રળિયામણું ગામડું Vijita Panchal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

શ્રેણી
શેયર કરો

રળિયામણું ગામડું

મંદિરમાં પૂજા પતાવી માનસી બહાર ઓટલા પર બેઠી બેઠી કંઇક વિચારી રહી હતી. ઉગતા સૂરજની રોશની આજે એની આંખમાં તીરની જેમ વાગતી હતી. પક્ષીઓનો કલરવ અને નદીનો ખળખળ અવાજ પણ જાણે એને ઘોંઘાટ લાગી રહ્યો હતો ને અચાનક એનાં ફોનની રીંગ લાવી ને માનસી ઝબકી ગઈ. ફોનમાં વાત કર્યા પછી એણે મનમાં નક્કી કર્યું કે આજે તો એણે ગમે તે નિર્ણય લેવો જ પડશે.માનસીએ સીધો ચિંતનને ફોન કર્યો ને કહ્યું,"ચિંતન બસ હવે બહુ થયું, આજે આપણે મળીને નક્કી કરી લઈએ કે શહેરમાં ઘર લેવું છે કે નહિ, મને હમણાં જ બિલ્ડરનો ફોન આવ્યો કે આજે પેમેન્ટ આપવાનો લાસ્ટ દિવસ છે. પ્લીઝ, તું સમજ મને આ ગામડામાં હવે શ્વાસ લેવો પણ મુસીબત થઈ ગયો છે." ચિંતને કંઈ જ બોલ્યા વગર ફોન મૂકી દીધો.
ચિંતન અને માનસી આજથી બે વર્ષ પહેલાં એક પ્રસંગમાં મળ્યાં હતાં ને બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. સમય જતાં બંનેના લગ્ન પણ થયાં ને સુખી સંસારની શરૂઆત થઈ. ચિંતન નાનપણથી ગામડામાં ઉછર્યો હતો, એની સવાર રોજ સૂરજના કિરણોથી અને સામે આવેલા મંદિરના ઘંટનાદથી થતી હતી.માનસી જ્યારે એને મળવા આવતી ત્યારે બંને મંદિરના ઓટલા પર બેસી ઘણીબધી વાતો કરતાં, નદીકિનારે બેસીને એકબીજાનો હાથ પકડીને માનસી ચિંતનને કહેતી,"ચિંતન, આ કુદરતી સૌંદર્યમાં કેટલી માનસિક શાંતિ છે,પક્ષીઓનો કલરવ મનને એક અલગ દિશામાં ઉડવાની તાકાત આપે છે. નદીનો ખળખળ અવાજ જાણે આપણા પ્રેમની સાક્ષી પુરે છે. સૂરજની રોશની આપણી આંખોમાં એકબીજાની છબી ઉતારતી હોય એમ લાગે છે." માનસી શહેરમાં ઉછરેલી હતી એટલે એને અહીં ખૂબ શાંતિ લાગતી હતી. આમ ને આમ લગ્નનાં બે વર્ષ થઈ ગયાં. બધું બરાબર ચાલતું હતું ને સમય જતાં માનસીને હવે આ ગામડામાં અકળામણનો અનુભવ થવા લાગ્યો. માનસી પોતાના પગ પર ઊભા રહીને આગળ જવા માગતી હતી ને એ સપનું અહીં રહીને પૂરું થાય એમ નહોતું. એણે ચિંતનને વાત કરી તો ચિંતને કહ્યું," જો માનસી, લગ્ન પહેલાં આપણે બંનેએ ભેગાં મળીને અહીં શાંતિથી પરિવાર સાથે રહેવાનું નક્કી કર્યું હતું તો હવે કેમ બદલાવ જોઈએ છે.?"બસ આ જ વાત પર બંને વચ્ચે રોજ નાનાં નાનાં ઝગડા થવાં લાગ્યાં.
માનસીએ શહેરમાં મકાન જોઈ રાખ્યું હતું પણ ચિંતનને એ મંજૂર નહોતું. ઘરે આવી બંને વચ્ચે ઝગડો થયો ને બંનેએ એકબીજા સાથે વાતચીત બંધ કરી દીધી. એક દિવસ માનસી અચાનક ચક્કર ખાઈને પડી ગઈ. હોસ્પિટલ જઈને ખબર પડી કે એ મા બનવાની છે, એની ખુશીનો તો પાર જ ન રહ્યો. બધું ભૂલીને એણે ચિંતનને ખુશખબરી આપી. ચિંતન પણ જાણે કંઈ થયું ના હોય એમ માનસીને ભેટી જ પડ્યો. હવે તો આવનાર બાળકની ખુશીમાં બંને મકાનની વાત સાવ ભૂલી જ ગયાં. ચિંતન માનસીની બહુ કાળજી લેતો, રોજ સવારસાંજ એને નદીકિનારે ચાલવા લઈ જતો એને દરેક કામમાં દિલથી મદદ કરતો. નવ મહિના જતાં વાર જ ના લાગી ને માનસીએ સુંદર મજાની એક દીકરીને જન્મ આપ્યો. દીકરીનું નામ પાડ્યું જીયા. એનાં આવ્યાં પછી માનસીને ચિંતનમાં એક જવાબદાર બાપની છબી દેખાવા લાગી ને એને એની ભૂલનો પસ્તાવો થયો. જીયા હવે પાંચ મહિનાની પણ થઈ ગઈ ને આજે ત્રણેય એજ મંદિરના ઓટલે બેઠાં હતાં. ભૂતકાળની એ સૂરજની ચમક આજે જીયાની આંખમાં દેખાતી હતી, પક્ષીઓનો કલરવ જીયાના સ્મિતમાં હતો અને નદીનો ખળખળ અવાજ જીયાનાં ખનકતા ઝાંઝરમાં હતો. માનસી અને ચિંતન બધું ભૂલી આજે ફરીથી એજ કુદરતી સૌંદર્યને માણી રહ્યાં હતાં..