Prem : Khara pani nu mithu zarnu books and stories free download online pdf in Gujarati

પ્રેમ: ખારા પાણી નુ મીઠુ ઝરણુ

પ્રેમ: એક ખારા પાણી નુ મીઠુ ઝરણુ....

આવો, આ પ્રેમ ની અનોખી દૂનિયા મા વિવિધ કલ્પનાઓ અને એક અલગ જ પ્રકારની અનૂભૂતિ મા પસાર થઇ ને બસ એમા ખોવાઇ જઇએ....અને આ કવિતાઓ નો આનંદ માણીએ.. આશા રાખૂ છુ કે વાચકોને આ ચોક્કસ ગમશે.....

[1] "એક જ તુ"

જિવન અને મ્રુત્યુ એક જ તુ,

મારા દિવસ અને રાત એક જ તુ,

મારા દિલ ની ધડકન એક જ તુ,

સ્નેહભર્યો સથવારો એક જ તુ,

પ્રેમ ના દરેક અક્ષર મા એક જ તુ,

મારા ધબક્તા હૈયા મા એક જ તુ,

ઝેર અને અમ્રુત ના પ્યાલા મા એક જ તુ,

મારી આંખ ના પલકારા મા એક જ તુ,

દિલ ના દરેક ખુણા મા એક જ તુ,

મારી જિંદગી ની દરેક ખુશી મા એક જ તુ,

મિલન અને જદાઇ મા એક જ તુ,

મારા જિવનના છેલ્લા શ્વાસ મા પણ...

માત્ર તુ, તુ અને એક જ તુ,

[2] "મારુ દિલ...”

મારુ દિલ તારા માટે ધબક્યા કરે

બસ તારી જ વાતો કર્યા કરે,

તારી આંખો મા જોઇ હસ્યા કરે,

તારા દિલનો શ્વાસ બની વહ્યા કરે,

સાગરના ખારા પાણી ની જેમ

તારા પ્રેમ ના પ્રવાહ મા તણાયા કરે,

સવારના ઝાકળના બિંદુની જેમ

મારા દિલની ધડકન મા ટપક્યા કરે,

તારા દેહની સુગંધમા,

મારા દેહની સુગંધ લહેરાયા કરે,

તારા પ્રેમરુપી દિલના સાગરમા,

મારો સ્નેહભર્યો વરસાદ વરસ્યા કરે,

મારુ દિલ તારા માટે ધબક્યા કરે,

બસ તારી જ વાતો કર્યા કરે,

[3] "પહેલો પ્રેમ"

પહેલો પ્રેમ જ્યારે આંખો મા વરસે છે

સ્નેહ ના બિંદુઓ ટપકે છે,

એની નજર જ્યારે ટકરાય છે,

દિલ પાગલ બની નાચે છે,

હૈયાના ખુણે ધડકન બની ધડકે છે,

હૈયુ આનંદ મા આવી વહે છે,

ઇશારા મારા સમજે છે એ ત્યારે

એની વાતો મારુ મન સમજે છે,

પહેલા વરસાદ ની પહેલી સાંજ મા,

એની મીઠી યાદ વિસરે છે,

એનો ચહેરો નજર સામે ન આવે તો,

મન પાગલ બની એને શોધે છે..

[4] "તારી યાદ"

તારી યાદ મારા દિલ મા વસી ગઇ,

તારો જીવ મારા મા સમાઇ ગયો,

વરસાદની લીલૂડી ધરતીની ભીનાશમા,

તારી મહેક મારે હૈયે મહેકી ગઇ,

વરસોથી સંઘરી રાખેલા સ્વપ્નામા,

તારા આગમનની લહેર પ્રસરી ગઇ,

મારા દિલની ધડકનના ખૂણે ખૂણે,

તારા પ્રેમની ઉલ્લાસભરી ખૂશ્બૂ વસી ગઇ,

હૈયાની આ પાનખરરૂપી ઉદાસીમા,

વસંતના વૈભવની યાદ રહી ગઇ,

જીવનના મઘમઘતા આ ફૂલોમા,

તારા ગૂલાબની ફોરમ વસી ગઇ,

તારી યાદ મારા દિલમા વસી ગઇ...

[5] “મૂલાકાત”

કોને ખબર એ શૂ હતી,

તારી ને મારી પહેલી મૂલાકાત હતી,

પહેલા વરસાદની સમી સાંજની,

આપણી પહેલી યાદ હતી,

હાથમા હાથ પરોવવાની,

ઇશ્વરની એ પહેલી સોગાત હતી,

વરસતા વરસાદમા સાથે રહેવાની,

દિલમા એક વાત હતી,

બસ આંખોમા જ નિરખ્યા કરવાની,

એ સુવર્ણ રાત હતી,

જાણે એવુ જ લાગતુ કે,

આપણા મિલનને યાદગાર બનાવવાની

જ એ વરસાદની સાંજ હતી...

[6] “કલ્પના”

તારા સપનામા મને ખોવાઇ જવા દે,

દિલના ખૂણામા મને છુપાઇ જવા દે,

રોજ તારી યાદ આવી રહી મનમા,

એકવાર એ યાદોને તાજી કરવા દે,

અવનવી કલ્પનાઓમા અટવાયેલી છુ હુ,

એ કલ્પનાઓને ક્યારેક સાચી કરવા દે,

મીઠી પ્રેમભરી એ વાતો યાદ કરતા,

એ વિચારોના વ્રુન્દાવનમા ખોવાઇ જવા દે,

કેટલા સ્નેહભર્યા સંબંધ હતા આપણા,

હવે તો એ સંબંધને સાચવી લેવા દે,

[7] “પ્રશંસા”

સૂરજની એ કિરણ ઊગી,

ત્યારે પ્રથમ અહેસાસ તારો,

ફૂલ પર પડેલા ઝાકળના એ બિન્દુમા

મઘમઘતી સુવાસ તારી,

ઝરમર ઝરમર વરસાદમા

માટીની ખૂશ્બૂ તારી,

ચાંદમાથી છવાયેલી ચાંદનીમા,

એકમાત્ર રોશની તારી,

રાત્રીની મીઠી નીંદરમા,

સ્નેહભર્યુ સપનુ તારુ,

ઝાડના મીઠા છાયડામા,

પ્રેમભર્યો સાથ તારો,

મારી આ જીંદગીમા,

ફેલાયેલી ખુશ્બૂ તારી....

[8] "પ્રેમ"

હકીકતની દૂનિયા ભૂલાવી,

સ્વપ્નમા ખોવાઇ જવુ, એ જ છે પ્રેમ,

ના હુ બોલૂ, ના તુ બોલે,

છતા બધુ સમજાઇ જાય, એ જ છે પ્રેમ,

બસ બે આંખો પર વિશ્વાસ રાખી,

તેમા સમાઇ જવુ, એ જ છે પ્રેમ,

એકબીજાના મનની લાગણીઓ

સહેલાઇથી પરખાઇ જાય, એ જ છે પ્રેમ,

સંબંધોની આ માયાજાળમા,

ક્યારે નવો સંબંધ રચાઇ જાય, એ જ છે પ્રેમ,

ઇશ્વરની સર્જેલી આ જોડી,

બસ એકબીજાને જ્યારે મળી જાય, એ જ છે પ્રેમ...

[9] "અમે"

સ્મરણના તાંતણે બંધાયા હતા અમે,

વ્રુક્ષોની ડાળીએ ઝૂલતા હતા અમે,

પાનખરના સુકાયેલા પાન હતા અમે,

ભમરાના ગુંજનમા ખોવાયેલા હતા અમે,

મ્રુગજળરૂપી હૈયામા વસતા હતા અમે,

સ્નેહભર્યા ગીતો ગાતા હતા અમે,

ક્યારે નજરમાથી હટી ગયા અમે,

યાદોના પાંજરામા પૂરાઇ ગયા અમે,

ક્યારેક ચહેરો અમારો લાવજો સામે,

ત્યારે વિચારજો કે તમારા કોણ હતા અમે.....

[10] "આગમન"

આગમન થયુ તમારુ જ્યારથી,

મનને કશુ સુઝ્યુ જ નહિ ત્યારથી,

મારા જીવનની એ સુખદ્દ પળ ને,

અંતર મા કેદ કરી લીધી પ્રેમ થી,

થાકી હતી જીંદગીના આ સૂકા રણ થી,

ધરતી મા ભીનાશ આવી તમારા આવવાથી

ક્યા હતા તમે અત્યાર સૂધી..,

વર્ષોથી રાહ જોઇ રહ્યા જાણે ક્યારથી,

તમારા આભાસ માત્ર થી જ મારા,

મનની શૂન્યતા ભરાઇ ગઇ ત્યારથી,

હવે આવેલી આ વસંત ની બહારને,

ક્યારેય પાનખર ના બનાવતા,

કહુ છુ મારા દિલ થી...

[11] "પ્રેમ થઇ ગયો”

તારી પ્રેમભરી વાતો અને મસ્તી મા,

મારુ મન બદલાઇ ગયુ,

ખબર નહિ ક્યારે પ્રેમ થઇ ગયો,

સુર્યના ઊગતા અને આથમતા સૂધી,

દિલ મા તારી જ મહેક આવી રહી,

ખબર નહિ ક્યારે પ્રેમ થઇ ગયો,

દિલ ને ઘણુ રોકવાના પ્રયત્ન કર્યા,

છતા ધડકન મા યાદ વહેતી ગઇ,

ખબર નહિ ક્યારે પ્રેમ થઇ ગયો,

તારા સ્નેહ અને ચંચળ સ્વભાવ મા,

ના ચાહવા છતા બંધાતી ગઇ,

ખબર નહિ ક્યારે પ્રેમ થઇ ગયો,

જીવનભર નો સાથ નથી જાણુ છુ છતા,

અવનવી કલ્પનાઓ કરતી ગઇ,

ખબર નહિ ક્યારે પ્રેમ થઇ ગયો...

[12] "જીંદગી વીતી જશે"

પ્રેમ અને દોસ્તી ની પળોજણ મા,

આ જીંદગી વીતી જશે,

તારી હા મારી ના, મારી હા અને તારી ના મા,

બધા સમણા રેલાઇ જશે,

અને જીંદગી વીતી જશે,

ગઇકાલ ની તારી અને મારી યાદો થી,

દિલ મા ખૂશી ની લહેર લહેરાશે,

અને જીંદગી વીતી જશે,

પ્રેમને ના સમજનારી આ દૂનીયાથી,

હરપળ આંખ મા આંસૂ પ્રસરી જશે,

અને જીંદગી વીતી જશે,

બસ, પ્રેમ કર્યો છે તો નીભાવજો,

નહિ તો તમે ત્યા જ રહી જશો,

ને બીજા લઇ જશે,

ને આમ જ આ જીંદગી વીતી જશે...

[13] "નથી મળતુ"

શુ કહુ તને કોઇ નામ નથી મળતુ,

તારા દિલ સિવાય ક્યાય સ્થાન નથી મળતુ,

કોણે બનાવ્યા આ પ્રેમના અઢી અક્ષર,

કે તારા વિના ક્યાય મન નથી મળતુ,

જાણે છે બધા આ સ્વાર્થ ભરી દૂનિયામા,

કે કોઇ કોઇનો સાથ નથી આપતુ,

આવ્યો છે જ્યારથી સાચો પ્રેમ જીવન મા,

મનમા જીવનન કોઇ દુ;ખ નથી લાગતુ,

તારા પ્રેમ ના સાગર મા ડૂબી જાઉ ત્યારે,

દિલ મા કોઇ વાત નુ ભાન નથી રહેતુ,

તને ઇશ્વર કહુ કે પરમેશ્વર,

બસ, એના સિવાય તારુ કોઇ નામ નથી મળતુ....

વિજીતા પી. પંચાલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED