Jindagi... Mari dost... books and stories free download online pdf in Gujarati

જિંદગી...મારી દોસ્ત...

જિંદગી.....મારી દોસ્ત

હાલમાં એક શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટનું નવું મુવી આવ્યું છે જેનું નામ છે..Dear zindgi..હશે કંઈક જિંદગીની સારી નરસી બાબતો..

જિંદગી નામ છે માણસના સુખ દુઃખ, પાપ અને પુણ્યોનો સરવાળો અને બાદબાકી.જિંદગી નામ છે માણસની ઇચ્છા અને અનિચ્છા પ્રમાણે જીવાતી ઈશ્વરની આપેલી ભેટ.ભગવાને એક નાનું બાળક બનાવ્યું. ઉપરથી ખાલી હાથે કોરી સ્લેટ બનાવીને જન્મ આપ્યો.બસ, આટલું જ કામ એમનું હતું બાકીનું નીચે આવ્યા પછી કરવાનું છે એ છે જિંદગી.નાનું બાળક જેમ જેમ મોટુ થાય છે તેમ તેમ ઊંમર પ્રમાણે કંઈક ને કંઈક શીખ્યા કરે છે.અનુભવ થાય તેમ વધુ શીખે છે.એમાંથી એને જીવનના સારા ખરાબ પાસાઓથી પસાર થવું પડે છે.એને જ્યારથી મારૂ તારું, નાનું મોટું, સારુ ખરાબ વગેરેની સમજ આવી જાય પછી એની જિંદગીની શરુઆત થાય છે.ઘરમાંથી કાં તો એના મિત્રોમાંથી એ જીવનનો સાચો અર્થ સમજે છે પણ જીવનનો સાચો અર્થ છે શું?.....

તો ચાલો એક અલગ વલણ થી માણીયે જીંદગીનો આનંદ...શું આપણે આપણી જિંદગીથી ખુશ છીએ? એનો આનંદ લઈએ છીએ? ઘણાનો જવાબ હા કે ના હશે..જે માણે છે એને કંઇ દુઃખ નહિં હોય અને જે નથી માણતા એમને પણ કંઇ સુખ નહિં હોય.જિંદગીને જોવાની થોડી 'દ્રષ્ટિ' બદલી નાખો બધીજ જગ્યા એ સુખ જ દેખાશે. ઘણી વખત એવી પરિસ્થિતિ આપણી હોય છે કે એમ જ થાય છે કે શું કરવાની આવી જિંદગી..! એના કરતા તો મોત સારુ..આમાં વાંક માણસનો કે જિંદગીનો નથી, વાંક છે સમય અને સંજોગો. માણસનો સમય ખરાબ હોય એમાં એનો દોષ જિંદગીને શું કામ આપવાનો? જિંદગીને તમે જેટલી સરળતા થી જીવશો એટલી જ સરળતા તમને જીવવામાં પડશે. જેટલી કૉંપ્લિકેટેડ બનાવશો એટલું દુઃખ અને તકલીફ આપણને જ પડશે.

જિંદગીમાં કંઇપણ જાતના દુઃખ કે દર્દ હોય પણ એને આસાન બનાવવાના કે ભુલવાના રસ્તા પણ ભગવાને બનાવેલા જ છે. કોઇપણ દર્દ ની દવા ચોક્કસ હોય છે. ઘણી વાર આપણને ખબર નથી હોતી કે કુદરતી સૌંદર્યમાં પણ ઘણી સુંદરતા અને સુખ છુપાયેલા હોય છે તેમને પણ પોતાની સુંદરતા બતાવવાની તક આપો. આછા લીલા ઝાડ સામે જુઓ. રાતના ઠંડા પવનથી બરફ થઈ ગયેલા પાન પર જ્યારે સૂરજની પ્રથમ કિરણ પડે છે ત્યારે એનામા જાણે એક નવીજ ચેતનાનો સંચાર થાય છે.એક નવી જિંદગીની શરુઆત થઇ હોય એવું લાગે છે. ક્યારેક પક્ષીઓના જુદા જુદા અવાજનો કલરવ સાંભળો, મનમાં એક અનોખી શાંતિનો અનુભવ થશે.તમને પણ એમની સાથે મધુર ગુંજન કરવાનું મન થશે. કુદરતી સૌંદર્યને દિલથી માણવાનો પણ સમય કાઢો.

તમે જોજો એક સ્ત્રીમાં ભગવાને ગમે એટલું રૂપ મૂક્યું હશે એને પણ એક ગુલાબનું ફુલ બહુજ ગમતું હશે, સ્ત્રી પોતાના શરીર પર કે ચહેરા પર મેકઅપ કરી અવનવા શ્રુંગાર કરી પોતાને સુંદર બનાવવાનો પ્રયત્ન કરે છે પણ એક ગુલાબના ફુલને કોઇપણ જાતના મેકઅપ વગર એનો કુદરતી નિખાર જ એના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી દે છે.

"સૌંદર્ય શ્રુંગારનું ક્યાં ઓશિયાળું છે,

ફૂલો ક્યારેય મેકઅપ કરે છે ખરાં...!"

આપણું દિલ અને મન આપણા હાથમાં જ છે. નક્કી આપણે કરવાનું છે કે એને રડાવવુ કે હસાવવુ. મન ઉદાસ હોય હોય ત્યારે આંખો બંધ કરીને એવું વિચારો કે જાણે હું હવામાં ઉડી રહ્યો છું કોઈ ખેતરની ભીની માટીની મહેક લઈ રહ્યો છું,દૂર દૂર કોઈ સંગીત વાગી રહ્યું છે અને એના પર હું મસ્ત ડાંસ કરી રહ્યો છું....! હસુ આવશે પણ એકવાર માત્ર પ્રયત્ન કરજો તમે તમારા દુઃખ દર્દનું કારણ પણ ભૂલી જશો. કુદરતી સૌંદર્યમાં જેટલી તાકાત હોય છે એટલી તાકાત કોઈ વસ્તુમાં નથી હોતી. ભરઉનાળામાં લોકોના ઘરે હવે તો એ.સી. આવી ગયા છે. એ.સી. ની હવાએ જાણે કુદરતી હવાને છીનવી લીધી છે.અગાશી પર બે હાથ પહોળા કરી ઊંડા શ્વાસ લઈ ક્યારેય એવો અનુભવ કર્યો છે તો જાણશો કે કેવી શાંતિ મળે છે!!

માણસ જ્યારે વિચલિત થાય કે વધુ પડતો ગુસ્સો આવે ત્યારે શું કરવુ જોઇએ? એનો જવાબ છે મનની શાંતિ અને યોગ..સવારે વહેલા ઉઠી થોડીવાર મનમાં શાંતિ લાવવા માટે કુદરતની ખોળે બેસી યોગ કરો. ખુશનુમા વાતાવરણનો લાભ લો. આનંદ મેળવો. વરસાદમાં જ્યારે જ્યારે મોરના ટહુકા સાંભળીએ છીએ તો ક્યારેક તમે પણ એવા ટહુકા કરો મનમાં. બહુ મજા આવશે. કોયલની જેમ તમે પણ ક્યારેક દિલ ખોલીને કુઉ...કુઉ નું ગુંજન કરશો તો સમજાશે કે જીવન કેટલું રંગબેરંગી છે!!!!

જીવનમાં ઘણી દોડધામ હોયજ છે આપણે પણ જાણીએ છીએ પરંતુ થોડો સમય આપણી જાત માટે, પરીવાર માટે કે આપણા મિત્રો માટે ન કાઢી શકીએ! આનંદની અનુભૂતિ અને અવલોકન ધ્વારા જીવનમાં ઘણા અનુભવ થાય છે. દરેક પાસેથી કંઇ ને કંઇ શીખવાનું હોય જ છે ભલે ને તે વસ્તુ હોય કે વ્યક્તિ. એક નાની અમથી કીડી જેને ખબર પણ નથી કે એનું મરવાનું ગમે તે સમયે આવે તોપણ મહેનત કરીને એનું ફળ ભોગવે છે તે રીતે માણસે પણ કાલે હું નહિં હોઉં તો...? એમ વિચારીને પોતાને જે ગમતું હોય એ કાર્ય કરીજ લેવાનુ. નાની નાની વાતોમાં પણ જીવનનું સુખ સમાયેલું છે. કોઇની સાથે મજાક મસ્તી કરવી ખુશ રહેવું વગેરે..અરે!! તમારા કારણે કોઈક્ના ચહેરા પર ખડખડાટ હાસ્ય આવે કે ખુશી આવે તોપણ તમારું જીવન સફળ અને સુખી છે એમ જ સમજવું..!!

પંખીઓને કલરવ કરવામાં, પવનને લહેરાવામાં, સૂર્યને તપવામાં, ચંદ્રને ઠંડક આપવામાં, એક નાના બાળકને રમવામાં કુદવામાં કોઇપણ જાતનો કંટાળો કે થાક લાગતો નથી તો એક માણસને કે જે પૂર્ણ રીતે પરિપક્વ છે તેને કેમ લાગી શકે કારણ કે તે જિંદગીથી હારી જાય છે. એક વાત યાદ રાખવી કે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ માણસ અને બધાથી સુંદર હું જ છું એવું માનવાનું પણ હા, અભિમાન નહિં. ક્યારેક અરીસા સામે ઊભા રહીને 10 મિનિટથી વધુ સમય જોવો અને તમને પોતાને જોવો અને વિચારો કે હું કેટલી સરસ કે કેટલો સરસ લાગુ છું..!! જીવનમાં મેં ઘણુ બધુ મેળવ્યૂ છે. ભગવાને મને આશા કરતા પણ વધુ આપ્યું છે એવા હકારાત્મક વિચારો કરો પછી જોઈ લો કે તમારો આત્મવિશ્વાસ તમને કોઇપણ કઠિન કાર્ય કરવા પર મજબૂર કરી દેશે અને ભલે સારો દેખાવ ના હોય તોપણ તમે બધાને સુંદર લાગશો. દિલ સુંદર હોય તો ચહેરો પણ સુંદર જ થઈ જશે..

આપણને જાતે પણ પોતાની જિંદગી

જીવવાનો હક છે તેને જેમાં ખુશી મળે તે કરી શકે છે. તમે પણ બધુ કરી શકો છો જે બીજા કરી શકે. જીવનમાં અમુક મંત્રો યાદ રાખવા જરૂરી છે...

I love myself.

I can do anything.

My rules are my life.

I m my best friend.

જ્યારે મન ઉદાસ હોય ત્યારે આવુ બોલતા રહેવું. જિંદગીમાં ક્યારેય પાછળ નહિં પડો. " Jab we met " મુવી માં કરીના કપૂર કહે છે ને કે, " મેં અપની ફેવરિટ હું" બસ એ જ રીતે આપણે આપણી જિંદગી જીવવાની છે.

સાચું સુખ મેળવવુ હોય તો નાની મોટી વાતોને let go કરતા શીખવું પડે.પોતાની સરખામણી હંમેશા તમારાથી નીચા સાથે કરો.ક્યારેય પોતાને ઉતરતા ન માનો. બસ આપણી પાસે જે છે, જેટલું છે અને જેણે આપ્યું છે એની હંમેશા કદર કરતા શીખો..

"LIFETIME YOU WILL BE HAPPY"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED