લગ્ન પછીની લવ સ્ટોરી Vijita Panchal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

લગ્ન પછીની લવ સ્ટોરી

લગ્ન પછીની લવ સ્ટોરી

કામીની અને વરૂણ.. બંને એકદમ સરળ સ્વભાવના. કામીની થોડી અન્તર્મુખિ અને વરૂણ થોડો ખુશમિજાજ સ્વભાવનો. આજે એ બંને એક થવાની તૈયારીમાં હતા એટલે કે પ્રભુતામાં પગલા પાડવાના હતા પણ ખુશ નહી. વરૂણ જાન લઈને આવાનો હતો અને બીજી બાજુ કામીની અનિચ્છાએ તૈયાર થઈ રહી હતી. બંનેના દીલમાં અલગ પ્રકારની સંવેદના હતી થોડી વેદના હતી.. કારણ કે બંને નાનપણના મિત્રો હતાઅને ક્યારેય લગ્ન કરશે એવું સપનામાં પણ વિચાર્યુ ન હતુ.. પણ કુદરત આગળ કોનુ ચાલ્યુ છે.. ?

કામીની જ્યારે કોલેજના બીજા વર્ષમાં હતી ત્યારે ભણવામાં અને બીજા કાર્યમા ઘણી આગળ રહેતી. તેના મિત્રો પણ સારા હતા. તેનો એક ફ્રેન્ડ હતો જેનુ નામ હતું નિરવ.. તે નિરવને મનોમન પસંદ કરતી હતી. પરંતુ કહી શકતી ન હતી. વરૂણ એ બંને વિશે બધુ જાણતો હતો. અને કામીનીની સાથે જ હતો. કામીનીની હિંમત ચાલી નહીં અને એક દિવસ નિરવે સામેથી જ કહી દીધુ અને બઁનેનો સંબંધ આગળ વધ્યો. બને બહુજ ખુશ હતા અને વરૂણ પણ બહુજ ખુશ કેમ કે એની નાનપણની મિત્રને એનો પ્રેમ અને જીવનસાથી મળી ગયો હતોપરંતુ બન્યું એવું કે જે કોઇએ ન વિચાર્યુ હોય. બંનેના લગ્ન હતા અને આગલી રાત્રે નિરવનો ભયંકર અકસ્માત થયો કે કામીનીનો સૌથી ખુશીનો દિવસ ગમ અને દુખમાં પલટાઇ ગયો. વાત ખબર પડતા જ કામીની તો બેભાન જ થઈ ગઇ અને જ્યારે ભાનમાં આવી ત્યારે વરૂણ એની સામે જ ઉભો હતો. એને જોઇને તે પોતાનું દુખ અને આંસુ છુપાઇ શકી નહીં. મન ભરીને એણે વરૂણને ભેટીને ર ડી લીધુ અને વરુણે પણ એને રડવા દીધી. પરંતુ કામીની ની જિંદગી હવે સાવ બદલાઈ ગઇ હતી. લોકો પણ બહાર અવનવી વાતો કરતા હતા જે વરૂણ થી જોવાયું નહીં. એણે એક જ રાતમાં ઘણુ બધુ વિચારી લીધુ હતું અને એક નિર્ણય પણ કરી લીધો હતો. તે કામીની સાથે કાલે લગ્ન કરવાનુ વિચારી રહ્યો હતો. તેણે જાઈને બધા સાથે વાત કરી પણ એકદમ તો બધા વાત માનવા તૈયાર થયા નહીં પણ વરૂણ ના ઘણા સમજાવવા થી તૈયાર થાઈ ગયા. હજી પ્રશ્ન હતો કામીની નો એને કેમ કરી સમજાવવી …વરૂણ માટે અને બંનેના પરિવાર માટે હાલ તો આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો હતો. વરુણે નક્કી કર્યું કે તે કામીનીને મનાવી ને જ રહેશે . અંતે તે ઘણી હિંમત એકઠી કરીને કામીની પાસે ગયો. અને વાત કરી કે માત્ર તારી અને ઘરના બધા ની ખુશી માટે આ પગલુ ભર વાનું છે. પહેલા તો કામીની આ વાતથી સ્તબ્ધજ બની ગઇપણ હા ના કરતા કરતા તૈયાર તો થઈ પણ મન દિલ અને આત્મા થી હજી એ નીરવની જ હતી ….

બસ પછી કામીની અને વરૂણ નો લગ્નનો દિવસ આવી ગયો. આ રીતે બને લગ્ન માટે તૈયાર થઈ ગયા .. કામીની તૈયાર થઈને બેઠી હતી અને વરૂણ જાન લઈ ને આવી ગયો. બહુ સાદાઈ થી ધામ ધૂમ વિના બંને ના લગ્ન થઈતો ગયા પણ હવે આગળ ની જિંદગીનું શું…? બંનેએ એકબીજા ની ખુશી માટે લગ્ન કર્યા હતા પણ પ્રેમ ક્યાં ? વરુણે લગ્નની પહેલી રાતે જ વચન આપ્યું કે આપણે હંમેશા નાનપણમાં હતા એમ જ રહિશૂ અને હું હંમેશા તને બહુ ખુશ રાખીશ જ્યાં સુધી કામીની દિલ થી મનથી વરૂણ ને નહીં અપનાવી શકે ત્યાં સુધી બંને નો સંબંધ મિત્રો સુધી જ સીમિત રહેશે ….

કામીની અને વરૂણ ના પ્રેમ વિના ના લગ્ન જીવનની શરૂઆત થઈ. કામીનીના મન માં હજી નીરવે પોતાની જગ્યા છોડી નતી પણ ધીમે ધીમે પ્રયત્ન કરતી હતી કે તે ભૂલી શકે. વરૂણ સવારે ઊઠતો ત્યારે તેના માટે ચા નાસ્તો તૈયાર કરી રાખતી ટિફિન બનાવી દેતી પોતાના સાસુ સસરા ની પણ સેવા કરતી પણ બહુ વાત કરતી નહીં. વરૂણ એની ખુશી માટે ખૂબ પ્રયત્નો કરતો કે તે હસી શકે રજા ના દિવસે એને બહાર ફરવા લઈ જતો બગીચામાં લઈ જતો માત્ર એના ચહેર પર હાસ્ય લાવવા માટે. વરૂણ ના મમ્મીપપ્પા પણ એને સાથ આપતા. ધીમે ધીમે કામીની વરૂણ સાથે પહેલા જેવી બનતી હતી . કામીની ઘરના તમામ કામ જાતે જ કરતી . સાસુ સાથે પણ હવે એને ફાવી ગયું હતું. આમ ને આમ એના લગ્નને એક વર્ષ થઈ ગયું . હજી તે નીરવ ને પૂર્ણ રીતે ભૂલી ન હતી પણ હવે એને વરૂણ અને એના પરિવાર નો પણ ખ્યાલ હતો. ક્યારેક એકલી બેસતી ત્યારે એની અને નીરવ ની મુલાકાત અને યાદો ને યાદ કરતી. લગ્નની પહેલી વર્ષ ગાંઠ આવી ત્યારે વરૂણ ના મન માં થયુ કે કામીની ને શું ભેટ આપૂ .. ? એની સાથે કંઇ રીતે મનાવુ.. વરૂણ ને કામીની પર લાગણી બંધાવા લાગી હતી . તેનું મન હવે કામીની પર ઝુક્વા લાગ્યું હતું. પરંતુ કામીનીના મન માં શુ હતું તે વરૂણ જાણતો હતો એટલે એ ચુપ રહ્યો . કામીની ક્યારેક એવું વિચારતી કે વરૂણ એના માટે કેટલું કરે છે છતા એ એના હક્નો પ્રેમ મેળવી શકતો નથી. તે પોતાના નસીબ ને વારંવાર કૉસે છે. સાંજે વરૂણ એના માટે લાલ રંગની મસ્ત સાડીલઇનેઆવે છે અને બહાર ફરવા જતી વખતે પહેરવા નું કહે છે. કામિની એની ખુશી માટે એ પહેરે છે ત્યારે વરૂણ એને એક નજર જોતો જ રહી જાય છે. બંને બહાર ફરવા જાય છે તો વરુણે એના માટે કેન્ડલલાઈટ ડિનરનું આયોજન કરેલ હોય છે. કામીની આ બધુ જોઇને થોડી વાર માટે વિચાર માં પડી જાય છે અને એની આંખ ના ખૂણાભીના થઈજાય છે. આમ ને આમ બંનેનું જીવન તો આગળ જંતુ જ જાય છે પણ હજી બંનેનો પતિ પત્ની નો કોઈજ સંબંધ ન હતો છતા ખુશ હતા.

એક વખત કામીની રસોડા માં કાંઇ કામ કરતી હતી અને વરૂણ રજા હોવાના કારણે ઑફીસ નું કામ કરતો હતો. ઘરે એ બંને સિવાય કોઇ ન હતું. અચાનક રસોડા માંથી જોર થી ચીસ સંભળાઈ. વરૂણ ના મા બાપ જાત્રા કરવા બે મહિના માટે બહાર ગયા હતા. વરૂણ જલ્દી માં ઉભો થઈને રસોડા માં ગયો અને જોયું તો આ ભો જ બની ગયો. કામીનીનો એક પગ ઉપર ગરમ ગરમ દાળ પડતા આખો દાઝી ગયો હતો. વરૂણ એને ઊંચકીને હોસ્પિટલ લઈ ગયો. ડોક્ટરે એની સારવાર કરી પણ કોઇ કામ ન કરવાની સલાહ આપી. રજા આપ્યા પછી વરુણે ઑફીસ થી એક મહિના માટે રજા લઈ લીધી અને કામીનીની સેવામા લાગી ગયો. સવારે વહેલો ઉઠી તેને ચા નાસ્તો બનાવી આપી ખવડાવે નવડાવે બધુજ કામ જે કામીની કરતી એ હવે વરૂણ કરવા લાગ્યો હતો. કામીની ને ખૂબ સારી રીતે સાચવીને તેના હાથે જમવાનુ બનાવી ને જમાડતો. પૂરો એક મહિનો વરુણે કામીની ની જે સેવા કરી હતી એવી તો કોઇ પ્રેમી પણ ના કરી શકે. કામીની ની આંખો માં આ બધુ જોઇને ઝળઝળિયા આવી ગયા. તેને વરૂણ માટે થોડી ગિલ્ટિ ફીલ થઈ રહી હતી. કે જે માણસ એને વગર સ્વાર્થે આટલો પ્રેમ કરે છે એને કંઇજ મળતું નથી . કામીની હવે બરાબર સાજી થઈ ગઇ હતી. અને કામ પણ કરતી થઈ ગઇ હતી તેણે વરૂણ નો દિલથી ખૂબ જ આભાર માન્યો . તેના મન માં પણ હવે વરૂણ ના પ્રેમ ની કુંપળો એ જન્મ લઈ લીધો હતો પણ વરૂણ ના મન માં માં એમ થશે કે એના અહેસાન નીચે દબાઈ ને આ કરી રહી છે એ બીકે કામીની પણ ચુપ જ રહી પરંતુ એને થયુ કે આ વાતની વરૂણ ને જાણ કરશે જ…

થોડા દિવસ પછી વરૂણ નો બર્થ ડે આવી રહ્યો હતો. કામીની એ નક્કી કર્યું કે તે વરૂણ ને એના મન ની વાત કરીને જ રહેશે. સમયને જતા ક્યાં વાર લાગે છે.. !!! કામીની એ બધી તૈયારી અગાઉ થી કરી રાખી હતી. તે દિવસે જ્યારે વરૂણ ઊઠયો ત્યારે રૂમ જોઇને નવાઇ પામી ગયો. કામીની એ રાતે 12 વાગે ઊઠીને આખો રૂમ ફૂગ્ગા અને ગુલાબ ના ફૂલો થી સજાવી રાખ્યો હતો અને આખા રૂમ માં મીણબત્તીઓ સળગાવી રાખી હતી. વરુણે રસોડા માં જોયું રૂમ માં જોયું પણ કામીની દેખાઈ નહીં. જ્યારે રસોડામાંથી બહાર નીકળ્યો ત્યારે એની પર ફૂલ ની પાંખડીઓ ની વર્ષા થઈ. સામે જોયું તો વરૂણ ની લાવેલી લાલ સાડી, છૂટા વાળ, લાલ બંગડીઓ અને એક મધુર સ્મિત સાથે કામીની ઊભી હતી . વરૂણ ને અચાનક આવું વર્તન જોઇને કાંઈ ખબર પડી નહીં પછી કામીની ને એને એક રેડ રોઝ આપી વિશ કર્યું. પછી વરૂણ ને બેસાડી ને કહ્યુ,’ પહેલા તું કેક કાપ પછી મારે તને કઇક કહેવું છે. ’

વરૂણ મન માં વિચારતો હતો કે કામિની આજે આટલી બદલાઇ કેમ ગઇ છે કામીની એ એના હાથે કેક ખવડાવી અને પછી વરુણે કામીની ને કહ્યું,’ કામીની, મારો આટલો યાદગાર જન્મ દિવસ મનાવવા બદલ થેઁક યુ સો મચ. ’ કામીની એ વરૂણ ને કહ્યું ,’ વરૂણ હવે હું જે કહું એ શાંતિથી સાંભળ…

‘ વરૂણ , પહેલા તો હું તારી દિલ થી માફી માગુ છું કે જે પ્રેમનો તું હકદાર હતો એ તને છેલ્લા એક વર્ષથી મળી શક્યો નહીં. તું ભલે મને કહી ના શકે કે તું મને કેટલો પ્રેમ કરું છુ પણ મને બધી જ ખબર છે. તારો મારા પ્રત્યે વ્યવહાર તારી સેવા તારી ખુશી મારી ઇચ્છા બધુજ હું જોઈ રહી છું. ભૂલ મારી જ છે કે હું તારા પ્રેમને સમજી ન શકી. નીરવ મારી લાઇફ મા આવ્યો ને જતો પણ રહ્યો એ સમય મારા માટે અદ્ભુત હતો પરંતુ કદાચ મેં એની સાથે જેટલી પળ નહીં વિતાવી હોય એટલી મેં તારી સાથે વિતાવી છે. નીરવ મારી પસંદ હતો પ્રેમ પણ બન્યો પણ હમસફર ન બની શક્યો. પણ તેં મારા જીવન મા આવીને જીવનસાથી શબ્દ ની સાચી સમજ આપી . મારા જીવન ના કપરા સમયે તેં જ મારો હાથ પકડ્યો. મારી નાની મોટી દરેક ઇચ્છા પૂરી કરી. મને ખુશ જોવા માટે તેં મારા બધા વર્તન સહન કર્યા. તું તારો પ્રેમ મારા પર અપાર વરસાવતો રહ્યો અને મને ઝીલતા ન આવ્ડ્યુ…નાનપણથી લઈ આજ સુધી તેં મને દરેલ વખતે સાથ આપ્યો છે . આજે હું સાચા અર્થમા પ્રેમ ને સમજી છૂ.. કે પ્રેમ સાથે ચાલવામા નહીં પણ સાથે જીવવામા છે. વરૂણ તું માને કે ના માનેપણ આજે હું તને મારા માં દિલ અને આત્મા થી ખૂબ જ પ્રેમ કરું છું. તારા વિના હું મારું જીવન આગળ નહીં જોઈ શકતી.. I love u so much VARUN……

વરૂણ કામીની ની આ વાતો થી રડી જ પડ્યો અને તેનો હાથ પકડી કોઇ પણ જાત નો મનમા ગિલ્ટ ન રાખવા કહ્યું. અને કપાળ પર મીઠું પ્રેમનું ચુમ્બન આપી કહ્યું,’ I LOVE U TOO KAMINI…’.. Sorry વરૂણ હું તારા માટે આ ભાગદોડમા કોઇ ગિફ્ટ લાવી શકી નથી તો વરૂણ બોલ્યો ,” કામીની, આજે તેં મને જે ગિફ્ટ આપી છે એનાથી યાદગાર અને શ્રેષ્ઠ ગિફ્ટ બીજી કોઇ નથી અને મારે હવે કંઇ જોઈતુપણ નથી “ અને આમ કહી વરુણે કામીની ને ગાલ ઉપર એક રોમેન્ટિક કિસ આપી દીધી …