નમસ્કાર મિત્રો,"સ્ટેટ્સ" આજકાલ આ શબ્દનો ઉપયોગ થોડો વધુ પડતો થવા લાગ્યો છે. પણ ખબર એ નથી પડતી કે કયું સ્ટેટસ લોકોને વધુ પ્રભાવિત કરે છે.વોટસઅપ પર જે મૂકવામાં આવે છે એ કે પછી તમે રિયલ લાઇફમાં છો એ! દરેક સ્ટેટ્સ માં માણસના રીએકશન અલગ અલગ રહેતા હોય છે. શું છે માણસનું અસલ સ્ટેટ્સ!!
આજકાલ સોશિયલ મીડિયા ના જમાનામાં ખરેખર માણસનું સાચું સ્ટેટ્સ ક્યાંક છુપાઈ ગયું છે એવું મને લાગે છે. ઘણી વ્યક્તિઓને એવું લાગે છે કે કઈ રીતે આપણે લોકો સામે પ્રભાવ પાડી શકીએ. સ્ટેટ્સ મૂકવાથી કે પછી જે સ્ટેટ્સ છે એ જાળવી રાખવાથી! હવે પ્રશ્ન એવો પણ થાય કે આપણે જે લોકોને બતાવીએ છીએ એવા ખરેખર આપણે છીએ ખરા..? ઘણા માણસો એવા હોય છે જેમની બે અલગ અલગ પર્સનાલિટી હોય છે. એવા માણસોને સમજવા બહુજ અઘરા હોય છે. આપણને જાત કરતા બીજાનો વિચાર પહેલો આવતો હોય છે. જો હું આવું કરીશ તો એને કેવું લાગશે? જો હું આવું બોલીશ તો એને ખોટું તો નહીં લાગી જાય ને? બસ આવા જ વિચારો માણસને બિચારાને સુખેથી જીવવા નથી દેતો. ને વળી પાછું એમાં આવે સ્ટેટ્સ 😀..
એમાંય ઘણા લોકો સ્ટેટ્સ મૂકે ને સામેવાળાના રીએકશન જોવાની કે બતાવવાની પણ એક અલગ મજા છે. જો સારા દેખાવમાં ફોટા મુક્યા હોય તો જવાબમાં 👌👌NICE LOVELY... આપણે આશા રાખી જ હોય કે કોઈક તો આવું કહેશે..😀.. પણ ઘણીવાર એવું પણ થતું હોય છે કે "એણે મારું સ્ટેટ્સ જોયું તો પણ મને કોઈ જવાબ ના આપ્યો!.. " એમાં ને એમાં પાછું મગજ પર ભૂત ચડે કે કંઈ થયું તો નહીં હોય ને!! કોઈને અનુલક્ષીને નથી કહેતી બસ આ એક જનરલ વાતો છે. કે વ્યક્તિને હવે પોતાના રિયલ સ્ટેટ્સ કરતા વોટસઅપ સ્ટેટ્સ મૂકી લોકોના રીએકશન જાણવામાં વધુ રસ પડવા લાગ્યો છે. ઘણીવાર એ પોતે ભૂલી પણ જાય છે કે હું ખુદ શું છું? મારું અસ્તિત્વ શું છે ?
સ્ટેટ્સ મૂકવું કે બતાવવું કંઈ ખોટું કામ તો નથી પણ એમાં ને એમાં તમારી અંદર જે ગુણો તમારી ખૂબીઓ તમારુ સાચું સ્ટેટ્સ ક્યાંક લુપ્ત ના થઈ જાય એનું પણ ધ્યાન રાખવું એટલુજ જરૂરી છે. ખુશ રહેવું અને ખુશ રાખવું બંને ખૂબી એક માણસમાં હોવી જોઈએ. પણ ઘણીવાર એવું બનતું હોય છે કે તમારી ખુશીમાં અન્ય વ્યક્તિની ખુશી ના પણ હોય! દરેકના મન અને મગજ અલગ અલગ રીતે વર્તન કરતા હોય છે. કોઈવાર એકલા રહીને પણ ખુશી મળતી હોય છે. કોઈ સારું કામ કરો કંઇક સારૂ લખો કોઈકના માટે સારૂ કામ કરો તો પોતાની જ પીઠને ક્યારેક થપથપાવી જોજો, ચહેરા પર એક અલગ જ પ્રકારની ખુશી જોવા મળશે. અરીસામાં જોઈને ક્યારેક એમ કહી જોજો કે "વાહ ! વાહ! તું તો ખરેખર બહુજ મસ્ત કામ કરે છે" આપના કારણે કોઈ બીજું ખુશ થાય અને એની ખુશી માટે આપણે નિમિત્ત બનીને એનાથી વધુ સુખ ક્યારેય નહી મળી શકે. જેટલું વોટસઅપ સ્ટેટ્સ ને મહત્વ આપીએ છીએ એટલુજ મહત્વ ક્યારેક પોતાના રિયલ સ્ટેટ્સ ને પણ આપી જોજો.. એક અલગ પ્રકારનો આત્મવિશ્વાસ પેદા થશે.. ક્યારેય ન થઈ હોય એવી ખુશીનો અવસર પ્રાપ્ત થશે. અન્યની ચિંતા કર્યા વગર બસ ક્યારેક પોતાની જાતને સમય આપો જેથી કરીને એ એનું સ્ટેટ્સ જાળવવામાં હજુ વધારે ખીલી શકે.
બસ, અંતમાં હું એટલુજ કહીશ કે,
" WhatsApp Status Is A Character but Your Real Status Is Your Personality"