બાળમિત્રો તમે આપણા ગણપતિ બાપા ને તો ઓળખતા હસો ને તમે લોકો સ્કૂલ માં ભણવા જાઓ છો ને બધા.... તો એમાં 'ગ' ગણપતિ નો ગ એવું તો શીખ્યા જ હસો ત્યારથી જ તમે ગણપતિબાપા ને ઓળખી ગયા હસો બરાબર ને .....?? એ પણ તમારી જેમ તોફાની હતા પરંતુ તોફાની ની સાથે તે બાળકોને જોઈતી મદદ પણ કરતા અને તેમનું ધ્યાન પણ રાખતા હતા. તો ચાલો આજે આપણે ગણપતિબાપા એક ગરીબ નાની બાળકી ને કઈ રીતે મદદ કરે છે તે જોઈશું.
તમારા જેવી જ એક નાની છોકરી હતી નામ હતું એનું સિદ્ધિ. નામમાંજ એના ગુણ છુપાયેલા હતા. હતી પાંચ વર્ષ ની પરંતુ બુદ્ધિ માં પચીસ જેટલી હતી. ઘર હતું નાનું અને ઘર માં તે મમ્મી અને ભાઈ સાથે રહેતી હતી. સિદ્ધિ ના પપ્પા એ બે વર્ષ ની હતી ત્યારેજ બીમારી ના કારણે મૃતયુ પામ્યા હતા. સિદ્ધિ બિચારીએ નાનપણ થી જ પિતાની છત્રછાયા ગુમાવી બેઠી હતી. તેના ભાઈ અજય બાર વર્ષ નો હતો તે બિચારો પણ નાના-મોટા કામ કરી લેતો અને મમ્મી સિલાઈકામ કરી થોડા ઘણા પૈસા મેળવી લેતી હતી આમ સિદ્ધિ નું ઘર જરૂરિયાત જેટલા પૈસા થી ચાલતું હતું. સિદ્ધિ ને નાનપણ થીજ ભણવાનો ખુબ શોખ. ઘર માં બેઠી હોય ત્યારે કક્કો બોલ્યા કરતી.દેસીહીસાબ વાંચ્યા કરતી. હજી એને સ્કૂલ માં ભણવા નાતી મૂકી અને હા એને ચિત્રકામ નો પણ જબરો શોખ હતો અને ભગવાને એને ચિત્રલકલા માં હાથ પણ જબરદસ્ત બેસાડ્યો હતો એ જેવું જોવે એવું આબેહૂબ દોરી પણ શકે. એને પાંચ વર્ષ ની ઉમર માં જ પોતાના ઘર માં ચિત્રો દોરી ને રાખ્યા હતા. એ ગણપતિબાપા ને બહુ માનતી. સિદ્ધિ ને કંઈપણ થાય, કોઈ વાત નો ડર લાગતો હોય કે એના પપ્પા ની યાદ આવતી હોય એ મંદિર માં બેસી ગણપતિ આગળ બે હાથ જોડી પ્રાથના કરી લેતી ને બધું ભૂલી જતી.
એક દિવસ એની મમ્મી એ એને પૂછ્યું બેટા સિદ્ધિ, તને ભણવામાં ખુબ શોખ છે ને તો ચાલ મારી સાથે તારું સ્કૂલ માં નામ લખાવી એવું આ સાંભળી ને સિદ્ધિ તો ખુશી ના મારે નાચવા લાગી અને બહાર જઈને બધા ને કહી આવી આમ તો સિદ્ધિ પોતાની સિદ્ધિઓ થી આખી પોળ માં જાણીતી હતી અને માનીતી હતી.એની મમ્મી સિદ્ધિ ની આખો માં ખુશી જોઈ ને ખુશ થઈ ગઈ એ દિવસે સિદ્ધિ ગણપતિ આગળ બેસી એમને બહુ જ આભાર માન્યો અને તેમનું ચિત્રો દોરવા બેસી ગઈ અને એને પણ એ દિવસે ગણેશ નું એવું ચિત્ર દોર્યું કે ખુદ ગણેશજી આવે ને તેપણ વિચારમાં પડી જાય કે મારા જેવું જ બીજા ગણેશજી ક્યાંથી આવ્યા?.
બીજા દિવસે સિદ્ધિ ને સ્કૂલ માં મમ્મી સાથે જવાનું હતું એટલે વહેલી ઉઠી ને નાહી ધોઈ તૈયારથઈ ગઈ. મમ્મી એ પૂછ્યું અરે સિદ્ધિ બેટા આજે આટલી બધી વેહલી કેમ..? સિદ્ધિ અને કાલી ગેલી ભાસ માં બોલવા લાગી મમ્મી તું ભૂલી ગઈ||. આજે મારુ નામ સ્કૂલ માં લખવાનું છે ને...! મમ્મી એ કહ્યું હા બેટા મને યાદ છે પણ હાજી વાર છે.ભલું મમ્મી એમ કહી ને સિદ્ધિ તો ગણપતિ ના ચિત્ર ને હાથ માં લઈ ને ફરવા લાગી. સમય થઈ ગયો એટલે મમ્મી અને સિદ્ધિ બંને નીકળ્યા. એને ચિત્ર પણ સાથે લઈ લીધું. મમ્મી એ પૂછ્યું બેટા આ કેમ લે છે સાથે?.સિદ્ધિ બોલી જ્યાં જ્યાં સિદ્ધિ ત્યાં ત્યાં ગણપતિ બાપ્પા. મમ્મી હસવા લાગી. વાત માં ને વાત માં તો સ્કૂલ આવ ગઈ. સ્કૂલ ના આચાર્ય સિદ્ધિ ની ખુશી અને ભણવા ના શોખ ને જોઈ ને બહુ ખુશ થઈ ગયા અને તરત જ નામ લખી લીધું પરંતુ સ્કૂલ ની ફી હતું ૧૦,૦૦૦ રૂપિયા. તેમની પાસે તો આટલા રૂપિયા ના હતા પણ સિદ્ધિની મમ્મી એ એક મહિના માં તે આપી દેવા કહ્યું. આમ સિદ્ધિ એ સ્કૂલ માં જવા ની તૈયારી કરી હતી.
સ્કૂલમાં પણ પહેલેજ દિવસ થી એને ભણવાનો ઉત્સાહ જાગ્યો. ગણપતિબાપા તો એના થેલા માંજ મૂકી રાખતી અને સ્કૂલ ની બધી વાતો તે તેમને કહેતી. ગણપતિબાપા પણ ફોટામાંથી જાણે કે હસી રહ્યા હતા. તેની મમ્મી એ પોતાનો સિલાઈકામ નો ધંધો વધુ કરી દીધો હતો. રાત દિવસ એક કરી ને પૈસા ભેગા કરતી હતી અને એક મહિનો થતા પહેલાજ સિદ્ધિ ની ફી ભરાઈ ગઈ હતી. બિચારા અજય ને તો ભણવા ના મળ્યું પરંતુ મારી સિદ્ધિ ને હું ખુબ ભણાવીશ એમ વિચારી એની મમ્મી એ અને અજયે બે ગણી મહેનત ચાલુ કરી દીધી. હવે તો સિદ્ધિ ને સ્કૂલ માં ગણા મિત્રો પણ મળી ગયા હતા અને ધીમે ધીમે સિદ્ધિ વધુ સમજદાર થતી ગઈ.
એક દિવસ સિદ્ધિ ની સ્કૂલ માં પેરેન્ટ્સ મિટિંગ રાખવા માં આવી અને કહ્યું કે દરેક બાળક પોતાના મમ્મી અને પપ્પા ને સાથે લઈને આવે. તે દિવસે સિદ્ધિ ને એન પપ્પાની બહુ જ યાદ આવતી હતી. એની મમ્મી એ કહ્યું "બેટા" તારી મમ્મી તો છે ને !. હું આવીશ તારી સ્કૂલ માં સિદ્ધિ ના શિકસકો તો તેની મમ્મી આગળ સિદ્ધિના વખાણ કરતા થાકતા જ નાહતા . સિદ્ધિ ની મમ્મી ની આખો માં ખુશી ના આંસુ ભરાઈ આવ્યા. આવી અનેક મિટિંગ માં તેની મમ્મી ને એકલી આવતી જોઈ ને સ્કૂલ માં બધા મિત્રો એને એના પપ્પા માટે પૂછવા લગતા હતા ત્યારે એકવાર તો સિદ્ધિ દોડતી દોડતી ઘરે આવી ગઈ ને ગણપતિબાપા ના ફોટા ને લઈ ને ખુબ રડવા લાગી એની મમ્મી એ એને પ્રેમ થી સમજાવી , બેટા એમાં રડવાનું ન હોય આપણી સાથે તારા ગણપતિ બાપા છે ને...!, આ સાંભળી ને બહાર ઉભેલો અજય પણ રડવા લાગ્યો એ દિવસે રાત્રે સિદ્ધિની આખો માં પહેલી વાર આસું જોઈને ગણપતિબાપા થી ના રહેવાયું અને મન માં ઠમી લીધું કે હવે સિદ્ધિ ની સાથે એનો મિત્ર બની ને હું રહીશ. સિદ્ધિની સામે એના ગણપતિદાદા આવ્યા ત્યારે સિદ્ધિ તો પહેલા ડરી જ ગઈ ગણપતિદાદા બોલ્યા બેટા તું રડીશ નહીં હવે થી હું તારી સાથે રહીશ , તારી સાથે વાતો કરીશ પણ તારા સિવાય કોઈને દેખાઈશ નહીં એટલે તું આ વાત કોઈને કરીશ નહીં અને સિદ્ધિ તો ભલે, બાપ્પા એમ કહીને ખુશ થઈ ગઈ. સિદ્ધિ તો આ ભધુ જોઈને અવાક જ બની ગઈ. એમ ને એમ વિચારી ને ક્યારે સુઈ ગઈ ખબરજ ના પડી.
બીજા દિવસે સવારે ઉઠતા ની સાથેજ ગણપતિ બાપા એ એને દર્શન દીધા એમ મન માં ને મન માં ખુશ થતી થતી સિદ્ધિ એમને સાથે લઈ બ્રશ કરવા ગઈ. ચા નાસ્તો કર્યો , નહીં ધોઈ ને પોતાના બાપ્પા ને લઈ ને સ્કૂલ માં ગઈ. એના ચહેરા પાર આજે અનોખીજ ચમક ઉભરી આવી હતી વર્ગ માં બાપ્પા પણ સિદ્ધિ ની બાજુ માંજ બેસી ગયા. અને પણ જાણે કોઈ પોતાનું મળી ગયી હોય એમ લાગ્યું. બાપ્પા બેઠા બેઠા બીજા છોકરાઓ ને હેરાન કરતા , મસ્તી કરતા સિદ્ધિ ને બહુ માજા આવ ગઈતે ખુબ હસ્તી ને બાપ્પા સાથે રમતી. સિદ્ધિ ને આ રીતે જોઈ ને એની મમ્મી અને અજય ને પણ ધણી વાર નવાઈ લાગતી કે સિદ્ધિ ને અચાનક શું થયી છે.!! ઘણીવાર તો એન બાપ્પા સાથે વાતો કરતી એની મમ્મી પણ જોઈ જતી પણ સિદ્ધિ એમ કહેતી કે મમ્મી મારા બાપ્પા નો ફોટો છે ને એ મારા બેસ્ટ ફ્રેન્ડ છે. એમની સાથેજ વાતો કરું છું.
બાપ્પા તો સિદ્ધિ સાથે અલક મલકની વાતો કરતા ને એને નવું નવું લાવી ને પ્રેમ થી જમાડતા સિદ્ધિ ને ક્યારેય એના પપ્પા ની યાદ આવવા દેતા નહીં. આમ નેં આમ સિદ્ધિ હવે બહુ જ ખુશ રહેવા લાગી હતી.બાપ્પા ના લીધે હવે સિદ્ધિ ના ઘરે પૈસા ની તંગી પણ સરજાતિ ના હતી. બાપ્પા ના એની ઓર ચાર હાથ રહેતા, અજય પણ બધી રીતે સમજદાર થતો ગયો. સિદ્ધિના જીવન માં પપ્પા ની કમી પુરી કરવા માટે બાપ્પા એના જીવન માં મિત્ર બનીને આવ્યા હતા.
સિદ્ધિ એ એક દિવસ બાપ્પાને પૂછ્યું " બાપ્પા તમને લાડુ બહુ ભાવે" ..? બાપ્પા એ કહ્યું હા બેટા , લાડુ જોઈને તો હું બધું ભૂલી જાઉં છું.. સિદ્ધિ બોલી મારી મમ્મી એ મસ્ત લાડુ બનાવ્યા છે તમારા માટે હું લઈ આવું. બાપ્પા તો ખુશ ખુશ થઈ ગયા જેવી સિદ્ધિ બે લાડુ લઈ ને આવ બાપ્પા તો એક સેકન્ડ માં પોટાવી નાખ્યા એ તો રાત્રે ઉભા થઈ ને રસોડા માં ગયા અને લાડુનો આખો ડબ્બો ખાઈ ગયા બીજા દિવસે સવારે મમ્મી એ ડબો ખોલ્યો તો ખાલી સિદ્ધિ ને પૂછ્યું સિદ્ધિ લાડુ ક્યાં ગયા ?.. સિદ્ધિ બોલી મમ્મી મને રાત્રે બહુ ભૂખ લાગી હતી તો હું ખાઈ ગઈ.કહીને જતી રહી મમ્મી ને થયું કે આટલા બધા લાડવા સિદ્ધિ ના ખાઈ જાય કૈંક તો ગરબડ છે.મમ્મી એની રૂમ માં જોવા ગઈ.સિદ્ધિ એ જેઇ ને જોયું તો બાપ્પા લાડુ ખાઈ ને સુતા હતા.એમને જગાડી ને પૂછ્યું કે બાપ્પા તામેં બધા લાડુ ખાઈ ગયા?. બાપ્પા ઉઠ્યા બોલ્યા બેટા સુ કરું ના રહેવાયું તો ખાઈ લીધા.કહી ને બાપ્પા તો પાછા સુઈ ગયા એની મમ્મી એ બહાર થી બધું જોયું કે આ સિદ્ધિ એકલી એકલી કોની સાથે વાત કરે છે, સિદ્ધિ ને બોલાવ ને પૂછ્યું તું અંદર તું કોની સાથે વાત કરતી હતી સાચું કેજે,તે તો ગભરાઈ ગઈ બાપ્પા ઉઠી ને ત્યાં આવ ગયા સિદ્ધિને કહ્યું ગભરાઈશ નહીં બેટા તારી મમ્મી ને બધું સાચું કઈ દે. એટલે સિદ્ધિ એ બધું માડી ને બધું સાચું કહી દીધું અને પછી બાપ્પા એ તો એની મમ્મી ને પણ દર્શન આપ્યા એની મમ્મી ની આખો તો પહોળી થઈ ગઈ. આંખ માં પાણી આવી ગયું અને બોલી બાપ્પા તમે સાક્ષાત મારા ઘરમાં...! મારી સિદ્ધિ નું અને અમારા ઘર નું ધ્યાન રાખવા માટે તમારો ખુબ ખુબ આભાર...!
હવે થી તો સિદ્ધિ એની મમ્મી અને અજય ત્રણેય ની સાથે બાપ્પા રહેતા. તેમને જોઈતી મદદ કરતા. સિદ્ધિ સ્કૂલ માં પેરેન્ટ્સ મેટિંગ હોય તો બાપ્પા પણ સાથે જતા. બીજા છોકરાઓ કઈ કહેતા તો સિદ્ધિ બાપ્પા નો ફોટો બતાવી ને કહેતી મારી પાસે તો બાપ્પા છે ને પપ્પા નથી તો શું થયું...!આમ ને આમ સિદ્ધિ હવે સાત વર્ષ ની થઈ ગઈ હતી. ગણી સમજદાર પણ થઈ ગઈ હતી હાજી પણ એના ઘર માં બાપ્પા ની હાજરી હતી. સિદ્ધિ ની મમ્મી નો સિલાઈ કામ નો ધંધો ખુબ સરસ ચાલવા લાગ્યો હતો. બાપ્પા ની દયા થી અજય પણ નવી રીક્ષા લાવ્યો હતો અને રીક્ષા ચલાવવાના કામ માંથી તે પણ સારું એવું કમાવી લેતો હતો સિદ્ધિ ભણવામાં અને પોતાના બીજા શોખમાં પણ ઘણી સિદ્ધિ ઓ મેળવી રહી હતી . દરેક પ્રવૃત્તિ માં સિદ્ધિ અવ્વલ નંબર આવતી. સિદ્ધિ ના ટીચરો પણ એના વખાણ કરતા થાકતા ના હતા.
હવે ગણેશ ચતુર્થી આવવાની હતી, સિદ્ધિ અને એની મમ્મી એ અજયે ભેગાં મળી ને ખુબજ જોર શોર થી તૅયારીઓ કરી હતી કારણકે આ વખતે તેઓ ગણપતિ ની પધરામણી ઘરે કરવાના હતા. આમ તો બાપ્પા એમના ઘર માં જ હતા પણ આ તો એમના દિવસો કહેવાય એટલે મૂર્તિ તો લાવીજ પડે. જોત જોતાં આ એ દિવસ આવી ગયો. વાજતે ગાજતે બાપ્પા ને ઘર માં પધરામણી કરાવી અને હવે તો બાપ્પા ત્યાંજ બેસતા. સિદ્ધિ એમની પૂજા કરતી કાલી ગેલી ભાષા માં તેમની આરતી પણ ગતિ હતી અને લાડુ નો પ્રસાદ ધરાવતી પછી બાપ્પા સાન થી લાડુ ખાતા.એક દિવસે સિદ્ધિ ના મિત્રો ઘરે આવ્યા બાપ્પા ના દર્શન કર્યા અને બધા ભેગા થઈ ને વાતો કરતા હતા બાપ્પા ને પછી કંઈક મસ્તી સુજી. સિદ્ધિ ની મમ્મી એ બધા માટે સરસ માજા નો નાસ્તો બનવી ડીશ માં આપ્યો. બાપ્પા આવી ને ભધુ ખાઈ જતા સિદ્ધિ ના મિત્રો તો માથું ખંજવાળતા રહી ગયા કે ડીશ માંથી નાસ્તો જાય છે કહ્યા..?. સિદ્ધિ એ ગુસ્સા ભરી નજરે બાપ્પા ની સામે જોયું.બાપ્પા પાછા હસતા હસતા એમની જગયા એ જઈને બેસી ગયા. આખો દિવસ એમનું આમ મસ્તી કરી સાંજે બધા મિત્રો છુટા પડ્યા.
આમ ને આમ દસ દિવસ ક્યાં પતિ ગયા ખબરજ ના પડી. બાપ્પાનો વિશર્જન નો સમય આવી ગયો . સિદ્ધિ એ હાથ જોડી બાપ્પા ને કહ્યું બાપ્પા ભલે અમે તમને વિશર્જન કરીએ છે પણ તમારી મારી સાથેજ રહેવાનું. "તથાસ્તુઃ" કહી બાપ્પા તો તિયાર થઈ ગયા... "ગણપતિબાપ્પા મોર્યા" ગાતા ગાતા સિદ્ધિ ને એના મિત્રો મમ્મી અજય બધા બાપ્પા નું વિશર્જન કરી ને આવ્યા. સિદ્ધિ થોડી ગુમસુમ હતી બાપ્પા એ પૂછ્યું. શહૂ થયું બેટા સિદ્ધિ બોલી બાપ્પા કાલે father’s day છે. મારા પપ્પા નથી હું કાલે બધાની સામે શુંબોલીશ એમ કહી ને રડવા લાગી બાપ્પા એ કહ્યું એમાં રડે છે શું કરવા બેટા....! હું છું ને તારી સાથે , ચાલ હું તને શીખવાડું એમ કહી ને સિદ્ધિ બાપ્પા જોડે બેસી ગઈ અને બાપ્પા એને બધુજ સરસ રીતે સમજાવી દીધું સિદ્ધિ ખુશ થતી થતી સુઈ ગઈ.
સવારે ઉઠી ને સરસ મજાની તિયાર થઈ મમ્મી એ પૂછ્યું "બીટા" આજે કશું છે? સિદ્ધિ બોલી હા મમ્મી હું તને કહેવાનું ભૂલી ગઈ હતી આજે મારી સ્કૂલ માં father’s day છે તો દરેક પપ્પાને બોલાવ્યા છે. અને પપ્પા વિષે મારે બોલવાનું છે તો તું આવીશ ને મારી સાથે?. મમ્મી બોલી બેટા હું ચોક્કસ આવીશ. સ્કૂલ માં સિદ્ધિ પહોંચી અને સાથે એના બાપ્પા પણ. કાર્યક્રમ નો સમય થઈ ગયો હતો. સિદ્ધિ ની મમ્મી અને અજય આવી ગયા હતા. બાળકો એ પપ્પા વિષે અવનવા કાર્યક્રમો અને નાટક કર્યા. બધા ને માજા આવી. હવે વારો સિદ્ધિ નો હતો સિદ્ધિ થોડી વાર તો ગભરાઈ પણ સાથે બાપ્પા હોવાથી તેનામાં આતમવિશ્વાસ વધ્યો. તે સ્ટેજ પર આવી અને બોલવાનું શરુ કર્યું.
પપ્પા, શું કહું તમને બધાને કે પપ્પા શું હોય છે...!! જે બાળક ને આંગળી પકડી ને ચાલતા શીખવાડે છે, ખભે બેસાડી એને દુનિયા બતાવે, સાથે હાથ પકડી ને ચાલી જીવન નો સાચો રસ્તો બતાવે. પપ્પા બાળક ની દરેક જરૂરિયાત પુરી કરતા હોય છે પપ્પા બાળક ના દરેક સપના દરેક ઈચ્છા ને પુરી કરે છે. પપ્પા બધા પાસે હોય છે, બસ મારી પાસે જ નથી. મારા પપ્પા મને મૂકી ને ભગવાન પાસે જતા રહ્યા છે. મેં તો મારા પપ્પા ને મન ભરી ને જોયા પણ નથી પણ હા મારી પાસે મારા બાપ્પા છે. આમ કહી ગણપતિબાપા નો ફોટો બતાવ્યો. મારા બાપ્પા એ મને મારા પપ્પા જેવા જ પ્રેમ આપ્યો છે. મારા બાપ્પા એ મારા પપ્પા જેટલીજ તાકાત મારી મમ્મી અને ભાઈ માં આપી છે. જેમણે મને બધું જ આપ્યું છે આજે મારા પપ્પા જ્યાં પણ હશે એ મને જોઈને બહુ જ ખુશ થયા હશે એ મને જોઈને બહુ જ ખુશ થયા હશે સાચું ને...!. એટલું કહી બાપ્પા નો ફોટો લઈને સિદ્ધિ એટલુંજ બોલી જેના બાપ્પા નથી એના બાપ્પા હોય છે. "બોલો ગણપતિ બાપ્પા મોર્યા.." બધાએ ઉભા થઈ સિદ્ધિ ને આંખ માં આંશુ સાથે તાળિયો થી વધાવી લીધી. એની મમ્મી તો ખુશી ના કારણે રડી ગઈ અને ઉભી થઈ ને સિદ્ધિ પાસે જેઇ ભેટી પડી.
બાળમિત્રો સમજ્યા ને તમે ગણપતિ બાપ્પા આપણા મિત્ર બનીને આપણને કેવી મદદ કરે છે. આપણા જીવન માં ગણપતિ નું સ્થાન સર્વોચ્ચ છે કારણકે, "જેનું કોઈ નથી એના બાપ્પા છે"
તો બોલો ગણપતિ બાપ્પા મોર્યા……….