાર સાંભળી લીધો હતો. સમય જતાં વિરાજને બધું સમજાય ગયું હતું. તે અભ્યાસમાં પ્રવૃત થઈ ગઈ હતી, ત્યારથી તેણે પ્રશ્નો પૂછવાનું છોડી દીદું હતું. તેને એક ફછી એક જવાબો મળવા લાગ્યાં હતાં.જિંદગીના કઠોર સત્યો સમજાવવાં લાગ્યાં હતાં. દિવસે દિવસે શુભા પ્રતિ તેની સહાનુભૂતિ વધવા લાગી હતી.

‘‘માસી... તમને આવું ગમે?’’ તેના પ્રશ્નો બદલાયા ંહતાં.

‘‘ધીમે ધીમે અણગમો ઓછા થઈ જાય... એ તો ટેવાવું પડે... ઝાઝો વિચાર કરૂં તો પછી આમ હસી જ ન શકું તારી સાથે વાતો ન કરી શકું’’ શુભા પૂરી ગંભીરતાથી જવાબ આપતી.

‘‘માસી- આ- કામ છોડી ન શકો?’’ વિરાજ ધીમા સ્વરે પૂછતી

‘‘ક્યારેક તો છૂટી જશે... નહિ છોડવું હોય તો પણ... આ રંગરોગાન ક્યાં સુધી ટકશે?’’ શુભા ગમગીન બની જતી. વિરાજને લાગતું કે હવે કશું વધુ ન પૂછવું જોઈએ. માસી રડી પડશે, એ ભીતતિ તેને સતાવતી.

ક્યારેક આવી વાતો હળવાશમાં પણ થતી હતી, ખાસ કરીને ભૈરવી હાજર ન હોય ત્યારે,‘‘વિરાજ- પુરુષો કેટલાં પામર હોય છે બિચારાં?’’ શુભા મુક્તપણે હસતી. તેના આવાં આનંદમાં પણ વિરાજને સહભાગી બનાવતી. શુભા સાવ બિંદાસ વાતો કરતી. ક્યારેક ગંદી વાત કે ગાળ પણ નીકળી જતી. બીજી પળે તે સહજ બની જતી. ‘‘અરે, મારી દીકરી મેં તને આવી વાતો, શા માટે કરી? તારે ક્યાં એ રસ્તે જવાનું છે?’’

‘‘તને તો મારે પરણાવવી છે... હું ભલે પરણી ન શકી.’’ શુભાના સ્વરમાં ઘેલછાના ભાવ આવી જતા. એરાત્રે વિરાજને પણ અવનવા વિચારો આવી જતા. સ્ત્રી- પુરુષોના સંબંધોનું જ્ઞાન તો તેણે મેળવી લીધુ ંહતું, શુભા દ્વારા ક્યારેક તે શુભાની જગ્યાએ પોતાની જાતને ક્લપી હતી. હવે તેને આવી વાત કાંઈ એટલી ખરાબ નહોતી લાગતી. તેને એટલું થતું હતું કે તે એ રસ્તે કદિ પણ ન જાય. બાકી શુભા જેવી અનેક સ્ત્રીઓ... આવી જ જિંદગી ગુજારતી હતી, એ કાં શોખથી નહિ.

ક્યારેક તેના પોતાના ભાવિના વિચારો આવતા હતા માસી તેને પરણાવવા ઈચ્છતા હતા એ તેમનું સ્વપ્ન હતું. એ પોતે જે કરી શક્યા નહોતા. તેમની ઈચ્છા તો હશે જ પરણવાની વિરાજ કયારેક શુભાને એ ન પૂછી શકી કે એ શા માટે પરણી ન શક્યા!

પોતે તો પરણશે જ, એક પુરુષને. કેવો હશે એ? સોહામણો, સરસ મજાનો.

મને ગમે તેવો. પછી-પછી શું કરશે - એ મારી સાથે...? શુભામાસી સાતે થાય છે- એવું જ...

વિરાજ ડરી જતી. તે તરત જ માતાની સોડમાં સમાઈ જતી. અભ્યાસમાં તેખાસ કાં કરતી નહોતી. બસ... આગળ નીકળી જતી.ક્યારેય વર્ષ બગડતું નહિ. ભણવા કરતાં તેને ટાીપના વર્ગમાં મજા પડતી હતી. બોર્ડ પર તેની કોમળ આંગળિયું- સ્ફૂર્તિથી ફરવા લાગતી ટાઈપ કલાસમાં તેના સુંદર કામની કાયમ પ્રશંસા થતી. તે ફૂલી ને ફાળકો થઈ જતી. ઘરે આવીને માતાને વળગી પડતી. શુભામાસીના મેકપની પરવા કર્યા વગર તેમને વળગી પડતી.

‘અલી છોડ મને... મારા બિઝનેશ સિક્રેટનું તું રોળી નાખમાં..’’ શુભા હસી

પડતી.

‘તમે તો સરસ લાગો છો.. આ મેકેપ ન હોય તો પણ...’’ વિરાજ મુગ્ધભાવે શુભાને જોયા કરતી.

‘તને સરસ લાગવાથી શું વળે- વિરાજ? પેલાઓનું શું જોઈએ છે - મને ખબર છે...’’ શુભા કટુતાભર્યુ હાસ્ય વેરતી.

‘‘મારો- ભાવિ પતિ-મારા કેવાં સ્વરૂપને પસંદ કરશે?’’ વિરાજ તેની જાતને પ્રશ્ન કરતી. અરીસામાં જોઈને જવાબ મેળવવા મથતી પણ હતી. કોઈ સંતોષકારક જવાબ સાંપડતો નહોતો. તે તેના દેહના પ્રેમમાં પડી ગઈ. તેને તેનો દેહ ગમવા લાગ્યો. શુભા માસી સાથે તુલના પણ કરવા લાગી.

અભ્યાસનો ભાર વધતાં, શુભા સાથેના સહવાસનો સમય ઓછો થવાં લાગ્યો, એ ભૈરવીને ગમ્યું. હવે તો તે ‘શોર્ટહેન્ડ’ પમ શીખી રહી હતી. એમાં પણ તેનો અવલ નંબર જાળવી શકી હતી. ગમતી પ્રવૃત્તિમાં કેટલો આનંદ આવે- એ વિરાજને અનુભવ થયો. શુભામાસીને આનંદ ન જ આવે ને? તે તેની દરેક ક્રિયામાં શુભાને અવશ્ય સામેલ કરતી હતી. આમ ભલેને અળગી હતી પણ વિચારોમાં તો માસીનું સાનિધ્ય સતત રહેતું. શુભા વિના જીવવાની આદત નહોતી.

‘શોર્ટ હેન્ડ’ માટે અંગ્રેજી ભાષાનું જ્ઞાન ખૂબ જ જરૂરી હતું. એ કારણે જ તે અવશેષના પરિચયમાં આવી હતી.

અવિનાશે ભલે ના પાડી, પરંતુ વિરાજ તેના અતીત ભૂલી શકતી નહતી. અહીં ‘મઢુલિ’માં શાંતિ હતી, સુખ સાહ્યબી હતી. પોતે ના પાડી હતી છતાં અવિનાસે રસોયમબાઈની પણ વ્યવસ્થા કરી હતી.

‘વિરાજ.. તને એકલું નહિ લાગે...’’અવિનાશે કહ્યું હતું.

અવિનાશ દરેક સાંજ અહીં જ વીતાવતો હતો. સમય ઝડપથી સરકતો હતો. વિરાજ વાંચનની શોખીન રહી. સાહિત્યના પુસ્તકો વાંચવાની આદત શાળામાંથી પડી હતી. તે કવિતા પણ રચતી હતી., અલબત્ત, આ વાત માત્ર તેના સિવાઈ હોી જાણતું ન હતું. કોને કહે? શુભાને તો કહેવાય જ કેવી રીતે? તે તો હસવામાં ઉડાડી દે. માતા જીવનની યાતનાઓ હસતાં મુકે સહી રહી હતી, તેની વાતોમાં મહદ્‌અંશે તેના જીવનની કરૂણતા આવી હતી. તે ભૂતકાળમાં જીવતી હતી. શુભા ક્યારેક ચિડાતી હતી.

‘‘ભૈરવી બેન.. હવે શું દુઃખ છે તમારે? ભૂલી જાવને એ નઠાર ભૂતકાળને. હું તો મારાં વર્તમાનને પણ ભૂલી જાઉં છું. રાતની વાત ત્યાં ને ત્યાં સમેટી લઉં છું... છે તમારે મારાં જેવું...? મારાં શરીર અને મન- બન્ને રીઢાં બની ગયાં છે.. એ કાંઈ અમસ્થા...!

વિરાજને શુભાની વાત સાચી લાગતી પણ તે કયારેક આવી વાતમાં માથુ ન મારતી. તેની હાજરીમાં આવી વાત નીકળતી ત્યારે તે ત્યાંથી સરકી જતી.

ભૈરવીની તબિયત પણ સારી રહેતી ન હતતી. હજુ તો તેની ઉંમર પણ ક્યાં મોટી હતી? શુભા કરતાં બે પાંચ વર્ષ વધુ હશે. શુભા તો.. આટલું વિચાર્યા પછી વિરાજની વિચારયાત્રા અટકી જતી.

અચાનક જ વિરાજ પરણી ગઈ. હજુ તો કોલેજના પગથિયાં માંડ ચડી હતી. નવાં આનંદો મેળવતી હતી, જૂનાં વિસ્મયો ઓગળતાં હતાં. છોકરી હોવાની સભાનતાઓ ધીરે ધીરે ફૂંટતી હતી. તેની આજુબાજુની ક્ષિતિજો વિસ્તરતી હતી. ત્યાં જ શુભા તથા ભૈરવીએ સાથે મળીને તેને બનતી ત્વરાથી પરણાવી દીધી, અશેષ સાથે.

‘‘ભૈરવીબેન માથે ભાર ન રહે ...’’ શુભા કહેતી હતી.‘‘અને વળી આ ક્યાં અજાણ્યો છે?’’

ખરેખર, અશેષ અજાણ્યો ન હતો. વિરાજ એક વર્ષ સુધી ‘અશેષ સર’ પાસે અંગ્રેજી શીખી હતી. વિરાજ મુંઝવણમાં પડી ગઈ હતી.

‘‘આખું વર્ષ- જેને ‘સર સર’ કર્યા કર્યુ, જેની સામે આજ્ઞાંકિત શિષ્યાની જેમ ગંભીરપણે બેસી રહી ઠરકાં પણ સાંભળ્યા, એની જ વહુ બનવાનું?’’ અને પાછુ વહુ બનવાનું તો હજુ શીખવાનું હતું તે ભાંગી પડી કારણ જામીને શુભા ખી-ખી હસી પડી. ‘‘બસ આટલી આમથી વાત.. સાવ અજાણ્યો વર મળે તો શું કરે? આ તો સરસ છોકરો છે જરા પણ ગભરાતી નહિ.’’

શુભા આશ્વાસન આપતી હતી. એ સમયે તેના ચ્હેરા પર આનંદ ઉભરાતો હતો. જાણે તે ખુદ કશું પામી ન રહી હોય! એ બે દિવસ શુભામારી ક્યાંય ગયાં ન હતાં. વિરાજને બરાબર યાદ હતું. ‘ક્યાંય ન જવું.’ એનો અર્થ તે સારી રીતે જાણતી હતી. તબિયત અસ્વસ્થ હોય છતાં પણ શુભા આ ‘ક્યાંય જવાનું’ ટાળતી નહોતી. આખર તો એ પેટનો સવાલ હતો.

શુભાએ વિરાજને ગાંઠના પૈસાથી સજાવી હતી. અશેષ તો એકાંકી હતો. તેના પક્ષે થોડાં મિત્રો હતાં, એક મિત્ર પત્ની હતી. વિરાજે તેની એક નવી સખી ઉષાને નિમંત્રી હતી. આર્યસમાજની વિધિથી એક સવારે તે અને અશેષ લગ્ન બંધને જોડાઈ ગયાં હતાં.

ભૈરવીના ચ્હેરા પણ હળવાશ હતી. શુભા તો ખુશીથી છલકાઈ ગઈ હતી. વિરાજને બધું નવું નવું લાગતું હતું. ખુદ અશેષ પણ. અશેષના નાનકડા ઘરથી તો તે પરિચિત હતી. ટયુશન માટે જતી હતી ને તેને ક્યાં ખ્યાલ હતો કે એ જ ઘરમાં.. તે મિત્રોએ, ખાસકરીને ઉત્સાહી હોશીલી મિત્ર પત્નીએ ઘરને નવેસરથી સજ્યું હતું સારૂં

લાગતું હતું. અશેષ શિક્ષક હતો. તેની સ્કૂલ ખાસ દૂર ન હતી ત્યારે પોતાનું ઘર જ્યાં તેણે બાળપણ અને મુગ્ધાવસ્થા વીતાવી હતી એ પણ નજીક જ હતું. તેના શ્વાસોશ્વાસ ઝીલનાર પાત્ર બદલાયું હતું સરસ દિવસો હતાં. વિરાજને એ દિવસોમાં અનુભૂતિ થતી હતી કે પરણવું કાંઈ એટલું મુશ્કેલ નહોતું - જેટલી તેને ભીતિ હતી. અશેષ સરસ યુવાન હતો, અને અજબ પુરુષ હતો. તે તેની સમીપ હોય ત્યારે ઘેલી બની જતી હતી. રમતિયાળ બની જતી. પ્રિયા બની જતી, બધું જ વિસરાઈ જતું હતું ક્યારેક ક્યારેક શુભામારીની યાદ આવી હતી. તે ઘેલી બનીને પોતાના ડાબા કરના રતાશ પડતી હથેળીની રેખાઓ ફંફોળ્યા કરતી.

‘‘અશેષ- તને શું લાગે છે? જીવનમાં જે કાંઈ બને છે એ બધું આ રેખાઓમાં લખ્યું હોય છે?’’ શુભાને કેન્દ્રમાં રાખીને વિરાજ પાસે સૂતેલાં પતિને પૂછી બેસતી.

‘‘ વિરાજ- એ શ્રદ્ધાનો વિષય છે. બાકી બુદ્ધિની દૃષ્ટિએ કાંઈ ગ્રાહ્ય નથી. મને તો એટલી ખબર છે કે મારૂં નશીબ અત્યારે મારાં બે બાહુમાં સમાઈ ગયું છે.’’

વિરાજને એ પછીની અશેષની ચેષ્ટાઓ ગમતી. તે લજ્જા અને રોષનો અભિનય કરતી હતી પણ પ્રતિકાર તો નહિ જ.

વિરાજને શુભાની વાત યાદ આવી હતી. ગમતું અને અણગમતું -વચ્ચે કેટલું મોટું અંતર હતું?

આ તો એ સમયના વિચારો હતા. ‘મઢુલિ’ની પરસાળમાં આરસની પગથી પર બેઠાં બેઠાં- વિરાજ વિચારતી હતી.

‘‘ના- એ અંતર કાંઈ બહું મોટું ન હતું. જો તમે મનને સમજાવી શકો છો પછી બધું સરખું જ હતું. શું શુભામાસીમાં પણ હૃદય જેવું નહિ હોય? સંવેદના નહિ હોય ! હશે જ. પરંતુ જીવન જીવવાની ભૂખ- આ સૌથી વિશેષ હોય છે.’’

વિરાજ એ જ કહી રહી હતી ને. અશેષ પછી અવિનાશ તેના જીવનમાં આવ્યો હતો. ભાવિ વિશે એ કશું જાણતી ન હતી. એ પણ સુક્ષ્મ રીતે શુભા જ હતી ને !

સવારના આહલાદક વાતાવરણમાં, વિરાજ અતીતના ગહન વિચારોમાં ચડી ગઈ હતી. કુંમળા તડકાથી આખી પરસાળ તરબોળ થઈ ગઈ હતી. વૃક્ષોના ઝૂંડમાંથી ચળાઈને આવતો શીતળ પવન વિરાજની સાડીના પાલવમાં વિશ્રામ ખાતો હતો.

અતીત ક્યારેય ભૂલી શકાતો નથી. તેના નિશાનો જીવનની અંતિમ પળ સુધી ભૂંસાતા નથી. વિરાજ અવિનાશ સાથે જેને નામ ન આપી શકાય તેવો સંબંધ જોડીને બેઠી હતી. આ સંબંધતી તે સંતુષ્ઠ હતી. અલબત્ત, આ કાંઈ તેનું સુખ ન હતું. કોઈ પણ તબક્કે સંતુષ્ઠ થઈ જવું- એ જ સુખી થવાનો માર્ગ હતો. આમ છતાં અશેષની યાદો, તે ભૂલી શકતી ન હતી.

તેણે અશેષને છેલ્લી ક્ષણ સુધી પ્રમાણિકપણે ચાહ્યો હતો. તન મન ધનથી તેના સારવાર કરી હતી. માતાના મૃત્યુ પછી વારસામાં મળેલું ઘર પણ વેચીને અશેષની સુશ્રુષા કરી હતી, એમ જાણવા છતાં પણ કે તેના મૃત્યુને રોકી શકાય તેમ ન હતું. છેલ્લાં સ્ટેજમાં પહોંચી ચૂકેલા રોગનો પ્રતિકાર ન હતો. કદાચ અશેષ પણ જાણતો હતો.

‘‘મને પરણીને તું શું પામી, વિરાજ ! મેં તો તને યાતનાઓ જ આપી છે..’’ અશેષ માંદગીના બિછાનામાં પડયો પડયો પરિતાપ કરતો હતો. વિરાજ કશો જવાબ નહોતી વાળતી. તેની આંખો ભાવશૂન્ય બની ગઈ હતી. શુભાને તેની ચિંતા થતી હતી. આ છોકરીને કશું થઈ તો નહિ જાય ને !’’

અશેષ સાતે તે સુખી હતી. લગ્ન પછીનો સમય સરસ રીતે પસાર થયો હતો. ટાંચા સાધનો વચ્ચે પણ - જો પ્રેમ હોય તો ન્યૂનતા વચ્ચે પણ જીવી શકાય છે.

અશેષે તેને છેતરી હતી, એ સત્ય તેને મળ્યું હતું. અશેષની પહેલી પત્ની રત્ના અચાનક જ મળી ગઈ હતી. વિશ્વાસની ખડક સમી દીવાલમાં તિરાડ પડી હતી. હવે આ વ્યતા તેની પોતાની જ હતી. કેન્સરમાં સબડતાં એ પુરુષને કહેવાનો શો અર્થ હતો?

તેને રત્નાને કહ્યું હતું.‘‘ આપણે બન્ને છેતરાયાં છીએ. કોઈને દોષ દેવા જેવું નથી. એ પુરુષ તો મરણ પથારીએ પડ્યો છે. તું એને સાંભળી લે- એટલે હું મુક્ત થાઉં. અથવા મને જ આ નાટક પૂરૂં કરવા દે... તને જોઈને તે નાહક લજ્જા અનુભવશે -એની વિધવા તરીકેના બધાં જ લાભો તને મળે એવી વ્યવસ્થા હું કરીશ... હવે તે બચી શકે તેમ નથી...

અને તેણે એમ જ કર્યુ હતું. મૃત્યુ પામતી વ્યક્તિ પાસે કશી ચર્ચાનો અર્થ ન હતો. છેલ્લી ઘડી સુધી- અશેષ મુંઝવણ અનુભવતો હતો, વિરાજને તાક્યા કરતો હતો. આંખો મીંચી ને કશું બબડ્યાં કરતો હતો. કદાચ તેને રત્નાની યાદ આવતી પણ હોય. વિરાજ શુભા પાસે આવી- ત્યારે ચોધાર આંસુને રડી પડી હતી. શુભા પણ બીમાર હતી. તેનું શરીર નખાઈ ગયુ ંહતું. હવે કામ પણ જઈ શકતી નહોતી. તેની વ્યથા વાંચી શકાઈ તેટલી સ્પષ્ટ હતી. કદાચ ધંધો ચાલતો પણ ન હોય. વિરાજને ડર લાગ્યો.

આ કામ માટે તેની વય ઢળી ચૂકી હતી.

‘‘માસી - તમે ચિતાં ન રાખશો. હવે હું આવી ગઈ છું ને. એટલાં બધાં સર્ટિફિકેટો મારી પાસે છે કે નોકરી તરત જ મળી જશે. હવે તમારે ક્યાંય કામ પર જવાની જરૂર નથી. તમને મારાં સોગન...’’

વિરાજ ઝડપભરે બોલી ગઈ હતી.

‘‘અરે, દિકરી... મને તો દુઃખ સાલે છે... મેં અને ભૈરવીબેને હોંશથી તને પરણાવી હતી... એ તો ગયા... પણ મારે આ દુઃખ જોવાનુ...’’ શુભા આશ્વાસનના શબ્દો બોલાતી હતી.

‘‘માસી.. હવે અશેષની વાત ભૂલી જ જાવ... એ તો આપણને છેતરી ગયો. આ સંબંધથી દુઃખી જ થવાનું હતું.. અશેષ બચી ગયો હોત તો પણ.’’

તેણે આખી વાત શુભાને કહી. ત્યારે ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.‘‘ ઓહ- આટલી છલના...’’

‘‘મારી- મારાં નસીબમાં આવી હશે- પછી એને મિથ્યા કોમ કરી શકે? જો થોડું ઘણું માણ્યું- એ મારૂં સદ્‌નશીબ હશે- જે યાતનાઓ સહી એ પણ લખાવી ને જ આવી હોઈશને. એ તો સારૂં થયુંકે મા એ પહેલા ચાલી ગઈ.

બન્ને સ્ત્રીઓએ એકબીજાથી સાંત્વના મેળવી લીધી હતી. એ રાત્રે બન્ને એક જ પલંગમાં સાથે સૂતાં હતાં. વિરાજે પોતાનું ઘર તો અશેષની સારવારના ખર્ચને પહોંચી વળવાં માટે વેચી નાખ્યું હતું. તે અનાથ જ હતી ને?

‘‘વિરાજ... એ સારૂં થયું- હવે આપણે એકબીજાની ઓથે જીવી શકીશું... આ ઘરને તારૂં જ ગણજે.. જુદું ગણતી નહિ.

વિરાજને અત્યારે પણ શુભાના આ વચનો યાદ આવતા હતા, અને તેની આંખો ભીની થઈ જતી હતી. શુભામાસીએ તેના માટે કેટલું કર્યુ હતું? કેટલી લાગણીઓથી કર્યુ હતું? અને હજુ પણ એ વર્ષા તો ચાલુ જ હતી. એ કાંઈ સંબંધ ધરાવતી તો ન હતી. હતો માત્ર માનવતાનો સંબંધ દેહ વેચીને પણ તેણે પોતાની પોષી હતી, ભણાવી હતી, પરણાવી હતી- સુખ આપવા મથી હતી.

‘‘શુભામાસી... હું કોઈ ઈશ્વરને ઓળખાતી નથી. માત્ર તમને જ ઓળખું છું.ઈશ્વર પણ કાંઈ તમારાથી શ્રેષ્ઠ નહિ હોય.’’ વિરાજ આવું વિચારતી અને ક્યારેક શબ્દોમાં વ્યક્ત પણ કરતી હતી.

એક રાતના સહવાસમાં તે જાણી ચૂકી હતી કે શુભા- હવે થાકી ચૂકી હતી. તેનું જૂનું રમતિયાળપણું ચાલ્યું ગયું હતું. મન તૂટે પછી બધું જ તૂટી જતુ ંહોય છે.

સવારે વિરાજે તેની વાત દોહરાવી હતી.

‘‘માસી મારાં સોગન તમને. હવે ક્યાંય જવાનું નથી. મારૂં આટલું કર્યું- હવે મને થોડું તો કરવા દો...’’

તે તરત જ કાર્યમાં ડૂબી ગઈ હતી. વિધવાના બધાં જ પ્રતિકો તેણે ફગાવી દીધાં હતાં.

‘‘હું શાની વિધવા? આ તો એના આનંદ ખાતર રમતમાં જોતરી હતી, એ પણ છલના વડે.’’ તેને મનમાં રોષ હતો.

વિરાજે સાથે રહીને રત્નાને થાળે પાડી દીધી હતી. જે શાળામાં અશેષ હતો, એ સંસ્થામાં જ રત્નાને માનવતાથી રૂએ કારકુનની નોકરીમાં ગોઠવી દીધી હતી. રત્નાની આંખોમાં આંસુ હતા.

‘‘જો રત્ના- આ કાંઈ તારા પર ઉપકાર નથી કરતો. તને તારો હક અપાવું છું. સંસ્થામાં સૌને મારાં માટે લાગણી છે. એટલે બદું સરળ બન્યું છે તું શાંતિથી જીવન જીવજે. મનમાં કસો ભાર ન રાખતી..’’ વિરાજે કહ્યું હતું.

આ પછી તરત જ વિરાજે બેગમાંથી બધાં પ્રમાણપત્રો કાઢયા હતા, વ્યવસ્થિત કર્યા હતા. એક વખત મન બરાબર ગોઠવાઈ જાય છે, પછી બધું જ ગોઠવાઈ જાય છે.

ફરી પાછી ઉષા મદદમાં આવી હતી. એ એક માત્ર તેની આત્મીય સખી હતી જ્યાં તે મુક્ત રીતે ખાલી થઈ શકે, વિરાજને હવે કશો શોક ન હતો. તેની આંખો કોરી હતી. એક દુ સ્વપ્નમાંથી ગુજરી હોય તેમ લાગતું હતું.

ઉષાના સંબંધીની ઓળખાણથી ‘વિનાયક ઈન્ડસ્ટ્રીઝ’માં ‘ટાઈપીસ્ટ’ની નોકરી મળી ગઈ હતી.

‘‘ચાલો, બન્ને સ્ત્રીઓનો ગુજારો થઈ જશે. માસી નિવૃત્ત છે- મારી પણ એ જ અવસ્થા છે ને !’’ વિરાજ હસી હતી. ‘‘બન્ને પુરુષ વિનાની બની ગઈ.’’

શુભા સમાચાર સાંભળીને ખુશ ખુશ થઈ ગઈ હતી, અને થોડાં દિવસોમાં તો પથારીમાંથી બેઠી પણ થઈ ગઈ હતી. બન્નેએ મળીને નાનકડું ઘર વ્યવસ્થિત કર્યું. થોડી ખરીદી પણ કરી. વિરાજને પણ ઓફિસના વાતાવરણમાં ગમવા લાગ્યું હતું. સહ કાર્યકરો સારાં હતાં. તેના ‘ટાઈપીંગ’ ની પ્રશંસા થતી હતી.

‘‘ આ નવી છોકરીનું ‘પરફોર્મન્શ’ ઘણું સારું છે. ગુડ સિલેકશન.’’ મેનેજર ખુશ થતાં હતાં. વળી વિરાજ બીજી લપછપમાં જરા પણ પડતી ન હતી. બસ કામ-કામ અને કામ. તેને આ કામમાં મજા પડતી હતી. જેટલો સમય તે કામમાં વ્યસ્ત રહેતી હતી તેટલો સમય તેને ખોટાં વિચારો સતાવતા ન હતાં વળી તે સાવ સાદી હતી. ખોટી ટાપટીપ અને ઠઠારો કરતી ન હતી. આથી જ તે સૌની પ્રશંસાનું કેન્દ્ર બની હતી.

પગારનું કવર લઈને ઘરને આવી ત્યારે તે ખૂબ ખુસ હતી, કારણકે માસી માટે એક ગમતી સાડીની ખરીદી કરીને આવી હતી.

શુભાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં.

‘‘અરે, મારે વળી શી જરૂર હતી? વળી મારે હવે ક્યાંય જવું છે પણ કયાં? ‘‘નહિ માસી, કશું સાંભળવું નથી. હવે તમારે મારૂં માનવું પડશે.’’ વિરાજની જીદ સામે શુભા ઝૂકી ગઈ હતી. એ સાંજે જ બન્ને તૈયાર થઈને મંદિરમા ંગયા હતા. વિરાજે- પેલી સાડી આગ્રહ કરીને પહેરાવી હતી. શુભાને ખૂબ સારૂં લાગતું હતું. તે કેટલા લાંબા અરસા પછી આમ નિરાંત લઈને મંદિરે આવી હતી? સાંજ ઢળી ત્યાં સુધી બન્ને ત્યાં બેસી રહ્યાં.

શુભા અને વિચાર -બન્નેને નવીન અનુભૂતિ થઈ હતી.

‘‘વિરાજ, આવી સંધ્યા મેં ક્યાં થી નિહાળી હોય? અને ે પણ દેવસ્થાનની શાંતિમાં?’’ શુભા બોલી હતી.

‘‘માસી, આપમે દરરોજ આવીશું.’’ વિરાજ પણ શાંતિ પામી હતી. જખમો રૂઝાતાં જતાં હતી, શુભા માટે તો આ મોટું પરિવર્તન હતું, તો વિરાજ માટે નવી શરૂઆત હતી. તે નવેસરથી જિંદગીનો એકડો ધૂંટતી હતી. માસ આખરે પગારનું કવર આવતું હતું ત્યાર ેતે આત્મસંતોષ અનુભવતી હતી કે તેના જીવનની પણ સાર્થકતા છે, મૂલ્ય છે, મહત્ત્વ છે. શુભા પ્રતિ તે ફરજ બજાવી શકતી હતી એનો વિશેષ આનંદ હતો. ‘‘વિરાજ -મને સતત મારૂં પૂર્વ જીવન યાદ આવી જાય છે. એ બધું હું કેવી રીતે શકતી હોઈશ. એ સમયે?’’ શુભાના ચ્હેરા પર ગમગીની છવાઈ જતી હતી.

‘માસી, દરેક ભૂમિકા ભજવવા માટે, એ સમયે બળ મળી જ જાય છે. તમે કેવાં હસતાં હસતાં મને તમારી વાતો કરતા હતા?’’ વિરાજ હસ લેતી. તેને પણ બળ મળ્યું જ હતું ને ! અશેષની છલના જાણ્યા પછી પણ- તેણે અંતિમ ક્ષણ સુધી પત્નીની કપરી ભૂમિકા ભજવી જ હતી ને!

અચાનક જ વિરાજ અવિનાશની નિકટ જઈ પહોંચી હતી. તેના સારા કામના બદલામાં તે એક સામટાં એક બે ત્રણ પગથિયાં ચડી ગઈ હતી. વિનાયક ઈન્ડસ્ટ્રીઝના માલિક અવિનાશની અંગત- મંત્રી બની ગઈ હતી. તેને જુદી કેબીન મળી હતી, ફોન હતો, મોભો હતો. પરીકથા જેવું જ બન્યું હતું. હવે તગડો પગાર- તેને ચેકથી મળતો હતો. વિરાજ ભીતરથી ધ્રુજી ગઈ હતી. આ તો મુશળધાર વર્ષા હતી.

વિરાજને અશેષ યાદ આવી ગયો હતો. અંગ્રેજી ભાષામાં મેળવેલી નિપુણતા - તેને જ આભારી હતી. શુભા ખુશ ખુશ હતી. વિરાજ હવે એટલી વ્યસ્ત થઈ ગઈ હતી કે તે હવે મંદિરે જવામાં તેને નિયમિત સાથ આપી શકતી ન હતી. મોડું થતું ત્યારે ગાડી તેને ઘર સુધી મૂકી જતી હતી.

શુભાને પણ યાદ આવી જતું કે તેને પણ ગાડી તેડી જવા માટે આવતી હતી, પણ એ તો... એનો આશય અલગ હતો. તેની કાયામાં એક કંપ ફરી વળતો હતો.

એક રાત્રે વિરાજે ધીમાં અવાજમાં વેદના સાથે કહ્યુ ંહતું :

‘‘માસી - હું શું કરૂં? નોકરીના કારણે મારે બીજા સ્થળે જવું પડે તેમ છે... રવિવારે- તમારી પાસે આવી શકીશ... આવી સરસ નોકરી છોડી દેતા પણ મન નથી

માનતું. તમારી બધી વ્યવસ્થા થઈ જશે... પણ એકલું રહેવુ ંપડશે ....!’’

શુભા- વિરાજની મુંઝવણ કળી ગઈ. તેણે પરિસ્થિતિને સમજી લીધી. વધુ પૂછવું યોગ્ય ન લાગ્યું. જુવાન છોકરી હતી. આમને આમ કેવી રીતે રહી શકે? તેમણે લાગણીભર અવાજે જવાબ આપ્યો, ‘‘વિરાજ, તું સુખી થતી હો- એ મને સૌથી વિશેષ ગમે. ઘેલી, આમાં મુંઝાવાની જરૂર જ ક્યાં છે? તું હા પાડી દેજે. ભાર રાખ્યા વગર.’’ વિરાજ શુભાને વળગી ને રડી પડી હતી, નાની બાળકીની માફક.

આરતી અવઢવમાં હતી. તે નક્કી કરી શકતી ન હતી કે અવિનાશના વર્તનને સ્વભાવિક ગણવું કે અસ્વભાવિક? એને પ્રેમ ભાવ ગણવો કે અણગમો? ક્યારેક તે પત્ની પર દોધમાર વરસી જતો હતો તો ક્યારેક સાવ ઉપેક્ષા વૃત્તિજ દાખવતો હતો. શા માટે તે સતત એક જ જાતનો વ્યવહાર કરતો ન હતો? પોતે તો એક જ વ્યક્તિ હતી. કાં જુદા જુદા સમય તેના અલગ અલગ રૂપ ન હતા?

શું દરેક પુરુષ આવું જ વર્તવ કરતો હશે? ક્યારેક ભરતી, ક્યારેક ઓટ. વલ્લભભાઈની પત્ની ભદ્રા- તેની નિકટની સખી હતી, છતાં પણ તેને આવું પૂછવાનું તે ટાળતી હતી. આવી સાવ અંગત વાત કોઈને કહેવાઈ ખરી? અરે, જયાભાભી હાજર હોત તો પણ તેણે આવી વાત કહી ન હોત.

પાયલ મોટી થઈ ગઈ હતી, તે પણ તેની સાતે નત્ય કરતી થઈ ગઈ હતી. નાના પગમાં ઘુંઘરું બંધાવવાની જીદ પણ પકડતી હતી. જાણે શૈશવની આરતી જ જોઈ લો. આરતીની નૃત્ય- સાધના બરાબર ચાલતી હતી. પાયલમાં સમજ આવી ગઈ હતી. એથી તે મમ્મીની પ્રિય પ્રવૃત્તિમાં ખલેલ પહોંચાડતી ન હતી.

પાયલને પપ્પા પણ એટલા જ પ્રિય હતા. રાત્રે તે પપ્પાની પ્રતિક્ષા કર્યા કરતી. અવિનાશ સાતે થોડી મસ્તી કર્યા સિવાય - તેને ચેન પડતું ન હતું.

‘‘ પપ્પા- તમે સાંજે વહેલા કેમ નથી આવતા?’’ પાયલ લાડથી પૂછતી, ‘‘મને જરા પણ ગમતુ ંનથી- મમ્મીને પણ નથી ગમતું ...’’

આરતી તેના ખંડમાં તેના લેખન- કાર્યમાં વ્યસ્ત હોય અને બહારના ખંડમાં થતી પિતા- પુત્રીની વાતચીત સાંભળતી પણ હોય.

‘પાયલ-બેટી... સાંજે તો પપ્પાને કામ હોય... ખૂબ ખૂબ કામ હોય...’’ અવિનાશ મોટા અવાજે પાયલને સમજાવતો, પટાવતો. તેને વિરાજ સાથે ગાળેલો માદક સમય યાદ આવી જતો. સાંજ તો તેની વિરાજ માટે તેણે અલાયદી રાખી હતી. એ તેની આગવી દુનિયા હતી, અંગત વૈભવ હતો, એક ગાઢ અનુભૂતિ હતી, જેની સામે તેને એ ક્ષણે આખી દુનિયા તુચ્છ લાગતી હતી. પાયલ પાસે આવતો હતો ત્યારે તેને અલગ ભાવ ઉભરાતો હતો.

‘‘પાયલ - તારા માટે જ પપ્પા રાત્રે વહેલા વહેલા આવી જાય છે...’’ તે ધીમેતી બોલતો, છતાં પણ આરતીના કાન એ શબ્દો પકડી લેતાં.પતિના શબ્દોની પરવા કર્યા વિના આરતી લેખન પડતું મૂકીને બન્ને પાસે આવતી.

‘‘ચાલો, તમારા બન્નેની વાતો પૂરી થઈ હોય તો - હવે પેટ પૂજા કરીએ.’’ આરતી મુખ પર હાસ્ય લાવવા કોશિષ કરતી.

‘‘ચાલો, પાયલ... પાછા તારા મમ્મી ગુસ્સે થશે...’’ અવિનાશ એ જ લહેેકાથી પત્ની પ્રતિ જોઈને બોલી ઉઠતો.

‘‘મમ્મી કદિ ગુસ્સે થાય જ નહિ.’’ પાયલ પ્રમાણપત્ર આપતી અને અવિનાશ હસવાનો પ્રયત્ન કરવા લાગતો.

આરતી પતિના વર્તનમાં રહેલી કૃત્રિમતા પારખી લેતી હતી. ઈમારતને લૂણો ચૂક્યો હતો, એ તો તેની સમજમાં આવી ગયું હતું. એનું કારણ તે જાણતી ન હતી. અવિનાશ શું તેનાથી થાકી ગયો હતો? હજુ સાત વર્ષની મજલ કાપી હતી, એ બંનેના દાંતત્ય- જીવને. થોડી મુશ્કેલીઓ આવે, એ સમજી શકાય તેમ હતું, પણ જો સહજીવનની ભૂમિકા જ નષ્ટ થઈ જાય તો?

જો તેની નૃત્ય - સાધનોનો શોખ જ આ માટે જવાબદાર હોત તો આરતીએ ક્યારનોય માર્ગ કરી લીધો હોત. ખરેખર તો આ અવિનાશનો અહં હતો. નૃત્ય પ્રતિ ધૃણા દાખવીને તે આરતી પર પતિભાવ વ્યક્ત કરવા માગતો હતો, તેનો અધિકાર પ્રસ્થાપીત કરવા માગતો હતો. બસ આ જ બાબત આરતી ને કષ્ટ આપતી હતી. આ સહજીવનના- એ બન્ને સહપાત્રી હતાં, સમાન મહત્ત્વના.

અવિનાશે યોગ્ય કારણ આપીને આરતીને નૃત્ય તજી દેવા કહ્યું હોત તો તેણે તેમ કર્યુ હોત, અરે, કોી પણ કારણ આપ્યા વગર પણ- પ્રેમભાવથી કહ્યું તો પણ આવતી માની ગઈ હોત. પણ આ તો કેવળ પતિભાવ જ થતું હતું- એ આરતીને મંજૂર ન હતું. તેનું સ્વમાન ઘવાતુ ંહતું. તેના સ્ત્રીત્વની ઝાંખપ સહી શકે તેમ ન હતી. આ સિવાય બીજું કોઈ કારણ હોય શકે - એવી કલ્પના આરતી કરી શકતી ન હતી.

એક દિવસ અચાનક જ અવિનાશનો ભેદ ખુલ્લો થઈ ગયો. અવિનાશ બે ત્રણ દિવસ માટે પ્રવાસનો હતો. આગલી રાતે જ તેણે પાયલની પ્રેમપૂર્વક વિદાય લીધી હતી. આરતી પાસે જ ઉભી હતી.

‘‘શું લાવું મારી વ્હાલી દિકરી માટે?’’ તેણે પાયલને પૂછ્યું હતું.,‘‘હલવો લાવું કે...’’ પાયલે સાવ વિચિત્ર માગણી કરી હતી.

‘‘પપ્પા- મારા માટે ઘુંધરુંની સરસ મજાની જોડ લાવજો... હું -એ પહેરીને મસ્ત મસ્ત નૃત્ય કરીશ... મને આવડે છે.- પપ્પા... તમે જુઓ તો ખુશ થઈ જાવ...

મમ્મીને પૂછી જુઓ..’’ પાયલ ભાવવિભોર થઈને બોલતી હતી. અવિનાશના ચ્હેરા પર અણગમના ભાવ છવાઈ ગયા. આ ભાવ પરિવર્તન કોઈ આરતીથી છાનું રહી શકે? ‘‘પાયલ ઘુંઘરુની જોડ તો છે.પછી નવીનું શું કામ છે?’’ તે કોમળતાથી બોલી હતી. પુત્રીને પટાવી લેવાનો પ્રયત્ન સફળ થયો ન હતો. પાયલ મક્કમ હતી. ‘‘નહિ- મમ્મી... મને નવી જોડ પપ્પા લાવી આપશે.. મુંબઈથી...’’

‘‘ભલે- બેટા લાવી આપીશ... તારા માટે - અને એક તારી મમ્મી માટે પણ...’’ અવિનાશે હળવાશથી કહ્યું હતું.

આરતીને સુખદ આંચોક લાગ્યો હતો. અવિનાશના આ રૂપને તો તે ઝંખતી હતી તે ભાવવિભોર બનીને પતિને નીરખી રહી હતી. તે પ્રતિદિન સવારે પ્રાર્થના- કક્ષમાં બેસીને ઈશ્વરની શ્વેત નમણી મૂર્તિ સાથે હૃદયના તાર જોડવા પ્રયત્ન કરતી હતી. ક્યારેક ક્યારેક સફળ થતી નથી. સામેની મૂર્તિ સાથે મનનો સંવાદ ચાલ્યા કરતો. આરતી કશું જ માગતી નહોતી.

‘‘અરે, શા માટે યાચના કરવી? એ શું નથી જાણતો કે હું શું ઝંખું છું? મારી તરતની તૃપ્તિ કે અતૃપ્તિ- એ તેની ઈચ્છાનો વિષય છે. મારી લાયકાત હશે તો એ જરૂર મને બક્ષશે.’’ આરતી આવું વિચારતી હતી, સહ્યદયતાપૂર્વક.

રાતભર- તે તેની ખુશી ચગળતી રહી હતી. પાયલને બાથમાં લઈને આખી રાત જાગતી રહી હતી. તેના કર્ણપટ પર ઘુંઘરું કોમળ સ્વરમાં રણઝણતા રહ્યા હતાં.

અચાનક જ તેના તંરગોમાં ક્ષોભ થયો હતો, ખલેલ પહોંચી હતી. તેનું સ્વર્ગ સમેટાઈ ગયું હતું. આળસ અને આનંદ હજુ આંખોમાં નીતરતાં હતાં, ત્યાં જ ફોનની ઘંટડી રણઝણી હતી.

અવિનાશના ફોનની ધારણા સાથે- તે ઉમંગભેર દોડી હતી પણ ફોન કોઈ અજાણી સ્ત્રીનો હતો.

‘‘આરતીદેવી- હું તમારી હિતેચ્છું છું, પ્રશંસક પણ છું જ. આશા રાખું છું કે તમે એકાકી જ હશો. તમારી આજુબાજુ કોઈ નહિ હોય...’’

‘‘બોલોને બેન, શી વાત છે? તમારી ઓળખાણ પણ આપો. તમારો અવાજ જાણીતો લાગતો નથી...’’ આરતીની અધીરાઈ વધી પડી. તેણે ત્વરાથી ઉમેર્યું, ‘‘હું એકલી જ છું. મારા ખંડમાં છું.’’

‘‘જો- આરતીદેવી- મારે તમને એક સમાચાર આપવાના છે. તદ્દન સાચી વાત, તમારી જિંદગીને અસર કહી રહી છે એવી. તમે સાવ એકલા છો, એથી મને બીજી ચિંતા થાય છે. સમાચાર જાણીને તમે સ્વસ્થ નહિ રહી શકો તો તમને સંભાળનાર પણ કોઈ નહિ રહે...’’ પેલો અવાજ અટકયો. જો કે પેલી અજાણી સ્ત્રીના અવાજમાં સરળતા અને સહાનુભૂતિ ભળેલાં હતાં.

‘‘બોલી જ નાખોને બેન, મને લાગે છે કે તમે સારી વ્યક્તિ જ છો. અને- હું કાંઈ સાવ મૃદુ અને કોમળ તો નથીજ, માણસ જ છું. મારું હિત-અહિત સારી રીતે સમજી શકું ચું- તમે કહી જ નાખો- કશું જ છૂપાવ્યા વિના- બેઘડક- પણ કશું ખોટું તો ન હોવું જોઈએ...’’ આરતીના અવાજમાં મક્કમતા આવી ગઈ.

જો કે તેનું ભીતર કંપતું હતું. હથેળી પર પરસેવો બાળવા લાગ્યો હતો. ચ્હેરા પર ગભરાટના ભાવો પથરાઈ ચૂક્યા હતાં. આંખોમાં કૂતુહુલ ડોકિયાં કરતુ ંહતું. ફોનનું રીસીવર તેણે બમણા જોરથી પકડ્યું.

‘‘બોલો - બેન... તમે... ’’ તેનાં અવાજમાં તીવ્રતા ભળી હતી. હવે વધુ વિલંભ સહી શકે તેમ ન હતી.

જે સત્ય બહાર આવ્યું, એ વસમું હતું, અણધાર્યુ હતું. પેલી અજાણી સ્ત્રીએ પૂર્વભૂમિકા બાંધી હતી છતાં પણ આરતી નખશિખ હચમચી ગઈ હતી.

‘‘આરતીદેવી... આપ આપના પતિની હિણી વાત સાંભળી શકશો? અવિનાશબાબુ વિરાજ નામની સ્ત્રીના ગળાડૂબ પ્રેમ માં છે. છેલ્લાં કેટલાય સમયથી આ સંબંધો ચાલે છે. આપના પ્રતિ મને લાગણી છે- એ બળે જ તમને આ સત્ય જણાવું છું...’’

‘‘આભાર- બેન...’’ બોલતાં બોલતાં આરતીનો સ્વર કરડાઈ ગયો. રીસીવર ધ્રુજીને હાથ માંથી સરકી ગયું સાચેસાચ તે સ્વર્ગ પરથી પટકાઈ પડી હતી.

‘‘પેલી સ્ત્રી જ જુઠી નહિ હોય એવી શી ખાતરો?’’ આરતીને એક ક્ષણ થઈ આવ્યું. તેના સ્વરમાં સચ્ચાઈનો રણકો હતો. તે સહજ રીતે વાત કરતી હતી, આરતીને યાદ આવ્યું.

‘‘એ તો અભિનય પણ હોઈ શકે...’’ મન દલીલ કરતું હતું. આરતીની મનોસ્થિતિ જ એવી હતી કે તે આ વાતને સ્વીકારતા અચકાતી હતી. સાથસાથ ડર પણ અનુભવતી હતી કે આ સત્ય હશે તો...!

અવિનાશના વર્તનમાં જે જાતનું સુખદ પરિવર્તન આવ્યું હતું- એ વાત આરતીના ભીતરમાંથી ખસતી ન હતી. પતિના પ્રેમમાં ભલે અષાઢન ીહેલી ન હોય પણ શ્રાવણની ભીની ભીની જળ સિંકરો તો જરૂર હતી. આરતી સુખની ચુસ્કીઓ લઈ રહી હતી ત્યારે જ આ વિરાજ ટપકી પડી હતી.

વિરાજ? હા, વિરાજ... પેલીએ એ જ નામ આપ્યું હતું. આ પાત્ર સાચું જ હશે ને? કે પછી કલ્પનાની રમત? અવિનાશ પેલી આવી રમત કરે? આટલી હદે જાય?

મારાથી પણ પેલી વિરાજ આગળ નીકળી ગઈ? કેવી હશે એ વિ...? હું ગૌર નથી, એ કદાચ હશે ! એથી વિશેષ શું હશે?

આરતીનું મન વિહવળ થઈ ગયું તે ગજબની ઉલઝનમાં પડી ગઈ હતી. ઘડીભર પરિ માટે અશ્રદ્ધા જીન્મતી હતી તો બીજી પળે પતિનો પ્રેમ યાદ આવતો હતો. છેવટે તે એક વાત પર સંમત થઈ હતી.

‘‘આ વાતની સત્યતાની તપાસ શા માટે ન કરવી? દૂધનું દૂધ અને પાણીનું પામી, જે હશે- એખુલ્લું થસે. અવિનાશનો સાચો ચ્હેરો ખુલ્લો થશે. એ પછીજ આગળનો માર્ગ નક્કી કરી શકાય !’’ તેણે વિચાર કર્યો.

‘‘ પેલી સ્ત્રીની પણ પરીક્ષા થઈ જશે...’’ આરતી સ્હેજ હસી, તેના મનને જરા સાંત્વના પણ મળી.

‘‘પણ આ ચકાસણી કેવી રીતે કરવી? પેલી સ્ત્રી કેવી રીતે જાણી શકી હશે?

અરે, એ તો જુઠી પણ હોઈ શકે....’’

વિચારતાં વિચારતાં આરતીને અવિનાશના મિત્ર વલ્લભભાઈ યાદ આવી ગયા. તેઓ કામ જરૂર કરી શકે.

વલ્લભભાઈ અવિનાશના આત્મીય મિત્ર હતા. વયમાં થોડા મોટા હતા, એથી વડીલની ભૂમિકા પણ ભજવી શકતા હતા, અવિનાશને કશું કહી શકે તેવી આ એક મિત્ર વ્યક્તિ હતી, વળી તેમને આરતી માટ ેઅપાર લાગણી હતી. તેમની પત્ની ભદ્રા મનમોજી અને આખાબોલી હતી. આરતીને ભદ્રા સાથે સારુ બનતું હતું. ભદ્રાના વાતો પરથી અનુસાન થઈ શકતું હતું કે તેઓ બન્ને સુખી હતાં. ભદ્રા સાથે અંગત વાતો પણ થતી. જ્યાં આત્મીયતા હોય ત્યાં કોઈ બધન કે સીમા હોતાં નથી. ભદ્રા ક્યારેક પતિની અંગત વાત પણ છેડી બેસતી. હળવી મજાક પણ પણ ચઢી જતી, પરંતુ ક્યારેય તેના હોઠો પર દાંપત્ય જીવનની નરસી વાત આવતી ન હતી. પતિ માટે માન અને લાગણી વ્યક્તિ થતાં હતાં.

આરતીને ક્યારેક ભદ્રાના દાંપત્ય- જીવનની મીઠી ઈર્ષા થતી હતી. પોતે વધુ સંપતિવાન હતી, પણ વધુ ભાગ્યશાળી તો ન જ હતી.

‘‘એ લોકો ખરેખર જીંદગી માણે છે.’’ આરતીથી બોલાઈ જતું જો કે તેણે ક્યારેય આ વાત અવિનાશને સ્પષ્ટ રીતે કહી ન હતી. ભદ્રાને મળવાનું બનતું ત્યારે આરતી સ્હેજ વિચલિત બની જતી હતી. ભદ્રા આટલાં વર્ષ પછી પણ સંતાન સુખથી વંચિત હતી. આ કમી પણ તે સાવ હળવી રીતે લઈ લેતી હતી.

‘‘આરતી... આપણે જેટલાં ભી જાઈ શકીએ એપમો અષાઢ, કોરાં રહી જઈએ એ માટે પછી ક્યાં સુધી વ્યથા અનુભવવી? પાયલ પર તું વ્હાલ ઢોળીશ- એ પણ ક્યાં સુધી? અમુક સમયે તો આપણે એને માયાના વર્તુળમાંથી દૂર કરવાની જ છે. પુત્ર હોય તો એમ જ બનવાનું છે. મને આ કમી જરૂર લાગે છે પણ મેં મનને અનુરૂપ બનાવ્યું છે.

મને એ દુઃખ બહુ ડંખતું નથી. આરતી.. આખરે તારી પાયલ પર પણ મારો અધિકાર તો ખરો જ ને. આન્ટી બનીને પણ હું તરસ છીપાવી શકું ને.’’

ભદ્રા ક્યારેક આમ પણ કહેતી, ‘‘આરતી- મારો પતિ પણ ક્યારેક બાળક બની જાય છે. હું ક્યાં એકેય સુખથી વાંચિત છું?’’ તેના ગાલ પર લજ્જાની લાલાશ ધરી આવતી.

ભદ્રા વિશે વિચારતી ત્યારે આરતી કાયમ હીનભાવ અનુભવતી હતી. ‘‘ખરેખર- ભદ્રા સુખી છે... મારી તુલનામાં તો અનેક ગણી...’’

વિરાજ વિશે જાણ્યા પછી આરતી અનેક દિશામાં વિચારવા લાગી. અરે, તેને વિરાજ પણ વિચારો આવવા લાગ્યા. એ સ્ત્રીમાં એવું છે શું હશે કે અવિનાશ જેવો અવિનાશ પણ તેના આકર્ષણમાં આવી ગયો? કોઈ ધંધારી સ્ત્રી હશે? કે પછી સભ્ય સમાજમાંથી આવેલ સ્ત્રી હશે? ગમે તે હોય પણ તે પોતાને મહાત કરી ગઈ હતી. ભદ્રા સામે પણ તે હારી ચૂકી હતી અને આ નવી સ્ત્રી સામે પણ તે -હારી ચૂકી હતી. શીશી ખરાબી હતી તેના માં? શું ખૂટતું હતું? આરતી એક સીધી સાદી ગૃહીણી હતી, માતા હતી, પત્ની હતી, પત્ની હોવાનું તેને ગૌરવ હતું- અવિનાશની આ બધું હોવાં ઉપરાંત, તે એક સ્ત્રી હતી જાજરમાન અને પ્રતિષ્ઠા સંપન્ન સ્ત્રી હતી- પેલી સ્ત્રી તેની વિશાતમાં નગણ્ય હતી છતાં તે જીતી ગઈ હતી. આરતી પરાજ્યની લાગણી અનુભવતી હતી.

‘‘આ વાત અન્ય કોઈને કહેવાનો પણ શો અર્થ હતો? વલ્લભભાઈને કે ભદ્રાને ? પતિની શરમ કતાની સાથો સાથ આ મારી પણ... શરમકથા ગણાય.... એ કરતાં તો બહેતર છે કે પેલી વિરાજના ભાવને જીવનભર સહી લેવો.’’

આરતી અંતિમવાદી બની ગઈ. તેના સ્વમાની સ્વભાવને આ અનુકૂળ નિર્ણય હતો.

‘‘અનુકુળ થવાનો પ્રયત્નો જરૂર કરીશ, પરંતુ શરણાગતિતો હરગીઝ નહિ..’’

તે હોઠો ભીંસીને બોલી હતી, ‘અવિનાશ વ્યસ્ત છે. -હું પણ મારા મનગમતા વિષયમાં વ્યસ્ત છું. આવું તો બને જ. એનો અર્થ એ તો નથી કે... અવિનાશે કોઈ વિરાજ સાથે સંબંધ જોડી દેવા? મને શું તે એના મનની વાત ન કહી શક્યો હોત? શું એટલો તંતુ પણ બચ્ચો નથી આ સંબંધમાં કે- તેમને અધિકારીપૂર્વક કશું કહી શકે? ખરેખર તો હું- એ ક્ષણો માટે તરસું છું...’’

આરતીએ મક્કમતાથી નિર્ણય કર્યો હતો કે તે આ વાત કોઈને પણ નહિ કહે. હા પોતે પતિના ચ્હેરાને અને ભીતરને અવલોક્યા કરશે, તેનાં વર્તનને નીરખ્યા કરશે. તેના વચનોની સચ્ચાઈ ને ચકાસ્યા કરશે... પેલી અજાણી સ્ત્રી વિરાજને શાંતિથી પડકાર્યો કરશે. આમ સ્હેલાઈથી હાર સ્વીકારી નહિ લે.

નવા આત્મવિશ્વાસની ઝલક તેના સમગ્ર અસ્તિત્વ પર સવાર થઈ ગઈ. પાયલ ‘ડેેડી’ ની પ્રતિક્ષા કરી રહી હતી.

‘‘ મમ્મી-કહેને, ડેડી ક્યારે આવશે- મારા ઘુંધરુ લઈને?’’

પાયલનો વિશ્વાસ અડીખમ હતો જ્યારે આરતી ભીતરથી તૂટી ચૂકી હતી. પુત્રીના મને બીજી દિશામાં વાળવા માટે આરતીએ પ્રયત્ન કર્યો.

‘‘ચાલ બેટા, આવી સરસ સવાર છે. પરસાળમાં મીઠો મીઠો તડકો નૃત્ય કરી રહ્યો છે. ચાલ આપણે બન્ને પણ નૃત્યમાં તાલ પુરાવીએ, મજા પડશે.’’ પાયલ તરત જ તૈયાર થઈ ગઈ.

બન્ને એ વેશ બદલી લીધાં, કેશલતાને બાંધી લીધી. પગમાં ઘુંઘરું બંધાઈ ગયાં. શીતળ ભીનાં વાયરાથી છલોછળ વાતાવરણમાં ચાર ચાર ઘુંધરુઓ ઝણકવા લાગ્યાં. પગના ઠેકાં લેવાવાં લાગ્યાં. સંગીતનનું માધુર્ય ખળ ખળ ખળ નિર્ઝરવા લાગ્યું. આરતી પુત્રી ખાતર નૃત્ય કરી રહી હતી. પાયલની ખુશીનો પાર ન હતો. તેના નાના હાથ પગ હવામાં વર્તન કરી રહ્યા હતા. તેનો કોમળ ચહેરો શ્રમથી લાલધૂમ હતો. તેની આંખો ઘડીમાં જાતને નીરખની હતી, તો ઘડીમાં તેની માતાના અંગભંગો અને ભાવ અભિવ્યક્તિને અવલોકતી હતી. વળી ક્યારેક સામેની લીલીછમ વૃક્ષઘટાને આંખોમાં ભરી રહી હતી.

‘મમ્મી આ બરાબર છે ને? વચ્ચે વચ્ચે તે ઉત્સાહથી આરતીને પૂછી લેતી હતી. ‘‘હા બેટા...’’ આરતી પુત્રીને બહેલાવતી હતી. તે નૃત્ય કરી રહી હતી પણ તેનું

મન એમાં સ્થિર થતું ન હતું. તેને અનેક વિચારો આવતાં હતાં. અનેક પાત્રો તેના આસપાસ ઘુમરાતાં હતાં. અવિનાશ, વિરાજ, જયા, ભાભી, વિનાયકભાી, મૃત માતા પિતા ભદ્રા, વલ્લભભાઈ, ફોન કરનાર પેલી અજાણી સ્ત્રી...

અનુભવી હાથ-પગ હલનચલન કરી રહ્યાં હતાં. સમય સરકતો જતો હતો. તડકામાં તીખાશ ઉમેરાતી હતી. અચાનક આરતીના દેહમાં કશું થવાં લાગ્યું, પેટમાં કસું ઘુમરાવાં લાગ્યું. તેના હાથ, પગ, ચહેરો શિથિલ થવા લાગ્યાં. આરતી પરશાળની ફરશ ર પડી ગઈ.

પાયલની ચીસ સાંભળીને નોકર વર્ગ દોડી આવ્યો. ટેકો લઈને આરતી શયનખંડમાં આવી. તેને ઉબકાં આવતાં હતાં.

આરતી ઉળી ઉઠી, તેનો ભય સાચો પડ્યો. થોડાં સમય પહેલા તેણે જે ઈચ્છયું હતું એમ જ બન્યું હતું. તેનો ચહેરો ભાવવિભોર બની ગયો.

ડોકટરે પણ તેના અનુમાનનું સંમર્થન કર્યું. ‘‘આરતીદેવી એક સારા સમાચાર છે. તમારા માટે અને અવિનાશબાબુ માટે. યુ હેવ કન્સીન્ડ, કાલે જરા કલીનકી પર આવી જ્જો, ટેસ્ટ કરી લઈએ.’’

‘‘આરતીદેવી યુ હેવ, નાઉ ટુ ફોલો સમ’’ ડોકટરે નાનું સંભાષણ આપ્યું.

‘થેં કર્યુ ડોકટર, ધીસ ઈઝ માય સેકન્ડ કન્સીવમેન્ટ.’’ આરતી ધીમેથી બોલ. તેના મુખ પર લજ્જાની લાલી પથરાઈ હતી.

મા બનવાનું સૌભાગ્ય તે પ્રાપ્ત કરવાની હતી.

આરતીને મૂંઝવણ થતી હતી કે અવિનાશને ક્યા સમાચાર આપવા, આ કે પછી પેલી વિરાજ ના? તેનું થતું હતું કે એક પણ સમાચાર તેને ન આપવા. આ કાં પ્રેમની ઘટના ન હતી. વિરાજ પરના પ્રેમનો એક અંશ કદાચ તે પામી હતી. આરતીનું મન કડવાશથી ભરાઈ ગયું.

પાયલ ખુશખુશ હતી. તેના પપ્પા તરથી સરસ મઝાના ઘુંઘરું ની જોડ મળી હતી. એ ઉપરાંત પણ અનેક ભેટો હતી. અવિનાશે આરતી માટે ઘુંઘરું ખરીદ્યાં હતાં.

‘‘આરતી, જો કે આમાં મને સમજ ન પડે, જાણકરાને સાથે રાખવા પડ્યા હતા. કેમ કે?’’ અવિનાશ પ્રેમથી કહેતો હતો. પાસે ઉભેલી પુત્રી પાયલ ખુશીથી ઉછળતી હતી. ‘‘સરસ છે-’’ આરતી સ્મિત લાવતા બોલી. પ્રસન્નતા દેખાડવા માટે તેને ખાસ્સી મથામણ કરવી પડતી હતી. ‘‘ઘુંઘરું ખરીદવા જાણકારને સાથે રાખવા પડ્યા હતા. અવિનાશ, કોણ હતું એ? પેલી વિરાજ તો નહોતી ને?’’ આરતીના ભીતરમાં આ શબ્દો ઘૂમરાતાં હતાં.

એક ક્ષણ થઈ આવ્યું કે આટલી લાગણી બતાવનાર પતિ શું આવો હોય શકે?

ભીતરમાં કશું હોય તો જ બહાર આવી શકે.

‘‘તું અસ્વસ્થ લાગે છે, આરતી? મારા પર નાખુશ તો નથી ને?’’ અવિનાશે પત્નીની નિકટ આવીને પૂછ્યુંં : આરતી શરમાઈ ગઈ. તેની તેની જાત પર લજ્જા આવી. ‘‘અરે, આવા પ્રેમાળ પતિ પર હું નાહક વહેમાંઉ છું.... પેલો ફોન તો ખોટો પણ હોય શકે....’’

પરિતાપ કરતી હોય એ રીતે આરતી બોલી ઉઠી‘‘અવિનાશ, મને ગમ્યું... તમે આવ્યા એ પાયલ ખુશખુશ થઈ ગઈએ, મારૂં રોમરોમ પુલકિત થઈ ગયું...’’

પાયલની હાજરીના પરવા કર્યા વગર તે પતિને વળગી પડી.

‘‘મારે પણ તમને એક સારા સમાચાર આપવાના છે...’’ તે ભાવદ્‌ થઈને બોલી. ‘‘આરતી, અનુમાન કરી શકું છું... પણ તારા મુખે જ સાંભળવા ઈચ્છું છું...’’

અવિનાશનો હાથ આરતીના પેટ પર ફરતો હતો.

‘‘ઓહ ! ભારે લુચ્ચા છો. જાણી ગયા પછી મારે શું કહેવાનું હોય !’’ આરતીએ આંખો મીંચી દીધી. તેના હાથની પકડ મજબૂત કરી.

‘‘પાયલને એકલુ ંએકલું ન લાગે, ખરું ને?’’ અવિનાશે આરતીના ગાલ પર હોઠ મુકી દીધી. આરતી હસી પડી. તેના ચહેરા પર લજ્જા ફરી વળી.

પાયલ ઘુંઘરુ પરિધાન કરીને તેના ખંડમાં નૃત્યના ઠેકાં લઈ રહી હતી.

‘‘મમ્મી, સસર લાગે છે. પપ્પા અહીં આવોને?’’ પુત્રોનો આનંદ ભર્યો સાદ બન્નેને મીઠો લાગત ોહતો. આરતી અચાનક તેને પૂછી બેઠી, ‘‘અવિનાશ- તમારે દુઃશ્મનો કેટલાં?’’

અવિનાશને પ્રશ્ન સમજાયો નહિ. તે બોલ્યો, ‘‘આરતી, અત્યારે કોઈ આવી ચડે એ મારો દુઃશ્મન...’’ તેણે પત્ની ને ઉંચકીને ગોળ ગોળ ફેરવી. તેના ચહેરા પર સંતૃપ્તિના ભાવ નીતરતાં હતાં.

આરતીના મનમાં પેલી સ્ત્રી હતી. ટેલીફોન કરનારી, અત્યારે તે તેના પતિનું સ્નેહાળ સ્વરૂપ નિહાળી રહી હતી. ભાવવિભોર હતી. તે ધન્યતા અનુભવી હતી. આવો અવિનાશ શું -આવો પેલી સ્ત્રી કહેતી હતી એવો હોઈ શકે? તેનું દિલ અસ્વીકારી કરતું હતું. વ્યસ્તતાના કારણે પતિ તેના માટે સમય ન આપી શકે. પણ જ્યારે આવો અવકાશ સાંપડે ત્યારે તો તે ન્યાલ કરી દે છે. અષાઢની માહક ભીંજવી દે છે. નક્કી પેલી સ્ત્રી જુઠી તરકટી ઈર્ષાળુ શો આશય હશે તેનો? શું તે મારો માળો છિન્નભિન્ન કરી નાખવા માગતી હશે?

અને આથી જ તે અવિનાશને પૂછી બેઠી હતી. પેલો પ્રશ્ન, અવિનાશ તમારે દુઃશ્મનો કેટલાં? અવિનાશે તો પ્રશ્નને સાવ હળવાશથી લીધો હતો. હવે ફરીથી આ વાત ઉખેળવાનો કશો અર્થ ન હતો.

આખી સવાર અને બપોર આનંદમાં પસાર ગઈ હતી. પાયલ તો પછી તૈયાર થઈને તેની નર્સરીમાં ગઈ હતી. આ બધો સમય આરતી પતિની સાથે જ હતી. જિર્ણવેલ ફરી સજીવન થઈ હોય તેમ લાગતુ ંહતું. પેલી સ્ત્રી યાદમાંથી ભુંસાઈ ગઈ હતી.

સાંજ થતાં જ અવિનાશમાં પરિવર્તન આવી ગયું હતું. તે પલંગમાંથી ઉભો થઈ ગયો હતો.

‘‘બસ, હવે કામમાં ડૂબી જાઉં. અનેક કામો મારી રાહ જોતાં હશે.’’ અવિનાશના ચહેરા પર ખુશી છલકાતી હતી.

આરતીને થતું હતું કે પતિ રોકાઈ જાય- સાનિધ્યની ક્ષણો હજુ લંબાય. પણ એ શક્ય કયાં હતું? આવડી મોટી ઈન્ડસ્ટ્રીનો માલિક પત્નીની સોડમાં કેટલો સમય પડ્યો રહે? જવાબદારીઓ વહન કરવાની ન હોય? તેણે પતિનો રોક્યો નહિ, માત્ર એટલુ ંન કહ્યું :

‘‘અવિનાશ - રાત્રે તમારી પ્રતિક્ષા કરીશ....’’

અવિનાશ હસ્યો. એ હાસ્યમાં ઘેલી પ્રિયાને મનગમતો ઉત્તર મળી ગયો.

સાંજ ઢળી રહી હતી. અસ્તાચળ તરફ ઘસી રહેલા સૂર્યના પ્રકાશમાં ઝાંખાશ આવતી જતી હતી. પૃથ્વી પર લાંબા પડછાયાઓ જામનની માફક પથરાતાં જતા ંહતાં. ‘ઝાંઝરના પ્રાંગણમાં ખીખેલા ફૂલ- છોડોની મીઠી સુગંધથી વાતાવરણ તરબત્તર હતું. આરતી પણ તરબત્તર હતી. પતિએ આણેલી ઘુઘરુની ચોડ ટીપોય પર પડી હતી. તેના મનમાં આનંદનો ધોધ વરસતો હતો, તે તેના આનંદમાં કોઈને ભાગીદાર બનાવવા માંગતી હતી.

અચાનક તેને ભદ્રા યાદ આવી. ‘‘લાવને, તેને રીંગ કરૂ.’’

આરતી ફોન તરફ જતી હતી ત્યાં જ ‘રીંગ’ વાગી‘‘હેલો’’ તેણે રીસીવર હાથમાં લીધું. કદાચ ભદ્રાનો ફોન જ હશે... અવિનાશનો પણ હોય. તે વિચારતી હત. પેલી અજાણી સ્ત્રીનો અવાજ સંભળાયો. આરતીનો રોષ પ્રજવળી ઉઠયો.

‘‘આરતીદેવી...’’ સામેથી સ્વર સંભળાયો.

‘હા, બોલો, શું વધુ કહેવું છે મને, ભલી બાઈ?’’ આરતી કટાક્ષમા ંબોલી. તેણે રોષને નિયંત્રણમા ંરાખ્યો હતો. ‘‘આરતી દેવી, તમારી દ્વિધા હું સમજું છું. તમે

મારી વાતો સ્વીકારતા અચકાવ છો. કોઈ પણ વ્યક્તિ માટે આ સહજ ગણાય. વિશ્વાસનું તૂટવું એ કાંઈ નાની ઘટના ન જ ગણી શકાય.’’ તે થોડી અટકી.

આરતીને થયું કે આના વાતો સાંભળી તો લેવી જ, ભલે કશો દમ ન હોય. કોઈની ચાલ હશે તો એ પણ પારખી શકાશે.

‘‘હું’’- તેણે એકાક્ષરી જવાબ વાળ્યો.

‘‘આરતીદવે, આપની સામે મોટો વિશ્વાસધાત થઈ રહ્યો છે. મને આવી વાતોમાં અંગત રીતે જરા પણ રસ નથી. એ વાત સ્પષ્ટ રીતે સમજી લેજો. આ તો તમારી પ્રત્યેની લાગણીથી વિવશ થીને તમને ચેતવી રહી છું. તમે મને ન ઓળખો એ સ્વાભાવિક ગણાય, પણ હું આપને ઓળખું છું. નજીકથી જાણું છુ અને એથી જ...’’ પેલી સ્ત્રી શ્વાસ લેવા થંભી.

‘‘તમે મને રૂબરૂ શા માટે મળતાં નથી?’’ આરતીને પ્રશ્ન પૂછ્યો. તે એ સ્ત્રીને ચકાસી રહી હતી.

‘‘ના, એ શક્ય નથી જ, આરતી દેવી... હું રહું એ જ યોગ્ય રહેશે. પેલી વિરાજ કસૂરવાન છે કે નહિ એ હું જાણતી નથી. સંભવ છે કે એ છોકરી લાચાર હોય, કદાચ આપના પતિની સંપતિથી પણ આકર્ષાઈ હોય... ગમે તે હોય, આપ તો ભોગ બનો જ છો. આપને મંજૂર હોય તો મને કશો વાંધો નથી, પણ મને નથી લાગતું કે આપને આ સંબંધ મંજૂર હોય...’’ પેલો સ્વર અટક્યો. આરતીનું હૃદય પુનઃ કંપન અનુભવવા લાગ્યું. આ ખરેખર તો નહિ હોય ને? શું પ્રમાણ એનું? આવી વાતો કરીને આ સ્ત્રી કશું પ્રાપ્ત કરવા ઈચ્છતી તો નહિં હોય ને?

‘‘બેન, તારી વાતો તો મેં સાંભળી. પમ સત્યતાનું પ્રમાણ શું? આવી વાતો આધાર વિના કેમ માની લેવી? ‘‘આરતીએ શબ્દો ગોઠવી ને ઉત્તર વાળ્યો. પેલી શો જવાબ આપે છે. એની ઉત્કંઠા મનમાં સળવળવા લાગી.

‘‘ આરતીદેવી, સાંભળો. અત્યારે આપના પતિ વિરાજના નિવાસ સ્થાને વિરાજમાન છે, કદાચ વિરાજમય હશે, તપાસ કરી શકો છો. મારો કશો સ્વાર્થ નથી. તમે ભોળો છો... એથી જ તમને મદદ કરી રહી છું.’’ પેલી સ્ત્રીએ ફોન કાપી નાખ્યો. આરતી આગળ વાત કરવા ઉત્સુક હતી, પણ લાચાર બની ગઈ. પંખી ગગનમાં

વિહરતું હોય અને ઓચિંતા જ પાંખો કપાઈ જાય એવું થયું. આરતીના બન્ને હાથો મસ્તક પર મૂકાઈ ગયાં. તેણે આંખો મિંચી દીધી. શું સમજવું આ વાતોનું? તેણે પ્રમાણ તો આપી દીધું હતું.

એનો અર્થ એ થયો કે તેની સાથે જે થઈ રહ્યુ ંહતું- એ દંભ હતો, દેખાવ હતો, એક રમત હતી.

આરતીએ તરત જ અવિનાશની ઓફિસે ફોન જોડ્યો. ટીન-ટીન ટીન ઘંટડી રણકતી જ રહી. તેણે અવિનાશના અંગત મદદનીશ પર ફોન લગાડ્યો.

‘‘હેલો-’’ મેનેજર શર્માનો જાણીતો અવાજ સંભળાયો.

‘‘આરતીદેવી- હોલ્ડીંગ સાબ નહિ હૈ?’’ આરતી એ તેની શર્મા ના અવાજમાં આશ્ચર્ય હતું.

‘‘ક્યા ચલતા હૈ શર્માજી?’’ આરતી રૂઆબથી બ ોલી.

‘‘બસ-સાબ કા ઈંતેઝાર કર રહે હૈ. આપકો કુછ કામ હૈ, મેડમ? બતાઈએ...’’ શર્માના અવાજમાં વિનમ્રતા હતી.

‘‘બસ ઐસે હી ફોન કર દિયા.. સાબ કા ક્યા ઠિકાના? વે તો બમ્બઈ સે ડાયરેકટ ઓફિસ મેં ભી આ જાતે હૈ...’’ આરતી હસીને બોલી.

‘‘સચ હૈ -આરતીજી.. મગર સાબ કભી સામકો યહા નહિ આતે...’’ શર્માએ સહજ રીતે કહ્યું,‘‘દૂસરે સીડયુલ્સ ભી હોતે હૈ...’’

શર્માના અવાજમાં કટાક્ષ, કટુતા કે મજાકના ભાવ ન હતા, એ આરતીએ નોંધ્યું. સાથો સાથ- પેલી વાતની, પેલી અજાણી સ્ત્રીએ કહેેલી વાતની પૂર્તિ પણ થઈ ગઈ હતી. ‘‘સાબ સ્ત્રીની વાતમાં તથ્ય તો છે.’’ તે બબડી. પતિની સાંજની પ્રવૃત્તિ શંકાસ્પદ હતી. તેના ઘર તેમજ ઓફિસમાં ગેર મૌજુદગી પૂરવાર થતી હતી. કોઈ વિરાજ પ્રતિ શંકાની સોય સરતી જતી હતી.

હજુ પાંચ મિનિટ પહેલા જ - પેલો અજાણ્યો ફોન આવ્યો હતો અને થોડા સમયમાં જ એ વાતને સમર્થન મળ્યુ ંહતું. એ વાત તો નક્કી જ હતી કે પેલી અજાણી સ્ત્રી અવિનાસ વિસે રજે રજ વાતો જાણે છે. એે જો વિશ્વાસમં લેવામા ંઆવે તો વધુ વાતો જાણી શકાય. બીજી વાત પણ સ્પષ્ટ હતી કે તે સ્ત્રીને આરતી પ્રતિ કોમલ લાગણી હતી, તે લાભ ઉઠાવવાનું વૃત્તિ ધરાવતી ન હતી. ખરેખર તો તે મદદ કહી રહી હતી.

પોતાના સંસાર પર એક મોટો આઘાત લાગ્યો હતો. અવિનાસે આ વાત આરતીને કહી હોત ત ોઆટલો આઘાત ન લાગત. પતિ પોતાનો ગમા અણગમાની ચર્ચા નિખાલસપણે આરતી સાથે ફરી શક્યા હોત. આરતીમાં આવી કરવાનાં ધૈર્ય અને ગાંભીર્ય બન્ને હતા. અરે, સાંભળી લેવા જેટલી ભૂમિકા તેમે કેળવી જ હતી.

કોઈ પણ સંબંધોમાં ભરતી ઓટ તો આવે, આવી શકે. સ્ત્રી- પુરુષના આ સંબંધો તો ખૂબ સંવેદનશીલ છે. એ તો આ સંબંધ ચાલી શકે તેવો ન લાગ્યો હોત તો એ જરૂર એ વાત પત્નીને કહી શક્યો હતો. આરતીએ તેનો પ્રત્યાઘાત વાળ્યો હોત, શબ્દોથી અથવા મૌનથી કશીક પરિણામરૂપ ઘટના જરૂર ઘટી હોત. આરતીને દુઃખ લાગ્યું હોત, ભીતરમાં ક્યાંક ચરર્યુ હોત, તે રડી હોત પણ તેમ છતાં પણ કશાક, ગમે તેવા પણ પરિણામ પણ તેઓ પહોંચ્યા જ હોત. એ રીત યોગ્ય ગણાત, પણ આ તો છેતરપીંડીનો માર્ગ પસંદ કર્યો હતો. લાગણીહીનતીને છલનાનું વસ્ત્ર પહેરાવીને ક્યાં સુધી સંતાડી શકાય ! એ કરતાં તો નરી પારદર્શકતા શું ખોટી ! આરતી વિચારી રહી હતી. અવિનાસ કદાચ બન્ને સ્ત્રીઓને છેેતરી રહ્યા હતા. આ કેવી કાયરતા હતી.

આરતી વિષાદમાં ડૂબી ગઈ. થોડી ક્ષણો પહેલાના પોતીકી લાગતી આ હવેલી પારકી લાગવા માંડી. જે સંબંધને પ્રેમ અને સમજણનો પાયો જ ન હોય, એ ઈમારતના અસ્તિત્વનો કશો અર્થ જ નથી રહેતો. ‘ઝાંઝર’ ની વિશાળ અને ભવ્ય કાયા ધ્રુજી રહી હતી. આરતીનું મન ઉઠી ગયું. તેણે પાસે રમતી પાયલને હૈયા સરસી ચાંપી અને ચુંબનોથી નવડાવી દીધી. તેની આંખો ભીની થઈ ગઈ.

આવી વાત-ભાઈ ભાભીને જણાવવાનો શો અર્થ હતો? વલ્લભભાઈ કે ભદ્રા પાસે પોતાની દીનતાનો એકરાર કરવાનો પણ અર્થ ન હતો. બસ સમસમીને બેસી રહેવું? અવિનાશની છલનાઓ નીરખ્યા કરવી? વિરાજની છાયા બનીને અવિનાશમાં રહેલા પુરુષને સહ્યા કરવો? કે પછી અવિનાશને છોડીને ચાલ્યા જવું? આરતીને અનેક વિચારો આવતા હતા. પાંચ છ વર્ષની પાયલની તે માતા હતી અને વળી એક નવાં જીવને ધારણ કરીને બેઠી હતી.

શા માટે ચાલ્યા જવું? આરતીને વિચાર આવી ગયો. આ સંજોગોમાં કાં આ યોગ્ય માર્ગ ન હતો. આમાં યોગ્ય રીતે વર્તનારને ભાગે સહન કરવાનું જ હતું. અવિનાશ જેવાં સંબંધો તેણે બાંધ્યા હોત તો? તો અવિનાશના પ્રતિભાવો કેવાં હોત? અરે, તે સહી શક્યો જ ન હોત, પત્નીનો ત્યાગ કરતાં પણ અચકાયો ન હોત.

તો પછી મારે શા માટે સજા સ્વીકારી લેવી? બસ, જોયા કરીશ- ચકાસ્યા કરીશ- અવિનાશમાં રહેલાં પુરુષને પાયલ પર ક્ષુબ્ધ સંબંધના પડછાયા ન પડે- એની કાળજી રાખીશ શક્ય હશે તો પેલી વિરાજન ેપણ ઓળખી લઈશ. જાણી લઈશ. નાણી લઈશ. એ તો એક સ્ત્રી છે ના? તે શુ ં બીજી સ્ત્રીની સંવેદનાને સમજી નહિ શકે? મારે માત્ર એ વિરાજને સમજવી છે. તેની સાથે વાત કરવી છે બાકી અવિનાશ સાથે આ પ્રશ્ન છેડવો નથી. એ ભૂમિકા તો સંદતર બદલાઈ ગઈ છે. હવે સંવાદો ન શેભે એકાળ તો ક્યારનોય ચાલ્યો ગયો હતો.

સૂર્યાસ્ત થઈ ચૂક્યો હતો. પૃથ્વી પરનો ઉજાસ ઝંખવાતો જતો હતો. પવન શાંત થઈ ગયો હતો. વૃક્ષોના પર્ણો સ્હેજ સાજ મર્મરતા હતા. શહેરનો આ શાંત વિસ્તાર વધુ શાંત બન્યો હતો.

‘ઝાંઝર’ હવેલી અને આખો વિસ્તાર વિધવિધ દિપોથી ઝળહળી ઉઠયો હતો. આરતીએ પણ મક્કમ નિર્ણય કરી લીધો હતો. સ્નાન કરીને તેને સાદા વસ્ત્રો ધારણ કર્યા. પ્રસન્નતાથી પૂજા કક્ષમાં મૂર્તિ સામે બેસી ગઈ. મૂર્તિનું મોહક રૂપ તેણે શ્રદ્ધાથી અવલોક્યું, પછી આંખો બિટીને ધ્યાનસ્થ મુદ્રામાં બેસી ગઈ. આવતાં વિચારોના ટોળાને હડસેવવા લાગી. મુશ્કેલ કામ હતું. કંઈક અંશે પ્રભુમય બની શકી.

દિપશિખાઓ આમતેમ ચલિત થતી હતી. ધુપસલાકાઓ વાતાવરણને સુગંધીત કરી રહી હતી. આરતીને ધ્યાનનો મહાવરો હતો. તે મનને પેલા મોહક આકારમાં પરોવી શકી હતી. તેના દૈદિપ્યમાન ચ્હેરા પર પ્રસન્નતા છલકાતી હતી. શ્વાસ ધીમી ગતિથી ચાલી રહ્યો હતો.

આરતીએ વિચાર્યુ હતું કે તે આજે રાત્રે પતિ માટે શૃંગાર સજશે, પતિ માટો મોહક રૂપ ધારણ કરશે... તે એટલે ખુશ હતી, સંતુષ્ઠ હતી. પણ બધું જ બદલાઈ ગયુ ંહતું. સમયના એક નાનકડા ભાવમાં સમૂળદી દિશા બદલાઈ ગઈ હતી.

ધૂપસળી જળી રહી હતી, આરતી સ્વસ્થ અને શાંત હતી.

બરાબર એ જ સમયે, વિરાજ અવિનાશને કહી રહી હતી, અવિનાસ, તમારી પાસેથી ઘણું પામી છું. હું સંતુષ્ઠ છું. મારા સ્થાનનો મને સંપૂર્ણ ખ્યાલ છે. બસ, હવે

માત્ર એક જ ઈચ્છા છે...’’

અવિનાશ પણ આનંદ -પરિસીમા પર હતો. વિરાજ માટે આણેગી અનેક ભેટો ખંડની ફરસ પર યથાવત પડી હતી. વિરાજ અવિનાશના આગમનથી ઘેલી બની ગઈ હતી. તેની આંખોના ઊંડાણમાં એ ખુશી વાંચી શકાતી હતી.

આણેલી ભેટો પ્રતિ વિરાજે એક અછડતી દૃષ્ટિ ફેરવી હતી. ‘‘અવિનાશ... તમે ઘણું આપ્યું છે... બસ એક જ કમી છે...’’તે લાડ કરતાં કરતાં કોમળ સ્વરમાં કહેતી હતી. ‘‘અવિનાશ, મારે - મા બનવું છે. માતૃત્વ પામ્યા વિના હું મારાં સ્ત્રીત્વને પામી નહિ શકું. બસ, પછી કશું જ નથી જોઈતું.’’ વિરાજના સ્વરમાં ભીનાશ હતી.

‘‘આજ તું ઘેલી થઈ છું -વિરાજ...’’ અવિનાશ હજુ ઉન્મતતાના શિખર પર હતો. વિરાજની વાત તેણે બેધ્યાનપણે સાંભળી હતી. તેને જરા વિચિત્ર તો લાગ્યું હતું. વિરાજ આવું વિચારી સકે એ તે માની શકતો ન હતો. આવી માગણી તેણે ક્યારેય પણ કરી ન હતી. આરતી ફરી ગર્ભવતી બની હતી એ વાત પણ તેણે વિરાજને કહી ન હતી, તો પછી વિરાજે આ વાત છેડી ક્યાંથી? પત્નીનો આનંદ તેણે જોયો હતો, માણ્યો હતો, અને હવે આ વિરાજ પણ માતૃત્વની ભીખ માગી રહી હતી. શું સ્ત્રી માત્ર આ પ્રાપ્તિને પરમ પ્રાપ્તિ માનતી હશે? આરતી કેવી ખુશ હતી? જિંદગીના સુખ દુઃખ બધું જ ભૂલીને એ સૌભાગ્યને માણી રહી હતી. તેના ચ્હેરા પર આનંદ અને વેદના બંને હતા. આખી પ્રક્રિયામાં આ બંને તત્ત્વો સાથસાથ જ રહેવાના હતા. પાયમલના આગમન સમયે પશુ આરતી આવી જ ઘેલી બની હતી. આ વિરાજ પણ... આરતી જેવી જ વાતો કરે છે. અવિનાશ - એ વિશે વિચારી રહ્યો હતો, ‘‘અવિનાશ... મારે મારામાં રહેલી સ્ત્રીને ઓળખવી... એક માતૃત્વ પ્રદાન કરો... બીજું કશું જ નથી જોઈતું... તમારી કશી જવાબદારી પણ નહિ રહે... તમારી ઈચ્છા હશે તો મુક્ત કરી દઈશ તમને.’’

હતો. હતો?

વિરાજ સાવ સહજ રીતે બોલી રહી હતી, પણ અવિનાશ અસ્વસ્થ બનતો જતો ‘‘અરે, કેવી ભયંકર વાત કરી રહી હતી. વિરાજ? તેની વાતોનો શો અર્થ થતો ‘‘વિરાજ આવું ન બોલ-આપણે શાંતિથી વિચારીશું.’’ તે ધીમેથી બોલ્યો, તેને પટાવી લેવાના આશયથી.

‘‘અવિનાશ... તમને આજ હું ઘેલી લાગતી હોઈશ... પણ હું સ્વસ્થ જ છું. સ્વસ્થ ચિત્તે તમારી સાથે વાત કરી રહી છું. મારી વાતમાં અનુચિત કશું નથી, મારે મારાં અધિકારની વાત કહેવી છે - એ માટે ગમે તે ભોગ આપવા તૈયાર છું. મને એક સૌભાગ્ય પ્રદાન કરો - પછી તમે મુક્ત...’

વિરાજે તેની વાત દોહરાવી હતી.

‘પછી તમે મુક્ત’ એમ બોલતી વખતે વિરાજ આનંદ અનુભવતી હતી, પરંતુ અવિનાશ તો છળી ગયો હતો. આ શબ્દો દ્વારા તે તેની મક્કમતા છતી કરતી હતી.

વિરાજનું આ રૂપ નવું હતું. તેની સાથેનો આ સંબંધ સરસ રીતે ચાલ્યો હતો. તે તેની વૃત્તિને અનુકૂળ હતી. તેની રસિકતા તે પિછાનતી હતી. તેના સાનિધ્યમાં અવિનાશ બધું જ ભૂલી જતો હતો, આરતી સુદ્ધા. આરતી કરતાં તે ભિન્ન હતી, ઘણી ભિન્ન હતી. સામા પ્રવાહે તરવામાં અને અનુકૂળ પ્રવાહે તરવામાં કેટલો મોટો તફાવત હોય છે? આરતીનો બૌદ્ધિક સ્તર પણ અવિનાશને મુંઝવતો હતો. વિરાજ સહેલાઈથી અનુકૂળ થતી સ્ત્રી હતી. આરતી સાથેના સંબંધમાં આ તત્ત્વની કમી હતી, અને એથી જ કદાચ અવિનાશે વિરાજની દિશા પકડી હતી.

આવી વિરાજ આજે ઘેલી બની હતી.

‘‘વિરાજ... તારે જે જોઈએ, એ આપીશ... તું ખુશી થતી હોઈશ તો.’’ અવિનાશને બોલવું પડ્યું. વિરાજને મનાવી લેવી જરૂરી હતી. અલબત્ત તેને આ વાત ગમી ન હતી. વિરાજ દ્વારા સંતાન પ્રાપ્તિ માટે તે તૈયાર ન હતો. વિરાજ તેને જરૂર પસંદ હતી, પરંતુ મર્યાદિત હેતુ માટે, જે ગોઠવણ તેણે વિચારી હતી, એમાં આ વાત આવતી ન હતી. વિરાજની માગણી અણધારી હતી.

‘‘સાચ્ચે જ, અવિનાશ?’’ વિરાજ ઉછળી ઉઠી. આટલી પ્રસન્ન તે ક્યારેય ન હતી, એવું અવિનાશે અનુભવ્યું.’

અવિનાશે હસીને મસ્તક હલાવ્યું હકારમાં.

‘‘બસ, અવિનાશ - હું તમારી ઓશિંગણ છું. મારું જીવન ધન્ય બની જશે, મારું સ્ત્રીત્વ મિથ્યા નહિ જાય, આ મારું સ્વપ્ન હતું. એ હવે સાકાર થશે...’’ વિરાજ તેને વળગી પડી.

‘‘વિરાજ - વિરાજ - તને આજે થયું છે શું?’’ અવિનાશ ભીતરથી ડરી ગયો હતો. વિરાજનું વર્તન તેને વિચિત્ર લાગતું હતું.

‘‘શું આ હાથમાંથી સરી જશે તો નહિ?’’ તે ચિંતિત હતો. તેને પણ વિરાજની માયા લાગી હતી. આટલાં, આજ પર્યંતના સંબંધથી - તે સુખી હતો. વિરાજે તેને તરબોળ કરી મુક્યો હતો. સાંજ પડતી અને તે વિવશ બની જતો હતો. વિરાજને મળવા માટેની તેની આતુરતા, વ્યાકુળતા તેના વર્તનને અસ્વભાવિક બનાવી દેતા હતા. પત્નીને છેતરતા તે શીખી ગયો હતો, એ માટે તેને ક્યારેય પશ્ચાતાપ થયો ન હતો. આરતી આ વિશે કશું જ ન જાણવા પામે, એ માટે તેણે પૂરી સાવધાની રાખી હતી.

અત્યાર સુધી, એકપક્ષીય રીતે તે પામી રહ્યો હતો, વિરાજ પાસેથી, વિરાજ તેની અધૂરપની પૂર્તિ કરી રહી હતી, સતત વરસી રહી હતી, અષાઢની માફક.

આજે પ્રથમવાર તે કશુંક માગી રહી હતી. અવિનાશે કહ્યું હતું. ‘‘વિરાજ... તારી માગણી હું પૂર્ણ કરીશ... તું નચિંતિત બની જા. હતી તેવી બની જા... હસતી... હસાવતી...’’

અવિનાશને સ્વીકાર કર્યા સિવાય છૂટકો ન હતો.

વિરાજનું મન શાંત થયું હતું. ભરતીનો એક ઉછાળ સમી ગયો હતો. અવિનાશે વિદાય લીધી એ તેને ગમ્યું ન હતું. છતાં હસતા મુખે વિદાય ાપી હતી.

રાત્રે અવનવા વિચારોએ તેને ઘેરી લીધી હતી. તેને શુભાની યાદ આવી ગઈ.

માસીને મળ્યા ખાસ્સો સમય થયો હતો. માસીના ઉપકારો ભૂલી શકાય તેમ ન હતા. તેમણે તેને મોટી કરી હતી, અશેષ સાથે પરણાવી હતી. પોતે સુખી થાય એ માટે અનેક વેદનાઓ સહી હતી. અશેષના મૃત્યુ પછી પણ તેમનો જ આશરો હતો. વિરાજે નોકરી શરૂ કરી પછી ખરેખર તે પ્રસન્ન થઈ હતી.

‘‘માસી... મારી એક વિનંતી સ્વીકારો... મારી માના મૃત્યુ પછી તો તમે જ મારી મા છો. હવે તમે... જવાનું બંધ કરો.’’ વિરાજની આંખો ભીની હતી. શુભા પણ રડી પડી હતી. હકારમાં જવાબ આપતી હોય એ રીતે.

‘‘માસી... હવે જાતની દરકાર રાખવાની છે. તમારી ના હું નહિ સ્વીકારું...’’ તે બોલી હતી.

‘‘અમસ્તીયે જાત હવે ચાલતી ન હતી. રંગ-રોગાન કરવાથી કાંઈ જર્જરીતતા છાની રહે? બસ-દીકરી હવે મારી દિશા બદલી નાખીશ...’’ શુભાના ચ્હેરા પર આનંદ હતો.

અવિનાશ સાથેની નવી વ્યવસ્થા ગોઠવાઈ ત્યારે વિરાજ અવઢવમાં હતી. માસીને કહેવું? કેટલું કહેવું?

સાચી વાત જાણશે તો તે પસંદ નહિ કરે, ભલે કશું કહેશે નહિ પમ તેમને જરૂર દુઃખ થશે કે વિરાજ... ખોટા માર્ગે ગઈ. એ જ કહેવાય ને ! અશેષ પછી અવિનાશ... અને આ તો સાવ સગવડિયો સંબંધ ! ગમે ત્યારે તૂટી પડે. ખૂટી પડે - એવું કાચા તાંતણે બંધાયેલું બંધન.

ભલે વિરોધ ન કરત, પણ મનમાં જરૂર વિચારત.

‘‘અરે ગાંડી આ તો મારો જ માર્ગ... આ ઘટમાળ તો ચાલ્યા જ કરવાની, એકવાર સ્વીકાર કર્યા પછી. મારો આરંભ પણ આવો જ હતો ને ...? બસ, પછી તો... ગર્તામાં ઊંડી ઉતરતી ગઈ, ઉતરતી જ ગઈ. બસ, આ તે મને ઉગારી નહિ તો હજુ પણ...’’

શુભાએ હા ભણી હતી. વિરાજ રાજીની રેડ થઈ ગઈ હતી. એ પછી તેના તરફથી નિયમિત મદદ ચાલુ જ હતી, પણ તે એક પણ વખત તેમને મળી ન હતી. એમ ન કરવા પાછળ તેની અપરાધ ભાવના જવાબદાર હતી. રખે, માસી તેના વર્તમાન જીવનનું સત્ય જાણી જાય.

પણ આજે રાત્રે - વિરાજને લાગતું હતું કે માસીને ન મળીને તે ઘણું ખોટું કરી રહી હતી, તેના અપરાધમાં ઉમેરો કરી રહી હતી. જીવન - નિર્વાહ માટે થોડી મદદ કરવામાં જ કાંઈ તેની ફરજ પૂર્ણ થતી ન હતી. તે માસીથી કશું છુપાવી રહી હતી - એ શું જરૂરી હતું? સંબંધોની પારદર્શકતા ડહોળાઈ ગઈ હતી.

‘‘હવે મારે માસીને મળવું છે - નિખાલસતાથી બધું કહી દેવું છે. તે કદાચ ઠપકો આપશે, ભલે આપે... આખરે તો જેને સાચા દિલથી ચાહતા હોઈએ છીએ તેને જ કડવા શબ્દો કહેવા પડે છે.’’

વિરાજે નિર્ણય કરી લીધો કે તે કાલે સવારે જ માસીની મુલાકાત લેશે છેક મધરાત સુધી તે ઊંઘી શકી ન હતી. તેને શાંતિ થઈ હતી, અવિનાશે તેની વાત સ્વીકારી હતી.

કામવાળી બેન પાસેના ખંડમાં ઘસઘસાટ સૂતી હતી. તેની નાસિકાના શ્વાસોશ્વાસ રાત્રિની શાંતિનો ભંગ કરતા હતા. વૃક્ષોના પાલવમાં પવન અથડાઈને વાતાવરણને ગતિ આપતો હતો. આમ તેમ ડોલતા વૃક્ષોના અસ્પષ્ટ આકારો-અધખુલ્લી બારીઓમાંથી કળાતા હતા. ચોગમ તમસનો દરિયો ખળભળતો હતો, એક માત્ર વિરાજના ઘરમાં ઉજાસ હતો. તે આનંદના ધોધમાં સ્નાન કરી રહી હતી.

વિરાજ જાગી ત્યારે આખા ખંડમાં તડકો પ્રવેશી ચૂક્યો હતો. ફરશ અને દીવાલો તેજથી ચકચકીત હતા. રંજન તો એના નિયત કામમાં પડી ગઈ હતી.

‘‘બેન-બા-મોડું ઉઠાયું? રાત્રે નિંદર - મોડી આવી હશે...’’ રંજન વિરાજ પાસે દોડી આવી.

વિરાજની આંખો વહેલા ખુલી જતી. આટલી મોડી તે ભાગ્યે જ ઉઠતી. શરમની લાગણી તેને ઘેરી વળી, તે ત્વરાથી તૈયાર થવા લાગી. શુભાને મળવા જવાનું હતું ને?

માસીને ગમતી ગુલાબી રંગની સાડી તેણે પરિધાન કરી. અરીસામાં જોઈને તેણે ખાત્રી કરી કે તે સૌમ્ય દેખાઈ રહી હતી. શુભામાસીને મળવા જઈ રહી હતી. શુભા તેને મનમંદિરની મૂર્તિથી કમ ન હતી. દેવસ્થાને સ્થાપીત કરેલી એક શ્રદ્ધા હતી.

રામસીંગને ‘ટેક્ષી’ની વ્યવસ્થા કરવાનું તેણે કહ્યું જ હતું. રંજનને પણ સૂચના આપી હતી કે એના પૂરતી જ રસોઈ બનાવે. ટેક્ષીવાળો રામસિંગનો જાણીતો હતો.

રામસીંગે સૂચના પણ આપી હતી. વિરાજે ટેક્ષીના ભૂખરાં કાચ છેક સુધી બંધ કર્યા. તે ક્યાંય પ્રગટ થવા માંગતી ન હતી.

શુભાનું પરિચિત નિવાસસ્થાન શહેરના બીજા છેડે હતું. ટેક્ષી સડસડાટ સરકી રહી હતી. આગળના વિશાળ ભાગમાંથી પરિચીત માર્ગો સરતાં હતાં. વિરાજ આટલા લાંબા સમયના એકાંતવાસ પછી પ્રથમવાર જ બહાર ઘૂસી રહી હતી. તે ખુશ થઈ ગઈ. સરકતાં દૃશ્યો ચિત્તને આનંદ પમાડતાં હતાં. શિશુ જેવી કુતૂહલતાથી તે બધા દૃશ્યો નિહાળતી હતી. ઘર પાસેનો માર્ગ આવતા તો તેનો ચહેરો આનંદથી તરબોળ બની ગયો.

ટેક્ષી થંભી, તે ત્વરાથી બહાર આવી. વાતાવરણ પી રહી હોય એ રીતે તેણે ચોતરફ નજર લંબાવી. ટેક્ષીવાળાને જરૂરી સૂચના આપીને તે દોડતી શુભાના, ખરેખર તો પોતાના ઘરે પહોંચી.

શુભા આરામ ખુરશીમાં બેઠી હતી.

‘‘માસી - હું - વિરાજ આવી છું...’’ તે હર્ષભેર બોલી.

‘‘કોણ, વિરાજ? આવ બેટા? તને કાયમ યાદ કરું છું... તું કુશળ તો છે ને?

મને શરીરે જરા સારું નથી રહેતું...’’

વિરાજ માસીને વળગી પડી. ‘‘માસી તમને ઠીક નથી લાગતું.’’

‘‘વિરાજ બેટા, આજે તો સારું છે, વચ્ચે તબિયત બરાબર ન હતી... ડોક્ટરની દવા, ઈંજેક્શન ચાલે છે.’’ શુભાના અવાજમાં શિથિલતા હતી. તે હસવા મથી રહી હતી.

‘‘માસી... ક્યારથી આવું છે?’’ વિરાજનો ચહેરો પડી ગયો.

માસીની સ્થિતિ માટે તે ખુદ જ અમુક અંશે જવાબદાર હતી, એનું બાન વિરાજને અકળાવતું હતું.

‘‘અરે, એ તો ચાલ્યા કરે, શરીર છે, એમાં પાછી આટલી ઉદાસીન કેમ થઈ ગઈ? મારી ગેરહાજરીમાં તું શું હસવાનું ભૂલી ગઈ? મેં જ શીખવ્યું હતું. દુઃખને હસી કાઢવાનું. મને અશક્તિ સિવાય કશી તકલીફ નથી... નાહક દુઃખી થતી નહિ...’’ શુભાએ લાંબી સ્પષ્ટતા કરી. હવે તે મુક્ત રીતે હસી શકતી હતી.

‘‘તો... તો સારું... માસી મારો તો શ્વાસ થંભી ગયો...’’ વિરાજને ખરેખર રાહત થઈ હતી.

‘‘બેટા... તું કેમ છે? તારી નોકરી બરાબર ચાલે છે ને?’’ શુભાએ સહજ રીતે પૂછ્યું. તેના અવાજમાં ભય હતો. છોકરી દુઃખી હશે કે સુખી? અમસ્તી જ આવી હશે કે પછી કશી મદદ માટે? શુભા વિચારતી હતી.

‘‘માસી... હું સુખી છું. મારી નોકરી પણ બરાબર ચાલે છે... માત્ર તમને મળી શકાતું નથી. એનું દુઃખ સતાવે છે... હું તમારી સ્વાર્થી અને કૃતઘ્ની દીકરી છું... તમારી લેશમાત્ર દરકાર કરતી નથી.’’ વિરાજની આંખો છલકાઈ ગઈ. શુભાએ તેને હૈયા સરસી લીધી.

‘‘તું આટલી પોચી ક્યારથી બની ગઈ? તારી શુભામાસી કાંઈ નબળા હૃદયની નથી. જીવનનાં બધાં જ ખેલ તેણે જોઈ લીધા છે... મને કશું દુઃખ નથી. આટલા સમય પછી મળ્યા છીએ. એ શું રડવા માટે? તેં મારું કેટલું ભલું કર્યું છે. વિરાજ...? તેં મારાં જીવનની દિશા જ બદલી નાખી છે. એ શું ઓછું છે? વળી મારું ગુજરાન પણ તું જ...’’ શુભાએ વિરાજને સમજાવી.

‘‘હવે રડવાનું નથી... આંખો ભીની ન થવી જોઈએ...’’ શુભો જરા કડક સ્વરમાં કહ્યું. વિરાજ માની ગઈ.

થોડી ઔપચારિક વાતો થઈ. એ પછી વિરાજે તેની બધી ગોપિત વાતો નિખાલસતાથી શુભાને કહી. શુભા સ્વસ્થતાથી સાંભળતી હતી. તેના ચહેરાની રેખા તંગ બની જતી હતી.

‘‘માસી. એ સમયે તમને કશું કહી શકી ન હતી. તમને આઘાત આપવા જેટલું હૃદય મજબૂત ન હતું. એ મારી ભિરૂતા મને સાલતી હતી. હવે તમને બધું જણાવીને સાવ ખાલી થઈ જાઉં છું.’’

વિરાજે તેની વ્યથા પૂરી કરી. થોડી ક્ષણો, એ બંને વચ્ચે મૌન છવાઈ ગયું. ‘‘સારું થયું તેં મને આ કહ્યું.’’ આખરે શુભાએ મૌન તોડ્યું.

‘છેવટે તો દરેક વ્યક્તિએ પોતાનો માર્ગ શોધવાનો હોય છે.’’ વિરાજે કશો ઉત્તર ન વાળ્યો.

‘વિરાજ મારો કશો જ અભિપ્રાય નથી આપતી. એ જરૂરી પણ નથી. જન્મ લીધાં પછી દરેક વ્યક્તિએ જીવન જીવવું જ પડે છે. હું પાપ-પૂણ્યમાં માનતી નથી. નીતિ-અનીતિના પણ ખાસ ખ્યાલો ધરાવતી નથી. આટલા વર્ષો જતી હતી, જવું પડતું હતું, ત્યાં પણ સુખમાં રહેવા મથતી હતી. અત્યારે પણ સુખી છું. સાયંકાળે દેવ-મંદિરે જાઉં છું. મૂર્તિ તથા જનમેદનીના દર્શન કરું છું. મનને શાંતિ મળે છે. બસ, આટલું જ જાણું છું. તું મારી સલાહ માગતી હો તો મારી આટલી જ સલાહ છે. બસ મૃત્યુ ન આવે ત્યાં સુધી જીવન જીવી લેવું.’’

શુભા થાકી ગઈ. તેણે વિરાજની મદદથી પલંગમાં લંબાવ્યું. ‘‘હમણાં થાક લાગે છે.’’ શુભાએ હસવાનો પ્રયત્ન કર્યો.

‘‘માસી ડોક્ટર શું કહે છે? કહો તો મોટા ડોક્ટરને બતાવીએ.’’ વિરાજ ચિંતામાં પડી ગઈ.

‘‘ના, એવું મોટું નથી... હજી મારે ઘણું જીવવાનું છે. તારા બાળકને પણ રમાડવાનું છે.’’

શુભા એવી રીતે બોલી કે વિરાજ શરમાઈ ગઈ.

‘‘અંકલ, મેં મેડમ પર ત્રણ ફોન કર્યા. લાગે છેકે તેમને મારી વાત પર વિશ્વાસ બેસતો નથી...’’ લ્યુસી વલ્લભ કહી રહી હતી. વલ્લભની ચેમ્બરમાં લ્યુસી એકલી જ હતી.

‘‘પછી મને થયું કે, અંકલ તમને મળું... આ વાત જણાવું મેં મેડમને સાવ નજીકથી જોયા છે. તેઓ પવિત્રતા અને સૌમ્યતાના મૂર્તિ છે. એવી સ્ત્રીની જિંદગી સાથે આવી રમત થાય. એ મને ન ગમ્યું. એમ તો વિરાજ પમ મારી સખી હતી. એ કાંઈ આ જાતની સ્ત્રી નથી.

લ્યુસી અટકી. તે સામે બેઠેલો મધ્યમ વયના, ગૌર, પ્રભાવ શાળી વલ્લભના પ્રતિભાવ વાંચવા લાગી.

લ્યુસી સાવ સાદી છોકરી હતી. રૂપાળી ન હતી, પણ નમણાશ તો હતી જ. ઊંચા સપ્રમાણ દેહ પર સાદા વસ્ત્રો પણ શોભતા હતાં. ગળામાં પહેરેલો ઈસુનો ‘ક્રોસ’ તેના ધાર્મિક સ્વભાવની ચાડી ખાતો હતો. તેના અવાજમાં મીઠાર હતી.

‘‘બેન, તું અવિનાશની પર્સનલ સેક્રેટરી છું.?’’ વલ્લભે પૂછ્યું. લ્યુસીએ હા પાડી. બીજી ક્ષણે કાંઈ ચમકારો થયો હોય તેમ તે બોલી ઊઠી.

‘‘અંકલ, તમારો પ્રશ્ન મને સમજાયો. મારા ‘બોસ’ વિરુધ્ધની વાત મારે ન કરવી જોઈએ. તેમને કે તેમની કંપનીને નુકશાન થાય એવી પ્રવૃત્તિ પણ ન કરવી જોઈએ.

મારી એ ફરજ હું ચૂકી ગણાઉં. પણ ા વાત જ એવી હતી કે મારી મારી શાંતિ હણાઈ ગઈ. બીલીવ મી, અંકલ, એ રાત્રે હું ઊંધી ન શકી. આરતી દેવીના સંસારમાં તોફાન આવે - એ નાની વાત ન હતી. અંકલ, આરતી મેડમ પણ મારા ‘બોસ’ તો ખરા જ ને?

મને થયું કે હું કશું કરી શકું ખરી? લાગણીવશ બનીને, મેં મેડમને ત્રણેક નનામા ફોન કર્યા. મારે તેમને ચેતવવા હતા. જેથી તેઓ ‘કરેકટીવ’ સ્ટોસ લઈ શકે. આ જ આશયથી આપના પાસે આવી.’’

લ્યુસી જરા રોકાઈ. પાસે પડેલા ગ્લાસનું ઠંડુ પાણી એક જ શ્વાસે ગટગટાવી ગઈ.

‘‘બેન, તેં સારુ કામ કર્યુ. હવે આ વાત કોઈને કહેતી નહી. આરતીદેવી માટે તને લાગણી થાય એ સ્વાભાવિક છે. આવી વાતમાં સ્વભાવનો પરિચય આપ્યો.

ભવિષ્યમાં જ્યારે જરૂર પડશે ત્યારે તારો સંપર્ક સાધીશ. આ વાતને હળવી રીતે લઈ શકાય નહિ.’’

વલ્લભે લ્યુસીને બિરદાવી. પછી થોડી હળવી વાતો પણ કરી.

‘‘ક્યારથી આ જોબમાં છે? કુટુંબમાં કોણ કોણ છે? કોઈ મુશ્કેલી તો નથી ને?’’

લ્યુસીને વિદાય લીધી ત્યારે તેના ચહેરા પર સંતોષના ભાવ હતા. એક સારા કાર્યનું કશુંક તો પરિણામ આવ્યું હતું.

લ્યુસીની વાતોએ વલ્લભને ચિંતામાં મૂકી દીધી. અવિનાશ અને આરતીનો સંસાર બરાબર ચાલ ચે. એવો તેમને ખ્યાલ હતો. પત્ની ભદ્રાએ પણ ક્યારેક એવી વાત કરી ન હતી. જે તેમની માન્યતાને ખોટી પાડી.

લ્યુસી એક સીધી-સાદી સ્ત્રી હતી, જૂઠું બોલે એવી તો નહોતી. છતાં પણ એની સત્યતા ચકાસવી જરૂરી હતી. માત્ર બાહ્ય દેખાવ પરથી મનો તાગ હંમેશા મળી ન શકે. વલ્લભભાઈ પણ ‘બિઝનેશમેન’ હતા. જલ્દીથી કોઈ વાત સ્વીકારી લેવાનું તેમના સ્વભાવમાં ન હતું. આ છોકરી ભલે છેતરતી ન હોય, કદાચ વાતનું વતેસર પણ કરતી હોય.

અવિનાશ આવી પ્રકૃતિનો માણસ ન હતો. આવો અને આટલો સફળ માણસ આમ નીચો ઊતરી ન જાય. વળી તેની છાપ એક અરસિક વ્યક્તિની હતી. આરતી અને તેની વચ્ચે આ એક મુખ્ય તફાવત હતો. પત્નીની નૃત્ય પ્રવૃત્તિતી તે આ જ કારણસર અળગો રહેતો હતો. આ ભેદ બાદ કરતાં એ બન્ને વચ્ચે કશું અસામાન્ય ન હતું કે અવિનાશને કોઈ વિરાજ સાથે અનૈતિક સંબંધો રાખવા પડે.

‘આ સીધી છોકરી કોઈનું પ્યાદુ બનીને તો નહિ આવી હોય ને? અવિનાશને હરીફ તોહોઈ શકે...’’ વલ્લભભાઈનું વિચાર તંત્ર બધા જ વિકલ્પો વિચારવા લાગ્યું. વળી એ છોકરીએ ત્રણેક નનામા ફોન આરતી પર કર્યા હતાં. છતાં પણ તેણે કોઈ પ્રત્યાધાત આપ્યો ન હતો. આવી સ્થિતિમાં આવું બને એ સહજ ગણાય. ગૂંચવેયેલી આરતી ભદ્રા કે પોતાની પાસે આવે એ સ્વાભાવિક પરિણામ ગણાય. આવું કશુ ં બન્યું ન હતું. એમ પણ બને કે આરતીએ આવો તદ્દન અંગત મામલો પોતાની રીતે સુલજાવવાનુ ંનક્કી કર્યુ ંહોય, અથવા તો આ વાતમાં ખાસ દમ પણ લાગ્યો ન હોય.

વલ્લભભાઈને એક અનેક શક્યતા ઓ દેખાતી હતી. લ્યુસીનના આગમનથી તેમની શાંતિમાં ખલેલ પહોંચી હતી. જો આ સત્ય હોય તો હળવાશથી લઈ શકાય તેમ ન હતું. અને એ અસત્ય હોય તો પણ હળવાશથી લઈ શકાય તેમ નહતું. એનો તાગ મેળવવો પડે તેમ હતું. આ ક્યાં પરાયા લોકોની વાત હતી? અવિનાશ અને આરતી આપ્તજનો હતા, જેના દુઃખે દુઃખી થવાય અને સુખે સુખી. અવિનાશનો દોષ હોય તો વલ્લભભાઈનો અધિકાર હતો કે તેને રોકી શકે, ટોકી શકે, બે શબ્દો કહી શકે. એ રીતે આરતીને પણ કહી શકે. તેઓની આત્મયતાની એ તાકાત હતી.

રાત્રે ભદ્રા સાથે વિગતતી ચર્ચા કરી.

‘‘આરતીએ ક્યારેક ખાસ ફરિયાદ કરી ન હતી. હા, જીવનમાં નાની નાની વાતો તો બન્યા કરે, કોફીના કપમાં થતાં તોફાન જેવી.’’ ભદ્રાએ કહ્યું. પછી ઉમેર્યુ, ‘‘અવુ તો આપણે પણ બને જ છે ને? વલ્લ્ભભાઈ ગંભીર હતા, એથી પત્નીની મજાકને તેમણે હળવાશથી ન લીધી.

‘‘હા, એમ બને કે આરતીએ આવી વાતને ગંભીર ન ગણી હોય, અથવા તે પોતે જ આ સમસ્યાને પોતાની રીતે હલ કરવા માગતી હોય.’’ વલ્લભભાઈ આ પ્રશ્ને ગંભીર હતા.

ભદ્રા સાંજે આરતીને મળવા આવી ત્યારે આરતી પ્રથમ આઘાતમાંથી બહાર આવી ચૂકી હતી. તે અસ્વસ્થ ન હતી. ભદ્રાને પ્રસન્નતાથી આવકારી. બન્ને વચ્ચે એટલી નિકટતા હતી કે આરતીને તેનું આગમન ગમ્યું. તેણે તરત જ બધી વાતો સખીને જણાવી દીધી.

‘‘ભદ્રા પેલી સ્ત્રી વિરાજનો શો દોષ? એણે તો કાં જબરજસ્તી નહિ કરી હોય. પુરુષથી ભ્રમર વૃત્તિ.... બીજું શું? પાયલને અવિનાશે આણેગી નવી ઘુંઘરુની જોડ કેવી પસંદ પડી? ઝૂમી ઊઠી, મારી આણેગી બે જોડ તો છે જ, તેમ છતાં ! બસ એ જ રીતે અવિનાશને નવી જોડ પસંદ પડી હશે.’’ આરતી હળવાશથી કહેતી હતી, પણ તેનો અવાજ રૂંધાતો હતો. તેની વેદના વાંચી શકાતી હતી.

‘‘પેલી અજાણ સ્ત્રીએ ફોન કર્યો, એનો પણ આભાર...’’ આરતીએ ઉમેર્યુ. ‘‘અરે ! તું તો એવી રીતે વાક કરે છે કે જાણે કે પુરવાર થઈ ચૂક્યું હોય!

આરતી, બધી તપાસ કરવી પડે. તને ફોન કરનારી લ્યુસીની પણ તપાસ કરવી પડે એમને એમ સ્વીકારી ન લેવાય. ભદ્રાએ આરતીને સંભાળવા કોશિષ કરી.

‘‘જો.. ભદ્રા... પેલી લ્યુસીની એક વાત સત્ય નીકળી. અવિનાશની સાંજની ગેરહાજરી. તે ઘર પર તો હોતા જનથી, અને ઓફિસમાં પણ વળી. વળી હમણાં મારા પર અતિશય વરસી પડે છે. પાયલ માટે ઘુંઘરું ની જોડ લઈ આવ્યાં અને મારા માટે પણ પ્રેમનું એવું પ્રદર્શન પહેલા કયારેય કરતા ન હતા. આ અતિરેક જ મને શંકા પ્રેરે છે કે પેલી લ્યુસી સાચી હશે.... પેલી વિરાજને પ્રેમ કરતા હશે દરરોજ સાંજે ભદ્રા એના રહ્યાસહ્યા છાંટણાઓ ઢોળતા હશે આ તુરત્છ આરતી પર અથવા રહે, ભદ્રા... મારામાં પેલીનું આરોપણ કરીને પણ વરસતા હોય. ભલું પૂછવું, આ પતિ નામનું પુરુષનું.’’ આટલું બોલતાં તે થાકી ગઈ. મન વ્યથાથી ભરાઈ ગયું.

‘‘આરતી, આટલી દુ-ખી ન થતી. કાંઈક માર્ગ મળી રહેશે. તોફાનો ગમે તેવાં પણ હોય, શાંત થી જાય જ છે. અને આરતી, દાંપત્ય જીવનમાં તો આવું બન્યા કરે છે. એક સ્ત્રીના સામે ખૂણે પણ બીજી સ્ત્રી હોય છે જ ના ! તુ ંહતાશ ન થતી...’’

ભદ્રાએ સરળ શબ્દોમાં આશ્વાસન આપ્યું. આરતી, અલબત્ત આ વાત તો જાણતી હતી, છતાં પણ તેને સાંભળવું ગમ્યું.

‘ઓ... કે લેટ અસ વોચ.. વલ્લભભાઈ પ્રયત્નો કરે છે તું પણ સાથે જ છે ... અરે, આ હૈયાહોળીમાં એક સમાચાર આપવાના રહી ગયા. સમાચાર જ કહીશ, ખુશીના વાતો નહિ જ કહું. આખો સંદર્ભ જ બદલાઈ ગયો છે.’’ આરતીના ચહેરા પર લજ્જા પથરાઈ ગઈ.

‘‘ભદ્રા, પાછી હું પ્રેગનન્ટ છું...’’ આરતી કાંઈક, ચીડમાં બોલી. ભદ્રા ચમકી. બીજી જ પળે તેના ચહેરો આનંદથી છલકાઈ ગયો.

‘અરે, આરતી, આ તો સારા સમાચાર. તું શા માટે આટલી દુઃખી થાય છે? ધી ના ઠામમાં ધી થઈ જશે. આટલાં મોટા સમાચાર.. તું નજીવા ગણે છે? આરતી, બી નોર્મલ.’’

ભદ્રા ઊછળી ઊઠી.

‘‘આરતી, પુરુષોને ઠેકાણે રાખવા એ જ આપણું કામ છે. એ તો થશે. એ કાં મોટી ચિંતાનો વિષય નથી...’’

ભદ્રાએ આરતીના નવાં સમાચાર ગમ્યાં.

‘‘અરે, આરતી. આ તારા પર ઈશ્વરની કૃપા જ ગણાય. પાયલ પણ હવે ખાસ્સી મોટી થઈ...’’ ભદ્રાની કૂખ ખાલી હતી. આટલી દીર્ધ સમય પછી પણ. આ કારણસર જ તે આનંદવિભોર બની ગઈ. પોતાની સ્થિતિની તુલના અચાનક જ થઈ ગઈ. આરતી ભદ્રાની ખુશી માણતી હતી, તેના વેદના પણ સમજતી હતી.

‘‘હવે... આરતી તું તારી કાળજી રાખ..‘ગાયનેક’ પાસે ચેકઅપ કરાવ્યું કે નહિં ? શુ કહે છે ગાયનેક..?’’

ભદ્રાએ પ્રશ્નોની વણઝાર શરૂ કરી. આરતીને માંડ માંડ તેના ઉત્સાહને સમધારણ કર્યો. ભદ્રાના આનંદનું કેન્દ્ર બદલાઈ ગયું હતું. ભદ્રાને જોઈન ેઆરતીની પણ ભીતરમાં કશું ઊછળવા લાગ્યું હતું. તે તેનો અણગમો છૂપાવવા મથી રહી હતી. હવે આરતીને પતિનો નવો અજાણ્યો પુરુષ જણાતો હતો. તે અવિનાશ સાથે બિનજરૂરી વાતો ટાળતી હતી. નિકટતા પણ ટાળતી હતી. અવિનાશના વ્હાલભર્યા સંવાદો તેને ઝેર સમાન લાગતા હતા. પતિના અસ્તિત્વમાંતી તેને પેલી વિરાજની બૂ આવતી હતી.

અવિનાશ ખબર પૂછતો, તબિયતની ચર્ચા કરતો, પણ તે હૃદયપૂર્વક એમાં ભાગ લઈ શકતી નહોતી. તેને ભીતરમાં કશું ખૂંચવા લાગતું.

અવિનાશ માનતો કે પત્નીમાં થયેલા પરિવર્તનો તેની ગર્ભવસ્થાને કારણે હતા. વિરાજ સાથેની તેની સાંજની મુલાકાતો ચાલુ જ હતી. આરતી સાથે તે કેવળ ઔપચારિકતા નિભાવતો હતો. બાકી ખરો આનંદ તો વિરાજ પાસે હતો.

વિરાજ આનંદનો જીવંત ખજાનો હતી. તેની એક જિદ તેને સમજાતી ન હતી. તે પણ માતૃત્વ ઝંખતી હતી. તે પણ એક પુત્રી પાયલનો પિતા હતો. બીજું બાળક અવતરવાનું હતું. આ આખી પ્રક્રિયા તેને અકળાવનારી લાગતી હતી. તેને પાયલ પ્રિય હતી. અવતરનારું શુ શું પણ ગમવાનું હતું, પરતું પત્ની મા થતાં પરિવર્તનો પસંદ ન હતા.

માની લો કે વિરાજ માતૃત્વ ધારણ કરે તો તે પણ આરતી જેવી જ બની જાયને, બેડોળ, ચિડિયા સ્વભાવની. બસ આ તેને મંજૂર ન હતું. ખાસ કરીને વિરાજ માટે.

અવિનાશ વિરાજની આવી સ્થિતિ સહી શકે તેમ ન હતો. તે તો તેની પ્રિયતમા હતી. પણ વિરાજ તેના ઈરાદામાં મક્કમ હતી. આવી સ્થિતિમાં પણ માતૃત્વ જોઈતુ ંહતુ, કુંવારું માતૃત્વ ! અનૈતિક સંબંધો રાખવા એ એક વાત હતી, પરંતુ કુંવારી માતા બનવું- એ અસાધારણ વાત હતી અનેકો પ્રશ્નો સામે આવે. અવિનાશ આ કારણસર જ અકળાતો હતો. વિરાજનો મોહ પણ એટલો પ્રબળ હતો કે તેનાથી મુક્ત બની જવાનુ ંતેને સ્વીકાર્ય ન હતું. વિરાજ એ દિશામાં જવાનો ઈશારો કરતી ત્યારે અવિનાશ અસ્વસ્થ બની જતો હતો.

‘‘ના.. ના- વિરાજ હું ન રહી શકું.... એ તો મારા જીવનનો અભિન્ન હિસ્સો બની ગઈ છે. વળી તેણે મને એટલું આપ્યું છે કે તેની વાતને અવગણી શકું તેમ પણ નથી... તેની ઝંખના સાચી પણ છે. આરતી કેવી ઘેલી થઈ ગઈ હતી?’’

અવિનાશને સતત વિચારો આવતા હતા. અરે, આરતી પાસે હોય ત્યારે પણ વિરાજના ખ્યાલોમાં ડૂબી જતો.

‘‘વિરાજ તો હિંમતવાળી છે. મારો સંગાથ તો સાંજ પૂરતો જ રહે છે.... આખી રાત એકાકી બનીને રડી રહેતી હશે... પણ શબ્દ કહ્યો નથી. તે સંતોષી છે, સમજણવાળી છે.. તે સંપૂર્ણ સ્ત્રી છે. આરતીની વ્યવસ્તતાએ તેને આકક્ષાની સ્ત્રી બનતા અટકાવી છે. વિરાજે ક્યારેય કશું માગ્યું નથી, ક્યારેય કશો અસંતોષ વ્યક્ત કર્યો નથી. બસ આ માગણી મૂકી છે- માતૃત્વ પામવાની.’’

અવિનાશનું હૃદય દ્રવી ગયું હતું. તેણે નિશ્ચય કરી લીધો. ‘‘શું વિરાજ માટે આટલું ન કરી શકું? માત્ર સ્વાર્થ જ જોયા કરું? ના-ના એવો અન્યાય જ ન થાય. વિરાજની પૂર્તિ કરવી જ રહી.’’

પાસે સૂતેલી આરતી પણ પોતાના વિચારોમાં લીન હતી. ને લ્યુસીને મળવા માગતી હતી. વિનાયક ઈન્ડસ્ટ્રીઝની ઓફિસમાં તેણે એકાદવાર લ્યુસીને જોઈ હતી.

ભદ્રા પાસેથી લ્યુસીના રહેઠાણની માહિતી મળી હતી. એમ તો વિરાજના વિચારો પણ આવતા હતા.

‘‘એ વિરાજને પણ મેં જોઈ તો હશે જ.’’ મારે તેને એક વાર નિરખવી છે.

ધરાઈ ધરાઈને નિરખવી છે. આખરે શો તફાવત છે- તેેનામાં અને મારામાં?’’ આરતીથી હોઠો ભીંસાઈ ગયા. હાથથી મૂઠ્ઠી વળી ગઈ. ‘‘એ છોકરીમાં એવું તે

શું છે કે મારો અવિનાશ તેની પાછળ ઘેલો બન્યો? હું આટલી યશસ્વિની, બૌદ્ધિક સ્તરવાળી સ્ત્રી, સાવ તુચ્છ બની ગઈ. હજુ તો યૌવના છું દેહ પર હજુ વયના નિશાનો લાગ્યા નથી, અને અને - આ સમય આવ્યો?’’

‘‘કે સ્ત્રીઓ પરનો આ અભિશાપ છે? તેણે કાયમ મોહક રહેવું, તાજા રહેવું, પુરુષ યોગ્ય રહેવું. ક્યારેક કરમાવું નહિ. અને તેમ કરવા છતાં પણ વિરાજ જેવા

ભયસ્થાનો તોર ખરાં જ !’’

આરતીને તો હસવું આવી ગયું. પુરુષની નજરે સ્ત્રીનું આ જ સ્વરૂપ હતું. અલબત્ત પુરુષ વિસે તે કેટલું જાણતી હતી? પતિનો પરિચય હતો, હવે તો કે કહી શકે તેમ હતી કે પતિને તે પૂરેપૂરો ઓળખી શકી ન હતી.

એક પુરુષને પણ તે ઓળખી શકી ન હતી. અન્યની તો વાત જ કેમ કરી શકાય? વિનાયકભાઈને ઓળખતી હતી, માત્ર બેનની દૃષ્ટિથી, જયાભાભી શું તેમને ઓળખી શક્યા હશે?

પાસેના ખંડમાંથી પાયલનો અવાજ સંભળાયો, અને તેની વિચાર-સાધના અટકી. અવિનાશ મીઠી નિંદ માણી રહ્યો હતો, કદાચ વિરાજના સ્વપ્નો પણ નિહાળતો હોય !

આરતી વિચારતી હતી.

શુભા, વિરાજની હકીકત જાણીને ખિન્ન થઈ ગઈ હતી. તેણે તેને કશું કહ્યું ન હતું, કારણ કે એનો કશો અર્થ ન હતો. દૂધ ઢોળાઈ ગયા પછી રડવાનો અર્થ હતો? વિરાજ આવો માર્ગ ગ્રહણ કરે એ માનવું મુશ્કેલ હતું, અને છતાં પણ એમ જ બન્યું હતું. હવે આ તબક્કે તેને ઠપકો પણ શો આપવો?

આરતીદેવી પ્રત્યે શુભાને આદર હતો કારણે કે તે તેમના વિશે જે કાંઈ જાણતી હતી, એ તેમના ઉમદા ચરિત્રની વાતો હતી, સાદગીની વાતો હતી, ઔદાર્યની વાતો હતી. તેમની નૃત્ય-સાધના વિશે તે નગરમાં તો સૌ કોઈ અવગત હતાં.

આવી સ્ત્રીના સંસારમાં વિક્ષેપ પહોંચાડવાનું કાર્ય વિરાજે કર્યું હતું.

‘‘અરે, મારી વિરાજ... આ કાંઈ પ્રેમ નથી, મોહ છે. તારા કરતાં મેં પુરુષ- વૃત્તિને સારી રીતે ઓળખી છેેે, નજીકથી ઓળખી છે. મોહ ભંગ થતાં જ તું ક્યાંયની નહી રહે.’’

આ શબ્દો એ સમયે તેના હૈયામાં હતા, પણ તે હોઠો પર ન લાવી શકી. આટલા સમયે વિરાજ મળવા આવી હતી. તેને નારાજ શા માટે કરવી? કહે નહિ પણ તે વિચારે તો ખરી જ કે, આવો ઉપદેશ આપવાની તમારી પાત્રતા છે ખરી? તમે શું અનેક સંસારોના ઊજાડ્યાં ન હતા?

હવે શુભાને લાગતું હતું કે તેણે વિરાજને સમજાવવાની જરૂર હતી. તે પોતાના માર્ગ પર જ જઈ રહી હતી. પતનની શરૂઆત આ રીતે થતી હોય છે. આ પ્રથમ પુરુષ હતો, એ છોડી દે પછી મન અન્ય તરફ વળવાનું હતું- અને પછી... તો એ લપસણના માર્ગ પર ઊંડી ગર્તામાં ખૂંપી જવાનું હતું. વિરાજે આ યોગ્ય કર્યુ ન હતું. અને પોતે પમ યોગ્ય કર્યું ન હતું. તેને રોકવી જરૂરી હતી.

પોતે અનેક રોગોનો શિકાર બની હતી. તન અને મન ભાંગી ગયા હતા. ઉપચાર ચાલતાં હતાં પણ એની અસરકારકતા જાણતી હતી. તે ધીમે ધીમે મૃત્યુ તરફ સરકી રહી હતી. આ તેના પૂર્વજીવનનું પરિણામ હતું. તેણે નક્કી કરી નાખ્યું કે વિરાજ ફરી આવે ત્યારે તેને પ્રેમથી વાળી લેવી, આખરે તો તે તેની પુત્રી જેવી જ હતી ને?

સાંજે મંદિરે જવાન ક્રમ ચાલુ જ હતો. જ્યારે તાવ અને અશક્તિનું પ્રમાણ વધુ હોય ત્યારે એ ક્રમ તૂટતો. એ સમય દરમ્યાન શુભાના ભીતરને શાંતિ મળતી હતી. લોક ટોળા વચ્ચે તે સાવ અજાણી બનીને બેસી રહેતી હતી. પવિત્ર શાંત વાતાવરણ સાતે તંતુ જોડી રાખવા મથતી હતી. સારું લાગતું હતું. તનની વેદના એટલો સમય ભૂલી જત ીહતી.

હવે તો ઈશ્વરને પ્રાર્થના પણ કરતી હતી. ‘‘ હે ભલા ઈશ્વર, મારી વિરાજને માર્ગ બતાવજે, તેને પ્રેરણા આપજે. આ માર્ગ તજી દે.

ડૉકટરની સૂચના પ્રમાણે દવા લેતી હતી, પણ જીવવાનો રસ ગુમાવી દીધો હતો.

શુભાના શરીર પર ઉંમર વરતાવા માંડી હતી. થાક તો ઘણા સમયથી લાગ્યો હતો. ક્યારેક ક્યારેક મૃત્યુની ઈચ્છા પણ થતી હતી.

એકવાર સવારે વલ્લભભાઈ ની ગાડી શુભાના દ્વાર સામે ઊભી રહી. વિરાજ આવી હશે એમ ધારીને શુભા બારણા પાસે આવી. વિરાજને બદલે સફારીમાં સજ્જ એક ગૃહસ્થન ેજોઈને શુભા અચંબામાં પડી ગઈ. વળી એ જાજરમાન વ્યક્તિ શુભાના નિવાસસ્થાનની પૃચ્થા કરતી હતી. શુભાને અનેક વિચારો ાવી ગયા.

તેણે આવકાર્યો. ‘‘આવો, હું જ શુભા... આ મારું જ ઘર... આપને ઓળખ્યા નહિ...’’

‘‘બેન, ગભરાશો નહિ તમને મળવા આવ્યા છીએ... અમારા કામસર... તમારી મદદની જરૂર છે.’’ વલ્લભબાઈએ શુભાના ગભરાટને જોઈને ઝડપી પ્રસ્તાવના કરી નાખી વલ્લભભાઈની પાછળ પાછળ ભદ્રા પણ આવી. વલ્લભભાઈએ શુભાની માહિતી લ્યુસી પાસેથી મેળવી હતી. વિરાજનું જૂનું ઠેકાણું હજુ રેકોર્ડ પર હતું. જે લ્યુસી જાણતી હતી.

વલ્લભભાઈએ તેમની રીતે પ્રયત્નો શરૂ કર્યા હતા.

‘‘આવો બેન...’’ શુભાએ ભદ્રાને આવકારી. વલ્લભભાઈએ, ભદ્રાએ નાનકડા સાદા ખંડનું અવલોકન કર્યુ. એ બંને ખુરશી પર બેઠાં- શુભા સામે પલગં પર બેઠી.

થોડી ક્ષણો શાંતિ પથરાઈ રહી. શુભાના ચહેરા પર ચિંતા અને કુતૂહલ બન્ને હતા.

‘‘તમે- વિરાજના માસી? વલ્લભભાઈએ શરૂ કર્યુ, શુભાને તરત જ વસ્તુસ્થિતિનો ખ્યાલ આવી ગયો. આ લોકો આરતીદેવીના પક્ષના માણસો હોવા જોઈએ, એ સ્પષ્ટ થયું.

‘‘વિરાજની હું સગી માસી નથી.’’ શુભાએ ધીમેથી શરૂ કર્યુ. ‘‘પમ તેની માના મૃત્યુ પછી મે જ ઊછેરી છે...’’

એ પછી વલ્લભભાઈને આરતીદેવીના સંસારમાં વિરાજે, જાણે અજાણે કેવી સ્થિતિ નિર્માણ કરી હતી. એ વાત શાંતિથી રજૂ કરી. તેમના શબ્દોમાં સરળતા હતી. સ્વસ્થતાથી એક પછી એક મુદ્રા ઉખેળતા હતા. ક્યાંય કટુતા ન હતી.

‘‘શુભાબેન- તમે વિરાજેને સમજાવી ન શકો? તમારું વચન તે અવગણશે નહિ.’’ આત્મિયતા સાથે વલ્લભભાઈએ તેમનું વ્યક્તવ્ય પૂરુ કર્યું.

‘‘સાહેબ- મન પમ આ હકીકત ખૂંચે છે. વિરાજ એક સરસ છોકરી છે. હું તેને ઓળખું છું. મે જ તેના મોટી કરી છે. એ દોષરહિત છે. તે આ માર્ગ પસંદ કરે તેવી નથી. કોઈના દબાણ હેઠળ આ પગલું ભર્યું હશે.’’ શુભા બોલી.

‘અમે પણ તેનો દોષ ગણતા નથી.. ખરેખર તો કોઈ છોકરી આવું શા માટ ેકરે? હવે શુભાબેન આપણે સૌએ સાથે મળીને વિરાજને સમજાવવી જોઈએ. એતો બાળક ગણાય.’’ વલ્લભભાઈના અવાજમાં આત્મિયતા હતી, જેનાથી શુભામાં વિશ્વાસ પેદા થતો હતો.

‘‘ભદ્રા એ સાથ પૂરાવ્યો.’’

‘‘બેન, વિરાજને તો હું સમજાવી શકીશ, મને શ્રદ્ધા છે પણ ત ેદબાણનો ભોગ બને તો શું? આમાં નાના માણસોએ જસહન કરવાનું આવે છે. વિરાજ કાંઈ અમસ્તી એ રસ્તે નહિ ગઈ હોય?’’ શુભાની દલીલનો સ્વીકારી કરવો પડે તેમ હતું. વલ્લભભાઈ અને ભદ્રા બંને સંમત થયા.

‘‘જુઓ, હું વિરાજને સમજાવીશ. આખરે મેં તેને પોષી છે- ભલે મારું લોહી નથી.. આપ મારી વાતનો ખ્યાલ રાખજો. વિરાજ ક્યારે અહીં આવશે- એ નક્કી નથી, પણ જ્યારે આવશે- ત્યારે.. તે મારી વાત માનશે. મને શ્રદ્ધા છે.

આટલું બોલતા શુભા થાકી ગઈ. તેના ચહેરા પર વેદના ઊમટી આવી. ‘‘તમે દુઃખી ન થશો... બેન. આમાં તમારી વિરાજનો કશો દોષ નથી. આ ઉંમર જ એવી છે. વળી તમારી વાત પણ સાચી છે. કોનો દોષ છે એ અમે જાણીએ છીએ. આમાં આરતી સુખી થાય, તેનો સંસાર ઊજડે નહિ- વિરાજ પણ સુખી થાય. એવી યોજના કરીશું...’’ વલ્લભભાઈએ વાત પૂરી કરી, અને વિદાય લીધી. શુભા બારણા સુધી વળાવવા આવી.

તેઓના ગયા પછી શુભા સૂનમૂન થઈને પલંગ પર પડી તેની આંખો ભીની થઈ ગઈ.

‘‘ શું માંડ્યું છે- આ છોકરીએ? કેવાં કેવાં મોટાં માણસોને પરેશાન કરી મૂક્યાં?

આરતીદેવી જેવી વ્યક્તિના સંસારમાં અંગારો બની ગઈ? નોકરી કરતી હતી એ શું પૂરતું નહોતું? અરે... આ તો પતનનો માર્ગ. આ કરતાં તો જીવનને સંકેલી લેવું શું ખોટું? આ માર્ગ પર તને લી જવી હોત તો- હું તને ન લઈ ગઈ હોત !’’

શુભાના દુઃખનો પારન રહ્યો.

‘‘પેલા પુરુષનો દોષ કોણ જોવા જવાનું હતું? દોષ સ્ત્રીઓ નો જ દેખાય. પુરુષોને હું ક્યાં નથી જાણતી? આટલા વર્ષો એની લીલાઓ જોવામાં વિતાવ્યા છે. વિરાજ, તને કેવી રીતે સમજાવી? આ તો મૃગજળ કહેવાય, તે શું એને સાચું જળ માની લીધું? અરે.. તું ક્યાં રહે છે. વિરાજ? તારું ઠામ ઠેકાણું પણ જાણતી નથી, નહિ તો તારી પાસે આવીને તારો કાન પકડીને સમજાવત કે...’’

શુભાના વિચારોની દિશા બદલાઈ ગઈ. શરીરની પીડા પણ ભૂલાઈ ગઈ. ‘‘અરે, છોકરી.... તમે મેં મોટી કરી છે, તને સહારો આપ્યો છે, અને તારા

સહારે જીવી પણ છું. તુ મારો, મારા જીવનનો હિસ્સો છું. તું પ્રત્યક્ષ નથી, છતાં તારી નિકટતા અનુભવું છું. તારા- મારા સંબંધો કોઈને સમજાઈ શકે તેમ નથી.

વિરાજ તેં મને જીવાડવા માટે તો સ્વીકાર્યું નથી ને? મારા પોષણ માટે ! તારી લાગણી હું જાણું છે, અને એટલે તો તને ઠપકો આપી શકતી નથી. તું મારી શક્તિ છે, તું જ મારી નબળાઈ છે- વિરાજ હું શું કરું?’’

શુભાનો વિષાદ તીવ્ર બનતો હતો. વલ્લભભાઈની સજ્જનતા તેને ગમી હતી.

તેને તેમના વિચારો પણ આવતા હતાં.

‘‘આટલો મોટો માણસ ! છતાં કેવી નરમાસથી વાત કરતો હતો? એ કેમ પેલાં... આરતીદેવીના પતિને નહિ સમજાવતો હોય? પછી પોતાના જ સવાલનો જવાબ આપતી હોય તેમ બોલી, ‘‘અરે, આવા રોગી પુરુષોને સમજાવવાં શું સહેલાં હતાં? ના રે ના, મારી પાસે આવનાર પણ ક્યાં સમજતા હતા? શું તેઓને પણ ઘરે કોઈ નહિ હોય? ભગવાને આવી માયા કેમ સર્જી હશે?’’

શુભા સાંજે મંદિરે ગઈ તો ખરી, પણ આ વિચારોએ તેનો કેડો મૂક્યો નહિ. વિરાજની સખી ઉષા મળવા આવી ત્યારે પણ તેમનું મન શંકાશીલ બની ગયું

ઉષા તો માત્ર મળવા જ આવી હતી. ‘‘માસી ગઈકામે સાસરે થી આવી, થયું કે તમને અને વિરાજને મળી આવું, પછી સમય મળે કે ન મળે.’’

ત્યાં સુધી શુભાને થયા કરતું નહતું કે આ છોકરી તો કશી નવી મુસીબત લઈને આવી નથી ને?

‘‘વિરાજ નથી? સર્વિસ પર ગઈ છે? ઉષાએ અધિરાઈથી પૂછ્યું.

ઉષા, વિરાજની એક માત્ર સખી હતી. તેની ઓળખાણ અને સિફારસથી વિરાજને આ નોકરી મળી હતી. તે તો પરમી ને સાસરે ગઈ હતી, એથી એ પછી સખીનો સંપર્ક તૂટી ગયો હતો. તે પૂરેપૂરો અતીતી જાણતી હતી. આ કારણસર જ તેને વિરાજ પ્રત્યે સહાનુભૂતિ અને લાગણી હતા.

અલબત્ત શુભાનો વર્તમાન અને અતીત તે નહોતી જાણતી. વિરાજે એ રહસ્ય સખી સુધી પહોંચવા દીધું નહોતું. ભલા, આવી વ્યક્તિ માટે કોણ સન્માન રાખે? અરે, અવહેલના જ સાંપડે. અને એનો ભોગ વિરાજે પણ બનવું પડે. વિરાજે પડદો જાણવી રાખ્યો હતો.

એ જ વિરાજ અત્યારે જે માર્ગ પર હતી, એ કાં તેના ચારિત્ર શોભા આપે તેવો નહોતો. શુભા તો દુઃખીની દુઃખી થઈ ગઈ હતી. હૃદયમાં અનેક વેદનાઓ ઘૂમરાતી હતી. વલ્લભભાઈ અને ભદ્રા તો અજાણ્યા હતાં. તેઓની સાથેની વાતચીતમાં અમુક મર્યાદાઓ આપોઆપ આવી જાય પણ ઉષા તો ક્યાં પરાયી હતી?

‘‘કોણ? ઉષા? સારું થયુ ંતું આવી...’’ એ વાક્યથી શરૂઆત થઈ. શુભાએ વિરાજની રજે રજ વાત ઉષાને જણાવી દીધી. ‘‘તું જ કહે, શું આ યોગ્ય કહેવાય? અરે નોકરી જતી હોય તો જવા દેવી જોઈએ. આવી રીતે લપસી જવાય?... હવે શું કરવું તું જ મને સમજાવ...’’

ઉષાની પાસે હૈયુ ખાલી કરીને શુભાને થોડી શાંતિ મળી. તેની આંખો ભીની હતી. વાત સાંભળીને ઉષા ગંભીર થઈ ગઈ. વિરાજના શુભા માસી, ખુદ કહેતા હતા, એટલે અવિશ્વાસ કરવાનો કોઈ સવાલ નહોતો.

થોડી થોડી ક્ષણો ખામોશી વ્યાપી ગઈ. ઉષાએ વાતો સાંભળી પણ ગડ બેસાડતાં સમય લાગે ને?

‘‘માસી વિરાજ કાંઈ આવી જાતની છોકરી તો નથી. સાવ સરળ સ્વભાવની છે. અશેષ સાથે છેતરાયેલી છે. તે આવું પગલું ભરે તો નહિ જ. એ છે ક્યાં?’’ ઉષાએ મૌન તોડ્યું. ‘‘એકવાર મળી લઉં, પછી જ તેની સ્થિતિનો ક્યાલ આવે.’’ પછી શુભાને આશ્વાસન આપતાં બોલી,‘‘અને, માસી, તને ચિંતા ન રાખશો. તમારી તબીયત પણ ક્યાં સારી છે? વળી સાવ એકાકી છો. હું થોડા દિવસ છું. શક્ય હશે તો તેનો સંપર્ક કરીશ...’’

‘‘ક્યાં છે- એ હું જાણતી નથી. થોડી સમય પહેલા મળવા આવી હતી. કદાચ બીજી વખત આવે પણ ખરી.’’ શુભાને ઉષાની વાતોથી રાહત થઈ હતી.

‘‘ઉષા તું આવતી રહેજે...’’ વિદાય લેતી ઉષાએ હા પાડી હતી.

ઉષા એમ કરી શકી ન હતી. તેણે વિરાજનો સંપર્ક સાધવા પ્રયત્નો કર્યા હતા પણ સફળ થઈ ન હતી. વિનાયક ઈન્ડસ્ટ્રીઝમા ંકોઈ તેના વિશે જાણતું ન હતું. એ હતી ત્યાં સુધી આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. તેની નિષ્ઠા માટે, સાદાઈ માટે, સૌમ્યતા માટે જાણીતી હતી. સ્થાન છોડ્યા પછી ક્યાં ચાલી ગઈ. એ કોઈ જાણતું ન હતું.

એક માત્ર લ્યુસી, અવિનાશની નવી સેક્રેટરી આ વાતતી માહિતગાર હતી. એક સમયે અચાનક જ, વિરાજ અને અવિનાશ વચ્ચે થતી ફોન પરની વાતો તેણે ફોના એક્ષટેન્શન પર સાંભળી હતી. એ રોમાન્ટિક સંવાદો તેણે ઘડકતા દિલે સાંભળ્યા હતા. વિરાજનો અવાજ પારખવામાં કાંઈ મુશ્કેલી પડી ન હતી.

એ પછી આવાં પ્રસંગો અનેકવાર બન્યાં હતાં. લ્યુસીએ જો વિરાજનો અવાજ ન સાંભળ્યો હોત તો તેના મનમાં આટલી ઉત્કંઠાન જન્મત, આ માનવ સહજ નબળાઈ ગણી શકાય. આ સીધી સાદી, સાધ્વી જેવી છોકરી આ હદ સુધી પહોંચી ગઈ હતી. તેને અનેક વિચારો સતાવતા હતા.

શા માટે વિરાજે આવી સ્થિતિ સ્વીકારી હશે? યુવાન માલિક પણ આવા લંપટ હશે કે પછી વિરાજે લપેટ્યા હશે? ગમે તે દોષિત હોય પણ આમાં આરતીદેવીને જ સહન કરવાનું આવતું હતું. લ્યુસીને આરતી માટે માન હતું. તેમના નૃત્યો અને સૌમ્યતાથી તે ખાસ્સી પ્રભાવિત હતી.

આ કારણસર તે આરતી પર નનામા ફોન કરવા તૈયાર થઈ હતી. આમાં પૂરતું જોખમ હતું. બોસ પ્રતિ વફાદારી જાળવી ન શકી. એનો ડંખ તેને કોસ્તો હતો. બીજું જો અવિનાશ તેની આ પ્રવૃત્તિ જાણી જાય તો નોકરી ગુમાવવાનો પણ ડર હતો. અવિનાશ ધારે તો અન્ય સ્થળે પણ નોકરી ન મલે એવી શક્યતા હતી. તેમ છતાં પણ આરતી પ્રત્યેની સહાનુભૂતિને વશ થઈને તેણે આ જોખમ ઊઠાવ્યુ ંહતું.

વલ્લભભાઈએ તેને બરાબર સાંભળી, તેના ઉમદા કાર્યની પ્રશંશા કરી. લ્યુસીને સંતોષ થયો. તેના મનમમાં વિરાજ માટે કુભાવ ન હતો. વિરાજની જે મૂર્તિ તેના દિલમાં સચવાઈ રહી હતી. એ ખંડિત બની ગઈ હતી, છતાં વિરાજ માટે હીન વિચારો આવતા ન હતાં.

આરતી ખુદ, તેના મળવા માટે તેના નિવાસસ્થાને આવી, ત્યારે તે આશ્ચર્યમા ંગરકાવ બની ગઈ હતી. તે એકલી જ હતી.તેના પિતાએ સમયે સૂર્યાસ્ત નિહાળવા ગયા હતા. આ તેમનો અતૂટ ક્રમ હતો.

આરતી લ્યુસીના નાનકડા, બે ખંડ, કીચનના ઘરની સ્વચ્છતા અને ગોઠવણીથી પ્રભાવિત થઈ હતી લ્યુસી સાથેની વાતચીત પછી તેની નિખાલસતા સ્પર્શી ગઈ. ‘‘મેડમ, વિરાજ મને ક્યારેય આવી છોકરી લાગી નથી. તે સાવ સીધી છોકરી હતી. હું તેની નિકટ હતી. અમારી વચ્ચે ક્યારેક અંગત વાતો પણ થતી. તે ગંભીર જરૂર હતી, પણ ઊંડી ન હતી. તે આવું પગલું ભરે એ હું માની જ ન શકી. પણ, મેડમ મારી વાત સત્ય છે. હેવ તો તેનું રહેઠાણ પણ મારા ખ્યાલમાં આવી ગયું છે. આપણો જૂનો ચોકીદાર રામસીંગ ત્યાં છે. આપ ખાત્રી કરી શકો છો.’’

લ્યુસીની શાંત અવાજમાં ગાંભીર્ય હતું, સચ્ચાઈ હતી, પરિસ્થિતિ ઉપસ્થિત થઈ હતી એ માટેન ીવેદના હતી.

આરતીની વેદના તીવ્ર બની હતી. લ્યુસીની વાતથી એ સ્પષ્ટ થતું હતું કે તેના પતિ જવાબદાર હતો, વિરાજના પતન માટે, આરતી પગથી સિખા સુધી ધ્રુજી ગઈ, એક ક્ષણ પૂરતી જ, પછી મંદ સ્મિતથી જાતને સંભાળી લીધી.

તેણે પણ લ્યુસીનો આભાર માન્યો. વિરાજનું સરનામું હવે તેની પર્સમા ંહતું.

વિરાજની ખુશીનો પાર ન હતો. તે જે ઝંખતી હતી, એની પ્રાપ્તિ થઈ હતી. અશેષ સાથેના સંબંધોતી તે સુખ અને દુઃખ બન્ને પામી હતી. નવીન અનુભૂતિનું સુખ તે પામી હતી. સરસ રીતે જીવતી હતી. એ સમયે સુખની પરિભાષા સિમીતી હતી. દાંપત્યના અનહદ આનંદમાં તરબોળ હતી. એ સમયે તેને માતૃત્વ ધારણ કરવાનો ખ્યાલ ડર પ્રેરતો હતો. અશેષની ઈચ્છાને તેણે કાયમ અવગણી હતી.

તેના જીવનમાંથી અશેષની બાદબાકી થઈ ગયા પછી અચાનક તેનામાં આ તરસ જાગી હતી. શુભામાસીની વાતોમાં સ્ત્રી-પુરુષ સંબંધોની છીછરી વાતો આવી જતી. શરૂઆતમાં વિરાજને ગમ્મત પડતી, પરંતુ અ પછી, ખાસ કરીને પરણ્યા પછી- તેને આવી વાતો પસંદ પડતી ન હતી.

‘‘શુભામાસીએ આ આનંદ કયાંથી અનુભવ્યો હોય? તે આવું બોલે એ સહજ ગણાય.’’ તે વિચારતી હતી. તેને શુભાની દયા આવી જતી. તેમના દિલમાં પણ અરમાન હશે ને ેક સમયે? જીવનના દાંપત્યના, પિતના, સંતાનનાં, એક ભર્યા ભર્યા જીવનના આનંદ અને વેદનાના, આંસુ અને સ્મિત ના એક સ્વપ્ન જન્મ્યું હશે, ખીલ્યું હશે... આઘાત પામ્યું હશે... અને છેવટે કરમાયું હશે. શું શું નહિ વિત્યું હોય એ સ્ત્રી પર. એ આખા અંતરાલમાં તે ભાંગીને ભૂક્કો થઈ ગઈ હશે. અને એ પછી તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યુ હશે. ભીતરના સંવેદન અને બાહ્ય આવરણોને ફગાવી દીધાં હશે. આ કઠોર પ્રક્રિયા પછી- દેહવિક્રય કાંઈ મોટી વાત ન ગણાય. મનની વેદના સમી જાય, પછી તનને કશુ ંખાસ થતું નથી.

શુભાની લાગણીહીન સસ્તી વાતોથી વિરાજની તરસ વધુ તીવ્ર બની હતી. ‘‘માતૃત્વ સ્ત્રીનો અધિકરા છે... એ તેની અંગત બાબત છે. એમાં કોઈએ કશું કહેવાનો અધિકાર નથી...’’ તેનું બંડખોર માનસ બોલકુ ંબની ગયુ ંહતું. અશેષે છલના કરી પછી પુરુષ પરથી તેનો વિશ્વાસ ઊઠી ગયો હતો.

‘‘એ જાત તો સ્વાર્થી છે. જ્યારે એ મીઠું બોલે છે ત્યારે ભીતરમાં છળ હોય છે.’’ વિરજા પુરુષની ધૃણા કરવામાં શુભાની લગોલગ હતી.

‘‘આખી દુનિયા થોડી અશેષ છે. એક અનુભવ પરથી કાંઈ નિયમ થોડો બનાવી શકાય.’’ મન દલીલ કરતું. એ દ્વિધામાં જ તે અવિનાશ સાથે વિચિત્ર સંબંધે જોડાઈ હતી. કોઈ પુરુષ સાથે કાયમ માટે જોડવા તે તૈયાર ન હતી. વિશ્વાસ તૂટી ગયો હતો.

માતૃત્વની તરસ કયારેક ક્યારેક ખૂબ પજવતી હતી. અવિનાશ સાથેના સંબંધના ભયસ્થાનો તે સારી રીતે જાણતી હતી. એમ છતાં પણ એ અવિનાશ સાથે જોડાઈ હતી. વિરાજ પ્રસન્ન હતી. અવિનાશે તેને માતૃત્વ આપ્યું હતું. સાત માસ પછી તે પરિતૃપ્ત પામી શકશે.

સવારે જ અવિનાશનો ફોન આવ્યો હતો.

‘‘વિરાજ આવવું છે દિલ્હી? મઝા કરશું, આઠ- દસ દિવસ માટે.’’

વિરાજે તબિયતનુ ંબહાનું દેખાડ્યું હતું. હકીક્તમાં તેનું મન આવી મઝાઓ પરથી ઊઠી ગયુ ંહતું. અવિનાશની નાખુશી તે પારખી ગઈ હતી.

તેણે ચીલાચાલુ રીતે આશ્વાસન આપ્યું હતું, ‘‘સોરી, અવિનાશ બાબુ... મને પણ ગમે છે, પણ મારી આ સ્થિતિ તમને પુરુષોને મઝાને બદલે સજા જ આપે.’’

અવિનાશ મનાઈ ગયો. આરતીની આવી હાલતથી તો તે વાકેફ હતો જ. આરતીને કાંઈ તેણે દિલ્બી આવવાનું કહ્યું ન હતું. આ તો માત્ર વિરાજ માટે જ હતું.

‘‘આ સ્થિતિમાં તો દરેક સ્ત્રી શા માટે પુરુષથી અળગી થઈ જતી હશે? માતૃત્વ તો ગમતું હોય છે... પણ એ પુરુષ કેમ અણગમતો બની જતો હોય છે?’’ અવિનાસ વિચારતો હતો. તેણે દિલ્હીના પ્રવાસ માટે વિરાજની ગણતરી કરી હતી. બિઝનેશનું કામ તો હતું જ, પણ ેમાં સાથે વિરાજ હોય તો મોટો ફરક પડી જતો હતો.

વિરાજનો ઈન્કાર તેને પસંદ પડ્યો ન હતો. છતાં તેનું આકર્ષણ હજું યથાવત જ હતું. ‘‘શું લાવું- તારા માટે?’’ તેણે જ પ્રશ્ન આરતી ને પૂછ્યો હતો એ જ વિરાજને પણ પૂછ્યો.

‘‘કશું જ નહિ.’’ આરતીએ આપ્યો હતો એવો જ જવાબ મળ્યો.

‘‘અત્યારે તો અવિનાશ પહોંચી પણ ગયા હશે- દિલ્હી ‘‘વિરાજ વિચારતી હતી. ‘‘કેટલા પ્રેમથી કહેતા હતા? મેં નાહક દુઃખી કર્યા. ગઈ હોત તો?’’ રડી રહી ને વિરાજ વિચારતી હતી . ‘‘મેં તેમની નાનકડી ઈચ્છા પણ સંતોષી નહી. આવી કઠોરતા મારામાં ક્યાંથી આવી ગઈ?’’ વિરાજ પરિતાપની લાગણી અનુભવવા લાગી.

શરીરમાં આળશ ચડી ગઈ હતી. તેણે આજે શુભામાસીને ત્યાં જવા વિચાર્યું હતું. રામસીંગને ટેક્ષીની વ્યવસ્થા કરવા કહ્યું હતું. તે ત્વરાથી તૈયાર થવા લાગી.

‘‘માલકીન...’’ રામસીંગ દોડી આવ્યો. તેના ચહેરા પર ગભરાટ હતો. વિરાજ પરસાળમાં હીંચકા પર બેઠી હતી.

‘‘માલકીન...’’ બડી માલકીન આઈ હૈ... રામસીંગ હાંફી ગયો હતો.‘‘કોણ...? બડી... માલકીન... આરતીદેવી?’’ વિરાજ અસ્વસ્થ બની ગઈ.

‘‘હા- માલકીન...’’ રામસીંગ આરતીદેવીને ઓળખતો હતો. વળી વિરાજના સ્થાનનો પૂરેપૂરો ખ્યાલ હતો. આ કારણસર જ બ જી માલકીનનું આગમન કેટલું વિચિત્ર કહેવાય એ તે સારી રીતે જાણતો હતો.

વિરાજે ઝડપથી પરિસ્થિતિ સમજી લીધી. છાની રાખેલી વાત આરતીદેવી સુધી પહોંચી ચૂકી હતી. ક્યારેક તો આમ બનવાનું જ હતું. આ ક્ષણોનો સામનો અવિનાશે કદાચ નહિ કર્યો હોય, કારણ કે ગઈ કાલે ફોન પર અનેક વાતો કરી હતી. એમાં આવો કશો ઈશારો પણ ન હતો. આરતીદેવી પાસે આ વાત કેવી રીતે પહોંચી હશે?

વિરાજને તરત સમજાઈ ગયું કે હવે આવું વિચારવાનો સમય ન હતો. તેણે એક ક્ષણમાં જ નક્કી કરી નાખ્યું કે તે સત્ય કહેશે, કશું છુપાવશે નહિ. આરતીદેવીને આવકારવા વિરાજ જ સામે ગઈ.

રામસીંગ જેટલું આશ્ચર્ય આરતીને પણ થયું.

‘‘આવો દીદી...’’ તે હસતા મુખે સામે આવી. જાણે વરસોથી પરિચિત ન હોય. સંબોધને આરતીને ચોકાંતી દીધી. તેણે આવા આવકકારની આશા નહોતી રાખી.

‘‘તું જ... વિરાજ ખરું ને?’’ આરતીદેવી વિરાજને બારીકાઈથી અવલોકન કરતા હતા. આ એ જ સ્ત્રી હતી જેણે તેના શાંત જીવનમાં આગ લગાડી હતી. છેલ્લા કેટલાય સમયથી બેચેન બનાવી હતી.

વિરાજને જોયા પછી આરતીનો રોષ ઓગળી ગયો. વિરાજ તેમના કરતાં યુવાન હતી, કાંઈક વધુ સુંદર હતી, સુડોળ હતી. તે એવી તો ન હતી. એ ખરાબ સ્ત્રી ન લાગી. તેની નમણી નિર્દોષ આકૃતિ પરથી લાગતું હતું કે તે જાણી જોઈને આવું ન કરે.

તે વિનાયક ઈન્ડસ્ટ્રીઝના કાર્યાલયમાં અનેકવાર ગઈ હતી પણ ક્યારેય વિરાજને જોઈ નહોતી. આવા આ વિરાજ ને શું અવિનાશે ફસાવી હશે? આરતીના મગજમાં અનેક વિચારો ઘુમરી ખાતા હતા.

‘‘દીદી... આવો...’’ વિરાજ તેમને સસ્મિત અંદરના ખંડમાં દોરી ગઈ. તે પણ મૂંઝવણ અનુભવતી હતી.

ખંડમાં સાદાઈ હતી. દીવાલ ુપર વિવેકાનંદજીની છબી હતી. એક ખૂણામાં ધૂપસળી જલતી હતી. ખંડનું વાતાવરણ એમાં રહેનાર વ્યક્તિનું આંતરિક બિંબ રજૂ કરતું હતું.

આરતી સોફા પર બેઠી. આંખો અવલોકન કરતી હતી, મન સ્વસ્થ રહેવા કોશિશ કરતુ ંહતું.

‘‘આવું દીદી...’’ કહીને વિરાજ જળપાનની વ્યવસ્થા કરવા ગઈ. વિરાજની સ્વસ્થતાથી આરતી અકળાતી હતી. ‘‘અરે, તે જાણતી જ હોવી જોઈએ કે મારા આગમનનું પ્રયોજન શું હોઈ શકે. છતાં તે જરા પણ અસ્વસ્થ નથી. નથી એના ચહેરા પર લજ્જાની એકે પણ રેખા ! શું સાવ બેશરમ હશે કે પછી દેખાય છે એવું નિર્દોષ?’’

આરતી રોષ પર કરી શકતી નથી વિરાજના ઉષ્માભર્યા વર્તનતી તે મૂંઝાતી હતી. આ ક્ષણોએ કરવા યોગ્ય વર્તન તે કરી શકતી ન હતી. આ પણ એક લાચારી હતી.

વિરાજે આણેલું શીતળ જળ તેણે અણગમાથી પીધું.

‘‘દીદી... તમને મારા પર પારાવાર ક્રોધ આવતો હશે, ખરું ને?’’ પોતે કસું કહે એ વિરાજે જ વિષય છેડ્યો હતો, નજાકતથી આરતી અચંબામાં પડી ગઈ.

‘‘અરે ! કેવી માટીની ઘડાયેલી છ ેઆ વિરાજ?’’ એવી રીતે વાત કરી રહી છે, જાણે ખબર પૂછી રહી હોય?’’

‘‘શું આ યોગ્ય થઈ રહ્યું છે?’’ આરતીએ શક્ય તેટલી રૂક્ષતા લાગીને કહ્યું. તેના ચહેરો ભાવવિહીન બની ગયો.

‘‘આવું બનવું કોઈ માટે સારું ન કહેવાય, દીદી’’ વિરાજે નરમાશથી જવાબ વાળ્યો.

‘‘તું શા માટે આ માર્ગ પણ વળી?’’ આરતીએ સીધો પ્રશ્ન પૂછ્યો, ‘‘તારામાં આટલી બધી સમજ હોવા છતાં.’’

‘‘દરેક કાર્ય પાછળ કારણ અને હેતુ હોય જ છે.’’ વિરાજ સાવ શાંતિથી જવાબ વાળ્યો.‘‘મારો હેતુ તમને નુકશાન પહોંચાડવાનો હરગીઝ નહોતો. મારો સ્વાર્થ હું ઈન્કારતી નથી. મારો સ્વાર્થ તો હતો જ.’’

આરતી અકળામણ અનુભવવા લાગી. કેવી વિચિત્ર વાતો કરી હતી. આ છોકરી?

મારા પતિને છિનવ્યો, એ શું મારી હાની ન હતી?

‘‘દીદી... તમારી પરેશાની હું સમજું છું હું તમારી સમક્ષ સત્ય વાત જ કહેવાની છું. મેં પાપ કર્યુ કે પુણ્ય, એ વાત મારે મન ગૌણ છે. સંજોગોને અનુસાર, હું વર્તી છું. એ સમયે અવિનાશબાબુ ખૂબ લાચાર અને એકાકી હતા. તેઓની મનોદશા દયનીય હતી, સહારાની જરૂર હતી, હૂંફની જરૂર હતી, ગમે તેવી મોટી વ્યક્તિને પણ ભીતરની ટકી રહેવું પડે છે. એ સમયે તેમની સ્થિતિ મને સ્પર્શી ગઈ.

ખરેખર, મારી પણ એવી જ સ્થિતિ હતી. હું પણ ભાંઘી ચૂકી હતી. એક પુરુષે લગ્નના છળમાં મને છેતરી હતી. લગ્નના નમથી ડરતી હતી, ભડકતી હતી. છતાં એક તીવ્ર તરસ મને મૂંઝવતી હતી. આ નવી જાતના સંબંધની વાત મને પસંદ પડી ગઈ.

આરતીદેવી, તમારા પતિના સ્થિતિ એ સમયે એવી દયનીય હતી કે જો મેં ઈન્કાર કર્યો હોત તો... તેઓ અન્ય માર્ગે સહેલાઈથી વળી ગયા હોત.‘‘વિરાજ અટકી. તે થાકી પણ હતી. આરતી કશું ન બોલી.

‘‘અને દીદી, સત્ય સમજી લેજો, હુ ંછું એટલે તમે તમારા પતિને પુનઃ પામી શકશો... મારે માતૃત્વ જોઈતુ ંહતું જે મને મળી જશે... ગણતરીના સમયમાં મેં અવિનાશબાબુને તમારી અનામતના રૂપમાં જોયાં છે, અને એ રીતે જ વર્તી છું. હુ કોઈ હલકી, વિલાસી સ્ત્રી નથી. હવે બોલો દીદી, તમારે મને શો ઠપકો આપવો છે?’’

વિરાજના ચહેરા પર પ્રસ્વેદનાના બુંદો હતા. તે મંદ મંદ હસી રહી હતી. આરતીને લાગ્યું કે તેને ખાસ કાંઈ કહેવાનું રહ્યું ન હતું.

બધું જ વિરાજ છીનવી ગઈ હતી. આટલી ગંભીર વાત તે હળવાશથી કહી રહી હતી. તેના ચહેરા પર રજભર પણ ભાર ન હતો.

આ છોકરીમાં ગજબની તાકાત હતી, ઠંડી તાકાત. તે અવિનાસને છીનવી લે, એ કાંઈ નવાઈની વાત ન ગણાય. આરતીના રોષને તેણે છેદી નાખ્યો હતો. શીતળતાથી શબ્દોની પસંદદી પણ કાળજીથી કરતી હતી. આને મહાત કરવી સ્હેલી નહોતી.

‘તો ... તું પ્રેગનન્ટ છે, એમ ને?’’ આરતીનો સ્વર ધ્રૂજ્યો.

વિરાજે મસ્તક હલાવી હા પાડી. તેના ગાલ પર લજ્જાની સુરખી પથરાઈ ગઈ. આરતી વિષાદમાં ડૂબી ગઈ. અરેરેર, અવિનાશ ક્યાં સુધી પહોંચી ગયા? આ શું પોતાનો પરાજય હતો કે પછી અવિનાશનું પતન? કે... પછી આ છોકરીનો જય? વિરાજ એવું કશું તો કહેતી નહોતી. તો પછી આ શુ ંહતું?

આ અંત હતો કે પ્રારંભ, એ પણ ખ્યાલ આવતો ન હતો. આવો અવૈદ્ય સંબંધ ધરાવતી વિરાજ કેટલી સુખી દેખાતી હતી? કેટલી પ્રસન્નતા છલકાતી હતી એના ગૌર ચહેરા પર? જ્યારે પોતે વિષાદમાં ડૂબી ગઈ હતી. એક ન સમજાય હતો કે પછી અવિનાશનું પતન? કે... પછી આ છોકરીનો જય? વિરાજ એવું કશું તો કહેતી નહોહતી. તો પછી આ શું હતું.?

આ અંત હતો કે પ્રારંભ, એ પણ ખ્યાલ આવતો ન હતો. આવો અવૈદ્ય સંબંધ ધરાવતી વિરાજ કેટલી સુખી દેખાતી હતી? કેટલી પ્રસન્નતા છલકાતી હતી એના ગૌર ચહેરા પર? જ્યારે પોતે વિષાદમાં ડૂબી ગઈ હતી. એક ન સમજાય તેવી હતાશા તેને ઘેરી વળી હતી. એક ક્ષણ તો તેને થઈ આવ્યું કે લ્યુસીએ તેને ન જણાવ્યું હોત તો તે કેટલી સુખી હોત?

‘‘દીદી... તમને મેેં નાહક દુઃખી કર્યા. મારી ઈચ્છાથી મેં માતૃત્વ મેળવ્યું છે.

મારે કેટલો મોટો પ્રતિકાર કરવાનો છે. આ સમાજનો, એ હું જાણું છું. મારે બીજું કશું આકર્ષણ નથી. કુંવારી માતા બનવાનું મેં સ્વીકાર્યું છે, પણ મારા આ કૃત્યની છાયા ક્યાંક પડે એમ ઈચ્છતી નથી.

દીદી તમે નચિંત રહો. મારા આ દેહનો મોહ ક્યારેક તો છૂટવાનો છે. એ કાંઈ શાશ્વત નથી. આ ગોઠવણનો ગમે ત્યારે અંત આવવાનો છે. ચાહે શરૂઆત મારા તરફથી થાય કે પછી....’’ વિરાજ અટકી.

‘‘દીદી... તમે દુઃખી ન થશો. હું ગમે ત્યારે રમત લાવી દઈશ... પછી તમે સંભાળી લેજો...’’

વિરાજ આ પછી કશું ન બોલી. તેની આંખો ભીની થઈ ગઈ. સ્મિત વિલાઈ ગયું.

‘‘વિરાજ...’’ આરતી નજીક આવી. ભાવવશ બનીને તેને ભેટી પટી.‘‘આપણો અવતાર ભારે ભૂંડો. લાગણીના ઘર બનાવવા અને આપણે જ તોડવા. દોષિત તું પણ નથી, કદાચ હું હોઈ શકું, અને કદાચ પેલો પુરુષ.... મારો પુરુષ... તારો પુરુષ...’’

બન્નેએ આત્મિયતાથી વાતો કરી. બંને વચ્ચે એક સંબંધ જન્મ્યો.

‘‘વિરાજ... તું પૂર્વવત્‌ જીવન જીવ્યે જા. હું પણ એમ જ કરવા પ્રયત્ન કરીશ... ફોન પર મળીશું. ક્યારેક આ રીતે રૂબરૂ પણ મળીશું... એક નવી સમજ કેળવીશું... જેનો મોહ અંત પામે, એ રમતમાંતી નીકળી જાય. ચાલ પેલા પુરુષની પરીક્ષા લઈએ. આરતી ખડખડાટ હસી પડી. વિરાજ હસીને શકી.

આરીની વિદાય પછી વિરાજ ગમગીન બની ગઈ. આરતીની એ તેનો તિરસ્કાર કર્યો હતો, તો તેને આટલું દુઃખ ન લાગ્યુ ંહોત.આરતીએ તેને કશું કહ્યું ન હતું, પ્રેમથી ભેટીને વિદાય લીધી હતી. આરતીના ઔદાર્યથી તે ખિન્નતા અનુભવતી હતી.

શા માટે આરતીદેવી એ આવી ઉદારતા દેખાડી? એ મહાન સ્ત્રી પાસે તે સાવ વામણી બની ગઈ હતી. તેને એવો મૂઢ માર વાગ્યો હતો, જેનાં નિશાન દેખાતાં ન હતા. વિરાજે શુભામાસીને મળવાનું નિયત કર્યું હતુ... એ માંડી વાળ્યું. અસ્વસ્થ ચિત્તે તે કશું કરવા માગતી ન હતી. આખી રાત આ વિચારોએ એનો પીછો ન છોડ્યો. આરતીને મળ્યા પછી સંજોગો બદલાઈ ગયા હતા. ભલે તેમણે વિરાજે અપરાધમુક્ત કરી, પણ વિરાજન ેહવે લાગતું હતું કે તે અપરાધી હતી. હવે આ સ્થળે તેનું રહેવું યોગ્ય ન હતું. અવિનાશની જિંદગીમાંથી તેણે નીકળી જવું જરૂરી હતું. તેણે મક્કમતાપૂર્વક નિશ્ચય કરી લીધો, અલબત્‌ કર્યાં જવું, એ વિશે વિચાર્યું ન હતું.

આ રમણિય જગ્યા પરથી તેનું મન ઊઠી ગયું. જીવનના મહત્વના બે વર્ષ તેણે આ સ્થળે પલાર કર્યા હતા. સારી રીતે પસાર કર્યા હતા. આજે બધું આત્માવિહિન ખંડેર જેવું લાગતું હતું.

રંજન અને રામસીંગ છોટી માલકીનનું આ પરિવર્તન નિહાળી રહ્યા હતાં. રામસીંગને તો ખુશી થતી હતી. ઘણાં લાંબા અરસા પછી તેણે બડી માલકીનના દર્શન કર્યા હતા. રંજનને તો વિરાજની જ ઓળખાણ હતી. વિરાજના ભોળપણ ઉપર તે મુગ્ધ હતી.

‘‘આવી સુંદર સ્ત્રી, સા માટે આવા સંબંધોમાં પડતી હશે?’’ તેને આશ્ચર્ય થતુ ંહતું. અવિનાશબાબુ માટે તેને કાસ માન ન હતું. તેઓ માલિક હતા. માલિકનું માન જાળવવામાં તે જરા પણ કચાસ રાખતી ન હતી. આરતી અને વિરાજની વાતચીતના થોડા અંશે તે જાણતી હતી. તેણે તો મોટા બનાવની અપેક્ષા રાખી હતી, પણ તેમ થયું ન હતું.

દુઃખી થતી વિરાજને જોઈને તેણે પણ દુઃખ થતું હતું, પણ તે લાચાર હતી. તે શું કરી શકે?

અચાનક વિરાજ તેને પૂછી બેઠી, ‘‘રંજન- તે શાંતિ-આશ્રમ જોયો છે?’’ આવા સવાલની તેને આશા ક્યાંથી હોય?

શહેરની દૂર વન-પ્રદેશમાં એક આશ્રમ હતો. બહુ જ જાણીતી જગ્યા હતી ત્યાં જવાનો માર્ગ એટલો સરળ ન હતો. ત્યાં એક મૌન સાધુ વર્ષોતી રહેતા હતા. વિશાળ જગ્યા હતી. થોડા પાકા અને થોડા કાચા બાંધકામો હતા. સૃષ્ટિિ તો મહેરબાન હોય એ સ્વાભાવિક હતું કારણ કે આ વન્યપ્રદદેશ હતો કુદરતના ખોળે જીવન ધબકતુ ંહતું. શાંતિ અને પવિત્રતા આ સ્થળના પ્રાણ હતા.

રંજને આશ્રમની એક મુલાકાત લીધી હતી. ભૂતકાળની વાત હતી ત્યારે તે સાવ કિશોરી હતી. માતા સાથે આવી હતી. તેને ગમ્યું હતું.

‘‘હા- બેન- સરસ જગ્યા હતી. વર્ષા પહેલા ગયેલી ત્યારે ઘાઘરી પોલકા પહેરવાની શરૂઆત કરી હતી. બે દિવસ રહેલા.’’ રંજને તેની જાણકારી ઉત્સાહથી પ્રદર્શિત કરી.

વિરાજે નક્કી કર્યુ ંહતું કે અવિનાશથી દૂર દૂર ક્યાંક ચાલ્યા જવું, જ્યાં ફરી અવિનાશની છાયા શુદ્ધા ન પ્રવેશી શકે. શુભા પાસે જવા તેનું મન માનતું ન હતું.

‘‘માસીને હવે પરેશાન નથી કરવા. આખી જિંદગી તે શું મારો ભાવ સહ્યા કરે?’’

માસીને જાણ કર્યા સિવાય, તે કશે ચાલી જવા ઈચ્છતી હતી. તે ગર્ભવતી હતી એ પ્રશ્ન પણ વિચારવાનો હતો. તે ડરે તેવી ન હતી. તેને અશેષની પત્ની રત્ના યાદ આવી. રત્નાને તેણે ઠરી ઠામ કરી હતી. એ શું મદદ ન કરે? જરૂર કરે. વિરાજે રત્ના માટે ઘણો મોટો ભોગ આપ્યો હતો. પણ એમાં જોખમ હતું જ શુભા આ વિસ્તારમાં રહેતી હતી. તે છાની રીતે રહી ન શકે. અને શુભા માસી જાણે તો કેટલું ખરાબ લાગે? એ આઘાત ઝીલવો કોઈ પણ પક્ષ માટે સહેલો ન હોય.

અચાનક જ તેને ‘શાંતિ- આશ્રમ’ યાદ આવ્યો. તે પોતે તો ક્યારેય ત્યાં ગઈ ન હતી, સાંભળ્યું ઘણું હતું. ત્યાં રહેતા મૌની સાધુનો મહિમા વિશેષ હતો. તેઓ આશ્રમ છોડીને ક્યાંય જતા ન હતાં. બે ટેકરીઓ વચ્ચેના ઢાળમાં, નિસર્ગના ખોળામાં આશ્રમ હતો. શિવ-મંદિર હતું. શિવ-લિંગ પર પથ્થરની ફાટમાં નિર્ઝરતા નિર્મળ ઝળનો સતત અભિષેક થતો. આ કુદરતની વ્યવસ્થા હતી, માનવ રચિત ન હતી. એથી ક્ષતિરહિત હતી.

વિરાજે આશ્રમ વિશે ઘણી પ્રશંસા સાંભળી હતી.

‘‘રંજન, ચાલને આપણે આશ્રમ જોઈ આવીએ, દર્શન કરી આવીએ.’’ વિરાજના ચહેરા શિશુ સહજ આનંદ હતો.

‘‘બેન-જી આવીએ... તમારી તબિયત સારી હોય ત્યારે...’’ રંજન અચકાતા અચકાતા બોલી.

‘‘અરે, મારી તબિયતને કશું નથી. આવું તો આ દિવસોમાં થયા કરે, ખરું ને રંજન ! નવસર્જન કાંઈ સહેલ થોડી છે. એ તો વેદના અને આનંદનો સમન્વય છે... કાલે સવારે ટેક્ષીમાં ઊપડીએ. તું સાથે હોઈશ તો મને ગમશે...’’ વિરાજ ભાવવિભોર થઈ ગઈ હતી. રંજનને ખુશી થઈ. તેની યુવાન માલકિન ઉદાસી માંથી બહાર આવી હતી. તે સાથ આપવા રાજી થઈ ગઈ. યુવાન હૃદયના સ્પંદનો કેટલાં ચંચળ હોય છે, એ રંજન સારી રીતે જાણતી હતી.

રામસીંગને જરૂરી સૂચનાઓ આપીને પરિચિત ટેક્ષીમાં એ બન્ને વહેલી સવારે ઉપડ્યા, ત્યારે હજુ પ્રભાત ફૂટું ફૂટું થઈ રહ્યું હતું. વિરાજે સૌમ્ય પહેરવેશ પર પસંદદી ઉતારી હતી. ગૌર ભાલ પર મધ્યમાં નાનકડી બિંદી ચમકી રહી હતી. તે પ્રસન્ન હતી, ખૂબ ખૂબ પ્રસન્ન હતી.

માલકિનની પ્રસનનતાથી રંજન પણ ખુશ હતી. બંને વચ્ચેની મર્યાદા આજે લોપ થી ગી હતી. રંજન તેની પહેલી મુલાકાતને તાજી કરી રહી હતી - વિરાજ શાંતિથી તેને સાંભળી રહી હતી. અમુક સમયે ટાપશી પૂરતી હતી, હોંકારો દેતી હતી, ક્યારેક હળવી મજાક પણ કરી લેતી હતી.

કાચી સડક પર ગાડી સરકતી હતી. ચઢાવ અને ઢાળ આવતા હતા. આજુબાજુ પ્રકૃતિની સુંદરતા નીખરી રહી હતી. વૃક્ષોની ઝાડી સવારના હૂંફાળા ઉજાસમાં સ્નાન કરી રહી હતી. મંદ વહેેતા મલયમાં વાતાવરણનું ડોલન મન હરી લેતું હતું. માર્ગ લગભગ શાંત હતો. વાહનોની ભીડ હતી. ગ્રામિણ સ્ત્રી-પુરુષો, બાળકોના અવારનવાર દર્શન થતા હતા. ટેકરી માંથી વહેતા ઝરણાઓ ઠેર ઠેર અવરોદક બનતા હતા. રામસીંગના મિત્ર અબ્દુલનું ડ્રાઈવિંગ મજાનું હતું. તેની દક્ષતાથી પણ વિરાજને આનંદ થતો હતો. ‘‘બેનજી- આ રસ્તે અનેકવાર આવી ગયો છું... એકે એક નદીનાળાથી પરિચિત છું.. . હમણાં આ તરફ આવવાનું ઓછું બને છે. મૌની બાબાને માણસોની ભીડ પસંદ નથી.’’ અબ્દુલ પણ વાતમાં ભાગ લેતો હતો.

‘‘ત્યાં કોઈ રહે છે, ખરાં? વિરાજે પૂછ્યું. તેના પ્રશ્નનો આશય રંજન કે અબ્દુલ સમજી શકે તેમ ન હતા.

‘‘મૌની બાબા - તો રહે જ છે. સાથે કોઈ રહેતું પણ હોય. બાકી સાંજ સુધી.. દર્શન કરવા માણસો આવતા-જતા હોય છે.’’ અબ્દુલે જવાબ વાળ્યો, પછી ઉમેર્યુ,‘‘બેનજી... એ જંગલમાં તો કોણ રહી શકે !’’

સૂર્યના તડકામાં ઉષ્મા નહોતી, પણ મુલાયમતા હતી. થોડી મજલ કાપ્યા પછી ડુંગરાળ ભૂમિ આવી, ઢાળની ઉછળ-કૂદ આવી, થોડાં વળાંકો આવી નાનકડો કાચો માર્ગ વધુને વધુ સાંકડો થતો ગયો. વનરાજી ગાઢ બનતી જતી હતી. શિવની સ્તુતિ અને જયઘોષ કર્ણપટ પર આછાં આછાં અથડાતાં હતા.

વિરાજની આપો આપ, બન્ને હથેળીઓ નમસ્કારની મુદ્રામાં બિડાઈ ગઈ. રંજન પમ અનુકરણ કરી રહી હતી. વાતાવરણ જ એવું હતું કે પરમ તત્વ સાથે એકાકાર થઈ જવાય.

ઘંટારાવ વધુને વધુ સ્પષ્ટ થતો ગયો, સ્તુતિ- ગાન-જયઘોષ હવે સ્પષ્ટ રીતે સાંભળી શકતા હતા.

થોડી ક્ષણોમાં આખું દૃશ્ય નજર સમક્ષ ઉપસી આવ્યું. શિવાલયની શ્વેત ધજા તોફાની પવન સાથે ફરકતી હતી. મંદિર ઢાળ પર નીચાણમાં હતું. મંદિરના શિખરનો

મોટો હિસ્સો જોઈ શકાતો હતો. બાકીનો શેષ માર્ગ ગાઢ વૃક્ષોની ઘટાથી ઢંકાયેલો હતો.

માનવ બોલચાલના કિલ્લોલ, મુક્ત વિહંગોના કંકારવ, પાસેથી વહેતા જળપ્રવાહનો ખળખળ કલરવ, વાતાવરણને નવીનરૂપ બક્ષતા હતા. જડ ચેતન સામટા નિજ મસ્તીમાં લીન બનીને એક દિવ્યતા માણી રહ્યા હતા. નવાગંતુક પણ આમાં એકરસ બની જાય એમાં શી નવાઈ !

વિરાજને અપૂર્વ શાંતિનો અનુબવ થયો વિશાળ આશ્રમનો એક એક અણું આનંદની અભિવ્યક્તિ કરતુ ંહતું. નીરવતા હતી, પણ સાથો સાથ સંવાદો પણ હતા, જે નિરંતર પેલા પરમ તત્ત્વ સાથે ચાલતા હતા.

થોડા દર્શનાર્થીઓ હતા, પણ ભીડ ન હતી. પ્રાંગણમાં મધ્યમાં શિવાલય હતું. એને વળગીને જ જળપ્રવાહ વહેતો હતો. નાનકડો પટ હતો. પ્રવાહમાં ત્વરા અને ઊછળકૂદ હતા. પ્રાંગણમાં એક તરફ ઘાસમાંથી બનાવેલી નાની નાની કુટિરો હતી. કુટિરોની આસપાસ માટીનો ઓટલો હતો. એક પાકું છાપરાવાળું મકાન હતું. એમાં મૌનીબાબા નિવાસ કરતા હતા. મંદિરની બીજી બાજુ એક જિર્ણ મકાન હતું- જેનો ઉપયોગ દર્શનાર્થીઓ કરતા હતા. હારબંધ આઠ-દસ ઓરડાઓ હતા.આગળ લાંબી પરબાળ હતી. દિવસ દરમિયાન માણસોની આવનજાવન રહેેતી. સાયં આરતી પછી બધાં શોરબકોર વિખરાઈ જતાં રાત્રિ દરમિયાન નિરવ શાંતિ છવાઈ જતી, મૌનિબાબા અભયાનંદજીના મૌનની માફક જ સ્તો. થોડા અંતેવાસીઓ કુટિરોમાં રાત્રિ વિતાવતા જ્યારે કેટલાક તો તો ખુલ્લાં પ્રાંગણમાં જ નિદ્રાધિન થઈ જતાં. પ્રાગડની પહેલી પળે આખો આશ્રમ આળસ મરડીને જાગૃત થઈ જતો. ચેતના ની જ્યોત શિવાલયના ગર્ભદ્વારમાં સતત પ્રજ્વળતી રહેતી.

શિવરાત્રિ કે એવાં ખાસ ઉત્સવો સિવાય અહીં ભીડ જમા થતી ન હતી. સૃષ્ટિની વિશાળતા અને નીરવતામાં ખાસ ખૂલેલ પહોંચતી ન હતી. અભયાનંદજી આ કારણે વિશેષ પ્રસન્ન રહેતા હતા.

આ જગ્યાએ તેઓ આવ્યા ત્યારે તેમની યુવાન વય હતી. ગૌર, પડછંદ કાયા પર સમયના નિશાનો લાગી ગયા હતા. એક શ્રાવણી રાતે- ન જાણે ક્યા કારણસર, પણ તેમણે અવિરત મૌન ગ્રહણ કર્યુ હતું. હોઠો મંદમંદ સ્મિત વરસાવી શકતા હતા, પણ શાબ્દીક અભિવ્યક્ત પર સંયમની પાર બંધાઈ ચૂકી હતી. તેઓ બહુ જ સારા વક્તા હતા. મહાવિદ્યાલયની શિક્ષા પાર કરીને કોઈ અગમ્ય કારણોસર સંસારમાં જોડાયા ન હતા. કુટુંબીજનોના આ અતિ આગ્રહને અને પ્રેમને પણ અવગણીને તેઓ ત્યાગની

ભૂમિ પર વિહર્યા હતા. થોડા વર્ષો- ભટકવામાં વિત્યા હતા, શરીરના અને મનના પણ.

એ વય જ એવી હતી, એ યુવાનની ભીતર એક ભીષણ યુદ્ધ ચાલી રહ્યું હતું. ક્યારેક થતું કે લાવને, ફરી ઘરે પહોંચી જાઉં. વાતત્સલ્યનો માળો ત્યાં વેરવિખેર થઈને પડ્યો હતો. વળી થતું કે,ના... મારે તો મુક્તિ મેળવવી છે- આખા વિશ્વ માટે મુક્તિનો માર્ગ શોધવો છે, સૌનું ક્લ્યાણ કરવું છે. મારે પાછા ફરવુ ંન જોઈએ.

આવી અવઢવ વચ્ચે આ સ્થળે તેનું આગમન થયું હતું. મનના તાર, ક્યાં અને ક્યારે મળી જાય છે- એ એક અગમ્ય વિષય છે. તેના ભટકતા મનનું અહીં સમાધાન થયું હતું. એક નવીન પ્રકાશ લાધ્યો હતો. બસ આ એ જ સ્થળ.

એક નાના શાં બીજનું વટવૃક્ષ - એક વિશાળ આશ્રમ બનીને પાંગયું હતું. સાવ અડીને આવેલું સાપર ગામ તો... આને ઈશ્વર કૃપા માનતું હતું.

ઘડીભર તો વિરાજ વિસરી ગઈ હતી કે તે શા માટે અહીં આવી હતી. આ સ્થળે કુભાવ ક્યારેય ન જાગે. વિરાજ વિચારતી હતી- અબ્દુલ દ્વાર પાસે ઓટલા પર બેસી ગયો. ‘‘સરસ આશ્રમ છે, નહિ?’’ વિરાજ મુગ્ધતા થી બોલી ઊઠી. ‘‘હા- બેન-શાંતિ લાગે છે?’’ રંજન હસીને બોલી.

‘‘હા- બહાર પણ શાંતિ અને અંદર પણ...’’ વિરાજે પૂરું કર્યુ બંને તરફથી ઊંચી ટેકરીઓ આકાશના આ મોટા હિસ્સાને ઢાંકી દેતી હતી. બાકી નું કાર્ય ગાઢી વનરાજી કરતી હતી.

બન્નેએ ધરાઈ ધરાઈને શિવના દર્શન કર્યા. મંદિરના એક અંતેવાસીએ આવીનો ભોજન માટે પૃર્છ કહી. ‘‘મારે મૌની બાબા જીને મળવું છે. એ માટે જ અહીં આવી છું.

મને મેળવી આપશો??’’

વિરાજ વિનયપૂર્વક યાચના કરી.

‘‘હા... મળી શકશો. તમે ભોજનમાંથી પરવારો - હું બાબાની અનુમતિ મેળવી લઉં.’’ યુવાન અંતેવાસીએ ઉત્સાહથી ઉત્તર વાળ્યો.

‘‘માત્ર દર્શન નથી કરવા, મળવું છે.’’ વિરાજે દોહરાવ્યું હતું. અભયાનંદજીના કક્ષમાં સાવ સાદાઈ હતી. એક ખૂણામાં ધૂપ-સળીઓ જલી રહી હતી. વિશાળ ખંડમાં લાલ જાજમ બિછાવી હતી. એવા જ સાદા આસન પર બાબા બેઠા હતા. ચહેરા પર શાંતિ હતી. પાસે પાટી-પેન પડ્યા હતા. પેલા યુવાન આશ્રમવાસી તેમના આસન પાસે બેઠો હતો. આજુબાજુના વાતાવરણની આ ખંડમાં હતી.

બાબાએ સ્મિતથી આવકાર આપ્યો. અન્ય દર્શનાર્થીઓ થોડીવારમાં વિદાય થયા. પછી વિરાજ અને રંજન રહ્યા, ‘‘રંજન અહીં જે વાત થાય તે પેટમાં જ રાખજે’’ વિરાજે ધીમા સ્વરે કહ્યું.

‘‘બાબા મારી વ્યથા કહેવા આવી છું‘‘ વિરાજે પ્રાર્થના કરતી હોય એવા ભાવથી કહ્યું. બાબાએ પેલા અંતેવાસી યુવાનને બહાર ચાલ્યા જવાનો ઈશારો કર્યો, અને પછી એક અમીદૃષ્ટિ વિરાજ પર ફેંકી.

પ્રારંભ કેવી રીતે કરવો એ મૂંઝવણે વિરાજને જરા અસ્વસ્થ કરી, પણ પછી તેનામાં હિંમત આવી તેના અહીં આવવાનો એક ઉદ્દેશ આ હતો જ. વિરાજે એક પછી એક નેતા જીવનના પૃષ્ઠો ખુલ્લા કર્યાં, નિખાલસપણે બધી જ વાતો કહી ક્યારેક તેનો અવાજ ઢીલો થતો હતો, ક્યારેક કંપતો હતો, રૂંધાતો હ તો. નિષ્કપટ રીતે પોતાના વિશે સાચી કબૂલાત કરવી - એ નાનીસૂની વાત ન હતી. જે વેદનાઓ ભોગવી હતી, એને ફરી ઘૂંટવાની વાત હતી. જે ભૂલો કરી હતી, એને સ્મરવાની વાત હતી. ભૂતથી છેક વર્તમાન સુધીની વાત તેણે કોઈ પણ આવરણ રાખ્યા વિના ખુલ્લી કરી. તેની આંખો ભીની થતી હતી. રંજન પણ વેદનામાં સામેલ થઈ હતી.

અભયાનંદજી શાન્ત ચિત્તે કથા સાંભળતા હતા. સાંજ ઢળી રહી હતી. આશ્રમમાં દીપમાળો પ્રગટાવાઈ રહી હતી. સૂર્યનો ઉજાસ અહીં વહેલા અસ્ત થતો હતો.

‘‘બાબા-ગર્ભસ્થ શિશુ સમેત આપના ચરણમાં આવી છું. મારે આપના સાનિધ્યમાં રહેવું છે. ાશ્રમમાં વસવું છે. મારા માટે આ વિશ્વમાં અન્ય કોઈ સ્થાન નથી. આ છેલ્લો મુકામ છે. ખૂબ ખૂબ ચિંતન કરીને અહીં આવી છું. મને તારો, તો પણ આપ ડૂબાડો તો પણ આપ.’’

વિરાજે વાત પૂરી કરી અંતિમ વાત સાંભળીને રંજન ચમકી. અભયાનંદજીએ પુનઃ મમતા ભર્યું સ્મિત કર્યું. હાથથી સાંત્વન આપ્યું.

એક આશ્રમવાસી સીતલ જળના પાત્રો ચૂકી ગયો. વિરાજ હળવી બની ગઈ હતી. બાબા પાસે બધી જ વ્યથા ઠાલવીને ખાલી થઈ ચૂકી હતી. જે ભાર ભીતરને મુંઝવતો હતો. ખળભળાવતો હતો. એથી તે મુક્ત બની હતી. રંજનની આંખોમાં વિસ્મય હતું. જે સ્ત્રીને તે સુખ માનતી હતી. વૈભવથી લદાયેલી માનતા હતી, એ પણ કેટલી દુઃખી હતી એનું ભાન થયું હતું. વિરાજ ત્યાગની વાત કરી રહી હતી. એનું આશ્ચર્ય પણ નહોતું થતું.

બાબાએ પાટી હાથમાં લીધી. પેન વડે તેના પર કાંઈક લખ્યું. સ્મિત સાથે પાટી વિરાજ પ્રતિ લંબાઈ. લખ્યું હતું. ‘‘આપની વ્યથા સાંભળી દુઃખી થવાની જરૂર નથી. રાતવાસો અહીં જ કરજો. વ્યવસ્થા થઈ જશે. નશ્ચિત બની ને આરામ કરજો. કાલે સવારે ફરી મળીશું. ઈશ્વર સૌનું કલ્યાણ જ કરશે.’’

વિરાજને અપૂર્વ શાંતિનો અનુભવ થયો.

અભયાનંદે વિરાજને શાંતિથી વિશ્રામ લેવાનું કહ્યું હતું, પણ તેઓ ખુદ અશાંતિમાં ડૂબી ગયા હતા.

વિરાજે પોતાની વ્યથા આલેખી ત્યાં સુધી મર્યાદામાં હતી. તેઓ આશ્વાસન આપી શક્યા હોત, વિરાજને રાહ બતાવી શક્યા હોત. અભયાનંદને પોતાની જાતમાં શ્રદ્ધા હતી.

વિરાજે કરેલી માગણી સાવ અણધારી હતી. આશ્રમવાસીઓમાં કોઈ સ્ત્રી ન હતી. મૌની બાબાનું હૃદય એક સ્પંદન ચૂકી ગયું હતું. અતીતમાં આવો જ એક પ્રસંગ બન્યો હતો. તેઓની સ્મૃતિમાં ક્યારેક ક્યારેક ઝબકી જતો હતો. ત્યારે આ આશ્રમનું કદ નાનું હતું. લગબગ પચીસ વર્ષના વહાણા વિતી ગયો એ વાતને. મંદિર તો આ જ હતું. પણ જિર્ણ હતું. પાસે જ ઝૂંપડી હતી. જ્યાં પોતે રહેતા હતા. ચારે તરફ સુમસામ એકાંત હતું. સાપર ગામમાંથી નીકળતી એક કેડી ત્યાંથી પસાર થતી રહી. આ કારણે દિવસ દરમ્યાન માણસોની આવનજાવન રહેતી, પણ રાત્રિ દરમ્યાન તો ખાસ અવરજવર ન રહેતી, અલબત્ત અભયાનંદના આગમનથી ગ્રામ્યજનો આ સ્થળ પ્રતિ આકર્ષાયા હતા.

ઠંડા સૂસવાતા પવન વચ્ચે અભયાનંદ, યુવાન યોગી સાયંકાલે શિવાલયના જિર્ણ અગ્રભાગના ઊંચા ઓટલા પર બેઠા હતા. વરસાદ વરસી વરસીને થાક ખાતો હતો, પણ બે ઓરડીવાળી ઝૂંપડીમાં ચૂંવાક ચાલુ જ હતા.

અંધારું તો હતું જ, પરંતુ અભયાનંદ આ અંધકારથી ટેવાઈ ગયા હતા. આ કારણે તેઓ કેડીની અવળી દિશામાંથી આવતા માનવ ઓળાને કળી શક્યા હતા. એ સમયે આ વાટ પર ભાગ્યે જ કોઈ માનવી નીકળતા.

અભયાનંદ અભય જ હતા. નવું ધારણ કરેલું નામ સાર્થક હતું. ઓળો નજીક આવ્યો ત્યારે ખબર પડી કે તે એક યુવાન સ્ત્રી હતી. કેડમાં બે વર્ષની બાળકી હતી. થાક તો હતો જ. વસ્ત્રો લથબથ હતા. સાથે રાખેલી પોટલી પણ ભીંજાઈ ગઈ હતી. શિવાલયમાં દીપકનો આછો પ્રકાશ હતો.

‘‘ઓહ...! આવો આવો...’’ અભયાનંદ આદ્ર બની ગયા. તેમણે તરત ઝૂંપડીમાં દીવો પેટાવ્યો. યોગી મહાત્માનો વેશ જોઈને પેલી સ્ત્રીને વિશ્વાસ બેઠો.

‘‘આવી જાવ-અંદર-ભીના વસ્ત્રો બદલો - સ્વસ્થ બનો. કશો જ ડર રાખશો નહિ. આ તો સાધુની ઝૂંપડી છે.’’

અભયાનંદે સાંત્વના અને ધરપત આપ્યા, થર થર ધ્રૂજતા મા-દીકરીને અંદર રાહત મળી. બંનેના વસ્ત્રો અને શરીરો ઠીકઠોક થયા, ત્યાં અભયાનંદે પરસાળમાં તાપણું કર્યું.

‘‘અહીં બેસો-સારું લાગશે.’’

ખરેખર ભૈરવીને સારું લાગ્યું હતું. આ યોગી પુરુષના વર્તનથી તેનો ડર ઓછો થયો હતો. બાકી અંગત સ્વજનોના ત્રાસથી કંટાળીને તે ઘરબાર રહી સહી માયા છોડીને તે ચાલી નીકળી હ તી, ગમે ત્યાં જવા.

ખાસ વાતચીત થઈ નહોતી. અભયાનંદે જે કાંઈ હતી એ ખાદ્ય સામગ્રી પેલી

સ્ત્રીને આપી હતી. તાપણાના ઉજાસમાં પેલી સ્ત્રી સુંદર લાગતી હતી.

અભયાનંદે અંદરના ભાગમાં પેલી સ્ત્રી માટે આરામની વ્યવસ્થા કરી હતી. જિર્ણ બારણું પવન સાથે આમતેમ જુલતું હતું. તાપણાંની જ્વાળા પર મંદ મંદ પ્રજવળતી હતી. સાથોસાથ યુવાન અભયાનંદનું મન પણ ખળબળતું હતું. રાતભર અશાંતિના વાદળો ઝળુંબતા રહ્યા.

આ રાહ સ્વીકાર્યા પછીનું આ પ્રથમ માનસિક સ્ખલન હતું. શૈયામાંથી અનેકવાર ઉઠ્યા હતા. કથતા પગો અનેકવાર પેલા અધખુલ્લા દ્વાર ભણી ગયા હતા અને અટકી પણ ગયા હતા. ક્યારેક સાન અને નવી ભૂમિકાની યાદ આવતી હતી. તો ક્યારેક ડર લાગતો હતો. ક્યારેક અભયાનંદ પરાજય પામતો હતો તો ક્યારેક ટકી રહેતો હતો. દ્વિધા છેક પ્રભાત પર્યંત ચાલી. જાત સાથે યુદ્ધ કરીને અંતે અભયાનંદ થાકી ગયો. લથબથ થઈને દ્વાર અને તાપણા વચ્ચે પડી ગયો.

ભૈરવી તો થાકી હતી, વળી તેને આ યોગીમાં વિશ્વાસ પડ્યો હતો, તે નચિંત બનીને નિદ્રાવશ બની હતી.

‘‘અરે, અમને પવન ન લાગે એ માટે સ્વામી બારણા આડા પડી રહ્યા હતા.’’

ભેરવી અહોભાવથી તેમના દર્શન કરી રહી. અભયાનંદ જાગૃત થયા ત્યારે ભૈરવીએ પ્રણામ કરીને સ્વામીનો આભાર માન્ય હતો. નાની બાળકી પણ માતાનું અનુકરણ કરતી હતી. અભયાનંદ ભીતરથી હચમચી ગયો હતો.

‘‘આ તો પાપ કરવા પ્રતિબદ્ધ થયો હતો અને પુણ્ય થઈ ગયું. ઈશ્વર તું કેટલો દયાળુ છે... મને બચાવી લીધો !’’

એ સ્ત્રીએ પણ ત્યારે આસરાની માગણી કરી હતી. રાત્રિ દરમ્યાન, જે જે વિત્યું હતું - એ બધું તે કાંઈ ભૂલ્યા ન હતા.

‘‘ના, મારે મારી જાતની વધુ પરીક્ષા નથી લેવી.’’ તે વિચારતા હતા. ‘‘સંભવ છે કે મારો પરાજય પણ થાય. મન હજુ ક્યાં સારા નિયંત્રણમાં છે? કદાચ આ વેશ ત્યાગવાનો પણ સમય આવે...’’

અભયાનંદે મક્કમતાથી ઈન્કાર કર્યો હતો. અનાથ સ્ત્રી તથા તેની બાળકી ક્યાં જશે. કેવી રીતે જશે, એ બધા જ પ્રશ્નૌ ગૌણ બની ગયા હતા.

‘‘સાચી વાત છે - આપને કેટલી અગવડતા પડે?’’ પેલી સ્ત્રી મીઠાસથી બોલી હતી. ‘‘આપના સ્વાધ્યાય અને તપમાં વિઘ્ન આવે એ કેમ ચાલે? હું તો ગમે ત્યાં મારગ ખોળી લઈશ. આપનો આભાર. આપે રાતભર કેટલી કાળજી રાખી? પવન ન કનડે એ માટે બારણા આડા સૂઈ રહ્યા.’’

પેલી સ્ત્રીની આંખો ભીની થઈ, તેણે પુનઃ પ્રણામ કર્યા. ગઠરી અને છોકરીને બરાબર ઉંચક્યા. અભયાનંદે ગામની વાટ દેખાડી. તેણે આશીર્વાદ આપવાનો દંભ ન કર્યો. પેલી બાલકી તેમના પ્રાંત ખિલખિલાટ હસી રહી હતી.

અભયાનંદ પરિતાપમાં ડૂબ્યા હતા. દેહ રોષ અને ધ્રુણાથી કંપતો હતો.

થોડો સમય ચિંતન અને પરિતાપમાં વિત્યો. હૃદય-મંથનના અંતે અભયાનંદ વિશુદ્ધ બનીને બહાર આવ્યા. એ દિવસથી મૌન ધારણ થઈ ગયું. વાણી સંયમમાં આવી ગઈ. ભીતર વિશાળ બની ગયું. સ્નેહની વિશુદ્ધ ધારા વહેવા લાગી.

પેલી ભૂલ, સ્ત્રીને જાકારો દેવાની ખૂબ ખૂબ ડંખી, ‘‘ભૂલ મારી, અને સજા-તને! મારી કેટલી મોટી ક્ષતિ !’’ તેઓ પોકારી ઊઠતા.

‘‘આજે એ જ ક્ષણો સામે આવી હતી. ભય હતો બદનામીનો, લોકાચારનો.

વળી એ સ્ત્રી ગર્ભવતી હતી. એ પણ મોટો પ્રશ્ન હતો. આશ્રમમાં કોઈ સ્ત્રીની હાજરી હતી નહિ.

અસ્વીકાર કરવા માટે અનેક કારણો હતા, પણ મન હવે એ માટે તૈયાર ન હતું. એવું કેમ ન હોય કે ઈશ્વરે મારી પરીક્ષા કરવા જ આને મોકલી હોય?

ઈશ્વરમાં રહેલી તેમની ઊંડી શ્રદ્ધા તેમને આ માનવા પ્રેરતી હતી. એ પરમ તત્ત્વની ઈચ્છાથી જ તે આવી હશે.

તેણે નિખાલસતાથી તેના જીવનની વાત કહી હતી. એમાં જો કેટલીક વાતો અભદ્રતા ભરેલી હતી તો પણ. ટૂંકમાં પોતાના ખરાબ કર્મોની વાત પણ કહી હતી. એ

માંગ પર જવાના સંજોગોની વાત પણ કરી હતી. સ્વ આચરણના દોષની વાત પોતાના મુખે કહેવું એ નાનીસુની વાત ન કહેવાય. ખુદ પોતે પણ આવી હિંમત દર્શાવી શક્યો ન હતો. પોતાની અશક્તિ તેને સાલતી હતી.

તેમણે નિર્ણય કરી લીધો. તેઓ એ સ્ત્રીને આશ્રમમાં રાખશે, માનભેર રાખશે. તેના સંતાનને પણ પોષશે. તેની ઈચ્છા હોય ત્યાં સુધી તે મુક્ત રહી શકશે.

એ વિરાજનો સાથ આપવા માટેની વ્યવસ્થા વિચારી લીધી. આશ્રમવાસીઓ માટે મધ્યાહન ભોજનની વ્યવસ્થા માટે એક વૃદ્ધા આવતી હતી. એ ગંગાને વિરાજ સાથે રહેવા સમજાવી શકાય. વળી વિરાજની આવી સ્થિતિમાં આવી અનુભવી સ્ત્રી ઉપયોગી બની શકે આમ બધું આયોજન મનમાં ગોઠવાઈ ગયું. ભલે આખી રાત્રિ અનિદ્રામાં વીતી. એક સંતોષનો શ્વાસ લઈ અભયાનંદે આકાશમાં જોયું. પ્રાગટ ફૂટું ફૂટું થઈ રહ્યું હતું. વૃક્ષોના ઝૂંડમાંથી ચળાઈને આવતા પવનમાં પરિચિતતા હતી. બસ, જાગૃતિનો સમય થઈ ગયો હતો. અતીતના પડછાયાઓમાંથી સ્નાન કરીને વિશુદ્ધ થયેલા અભયાનંદ પણ ભીતરથી જાગૃત થઈ ગયા હતા.

તેઓ શૌચ, સ્નાન આદિથી પરવાર્યા. ધ્યાનમાં બેઠાં. બસ એ સમયે સૌ અંતેવાસીઓ પણ જાગી ગયા હતા. શાન્ત વાતાવરણમાં ચહલ-પહલ શરૂ થઈ ગઈ હતી. શિવાલયમાં ઘંટારવ થતો હતો. આસપાસના વૃક્ષો પર વિહંગો શોરબકોર કરી રહ્યા હતા. વિરાજ પણ જાગી હતી.

તે તથા રંજન બંને ઝડપથી પરવાર્યા. અજાણ્યા સ્થળને કારણે થોડી મૂંઝવણ પણ થઈ. રંજન અબ્દુલને સૂચના આપવા ગઈ. એ ગાડીમાં જ સૂતો હતો. દરમિયાન એક આશ્રમવાસી વિરાજને તેડવા પામ્યો. બાબા વિરાજની માગણીનો ઉત્તર વાળવાના હતા. વિરાજના દેહમાં આછું કંપન થયું. ‘‘શું કહેશે, એ બાબા?’’ તે વિચારવા લાગી ‘‘મને સ્વીકારશે કે પછી...?’’

અભયાનંદજીએ સ્મિતથી તેને આવકાર આપ્યો. વિરાજે નીચે નમીને પ્રણામ કર્યા. એ તેમણે સ્વીકાર્યા. તેમના ચહેરાના ભાવ પરથી વિરાજે અનુમાન કર્યું કે કાર્ય થઈ જશે.

બાબાએ પાટીમાં કશું લખ્યું, અને પાટી વિરાજ પ્રતિ લંબાવી લખ્યું હતું, ‘‘બેટા તારું આશ્રમમાં સ્વાગત છે. તારું કલ્યાણ થાઓ જે ક્ષણથી જોડાવું હોય ત્યારે આવી શકે છે.’’ વિરાજનો ચહેરો પ્રસન્નતાથી ખીલી ઊઠ્યો. બાબા હસતા હતા. બાળક જેવું નિર્દોષ અને અસ્ખલિત.

‘‘પ્રસન્ન છે ને?’’ બાબા એ હાથના ઈશારા વડે વ્યક્ત કર્યું.’’

‘‘હા બાબા... આપે મારા પર કૃપા વરસાવી.’’ ભાવવિભોર બનીને વિરાજ ફરી નમી પડી.

અભયાનંદે આંખો મીંચી દીધી. અતીતમાં થયેલા સ્ખલનનું સમાધાન થયું હતું. તેઓ પણ પરમ તત્ત્વને યાદ કરતા હતા.

‘‘બાબા... અત્યારે પાછી જાઉં છું. ત્રણ દિવસ પછી ફરી આવીશ, કાયમને માટે.’’ વિરાજના સ્વરમાં આત્મવિશ્વાસનો રણકો હતો.

વિરાજે આંસુભીની આંખે વિદાય લીધી. તેના ગયા પછી બાબાએ પણ ભીની પાંપણો લૂંછી નાખી.

પરત મુસાફરી દરમિયાન વિરાજ મૌન હતી. રંજન પાસે બેઠી બેઠી અધૂરી નિદ્રા પૂરી કરતી હતી. અબ્દુલ પણ ઘરે જવાની ઉતાવળના કારણે ઝડપથી ગાડી ચલાવતો હતો.

શું કરવું, અને શું ન કરવું, એ વિશે વિસ્તારથી, વિરાજે વિચારી લીધું હતું.

વિરાજ ગર્ભવતી હતી, એ જાગીને આરતી હતપ્રભ બની ગઈ હતી. અવિનાશે આ ગભરુ છોકરીને સ્વાર્થ માટે ઊંડા પાણીમાં ઊતારી હતી. શું ભવિષ્ય હતું એનું? જો કે એ કાંઈ ગંભીર ન હતી. અથવા એમ કહી શકાય કે તે ગંભીર વાતો હળવાશથી કરી રહી હતી. વહાલી લાગી એવી હતી એ વિરાજ ! તેને મળ્યા પછી આરતીનો રોષ ઓસરી ગયો હતો. આ કાંઈ પ્રતિસ્પર્ધી ન હતી. આરતીને સતત વિરાજના જ વિચારો આવતા હતા.

તેણે સ્પષ્ટ કહ્યું હતું કે તે માતૃત્વ ઝંખતી હતી. અજબ છોકરી હતી. અવિનાશ પર તેણે અધિકારભાવ દર્શાવ્યો ન હતો. ‘‘હવે આ સ્થિતિમાં શું થઈ શકે?’’ આરતી અવઢવમાં પડી હતી.

‘‘તે તો ચાલી પણ જાય, જો હું જરાક ઈશારો કરું તો. તે તો ખરેખર એવી જ હતી. મને કેવી ‘દીદી-દીદી’ કહીને બોલાવતી હતી? પરાણે વહાલી લાગે તેવી હતી.

માતૃત્વ કદાચ તેણે જ જિદ્દ કરીને માગ્યું હશે. બાકી કોઈ પુરુષ આવું ન ઈચ્છે. અવિનાશે બધું પ્રાપ્ત કર્યું છે ને? અને હું ફરી...’’

વિચારતા વિચારતા આરતી થાકી ગઈ. પતિ માટે તો રજ માત્ર પણ સહાનુભૂતિ નહોતી. ધ્રૂણાથી મન ભરાઈ ગયું હતું. દંભની રમત તેને પસંદ ન હતી. એ પુરુષ પોતાની સ્ત્રીને તો છેતરી રહ્યો હતો, અને કદાચ પેલી છોકરી સાથે પણ એવી જ રમત ખેલી રહ્યો હશે, અથવા ભવિષ્યમાં નહીં ખેલે-એની શી ખાતરી? આરતી વિરાજ પછી શું કોઈ નવું પાત્ર નહિ આવે? આ વૃત્તિનો અંત શું શક્ય હતો?

આરતી તબિયતની ખાસ દરકાર કરતી ન હતી. તેનું શરીર કૃશ થઈ ગયું હતું. આખી રાત વિચારોએ તેને ઘેરી લીધી હતી. તે એક નિર્ણય પર આવી હતી. વિરાજની નિર્દોષતા અને સદ્‌વર્તનથી તેના પર એક ચિરંજીવ અસર પડી હતી.

‘‘ના... ના વિરાજને ખલેલ નથી પાડવી. તે ભલે યથાવત્‌ જીવે, તેનું માતૃત્વનું સ્વપ્ન ભલે સાકાર થાય એ ક્યાં જાય? અને આવી સ્થિતિમાં? જિંદગીનું કશું શાનભાન પણ ક્યાં છે? કેટલાક પ્રશ્નોના ઉકેલ સમય જ હોય છે, માત્ર સમય.’’

આરતીએ નિર્ણય કરી લીધો. આ વાત તેણે ભદ્રાને ફોન દ્વારા જણાવી દીધી.

ભદ્રાએ અસંમતિ દર્શાવી, જે તેણે ધાર્યું જ હતું. ‘‘ભદ્રા, મને અત્યારે આમ જ સૂઝે છે. પછી જેમ ઈશ્વર સૂઝાડશે એમ કરીશ.’’

‘‘તને તો બધા પર લાગણી ઊભરાય છે. શૌક્ય પર પણ? તને તો અજબ માટીની ઘડી છે. ઘડનારે પેલા મીઠાં શબ્દો બોલીને તારી બનાવટ કરી ગઈ. બીજું શું

?’’ ભદ્રાએ હળવા શબ્દોમાં તીખી પ્રતિક્રિયા કરી. આરતી નરમાશથી બોલી.

‘‘ભદ્રા-તું સાચી છે... પેલા છેડે છે તે પણ એક સ્ત્રી જ છે ને? મારા તારા જેવી. પાયલ અને આ નવા મહેમાનમાં ખૂંપી જઈશ. નૃત્ય વિશે એક પુસ્તક પણ લખવું છે.

મારે પ્રવૃત્તિઓ ક્યાં ઓછી છે? બસ, દિશા બદલાવી નાખીશ.’’

‘‘ભલે આરતી, તારું સ્વપ્ન તને મુબારક હો, અને પેલીનું સ્વપ્ન પેલીને.’’ ભદ્રા કાંઈક કટાક્ષમાં બોલી, પછી ઉમેર્યું, ‘‘તારી તબિયતની કાળજી રાખજે. નિયમિત દવા લે છે ને?’’ વાત પૂરી થઈ. આરતી હળવી થઈ ગઈ. પછી તેણે વિરાજને ફોન જોડ્યો. નંબર તેની પાસે હવે હતો જ. રીંગ સતત રણક્યા કરી પણ કોઈએ ઉપાડ્યો નહીં.

‘‘ક્યાંક ગઈ હશે, વિરાજ ડૉક્ટરને મળવા પણ ગઈ હોય.’’ આરતીને વિરાજના ઉચાટ થવા લાગ્યા. ભદ્રા હાજર હોય તો તેને જરૂર ટોકી હોત.

વિરાજ એ સમયે તો શાંતિ - આશ્રમમાં હતી.

આશ્રમમાંથી આવ્યા પછી તો વિરાજ ઝડપથી કામ આટોપવા લાગી. અઢળક વસ્ત્રોમાંથી તેણે ખપ પૂરતી જ બે-ત્રણ જોડી એક ‘સૂટકેશ’માં ભરી, જે અલંકારો તેની માતાના હતા, એ સાથમાં લીધા. થોડા વસ્ત્રો તેણે રંજનને ભેટ આપ્યા. રંજન ખુશ તો થઈ પણ તરત જ તેનો ચહેરો પડી ગયો. ‘‘બેન... તો પછી તમે...?’’ તે બોલી ઊઠી. ‘‘હા - રંજન... બીજો માર્ગ પણ નથી. આ વાત કોઈને પણ જણાવતી નહિ. આ મારા જીવન-મરણનો સવાલ છે.’. વિરાજે મમતાથી કહ્યું. ‘‘શાંતિ આશ્રમની મુલાકાતની વાત પણ આપણા પૂરતી જ છે. હું રામસીંગને વાત કરું છું. તું જ કહે, આરતી દેવી જેવી સ્ત્રીને મારે દુઃખી કરવા?’’

‘‘ભલે બેન...’’ રંજન માની ગઈ. બેન, પછી શું ભૂલી જવાં? આટલા માયા લગાડીને...

વિરાજ તેનાથી મોટી વયની રંજનને ભેટી પડી. વય અને દરજ્જાના સીમાડા ભૂંસાઈ ગયા.

વિરાજે અશેષની પત્ની રત્ના પર એક કાગળ લખ્યો. ‘‘રત્ના મને - વિરાજને ભૂલી ગઈ તો નથી ને? તું મારી સ્મૃતિમાં સતત સચવાઈ રહી છું. રત્ના - તારું એક કામ પડ્યું છે. તારા સિવાય કોઈને પણ સોંપી શકાય તેમ નથી.’’ પછી તેણે રત્નાને શુભામાસીની સંભાળ લેવાનું કહ્યું છે. રત્ના તેમને ઓળખતી જ હતી. પોતે ક્યાંક જતી હતી એ વાત પણ તેણે લખી.

‘‘માસીને આ જણાવતી નહિ. તારે તેમની માનસિક સંભાળ લેવાની છે. આર્થિક વ્યવસ્થા તો મેં અન્ય દ્વારા કરી છે. તેઓ સાવ એકલા થઈ ગયા છે. જે ઉંમરે તેમને મારી જરૂર છે ત્યારે હું ચાલી જાઉં છું. આપ તો સાવ નગુણી જ કહેવાઉં. રત્ના માસીએ મને મા બનીને મોટી કરી છે. રત્ના, આટલું સંભાળી લેજે.’’

અશેષની યાદ તાજી થઈ. અશેષ પાસેથી તે સાચુકલો પ્રેમ પામી હતી. યાદગાર દિવસો હતા. એ જેટલું અશેષ સાથે જીવી હતી એ જિંદગી હતી. તે માતા બની શકી હોત તો? તો તે હરગીઝ અવિનાશને વશ ના થઈ હોત. એ સમજ ત્યારે ક્યાં હતી? અશેષની ઈચ્છામાં જ તેણે પોતાની જાતને ઢાળી હતી. એમ કરવું ગમતું હતું. આથી જ તેણે અવિનાશ પાસેથી જિદ કરીને માતૃત્વ માંગ્યું હતું.

શુભાને મળવાની બાબત વિરાજને અકળાવતી હતી. મન તલસતું હતું. બુદ્ધિ ના પાડતી હતી. અંતે ભાવનાની જીત થઈ. અવિનાશની ગાડીમાં જ તે ગઈ. હવે શાનો ડર હતો? તે મુક્ત પંખિણી હતી. અવિનાશની અનુપસ્થિતિમાં જ તે અહીંથી વિયુક્ત થવા માગતી હતી.

શુભ વધુ ક્ષીણ થઈ ગઈ હતી, પણ તેમનું મનોબળ ખૂબ જ ઊંચું હતું. માસી રાજી થઈ ગયા.

‘‘તું આવી એ મને ગમ્યું.’’ તેમણે લાગણીભર્યો આવકાર આપ્યો.

‘‘મને તો તારી ખૂબ ચિંતા થતી હતી. ઉષા આવી હતી ત્યારે મેં તેને મારા રોષની વાત કરી હતી. તારા પર પણ ખૂબ રોષે ભરાઈ હતી. બેન, છેક આવું કરી બેઠી?’’ શુભા મમતાથી બોલી.

‘‘માસી, તમે મારા પર ગુસ્સો ઠાલવો, એ તમારો હક છે. આખરે તમારી દિકરી છું ને?’’ વિરાજ હળવાશથી બોલી, ‘‘પણ માસી, હવે - બાજી સુધારી લઈશ... તમને ગમે તેવું આચરણ કરવું જ મને ગમે છતાં પણ ક્યારેક ભૂલ થઈ જાય છે. તમારી ક્ષમા પણ મને મળી જાય છે.’’

બંનેએ ખૂબ ખૂબ વાતો કરી. વિરાજને સારું લાગ્યું. શુભાને શાંતિ થઈ.

‘‘તું પણ દૂબળી પડી ગઈ છે. જાતની દરકાર કરજે. આવાં સમયે તો આપણે કેટલીયે સંભાળ રાખવી પડે. ‘‘શુભા ચિંતા કરતી હોય એ રીતે બોલી, પણ ખડખડાટ હસીને ઉમેર્યું, ‘‘તું કહીશ કે માસી, તમારો શો અનુભવ?’’

શુભાને જાત પર મજાક કરવાની જૂની આદત હતી.

‘‘માસી આવી મજાક હોય?’’ વિરાજ ગંભીર થઈ ગઈ. ‘‘તમારું હિણું હું સાંભળી શકું જ નહિ. તમે તો દેવી છો. મારા મનમાં સતત આ રૂપ જ જળવાઈ રહેશે.’’ ‘‘મારે કોઈ સંતાન હોત તો એ તારા કરતા વિશેષ તો ન જ હોત.’’ માસી બોલ્યા.

વિરાજ ભાવવશ થઈને માસીના નબળા દેહને વળગી પડી. વિરાજ ધ્રુસકે ધ્રુસકે રડી હતી. તે જાણતી હતી કે માસી સાથેનું સંભવિત, આ છેલ્લું મિલન હતું. ભાવિમાં મળી શકાય કે નહિ. એ વિશે તે અનિશ્ચિત હતી. આ નગરમાં તે ફરી આવવા માંગતી ન હતી. આ તેનો દૃઢ નિર્ણય હતો.

‘‘વિરાજ, મારી ચિંતા ન રાખીશ... હું સુખી છું... ખૂબ સુખી છું. દૂર બેઠા બેઠા પણ તું મારી કાળજી રાખે છે. મન થાય છે ત્યારે સાંજે પેલા મંદિરે જાઉં છું. સારું લાગે છે, રાત્રિ જીવનના નરસા પ્રસંગો ક્યારેક યાદ આવી જાય છે. બાકી ભૈરવી યાદ આવે છે. તારી યાદ આવે છે... તું આવી... શાંતિ થઈ વળી તેં પેલી બાજી સુધારી લેવાની વાત કરી. એથી પણ શાંતિ થઈ. જાતને જાળવજે અને જરૂર પડે ત્યારે આ માસી બેઠી જ છે, એ ભૂલતી નહિ.’’ શુભાએ પૂરું કર્યું.

માસી હૈયા ઉકલતથી કહેતા હતા. લાગણીથી કહેતા હતા. વિરાજના મુખભાવ તે વાંચી શકતા હતા. માસીને મળ્યા પછી વિરાજ પાછી ફરી. ઉષાને મળવાની લાલચ તેણે જતી કરી. તેની પાસે સમય ન હતો. વહેલી તકે તે આ નગર છોડવા માગતી હતી.

પાછી ફરી ત્યારે સાંજ ઢળતી હતી. આ આખરી સાંજ હતી. આખરી રાત્રિ હતી. જે ઘરને તેણે પોતીકું ગણ્યું, જ્યાં આત્મિયતા દીર્ઘ સમય પસાર કર્યો. એ ખરેખર તો એક પડાવ હતો. જિંદગીનો એક પડાવ, એક નવા પડાવ પર તે જઈ રહી હતી. વિરાજ પ્રાર્થના કરી હતી કે એ આખરી પડાવ હોય.

રંજન દુઃખી હતી. વિરાજે તેને સુખ આપ્યું હતું. આવા સંબંધ ધરાવતી સ્ત્રી તો ખરાબ જ હોય, એવી તેની માન્યતા ખોટી પડી હતી. રામસીંગને જરૂરી સૂચના આપી હતી. વહેલી સવારે જ તે ચાલી જવા માગતી હતી.

વિરાજે એક પત્ર અવિનાશને લખ્યો. બીજો પત્ર આરતીને. અવિનાશ બાબુ...

આપને આશ્ચર્ય પમાડી વિદાય લઉં છું. એ જ રીતે આપના જીવનમાં આવી હતી ને? આપણા સંબંધો સરળ રહ્યા છે, અન્ત સુધી. કોઈ પણ સંબંધ ક્યાં શાશ્વત હોય છે? ક્યારેક છૂટવું જ પડે છે. આપનો કોઈ દોષ નથી. દોષ કદાચ મારો જ હશે. કોઈ સંબંધ મને લાંબા સમય સુધી સદતો જ નથી. મનના અવાજને ક્યાં સુધી દબાવી રાખું? આપ મારી સ્મૃતિમાં કાયમ રહેશો. હું નમુણી નથી. આપ કહેશો કે મેં મારો સ્વાર્થ સાદી લીધો, પણ હું એવી નથી. એ આપની ભાવિમાં જોશો - વિરાજ.

આ સમયે વધુ લખવું સુઝ્‌યું પણ નહિ. યોગ્ય લાગ્યું પણ નહિ.

આરતીદેવી પરના પત્રમાં લખ્યું : આપના ઔદાર્યે મને વિચારતી કરી મૂકી આપની મુલાકાત ન થઈ હોત તો આ બધું ચક્ર યથાવત ચાલ્યા કરત. આવી જશે. આપના પ્રેમની આવી વિશાળતા ક્યાં પામી શકાય? આરતીદેવી હું મારા યોગ્ય સ્થાન પર પહોંચી જાઉં છું. મારા ચાલ્યા જવાથી પરિસ્થિતિ અનુકૂળ બની જશે. આ થવાનું જ હતું, અને થાય છે. તબિયતની કાળજી રાખજો.’’

અંતમાં તેણે શુભામાસીની વાત વિગતવાર લખી હતી. ‘‘આપ તો સંપન્ન છો.

માસીને અજ્ઞાત રીતે આર્થિક મદદ કરજો - મારા નામે. મારે એ ભ્રમ જાળવી રાખવો છે કે હું આ સ્થાન પર જ છું. મારું સ્થાનાંતર તેમને જણાવવું નથી.’’

‘‘દીદી-ખાત્રી રાખજો - હું આત્મઘાત કરવાની નથી. હું એક મક્કમ મનોબળ વાળી સ્ત્રી છું. - વિરાજ.’’

વિરાજે પત્ર પૂરો કર્યો, ત્યારે મધ્ય રાત્રિ વીતી ચૂકી હતી. રંજન તેના ખંડમાં પાસે જ સૂતી હતી. તે પણ જાગતી હતી. તેની આંખોમાં અજંપો હતો. ચ્હેરા પર દુઃખ હતું, ‘‘બેન ક્યારેક હું આશ્રમમાં તમને મળવા આવીશ.’’ તે બોલી વિરાજ હસી પડી. અબ્દુલ તેની ટેક્ષી લઈને આવ્યો ત્યારે વિરાજ તૈયાર થઈને પ્રતીક્ષા જ કરી રહી હતી, એક નવા પ્રયાણ માટે.

દિલ્હીનું રોકાણ ખૂબ જરૂરી હતું. અવિનાશને ધંધાદારી રીતે ખૂબ લાભ થયો. તેને ખુશી થાય એ સ્વાભાવિક હતું. નવા સંબંધો પ્રસ્થાપીત થતાં હતાં. રોકાણ લંબાતું જતું હતું. અવિનાશને વિરાજની યાદ સતાવતી હતી. તે સાથે આવી હોત તો? અવિનાસને અકળામણ થતી હતી. વિરાજ સાથે હોત તો, પછી આ રોકાણ ગમે તેટલું લંબાત તો તેને ગમ્યું હોત અવિનાશે દર રાત્રિએ વિરાજ પર ફોન કરવાનો નિયમ લગભગ જાળવી રાખ્યો હતો. એક બે અપવાદ સિવાય સરસ વાતો પણ કરી હતી. વિરાજ પણ ઉદાસ લાગતી હતી. તેના અવાજમાં જે તાજગીની અપેક્ષા તે રાખતો હતો, એ ક્યારેક જણાતી ન હતી.

‘‘મારી ગેરહાજરીની અસર તેનાં પર પણ પડે જ ને, અવિનાશે સમાધાન મેળવી લીધું હતું. વિરાજનું આકર્ષણ તેના ચિત્તમાં હજું એવું ને એવું હતું.’’

‘‘તે કદાચ અસ્વસ્થ પણ હોઈ શકે, પ્રેગનન્ટ પણ છે ને?’’ અવિનાશની વિચારધારા લંબાતી હતી. તેના પરના અસીમ મોહના કારણે તો તેણે તેની જીદ સંતોષી હતી. તે સાધન સંપન્ન હતો. શક્તિશાળી હતો, વિરાજની વ્યવસ્થા કરી શક્યો હતો, તો એના સંતાનની વ્યવસ્થા પણ કરો શકવા સશક્ત અને સક્ષમ હતો એ સંતાન શું માત્ર વિરાજનું જ હશે? પોતે પણ એમાં સહભાગી... હશે જ.

એમ તો આરતી પણ આ જ અવસ્થામાંથી ગુજરી રહી હતી. આરતી પર તેણે એકાદવાર ફોન પર વાતચીત કરી હતી, પણ દિલ વગર માત્ર ઔપચારિકતા ખાતર. દુનિયાને દેખાડવા પૂરતો. એ સંબંધ નિભાવી રહ્યા હતો. પત્ની પરથી મન ઉડી ગુયં હતું. પત્ની સાથે બધી ક્રિયાઓ માત્ર ભૌતિક ક્રિયાઓ બનીને રહી જતી હતી. દંભનું આવરણ હતું. રેશમી આવરણ હતું, એ પાછળનો વાસ્તવિક ચ્હેરો ભયાનક હતો.

તેને આરતીનો ડર લાગતો હતો તે એટલી નાદાન તો ન હતી કે આ બધું સમજી ન શકે. કદાચ દંભ બંને તરફથી પણ થતો હોય.

આરતી પૂજા-કક્ષમાં પ્રભુની મૂર્તિ સામે આંખો મીંચીને બેસી જતી. એકાકાર થઈ જતી ત્યારે અવિનાશનું ગભરૂં ચિત્ત આદ્ર બની જતું, તેને મૃત માતાની યાદ આવી જતી. લાગતું કે આરતીનો સામનો કરવો - એ સરળ વાત ન હતી.

એક વખતની ટેલિફોનિક વાત પણ દંભ રહિત ન હતી, ‘‘અમે મજામાં છીએ... પાયલ તમને યાદ કરે છે.’’ આરતીએ કહેલું પછીનો પ્રશ્ન પણ આરતી ધારી બેઠી હતી. ‘‘તું યાદ કરે છે કે નહિ?’’ અવિનાશ પૂછી રહ્યો હતો. આરતી મનોમન લજ્જા પામી હતી.

પછી પાયલ વાતમાં જોડાતી. બંનેનો છૂટકારો થયો હતો. કેવી વિડંબણા હતી કે પતિ પત્ની એ વાત કરવા માટે શબ્દો ફંફોળવા પડતા હતા.

જે દિવસે વિરાજે ઘર છોડ્યું. એજ સાંજે અવિનાશનું નગરમાં આગમન થયું, કાર્ય પૂર્ણ થતાં જ તેણે તાત્કાલિક પ્લેન પકડ્યું હતું. હવે વિલંબ સહી શકે તેમ નહોતો. વિરાજની તીવ્ર યાદ તેને પીડતી હતી.

હવામાન બરાબર ન હોવાથી પ્લેનનું ઉતરાણ પણ લંબાયું હતું. દિલ્હીથી સ્ટાર્ટ થતી વખતે તેણે વિરાજ પર ફોન કરેલો પણ કોઈએ ઉપાડ્યો ન હતો.

‘‘શું હશે? તબિયત બગડી હશે કે શું? કદાચ - ડૉક્ટર પાસે પણ ગઈ હોય.’’ તેને ચિંતા થવા લાગી હતી.

બધો સમય ચિંતામાં ગયો હતો. આ સ્થિતિમાં હાલત આવી હોય જ. વિરાજે જીદ ના પકડી હોત તો? તો તે ખૂબ સુખી હોત, યથેચ્છ સુખ માણતો હોત. વિરાજને ફરી પૂર્વવત થતાં સમય લાગશે. બંધન તો હશે જ, પણ એમાંથી વિરાજ માર્ગ કાઢશે જ. અવિનાશ સતત વિચારમાં ડૂબ્યો હતો. ‘‘મને સુખ આપવામાં વિરાજે ક્યારેય કચાશ રાખી છે? ક્યારેય અણગમાના ભાવ લાવી નથી, મારી કમીની પૂર્તિ તેણે જ કરી છે.’’ ‘પ્લેન’માં આજુબાજુ શું બનતું હતું એ પ્રતિ સાવ બેધ્યાન હતો. પહોંચવામાં ખાસ સમય લાગવાનો પણ નહોતો, પણ અચોક્કસ હવામાન વિઘ્નરૂપ બન્યું હતું. અવિનાશની અકળામણ વાજબી હતી. આટલા દિવસોનો વિરહ હવે વધુ સહી શકાય તેમ ન હતો.

ગાડી લઈને મેનેજર શર્મમા આવકારવા આવ્યા હતા. બીજા મિત્રો પણ હાજર હતા. આ કારણે સીધા જ વિરાજ પાસે જવાની ઈચ્છા પાર પડી ન શકી. ‘ઝાંઝર’ મહાલયના પ્રાંગણમાં તેમની ગાડી પ્રેવેશી ત્યારે સાંજ ઢળી ચૂકી હતી. કાંઈક ચીડ સાથે અવિનાશ મહાલયમાં પ્રવેશ્યો.

‘‘સાહબ આ ગયે,’’ નો નારો ગેટથી ભીતર સુધી ફરી વળ્યો. ‘‘પપ્પા... પપ્પા...’’ કરતી પાયલ અવિનાશને વળગી પડી. બારણા પાસે ઊભેલી આરતીએ પતિને સ્મિતથી આવકાર્યો. તેને વિરાજની યાદ આવી ગઈ. આ પુરુષ માત્ર પોતાનો જ નહોતો, પેલી છોકરીનો પણ હતો કડવી યાદેં તેને હચમચાવી દીધી દંભનું પ્રદર્શન શરૂં થયું.

‘‘તારી તબિયત કેમ છે? ડૉક્ટર શકુંતલાબેનને મળી આવી? કાંઈ તકલીફ...? પાયલનું કેમ ચાલે છે? અરે, બહું પેક પ્રોગ્રામ...! થાક લાગ્યો છે, હવે તમને મળીને ઓગળી જશે.’’

આરતી હસી, ‘‘અવિનાશને સુખ મળતું હોય તો ભલે, આવી જીંદગી જીવી લઈશ... આ ઊમળકો, હું જાણું છું કે પેલી મીઠડી છોકરી માટે જ છે. મને માત્ર છાયા જ મળે છે. ચાલો મંજૂર... માર્ગો માર્ગ મને મળી ગયો છે.’’

આરતી વિચારતી હતી. અવિનાશે તેની પાસે આવીને વ્હાલ કર્યું. તે દાઝી હોય તેવું લાગ્યું. બીજી ક્ષણે તે હસી પડી લજ્જા પામતી હોય તેમ બોલી, ‘‘ઓહ ! અવિનાશ.’’ અવકાશ મળતા જ અવિનાશે વિરાજનો ફોન જોડ્યો. આરતી ત્યારે દૂર હતી.

પાયલ પણ તેના માટે આંણેની વસ્તુઓ જોઈ રહી હતી. રીંગ-વાગી, સતત વાગી પણ રીસીવર કોઈએ ઉપાડ્યું નહિ. અવિનાશની ઉત્કંઠા પર ઠંડું પાણી ફરી વળ્યું. તે નિરાશ થઈ ગયો.

‘‘ફોન-ડેડ તો નહિ થયો હોય ને?’’ અકળાઈ ગયો તે, ‘‘સવારે જ જઈ આવીશ...’’

રાત્રે પણ અજંપો કોરી ખાતો હતો, આવો અનુભવ પ્રથમ વાર થતો હતો. બાકી તો દરરોજ સાંજે તે વિરાજને મળતો હતો. ઈચ્છાપૂર્તિ સુલભ હતી.

આરતી પાસે સૂતી હતી, તે આંખો મીંચીને પડ્યો હતો. તેની અસ્વસ્થતા આરતીથી અજાણી ન હતી. તેને હસવું આવતું હતું. વિરાજ જેટલી આવડત તેનામાં નહોતી જ. પેલી છોકરી તેને આ બાબતમાં હરાવી ગઈ હતી.

‘‘ક્યારેક આનું રહસ્ય વિરાજ પાસેથી જાણવું પડશે.’’ આરતી હળવાશથી વિચારતી હતી. તેણે મનની દિશા બદલી નાખી હતી. હવે આ પળે તેને દુઃખ લાગતું ન હતું. ‘ભદ્રાને ગમે તે લાગે. મને તો આ યોગ્ય લાગે છે. મારે નૃત્યો વિશે પુસ્તક પણ લખવું છે. સંસ્થાની પ્રવૃત્તિઓ પણ વિસ્તારવી છે. પાયલ અને નવા મહેમાનને ઉછેરવા પણ છે.’’

અચાનક ફોનની રીંગ વાગી. આરતીએ ગાઢ નિંદ્રાનો દેખાવ કર્યો. બંનેને એમ જ હતું કે વિરાજનો ફોન હશે... વાત શરૂ થઈ આરતીને ખ્યાલ આવી ગયો કે વિરાજનો ફોન હશે... વાત શરૂ થઈ નહિ. તે પોતે પણ વિરાજને ફોન કરવા પ્રયત્નો કરતી હતી. પણ પેલી મળતી નહોતી. આરતીને આ સંબંધ બાબત પોતાના અંતિમ નિર્ણય કહેવા માગતા હતા જેથી વિરાજ કોઈ કમનશીબ માર્ગ ન લે.

‘‘બસ આજે હમણા જ આવ્યો. કાલે તમને બંને આવો - ટ્રીપ બહુ સક્સેસફૂલ રહી... બસ મઝા આવી. કાલથી પાછું... લાગી જવાનું, આરતી... પાયલ-મઝામાં બસ કાલે... મળીએ...’’ અવિનાશે રાબેતા મુજબની વાતો કરી. અચાનક વલ્લભે હળવાશથી પૂછ્યું, ‘‘અવિનાશ - આ રિવાજ કોણ છે? ભાભી - એટલામાં ન હોય તો મને વાત કર.’’ અવિનાશને આંચકો લાગ્યો. ‘‘આને ક્યાંથી ખબર? વલ્લભ તો બહુ પહોંચેલો છે.’’ ‘‘વલ્લભ, આવી વાતો પછી ક્યારેક કરીશું... તું તો ઓલરાઈટ છું ને? કે પછી આવી કોઈ દવાની જરૂર છે?’’ અવિનાશે પણ મજાક કરી. સાથે સાથે તેના મનની ગતિવિધિ પણ કહી. એનો અર્થ એ થાય કે તે આરતી સાથે સુખી ન હતો આથી જ તેણે આ માર્ગ લીધો.

‘‘ભલે કાલે મળીએ જ છીએ ને?’’

‘‘ના યાર, આપણે એકલા હોઈએ ત્યારે, ‘બિઝનેસ ટોક્સ’ માં નો થર્ડ પાર્ટી ! બાકી વલ્લભ તું ભારે હોંશિયાર નીકળ્યો.’’ અવિનાશ મુક્ત મને હસી પડ્યો. વાત પૂરી થઈ. અવિનાશે આરતી પ્રતિ જોયું. તે ગાઢ નિંદ્રામાં હતી. અલબત્ત વાતચીત એવા ઢંગથી થઈ હતી કે આરતી કાંઈ પકડી શકે નહિ. આટલી કાળજી છતાં પણ વાત વલ્લભ સુધી પહોંચી હતી. અવિનાશને વિસ્મય થયું હતું. વલ્લભ જે રીતે વાત કરી રહ્યો હતો, એથી લાગતું હતું કે તેને સમજાવી શકાશે. ‘‘આખરે તે પણ પુરુષ જ હતો ને’’ અવિનાશ મરક મરક હસી પડ્યો.

વિરાજને મળવાની તાલાવેલી તેના મન પર સવાર હતી. બીજા કશા વિચારો માટે અવકાશ ન હતો. તેણે ‘બેડ’ પાસેની લાઈટ બંધ કરી.

વૈભવશાળી શૈયાખંડમાં અંધકાર વ્યાપી ગયો. ડબલ-બેડના વિસ્તારમાં આછો પ્રકાશ વિસ્તરી ગયો. આરતી પતિની વિરુદ્ધ દિશામાં પડખું ફરીને જાગતી હતી. વલ્લભભાઈએ કયો વિષય છેડ્યો હતો. એનો ખ્યાલ તેને આવી ગયો હતો. શું ભદ્રાએ મારો નિર્ણય તેમને નહિ કહ્યો હોય? હવે એ ઝંઝટમાં મારે ક્યાં પડવું છે? મારૂં મન ઊઠી ગયું છે. ભલે સૌ મને મૂરખ ગણે. મને પરવા નથી. વાચના કરીને મળતું સુખ મારું નથી જોઈતું.’. આરતી ચિંતામાં પડી ગઈ. પળભર તો તેને થઈ આવ્યું કે લાવ ને, અવિનાશને બધી વાત કરી દઉં, અને મુક્ત થઈ જાઉં, પણ હોઠો ન ઉપડ્યા.

‘‘ભલે આ ઘટનાક્રમ ચાલ્યા કરે, હું નિર્લેપભાવે અવલોકયા કરીશ. શક્ય હશે તો તટસ્થ ભાવ કેળવી લઈશ. શક્ય હશે ત્યાં સુધી સહી લઈશ, અશક્ય લાગશે ત્યારે ચિત્રમાંથી મારી જાતને દૂર કરી દઈશ.’’

આરતીએ મનને સજ્જ કર્યું હતું. તેને હમણા નિદ્રાની તકલીફ હતી. રાત્રે અપૂરતી નિદ્રા આવતી. શારીરિક તકલીફો તો હતી જ, એમાં માનસિક ભાર પર ઉમેરાતો હતો. ડૉક્ટર તેના બી.પી.ના ઉંચા આંકથી ચિંતીત હતા.

આરતી ખૂબ મોડી ઉઠી હતી. એ પહેલા તો અવિનાશ ચાલ્યો ગયો હતો. નિયત સમય કરતાં ખૂબ વહેલા ગયો હતો. આરતી જાણતી હતી કે તે વિરાજ પાસે જ...

તે ધીમે ધીમે પરવારી. ડૉક્ટર શકુંતલાબેન સાથે ફોનથી વાત કરી, ‘‘ડૉક્ટર, તમારી સાથે વાતો કરીને હું સાવ હળવી થઈ જાઉં છું.’’ સરસ, આપણે દરરોજ વાતો કરીશું - આરતીદેવી. ડૉક્ટરે હસીને કહ્યું, ‘‘સી, એવરીથીંગ નોર્મલ, તમે ગબરાશો નહીં.’’

આ પછી આરતીએ ભદ્રાને ફોન કરીને મીઠો ઠપકો આપ્યો. ‘‘ભદ્રા, મેં કહેલો નિર્ણય તેં વલ્લભભાઈને શા માટે ન કહ્યો? કાલે રાત્રે વલ્લભભાઈ પેલી છોકરી વિશે જ અવિનાશને પૂછી રહ્યા હતા.’’

‘‘આરતી, મેં વાત કહેલી જ. તેમણે મજાકમાં કહેલું કે બધી જ સ્ત્રીઓ તારા જેવી ઉદાર બને તો કેવું સારું? મને તો સમજણ ન પડી કે ગુસ્સો કરવો કે હાસ્યમાં સામેલ થઈ જવું, આજે રાત્રે અમે આવવાના છીએ. એ સમયે હું ફરી વાર - તારી વાત તેમને સમજાવીશ, બરાબર ને?’’ એ વાત પણ પૂરી થઈ.

પાયલ સાથે મીઠી વાતો કરીને ડ્રાયવર સાથે તેને તેની શાળાએ વિદાય કરી.

સાવ શૂન્યસનસ્ક બેઠી હતી ત્યાં જ નૃત્ય સંસ્થાની એક શિષ્યા મળવા આવી.

તન્વી ખૂબ જ તેજસ્વી શિષ્યા હતી. થોડા સમયમાં પણ શીખી ચૂકી હતી. નિયમિત રીયાઝ કરતી હતી. નૃત્ય માટેની સહજતા હતી. આરતીનો ખાસ ખ્યાલ રાખતી હતી. ‘‘મેડમ, ખાસ કામે આવી છું.’’ તન્વીના ચ્હેરા પર કાયમનું રમતિયાળપણું ન હતું.

‘‘બોલ, કેમ ઉદાસ છે?’’ આરતીએ તેના પીઠ પર સ્નેહથી હાથ ફેરવ્યો. તે રડી પડી. તેનો પ્રશ્ન એ હતો કે તેના જૂનવાણી માતાપિતા તેને પરણાવી દેવા માગતા હતા. તેના નૃત્ય શોખ અને નૃત્ય કૌશલ્યની જરાપણ કિંમત ન હતી. તેમને મન આ સમય પસાર કરવાની પ્રવૃત્તિ હતી.

આરતી શું બોલે? તેણે પણ અવિનાશ સાથેના લગ્ન ખાતર અધૂરાં અરમાન રાખ્યા જ હતા ને!

આરતી આશ્વાસન આપતી હતી, ત્યાં જ અવિનાશનું આગમન થયું. તેનો ચ્હેરો પડી ગયો હતો. કાંઈક ગુસ્સામાં પણ હતો. ધબધબ થતાં પગલાંઓ અસ્વસ્થતા હતી. પતિના આવાં રૂપથી આરતીને ફાળ પડી હતી. તન્વીને નૃત્ય માટેના અલાયદા ખંડમાં બેસવાનું કહીને આરતી પતિ પાસે આવી. શું થયું હશે? અવિનાશની તબિયત તો -

‘‘શું થયું, અવિનાશ? આર યુ નોટ વેલ?’’ તે ચિંતામાં પડી ગઈ. બીજી ચિંતા વિરાજની થઈ. એ છોકરીને કશું થયું હશે?

‘‘તું વિરાજ પાસે ગઈ હતી?’’ અવિનાશે સીધો પ્રશ્ન પૂછ્યો. આરતી ડઘાઈ ગઈ. શું વિરાજે કહ્યું હશે? તે એટલી મૂર્ખ તો ન હતી.

‘‘હા ગઈ હતી.’’ આરતીએ ટૂંકો જવાબ વાળ્યો. એ બે પળોમાં તેણે સ્વસ્થતા મેળવી લીધી. વિરાજને મળવું એ કાંઈ પાપ નહોતું. હકીકતમાં તો અવિનાશ ખોટું કરી રહ્યો હતો. પછી પોતે શા માટે ગભરાવું?

‘‘કોણે, વિરાજે કહ્યું?’’ તેણે નિર્ભયતાથી પતિને સવાલ કર્યો. ‘‘વિરાજ - તો ત્યાં નથી. કશે ચાલી ગઈ છે.’’ તે ધીમેથી બોલ્યો. પછી ગુસ્સામાં ઉમેર્યું. ‘‘એ તારી

મુલાકાત પછી ચાલી ગઈ છે. તે શા માટે આવું કર્યું - આરતી?’’

‘‘મારી પાસે તમે કેવી આશા રાખો છો, અવિનાશ?’’ આરતીએ મક્કમતાથી કહ્યું. અવિનાશ સમસમી ગયો.

‘‘આરતી, તે મારો આધાર છીનવી લીધો, તને શો અધિકાર હતો. તું મને કશું આપી શકતી ન હતી.’’ અવિનાશનું શરીર કંપતું હતું. ‘‘અવિનાશ - મને લજ્જા આવવાં જોઈએ, આવી વાત કરતા.’’ આરતી બોલી ‘‘અલબત્ત - મેં વિરાજને ચાલ્યા જવાનું કે આ સંબંધ છોડી દેવા વિશે કશું કહ્યું નથી.’’ આરતીનો સ્વર કંપતો હતો તેને થાક લાગ્યો હતો. ચ્હેરા પર પ્રસ્વેદ હતો.

‘‘અવિનાશ, તમારા આ કૃત્યો વિશે હું ઘણા સમયથી જાણું છું. હું પ્રતીક્ષા કરતી હતી કે તમે એમાંથી બહાર આવો. પણ તમે તો વિવેકની તમામ સીમા ઓળંગી ગયા છો. આ જરા પણ શોભા આપતું નથી. જ્યારે તમે મારાં બાળકના પિતા બનવાના છો. તમે તો પેલી વિરાજને પણ...’’

આરતી આગળ બોલી ન શકી. તેને ખ્યાલ આવ્યો કે નોકર વર્ગ પણ આ સાંભળી રહ્યો હતો. માર્ગદર્શન મેળવવા આવેલી રત્ના બીજા ખંડમાં હતી.

પછી એકાએક જે બની ગયું એની કોઈને પણ ધારણા ન હોય. આરતીને તો ન હોય. ખુદ અવિનાશને પણ ન હોય. વિરાજ ગુમાવ્યાનો રંજ એટલો તીવ્ર હતો કે અવિનાશ આ પળે સંતુલન જાળવી શકે તેમ નહોતો તેનો ગુસ્સો, અવિવેક, સંયમની પાળ તોડીને ધસમસી રહ્યો હતો.

વિશાળ ખંડની રચનામાં વચ્ચે દાદર હતો. નકશીકામવાળો દાદરખંડની અન્ય શોભા સાથે તાલ મિલાવતો હતો. બારેક પગથિયા ચડ્યા પછી કાષ્ઠનો મનોરમ્ય રવેશ આવતો હતો. છેલ્લા પગથિયા પર આરતી હતી.

વાત ટૂંકાવવા માટે તે દાદર ચઢતી હતી. અચાનક જ ત્વરાથી અવિનાશ ધસી આવ્યો. આરતી કશું સમજે એ પહેલાં જ તેણે નિર્બળ પત્નીને બે હાથોથી પકડી અને હચમચાવી. ‘‘આરતી, બોલ તેં ક્યાં મોકલી આપી છે, વિરાજને? તને બધી ખબર છે... બોલ...’’

શબ્દોની સાથે તેના હાથ પણ ચાલ્યા. આરતીની એક દર્દનાક ચીસ સંભળાઈ. અવિનાશના પ્રહારથી તે ગબડી. ઉપરના પગથિયા પરતી પડતી, દડતી તે છેક ફરસ પર પડી ગઈ.

આરતીની ચીસ આખા મહાલયમાં ફરી વળી. પેલી છોકરી તન્વી તરત જ ધસી આવી, કારણ કે તે સાવ સમીપ હતો. આરતીની ચીસ પછી તરત જ એક બીજી ચીસ સંભળાઈ. એ તન્વીની હતી.

નોકરોએ આવીને જોયું તો આરતીદેવી લોહીથી લથબથ હતા. તેમનું મસ્તક તન્વીના ખોળામાં હતું. તન્વીનો નવોનકોર ડ્રેસ લોહીથી ભીંજાઈ ગયો હતો. આરતીદેવી કણસતા હતા.

એ બધા વચ્ચે અવિનાશ સડસડાટ કરતો મહાલય સોંસરવો બહાર ચાલ્યો ગયો. પાંચ દસ પળ પછી ગાડી સ્ટાર્ટ થયાનો અવાજ સંભળાયો હતો.

‘‘ઓહ ! મેડમ...!’’ તન્વી હજુ ચીખતી હતી.

એક જૂના નોકરે તરત જ વલ્લભભાઈને ફોન કર્યો. બીજો ફોન ડૉક્ટરને કર્યો. ફરશ પર લોહીના રેલા વહેતાહતા. અવિનાશના બુટના નિશાન પણ પાસે જ હતા. તન્વીએ ખાત્રી કરી લીધી કે મેડમ જિવતા હતા. ઝંકાર મહાલય અને એના માલિકના પતનનું આ પ્રથમ ચરણ હતું.

તન્વી બેહોશ બની ગઈ હતી, જ્યારે આરતીને બેહોશીનું ઈંજેક્શન આપ્યું હતું. સાવ અણધાર્યું બની ગયું હતું. એનું પરિણામ પણ એવું જ આવ્યું હતું. ગર્ભપાત થઈ ગયો હતો. આરતીના તનને ઈજા થઈ હતી. મનને ઈજા થઈ હતી. ડૉક્ટર શકુંતલાબેન ખડે પગે તૈયાર હતા.

વલ્લભભાઈ અને ભદ્રા દુઃખી દુઃખી થઈ ગયા હતા. તન્વીના માતાપિતા પણ હાજર હતા. ઝંકારના અન્ય સદસ્યો, શિષ્યાઓનો વિશાળ સમૂહ, નગરની જાણીતી હસ્તીઓ હોસ્પિટલના પટાંગણમમાં હાજર હતા.

વિનાયક ઈન્ડસ્ટ્રીઝના અગ્રગણ્યો પણ આવી જતા હતા. લ્યુસી, ખંડની બહાર પરસાળમાં એક ખૂણામાં ઊભી હતી. એક માત્ર અવિનાશની હાજરી નહોતી.

આરતી આ નગરની એક સન્માનીય મહિલા હતી. પોતાની આગવી પ્રતિભાના બળે તેણે આ નામ મેળવ્યુ ંહતું. ઉદ્યોગપતિ અવિનાશની પત્ની હોવાનું ગૌરવ પણ તેના શિરે હતું. પતિ પણ બાહોશ, સફળ ુદ્યોગપતિ હતા, પણ કમનશીબે તે એક સુયોગ્ય પતિ કે માનવ બની શક્યા ન હતા.

વિરાજ પ્રાપ્ત ન થતાં, અવિનાશ પ્રથમ ખિન્ન થયો હતો, પછી એ દુઃખે ક્રોધનું સ્વરૂપ પકડ્યું હતું. મોહમાંથી જન્મેલો ક્રોધ ભયંકર નીવડ્યો.

રંજન તો ચાલી ગઈ હતી. વિરાજના ગયા પછી તરત જ તે ચાલી ગઈ હતી. હવે તેને કોની સંભાળ રાખવાની હતી? રામસીંગ ચોકીદાર બહાદુર અને વફાદાર હતો. છેલ્લા કેટલાય વર્ષોથી તે અવિનાશબાબુની નોકરી કરી રહ્યો હતો.

વિરાજના શીખવ્યા મુજબ તે ગોઠવી ગોઠવીને બોલી શક્યો નહિ.

‘‘બડી માલકીન આઈ થી એક દિન. બહોત દિન કે બાદ દર્શન હુઆ... માલિક...’’ રામસસીંગ બોલી ગયો. અલબત્ત- તે વિરાજ વિશે કશું ન બોલ્યો.

‘‘નહિ-માલિક-કુછ માલૂમ નહિ. વો કભી કભી શહર મેં જાતી થી કભી ડોકટર કે પાસ ભી...’’ રામસીંગે જવાબ વાળ્યો હતો. આ પછી અવિનાશે બધી હોસ્પીટલોમાં તપાસ કરી હતી. કદાચ વિરાજ ગઈ હોય. તેને ખ્યાલ આવી ગયો કે વિરાજ ચાલી જ ગઈ હતી. બધી બાબતોમાં તેને એક વાત ભીતર સુધી સ્પર્શી ગઈ.‘‘બડી માલકકીન આઈથી એક દિન’’ એ શબ્દોથી અવિનાશ ભડકી ગયો હતો.

‘‘ઓહ ! તોતે જાણી ચૂકી છે?’’ પછી બીજી પળે જ વિચારની દિશા બદલાણી. ‘‘અચ્છા તો આરતી એ તેને નસાડી છે. અત્યાર સુધી આવું ક્યારેય બન્યું હતું? વલ્લભ પણ રાત્રે વિજાર વિશે પૂછતો હતો. એ પણ આમાં સામેલ હશે. બન્ને એ મળીને કર્યુ હશે. વલ્લભ મારી મજાત કરતો હશે. બીજું શું? અને આરતી શાણી થઈને મને નીરખતી હશે ઓહ ! કેટલું ભયંકર? આ કેટલી હિંમત એ બન્નેની?’’ અવિનાશ ખાસ્સો ઉત્તેજીત થઈ ગયો હતો. મનમાં તીવ્ર તરસ તરફડતી હતી.

અને પછી આ કમનસીબ ઘટના બની હતી. મોહની આગે વિકૃત રૂપ લીધું હતું. ‘‘માનવી આટલો અધમ બની શકતો હશે.’’ વલ્લભને કશી સમજ પડતી નહોતી.

ભદ્રાને પણ અવિનાશ માટે રોષ જન્મ્યો હતો. તેને આરતીની દયા આવતી હતી. ‘‘અરે, આ તો મૂર્ખ જેવી વાતો કરતી હતી, ઉદારતાની?’’ બાકના લોકો તો માત્ર અકસ્માત થયાનું જાણતા હતા. લ્યુસી થોડીવાર રહીને ગઈ. તેના વિશે તેની હાજરીથી ગેરસમજ થવા સંભવ ન હતો.

તન્વી સ્વસ્થ થતાં તેને, અનિચ્છા છતાં વિદાય કરવામાં આવી. આ કરૂણિકાની તે એક માત્ર સાક્ષી હતી. ભદ્રા રાત્રે પાયલને લઈને પોથાને ઘરે ગઈ હતી.

ધીરે ધીરે ભીડ વિખરાઈ હતી. વલ્લભભાઈ એ જ સૌને આગ્રહ કરી ને કહ્યુ ંહતું,‘‘હવે સારૂ છે. કાંઈ ભય જેવું નથી. હવે તમે સૌ પણ આરામ લો.. જરૂર પડશે- તો...’’

વલ્લભભાઈ સામે સતત બેસી રહ્યા નર્સ તહેનાતમાં હાજર જ હતી. ડોકટર શકુંતલાબેન પણ હોસ્પીટલમાં રહ્યા હતા. આટલા મોટા પ ેસંટની સારવારમાં કશી કચાશ રાખવા માગતા નહોતા.

રાત દરમ્યાન આરતીદેવીના સ્વાસ્થયની સ્થિતિ જાણવા અનેક ફોન આવતા હતા. ભદ્રા પણ ફોન કરતી હતી. ‘‘હેલો વલ્લભ- કેમ છે આરતી ને? અવિનાશનું આગમન થયું કે નહિ? કેટલી નિષ્ઠુરતા વલ્લભ? આરતી જેવી મૃદુ સ્ત્રીના નસીબમાં આવો પથ્થરદિલ પતિ? કાંઈ સમજ પડતી નથી... પાયલ માંડ જંપી છે.... એ પણ હેતબાઈ ગઈ છે. પેલી છોકરી તન્ની પણ કેવી જડ જેવી બની ગઈ હતી? સારું થયુ - એ હાજર હતી...’’

વલ્લભે સ્વસ્થતા કેળવી લીધી હતી અત્યારે પ્રથમમ કાર્ય આરતીને સાજી કરવાનું હતું. પેલા લંપટ પુરુષને તો પછી સમજી લેવાશે. આરતીના તન અને મન, બંનેની કાળજી લેવાની હતી. ઘણું લોહી વહી ગયું હતું. લોહીના બાટલાઓ આરતીના ક્ષીણ દેહમાં ટીપે ટીપે ઠલવાઈ રહ્યા હતા. શરીરના બાહ્ય જખમો પર પાટાપીંડી થયા હતા.

મોંફીયાની અસર નીચે તે ધસધસાટ સૂતી હતી.

સેલાઈન ટયુબમાં સરકતાં બુંદો જેવી જ મંદગતિથી રાત્રિ સરકતી હતી. શકુંતલાબેન તેમની ઓફિસમાં જાગતા બેઠા હતા. તેઓ અસ્વસ્થ હતા. આ અકસ્માતથી આરતીએ માતૃત્વ ગૂમાવ્યું હતું. અવિનાશ બાબુની ગેરહાજરીથી તેઓ અકળાતા હતા. આવું કેવી રીતે બની શકે? દિલ્હીથી તેઓ આવી ગયા હતા. પત્નીની આવી ગંભીર સ્થિતિ હોય અને પતિ હાજર ન હોય એ ખૂબ વિચિત્ર હતું. બન્ને પ્રતિષ્ઠિત હતા, સુખી સંપન્ન હતાં. આ નગર માટે બન્ને ગૌરવ સમાન હતા શું તેઓના અંગત જીવનમાં કશો વિસંવાદ હશે?શક્ય છે, મન, મોતી અને કાચ. હસતાં ચહેરા પરથ કાંઈ ભીતર વિશે થોડું જાણી શકાય છે? વૈભવની ટોચ પર પણ માનવી ભીતરથી દુઃખી હોઈ શકે છે.

દુઃખ અને વેદના હોય ત્યારે સમય થંભી જાય છે. આરતી ધીમું ધીમું કણસતી હતી. નર્સ ઉજાગરાથી ટેવાયેલી હતી. તેને કાયમનો મહાવરો હતો. તે આરતીની સારવાર કાળજીથી કરી રહી હતી. મધરાત ઢળી રહી હતી. વલ્લભભાઈ ઝોકું ખાઈ રહ્યા હતા ત્યાં જ બારીમાંથી કોઈએ તેમને ઈશારતથી બોલાવ્યા. બાકીના પારદર્શક કાચમાંતી કોઈ આકૃતિ દેખાતી હતી. એ અવિનાશ હતો.

વલ્લભે તરત જ બહાર જવાનું ઉચિત માન્યું. બંને હોસ્પિટલની બહાર પગથિયા પર મળ્યા. અવિનાશના ચહેરા પર ગભરાટ અને ડર હતો. વલ્લભભાઈ ગંબીર બની ગયા. રોષ ઊભરતો હતો પણ આ સમય અને સ્થાન અનુકૂળ ન હતા. તે શાંત ચિત્તે અવિનાશને અવલોકતા રહ્યા.

‘‘વલ્લભ, કેમ છે એને?’’ અવિનાશના હોઠ ખુલ્યા.

‘‘એને એટલે કોને?’’ વલ્લભે કરડાઈથી જવાબ વાળ્યો. ‘‘અવિનાશ... તું અહીં શા માટે આવ્યો છે? કોણ છે અહીં તારું?’’

અવિનાશ સમસમી ગયો. વલ્લભના આ શબ્દો તેને દઝાડતા હતા.

‘‘તને ક્રોધ આવે એ સ્વાભાવિક છે, મેં એવું જ કર્યું છે.’’ અવિનાશ પરિતાપ કરતો હોય એ સ્વરમાં બોલ્યો.

વલ્લભની ભ્રકુટી તંગ થઈ. પાસેની સ્ટ્રીટલાઈટનો શ્વેત પ્રકાશ અહીં સુધી પહોંચતો હતો.

‘‘સોરી અવિનાશ, તારી મહેનત વ્યર્થ ગઈ છે. એ હજુ જીવે છે.’’ વલ્લભ તોળી તોળીને બોલી રહ્યો હતો.

અવિનાશ કશો પ્રતિકાર કરી શકે તેમ ન હતો. તે સહી રહ્યો હતો, એ તેના સ્વભાવની વિરુદ્ધ હતું.

‘‘વલ્લભ, એ મારી પત્ની છે...’’ તેણે અવાજ ભારે કરીને કહ્યું. ‘‘હા એ તારી પત્ની છે. તારો એ અધિકાર ગણાય કે તું... ગમે તે કરી શકે, વાહ, અવિનાશ... તારી સમજ અદ્‌ભુત છે. એ જીવન-મરણ વચ્ચે ઝૂલતી હતી, ત્યારે તું ક્યાં હતો? તેં તેને દાદર પરથી ધકેલી, ત્યારે શું એ તારી પત્ની ન હતી? જા, પેલી વિરાજ પાસે જા, અહીં તને શું મળશે? કયા મોઢેં તું એની સાતે નજર મેળવી શકીશ? જોકે તે હજું બેહોશીમાં જ છે તેનું પેટ ખાલી થઈ ગયું છે. સાવ સપાટ ! એક ફૂલ ખિલતાં પહેલાં ખરી પડ્યું છે. એ તારી મહેરબાનીનું પરિણામ અવિનાશ, હવે વધુ શું કરવું છે, કહે? તું પતિ છે ને? તારો તો અધિકાર છે. બોલ, હજી શું બાકી છે?’’

વલ્લભના ધગધગતા અંગારા જેવાં વાક્યો સાંભળીને અવિનાશનો ચહેરો લેવાઈ ગયો. તેણે બંને હાથ તેના કાન પર ઢાંકી દીધાં.

‘‘વલ્લભ-હવે વધુ ન કહે...’’ તેણે ચીસ પાડી.

‘‘કેમ ન કહું? તને આવું કૃત્ય કરતાં આંચકો ન લાગ્યો? અવિનાશ, તું આવો વિવેકહીન કેમ બની ગયો? આરતી તો કશી ફરિયાદ કર્યા વગર તને સહી રહી હતી.

એ તો એટલી હદ સુધી વિચારતી હતી કે... જવા દે એ વાત, તું એ ઉદારતા માટે ક્યાં લાયક હતો?’’ વલ્લભ બેફામ બની ગયો.

અવિનાશે મિત્રનું આવું રૂપ ક્યારેય જોયું ન હતું. વળી વલ્લભે આરતીની સ્થિતિ વિશે જે વાત કરી, એ પણ ગંભીર હતી. ખરેખર તે ભાન ભૂલી ગયો હતો. એ સમયે તેનામાં પશુતાએ પ્રવેશ કર્યો હતો. પરોઢની ભીનાશમાં પણ તેના શરીર પર પ્રસ્વેદ વળવા લાગ્યો. પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ ક્ષીણ થઈ ગઈ. વલ્લભનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. વલ્લભે અવિનાશનું પરિવર્તન નિહાળ્યું.

તે અવિનાશની નજીક આવ્યો. બે ક્ષણ એમ જ વીતી, મૌનમાં. ‘‘અવિનાશ... આવ... મારી સાથે, તું નજરે નિહાળ કે આરતીની શી હાલત છે. આખરે... હું કોણ છું? આ તો લાગી આવ્યું એથી બોલાઈ ગયું. બાકી મારો શો અધિકાર?’’

વલ્લભ સાવ ધીમેથી બોલ્યો, અને પાછળ જોયા વિના આરતીના ખંડ તરફ ચાલવા લાગ્યો. આ બંનેની મોટેથી થતી વાતો સાંભળીને એક બે વ્યક્તિઓ આ તરફ આવતી જ હતી. અવિનાશ કશું જ બોલ્યા વિના વલ્લભને અનુસરતો અંદર આવ્યો.

‘‘ઓહ ! અવિનાશ બાબુ...’’ સામેથી ડૉક્ટર આવ્યા.

આરતી ફરી મોફીયાની અસર નીચ ેજંપી ગઈ હતી. લોહી આપવાનું કાર્ય હજુ ચાલતું હતું. એક નર્સ પલંગ પાસે બેઠી હતી. શરીરના મોટા હિસ્સા પર પાટા બાંધ્યા હતા. આરતીના ચહેરાનો ભાગ ખુલ્લો હતો. માથા પર પટ્ટી હતી.

અવિનાશ બાઘાઈથી પત્નીને તાકી રહ્યો. ડૉક્ટરે તેને પત્નીની સ્થિતિનું બ્યાન આપ્યું.

‘‘અવિનાશબાબુ એક્સીડન્ટ સિરિયસ હતો. સવારે જ ખબર પડે કે બ્રેઈન પર ઈજા થઈ છે કે નહિ. બાકી તો... સી લોસ્ટ હર...’’

અવિનાશ ચડવત્‌ બની ગયો. વલ્લભ સામે નજર મેળવવાની તેનામાં શક્તિ નહોતી.

‘‘વલ્લભ... તારે આરામ કરવો હોય તો કર. હવે હું છું...’’ તેણે ત્રુટક ત્રુટક શબ્દોથી વાક્ય પૂરું કર્યું.

વલ્લભ એમ ને એમ બેસી રહ્યો. બીજી ખુરશીમાં તેની પાસે જ તે બેસી ગયો. વલ્લભે એક હાથ તેની પીઠ પર મૂક્યો તે કાંઈ દયાહીન હોતો. અવિનાશને મિત્રનો સ્પર્શ સારો લાગ્યો. સવાર થઈ ત્યાં સુધી બંનેમાંથી કોઈએ પણ એક હરફ પણ ન કાઢ્યો. ભદ્રા આવી એટલે વલ્લભે વિદાય લીધી. ભદ્રાએ નર્સ સાથે જરૂરી વાત કરી. અવિનાશ પ્રતિ તેણે એક અછડતી દૃષ્ટિ ફેંકી અને નજર ફેરવી લીધી. અવિનાશની

ભોંઠપનો પાર ન રહ્યો. સૌ આપ્તજનો તેનો તિરસ્કાર કરતા હતા. એક દિવસમાં પરિસ્થિતિએ કેવો પલટો લીધો હતો?

ડૉક્ટર શકુંતલાબેને પણ તેની સાથે અછડતી વાત કરી હતી. પહેલા કેટલા સન્માનથી વાત કરતા હતા? આખરે તે આ નગરની એક નામાંકિત વ્યક્તિ હતી. તેણે આપેલા દાનની અનેક તક્તીઓ નગરની દીવાલો પર શોભતી હતી. ઉદ્યોગો વિશેની કોઈપણ વાતમાં તેનો અભિપ્રાય મહત્ત્વનો ગણાતો. આ એક જ કૃત્યથી તે સ્વજનોની નજરમાં તે વામણો બની ગયો હતો.

અવિનાશનો સ્વભાવ ગર્વિષ્ઠ હતો. વિરાજ ગુમાવ્યાનું દુઃખ એક ખૂણામાં હજુ ડંખતું હતું. જે દુઃખદ ઘટના ઘટી, એ આવેગ બિનજરૂરી હતો. એમ તને લાગ્યુ ંહતું. દુર્ઘટના પછી તે ચાલ્યો ગયો હતો. એક એકાંત ખૂણામાં ઢગલો થઈને પડ્યો હતો. તેને આરતીના વિચારો આવવાને બદલે વિરાજના વિચારો આવતા હતા ક્યાં ચાલી ગઈ હશે એ?

સમયની ગતિ સાથે મનના આવેગો સમ્યા હતા. સ્વસ્થ ચિંતન શક્ય બનવું હતું. આરતી વિશે વિચારવાનું તેણે શરૂ કર્યુ ંહતું. પોતાની જાત વિશે વિચારવાનું શરૂ કર્યું હતું. આરતી સાથે તેનું વર્તન અયોગ્ય જ હતું. ભીતરમાંથી અવાજ આવતો હતો. પરિતાપ રૂપે તે મધરાતે અહીં આવ્યો હતો. મન સતત ઠપકો આપતું હતું.

આરતીની હાલત ધાર્યા કરતા ગંભીર હતી. તે માતૃત્વ વિહોણી બની ગઈ હતી. શરીરના જખમો રૂઝાવતા હતા, પણ મનના જખમો સહેલાઈથી રૂઝાવાના નહોતા.

અન્યના પ્રત્યાઘાતો વ્યક્ત થયા હતા. હજુ આરતીના પ્રત્યાઘાતો અનુભવવાના હતા. પોતે શું એ સહી શકશે? એ નગ્ન વાસ્તવિકતાનો સામનો કરી શકશે?

અવિનાશ પણ થાક અનુભવતો હતો. દિલ્હીથી આવ્યા પછી આઘાતોની પરંપરા શરૂ થઈ હતી.

આ માટે દોષિત કોણ? ‘‘શું તું દોષિત નથી?’’ ભીતરમાંથી અવાજ આવતો હતો.

‘‘તેં જ શાંત પાણીમાં કાંકરો નાખ્યો હતો. વિરાજ સાથે તેં જ અનૈતિક સંબંધો શરૂ કર્યો,’’ ભીતરનો અવાજ સંભળાતો હતો.

‘‘એ ખરૂં... પણ, મને વિરાજ તરફ કોણે ધકેલ્યો?’’ અવિનાશના મનમાં ઘમસાણ ચાલતું હતું.

અવિનાશ ખુરશી પર આખો મીંચીને પડ્યો હતો. સામે આરતી સૂતી હતી.

લોહી આપવાની પ્રક્રિયા પૂરી થઈ હતી. નર્સ સાધનોને દૂર કરી રહી હતી.

ભદ્રા ગંભીરતાથી સખીને અવલોકી રહી હતી. અવિનાશ પ્રતિ જોવાની કોઈને ઈચ્છા ન હતી.

અચાનક આરતીએ આંખો ખોલી, તે ભાનમાં આવી ગઈ હતી. એક વેદનાનો ઉદ્‌ગાર કણસાર સંભળાયો.

‘‘ઓહ ! મેડમ, ભાનમાં આવી ગયા.’’ નર્સે સમાચાર આપ્યા. ભદ્રા તરત જ પાસે આવી. નર્સ ડૉક્ટરને રીપોર્ટ આપવા ગઈ. અવિનાશે આંખો ઉઘાડીને ઉત્સુકતાથી પત્ની સામે જોયું. એ દૃષ્ટિમાં ઉત્કંઠા હતી. યાચના હતી, સમાધાન કરી લેવાની વિનંતી હતી, બંનેની નજર એક પળ માટે મળી, બીજી જ પળે આરતીએ આંખો મીંચી દીધી. તેના ચ્હેરા પર તિરસ્કાર અને અણગમો નીતરતા હતા.

આરતી પડખું ફરી ગઈ. આ ચોખ્ખો-અસ્વીકાર હતો. તિરસ્કાર હતો, પત્નીનો પ્રથમ અને કદાચ છેવટનો પ્રત્યાઘાત હતો. આરતીએ ભદ્રા સાથે થોડી વાત કરી, ત્રુટક, ત્રુટક ત્યાં જ ડૉક્ટર આવી પહોંચ્યા.

‘‘કેમ છો, આરતીદેવી?...વેલ...’’ શકુંતલાબેનના સ્મિતનો જવાબ આરતીએ આછા સ્મિતથી આપ્યો.

ડૉક્ટરે થોડી વાતચીત અવિનાશ સાથે કરી, નર્સને જરૂરી સૂચના આપી અને ગયા. દરમ્યાન વલ્લભ અને પાયલ આવ્યા.

નાનકડી પાયલ રાતોરાત સમજણી થઈ ગઈ હતી. પ્રથમ તે માતા પાસે આવી.

ડાહી થઈને ઊભી રહી.

‘‘બેટા, મમ્મીને હવે સારું છે.’’ ભદ્રાએ વ્હાલ કર્યું.

‘‘મમ્મી, હું ભગવાનને પ્રાર્થના કરતી હતી કે તને જલ્દી જલ્દી સાજી કરી દે.’’ તેની મીઠી વાણીથી આખા ખંડમાં વાતાવરણ બદલાઈ ગયું.

આરતીએ પાટા વાળા ઈજાગ્રસ્ત હાથ વડે પુત્રીને પ્રેમાળ સ્પર્શ કર્યો. એકાએક તેની દૃષ્ટિ અવિનાશ પર પડી.

‘‘પપ્પા, તમે ક્યાં ચાલ્યા ગયા હતા?’’ તે દોડતી અવિનાશ પાસે ગઈ. ‘‘પપ્પા-મમ્મી દાદર પરથી પડી ગઈ, ઓહ ! કેટલું બધું લોહી?’’ નાનકડી પાયલના ચ્હેરા પર વેદનાના સળ પડી ગયા.

‘‘પપ્પા-ડૉક્ટર આંટીએ મમ્મીને સાજી કરી દીધી. હું પણ ભગવાનને પ્રાર્થના કરતી હતી, પણ પપ્પા તમે ક્યાં હતા?’’ પુત્રીની વાતથી અવિનાશ હેબતાઈ ગયો.

‘‘હવે હું આવી ગયો છું, પાયલ બેટા.’’ અવિનાશ ધીમેથી બોલ્યો. આટલા સમયમાં એક માત્ર પાયલે તેની સાથે વાત કરી હતી. એ પણ, તે સત્ય જાણતી નહોતી એટલે.

અવિનાશનો ચહેરો નિસ્તેજ બની ગયો. વલ્લભ પાસે જ બેઠો હતો, છતાં બંને મૌન હતા.

ભદ્રા તથા આરતી ધીમે ધીમે વાતચીત કરતા હતા. વાતાવરણમાં વેદના હતી, ગુંગળામણ હતી.

અવિનાશને લાગ્યું કે તે સાવ એકાકી બની ગયો હતો, આ ખંડની કોઈ જ વ્યક્તિ સાથે તેને સંબંધ જ ન હતો.

પાયલ તેને છોડીને આરતી પાસે આવી અને તરત જ તે ખંડ છોડીને, ચૂપચાપ બહાર ચાલ્યો ગયો. કોઈએ તેને રોક્યો નહિ.

આરતીના હૃદયમાં ઊંડી તિરાડ પડી હતી. પતિ પત્ની વચ્ચેના નાજૂક સંબંધોમાં વિશ્વાસ એ પાયો છે, પ્રેમ ખાતર છે. આરતી - અવિનાશના કિસ્સામાં એ આધાર કડડભૂસ કરતો તૂટી પડ્યો હતો. પાનખરમાં આપોઆપ ખરી પડતાં પાંદડા જેવો પ્રેમ કેટલું ટકી શકે? આખી ઈમારત જમીનદોસ્ત થઈ ગઈ હતી.

ગઈ કાલે બનેલો બનાવ તો આ હકીકતની જાહેરાત જેવો હતો. જિર્ણ દીવાલના કાંગરા જેવી સહજતાથી તૂટી શકે છે ! આરતીની વેદના ચરમસીમા પર પહોંચી ગઈ હતી. તે લજ્જા અનુભવતી હતી. હવે તેને રૂદન આવતું નહોતું. ભયાનક વાસ્તવિકતા નજર સમક્ષ આવી ગઈ હતી, અરે, ચોક વચ્ચે જાહેર માર્ગ પર આવી ગઈ હતી.

‘‘અવિનાશ અહીં શા મામટે આવ્યા? મને શું એ પાયલ જેવડી બાળકી સમજતા હશે? ચોકલેટ આપીને પટાવી શકાશે?’’ આરતીના શારીરિક જખમો રૂઝાતા હતા, ભીતરના જખમો તાજા થતા હતા.

વિશ્વાસનું તૂટી જવું, એ મોટી હોનારત હતી. પતિથી વિષા જન્મ્યો હતો. અવિનાશ પણ પોતે કરેલા વર્તનથી દુઃખી હતો. તે પરિતાપ અનુભવતો હતો. વલ્લભભાઈએ તેને સમજાવેલો, ‘‘જો અવિનાશ, મને પણ તારા પર ક્રોધ આવતો હતો. તારા અમાનુષી વર્તન તારા પ્રતિ તિરસ્કાર જન્મે એ સ્વાભાવિક છે. આરતીના મનની સ્થિતિ તો કેટલી ખરાબ હશે? હું માનું છું કે સ્થિતિ પૂર્વવત્‌ થવી તો લગભગ અશક્ય છે. અથવા એ સમયનો સવાલ છે. તું ભાન ભૂલ્યો હતો, એ વાત મને સ્વીકાર્ય બનશે, પણ આરતી નહિ માની શકે. જખમોને રૂઝાતા ઘણો સમય લાગશે. આપણે સૌએ મૃદુતાથી કાર્ય કરવાનું છે, આ ખૂબ નાજૂક બાબત છે, તારે ધીરજ રાખવી પડશે.’’ હોસ્પિટલમાંથી આરતીને રજા આપવાનું નક્કી થયું ત્યારે આરતીએ વલ્લભભાઈને બોલાવ્યા, ભદ્રા પણ પાસે જ હતી.

‘‘ભાઈ આવતી કાલે મને અહીંથી મુક્ત કરવાની છે.’’ તે બોલી. શરીરમાં અને અવાજમાં નિર્બળતા હતી, છતાં તેના શબ્દોમાં મક્કમતા હતી.

‘‘ભાઈ-મારું એક કામ કરવાનું છે. તમે આત્મીય છો એટલે તમને જ ભાર સોપું છું.’’ તેના નિસ્તેજ ચ્હેરા પર ચમકી હતી. ‘‘ભાઈ વિનાયકભાઈવાળા ઘરને સમુંનમું કરાવવું છે. મારે હવે ત્યાં જ રહેવું છે. એટલું કરવું પડશે. અવાવરૂં છે - એટલે થોડો સમય લાગશે. બધું જ રાચરચીલું તો છે જ. વળી મને અને પાયલને શી અગવડ પડવાની છે?’’

આરતી માંદલું હસી પડી.

‘‘આરતી, એવી શી જરૂર છે? મારૂં ઘર શું તારૂં નથી?’’ ભદ્રાએ તત્કાલ જવાબ વાળ્યો. વલ્લભભાઈએ પણ સાથ પૂરાવ્યો.

‘‘વલ્લભભાઈ, ભદ્રા-તમારા ઘરે તો આખી જિંદગી રહું તો પણ કશો વાંધો નથી. તમારા બંનેનો પ્રેમ મારા માટે અપૂર્વ ખજાનો છે. મને વિનાયકભાઈ અને ભાભીની ખોટ નથી લાગતી. તમારી પાસે થોડો સમય જરૂર રહીશ, પણ છેવટે તો મારું પોતીકું ઘર તો જોઈશે જ ને? આજથી કામ શરૂં કરાવી દેજો. મને એ ઘરની બહું જ માયા હતી. એ છોડ્યું ત્યારે ખ્યાલ ન હતો કે ફરી ત્યાં જવું પડશે. ચાલો, જે થતું હોય એ છે, એ સારા માટે જ.’’

આરતીએ લાબું વક્તવ્ય પૂરું કર્યું. તેની આંખોમાં જરાજરા ભીનાશ હતી તે મંદ મંદ હસતી હતી.

‘ભદ્રા, મને જરા પણ દુઃખ નથી લાગતું. આ કાર્ય થોડું વહેલું થઈ શક્યું હોત તો સારું હતું. વિરાજની વાત જાણ્યા પછી મેં સમય વેડફ્યો એ જ ભૂલ હતી.’’ તે ગંભીર બની ગઈ.

‘‘આરતી... વિરાજ તો હવે ત્યાં નથી. ત્યાંથી કશેક ચાલી ગઈ છે.’’ ભદ્રાએ નવી માહિતી આપી. વિરાજે આરતી પર લખેલો અંતિમ પત્ર વલ્લભભાઈએ આરતીના હાથમાં મૂક્યો.

આરતી શાંતિથી પત્ર વાંચી ગઈ.

‘‘આ શુભા કોણ છે? વિરાજની ઈચ્છા મુજબ જ થશે.’’ આરતી માત્ર એટલું જ બોલી.

‘‘અવિનાશના રોષનું કારણ પણ આ જ હતું.’’ વલ્લભભાઈ ધીમેથી બોલ્યા. આરતીએ કશો પ્રત્યુત્તર ન વાળ્યો. માત્ર સ્મિત કર્યું, પત્ર સાચવીને પર્સમાં મૂક્યો.

‘ભદ્રા, કાલે તારી મહેમાન થવાની છું.’’ તે હળવાશથી બોલી.

વાતો ચાલતી હતી, ત્યાં જ અવિનાશનું આગમન થયું. સાથે પાયલ પણ હતી. આરતી મૌન બની ગઈ.

‘‘મમ્મી... પપ્પાએ મારા માટે ફ્રોક લીધું. તારા માટે સાડી લીધી... અને આ કાર્ટુનની બુક્સ...’’ પાયલ આનંદથી ઉછળતી હતી. આરતીએ પાયલના વસ્ત્રો, પુસ્તકો પ્રસન્નતાથી જોયા. પોતા માટે આણેલી સાડી સામે એક દૃષ્ટિ પણ ના ફેરવી. પાયલ સાથે વાત કરતી રહી.

વલ્લભ અવિનાશ સાથે વાત કરવાનો વિષય શોધતો હતો. ભદ્રા નત મસ્તકે બેઠી હતી.

‘‘કાલે રીલીવ કરવાના છે.’’ અવિનાશે વલ્લભને કહ્યું.

‘‘હા... આરતી થોડા દિવસ મારી સાથે રહેશે. તેનો બરોબર ખ્યાલ પણ રાખી શકાશે.’’ ભદ્રાએ મૌન તોડ્યું.

‘‘ભલે... એમ થાય.’’ અવિનાશ અસંમતિ દર્શાવી શક્યો નહિ. આરતી તો કશું બોલતી જ નહોતી, જે તેને ખૂબ ખૂંચતું હતું. તે માતૃત્વ ગુમાવી બેઠી હતી એ

ખરેખર કમનશીબ હતું.

તેનો આ મોટો અપરાધ હતો. આરતીના આળા હૃદયને છંછેડવાનો કશો અર્થ નહોતો. તેના વર્તન પરથી સ્પષ્ટ થતું હતું કે તે પતિને ધિક્કારી રહી હતી. ક્ષણે ક્ષણે તે અપમાનિત થતો હતો. ઘુંઘવાતો હતો, શાન્ત થતો હતો.

અવિનાશે પોતાની ભૂલનો સ્વીકાર વલ્લભ પાસે કર્યો હતો. એકવાર નહિ અનેકવાર કર્યો હતો, પણ પત્ની પાસે તેમ કરવા, તે તૈયાર ન હતો. પરોક્ષ રીતે તે પત્ની માટે ભેટ લાવ્યો હતો, પણ આરતી એ દિશામાં જવા જ માગતી ન હતી. ‘‘મમ્મી-આપણે ‘આંટી’ના ઘરે રહેવાનું છે?’’ પાયલે પૂછેલું.

બીજા દિવસે તેઓ વલ્લભભાઈના બંગલે આવી ગયા હતા. બંગલો સરસ હતો. બેઠા ઘાટની બંગલી જ કહી શકાય.

પતિ-પત્ની, બે વ્યક્તિઓ માટે તો વિશાળ ગણી શકાય. અવિનાશના ‘ઝાંઝર’ મહાલયની તુલનામાં તુચ્છ હતો.

‘‘હા, થોડા દિવસ અહીં, પછી નવા મકાનમાં જઈશું.’’ આરતીએ તેની મક્કમતા દોહરાવી હતી.

વલ્લભભાઈ પાસે બીજો વિકલ્પ નહોતો. તેમણે અણગમતાં મનથી પણ કાર્ય શરૂ કરાવ્યું હતું. થોડા પ્રયત્નોથી પણ ઘર રહેવા લાયક બની શકે તેમ હતું. વલ્લભભાઈએ મંદ ગતિથી કામનો પ્રારંભ કરાવ્યો. તે ઈચ્છતા હતા કે એ દરમ્યાન આરતીના વિચાર બદલાય આ એક નાજુક તબક્કો હતો. આ સમયે તો મન તૂટી જાય તો એની અસર કાયમ રહેવાની હતી.

ભદ્રા પણ ચિંતિત હતી. સ્ત્રી હોવા છતાં પણ તેનું મન આ વિષયમાં સખીની વિરુદ્ધ હતું. આધાર વિના એકાંકી સ્ત્રી કેવી રીતે જીંદગી કાપી શકે એ જ તેને સમજાતું નહોતું. વળી અવિનાશે ભૂલનો સ્વીકાર કર્યો જ હતો. આરતી શું એમ ઈચ્છતી હતી કે અવિનાશ તેની શાબ્દિક માફી માગે? એ અનેક રીતે જરૂરી નહોતું. પાયલ નાની હતી. તે અબુજ બાળકી હતી. તેને બંનેના સ્નેહની જરૂર હતી અને વળી પેલી છોકરી - વિરાજ પણ હવે ક્યાંક ચાલી ગઈ છે. ગર્ભપાત થઈ ગયો એનું દુઃખ તો સમજી શકાય એવું છે. એ આ રીતે બન્યું - એનો બચાવ થઈ શકે તેમ નથી. પણ આવો અકસ્માત શં નથી થતો? સ્ત્રી એકલી હોય ત્યારે પણ આવું તો બને જ છે. મન તો મનાવવું જ પડે. આવા અનેક ખાડા-ટેકરાઓ વચ્ચેથી જીવન ગતિ કરે છે. માનવી છે, ભૂલચુક થાય પણ ખરી શું આવાં કિસ્સામાં સમાધાનનો માર્ગ જ ન રાખવો? આ સ્પષ્ટ વિચારો હતા. જોકે આ સમયે આરતીને કશું કહેવા તે તૈયાર ન હતી. પતિ સાથે તેણે આ બધા મુદ્દા ચર્ચી લીધા હતા.

‘‘અત્યારે કશું કહેવું નહિ. આરતી એનો અવળો અર્થ કરે. તે અતિશય સ્વમાની સ્ત્રી છે. તે આ જ ક્ષણે આ સ્થળ છોડીને ચાલી જાય. મેં અવિનાશને સમજાવ્યો છે. એ પણ એટલો જ જિદ્દી છે.’’ વલ્લભભાઈ ચિંતામાં પડી ગયા હતા.

દરરોજ આરતી વિનાયકભાઈના ઘર વિશે, કાર્યની પ્રગતિ વિશે પૂછતી હતી. વલ્લભભાઈ સંતોષ થાય એવાં જવાબ વાળતા હતા.

પાયલ પૂછતી હતી. ‘‘મમ્મી, આપણે આપણા ઘરે કેમ નહિ જાવાનું? પપ્પા પાસે, શું પપ્પા પણ નવા ઘરે આવશે?’’ આરતી અકળાઈ જાતી.

ભદ્રાનો વર્તાવ સહાનુભૂતિવાળો હતો. તે પુષ્કળ કાળજી રાખતી હતી. છતાં આરતીને ન જાણે એમાં કશું ખૂટતું હતું. તેને સતત લાગતું હતું કે ભદ્રા છુપાવી રહી હતી.

સમય વિતતો હતો તેમ તેમ તેની અકળામણ વધતી જતી હતી. શરીર પરના જખમો લગભગ રૂઝાઈ ગયા હતા. હજુ પીડા થતી હતી. આરામ કરવો પડતો હતો. દવાની ટીકડી લેવાનું ચાલું જ હતું.

અવિનાશ માટે રચાયેલી નફરતની દીવાલ યથાવત હતી. ‘‘આરતી, તું બહુ વિચારો ન કરતી, તારી તબિયત હજુ ક્યાં પૂરી સારી છે? બધું સારું થઈ રહેશે. નિરાંતે વિચારીશું.’’ ભદ્રા તેને સતત આશ્વાસન આપ્યા કરતી.

વલ્લભભાઈ પણ વાતાવરણને હળવું રાખવા કોશિષ કરતાં હતાં. તે બંનેને ચિંતા રહેતી હતી કે રખે આરતીને માઠું લાગે, તેના હૃદયને કોઈ વાતે ઠેસ લાગે. આરતી અત્યારે નાજુક સ્થિતિમાં હતી. અવિનાશને પણ સમજાવેલો કે તે હમણાં અહીં ન આવે. તન્વી મળવા આવી ત્યારે આરતી આનંદમાં આવી ગઈ હતી. આટલા સમયમાં તે પહેલીવાર જ આવું મુક્ત હસી હતી. ‘‘મેડમ, કેમ છે હવે?’’ તન્વીનો ચહેરો ગંભીર હતો.

‘‘મને તો સારું છે, તન્વી, તું તો સ્વસ્થ છે ને?’’ આરતીએ પ્રેમાળ હાથ તેના મસ્તક પર મૂક્યો હતો. તન્વી હજુ પણ પેલી ભયાનક અસરમાંથી મુક્ત થઈ નહોતી. ‘‘સારું છે, પણ બેન, બધું ભુલાતું નથી... રાત્રે ઉંઘ નથી આવતી. બસ એ જ વિચારો આવ્યા કરે છે...’’ તન્વીનાં ગૌર, દૃઢ દેહમાં એક કંપ ફરી વળ્યો.

‘‘તન્વી... તું મારી તારણહાર બની. તું ન હોત તો કદાચ હું બચી પણ ન હોત. તારું મારા પર ઋણ છે... તું હવે સ્વસ્થ બની જાય.. બહાદુર બની જાય. સ્ત્રીઓએ તો જીવનમાં અનેક સંઘર્ષો કરવા પડે. પળે પળે યુદ્ધો લડવા પડે. કાયર થયે ન ચાલે. તન્વી કાયરની રીતે જીવવા કરતાં તો સામનો કરવો જ યોગ્ય છે. મારા જીવનની એક ઝલક તે જાણી, નજરે નિહાળી. હવે મારો પ્રતિકાર પણ તું જોઈ શકશે.’’ આરતીનો અવાજ થોડો જુસ્સાવાળો બન્યો.

‘‘મેડમ - તમારે આરામ કરવાનો છે...’’ તન્વીએ તેને વારી. ‘‘હું બીમાર છું - એ ક્યારેક ભુલી જવાઈ છે - તન્વી - તું આવી એ મને ખૂબ ગમ્યું... હું સ્વસ્થ થાઉં પછી આપણે નૃત્ય વિશે વાતો કરીશું. દુનિયા વિશે વાતો કરીશું, તારા અને મારા વિશે વાતો કરીશું... તું આવીશ તો ખરીને?’’

તન્વીએ લાગણીવશ થઈને આરતીનો હાથ પકડી લીધો. નમણા મુખને હલાવી

- હા પાડી.

‘‘ટૂંક સમયમાં હું મારા જૂના ઘરે જાઉં છું. સફાઈનું કામકાજ ચાલે છે. પતિના ઘરનો મેં ત્યાગ કર્યો છે. સ્ત્રી માટે જ્યાં લાગણી એ એનું ઘર.’’ આરતી ભાવવશ થઈને બોલી રહી હતી. ભદ્રા બારણા પાસે ઊભી ઊભી સખીને સાંભળી રહી હતી.

ભદ્રા ઉદાસ થઈ ગઈ, આરતી તો તેના વિચારોમાં મક્કમ હતી. તે જે માર્ગ વિશે વિચારતી હતી, એ શ્રેયકર નહોતો. એથી તો મનભેદનું ફલક વિસ્તરવાનું હતું. અવિનાશ કે આરતી કોઈ માટે આ યોગ્ય ન હતું. તેઓના દામ્પત્યને જબરો આઘાત લાગ્યો હતો, પરંતુ એ સ્થિતિ સુધરી શકે તેવી હતી. માત્ર, બંને તરફથી માવજતની જરૂર હતી.

બંને એકાકી જ હોત તો અને પાયલનું અસ્તિત્વ જ ન હોત તો અલગ વાત હતી. આવાં અનેક વિચ્છેદો થતાં જ હોય છે. સંબંધો તૂટવાનું કાંઈ નવું ન હતું. અનેક સ્ત્રી પુરુષો આરતી જેવું જ વલણ ધરાવતા હોય છે. આપણા સુખ દુઃખ કાયમ માત્ર આપણા પર જ આધારિત હોતા નથી.

આ ઘટનામાં આરતીનો દોષ કાઢી શકાય તેમ હતું નહિ. અવિનાશના ગર્વથી વાત વણસી ગઈ હતી, પરંતુ જો અવિનાશ સમજણ દાખવવાની પહેલ કરે, તો આરતીએ મોં ફેરવી લેવું જોઈએ નહિ.

ભદ્રાને પણ અવિનાશ પર ધ્રુણા જન્મી હતી. હોસ્પિટલમાં તે ક્યારેય અવિનાશ સામે નજર મેળવતી નહોતી. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેનો વિરોધ ઓસરતો ગયો.

આખરે, અવિનાશ પણ પામર માનવ હતો. માણસમાં હોઈ શકે તેવી નબળાઈઓ તેનામાં પણ મોજૂદ હતી. વ્યક્ત થાય કે ન થાય, કોઈ જીવિત વ્યક્તિ આવા તત્ત્વોથી ક્યાં મુક્ત હોય છે? અવિનાશ પેલી વિરાજના મોહમાં ફસાયો. એ સમાજના માન્ય સાધનોની નજરે ખરાબ કૃત્ય હતું. એ મોહે તેને અનેક ભૂલો કરવી. તેનો ક્રોધ એ મોહનું સીધું પરિણામ હતું. માનસિક રીતે આવું દુષ્કૃત્ય સૌ કોઈ આચરતા હોય છે. સમજણની ભૂમિકા પર આવવા માટે, આરતીએ આવું વિચારવું જોઈએ એમ ભદ્રા માનતી હતી.

તન્વીના ગયા પછી ભદ્રા એ તક જોઈને પોતાનાં વિચારો આરતી પાસે વ્યક્ત કર્યા.

‘‘હું માત્ર વિચારવાનું જ કહું છું. અત્યારે કે ગમે ત્યારે, આવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય ત્યારે તું આવું જ વલણ લેવું એમ હું કહેતી નથી, એ રીતે કોઈની વકીલાત પણ કરતી નથી. પણ તારું મન બંધિયાર ન કરી નાખીશ - બસ એટલી જ વાત કહું છું.’’

ભદ્રાની વાત તેણે શાંતિથી સાંભળી.

‘ભદ્રા, તને મારાં સંસારની ચિંતા થાય, મારા ભાવિની ચિંતા થાય એ સ્વાભાવિક છે. તારી મારા પર એટલી લાગણી છે. મારું મન અત્યારે આજ માર્ગ બતાવે છે. મને સુખ મળશે કે દુઃખ, એ હું જાણતી નથી. ગમે તે થાય, મારો આ જ નિર્ણય છે. ભાવિના ગર્ભમાં સું હશે, એ હું જાણતી નથી. ક્યારેક આથી વિરુદ્ધ દિશામાં પણ ચાલી જાઉં.’’

આરતીએ શ્વાસ લીધો, થોડું અટકી, તેના ચ્હેરા પર ગંભીરતા ઢળી હતી. ‘‘આ બન્યું ત્યારથી હું સતત ચિંતનમાં છું ભદ્રા, મને આવું જ સૂઝ છે. પાયલ હાલ મારી પાસે જ રહેશે. ભવિષ્યમાં તેને જે માર્ગ લેવો હોય એ લે અવિનાશ પણ મુક્ત છે. મારા તરફથી, વિરાજ સાથે સુખ મળતું હોય તો મારે અવરોધક શાં માટે બનવું?’’ આરતી થાક અનુભવતી હતી. આજે તે સતત બોલતી રહી હતી, તન્વી સાથે ભદ્રા સાથે અને જાત સાથે.

‘‘આરતી, આ તો મને મનમાં આવ્યું અને તને કહ્યું. બાકી અમે બંને તારી સાથે જ છીએ. પુરુષની વાતોની તરફદારી ભલે વલ્લભ કરે, તો પણ હું તારા પક્ષે ઊભી છું. જોકે વલ્લભ પણ અવિનાશભાઈને સમજાવે છે કાંઈ તરફદારી નથી કરતાં.’’

ભદ્રાએ વાતનું ક્ષમાપન કર્યું.

‘‘તું હવે આરામ કર, શકુંતલાબેનને પૂછીને ઉંઘની ગોળી લે, તારે નિંદ્રાની જરૂર છે.’’

ભદ્રા સખીને તેની શૈયા સુધી દોરી ગઈ. પ્રેમાળ હાથ તેની પીઠ પર ફેરવ્યો. આરતી ખુશ થઈ ગઈ, ભદ્રાની નિખાલસતાથી પોતે ભિન્ન વિચારો ધરાવતી હતી. છતાં પણ સખીને સાથ આપી રહી હતી. અવિનાશ તથા વલ્લભભાઈ વચ્ચે કેવી વાતો થતી હશે. એનો અંદાજ તેને આવી ગયો.

આરતીની મક્કમતા ઓગળે અને તે સમાધાન માટે તૈયાર થાય, એ માટે વલ્લભભાઈએ ઘણી ધીરજ ધરી, પણ અંતે લાગ્યું કે એમ થઈ શકે તેમ નહોતું જ.

વલ્લભભાઈએ આરતી માટેના નિવાસસ્થાનની વ્યવસ્થા જલ્દીથી કરી. એક સવારે શુભ ચોઘડિયે એ બંનેની વિદાય લઈને આરતી તેના જૂના ઘરે આવી પહોંચી. પાયલ પણ સાથે હતી. શૈશવ અને મુગ્ધાવસ્થાના સ્મરણો જાગી ગયાં. ભાઈ-ભાભીની યાદોથી આંખો ભીની થઈ. આ સ્થાન સાથેની જૂની આત્મિયતા તાજી થઈ. આગળનો બાગ ઉજડી ગયો હતો. માવજત ન થવાથી ફૂવારો પણ જિર્ણ થઈ ગયો હતો. વલ્લભભાઈએ શક્ય હતી એટલી વ્યવસ્થા કરી હતી. યોગ્ય નોકર વર્ગ પણ ગોઠવાઈ ગયો હતો. આરતીએ ધરાઈ ધરાઈને ઘરના દર્શન કર્યા. પાયલ કુતુહલતાથી આમતેમ દોડતી હતી.

‘‘મમ્મી, હવે આપણે અહીં રહેવાનું?... પેલાં પપ્પાના ઘેર નહિ જવાનું !’’ પાયલ પૂછતી હતી, એટલા બનાવો બની ગયા હતા કે પાયલ પણ મુંઝવણમાં પડી જતી હતી. કશુંક બન્યું હતું પણ એ તેની સમજમાં આવતું નહોતું.

ભદ્રા મળવા આવી, ત્યારે આરતી હજુ પોચટ લાગણીઓમાંથી બહાર નહોતી આવી.

‘‘આરતી ફાવશે ને?’’ ભદ્રા પૂછતી હતી.

‘‘ભદ્રા... આ તો મારું જૂનું ઘર છે. અહીં એક એક ઈંચ જગ્યા પર મારાં અતીતના નિશાન છે.’’ આરતી ભાવવશ બની ગઈ. ભદ્રા અને આરતી સાથે જ જમ્યાં.

‘‘ભદ્રા, મને એ પુરુષ પર સહાનુભૂતિ છે, પણ લાગણી જન્મી શકે તેમ નથી. હું એટલી અધૂરી છું. એવી શક્તિ મારામાં નથી.’’ અવિનાશની વાત નીકળતા તે બોલી હતી.

‘‘અને ભદ્રા... વિનાયક ઈન્ડસ્ટ્રીઝમાં હું બિઝનેશ પાર્ટનર તો છું જ ને, મારાં આર્થિક પ્રશ્નોનો ભાર કોઈના પર નાખવાની નથી. અરે, વિનાયકભાઈને પણ જણાવવાની નથી.’’ આરતી હળવાશથી બોલી. ભદ્રાએ જોયું કે આરતીનો આત્મવિશ્વાસ ગજબનો હતો. એ કાચી માટીની ઘડાયેલી નહોતી.

ભીતરનું દુઃખ તો તે એકલી જ અનુભવતી હતી. તેણે તેની ઈચ્છા મુજબ જ કર્યું હતું. એટલી લાગણી જરૂર સંતોષાઈ હતી.

તેનું ઉપસેલું પેટ સંકોચાઈને પૂર્વવત્‌ સપાટ બની ગયું હતું. મન પણ એવું જ સપાટ બની ગયું હતું.

શું અવિનાશને આ વેદના સ્પર્શી નહિ હોય? પોતે માતા બનવાની છે, એ સમાચાર સાંભળ્યા ત્યારે કેવો લાગણીવશ બની ગયો હતો? એ શું દંભ હતો? દેખાવ હતો? લાગણીઓની અભિવ્યક્તિ કરવામાં પુરુષ આટલો પાંગળો કેમ? ખરેખર તો પ્રેમ ખૂટી જાય છે. ત્યારે દંભની શરૂઆત થાય છે. જે થતો હતો એ તો અભિનય જ, માત્ર અભિનય.

વિરાજ પાસે તો તે સાચો પ્રેમ ઠાલવતો હશે ને? કે પછી તે પણ મારી માફક જ છેતરાતી હશે?

આરતીના વિચારોનો અંત નહોતો. અવિનાશથી તે ખરેખર મુક્ત થઈ નહોતી. તે એ જ ખંડમાં સૂતી, જ્યાં તે વર્ષો પહેલાં, પરમી નહોતી એ પહેલાં સૂતી હતી.

ખંડની સજાવટ પણ અદલોદલ એવી જ કરી જેવી પહેલા હતી.

તેમ છતાં પણ જૂના વર્ષો કંઈ પાછા આવવાના નહોતા. આટલા વર્ષોની તેની ઉપલબ્ધિમાં વેદના હતી, કોરી પાટી જેવા તેના મન પર અનેક રેખાંકનો ચિતરાઈ ચૂક્યાં હતાં. હા, પાયલ હતી, એનું સર્વસ્વ હતી. તેના અસ્તિત્વ માટેનું એક અડીખમ કારણ હતું.

સામાન્ય સમજ નષ્ટ થાય છે. ત્યા વિનિપાત આવે છે. અવિનાશ કે આરતી. કોઈપમ જો એક ડગલું આગળ ભરી શક્યા હોત, તો સમાધાન સાધી શકાયું હોત. ઘણું ઘણું બચી શક્યુહોત.

‘‘વલ્લભ, આરતી ભલે તેની ઈચ્છા પ્રમાણે કરે. હું તેના વિના જીવી શકીશ.’’ તેણે બેફ્રિકરાઈથી ક્હ્યું હતું.

એ પછી તે સાવ બેફિકરો બની ગયો હતો. તેનું જીવન અનિયમિત બની ગયું. તેણે નક્કી કર્યું કે તે કામમાં ખૂંપી જશે. ખરેખર, તેણે એમ જ કર્યું. તે ધંધાન યોગ્ય રીતે ગોઠવવાના કામમાં લાગી ગયો. આ તેનો આનંદ હતો. ક્યારેક વિરાજ યાદ આવતી હતી. વિરાજને તે બૂલી શકે તેમ નહોતો.

‘‘વિરાજને પણ...’’ તે વિચારતો, ‘‘હા- તેણે પણ બાળકને જન્મ આપ્યો હત્શે. ક્યાં હશે વિરાજ? અધૂરી રમતે આ સ્થિતિમાં કાંઈ ચાલી જવાય?’’

વિરાજની શોધ ચાલુ જ હતી આરતીને ક્યારેક ખુલ્લા દિલને યાદ કરી લેતો હતો.

‘મોટા માણસની બેન છે આખરે? એ નમતુ ના જાખે’’ તે હસી પડતો હતો. વલ્લભભાઈ ક્યારેક મળતા હતા. તેની વાતો ઔપચારિકતાથી આગળ વધતી નહોતી. એક મોટી તૂટી જવાથી આકી માળા અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી.

સૂર્ય ઊગતો હતો, અસ્ત થતો હતો. એ વચ્ચેના અંતરાલમાં કશી નવીનતા નહોતી.

‘ઝાંઝર’ મહાલયનું ભવ્ય મકાન નિષ્પ્રાણ બની ગયું હતું. નિયમિત સફાઈ થતી હતી. નોકરવર્ગના સમજ પ્રમાણે શણગાર પણ થતા હતાં. છતાં ખાલી પિંજર જેવું લાગતું હતું. કોઈ દેખરેખ કે ડર ન હોવાને કારણે ચાકર વર્ગની બેદરકારી વધી જાય એ સ્વાભિનક હતું.

આરતીનો જતન પૂર્વક જળવાયેલો પૂજા કક્ષ પ્રવૃત્તિહીન બની ગયોહતો. પાયલ અવારનવાર પપ્પાને મળવા અહી આવતી હતી. ક્યારેક અવિનાશને મળતી પણ ખરી.

તે ધીમે ધીમે સમજદાર થતી જતી હતી.

પાયલને બંને તરફનું ખેંચાણ રહેતું. તે ફોન પર પપ્પાને મળવાનો સમય ગોઠવતી, એ મુજબ આવતી પણ ખરી. આખા મહાલયમાં ખૂણે ખૂણે તેના ઝાંઝરના રણકારો ધૂમી વળતા. નોકર ચાકરો પણ આનંદમાં આવી જતાં. તેની સાથે વાતો કરતાં. પાયલ અનેક પ્રશ્નો પૂછ્યા કરતી. તેના ખંડમાં ગોઠવાયતા ફૂલોની ફરિયાદ કરતી.

વૃધ્ધ નોકરાણી તેને એક ખૂણામાં લઈ જઈને, આરતી વિશે પ્રશ્નો પૂછતી.

પાયલ તેની સમજ મુજબ ઉત્તર વાળતી.

‘‘મારી મમ્મી અહીં નથી આવવાનાં. અમારું એ ઘર પણ સરસ છે. સરસ મજાના ફૂલો ખીલે છ.ે પતંગિયાઓ કેવાં રંગબેરંગી ઉડયા કરે છે ! સવારે સૂર્ય પ્રકાશથી આખું ઘર છલકાઈ જાય છે. ખૂબ મઝા પડે છે. મને તો અહી પણ ગમે, અને ત્યાં પણ ગમે. ત્યાં મમ્મી સાથે રહેવાનું ગમે - અહીં પપ્પા સાથે.’’ તેની આવી નિર્દોષ-કાલી વાતોથી ઝાંઝર મહાલયનું રોમ રોમ નવપલ્લવીત થઈ જતું. જાણે વસંત આવી?

ભરચક કાર્યક્રમમાંથી અવિનશ, પુત્રી માટે સમય મેળવી લેતો. પાયલના સમયે કોઈ પણ કાર્ય ગૌણ બની જતું. જીવનની બધી જ સારી ક્ષણો પુત્રી માટે અનામત હતી.

ખળખળ ઝરણાની માફક સમયનું વ્હેણ સતત વહ્યા કરતું હતું. એક તટ પર આરતી હતી, બીજા તટ પર અવિનાશ, એ બંને વચ્ચે સેતુરૂપ હતી પાયલ.

અવિનાશે પાયલને ક્યારેય આરતી વિશે પૂછ્યું નહોતું. અસમજમાં પાયલ એ વાત ઉખેળી બેસતી.

‘‘મમ્મી... ક્યારેક એવી ઉદાસ ઉદાસ થઈ જાય કે મને તેને જોઈને રડવું જ આવી જાય.’’

અવિનાશ કશો ઉત્તર વાળતો નહિ, પણ ભીતરથી તે ખળભળી ઉઠતો. આ એક રીકે તેને પરાજ્ય જ હતો, કારમો પરાજ્ય. અવિનાશના જીવનમાં આવી ક્ષણો આવી જ નહોતી. આરતીએ તેની પ્રતિષ્ઠા છિન્નભિન્ન કરી નાખી હતી. તે ઉપર ઉપરથી સ્વસ્થ રહેતો હતો. વલ્લભ સાથેની વાતોમાં તે ખૂબ હળવો રહેતો હતો. જાણે કશું બન્યું જ ન હોય.

અત્યારે તે પ્રતિશોધ ઝંખી રહ્યો હતો. જખમ ઊંડે ઊંડે ચચરી રહ્યો હતો. પ્રથમ તબક્કામાં મળેલી હારને સ્વીકારવા તે તૈયાર ન હતો. તેનો પ્રારંભનો કાળ સંઘર્ષનો હતો, તે ઝઝૂમ્યો હતો વિનાયકે તેને તક ાપી હતી, એ માટે તે ઉપકારના બોજ હેઠળ હતો. પરંતુ તે પછી તો વિનાયકના ધંધાને આકાશની ઉંચાઈ પર પહોંચાડી દેવામાં તેનો જ ફાળો હતો. વિનાયકની બહેન હોવાની સાથે આરતી તેની પત્ની પણ હતી. આરતીએ પતિની મહાનતા સ્વીકારવી જ જોઈએ. તેને અનુકુળ થવું જ જોઈએ, એવી એની જડ માન્યતા હતી.

આ બધી જ લાગણીઓ દિલના એક ખૂણામાં ધરબાઈને પડી હતી. આ પ્રસંગ પછી એ તીવ્ર લાગણીઓ ખળભળવા લાગી હતી. અવિનાશની શાંતિ હણાઈ ગઈ હતી. પાયલની વાત તેણે શાંતિથી સાંભળી લીધી. પુત્રી પર એક પ્રેમાળ દૃષ્ટિ વરસાવી.

‘‘પાયલ બેટા... તને સ્કૂલમાં મજા આવે છે? ટીચર કેવા છે?’’ અવિનાસે વાત વાળી લીધી હતી.

એક વર્ષ વિતી ગયું. ઋતુઓ એક પછી એક સરકતી હતી. તડકાની ઉષ્મા બદલાતી રહેતી હતી. આકાશના રંગો પલટાતા રહેતાં હતાં. પવનની દિશાઓ ગતિ અને સ્થાન બદલાતાં રહેતાં હતા.

પાયલ આવતી જતી હતી. તેના રંગ, રૂપ, પોશાક અને વાતો પણ પરિવર્તન પામતા હતા.

‘‘પપ્પા, વોટ આર યુ ડુઈંગ?’’ પુત્રીએ શુદ્ધ અંગ્રેજીમાં વાક્ય બોલીને અવિનાશને આશ્ચર્ય ચક્તિ કરી મૂક્યા હતા. એ વરસાદી સાંજ હતી. તે વિષાદમાં ડૂબ્યો હતો. દરેક નિરાંતની સાંજે- તેને વિરાજની યાદ અચૂક આવી જતી. વિરાજ તેના જીવનમાં પ્રશ્નાર્થ બની આવી હતી, અને ગઈ ત્યારે પણ એક મોટો પ્રશ્નાર્થ મૂકતી ગઈ હતી. અવિનાશે વિરાજને શોધવા અનેક પ્રયત્નો કર્યા હતા. વૃદ્ધ ચોકીદાર રામસીંગને અનેક પ્રશ્નો પૂછ્યા હતા, છતાં તે કશું મેળવી શક્યો ન હતો.

‘‘નહિ સા’બ -કશી ખબર નથી. મેમસાહેબ તો ક્યારેક બહાર જતાં હતા. દાકતરબાબુ પાસે પણ જતાં હતા. સાથ ેરંજનને લઈ જતાં હતા. આમ મારે શંકા કરવાનું કોઈ કારણ ન હતું.’’

રામસીંગ મોટા માલકીન આરતીદેવીનો ભક્ત હતો. વિરાજ અને માલિકના અનૈતિક સંબંધોનો અર્થ તે સમજતો હતો. આ કારણસર જ વિરાજની વિદાયથી તે ખુશ થયો હતો. વિરાજે તો રામસીંગનો સ્નેહ પણ મેળવ્યો હતો. વિરાજ એટલી ભોળી અને નિર્દોષ લાગતી હતી કે તેની સામે કોઈનો રોષ એક પળથી વિશેષ ટકી ન શકે.

રામસીંગને ખ્યાલ હતો જ કે વિરાજ શાંતિ- આશ્રમમાં ગઈ હતી, પરંતુ તેણે એ વિશે એક હરફ પણ કાઢયો નહોતો. તે સ્વામી ની ભલાઈ ઈચ્છતો હતો. વિરાજ ન હોય તો આપોઆપ માલિક બડી માલકીન તરફ જ જવાના હતા. આ તેનું ગણિત કાં ખોટું ન હતું.

અવિનાશે - પેલી નોકરાણી રંજનની તપાસ પણ કરાવી હતી. પણ એમાં પણ સફળતા મળી ન હતી. આવી નિષ્ફળતાઓએ અવિનાશને છંછેડાયો હતો.

પુત્રી પાયલ તેને પૂછી રહી હતી, ‘‘પપ્પા, વોટ આર યું ડુંઈગ?’’ વાહ, બેટી તું તો ખુબ હોંશિયાર બની ગઈ...’’ અવિનાશે તેને ગળે લગાડી, આનંદ વ્યક્ત કર્યો.

આરતી તેની નાટ્ય પ્રવૃત્તિમાં ડૂબી ગઈ હતી. મન અને તન આનંદમાં રહેતા હતા. ‘ઝંકાર’ નૃત્ય સંસ્થા ભરચક પ્રવૃત્તિઓથી પુનઃધમધમતી હતી. સવારથી રાત સુધીના કાર્યક્રમો નિશ્ચિત હતા. પાયલના વિકાસમાં પુરતુ ધ્યાન આપતી હતી. પાયલ તો નૃત્યોમાં પણ માતાની પગદંડી પર ચાલી રહી હતી. આરતી, અવકાશ પ્રાપ્ત થતો ત્યારે એક પુસ્તક પણ લખી રહી હતી. લેખન કાર્યમાં મન લાગી જતું તો ક્યારેક મધરાત પણ વિતી જતી. આ બધાં વચ્ચે ક્યારેક ક્યારેક અલપ-ઝલપ અવિનાશની યાદ આવી જતી અને વિસરાઈ પણ જતી.

પાયલ અવિનાશને મળવા જતી હતી, એ તે જાણતી હતી. એ માટે તેણે ક્યારેક પાયલને રોકી નહોતી.

પાયલ અવિનાશની વાતો રસપૂર્વક કર્યા કરતી, એ સમયે તે શાંતિથી સાંભળ્યા કરતી. ઉત્સાહ કે અણગમો, કશું જ વ્યક્ત કરતી નહોતી.

પાયલ તેજસ્વી બની હતી, અને એ સ્વાભાવિક પણ હતું. તે માતા પર ઉતરી હતી. આરતીને એનું ગૌરવ હતું. કશા અગમ્ય ખેંચાણથી તે પિતાને મળવા દોડી જતી હતી. અવિનાશને મળવા જતી વખતે તે અવશ્ય માતાની અનુમતિ મેળવી લેતી.

‘‘બસ, આ મારા સંસ્કાર છે, બાકી લોહીનું ખેંચાણ તો થાય જ.’’ આરતીને ખૂબ ખૂબ સંતોષ હતો, પુત્રીનો.

વર્ષો વિતતા હતાં. પાયલના શરીરમાં એક સ્ત્રી આકાર લેતી હતી. દૈનિક વિકાસ થયો હતો, પરંતુ એમાં કોમળતા હતી, માનસિક વિકાસ થયો હતો, પરંતુ એમાં વિવેક હતો.નૃત્યમાં તો પારગત બની ગઈ હતી. લ્યૂના પર સવારી કરતા શીખી ગઈ હતી.

પિતા અને માતાના સંબંધોએ તેને વિચારતી કરી મૂકીહતી. હવે તે પુખ્ય વ્યક્તિની માફક વિચારી શકતી હતી. તેને દુઃખ લાગતું હતું.

‘‘આટ આટલી અનુકુળતાઓ વચ્ચે પણ તે દુઃખી બની જતી હતી, તેની ઉદાસી હવે તેની આગવી હતી. ભદ્રા આન્ટી પાસે હૈયાને ઠાલવી દેતી, રડી લેતી. તેને રાહત થઈ જતી.

‘‘આન્ટી- એ બન્ને તો નદીના તટ છે. પછી ક્યાંથી મળે?

સરોવરના તટ હોત તો જરૂર મળત.’’ ક્યારેક તે વાતને હળવી રીતે લેતી. અલબત્‌ દુઃખ તો એનું એજ હતી.ં

‘‘પાયલ, તું દુઃખી ન થતી. દરેક પ્રશ્નના ઉકેલ હોય છે..’’ ભદ્રા તેને વ્હાલ કરીને આશ્વાસન આપતી.

‘‘યલ, આઈનો, આંટી. એવરી ટનલ હેઝ એન એન્ડ...’’ તે તેના જ્ઞાનનો ચમકારો દેખાડતી.

આવો આશાવાદ ઠગારો લાગે એવી વાસ્તવિક સ્થિતિ હતી. બંને પાત્રો તેમના વિચારોમાં અડગ હતા, મક્કમ હતા. પાયલને બંને તરફથી સ્નેહ સાંપડતો હતો. સુખ- સગવડોમાં સ્હેજે કચાશ ન હતી.

વિનાયક ઈન્ડસ્ટ્રીઝ બરાબર ચાલતી હતી. સહી કરવા પાત્ર ફાઈલો, પત્રો, દસ્તાવેજો નિયમિત આરતીના નિવાસસ્થાને આવી જતા હતા. આરતી ફરજ રૂપે એ કાર્ય પૂર્ણ કરતી. યોગ્ય રકમ આરતીના ખાતામા ંજમા થઈ જતી હતી. કોઈ પણ જાતની ઉષ્મા વિનાના વહેેવારો નિભાવવા હતા. આરતીને કશી ફરિદાય નહોતી. તે જે પુસ્તક લખી રહી હતી- એ પણ હવે લગભગ પૂર્ણતાના આરે હતું.

માતા ખૂબ પ્રસન્ન રહેતી હતી એ પાયલે જોયુ ંહતું.આરતી સૌ સાતે તેના પુસ્તકની વાત કરતી તી. તેણે પાયલને કહ્યુ હતું, ‘‘બેટા, મારૂં પહેલું સર્જન તું છું- બીજું સર્જન મારૂં આ પુસ્તક છે.’’ આમ કહેતાં કહેતાં તેની આંખો ભીની થતી હતી.

‘‘મમ્મી - મને તારા માટે ગૌરવ છે. માય મમ્મી ઈઝ ગ્રેટ.’’ પાયલ પણ ખીલી ઉઠતી.

પબ્લીસર સાથે વાતચીત કરવા મમ્મી મુંબઈ ગઈ. પાયલના અભ્યાસનો સવાલ ન હોત તો, આરતી તેને સાથે જ લઈ જાત.

‘‘પાયલ- તું આન્ટી પાસે રહેજે.’’ આરતી એ કહ્યું. પાયલે જવાબ ન વાળ્યો. પછી બે-ચાર ક્ષણ પછી તે અચકાતા અચકાતા બોલી. ‘‘મમ્મી, તારે વાંધો ન હોય તો હું એટલા દિવસો પપ્પા પાસે રહીશ. તુ ંહા પાડતી હો- તો...’’ પાયલના ચ્હેરા પર મુંઝવણ હતી. મમ્મી હા પાડે એમ તે ઈચ્છતી હતી, છતાં ના પાડે તોએ સ્વીકારવા પણ તૈયાર હતી. એ પળો પરીક્ષાની હતી. આરતીને અનેક વિચારો આવી ગયાં. તેણે હસીને હા પાડી.

પ્રસ્તાવ અને સ્વીકાર વચ્ચેના નાનકડા ગાળામાં આરતીએ ઘણું અનુભવ્યું હતું. આંચકો- વેદના અને પછી કળ વળવાની ક્રિયા સૂક્ષ્મ રીતે ભજવાઈ ગઈ હતી.

આરતી મુંબઈના પ્રવાસની તૈયારી કરતી હતી. તેની સાથે તન્વી જવાની હતી. આરતી પ્રવાસમાં બહુ સામાન સાથે રાખવાના સ્વભાવની નહોતી. પુત્રી પણ તેના નાનકડા પ્રવાસ માટે તૈયારી કરી રહી હતી એ તેના ખ્યાલમાં હતું.

પાયલે અવિનાશને અગાઉથી સંદેશો મોકલાવ્યો હતો. તેને આનંદ થતો હતો કારણ કે આ તેનો પોતાનો નિર્ણય હતો.

પાયલે જતી વખતે કહ્યું હતું,‘‘મમ્મી, મારી ચિંતા ન કરીશ.... અને સંભાળીને રહેજે. આનંદ કરજે. કેટલા સમય પછી તું.. બહાર નીકળીશું...’’

આરતી ગળી ગળી થઈ ગઈ. જોતજોતામાં પાયલ પુખ્ય થઈ ગી હતી, માતાની કાળજી લેતી પણ થઈ ગઈ હતી.

‘‘તે પણ વિચાર કરતી હશેને, તેની માતાની, પિતાના, એ બંને વચ્ચે તૂટેલા સંબંધના? તે મારા પ્રતિ દયા દાખવતી હસે કે પછી સમભાવ...? તેના નાનકડા મન પર કેટલો બોજો પડતો હશે- આ વિચાર માત્રથી? તે દુઃખી થતી હશે, ઉદાસ બનતી હશે...

ક્યાંય આશ્વાસન પણ મેળવતી હતી.’’

આરતી આખા પ્રવાસ દરમ્યાન આવાં વિચારોથી ઘેરાયેલ ીરહી. કામ સરસ રીતે પતી ગયું. વિશ્ન પ્રકાશનવાળા અધિપતિ રવિરાવ નૃત્ય વિશારદ હતા. દેશના કલાવર્તુળોમાં તેમનું નામ હતું. પ્રાચીન નૃત્યોને પ્રસારવામાં તેમનું આગવું યોગદાન હતું. આદિવાસી વિસ્તારો, વનો- ટેકરી, ગ્રામ્ય પ્રદેશો એ બધાં જ સ્થાનો એ તેઓ સતત ધૂમતા હતા, નૃત્યોનો અભ્યાસ કરતાં હતા. લોકોમાં પડેલી સહજ ઉપલબ્ધિઓને તેઓ પ્રકાશમાં લાવતા હતા, મુંબઈ જેવા મહાનગરમાં પ્રદર્શિત કરતા હતા. જૈફ વયે પહોંચ્યા પછી લાંબા પ્રવાસો શક્ય નહોતા. એ પછી મુંબઈમાં ઠરીઠામ થયા હતા.

પ્રકાશન સંસ્થા તો ચાલતી જ હતી. પત્ની મહાશ્વેતા પણ નૃત્યવિધ હતા. બંને એકબીજાના પૂરક હતા.

આરતી તો હોટલમાં ઉતરવાની હતી, પણ રવિ રાવ માન્યા નહિ. તેમના આગ્રહની અવગણના કેવી રીતે કરવી? મુંબઈના શાંત વિસ્તારમાં તેેમનું નિવાસ સ્થાન હતું. બહુ મોટી જગ્યા નહોતી પણ એ બન્ને પતિ-પત્નીના હૃદયમાં વિશાળ જગ્યા હતી.

ખૂબ સરળ જીવન હતું એ બંનેનું. કોઈ સંતાન ન હતું. બંને એકબીજાને અનુકુળ બનીને જીવતા હતા. આટલા સમયના સહવાશથી આરતીનું મન પ્રસન્ન થઈ ગયું.

મહાશ્વેતાને કશી શારીરિક તકલીફ નહોતી. તેમણે દેહની સપ્રમાણતા જાળવી રાખી હતી. તેમની ઊંચી, નમણી દેહલતા પ્રભાવશાળી હતી, વર્ણ શ્યામ હતો. દેહમાં તાજગી હતી. વૃદ્ધત્વની નિશાનીઓ વચ્ચે પણ તેમની સુંદરતા છતી થતી હતી. માતૃભાષા તામીલ ઉપરાંત અંગ્રેજી, હિન્દી, મરાઠી અને થોડું ગુજરાતી પણ જાણતા હતા. મહાનગર મુંબઈની આ વિશિષ્ટતા હતી.

રવિજી તો સાદાઈથી રહેતા હતા. પહેરવેશમાં ખસ વૈભવ રાખ્યો નહોતો. રંગીન ઝભ્ભો અને સફેદ પાયજામો. ખભા પર ક્યારેક શાલ રાખતા. બહાર જતી વખતે કાળી નકશીદાર વોકીંગ સ્ટીક પણ હાથમાં રાખતા, જો કે ઉપયોગ ભાગ્યે જ કરતા. ફરફકતા સફેદ વાળ, ચ્હેરા પરનું આછુ સ્મિત, તેમની બેફીકરાઈને છતી કરતા હતા.

રવિજી તેમનું કામ બહુ ચીવટથી કરતા પ્રકાશનમાં કશું નબળું ચલાવી લેવાના મતના નહોતા. સંપૂર્ણતાનો તેમનો આગ્રહ લગભગ હઠાગ્રહ જેવો હતો. આરતીની હસ્તપ્રત તેઓ બે વખત વાંચી ગયા હતા. લેખિકા સાથે ચર્ચવાના મુદ્દા તેમણે તારવી રાખ્યા હતા.

આરતીની પ્રથમ મુલાકાત હતી. ફોન પર તો વાતો કરી હતી. તેને થયું કે સારૂં થયું કે તે મળવા આવી. આવી વિભૂતિને મળવું એ ખરેખર અણમોલ લ્હાવો હતો.

રવિજીએ વિગતવાર ચર્ચા કહી હતી. શાંતિથી એક એક મુદ્દો ચર્ચા પર લીધો હતો. સમય વિતતો હતો... પણ એની તેમને પરવાહ ન હતી. ફોનની ઘંટડી વાગી રહી હતી. મહાશ્વેતાની ધીરજ ખૂટતી નહોતી. તે શાંતિથી હસીને પતિની વ્યવસ્તતાની વાત કરતી હતી. ફરી વાર ફોન કરવા વિનંતી કરતી હતી.

આરતીને ખૂબ આનંદ થયો. આટલા ઊંડાણતી તેણે ક્યારેય આ વિષયનો સ્પર્શ કર્યો નહોતો. આનંદ- સાગરમાં ડૂબકી લગાવવા જેવી પ્રતીતિ થઈ હતી. જીવનની કેટલીક ધન્ય ક્ષણોમાંની આ એક હતી. જ્યારે રવિજીએ તેની હસ્તપ્રત સ્વીકારી હતી, તેને અભિનંદન આપ્યા હતા, બિરદાવી હતી. એ સમયે તેમનું ગૌર મુખ ભાવવિભોર બની ગયું હતું.

‘‘બેટી... મુજે ખુશી હુઈ ઈતની ખુશી બરસો કે બાદ મિલી, અચ્છી મેહનત કી હૈ તૂને. વોલ્યુમ અચ્છા બનાઉંગા... વિમોચન કે લીયે- મૈં ખુદ તેરે શહર મેં આઉંગા.. બેટી..’’

આરતીએ ઋષિને પ્રણામ કર્યા. તેની આંખો ભીની થઈ ગઈ. તેને પાયલ યાદ આવી ગઈ. એ હાજર હોત તો માતાની સિદ્ધિ જોઈને કેટલી પ્રસન્ન થાત ! તન્વી સાથે જ હતી. તે મહાશ્વેતાને મદદ કરી રહી હતી. તેમના પાંચમા માળ પર આવેલા ફલેટ સામે સતત દરિયો ઘૂઘવતો હતો. તેનો ઘેરો નિનાદ વાતાવરણને એક નવું સૌદર્ય અર્પતો હતો. વિશાળ ભૂખરા- જળરાશિ કિનારા પરથી કાળી કાળી ભેખડો પર સતત અથડાતા હતા. નાળિયેરીના વૃક્ષોના ઝૂંડો તો સાવ નીચી સપાટી પર હતા. એ ઝૂંડોની આરપાર- વામન કદની માનવસૃષ્ટિ, માર્ગ- મોટરો.. નજરે પડતા હતા. આટલી ઊંચાઈ પર પવનનો વેગ પણ વિશેષ હતો. શ્વેત- ભૂખરા વાદળાઓ સાવ સમીપ લાગતા હતા. તન્વી આ સૌદર્ય દર્શન કરી રહી હતી. મહાશ્વેતા સાથે વાતો પણ કરતી હતી. ક્યારેક ક્યારેક આરતી અને રવિજીના ખંડમાં પણ ડોકિયું કરી લેતી હતી. મહાશ્વેતાને આ મીઠડી છોકરી ગમી ગઈ.

રવિજીના નિર્ણયથી સૌ પ્રસન્ન થયા, મહાશ્વેતા અને તન્વી આરતીના આનંદનું તો પૂછવું જ શું? તેના પાયલ યાદ આવતી હતી.

આ મહાનગરમાં તેમની છેલ્લી રાત્રી હતી. રવિ રાવે બન્ને ખૂબ ખૂબ ધૂમાવ્યા હતા. પોતાની ગાડીમાં શક્ય તેટલુ ંનગર-દર્શન કરાવ્યુ ંહતું.

દરિયો આ નગર માટે નવી વાત નથી. નગરજનોના શ્વાસમાં દરિયો હતો, આંખોમાં દરિયો હતો. કર્ણવટ પર તો સતત અથડાતો જ હતો.

રવી રાવ તેમના અલાયદા ખંડમાં હતા. તન્વી થાકી હતી. તે તરત જ નિંદ્રામાં પડી ગઈ હતી. સાગરના તરંગોના શોર સિવાય સાવ નીરવતા હતી.

મહાશ્વેતા અને આરતી, બંને એક પલંગમા ંજાગતા પડ્યાં હતાં. નાઈટ-લેમ્પનો આછો શ્વેત પ્રકાશ શીતળ લાગતો હતો. બંને ગંભીર હતાં. આમ તો હળવી વાતો જ ચાલતી હતી. એમાંથી એકાએક આરતીની અંગ વાતો નીકળી હતી. મહાશ્વેતા અનુભવી સ્ત્રી હતી. આરતીના મુખભાવો- તેણે બરાબર ઉકેલ્યા હતા.

સહાનુભૂતિ મળતાં, આરતીને તેના જીવનના તમામ પૃષ્ઠો ખુલ્લાં કર્યા હતા. તેની સમસ્યા પણ જણાતી હતી. આછા પ્રકાશમાં ચહેરા છૂપાવી શકાતાં હતાં, શ્બદોથી વ્યતાને આકરા આપી શકાતા હતા. આટલા સમય પછી એક એવી વ્યક્તિ મળી હતી, જેની પાસે નિખાલસ થઈ શકે, હૈયા ઠાલવી શકે. શુભા પાસે તેને કેટલીક મર્યાદાો નડતી હતી. ભદ્રા લગભગ સમવ્યસ્ક હતી. મહાશ્વેતા વય અને અનુભવમાં મોટા હતા, માયા સમાન હતા.

મહાશ્વેતાએ શાંત ચિત્તે આરતીની વ્યથા સાંભળી. સાવ નીરવ વાતાવરણમાં આવી વાતો કરવી એપણ એક વિચિત્ર અનુભવ ગણી શકાય.

‘‘માતાજી, આમાં મારી ક્યાંય ભૂલ ખરી? મને જે સમયે જે સુઝયું એ મુજબ જ વર્તવ કર્યુ છે. સ્ત્રી તરીકેના ગૌરવને જાળવવા હું મથી છું.‘‘મહાશ્વેતાને મૌનમાં પડેલાં જોઈને આરતીએ સ્પષ્ટતા કરી.

‘‘આરતી, આમાં તારી ભૂલ તો ન જ ગણાય. તે યોગ્ય જ કર્યુ છે. તારો અનુભવ પણ શો? વળી આમાં અનુભવ હોઈ પણ ના શકે. દરેકે તૈયાર થવું પડે, સંજોગો મુજબ...’’ તેઓ અટક્યા, શબ્દો શોધવા ફાંફાં મારતા હોય એવું આરતીને લાગ્યું.

‘‘આરતી- એક સવાલ કા જવાબ દે, જો વિરાજ કર શકી, યહ તું ક્યું ન કર શકી?’’ મહાશ્વેતા એ હિન્દીમાં શરૂ કર્યું.

‘‘મેરી નજર મેં વિરાજ અવ્વલ આતી હૈ વો લડકી અવિનાશ કો પ્રસન્ન ભી કર શકી તેરે ભલે કે લીયે છોડ ભી શકી. વિરાજને જગહ છોડ દી તેરે લીયે, ઔર આરતી.. તું યહ અવકાશ કી પૂર્તિ ન કર શકકી. તુને યહ તક ગવા દી. મેરી નજરમેં ઐસા લગતા હૈ. મેરી સમજ સચ્ચી ના ભી હો.’’ મહાશ્વેતાએ નિખાલસ તારણ રજૂ કર્યું.

આરતી છોભીલી પડી ગઈ. ઊંચાઈ પરથી પૃથ્વી પર પટકાઈ પડી હોય તેવું લાગ્યું. આવી વાત તો કોઈએકહી નહોતી, ભદ્રાએ પણ નહિ. ભદ્રા તો આત્મીય સખી હતી. તે, ન ગમે તેવું પણ કહી શકે તેમ હતી.

મહાશ્વેતા તેના પ્રતિબાવ વાંચી શક્યા.

આરતી- તને એક કથા સંભળાવું.’’ તેમણે એક પળ માટે આંખો મીંચી દીધી, અતીતના પટ પર કશું જોઈ ના રહ્યા હોય એ રીતે.

‘‘આરતી, એક તારા જેવી જ એક છોકરી હતી. મુગ્ધ ઉંમર હતી. અનેક સ્વપ્નો તેની આંખોમાં હતા. જિંદગીનો કશો અનુભવ જ નહિ. એ કાચી વયમાં તે પ્રેેમમાં પડી. એ ઉંમર જ એવી હોય છે. ગમે ત્યાં વરસી પડવાનું મન થાય.’’

મહાશ્વેતાનું વકતતવ્ય પણ સરસ હતું.

‘‘પેલા યુવક પણ એવો જ હતો. ગમે તે કારણે આકર્ષાયો હોય. પેલી યુવતી વાચાળ હતી. સરસ મઝાની વાતો કરતી હતી. બાકી રૂપ ખાસ હતું નહિ.’’ તેઓ અટક્યા, જરા હસ્યા પણ.

આરતીને વાતમાં રસ પડતો હતો. આ વાત તેમની પોતાની તો નહિ હોય ને? આશંકા જાગતી હતી. કદાચ કાલ્પનિક પણ હોય. કોઈ ચલચિત્રની રસિક વાર્તા પણ હોય. અરે, સાહિત્યમાંથી પણ મેળવેલી હોય.

‘‘મુગ્ધ વયનો પ્રેમ હતો. બંને પરણ્યા પણ ખરા, પતિ તારી માફક કલા રસિક હતો. પેલી છોકરીમાં આવી કશી આવડત ન મળે. મીઠી મીઠી વાતો કર્યા કરે. આવી વાતો ક્યાં સુધી ચાલે? પતિ પછી કંટાળો પણ અનુભવવા લાગ્યો. કલાની તો પેલીને ચીડ હતી,ભારો ભાર નફરત.

બસ ‘કોન્ટ્રાસ’ શરૂ થયો. પેલા છોકરો ‘કોંચીગ કલાસ’ ચલાવતો હતો. પછી તો તેનું ધ્યાન પેલી છોકરી પરથી હટીને કોંચિગ કલાસ પર કેન્દ્રીત થયું- અને એમાંથી પાછું- વિરાજ જેવી કોઈ છોકરી પર ગયું.’’

મહાશ્વેતાએ કથનમાં ઝડપ કરી, અમુક વાતની તેમને જાણે ચીડ ન હોય એ રીતે.

આરતીના ચહેરા પર સ્મિત ફેલાયું. તે બોલી ઊઠી ‘‘પ્રણય ત્રિકોણ રચાઈ ગયો.’’ મહાશ્વેતા હસીન શક્યા.

‘‘પ્રેમ અને ગર્ભ કાં છૂપા રહી શકતા નથી. પત્ની આ જાણી ચૂકી. ખૂબ દુઃખ થયું. બોલકી છોકરી સાવ મૂક બની ગઈ. આવું તો કલ્પનામાં જ ક્યાંથી હોય? તે ડાહી હતી. તેણે પતિને કશું ન કહ્યું, નહિ ઠપકો, નહિં આંસુ, કશું જ નહિ. તેણે આખી ‘સીચ્યુએશન’નો અભ્યાસ કર્યો તે ભણેલી-ગણેલી હતી. ઠંડા દીમાગથી અભ્યાસ કર્યો. શા માટે આમ બન્યું? પતિ અને પત્નિ વચ્ચે સતત આકર્ષણ રહેવુ ંજોઈએ, એ અટકી જવું ન જોઈએ. ખૂટવું ન જોઈએ. બંને પાક્ષએ સજાગ રહેવું જોઈએ. આમાં ‘વેલ્યુઝ’ ન આવે, ‘સેન્ટીમેન્ટસ’ ના આવે.

આરતી, દરકે ‘પ્રોડકટ’ સેેલેબલ હોવી જોઈે, આકર્ષક હોવી જોઈએ. આ સંસાર આ પાયા પર જ ચાલે છે. આ હળવાશથી લેવા જેવો પ્રશ્ન નથી. ગંભીર બાબત છે.’’ આટલું કહી મહાશ્વેતા ખડખડાટ હસી પડ્યા.

‘‘એ છોકરીએ પતિના ગમા-અણગમા શોધી કાઢયા, અને પછી તે ગંભીર બનીને પતિને યોગ્ય થવા લાગી. તેને નૃત્યનો ખાસ શોખ ન હતો. તેણે એ શોખ કેળવ્યો પતિના એ વિષય પરના પુસ્તકો વાંચવા લાગી. પતિના છાના નૃત્યના વર્ગ ભરવા લાગી. એ તેનો જીવન- મંત્ર બની ગયો.’’

મહાશ્વેતા અટકયા થોડી ક્ષણો મૌન વ્યાપી ગયું.‘‘પછી?’’ આરતીએ ઉત્સુકતાથી પૂછ્યુ. મધરાત વિતી ચૂકી હતી.

‘‘ પછી જે થવું જોઈએ એ જ થયું. પતિને પત્નીની શક્તિનું જ્ઞાન થયું. એ ચક્તિ થઈ ગયા. જીવનનું વહેણ ફરી સાચી દિશામાં ચાલવા લાગ્યું. આરતી- મારે આટલા કષ્ટો ઊઠાવવા પડ્યા છે. ત્યારે રવિજી હતા- આ શ્યામા પર.’’

મહાશ્વેતાએ સમાપત કર્યુ. આરતી હસી પડી.

‘‘આપની જ કથા...’’ તો બોલી.

‘‘આરતી, તને વિરાજે તક આપી, એ તું ઝડપી ન શકી. તું તારા એ પુરુષને જીતી શકી હોત. મોહ ભૂલ કરાવે ચે. તારે એ ક્ષમ્ય ગણવો હતો. અવિનાશ બીજીવાર ભૂલ ન કરત. એથી પણ વિશેષ એ તારો આભાશવશ હોત.

આરતી, મારી વાત પર વિચારજે, અને યોગ્ય લાગે તો અનુસરજે...’’

મહાશ્વેતાનો સ્વર મંદ બન્યો.

‘‘ચાલ હવે શેષ રાત્રિ નિદ્રાના ખોળે... ગુડ નાઈટ.’’ કહીને મહાશ્વેતો લંબાવ્યું. આરતી પણ બાકીની શૈયામાં પડી.

એ સમયે મહાનગર આળસ મરડીને બેઠું થતું હતું. ધીમે ધીમે કોલાહલ જાગતો હતો.

આરતીના તનને આરામ થયો હતો. મન તો એવું ને એવું અશાંત હતું. મહાશ્વેતાની વાતથી એ ચલિત થઈ ગી હતી. સાવ નવી વાત કહી હતી. તેમણએ આ પ્રશ્નને તેણે નાહક પ્રતિષ્ઠાનો બનાવી દીધો હતો.

આ નવા વિચારે તેનો કેડો મૂક્યો ન હતો. સવારે તે ખૂબ વિલંબથી જાગી હતી.

મહાશ્વેતા તો નિયમ મુજબ વહેલા જાગી ગયા હતા. તેમણે તન્વીને સૂચના આપી હતી કે તે આરતીને જગાડે નહિ, તેને ખલેલ ન પહોંચાડે.

સાંજે આરતીએ વિદાય લીધી ત્યારે એ બંને ગળગળા થઈ ગયા હતા. પુસ્તકના પ્રકાશન વિશે કશી જ ચિંતા ન રાખવાની વાત રવિરો દોહરાવી હતી.

‘‘નિર્ણય તારે કરવાનો છે, આરતી, મેં તો માત્ર મારા વિચારો જ દર્શાવ્યા હતા. જરૂર પડે ત્યારે મને ફોન કરજે. માત્ર ભાવનાથી આવા પ્રશ્નો ઉકેલાતા નથી. તું તો પ્રતિભાશાળી છો. ઈશ્વર તને માર્ગ દેખાડશે જ. ’’ મહાશ્વેતાએ આરતીને છેલ્લી વાત કહી હતી. બંનેની ચરણરજ લઈને આરતીએ વિદાય લીધી.

આ એક અવિસ્મરણીય મુલાકાત હતી. બંનેના આગવાં વ્યક્તિત્વનો નજીકથી પરિચય થયો હતો. બંને પાસેથી તે પામી હતી. દાંપત્ય જીવનની સુવાસ મધમધતી હતી. એ પાછળની મહાશ્વેતાની તપસ્યા પણ આરતીના મનમાંથી ખસરતી નહોતી.

એ બોલકી શ્યામ છોકરીએ રીતસર તપ કરીને રવિજીને પુનઃ પામ્યા હતા. આ આખી પ્રક્રિયા કાંઈ સહેલી તો હશે જ નહિ ને? મહાશ્વેતાએ તેનું દાંપત્ય જીવન બચાવી લીધું હતું. અત્યારે ચેનની જીંદગી જીવી રહી હતી. રવિજી પણ કેવા લજ્જા પામ્યા હશે? બંનેનું અનુકૂલન શરૂ થયું હશે. જીવનનો નવો અધ્યાય જ શરૂ થયો હશે. જાણે નવો પ્રારંભ થતો ન હોય? બસ, એવું જ થયું હશે. તપ પછીના આવિષ્કકકારનો આનંદ કેટલો ભવ્ય હશે. કેટલી પરિતૃપ્તી મળી હશે મહાશ્વેતાજીને?

શું પોતે આ તક ચૂકી હતી? ખરેખર તો આવી તક મળી જ નહોતી. વિરાજ ચાલી ગઈ, એ પહેલાં તે પૂરે પૂરી અવઢવમાં હતી. સભાવ બની પછી કશું બચ્યું નહોતું. અકસ્માત કે દુર્ઘટના પછી તેનું મન ધૃણાથી ભરાઈ ગયુ ંહતું. પતિ સાથે દૃષ્ટિ મેળવવાનું પણ શક્ય નહોતું . કટુતા સિવાય કશું શેષ રહ્યું નહોતું, એ સંબંધમાં શું ત્યારે તે અવિનાશ સાથે સારો વર્તાવ કરી શકત? તદ્દન અશક્ય વાત હતી. કોઈ સ્વમાનવાળી વ્યક્તિ માટે એમ કરવું સહજ નહોતું. આરતી બેવડા જખમોથી પીડાતી હતી.

આરતી પ્રથમ વર્ગના રેલ્વે કંપાર્ટમેન્ટમાં ફોમવાળા બિસ્તર પર પડી પડી વિચારી રહી હતી. તેના વર્તમાનને નવા પરિમાણથી પ્રમાણી રહી હતી.

તન્વી સામેથી બર્થ પર સૂતા સૂતા કોઈ મેગેઝિન વાંચી રહી હતી. મેડમ વિચારોના ચકરાવામાં પડી ગયા હતા, એ તેના ખ્યાલ બહાર ન હતુ. નજીક હોવાને કારણે તે આરતીના આંતરિક પ્રવાહોથી વાકેફ હતી. પતિ-પત્નીના સંબંધોનો મૃત્યુઘંટ તેણે નજરે નિહાળ્યો હતો.

‘‘મેડમ, ઊંઘ નથી આવતીને? મારું પણ એવું જ છે.’’ તન્વી આળસ મરડતાં બોલી. ખરેખર તો તે આરતીને ખલેલ પહોંચાડવા માંગતી હતી જેથી તે વિચારોના ઝાળામાંતી થોડી મુક્ત થાય.

‘‘હા- તન્વી...એનું જ છે. તને મહાશ્વેતા કેવાં લાગ્યાં?’’ આરતીએ અચાનક પૂછ્યું. ‘‘મહાશ્વેતાજી? ખૂબજ પ્રભાવશાળી છતાં જાજરમાન...’’

તન્વીએ વિચાર કરીને ઉત્તર વાળ્યો પછી તે મેડમના ચહેરા પર પ્રત્યાઘાત ખોળવા લાગી.

‘અને રવિજી?’’ આરતી એજ લ્હેકામાં બોલી.

‘‘રવિજી તો મસ્તીના માણસ, કાયમ અજબ શો આનંદ તેમની આંખોમાં છલકાતો હોય ! જાણે મુંંબઈનો અગાઘ દરિયો?’’ તન્વીએ તેની સમજ મુજબ અભિવ્યક્તિ કરી. આરતીને તન્વીની પ્રશંસા ગમી. તે પણ એ બંનેની પ્રસન્ન હતી.

‘‘પણ મેડમ, મને એ બંનેનું સહજીવન વિશેષ ગમ્યું. આ ઉંમરે કેવા પ્રેમથી જીવતાં હતાં? એકબીજા સાથે ઓતપ્રોત હતા, નવા પરણેલા હોય એવી તાજગી હતી, એ સંબંધોમાં.’’

તન્વીએ નિખાલસ અભિપ્રાય આપ્યો. આરતીને લાગ્યું કે જાણે તેના જ વિચારોનો પડઘો પડી રહ્યો હતો.

આ આનંદના શિલ્પી હતા મહાશ્વેતાજી. અચાનક જ આરતીના ભીતરમાં ચમકારો થયો. તે બોલી ઊઠી-

‘‘હું મહાશ્વેતા બનીશ... જરૂર બનીશ મારો જીવન-બાગ પણ ભલે મહેંકી ઊઠે. મારામાં એટલી શક્તિ નથી? મને ઈશ્વર બળ આપશે...’’

તન્વી અચરજ થી આરતીને નિહાળી રહી. ‘મેડમ’ નું આ નવું રૂપ હતું. જાત સાથે વાત કરતી હોય એ રીતે આરતી બોલી ઊઠી, ‘‘ખરું ને, તન્વી, સારા કાર્યમાં ઈશ્વર માનવીને સહાય કરે છે.’’ પછી મનોમન સંવાદ કરવા લાગી.

ઈશ્વરે મને મહાશ્વેતાજી સાથે મેળવીને સહાય જ કરી છે. મને સાચી દિશા બતાવી છે. મારા મનને આવરણ રહિત બનાવ્યું છે. ભૂલ કોણ નથી કરતું? ભદ્રા મને સમજાવતી હતી પણ મારા ચિત્તને કશી અસર થતી નહોતી. એટલી જડ બની ગઈ હતી. તેને લજ્જા આવી.

‘‘મેડમ, આપની એક ઈચ્છા પૂરી થઈ.. રવિજી જેવા ઋષિ પુરુષે પુસ્તક પ્રકાશનનું કાર્ય સ્વીકાર્યુ. ખરેખર, સરસ બનશે- એ. તન્ની પણ ખુશ હતી. આરતીના રાજીપામાં બાગ પડાવતી હતી.

અલબત્‌ આરતીની બીજી ખુશીની એની ખબર નહોતી. તે તો માનતી હતી કે આરતીના સર્જનને આકાર અપાઈ રહ્યો હતો,રવિજી જેવી વિભૂતિ દ્વારા, એની જ ખુશીથી તે ઊછળી રહી હતી. જો કે આ સર્જનનો આનંદ પણ ઊતરતો કેમ ગણી શકાય? તેનું એક સ્વપ્ન પાર પડવાનું હતું.

‘‘હા- સરસ જ બનશે.. મારી આ યાત્રા સફળ બની છે. અને તન્વી - તું એમાં સહભાગી છે. અત્યારે મારું મન ઘરે છે... તન અહીં ગાડીમાં સફર કરે છે. આરતી હસી પડી.

‘‘બાપડી ગોપ કન્યાોનું પણ આવું જ થતું હશે ને?’’ તન્વીએ તુલના કરી નાખી. બંને હસી પડ્યા.

‘‘ચાલ, હવે ઊંઘવાની મથામણ કરીએ. આમને આમ જાગરણ થઈ જશે.’’ આરતીએ લંબાવ્યું. આંખો પર પરાણે પાંપણો ઢબુરી દીદી. મન પણ શું ઢબુરવું?

જે વિચારે મનનો કબજો લીધો હતો. એ એમ જલ્દીથી મુક્ત કરે ખરો? તે વિચારતી હતી. પાયલ ત્યાં જાય છે એ સારું જ હતું. બંને વચ્ચેનો એક તંતૂ તો બચ્યો હતો. વળી વલ્લભભાઈ અને ભદ્રા પણ સેતુરૂપ બની શકે.

અવિનાશ આ હદ વળોટે તેવા તો ન જ હતા.હું જરા અક્કડ રહી, મારા આત્મ- ગૌરવને ખૂબ ઊંચાઈ પર લઈ ગઈ, જડ પથ્થર બની ગઈ, પછી તો કાંઈ સારુ પરિણામ જ ન આવે.

પતિ પત્નીના સંબંધો સમાધાન અને સમજણ પર જ ટકે છે. મને લાગે છે તે...

મેં. જ...હા, મેં જ તેને એ દિશામાં વિરાજની દિશામાં ધકેલ્યો હતો વિરાજ વેલ જેવી અનુકૂળ બની શકી, એ તેની આવડત.

હવે, એ તો નથી જ. મારા ભલા માટે ચાલી ગઈ છે. પેટમાં ગર્ભ લઈને. મારે હવે એ જ કરવું જોઈએ, જે જરૂરી છે. જખમો બંને દિશામાં છે, બંનેે એ એકબીજાને

મલમ-પટ્ટા કરવા પડશે... મેં મુંબઈથી પાયલને કયાં ફોન કર્યો હતો? હું અચકાતી હતી, રખે અવિનાશ ફોન પર આવે. પણ હવે એમ કરીશ.

ચોક્કસ એજ યોગ્ય રહેશે. પાયલની વાત કરી શકાય. અવિનાશને પાયલમાં તો રસ હોય જ ને? એ પછી કદાચ વાતનો વિસ્તાર કરી શકાય. જેવી અનુકુળતા. આખરે અવિનાશ પણ મનુષ્ય જ છે. આટલા દીર્ઘ સમય પછી પોતાનો સ્વર સાંભળીને તેને કશું નહિ થાય? કાંઈક તો થશે જ.

આઘાતના પ્રત્યાઘાત તો હોય જ. ભલે વિલંભથી વ્યક્ત થાય. અલબત્ત જો સાનુકુળતા હોય તાો આરતી આગળ વધવાન ીહતી. જમીનદોસ્ત થઈ ગયેલી ઈમારત કાંઈ રાતોરાત ઉભી થી જવાની ન હોતી.

પછી તો પાયલ પર મદદમાં આવે, આરતી ગંભીરતાથી વિચારી રહી હતી. ‘‘મારા પુસ્તકના પ્રકાશનતી પણ અવિનાશને આનંદ તો થાય જ. હું પણ પછી-

તેમના બિઝનેશમાં રસ દાખવીશ. આખરે હું પણ ધંધામાં ભાગીદાર તો છું જ ને. થોડું વલ્લભભાઈને પૂછીશ. થોડું વાંચીશ. અવિનાશ પણ અંચબામાં પડી જશે. કહેશે કે આરતી- આ બ ધું જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત કર્યુ?’

હું ખડખડાટ હસીશ. હવે તો અમારા આનંદમાં પાયલ પણ સહભાગી બનશે.

ખરેખર તો- અમારા બંનેની લ્હાયમાં એ દુઃખી થતી હશે, હિજરાતી હશે. તે હવે કાંઈ નાની નથી રહી. ‘નેપકીન્શ’ વાપરતી થઈ ગઈ છે. એને શું અમારા સંબંધોનું જ્ઞાન નહિ હોય?

આરતીને શરીરે પ્રસ્વેદ વળી ગયો. તેને લાગતું હતું કે પાયલ અસાધારણ બોજ વહન કરી રહી હતી. પિતાના વાત- પોતાને કહેતા અચકાતી હતી. ડર વાગતો કે રરે હું નારાઝ થાઈશ. એવું પેલા છેડે પણ બનતું જ હશે ને !

‘‘કેમ મને આટલી સરળ વાતન સમજાઈ?’’ આરતી જાતને ઠપકો આપવા લાગી. ‘‘ચાલો જાગ્યા ત્યારથી સવાર....’’ ભીતરમાંથી બીજો સમાધાનવાદી સૂર નીકળ્યો.

તેણે ઘડીયાળમાં સમય જોયો. પોતાના સ્થાને ક્યારે પહોંચશે એની ગણતરી કરી હજુ ખાસ્સો સમય બાકી હતો. તનવી ઘસઘસાટ નિંદ્રા માણી રહી હતી. ટ્રેનમાં આંચકા અને હલનચલન હિંડોળાનું કાર્ય કરતાં હતાં.

આરતીએ એક પ્રેમાળ દૃષ્ટિ તન્વ પર ફેરવી. એના જીવનમાં આ છોરીનો પણ હિસ્સો હતો.

તેણે પરાણે પોપચાને બીડી દીધાં. મનને આકારોમાંથી નિરાકારમાં જોડવા મથી રહી.

તન્વીને ઘરે ઉતારીને આરતી ઝડપથી પોતાના નિવાસસ્તાને આવી. સામાન ઉતારી અંદર આવીત્યાં તો પાયલ જ સામે આવી. દોડતાં આવીને મમ્મીને વળગી પડી. આટલા સમય માટે મમ્મીની દૂર રહી હોય ત્એવું પહેલા બન્યું નહોતું. જાણે આટલા દિવસોનું સાટું વાળવું હોય- એમ વળગી જ રહી. આરતીની આંખો ભીની થઈ ગઈ.

આ પુત્રીને પણ એક દિવસ અળગી કરવાની જ હતી. ‘‘મમ્મી મને હતું કે તું આજે આવીશ જ.’’ તે ગળગળા અવાજે બોલી. તેનું તતન કંપતું હતું. એ મનની સ્થિતિ સૂચવતું હતું.

‘‘શું ત્યાં પાયલને ગમ્યું નહિ હોય?’’ આરતીને વિચાર આવ્યો.‘‘તે શા માટે વહેલા આવી ગઈ હશે? કે પછી મમ્મી યાદ આવી ગઈ હશે. હજું ક્યાં મોટી ભડભાદર થઈ ગઈ છે.’’

‘‘બેટા, તને ગમ્યુ ને?’’ આરતીએ પુત્રીને જાતથી અળગી કરી, આંખમાં આંખ પરોવી પ્રેમથી પૂછયું.

‘‘હા મમ્મી, ગમ્યુ તો ખરું.’’ તેણે ગભરાતાં ગભરતાં જવાબ વાળ્યો મમ્મીને આ વિષયનો અણગમો હતો, એ વાત તેના મનમાં હતી. એ સાચી પણ હતી. ભૂતકાળમાં આરતી એ આવું કર્યુ હતું. મમ્મી આમ પૂછી રહી હતી એનું વિસ્મય પાયલની આંખોમાં તરતું હતું.

‘શું કરતાં હતાં- તારા પપ્પા...? આરતીએ અચકતાં અચકાતાં સવાલ કર્યો એ દિશાની આ શરૂઆત હતી. તેનું હૃદય પણ જોરદાર ઘડકતું હતું. પાયલના ચ્હેરા પર અચરજ છવાઈ ગયું. તે મીની શકી નહિ કે આ સવાલ મમ્મી પૂછી રહી હતી.

‘‘મમ્મી, પપ્પા - મારી સાથે ગણો સમય ગાળતા હતા, અરે, ખુશ ખુશ થઈ ગયા હતા. કેટલીક એપાઈન્ટમેન્ટો’ કેન્શલ કરી હતી. બીજા લોકો પણ મારી દરકાર રાખતા હતા. મઝા પડી, મમ્મી’’ પાયલનો ખુશખુશાલનો ચ્હેરો જોઈને આરતી ઉત્તેજીત થઈ ગઈ.

‘‘મને યાગ કરતા હતા કે નહિ?’’ એ પ્રશ્ન પૂછવા તે તલ પાપડ થઈ હતી, પણ હોઠો ખુલતા નહોતા. લજ્જા અને સંકોચનો સવાલ તો નહોતો જ. પણ આરતીને એક ડર સતાવતો હતો, ‘રખે એ જવાબ નકારમાં હોય તો?

‘‘બે ચાર ક્ષણો- એમ જ અવઢવમાં વીતી. અંતે આરતીએ બધી જ હિંમત ભેગી કરી.’’ અરે, નકાર હોય તો પણ શું? એમ પણ હોય શકે. આટલા સમયની કડવાશ પછી- એમ પણ સંભવ હતું. ડરવું શા માટે? વાસ્તવિકતાનો સામનો કરવા માટે તે સજ્જ થઈ હતી. તે અવિનાશને પામવા માટે કૃતનિશ્ચયી બની હતી. તેણે ધીમેથી કહ્યું ‘‘પાયલ...’’

તે કશું કહે એ પહેલા જ પુત્રીએ માતાને પૂછી નાખ્યું. તે પણ જબરી મુંઝવણમાં હોય એમ લાગતું હતું.

‘‘મમ્મી, એ વિરાજ કોણ છે?’’ પાયલે પૂછી જ નાખ્યું. આરતી હેબત ખાઈ ગઈ. શું પાયલ પૂછી રહી હતી? તેની કિશોર વયની નાદાન બાળકી વિરાજ વિસે પૂછી રહી હતી. આરતી પ્રસ્વેદથી રેબજેબ થઈ ગઈ. તેના ચ્હેરો ઝંખવાઈ ગયો હતો.

અંતે વાત પુત્રી સુધી પણ પહોંચી હતી. આરતીને ગમ્યું નહિ. પાયલને કેમ કહેવું કે વિરાજ શું હતી. જો કે કદાચ તે જાણી પણ ચૂકી હતી.

અવિનાશ તો આવી વાત ન કહે, પણ નોકર વર્ગમાંથી એ ઉલ્લેખ કર્યો પણ હોય. જે હોય તે, પણ આ કુતૂહલ ભાંગવાની જવાબદારી આરતી પર આવી હતી. આરતીએ ગભરાટ અને લાચારીની લાગણીઓએ ફંગોળી દીધી.

સત્ય પ્રકાશમાં આવવાનું જ હતું. પુત્રી તેના વિસ્મય કોઈ પણ રીતે સંતોષવાની હતી. તે માતાને પૂછી રહી હતી કારણ કે તેને એ સૌથી વિશ્વાસપાત્ર લાગતી હતી.‘‘બેટા સારૂં થયું- તે મને પૂછ્યું. યોગ્ય સમયે હું જ તને કહેવાની હતી.

આરતીએ પાયને હસીને ઉત્તર વાળ્યો, ‘‘બેટા- એતો તને ખબર જ હશે કે સ્ત્રી અને પુરુષ પુખ્ય થાય, તતેઓના લગ્ન થાય. હું અને તારા પપ્પા એજ રીતે લગ્નથી જોડાયા.

જેમ ગાય વાછરડાને જન્મ આપે છે. બિલાડીને નાના નાના બચોળિયા જન્મે છે - એજ રીતે તારો જન્મ થયો...’’

આરતી યોગ્ય રીતે આગળ વધતી હતી. પાયલના કુતુહલને તે સંતોષી રહી હતી. પાયલ શાંતિથી સાંભળતી હતી. તે અચાનક બોલી ઉઠી,‘‘મમ્મી, કૌશલ્યા કહેતી હતી કે વિરાજ શૌક્ય બનીને આવી અને તમારી મમ્મીનોસંસાર રોળી નાખ્યો. આ સૌક્ય એટલે શું.?’’

‘‘ઠીક ત્યારે એણે તને આ વાત કરી, ખરૂં ને !’’ આરતીએ પાયલને હૈયા સરસી કરી. પુત્રીના હૃદયના ધબકારાં વધી ગયા હતા.

‘‘પાયલ- તું જરા પણ ચિંતા રાખતી નહિ.. હું તને સાચી વાત કરૂં છુ. એ વિરાજને પણ મળી છું. એ કાંઈ ખરાબ સ્ત્રી નથી. એ વિરાજ પણ ઢીંગલી જેવી રૂપાળી અને ડાહી સ્ત્રી છે.

જો બેટા, એવું નથી બનતું કે બાળક જૂના રમકડાથી કંટાળી જાય, નવું રમકડું જોઈને તે જુનાને ફેંકી દે, અને નવાથી રમવા માડે...’’ આરતી પુત્રીને સમજણ પડે એ રીતે સત્યના પડ ઉકેલતી હતી.

‘‘અચ્છા- તો મમ્મી, તું જુનું રમકડું- અને વિરાજ -નવું-’’ પાયલથી બોલાઈ ગયું પણ પછી તેને જ આવું બોલવા બદલ લજ્જા આવી.

‘‘હા- બેટા, તારૂં અનુમાન સાચું છે. કારણ ગમે તે હોય, પણ આમ જ બન્યું હતું.’’

‘‘તો પછી પપ્પાની જ ભૂલ ગણાય. તેમણે આમ કેમ કર્યુ હશે !’’ પાયલ દુઃખી થતી હોય એમ બોલી-‘‘બેટા, આમાં કોની બૂલ એ કેમ ખબર પડે? મને પણ એમ જ લાગ્યુ ંહતું. તારા પપ્પાના વર્તનથી હું દુઃખ અનુભવતી હતી. મેં આ કારણસર જ અહીં અલગ રહેવાનું નક્કી કર્યુ હતું. તારા પપ્પા અહીં ક્યારેય આવ્યા નહોતા. મારા સાથે એક શબ્દની પણ આપલે કરી નથી. મને આશા હતી કે સમય જતાં પ્રશ્ન ઉકેલાઈ જશે.’’

પાયલ નિરુત્તર રહી. તેને સમજ પડતી હતી. કૌશલ્યાએ કેટલીક વાતો કહી હતી. માતૈ તેને ઊંડાણથી સમજાવી રહી હતી. પાયલને પપ્પા માટે લાગણી હતી. અવિનાશ પુત્રી સાતે પ્રેમાળ પિતા હતો.

પાયલને એક પ્રશ્ન મુંઝવતો હતો કે પોતાની સાથે પ્રેમથી વર્તતા પિતા, મમ્મી સાતે કેમ એવી રીતે વર્તતા નહિ હોય. શું કોઈ એક વ્યક્તિ સૌ સાથે સરખું વર્તન નહિ રાખી શકતી હોય? શું મમ્મી પણ ેમ કરવા અશક્ત હશે? આ બધું સમજવા માટે ખરેખર તે નાની હતી.

‘‘મમ્મી, ઈશ્વર સૌનું સારૂં જ કરે ને? એ આપણું પણ સારૂં જ કરશે.’’ પાયલે ગંભીર થઈને કહ્યું.

‘હા- બેટા - એમ જ થશે. મને ઈશ્વરમાં શ્રદ્ધા છે. આપણી પ્રાર્થના એ સાંભળે જ છે.’’ આરતીએ પાયલની વાતમાં સૂર પૂરાવ્યો. તે પાયલના અશાંત મને આશ્વાસન આપવા માગતી હતી, શક્ય હોય તો વાતને બીજી દિશામાં વાળવા માગતી તી. આરતી એક કુતુહલ રોકી ન શખી. તે પૂછી જ બેઠી, પાયલને-

‘‘બેટા, તારા પપ્પા.. ક્યારેય મને યાગ કરે છે ખરાં?’’

પાયલ તેના પિતા સાતેના પ્રસંગો સ્મરવા લાગી. અનેક વાતો કરી હતી બંન્નેએ. પરીકથાથી માંડીને પુસ્તકો વિશે, રમકડાં થી માંડીને ભૂગોળ વિશે, રામ-કૃષ્ણથી માંડીને વિવેકાનંદ અનેે ગાંધીજી વિશે ક્યારેય એમાં ભૂલચૂકથી પણ મમ્મી આવી નહોતી.

સાવ નાની હતી ત્યારે તે ખુદ સામેથી તેની મમ્મીની વાતો અવિનાશને કર્યા કરતી. એ સમયે અવિનાશ કાંતો મૌન ન બની જતો અથવા વાતને બીજી દિશામાં વાળી દેતો. સમજ આવ્યા પછી પાયલ સમજી ગઈ હતી કે મમ્મી અને પપ્પા વચ્ચે અણબનાવ છે. ગુજરાતી ભાષામાં એક અઘરો શબ્દ ‘અણબનાવ’, તે સૌથી પહેલી શીખી હતી. બસ, ત્યારથી તેણે વેદના અનુભવી હતી દુઃખનો આ પહેલો સ્પર્શ હતો.

મમ્મી- તેના ચ્હેરા પર આતુરતાથી તાકી રહી હતી. તેણે વિચાર્યુ કે સત્ય જાણશે તો નાહક મમ્મી દુઃખી થશે. જીવનમાં પ્રથમવાર તેણે અસત્યનો આધાર લીધો.

‘‘હા- મમિમી.. તને યાદ કરે જ છે.’’ તે બોલી અને હૃદયની ધબકારીની ગતિ વધી ગઈ.

‘‘સાચ્ચે જ...? આરતીથી બોલાઈ ગયું.

‘‘હા-મમ્મી- હું કાંઈ જુઠું બોલું? તેને નહિ ગમે, એમ માનીને- એ વાત કહેતી નહોતી.’’ બીજું અસત્ય બોલવામાં ઓછું કષ્ટ પડયું.

‘‘તો પછી પાયલ, આપણ પ્રાર્થનાનો જવાબ વહેેલો મળશે.’’ આરતીનો ચ્હેરો આનંદથી છલકાઈ ગયો. પાયલ પણ હસી, અલબત તે જાણતી હતી કે મમ્મીનો આશાવાદ ખોટો હતો. પિતા તો મમ્મી માટે જરા પણ લાગણી ધરાવતા નહોતા, એ વાતે ખુદ જાણતી હતી. એકાંતમાં પાયલ ખૂબ રડી હતી.‘‘ઈશ્વર, તમે કાંઈક ચમત્કાર કરો. સત્ય જાણશે તો મમ્મી કેટલી દુઃખી થશે.’’

પાયલને લાગ્યું કે માતા ખૂબ જ ભોળી અને ઉદાર હતી. પેલી કૌશલ્યા પણ એમ જ કહેતી હતી તે માતાની પ્રશંસા કરતા થાકતી નહોતી. તેની નજરમાં પેલી વિરાજ એક ખરાબ સ્ત્રી હતી. કૌશલ્યા તો વિરાજને વૈશ્યા કહેેતી હતી, અલબત પાયલને એ શબ્દનો અર્થ સમજાતો નહોતો. બીજી તરફ મમ્મી- વિરાજ માટે ખરાબ લાગણી વ્યક્ત કરતી નહોતી.

પાયલના ગુંચવાડાનો પાર નહોતો. અલબત તેનું એટલું તો સમજાઈ જ ગયું કે આ પરિસ્થિતિ ઊભી થવા માટે વિરાજ જવાબદાર હતી, માત્ર વિરાજ. બીજી પળે તેને થયું કે આમાં પપ્પા જવાબદાર ગણાય કે નહિ. વિરાજ ગમે તે કરે, પિતાએ શા માટે એની વાતોમાં આવવું જોઈએ? હવે પાયલને પિતાનો દોષ પણ જણાતો હતો. વિચારો કરીને તેનું કિશોર મન થાકી ગયું તે સૂતેલી મમ્મીને વળગી પડી.

આરતી ત્યારે અવિનાશને પામવાના માર્ગ વિચારી રહી હતી. તે વિચારતી હતી કે હવે ભદ્રા અને વલ્લભભાઈ આમાં કેટલાં ઉપયોગી થઈ શકે.

‘‘ખરેખર તો અવિનાશ પમ મને ઈચ્છે છે, ચાહે છે, ઝંખે છે મેં મૂર્ખીએ જ દ્વાર બંધ કરી દીધા. નાની નાની વાતો તો બન્યાં કરે. એ તો સૌના જીવનમાં બને કાંઈ કાગનો વાઘ ન કરાય. હું ક્યાંય ઓછી પાડી હોઈશ. ત્યારે અવિનાશ વિરાજ. પ્રતિ ગયા હશે ને ! આવું તો સ્ત્રીઓ ક્યાં નથી કરતી?

બે વ્યક્તિોના સહજીવનમાં આવું તો બને, એકબીજાને સંભાળી લેવા જોઈએ. બસ- એ મારો દોષ... છેવટે પાયલના સુખ ખાતર પણ... કાંઈક કરવું જોઈએ.

મહાશ્વેતાજી, તમારો ઉપકાર માનું એટલો ઓછો છે.’’

આરતી મનોમન આનંદ અનુભવતી હતી. પાયલ તેને વળગને ઊંધી ગઈ હતી. ‘‘અરે, કાલ સવારે- આને જ પરણાવવી પડશે. કોણ કન્યાદાન દેશે? અવિનાશ

જ ને જોતજોતામાં કેવટી મોટી થઈ ગઈ? સમજદારપણ કેવી છે? મને તેની જ હૂંફ છે અવિનાશ મળસે- પછી તેની પણ...’’

આરતી મનોમન લજ્જા પામી, એક નવોઢાની માફક જ માંડ માંડ- તે જંપી. ઊંધમાં સ્વપ્ને તેને ઘેરી લીધી. સ્વપ્નમાં તે અભિસારિકા હતી, સોળ શણગાર સજ્યા હતાં. પગમાં ઝાંઝરને બદલે ધુંધરુ હતું.

તે એક વિશાળ ખંડમાં નાચી રહી હતી. તેના મુખ પર અવનવાં ભાવો હતાં. આનંદ હતો, લજ્જા હતી. રીસ અને રીઝ હતાં. સાજો બજી રહ્યા હતાં. ખંડ સરસ રીતે સજાવેલો હતો. સામે સિંહાસન પર અવિનાશ બિરાજમાન હતો. અવિનાશના મુખ પર આપૂર્વ આનંદ હતો. આવું અદ્‌ભૂત સમણું- તે માણી રહી હતી.

બહાર રાત્રિનો અંધકાર ઓગળી રહ્યો હતો. પવનની ગતિ તેજ હતી. શ્યામ વાદળાઓથી ફોજ આકાશના માંડવે ઉમટી હતી. પાસેથી ટીપોઈ પર પડેલા ફોની ઘંટી બજવા લાગી. ટીંગ ટીંગ...ટીંગ...’’

આરતી જાગી ગઈ. બહાર આકાશ ગરજતુ ંહતું, અંદર ટેલીફોનની ઘંટડી, તૂટેલા સ્વપ્નને યાદ કરતી- તે ફોન પ્રતિ ધસી. પાછલા રાતના સ્વપ્નો સાચા જ પડે, એવી લોકોહિત હતી. ઓહ ! કેવું સ્વપ્ન આવ્યું હતું?

આનંદાવસ્થામાં જ ફોન ઉપાડ્યો,‘‘હેલો...’’ શરીરમાં હજુ આળશ ભરી હતી.

પાંપણે પર ભાર હતો. સામે છેડે ભદ્રા હતી.

‘‘બોલ ભદ્રા, આટલા વહેલા ફોન કરવાનો સમય મળી ગયો?’’ આરતી અલ્લડ અદાથી બ ોલી. તે હજુ સ્વપ્નના કેફમાં રાચતી હતી.‘‘ભદ્રા- કોઈ સારૂં સ્વપ્ન આવ્યુ ંહતું કે શું?’’ આરતી.... સ્વપ્ન આવ્યુ ંનહોતું., આવે તેમ પણ નહોતું. આખી રાત મટકું મારી શકી નથી.’’ ભદ્રા બોલી.

‘‘કેમ અલી... શું વલ્લભભાઈ નહોતા? કે પછી હતા એથી ઉજાગરો થયો? આરતી સ્વપ્નવત બોલતી હતી.

ભદ્રાને નવાઈ લાગી આરતી આટલી આનંદમાં શાથી હશે? હવે જે વાત તે કહેવા માગતી હતી, એ ઘણી ગંભીર હતી, અને આરતી મજાક કરી રહી હતી.

‘‘તું ગંભીર બનીશ- આરતી?’’ ભદ્રા કડકાઈથી બોલી‘‘હં, બોલ--- આરતીએ સખીને યોગ્ય પ્રસિસાદ આપ્યો.

‘‘આરતી- કાલે રાત્રે વલ્લભે મને કહ્યું- અને મારી ઊંધ વેરણ થઈ ગઈ.’’

ભદ્રા પૂર્વ ભૂમિકા બાંધી.

આરતીએ ગંભીરતા પારખી લીધી. તે પુનઃ અસ્વસ્થ થઈ ગઈ. ‘‘મારી જ વાત હશે.’’ તેણે અનુમાન બાંધ્યું.

‘‘આરતી...તું જરા પણ ગભરાતી નહિ. વલ્લભ હમણાં તારી પાસે આવશે જ. વાત જાણ્યા પછી થયું કે તને જણાવવી જ જોઈએ. ’’ભદ્રાના અવાજમાં ગ્લાનિ હતી.

‘‘બોલ-ભદ્રા -મારા કમભાગ સિવાય કશું નહિ હોય-તું મને ગભરાયા વિના કહે. મને દુઃખો સહેવાની આદત પડી ગઈ છે.’’ આરતીને વાસ્તવિક્તાનું ભાન થયું.

‘‘અવિનાશભાઈ તને ‘ડાયવર્સ’’ આપવા તૈયાર થયા છે-ખૂબ સમજાવ્યા પણ જીદે ચડ્યા છે. વલ્લભનું પણ અપમાન કરી નાખ્યું. જરા પણ માનતા જ નથી. ભદ્રા જોસભેર બોલી ગઈ. તેના અવાજમાં રોષ અને વેદાના હતા.

‘‘આરતીએ ખિન્ન થઈને સાંભળ્યું. તેના હાથમાંનું રીસીવર ધ્રુજી ઉઠયું. તે જાણે સ્વર્ગમાં ગબડીને પાતાળમાં પહોંચી ગઈ. સ્વપ્નમાં રાચતી હતી. એ સાકાર કરવા મથામણ કરી રહી હતી. અને શું મળ્યું?

‘‘આરતી... તું સ્વસ્થ તો છે ના?’’ ભદ્રા બોલી ઉઠી. તેની સખીના પ્રત્યાઘાતની ચિંતા કરી. એક ક્ષણ તો થઈ આવ્યું કે નકામું આને કહ્યું. કેવી હાલત હશે એની? ‘‘ભદ્રા- મેં સાંભળ્યું. હું સ્વસ્થ ભલે ન હોઉ, પણ સાવ ભાંગી પડી તો નથી જ.

મારી ઈચ્છા સંબંધ પૂર્વવર્ત કરવાની હતી. મારી મુંબઈની મુલાકાત પછી એક એવી તીવ્ર ઈચ્છા જાગી હતી. આપણને સ્ત્રીઓને સ્વપ્ન જોવાની આદત હોય છે. બહુ જ સંવેદનશીલ હૃદય આપ્યું છે આપણને?’’ આરતી જવાબ વાળતી હતી.

‘‘આરતી... અમે આવીએ છીએ.. તું શાંત જ રહેજે.’’ ભદ્રા ઉતાવળમાં બોલી.

‘‘ભદ્રા- આવો... તમે બંને... પણ એક વાતનો ખ્યાલ રાખજો. પાયલ કશું જ જાણે. મારે એ ફુલને ગુંગળાવી દેવું નથી. આરતીએ રીસીવર મૂકી દીધું.

પરિસ્થિતિ સ્પષ્ટ થઈ ચૂકી હતી. બેડોળ વાસ્તવિકતા સામે આવી હતી. ભલે અલગ રહેતાં હતાં, છતાં બન્ને પતિ-પત્ની હતાં. હવે એ નાનકડો તંતુ ભુસાઈ જવાનો હતો. પાયલના કુમળા મન પર વધું આઘાતો પડે એવું તે જરા પણ ઈચ્છતી નહોતી. તેણે ઝડપી નિર્ણય લીધો.

લાગણીની સરવાણી જ નહોતી, પછી પાતાળ તોડીને પાણી લાવવાનો અર્થ જ નહોતો. લાગણીની ચાદર એકપક્ષી રીતે-તેણે જ સકેલી લેવાની હતી.

‘‘ભલે -છેલ્લુ કાર્ય પણ પૂર્ણ થતું.’’ તે બોલી ઉઠી. તેણે મક્કમ મનથી નિર્ણય કર્યો અને તેને બળ મળી ગયું. તે તરત જ પ્રાતઃ કર્મ માંથી પરવારી.

આકાશ સદસ્નાના હતી. લાંભા કેશકલાપમાંથી જળબિંદિઓ વછુટતા હતા. થોડા મુકતકની માફક વળગી રહ્યા હતા, ચળકતા હતા. તેની પ્રિય વેશભૂષા- તેના દેહ પર શોભતી હતી.

આટલા ટૂંકા સમયમાં તો તેણે મનને તૈયાર કરી નાખ્યું હતું. તે આગળના બગીચામાં ખુરશીઓ નાકીને બેઠાં બેઠાં પ્રતીક્ષા કરી રહી હતી.

વલ્લભભાઈ અને ભદ્રા પ્રાંગણમાં પ્રવેશ્યા ત્યારે તે મંદ મંદ હસી રહી હતી. બન્ને અવાફ થઈ ગયાં. કંઈ માટીની ઘડી હતી આરતીને?

ચાહ પીતા પીતા આરતીને તેનું હૃદય ખોલી નાખ્યું. ‘‘ભાઈ... મને મારો ઈશ્વર બળ આપે છે. વાત સાંભળીને સાવ ભાંગી જ પડી હતી. મારૂં સ્વપ્ન જમીનદોસ્ત થયુ ંહતું. પણ પછી મનને સમજાવી દીધુ. કાંઈ સ્હેલું કામતો નહોતું જ. પણ સમજાવી દીધું.

ભદ્રા- કોઈ આધાર વિના ઈમારત ટકી રહે ખરી.

વિનાયકભાઈની શેહ નીચે અવિનાશે મને પત્ની તરીકે સ્વીકારી, પણ એથી કાંઈ સંબંધ થોડો બંધાઈ છે,લાગણી થોડી જન્મે છે? એમાંતી તો વિરાજ જન્મે મોહ જન્મે, બહાનાં જન્મે. કમનસીબ તો પાયલ છે, જેને ખંડીત પ્રેમ મળ્યો.

હવે શું થશે- એ હું જાણતી નથી. મેં નક્કી કર્યુ છે, અવિનાશને હું ડાયવર્સ માટે સંમતિ આપીશ. એ જલ્દી મળે એ માટે સહકાર પણ આપીશ... બોજા માંથી જલ્દી મુક્ત થવું છે...

હા ભદ્રા- મારી એક વિનંતી અવિનાશને પહોંચાડજે. બસ, મને પાયલ આપે. પાયલ વિના- હું નહિ રહી શકું. એટલું સુખ મારા માટ ેરહેવા દે. શેષ જીંદગી જીવવા માટે કશો આધાર તો જોશેને.’’

આરતીનો શાંત વહેતો અવાજ છેલ્લે છેલ્લે તરડાઈ ગયો. માંડ ખાળેલાં આંસુ બન્ને આંખો માંથી છલકાવાં લાગ્યાં.

બન્ને વકીલ સાહેબોએ સાથે મળીને એક સંબંધનો અંત આણ્યો હતો. ન્યાય કરનારને કશી જ મુશ્કેલી ન પડે એનો પુરતો ખ્યાલ રાખ્યો હતો.

‘‘સાબેહ- બન્ને પાત્રો પરિપકવ છે. સમાજમાં મોખરાનું સ્થાન છે. અને પાછું બન્ને રાજીખુશીથી છૂટા પડે છે. બુદ્ધિજીવીઓમાં આવું બનવું શક્ય છે.’’ એક વકીલ કહી રહ્યા હતા. બીજા તેમની સાથે હસીને સંમત થતા હતા.

આખું નાટક ભજવાઈ ગયું. સાક્ષીના પિંજરામાં આરતીને આવવું પડ્યું હતું. અણગમતા મને તે આ અણગમતી ફરજ બજાવવા આવી હતી. આ કેસમાં નગરજનોને પણ રસ પડ્યો હતો, કારણકે બન્ને ખૂબ ખૂબ જાણીતા હતા. તે બંનેની ખ્યાતિ નગરના સીમડાઓને ઓળંગી ગઈ હતી.

આરતીએ સાવ ભાવ શૂન્યતાથી જવાબો આપ્યા હતા. જે મનમાં હતું- એ કાં છાતી ચીરીને પ્રદર્શીત કરવાનો કોઈ અર્થ નહોતો.

અવિનાશ આક્રમક પણ બન્યો હતો. આરતી પર ધૂળ ઉઠાવવાની કોશિષ કરી હતી. આરતીએ તેની સૌમ્યતા અને સુજનતા ત્યાગી ન હતી. ભદ્રા અને વલ્લભભાઈ પણ બધો સમય હાજર રહેતા હતા. તન્વી પણ અચૂક હાજર રહેતી હતી. અમુક સમયે તન્વીનો ચ્હેરો રોષથી લાલચોળ થઈ જતો હતો. દાદર પરથી આરતીને ધક્કો માર્યો હતો. એ પ્રસંગની તે સાક્ષી હતી. આરતીના મૌનથી તે સમસમી જતી હતી.

‘‘આટલી મોટી ઉદારતા ‘મેડમ’ દાખવી રહ્યા હતા? શું એ યોગ્ય હતું?’’ તેનો આત્મા ઉકળી ઉઠતો હતો.

આરતીના મુખભાવ, શબ્દો... ક્યાંય જરા પણ પરિવર્તન આવતું નહોતું. ભદ્રા અને વલ્લભભાઈ સાવ મુંગા મુંગા આ વેદના ભર્યુ દૃશ્ય નિહાળી રહ્યા હતા.

અવિનાશની મૈત્રીનું પણ હવે કશું મૂલ્ય નહોતું રહ્યું. બંને અનેક વખત અવિનાશને મળ્યા હતા, સમજાવવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા, પણ કશું જ થયું નહોતું, અવિનાશનું મન જડ બની ગયું હતું. અરે, પાયલ માટે પણ તે જીદે ચડ્યો હતો.

‘‘ના- પાયલ મારી સાથે જ રહેશે... હું જ તેની યોગ્ય સંભાળ લઈ શકીસ. અરે, ખુદ પાયલ પણ હા જ ભણશે.’’ અવિનાશ રાડો પાડીને કહેતો હતો.

‘‘અરે, એના પર તો શેતાન સવાર થઈ ગયો છે... વલ્લભભાઈએ દુઃખી થઈને જાહેર કર્યું.‘‘જાણે- એ પહેલાનો અવિનાશ જ નથી.’’

‘‘માણસ આવી બેશરમ રીતે -વર્તે?’’ ભદ્રા વિચારતી હતી.

તે સતત આરતીની સાથે રહેતી હતી, તેને હિંમત આપતી હતી તન્વી પણ મેડમની છાયાથી અળગી થતી નહોતી. તેનું યુવાન રક્ત ગરમ થું હતું. ધગધઘી જતું હતુ.ં

આરતીએ સૌમ્યતા જાળવી રાખી હતી, એ નર્યા વિસ્મયની વાત કહી.

કોર્ટ પાયલની કસ્ટડી આરતીને સોપી. તે પુખ્ય થાય પછી તેણે જ નક્કી કરવું તે તેણે કોની પાસે રહેવું, એવું નક્કી કર્યુ. પિતાને ત્યાં જતા આવતા રહેવામાં પાયલને કશો બાધ નહોતો.

ખલાસ, બધો ખેલ ખતમ થઈ ગયો હતો. આરતી ભીતરથી હતાશ થઈ ગઈ હતી. જે પુરુષ સાથે તે અગ્નિની સાક્ષીએ ચાર પવિત્ર ફેરા ફરી હતી, એ હવે પરાયો હતો, પરપુરુષ હતો. જે મહાલયનું નામકરણ તેણે કર્યુ હતું, એ ‘ઝાંઝર’ હવે પરાયું હતું.

‘‘મમ્મી... તું ગભરાતી નહિ. હું તારી સાથે જ રહેવાની છું. ક્યારેય તને છોડી જવાની નથી. પાયલ રડતાં રડતાં કહી રહી હતી.

ભદ્રા થોડાં દિવસ આરતીની સાથે રહી, તેને હૂંફ રહે એ માટે. આરતીને સારું લાગ્યું. સમય જતાં આરતીની લાગણીઓ સમથળ થઈ ગઈ, અથવા કહો કે, નવા સંજોગો ને તે અનુકૂળ થઈ ગઈ.

આરતી એ વિનાયકને કશી જાણ કરી જ નહોતી. ‘‘નાહક તેમને દુઃખી કરવા, તેઓ ભલે એ ભમ્રમાં રાચે કે તેમણે આરતીને સારા ઠેકાણે પરણાવી હતી.. અને ભદ્રા હું સુખી જ છું ને. તારા જેવી સખી, વલ્લભભાઈ જેવી આત્મીય, તન્ની જેવી નાની બેન, અને પાયલ જેવી પુત્રી મળી છે. આથી મોટા સુખની હું કલ્પના પણ કરતી નથી. આટલું સુખ ભોગવી શકું તો પણ ઘણુ.’’ આરતી હસીને કહેતી હતી.

આરતીએ પ્રથમ જાતને વ્યવસ્થિત કરી, પછી પુનઃ નાટય પ્રવૃત્તિઓને વ્યવસ્થિત કરી.સંસ્થાની મુલાકાત લેવાનું શરૂ કર્યું હતું. પગમાં ઘુંઘરું બાંધવાનું પણ શરૂ કર્યું હતું. તન્ની અને પાયલ પણ તેની સાથે જોડાયા હતા. અટકી પડેલી પ્રવૃત્તિઓનો પુનઃપ્રારંભ સહેલી વાત નહતી.

શિષ્યા-ગણ ઓછો થઈ ગયો હતો. એનું કારણ આરતતીને પછી જાણવા મળ્યું. પતિની મુક્ત થયેલી સ્ત્રીનું અવમૂલ્ય થઈ ગયુ ંહતું. એક સમયની જાજરમાન સ્ત્રી પર સૌ શંકાની દૃષ્ટિથી જોઈ રહ્યા હતા.

આરતીનો જખમ જરા ઊંડો થયો. તે હસી પડી, ખડખડાટ હસી પડી. તેને મહદ્‌ અંશે પોતાની મદદથી ચાલતી નૃત્ય સંસ્થા, ભારે દુઃખ સાથે સમેટી લીધી. તેના નિવાસસ્થાને સિમતી પ્રવૃત્તિઓ ચાલુ રાખી. નૃત્ય તો એના શ્વાસોમાં હતું. તાણાવાણામાં હતું.

‘‘બેન- આનો અર્થ શો? આવા સમજાની તમે સેવા કરતાં હતા, તમારા સ્વખર્ચે.’’ તન્વી કાયમ રોષમાં જ રહેતી હતી. હવે ‘મેડમ’ નું સંબોધન ચાલ્યુ ગયુ ંહતું. તે નાની બેન બની ગઈ હતી, હકપૂર્વક માતા-પિતાના વિરોધની પરવા ક્રાય વિના તે આરતીને સાથ આપતી હતી.

‘‘તન્વી, ગયા જન્મમાં આપણે બન્ને સગી બહેનો જ હોઈશું.’’ આરતી લાગણીના આવેશથી બોલી જતી.

રાત્રે મહાશ્વેતાનો મુંબઈથી ફોન આવ્યો. પાયલ તેના ખંડમાં હતી. આરતી શૂન્યમનસ્ક થઈ બેઠી હતી. શ્રાવણ ઝરમર ઝરમર થઈ વરસી રહ્યો હતો. ટપ ટપ થતાં ફોરાં વૃક્ષો પરથી નીતરીને ભૂમિ પર પડતા ંહતા.

કૃષ્ણ પક્ષના અંધારા વાતાવરણને ઉદાસીથી ભરી દેતા હતા.

‘‘આરતી, તું કુશળ છે ને? તારી પુત્રી પાયલ? મઝામાં છે ને? અને પેલી મારા જેવી વાચળ છોકરી તન્વી?’’ મહાશ્વેતાના સ્વરમાં આત્મીયતાનો સ્પર્શ હતો.

આરતીએ ઉમળકાથી ઉત્તર વાળ્યા, પણ મુખય વાતને સ્પર્શ ન કહ્યો. નાહક કેટલા સ્વજનોને દુઃખી કરવા?

રવિજી તો ખુશ ખુશ છે. તારુ પુસ્તક પૂર્ણતાને આરે જ છે. સરસ બન્યું છે તેમને તો ખૂબ ગમ્યું છે માનીશ તું? હમણાં તો તારી પ્રસંશા કરતાં થાક્તા નથી. લગભગ ચોવીસે ય કલાક તારા નામનું રટણ કર્યા કરે છે. અરે, દરેક મુલાકાતીઓ સાથે પણ તારી જ વાતો કર્યા કરે છે.

હા...હા- સાચી વાત છે. મને પણ તારી મીઠી ઈર્ષા થાય છે. તું કેટલી ભાગ્યશાળી છે, આરતી! રવિજી તો જબરા ‘ક્રીટીક ’ છે તારી કરે ચે. એટલી પ્રશંસા કોઈની પણ કરી હોય એ મારા ખ્યાલમાં નથી...

સાચ્ચે જ આરતી, હવે વિમોચન વિધી માટે ત્યાં આવવા થનગની રહ્યા છે. કહે છે કે આ અવસર તો આરતીના આંગણે જ કરવો છે..’’

મહેશ્વેતા શ્વાસ લેવા થંભ્યા. હકીકતમાં તેઓ પોતાની ખુશી વ્યક્ત કરવા પૂરા સક્ષમ નહોતા.

‘‘હા- જી... આપની લાગણીનાસ હારે જ શ્વાસો લઈ રહી છું. આપની લાગણી મારા માટે આશા છે. મને દિવસ જણાવજો- હું બધી વ્યવસ્થા કરીશ... આપ અને રવિજી મારા આંગણે આવો એ જ મારે મન લ્હાવો છે. અવિનાશજી - ને? મારા પતિ.. ઓહ ! મહાશ્વેતાજી, આવી વરસાદવાળી રાત્રે પતિ પાસે ન હોય એ જ સારું.’’ આરતીને ઉત્તર વાળ્યો.

વાત પૂરી થઈ. આરતીનો ચ્હેરો આનંદથી છલકાઈ ગયો. એક સ્થળે તેની કદર થઈ હતી. એક કલા- પારખું એ તેની શક્તિને પારખી હતી.

આરતી ભાવવિભોર બની ગઈ.

રવિજીની પ્રશંસા પામવી એ ધન્યતા હતી. તેના જીવનનું એક સ્વપ્ન સાકરા થયુ ંહતું. ‘‘ઘુંઘરું પુસ્તક તેને ચારે દિશામાં વિસ્તારશે, તેના નામને ગાજવતું કરશે. યશસ્વી કાર્યનો સ્વીકાર થશે. દેશ-પરદેશના પત્રકારો- એની નોંધ લેશે. આરતી માટે ક્ષિતીજો નાની બની જશે.

આરતી નાચવા લાગી પાયલ અચનાક આવી ચડી. તેને મમ્મીનું રૂપ જોઈ વિસ્મય થયું, ચિંતા પમ થઈ કે તેનું કશું થયું તો નથી ને.

‘‘પાયલ, આજે મમ્મી ખૂબ ખુશ છે.’’ આરતીએ પુત્રીને વાત કહીને ખુશીમાં સામેલ કરી. ત્યારે ને ત્યારે ભદ્રાને પણ ફોન કર્યો.

‘‘આરણે શાનગાર રીતે પ્રસંગ ઉજવીશું.’’ વલ્લભભાઈએ હર્ષ વ્યક્ત કર્યો. ‘‘એ અવિનાશને પણ ખબર પડે કે આરતીની મહાનતા કેટલી છે એ હજુ ‘વિરાજ- વિરાજ’ કરે છે.. મુર્ખાઈની ચરમ સીમા જ ગણાય ને. તમે નચિંત રહેજો- ગવે એ અવસરનો ભાર મારા પર....’’

વલ્લભભાઈ ઉત્સાહમાં આવી ગયા. આરતી પણ વિચારી રહી હતી કે પ્રસંગ નું આયોજન કેવી રીતે કરવું. કયા સ્થળે ગોઠવવું, કોને કોને આમંત્રણો આપવા આ કાંઈ નાનો સૂનો અવસર નહોતો. રવિજી આવે એટલે પાછળ પાછળ ઘણાં મહાનુભાવો પણ આવે, કલાકારો અને કલારસિકો પણ આવે આ નગરના આંગણે અનેરો અવસર બની જાય.

એ રાત્રિએ તે ઊંધી શકી નહિ. આનંદનો સાગર ઉછળતો હતો, સાથો સાથ ચિંતાના વાદળાં પણ હતાં. વલ્લભભાઈનું વાક્ય ‘એ હજું વિરાજ-વિરાજ કરે છે.’ પણ તેને અકળાવતુ ંહતું. એ વિરાજના આકર્ષમમાં કેટલી ક્ષમતા હશે, કે જે આટલા સમય ગાળા પછી પણ અકબંધ હતું ! શું હસે એ છોકરીમાં?

આરતી મથામણ કરતી હતી, એ રહસ્ય પામવા. આરતી તો માત્ર એક જ વખત તેને મળી હતી. એક નાનકડી મુલાકાત છતાં તે વિરાજને શું ભૂલી શકી હતી? તેના સરળ વ્યક્તિત્વમાં કશું ખેંચાણ હતું, જે સામાને જકડી રાખે.

આરતીએ મહાપ્રયાસે વિરાજને વિચારોમાંથી અળગી કરી હતી. ગમે તે બારણેથી તે પુનઃપ્રવેશી જતી હતી. આરતી હસી પડી, પોતાના મિથ્યા પ્રયાસો પર. ‘‘અરે, અવિનાશનું પણ આમ જ થયું હશેને. ભારે લુચ્ચી નીકળી એ છોકરી.’’

બીજી પળે તેને વિચાર આવ્યો કે વિરાજ તો ક્યાંક ચાલી ગઈ છે. તેની કશી ભાળ પણ નથી. અવિનાશે - તેને શોધવા પ્રયત્નો કર્યા જ હશે.. પણ સફળ થયા નહિ હોય. અથવા તેમને ભાળ મળી પણ હોય, તેને ક્યાંક છૂપા સ્થાને રાખી હોય અને પછી જ મારાથી મુક્તિ મેળવી હોય.. તે તરંગે ચડી હતી.

રાત સરતી જતી હતી. ક્યારેક ઝરમર વરસાદ, વળી ફરી નીરવ શાંતિ... વળી ફરી વરસાદ... આમ સંતાકૂકડી ચાલતી હતી. વાદળીઓ ગરજતી, વરસતી આભમાં આમ તેમ ધૂમી રહી હતી.

આરતીના મનનું પ્રતિબિંબ આ રમતિયાળ વાદળીઓ પાડી રહી હતી. પવન મંદ ગતિએ વહેતો હતો. પાયલ ભર નિંદરમાં સૂતી હતી. આછા પ્રકાશમાં આરતી પુત્રીની મુખભાવો જોઈ રહી હતી. તેને એકાએક લાગ્યું કે પુત્રી મોટી થઈ ગી હતી, જાણે કે એક મુગ્ધા, સ્ત્રી બનવા મથતી મુગ્ધા!

આ સુખ પણ હવે કેટલો સમય, તે વિચારવા લાગી. સમય થતાં પાયલને પણ સ્વહસ્તે કોઈના હાથોમાં સોપવી પડશે, રંગેસંગે વિદાય આપવી પડશે. આ પરંપરા હતી. જે વિનાયકભાઈએ પાળી હતી. પોતે પણ અનુસરશે.

ભાવાવેશ થઈ જઈને તે પાયલને વળગી પડી.

સવારે આદત મુજબ તે તૈયાર થીને પરસાળમાં ખુરશી નાખીને બેઠી. વાતાવરણમાં ભીનાશ હતી. વરસાદ અટક્યો હતો. પરંતુ પવન તોફાની બન્યો હતો. આછું તેજ હતું પણ સૂર્ય દર્શન દુર્લભ હતા.

એકાએક તેના ઘરના ઝાંપા પાસે એક રીક્ષા અટકી. એક યુવતી અને બાળક ઉતર્યા. આરતી પુસ્તક-વિમોચનના અવસરની કાર્યસૂચી વિશે વિચારતી હતી ત્યાં જ આમ બનતાં - તેનું ધ્યાન એ પ્રતિ ખેંચાયું. એ બંને ઝાંપામાં પ્રવેશ્યા. યુવતીની આંગળી પકડીને ગૌર કિશોર ચાલી રહ્યો હતો.

વિરાજ આરતી પાસે જ ઉભી હતી. તે આકાશ અને ધરતીના સૌદર્યને માણી રહી હતી. તે પણ ચમકી. આરતી તો વિસ્મયમાં ડૂબી ગઈ.

એ વિરાજ હતી મંદ મંદ હસતું ગૌર મુખ હજુ એવું જ હતું- જેવું આરતીએ વર્ષો પહેલા જોયેલું. શરીર સપ્રમામ હતું. ચાલમાં ગતિ અને ભવ્યતા, બન્ને હતાં. તનની સુંદરતા વધુ નીખરી હતી. સાથેનો બ ાળક તો અતિશય ગૌર હતો. તે પણ વિરાજની માફક હસમુખો હતો.

‘‘ઓહ ! વિરા-જ...’’ આરતી બોલી એ પાયલે સાંભળ્યું. પાયલની કલ્પનામાં વિરાજનું એક ચિત્ર ગોઠવાઈ ગયુ ંહતું, કૌશલ્યાએ દોરેલી રેખાઓ મુજબનું . એક ખરાબ સ્ત્રી તેના મસ્તકમાં આકારાઈ ગઈ હતી. આ વિરાજ તો તદ્દન ભિન્ન હતી. પાયલ મુંઝવણમાં હતી. ખુદ આરતીને પણ આંચકો લાગ્યો હતો હતીતો વિરાજ, પણ આવી ક્યાંથી? ગઈ કાલે જ યાદ કરી હતી. ભલે આવી પણ અહીં આવી શા માટે? આરતી વલોવાતી હતી.

આ વિરાજ ને કેવી રીતે આવકારવી એ પણ આરતીને સુઝયું નહિ બે ચાર ક્ષણો પર્યત્ન તે સાવ જડવત્‌ બની ગઈ.

‘‘દીદી- હું વિરાજ- મને ભૂલી ગયા?’’ વિરાજ સાવ સમીપ આવીને ઉભી રહી. પેલો બાળક વિસ્મયથી સૌનો તાકી રહ્યો.

‘‘આવ- વિરજા... આવ... તને ભૂલી શકી નથી...’’ આરતીએ આવકાર આપ્યો. તે નજીક દોડી ગઈ. અને એ હસતી છોકરીને ભાવથી ભેટી પડી.

‘‘દીદી- હું પણ તમને બૂલી નથી. કાયમ યાદ કરુ છું. સવારનો તડકો જોઈને તમે અચૂક યાદ આવો છો. તમારો પ્રેમ સવારના હુંફાળા તડકા જેવો છે.’’ પછી તે નાના કિશોર તરફ વળી.

‘રૂપ.. માસીબાને પ્રમાણ કર. આશ્રમમાં ગુરુજીને કરતો હતો- ને એજ રીતે?

દીદી કાંઈ ગુરુજીથી કમ નથી જ.’’

વિરાજના અવાજમાં એવો જ મૃદુ રણકો હતો જ ેઆરતીએ સાંભળ્યો હતો.

રૂપે આરતીને નીચા નમીને પ્રણામ કર્યા.

આ રૂપ, અવિનાશ અને વિચરાજના સંબંધનો પરિપાક હતો. આરતીનું હાસ્ય વિલાઈ ગયું. પણ હવે અવિનાશ જ ખુદ પારકકકરો હતો, પછી દુઃખી શા માટે? આરતીએ સાત વર્ષને બાળકને પ્રેમથી ઉંચકી લીધો. ખરેખર, વ્હાલો લાગે તેવો જ હતો.

આરતીની ગમગીની ખરી પડી. પોતાનો જ બાળક હોય તેમ રૂપને વ્યાહ કરી ને મુંઝવી દીદો.

‘‘દીદી- કાલે સાંજે આવી હતી. શુભા માસીને મળતી આવી. તમારો આભાર માનું એટલો ઓછો છે. તમે મારા શુભામાસીની બરાબર કાળજી રાખી. મેં ડરતાં ડરતાં પત્રમાં લખ્યું હતું દીદી, પણ તમે નાની બેનનું વેણ રાખ્યું.’’ વિરાજના આંખોમાં આંસુ હતા.

‘‘કોણ- પાયલને?’’ વિરાજ તરતજ એક ખૂણામાં ઉભેલી પાયલ તરફ આવી, હેતથી તેને ભેટી પડી. તેના ગાલ પર એક ચુંબન ચોડ્યું.

આરતી વિરાજને અંદર દોરી ગઈ. પાયલ વિચારી રહી હતી કે શું આ સ્ત્રી ખરાબ હતી, કૌશસ્યાએ દોરેલ ચિ૬ તો ટકી શક્યું નહિ.

બસ, આ જ સ્ત્રીએ પિતાને... તેનું મુગ્ધ મન ગતિવંત બન્યું. પિતા અને આ સ્ત્રીએ જ માતાને સ્થાનચ્ચૂત કરી આમ શામાટે કર્યુ હશે? દોષ વિરાજનો હશ ેક ેપછી પિતાનો? કદાચ પિતાનો જ હશે, આ વિરજા તો કોઈને પણ ગમી જાય એવી છે. પણ આમાં સહન કરવાનું તો મમ્મીના ભાગે જ આવ્યું ને? આ રૂપ કોણ હશે? અરે એ તો સાવ સહેલું સટ્ટ છે. વિરાજ જ એની મમ્મી હશે- બીજું શું? અને એના પપ્પા ...? શું

મારા પપ્પા- પણ એના પપ્પા ....? પાયલને ગડ બેસતી હતી.

‘‘ઓહ ! કેટલું વિચિત્ર? કેટલું ભયાનક? આવું શા માટે?’’ તે બોલી ઉઠી જો કે કોઈ સાંભળવાવાળું નહોતું.

‘‘દીદી- તમને મળ્યા પછી હું શાંતિ -આશ્રમમાં ચાલી ગઈ. અભયનંદજીએ મને, ગર્ભવતીને આશરો આપ્યો. હું ચાલી થઈ, એ આશાએ કે દીદી, તમને તમારૂં સ્થાન મળી રહે અવિનાશબાબુને પત્રમાં મેં એવું લખ્યુ ંહતું. મારે મારા પાપનું પ્રાયશ્ચિત કરવું હતું. પણ મને ખબર મળ્યા કે એવું બન્યું નહોતું. મને ખૂબ જ દુઃખ થયું. અરે, દીદી મારા પાપનું ક્યાંય નિવારણ જ નથી, એવું હું કરી બેઠી છું.ં’’ વિરાજ રડતી હતી. ‘‘આશ્રમમાં રૂપનો જન્મ થયો. દીદી હું ત્યાં ઓતપ્રોત થઈ ગઈ. મારા રોમરોમમાં પ્રભુની કૃપા વણાઈ ગઈ. લાગ્યું કે એ જાણે મારા જીવનનો છેલ્લો મુકામ હતો.

વિરાજના કથનમાં વિફળતાની કબૂલાત હતી. અવિનાશ શાંતિ આશ્રમમાં વિરાજ સુધી પહોંચી ગયા હતા.

વિરાજ એક દિવસ અને રાત આરતી સાથે રહી હતી.એ દરમ્યાન, પાયલનો એના પ્રતિનો કુભાવ ઓછો થયો હતો. તે રૂપ સાથે રમવા લાગતી હતી અને વિરાજ સાથે વાતોમાં પણ ભળતી હતી. તેને વિરાજ ગમવા લાગી હતી.

વિરાજનો પ્રશ્ન હતો. અવિનાશ તેને ઝંખતો હતો. શાંતિ આશ્રમમાં તો વિરજા સાવ સાદા વસ્ત્રોમાં હતી. વન અને આશ્રમને નૈર્સગિક વાતાવરણે તેનું વધુ સુંદર બનાવી હતી. અવિનાશની ઝંખના પ્રબળ બની હતી. એમાં નાનકડા રૂપે ઉમેરેે કર્યો હતો. તે તેના પિતા વિશે જાણવા મથતો જ હતો, પ્રશ્નો પૂછીને વિરાજને મુંઝવતો જ હતો, એ સમયે અવિનાશનું આગમન થયુ ંહતું. વિરાજ લાચાર બનતી જતી હતી. આરતી પોતાની ઈચ્છાથી મુક્ત થઈ ગઈ હતી. એવું અર્ધસત્ય પણ તેમણે કહ્યુ ંહતું.

છેવટે- વિરાજે વિચારવા માટે થોડો સમય માગ્યો હતો. તે તો તાપાસ- કન્યા બનીને આશ્રમની સેવા કરતી હતી, રૂપને ઉછેરતી હતી, ભૂતકાળને અળગો કરવા મથી રહી હતી. વિરાજે અભયાનંદજીની સલાહ લીધી. તેમની સલાહ અનુસાર જ તે આરતીને મળવા આવી હતી. તેમણે પાટીમાં લખ્યું હતું.‘‘એ દેવી જેમ કહે એમ તું કરજે.’’ શુભા માસીને મળી પૂરી વાતો કરવાનો કશો અર્થ નહોતો. શુભા સાવ ક્ષીણ થઈ ગઈ હતી. વિરાજને થયું કે માત્ર શુભામાસીના કલ્યાણ ખાતર પણ તેણે અવિનાશની વાત સ્વીકારવી જોઈએ. માશીને પ્રેમ અને સારવાની તાતી જરૂર હતી. માસીએ આપેલાં બલિદાન સામે. આ તો સાવ તુચ્છ વાત હતી.

વિરાજ, આરતીને શોધતી શોધતી આવી. તેના હૈયાને નિરાંત થઈ ગઈ. ‘‘દીદી- હવે તમે જ માર્ગ દેખાડો. મન મારૂં આશ્રમમાં છે આ સંસાર કાંઈ મને વળગતો નથી. તમે આશરો આપો તો અહીં જ રહી જાઉં. તમારો સાથ પણ આશ્રમથી કમ નથી...’’

વિરજા યાચના કરતી રહી આરતી શો જવાબ આપે? તે ના પાડે તો વિરાજ, અટકી જવાની હતી. પણ એ કેટલો સમય?

રૂપમાં જાગેલી પિતાની તરસ કાંઈ બુઝાવાની નહોતી. અરે, કદાચ અત્યારે નહિ, પણ ભવિષ્યે - આ વિરાજને પણ પેલી ભૂખ જાગશે... આકર્ષણ સતાવશે... એ ક્યાં સુધી મને ખાળી શકશે? અને મારે હવે એ પુરુષ સાથે શો સંબંધ? તો પછી ભલેને ત્રણેય ત્રણે જીવ સુખી થતાં મારે વેર વાળીને શું મેળવવું છે? અપકાર પર ઉપકરા થાય એજ માણસાઈ.

‘‘વિરાજ, મારી વાત માનીશ -? તે ધીર ગંભીર અવાજે બોલી, તેનો રણકો જ એવો હતો કે વિરજા માની જાય.

‘‘વિરાજ તું એ વાતને સ્વીકારી લ ે.’’ આરતી બોલી. ‘આ દીદીની આજ્ઞા જ ગણજે.’’ તેણે કથન પુરુ કર્યું.

વિરાજ બે ક્ષણ જડ બની ઉભી રહી. પછી આરતીને વળગી પડી, તે રડી પડી.

લાગણીઓ વ્યક્ત કરવાનો આ પણ એક રસ્તો હતો. પાયલ સાક્ષી હતી, એ બનાવની. ‘‘સારુ થયું. આ રીતે તો વિરાજ આન્ટી સાતે હું રહી શકીશ. રૂપ સાથે રમી શકીશ... પપ્પા પણ ખુશ થઈ જશે. વળી આ માટે ખુદ મમ્મીએ જ સંમતિ આપી છે,એથી તેને પણ ગમ્યું જ હશે ને.’’ પાયલ ખુશ થઈ હતી. વિરાજના ગયા પછી તેણે આરતીને સાવ સહજતાથી કહ્યું હતું, મમ્મી સારૂં થયું.’’

આરતી માત્ર હસેલી.

‘‘અરે, એ બિચારી આમાં શું સમજે? તેની સમજ પ્રમાણે જ કહેને ...’’ તેેણે મન વાળી લીધુ ંહતું. બાકી તેનુ ંહૃદય ખાલી થઈ ગયું હતું.

‘‘ધીરે -ધીરે.. લૂંટાતી જાંઉ છું.- આ તો.’’ તે થાકી ગઈ. તૂટેલાં મનને મલમપટ્ટા કરતાં કરતાં થાકી ગઈ હતી.

રવિજીનો ફોન આવ્યો અને ફરી તેના શુષ્ક ચહેરા પર વસંત મહોરી ઉઠી. અભિનંદન, શુભાષિસ તો ખરાં જ, મીઠી મજાક સાથે પુસ્તક-વિમોચન માટે ની તારીખ, પાઠવી હતી. તેમના આગમન- ગમનની વિગતવાર માહિતી પણ ખરી. છેલ્લે-કેટલીક સૂચનાઓ અને પાયલ, તન્વી ને પ્રેમ ભરી યાદ.

આરતી કાર્ય માં લાગી ગઈ. વલ્લભભાઈએ આરતીની નાનામાં નાની ઈચ્છાને આકાર આપવાનું નક્કી કર્યુ હતું. આ અવસર હવે તેમને અવસર બની ગયો. પાયલ, તન્વી, ભદ્રા સૌ કોઈ પ્રવૃત્ત થઈ ગયા. નગરમાં આવી કશી ઘટના ઘટવાની છે એવી વાત વહેતી થઈ ગઈ.

આ સમાચારોની વચ્ચે, એક દિવસ અચાનક જ અવિનોસ સાવ સાદાઈથી વિરાજ સાતે લગ્ન કરી નાખ્યા. થોડો ખળભળાટ થયો ખરો, પણ મોટા સમાચારોની વચ્ચે એ બનાવ લગભગ ઢંકાઈ ગયો.

આરતીથી છૂટા પડ્યા પછી અવિનાસે કાંઈક અંશે પ્રતિષ્ઠા ગુમાવી હતી. આરતીદેવીથી પ્રભાવિત લોકોની સંખ્યાં કાંઈ ઓછી નહોતી જ. જો કે કેટલાકે આરતી પર કાદવ ઉછાળ્યો હતો. આ સમયે આ બનાવે તરખાટ મચાવ્યો હતો, પરંતુ આ લગ્ને ખાસ ચકચાર જગાવી નહોતી.

વિરાજે ‘ફોન’ પર આરતી સાથે વાત કરી હતી, આશિષ માંગ્યા હતા. આરતીને રૂદનનું એક ડુસકું પણ સંભળાયું હતું. ભદ્રા આરતીને આશ્વાસન આપવા દોડી આવી હતી, પરંતુ આરતી એ સ્વસ્થતા જાળવી રાખી હતી. બન્નેએ બીજા વિષયોની ચર્ચા કરી હતી. ભીતર ઉદાસી હતી, બહાર એ ઢંકવાની મથામણ હતી.

વિચ્છેદની વાત વિનાયક સુદી પહોંચી ગઈ હતી. એક રાત્રે તેઓ ફોન પર ચિંતા ભરી પૂછપરછ કરતાં હતાં. આરતી શો જવાભ આપે? હવે તો થે થોડી થોડી નઠોર પણ બની ગઈ હતી. કોમળતા તેણે સ્વજનો માટે અનામત રાખી હતી. આરતીએ બેફિકરાઈથી જવાબો વાળી દીધાં.

‘‘ભાઈ, મને રજ માત્ર પણ દુઃખ નથી. હું તો સુખી થી ગઈ છું... ભાઈ, નો પ્રોબલ્મ. હું હવે તમારી જુની આરતી નથી રહી. સંજોગોએ મને નવો અવતાર આપ્યો છે...જરૂર લાગશે તો- ભાઈ ત્યાં આવી જઈશ. તમારા સિવાય મારૂં છે પણ કોણ? પાયલ- મજામાં મારી સાતે જછે... મેજર થાય ત્યાં સુધી.. પછી તેની ઈચ્છા- મુજબ... પણ એ તો મારી છે, મારી સાથે જ રહેશે પાયલના સહારે જ જીવનનાં મઝા આવે છે.’’ આ પછી આરતીએ તેના પુસ્તક અને તેના વિમોચનના પ્રસંગ વિશે, રવિજી વિશે, વિગતવાર વાત કરી હતી. પાયલે પણ મામાને કહ્યું હતું, ‘‘મામા... મમ્મીની ચિંતા ન કરશો.. હું છું ને.. હું કાંઈ નાની નથી- ખાસ્સી....’’

આરતી પોરસાણી, જ્યારે વિનાયકે સંતોષ સાથે વાત કરી. વિનાયકને જરૂર ખેદ થયો હશે કે જે યુવાનને તેમણે તર પૂરી પાડી, સિદ્ધિના શિખર પર બેસાડ્યો, એ જ અવિનાશે- તેની શ્રદ્ધાને ચૂર ચૂર કરી નાખી.

આરતી તૈયારીઓમાં પડી હતી. પાયલ અને તન્વી પણ નૃત્યો કરવાના હતા.‘ઝંકાર’ ની અન્ય શિષ્યાઓ પણ નૃત્યો તૈયાર કરી રહી હતી, ઝંકાર અને આરતીનું નિવાસસ્તાન નૃત્ય પ્રવૃત્તિઓથી ધમધમતાં હતાં.

વલ્લભભાઈને ે તો ધણો ભાર હતો. અનેક માનવંતા અતિથિઓને યોગ્ય ઉતારા આપવાના હતા. સભામંચની વ્યવસ્થાને આખરી ઓપ આપવાનો ઙતો. આમંત્રણો આપવાના હતા. વિશ્વાસ પાત્ર અને શક્તિશાળી કાર્યકરરોની આખી ટુકડી કામે લગાડી હતી.

‘‘અરે, પાયલના, લગ્ન હોય એટલી ધમાલ છે.’’ ભદ્રા બોલી ઉઠતી. સ્વાભાવિક રીતે આરતીને પાયલને લગ્નની કલ્પના કરવી નહોતી ગમતી. ે તો સૌથી કપરો પ્રસંગ હશે. તે વિચારતી જીવનમાં પછી કશું શેષ રહેશે જ નહિ.

આવી ધમાલ વચ્ચે પણ પાયલ- મમ્મીથી છાની રીતે વિરાજ પાસે પહોંચી ગઈ હતી. વિરાજ અને રૂપનું આકર્ષણ કાંઈ ઓછું નહોતું. ફોન પર પણ ક્યારેક માતા નહોય ત્યારે વિરાજ સાથે વાત કરી લેેતી હતી. તેને એટલી તો ખબર હતી કે કૃત્યથી મમ્મીને દુઃખ થશે.

‘વિરાજ- આન્ટી...’’ પાયલ વિરાજને વળગી પડી. વિરાજે પણ હેત કરવામાં કરસ રાખી નહોતી.

‘આવ -બેટા- તને ખૂબ યાદ કરુ છું.- દીદી ને કેમ છે?’’ વિરાજે આરતીને લાગણીથી યાદ કહી હતી.

બન્નેેે ખૂબખૂબ વાતો કરી હતી. રૂપ સાથે તે રમતો રમી. તેણે ગણિતના દાખલા શીખવાડ્યાં. ખૂબ મજા કરી.

અવિનાશની હાજરી ન હોતી. વિરાજે બંગાલની ગોઠવણોમાં અનેક પરિવર્તનો આણ્યા હતા. પૂજા કક્ષ તો યથાવત જ રાખ્યો હતો. એક ફેરફાર કર્યો હતો. ભગવાની મૂર્તિની પાસે જ આરતીની એક સરસ છબી પણ ગોઠવી હતી.

‘‘દીદી તો પૂજા કરવા લાયક વ્યક્તિ છે.’’ તેણે પાયલને કહ્યું હતું. પાયલના મનમાં વિરાજનું સ્થાન ખૂબજ ઊંચું થયુ ંહતું. કાંક વિચાર કરીને તેબોલી હતી, ‘‘આન્ટી, હવે થી હું તમને મમ્મી કહીશ. ગમશેેને તમને? જવાબ વિરાજે તેને પ્રેમથી તરબોળ કરી દીધી હતી.

પાયલ રાજીના રેડ થઈ ગઈ. તે પરત આવી ત્યારે આરતી તો કામમાં મશગુલ હતી. પાયલને રાહત થઈ હતી. આ પછી તો આ ક્મર ચાલુ રહ્યો હતો.

ક્યારેક અવિનાશ પણ મળી જતા હતાં. પાયલનો અણગમો તો જતો રહ્યો હતો. પાયલ તેની જાતને ભાગ્યશાળી માનતી હીત. તે સૌનો પ્રેમ પામતી હતી, આરતીનો, વિરાજનો અને પપ્પાનો. બે મમ્મી અને એક પપ્પા, અને રૂપ તો ખરો જ. આરતી એટલી બધી કાર્યરત હતી કે રાત્રે તે થાકી જતી. લોથપોથ થઈને પાયલના પડખામાં સૂઈ જતી.વળી ફરી વહેલી સવારથી જ કામમાં પડી જતી. પ્રેમતી સંવાદ કરવા જેટલી નવરાશ ક્યાં હતી?

પ્રતિક્ષા કરતા હતા એ અવસર આવી પહોંચ્યો તૈયારી ઓમાં કશી ખામી ન રહી જાય એ ચિતાં સતાવવા લાગી. ખાસ કરીને આરતીને. તે ચિંતામાં દૂબળી પડી ગઈ હતી. વલ્લભભાઈએ ધરપત આપી હતી, ‘‘ભાભી, જરા પણ ચિંતા ન રાખશો... આ મારો વહીવટ છે. બધુ સંપૂર્ણ જ થશે-ધાર્યુ હશે એથી સારૂં થશે.’’

ખરેખર એમ જ થયું. આરતીની આંખો આનંદથી ભીની થઈ ગઈ. આ શહેરમાં આવો અવસર ક્યારેય થયો જ નહોતો. જીલ્લાના સમાહર્તા સાહેબ જ મુખ્ય મહેમાન હતા. નામાંકિત વ્યક્તિ હજાર હતી. પત્રકારો હાજર હતા. આખો મંડપ માનવ મહેરામણથી ભર્યો હતો.

રવિજી અને મહાશ્વેતા આખા અવસરના મુખ્ય આકર્ષણ હતા. આરતીએ સૌમ્ય વસ્ત્રો ધારણ ર્ક્યા હતા. તેનો આનંદ ભર્યો ચ્હેરો જ એક આભુષણ હતો.

વલ્લભભાઈએ અવિનાશને પણ આમંત્રણ પાઠવ્યુ ંહતું. તેમને ગળા સુધીની ખાત્રી હતી કે તે નહિ આવે. આરતી ઈચ્છતી હતી કે આવિનાશ ન આવે. વિરાજ અને રૂપ આગલી હરોળળમાં ગોઠવાયેલા ંહતાં.

ઉદ્દઘોષણાનું કાર્ય એક પ્રોફેસર સંભાળી રહ્યા હતા. જેઓ નૃત્ય વિશે પણ જાણકાર હતા. રવિજીએ આરતીનું પુસ્તક ‘ઘુંધરુ’નું વિમોચન કર્યું. તાળીઓના ગડગડાટથી વાતાવરણ ધમધમી ઉઠ્યું. ‘ઝંકાર’ની બાળાઓ એ પુષ્પવૃષ્ટિ કરી.

આરતીદેવીનો જયજયકાર ગુંજી ઉઠ્યો. આરતીએ નોંધ્યુ કે વિરાજ ઉમંગભેર જયઘોષ કરી રહી હતી. નાનકડો રૂપ પણ માનાનું અનુસરણ કરી રહ્યો હતો. આરતી ભાવવિભોર બની ગઈ. અનેક પ્રવચનો થયા. આરતીદેવીને બિરદાવવામાં આવ્યા. નગરનું રત્ન ગણવામાં આવ્યા. કોઈએ વિનાયકભાઈની સંસ્કાર પ્રિયતાને યાદ કરી. ક્યાંય અવિનાશનો ઉલ્લેખ ન થયો.

રવિજીનું સંભાષણ અત્યંત સફળ રહ્યું. અંગ્રેજીની છાંટવાળી ગુજરાતી ભાષામાં તેમણે આરતીની પુસ્તકની વિશદ છણાવટ કરી, તેની ખૂબીઓ સ્પષ્ટ રીતે રજુ કરી. નૃત્ય વિશે, સાધના વિશે અને આરતી વિશે પ્રશંસના પુષ્પો વેર્યા.

તેમણે એમ પણ કહ્યું,‘‘ તમે - આનગરની પુત્રીની કદર કરવામાં ખૂબ વિલંભ કર્યો છે. બેટર લેઈટ ધેન નેવર. આરતીનું નામ નૃત્યના ક્ષેત્રમાં તેજસ્વી તારક જેમ જ ઝળહળી ઉઠશે. તેનું એટલું તપ છે. ઊંડાણ છે. આવી પુત્રી માટે તમે, નગરજનો જરૂર ગૌરવ લઈ શકો છે. કોઈ કાર્ય ને મૂલવા માટે, મારા માપદંડો સ્હેલા નથી હોતા. આરતી મારી પરીક્ષામાં ઉતીર્ણ થઈ છે. મમારા તને શતશત આશિષો છે. પ્રભુની કૃપાએ છોકરી પર વર્ષે.’’

મંદની મંત્રમુગ્ધ નબી ગઈ. એ ઋષિ જેવી વ્યક્તિએ સૌએ આદર સાથે સાંભળી, તાળીો ગડગડાટ અને હર્ષનાદોથી નવાજી. કેટલાકને આરતીની મહાન ભૂમિકા વિશે પ્રથમવાર જ જ્ઞાન થયું.

આરતીએ આદરપૂર્વક ભક્તિભાવથી રવિજીની ચરણ રજ લીધી. મહાશ્વેેેતાજીને પણ પ્રણામ કર્યા. હર્ષાશ્રુથી રવિજીના ચરણ ભીના થઈ ગયા.

માઈક હાથમા ંલેતી વખતે આરતી ગળગળી થઈ ગઈ. તેને લાગ્યું કે તે કશું બોલી જ નહિ શકે. હૈયું કઠમ કરીને તેણે ટૂંકુ ભાષણ કર્યું. સૌને પ્રેમપૂર્વક યાદ કર્યા, પાયલ, તન્વી, ઝંકાર સંસ્થા, વિનાયકભાઈ, ભદ્રા અને વલ્લભભાઈ. રવિજી પ્રત્યે આભાર ની લાગણી વ્યકત કરી. નગજજનોને પણ બિરદાવ્યા.

‘‘નૃત્ય મારો પ્રાણ છે. ઘુંઘરું જે મેં ચરણે બાંધ્યા છે. એ જ મારો જીવન છે.

ઘુંઘરું નો ઝણકકાર બંધ થશે ત્યારે મારા શ્વાસની દોરી પણ ખેંચાઈ જશે....’’ ઊંચા ભાવો અને સંવેદનો વ્યક્ત કરતાં આરતીએ વકતવ્ય પૂર્ણ કર્યું. તે રડી પડી. મહાશ્વેતાજીએ તેને છાતી સરસી લીધી. શાંત કરી.

એ પછી નૃત્યોની વિવિધ રચનાઓ પેશકરવામાં આવી. પોતાના કારોબારમાં જ રચ્યાપચ્યાં નગરજનો માટે તો આ કે નજરાણું હતું. એક પછી એક, એક એકથી ચઢિયાતી રચનાઓ રંગમંચ પર સાકાર થી.

અદ્દભૂત દૃશ્યોને સૌ મુગ્ધ બનીને માણી રહ્યા, દાદ આપતા રહ્યાં. સંગીતની સુરાવલીઓ, પ્રકાશની ગોઠવણો, ઉદ્‌ભોધકનું મધુર છતાં સરળ સંભાષણ -અનોખી અસર ઉભી કરતા હતા.

સૌ મંત્રમુગ્ધ હતા. રવિજી મંદ મંદ હસતા હતા.

આગલી હરોળમાં બેઠેલી વિરજા ખુશ ખુશ હતી. તે ભાવ વિભોર બનીને આરતી પાસે આવી હતી. તેને ભેટી પડી હતી.

પાયલ અને તન્વીનું નૃત્ય અદભૂત હતું. સૌએ આરતીદેવીની પુત્રીને ઓળખી. કોઈ બોલી ઉઠ્યું,‘મોરના ઈંડા કાંઈ ચિરતવા ન પડે !’

રવિજી પણ પ્રસન્ન થયા હતા. તેમણે પત્નીને કહ્યું હતું. ‘‘આપણી આ મુલાકાત સફળ નીવડી છે. હું પ્રસન્ન છું. આવાં અવસરો ભાગ્યો જ જોવા મળે છે.’’

પત્રકારોએ રવિજીના આ કથનની નોંધ લીધી.

પાયલની નજર માનવ મેદની પર મંડાયેલી હતી. તે અવિનાશને, તેના પપ્પાને ખોળતી હતી. અવિનાશે તેના નૃત્ય સમયે હાજર રહેવનું વચન આપ્યું હતું. તેનું નૃત્ય તો પુરૂ થયુ ંહતું. આ નાનકડી કલાકારને સૌઓ આવકારી હતી, પ્રશંસા હતી, પણ તે નિરાશ થઈ હતી.

વેશભુષા બદલીને તે પ્રથમ માતા પાસે આવી. પછી માતાની સૂચના અનુસાર રવિજી અને મહાશ્વેતાજીને પ્રણમી હતી. પછી તરત જ વિરાજ અને રૂપ પાસે દોડી ગઈ હતી.

આરતી કાંઈ બેધ્યાન નહોતી જ.

બધું જ આટોપાઈ ગયું. રવિજી અને મહાશ્વેતાજી રાત્રીની ફલાઈટમાં મુંબઈ જવા રવાના થયા. આરતીદેવી સાથે પત્રકારોની ગોષ્ઠિનો કાર્યક્રમ પણ મધરાતે સંપન્ન થયો. આરતીદેવી ના વ્યક્તિત્વની સુંદર છાપ પડી. તેમની સૌમ્યતા પ્રભાવશાળી રહી. નૃત્ય ક્ષેત્રનું તેમનું પ્રદાન સૌને અસર કરી ગયું. નગરજનો પણ થોડા છોભીલાં પડી ગયા. આવાં રત્નને તેઓ ઓળખી શક્યા નહિ.

અવિનાશે સાતેના વિચ્છેદની વાત પણ અમુક વર્તુળોમાં ચર્ચાવા લાગી.

સ્વાભાવિક રીતે સહાનુભૂતિ આરતીના પક્ષે હતી.

‘‘અરે- આ કળાહૃદયને એક ઉદ્યોગપતિ કેવી રીતે સમજી શકે? આવું કજોડું ક્યાંથી નભી શકે?

વલ્લભભાઈના આનંદનો પાર નહોતો. એક મોટી જવાબદારી માંથી મુક્ત થયા હતા. છેલ્લા કેટલાં દિવસોના પરિશ્રમનું આ પરિણામ હતું. ભદ્રા પણ પતિ અને આરતી વચ્ચે વહેચાયેલી હતી.

આરતીએ વલ્લભભાઈને પણ પ્રણામ કર્યા હતા. ‘‘તમે જ મારા વિનાયકભાઈના સ્થાને છો. તેની આંખો ભીની થઈ હતી.

આરતી રવિજી સાથે બેઠી હતી ત્યારે વિજાર આવી હતી. ‘‘દીદી... પાયલને સાથે લઈ જાઉં છું...ચિંતા ન રાખશો... તમારે અનેક કામો આટોપવાના હશે.’’ આરતીએ મૂક સંમતી આપી હતી. એક ્‌વ્હાલભરી ટપલી રૂપના ગામ પર મારી હતી.

અનેક પ્રસંગોની હારમાળામાં આ બનાવ તો ભૂલાઈ પણ ગયો હતો. તન્ની આરતીની સાથે જ હતી, પડછાયની માફક. તન્વીના માતાપિતાને પણ સંતોષ થયો હતો કે પુત્રી જે વ્યક્તિની છત્રછાયામાં છે, એ સ્ત્રી કેટલી મહાન હતી.

લગભગ પરોઢે, આરતી, તન્વી સાથે તેના નિવાસસ્થાને આવી. તેને પાયલની યાદ આવી. પુત્રીને હજું પણે પુરુ પ્રશંસી પણ નહોતી. ખરેખર, પાયલે સુંદર પ્રદર્શન કર્યુ હતું. આરતી માટે પરમ સૌભાગ્યની ઘડી હતી. તેણે ઈશ્વરનો આભાર માન્યો હતો. એક પુત્રી આપીને એણે મને ન્યાલ કરી દીધી હતી.

થાક લાગ્યો હતો, શરીર તૂટતું હતું. મન આનંદથી તરબોળ હતું. તન્વી તરત જ સૂઈ ગઈ. તે પણ થાકી હતી. આરતીએ શરીને પલંગમાં નાખ્યું. અતિ આનંદમાં હોવાથી નિંદ્રા નજૂક ઢૂંકતી નહોતી પાયલને ચિંતા પણ થતી હતી. ‘‘વિરાજ છે ને? બરાબર સાચવશે...’’

તેમ છતાં પણ તેને થતું હતું કે પાયલ આ સમેય તેની સમીપ હોત તો કેવું સારુ? તે તેને હૈયા સરસ ીલેત... તેનું ચુંબનો થી નવરાવી દેત... તેના પર આંસુનો અભિષેક કરત. બે ચાર હેતાળ સ્પર્શ કરી શકત.’’

મન તેને ઠપકો આપવા લાગ્યું કે તેણે વિરાજને પાયલને સાથે લઈ જવાની સંમતી જ શા માટે આપી આરતીને વ્યતા ઘેરવા લાગી.

થાક, કળતર હોવા છતાં વ્યથા એ તેનું કામ કર્યુ. તે આંખો મીંચીને પડી રહી પણ નિંદ્રાવશ ના થઈ શકી. એક ક્ષણે આનંદના વિચારો આવતા હતા, બીજી ક્ષણે પુત્રી યાદ આવતી હતી. આ પળે તો માતા પુત્રીનું જ સાનિધ્ય ઝંખે.

પુત્રી અત્યારે વિરાજની પાસે હશે.. નારેના- વિરજા તો ત્યાં ક્યાંથી હોય? એ તો... મન ભોંઠપ અનુભવવા લાગ્યું. પુત્રી એકલી જ હશે. જો કે તે હવે ક્યાં અજાણી હતી? તે ં‘ઝાંઝર’મા ંઅનેક વખત જી આવી હતી. પાયલ પરિચિત જ હતી.પાયલ તૈયાર હશે પછી જ વિરાજ સંમતિ માગવાં આવી હશે ને ! પાયલને રૂપની માયા લાગી હતી. અરે, તેતો વિરાજની પણ ઓળખીતી થઈ હતી. અને અવિનાશ...? અવિનાશની માયા તો છે જ. આ વ્યવસ્તામાં પોતે ચોરસનો એક ખૂણો જ હતી.

આરતી પરસેવે રેઝઝેબ થઈ ગઈ. પરોડની શીતળતા પણતેને અસર કરી ના શકી. કોઈએ જાહેરમા ંતેના આવરણો હરી લીધાં હોય એવી અનુભૂતિ થવાં લાગી. તે લજ્જા અનુભવવા લાગી. આમ ને આમ- તે જોતી જ રહી જશે. અને ચોરસ નો એક કોણ ઓગળી જશે તો? ભયનું આછું કંપન તેના દેહમાં ફરી વળ્યું.

‘‘જો આવું થશે તો- હું ક્યાંયની નહિ રહું. શેષ કશું નહિ રહે પાયલ - તું તો મારૂં સર્વસ્વ છે, મારૂં અસ્તિત્વ છે.મારા રણકતા ઘુંઘરુઓની શક્તિ છે. મારા શ્વાસોશ્વાસ છે. તું ના જતી પાયલ... ’’ આરતી લવારી કરવા લાગી, પણ કોઈ સાંભળવા વાળું નહોતું. તન્વી તો ભર નિંદ્રામા ંહતી.

આરતી આંખો બંધ પણકરી શકતી નહોતી. ખુલ્લી પણ રાખી શકતી નહોતી. છાતીના ધબકારીન ીગતિ વધી ગઈ હતી. આકાશ તેજ છલકાવી રહ્યું હતું. વરસાદના દિવસોએ વિદાય લીધી હતી.

આરતીએ પાસેની બારી ખુલ્લી કરી. વૃક્ષોની ઘટા વિંધતો પવવ આખા ખંડમાં ફરી વળ્યો. વિહંગોના કલકલ સ્વરોથી વાતાવરણ ગુંજતું હતું. આરતીના મનને રાહત થઈ.

‘‘અરે, આવું ભયાનક બનશે- એમ હું કેમ વિચારવા લાગી?’’ તેણે જાતને પૂછ્યું વિરાજ કાંઈ ેએવું કરે? અરે, પાયલને મારા પર કેટલી મમતા છે !’’

હવે નિંદ્રા આવે તેમ નહોતી અને જરૂર પણ નહોતી. તે ધીમે ધીમે પ્રાતઃ કાર્યોમાં પરોવાઈ સ્નાન પછી- ઈશ્વર -પ્રાર્થનામો નિયત ક્રમ હતો. અહીં પણ પૂજા- કક્ષ બનાવ્યો હતો.

ફોનની ઘંટડી વાગી આરતીએ રીસીવર હાથમાં લીધું.‘‘ મમ્મી હું પાયલ...

મને ખ્યાલ હતો કે તું જાગતી જ હોઈશ.’’ પાયલનું વાક્ય આરતીને ગમ્યું, તે પણ મારી જ ચિતા ંકરતી હશે. હું તેને જાણું ને. મારૂ જ રક્ત, મારા જ સંસ્કાર, તેને પણ મારા વિના ગમ્યું નહિ હોય.

‘‘હા- બેટા-’’ આરતી અધીરાઈથી બોલી,‘‘ તું કેમ છે, બેટા?’’ સામે છેડે પાયલ મુંઝવણમાં હોય તેમ લાગતુ ંહતું. કશું કહેવા માટે- તે શબ્દો ખોળી રહી હોય તેમ લાગ્યું.

‘બોલ ને બેટા, શું કહેવું છે, તારે?’’ પાયલ ખચકાવી હોય એમ લાગ્યું.

‘‘બોલ , બેટા...’’ આરતી એ ફરી કહ્યું તેને પણ લાગ્યું કે પાયલલ કાંઈક કહેવા માગે છે પણ કહી શકતી નહોતી.

‘‘ મમ્મી.. મારૂં ભલું થતુ હોય એ તમે ગમે ને? પાયલ બોલી, ‘‘હા- બેટા...’’

‘‘ મમ્મી -તારાથી અળગું થવું પડે તેમ છે. એથી મન મુંઝાય છે.’’

‘‘બોલ- બેેટા ગભરાયા વિના બોલ...’ આરતીના અવાજ ધ્રુજ્યો

‘‘ મને પપ્પા પંચગીની ની સ્કુલમાં અભ્યાસ કરવા મોકલે છે.મારા વિકાસ માટે... મમ્મી.’’ પાયલના અવાજમાં ઉત્સાહ હતો. આરતીના હાથમાં નું રીસીવર ધ્રુજ્યું.

‘‘મમ્મી... હું ખૂબ હોશિયાર થીને પાછી તારી પાસે આવીશ ત્યારે- તું મને ઓળખી પણ નહિ શકે. નવી પાયલ બની જઈશ. ખાસ છોકરીઓ માટે ની સ્કુલ છે. સારૂં શિક્ષણ મળે છે ત્યાં. સર્વાગી વિકાશ થસે મમ્મી મને ખૂબ હોંશ છે.

‘‘મમ્મી, તું રજા આપીશ? પપ્પાએ મને પહેલા વાત કરેલી. રાત્રે આવ્યા પછી તેની જ ચર્ચા થઈ છે.’’

પાયલના અવાજમાં આજીજી હતી, સમજાવટ હતી. વિનવણી હતી. તે તો મનની તૈયારી હતી . તે તો મનની તૈયાર થઈ ને બેઠી હતી.

આ વિચાર તો ક્યારનોય વવાઈ ગયો હતો. હવે તો કુંપળો ફૂટી હતી. આવું કશું ક્યારેક બનશે ેવી ભીતિ તો થઈ ગઈ હતી. પણ આ આટલું નજીક આવી જશે- એતો આરતીને ખ્યાલ નહોતો જ.

‘‘બેટા- પાયલ - મને તો કશું સમજાતું નથી.’’ આરતીએ આપવા ખાતર જવાબ વાળ્યો. હકીકકતમાં શું કહેવું, એ જ તેને સમજાતું નહોતું.

‘‘મમ્મી.. મને લાગતું હતું કે તને નહિ જ ગમે. મને બહું જ હોંશ હતી. આ નગર કેટલું નનું પડે છે. આગળ વધવા માટે? મમ્મી -તારી કદર પણ અહીં ક્યાં થઈ હતી?

મુંબઈવાળા રવિજીએ હાથ ઝાલ્યો પછી જ સૌ સમજ્યાં હતા. મમ્મી.. પપ્પો બધી જ વ્યવસ્થા કરી છે. માત્ર....’’ પાયલ વાત કરી રહી હતી, તેની પાયલ, તેનું રક્ત, તેના સંસ્કાર...

પાયલ અને તેના ભાવિ વચ્ચે તે જ દીવાલ બની ઊભી હતી. માત્ર તેજ ! પાયલના ભવિષ્યને રોકનાર કે કોણ? અવિનાશ ચાહે તો આ મુદ્દો કોર્ટમા ંપણ ઉઠાવી શકે. પાયલ પણ સંમત હતી.

‘‘બેટા- પાયલ -મારી તને સંમત્તિ છે. ખૂબ ખાકી ગઈ હતીને, એટલે તારી વાત બરાબર સમજાતી નહોતી.

‘‘ઓહ! થેક્યુ મમ્મી...’’કહેતી પાયલ રીસીવર મૂકને ક્યાંક દોડી ગઈ. કોઈને ખુશખભર કહેવા, કદાચ અવિનાશને જ. આરતીએ ક્યાંય સુધી રીસીવર હાથમાં પકડી રાખ્યું, હાથ કંપી રહ્યા હતા છતાં પણ.

આરતીને લાગ્યું કે તેનો એક માત્ર આધાર પણ ઝૂંટવાઈ રહ્યો હતો. જેની હૂંફ તે ઝંખતી હતી, એ તો દૂર દૂર જવાનું વિચારી રહી હતી. પોતે જ સંમતિ આપી હતી, ફોન પર ! બીજો વિકલ્પ પણ બચ્યો નહોતો શું વિરાજે પણ તેની લાગણીની પરવા ન કરી? અવિનાશ તરફથી એવી આશા રાખી શકાય જ નહિ.

આરતીએ રીસીવર ક્રેડલ પર મૂક્યું. તેનું મસ્તક ભમી રહ્યું હતું.

‘અરે, હું તે કેવી વેંતા વિની કે બધું જ ગુમાવી બેઠી? ક્રમશઃ કેબ્રે ડાન્સર જેમ ક્રમસર વસ્ત્રો..., અવિનાશ, વિરાજ અને હવે પાયલ....’ તે પુનઃ પલંગ પર પડી, અસ્તવ્યસ્ત ચાદરની માફક જ.

તન્વી સૂતી હતી. બિચારી ખૂબ થાકી હતી. પૂરાં વસ્ત્રો પણ બદલાવ્યા નહોતા. આરતી પર અપ્રતિમ લાગણી ધરાવતી હતી. પૂજ્ય ભાવ જેવી જ.

‘‘અરે, તન્વી... આટલાં ગયાં - હવે એમાંતારી શી વિસાત? તું તો પરાયી જ છે. પડછાયા બનીને રહે છે. પણ કેટલા દિવસ? તને પણ પાંખો આવશે અને ઝપ દઈને ઉડી જઈશ... મને દમયંતી જેવો જ શાપ લાગે છે... તેને તો વરદાર હતું... હાથમાં મૃત મચ્છો આવતા અને સજીવન થઈ જતા હતા... જ્યારે મારે તો સાવ વિપરીત....!’’ આરતી ફિક્કું હસી.

પાયલ હરખભેર, શ્વાસભેર આવશે... આવજો કરવા, મને આશ્વાસન આપશે...

મમ્મી... તન્વી છે ને? તારૂં ધ્યાન રાખશે... વિરાજ આંટી, ભદ્રા આંટી... મમ્મી, મારે આગળ વધવું છે. કુવાના દેડકાં જેવું જીવન જીવવું નથી... પપ્પાએ બધી જ વ્યવસ્થા કરી છે... મારી જરા પણ ચિંતા ન રાખતી... અને ચાલી જશે, પત્ર લખવાનું વચન આપશે... પણ હવે એવાં ઠુંઠાના આધારે કેમ જીવી શકું? મારો ભર્યો ભાદર્યો વડલો મૂકીને...?

આરતી એકાએક ઊભી થઈ. પૂજા કક્ષમાં જઈ મૂર્તિને પ્રણામ કર્યા. નૃત્ય ખંડમાં આવી. બધા સાજો અસ્ત વ્યસ્ત પડ્યા હતા.

આરતીએ વસ્ત્રોને વ્યવસ્થિત કર્યા. સાડીના છેડાને કેડમાં ખોસ્યો. ઘુંઘરું જોડને હૈયેથી વળગાડી અને પછી શાંતિથી ચરણમાં ધારણ કર્યા આયના સામે જઈને નિજ

બિંબને નીરખી લીધું, નટરાજના શિલ્પને ભાવપૂર્વક વંદન કર્યા.

અને પછી આરતી નર્તન કરવા લાગી. પગ, હાથ ગતિમાં આવ્યા. ચ્હેરા પર કરૂણાના ભાવ વિખરાવા લાગ્યા. સાજ વગર... તે નૃત્ય કરવા લાગી.

ઠંડી ફરસ પર તેના પગ ઉછળવા લાગ્યા. હસ્તો-વાતાવરણમાં સરકવા લાગ્યા. આરતીનું રૂપ જ બદલાઈ ગયું. ઘુંઘરુંનો ઝન ઝન ઝન સ્વર-ગુંજવા લાગ્યો. સમય સરકતો જતો હતો.

આરતીની નૃત્યની ગતિ પ્રતિ પળ વધી રહી હતી. એક ક્ષીણ શરીરમાં આટલી શક્તિ ક્યાંથી આવતી હતી એ પણ એક કોયડો હતો. તેને રોકવાવાળું કોઈ નહોતું. તે સતત નાચી રહી હતી. અંગ ભંગી કરી રહી હતી, તાંડવ મુદ્રા કરી રહી હતી. મુખ લાલ ચોળ બની જતુ ંહતું. વળી ક્યારેક સૌમ્ય બની જતી હતી. ગતિમાં કોમળતા આવી જતી હતી. ક્યારેક હાસ્ય, ક્યારેક ડરામણું હાસ્ય, અટ્ટહાસ્ય, ક્યારેક-અસીમ શાંતિ...

ચ્હેરા પરથી નીતરતા પ્રસ્વેદને હાથની હથેળીથી દૂર પણ કરતી જતી હતી, વસ્ત્રોને સંવારતી જતી હતી, મન સિવાય બધું જ તેના કાબૂમાં હતું, એમ લાગતું હતું.

ઘુંઘરુંઓ ખનકી રહ્યા હતા. ફરસ પર પગના પદ ધ્વનિ ફેલાતા જતા હતા. તે અવિરત-અથાક નૃત્ય કરી રહી હતી.

અચાનક તેનો ચ્હેરો ખેંચાયો... પગ ડગમગ્યા, બંને હાથ વામ કક્ષ પર ભિંસાયા, એક ચીસ સાથે... આરતી લથડી... ફરસ પર ઢળી પડી, છાતીમાં કશું થતું હતું - ડાબી બાજુ.

તન્વી જાગી... દોડી આવી, આંખો ચોળતી દોડી આવી. આરતી મેડમ ઢળી પડ્યા હતા.

તન્વીથી ચીસ પડાઈ ગઈ. તન્વી માટે આવો બીજો પ્રસંગ હતો. સૌ દોડી આવ્યા ત્યારે આરતીનું મસ્તક તન્વીના ખોળામાં હતું. પગમાંના ઘુંઘરું હજુ પણ ખનકતા હતા.

દવાખાને પહોંચ્યા ત્યાં સુધી આરતીનો શ્વાસ ચાલતો હતો. તેણે આંખો પણ ઉગાડી હતી, પણ એ તો છેલ્લો ખેલ હતો.

પાયલ, વિરાજ, ભદ્રા, વલ્લભભાઈ આવ્યા ત્યારે છેલ્લો શ્વાસ મૂકાઈ ગયો હતો.

આરતીના પગમાં બંધાયેલા ઘુંઘરું રણકતાં બધ થયા હતા. આ પણ નૃત્યનો એક પ્રકાર જ હશે ને?

નીરવ નૃત્ય !!

મો.નં.૯૮રપપ ૧૦ર૭૪

મયુરભાઈ હસમુખભાઈ ત્રિવેદી

૬૪, ઔડાના મકાન, અંજન્ટા ઈલોરાની સામે, થલતેજ, અમદાવાદ.

શ્રીમાન, ...........................................................................................................................

અમદાવાદ. તારીખ : / ર૦૧પ

અ.નં.કામની વિગતપેજનો ભાવરૂા.કુલપેજરૂા. પૈસા

૧ઘંઘરુ ગીરીશ ભટ્ટ૧૮૧૮૧

કુલરૂપિયા૩૨૫૮-૦૦

૩૨૫૮-૦૦

અંકે રૂપિયા ત્રણ હજાર બસો અઠાવન પુરા.

મયુર એચ. ત્રિવેદી

* ગિરીશ ભટ્ટ *

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED