હકીકતનું સ્વપ્ન..!! - 42 Hemali Gohil Rashu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હકીકતનું સ્વપ્ન..!! - 42

પ્રકરણ 42 અંત કે શરૂઆત... !!

એ રૂમમાં અચાનક થયેલી રોશની થી અચંબિત થઈ જાય છે .. બધાની નજર રોશની તરફ પડે છે ... અને એ રોશની તરફ જોતા બે અત્યંત પ્રકાશિત આકૃતિઓ દેખાય છે .... એક આકૃતિ સુરેશ ની છે તો બીજી આકૃતિ આશાની ..... એને જોઈને અવનીશ ઉભો થાય છે અને એ બંને આકૃતિ ની સામે આવે છે ... .

" સુરેશ ... મને માફ કરજે ભાઈ ... મેં તને ખોટો સમજ્યો .... હું તારો મિત્રતાનો ભાવ ના સમજી શક્યો .... તે મારા માટે તારો જીવ આપ્યો છે .... હું જીવનભર તારો આભારી રહીશ .... "

" ના ... મેં .... એક સાચા મિત્ર તરીકે મારી ફરજ બજાવી હતી ... પણ અવનીશ .... આભાર .... તો તારે તારી ભાભી નો માનવો જોઈએ કે એમણે ખુશી ખુશી પોતાના પતિની બલી ચડાવી દીધી .... "

" હા , સુરેશ હું તારા અને તુલસી ભાભી બંનેનો આભારી રહીશ ..... અને આશા ... મને માફ કરજે .... હું તારા અત્યંત પ્રેમથી કંટાળીને તારી મદદ ના કરી શક્યો .... હું તને સમજી ના શક્યો મેં તારી સાથે એક મિત્રનો ધર્મ પણ ના નિભાવ્યો ... મારા લીધે તે તારો જીવ ગુમાવ્યો .... તારી ઇજ્જત ગુમાવી ..... હું હંમેશા તારો દોષી રહીશ .... મને માફ કરજે ... "

" અવનીશ .... હું આજે પણ તને એટલો જ પ્રેમ કરું છું .... પણ હું તને છોડીશ નહીં .... હું જ્યારે પણ ગ્રહણની રાત હશે .... તને મળવા આવીશ ..... તને જોવા આવીશ .... હા તને કોઈ નુકસાન નહીં પહોંચાડુ કે પછી તારી હર્ષા ને પણ ...... હા , પણ જ્યારે હું આવીશ ત્યારે તારી પાસે હર્ષા નહીં હોય .... "

અને બંને આકૃતિ ધીમે ધીમે અદ્રશ્ય થવા લાગે છે ... સુરેશ ને અદ્રશ્ય થતા જોઈ તુલસીની આંખમાંથી આંસુ વહેવા લાગે છે ... કારણ કે એણે તો પોતાના જીવનનું બધું જ ગુમાવી દીધું છે .... કોના સહારે જીવશે હવે તુલસી .. ? એને રડતા જોઈ હર્ષા તુલસીની નજીક આવે છે અને એના ખભા પર હાથ મૂકી એને સાંત્વના આપવાની કોશિશ કરે છે .... જોત જોતા માં એ બંને આકૃતિ અદ્રશ્ય થઈ જાય છે .... અને આ બધું જ દૂરથી બા જોઈ રહ્યા છે .... લોહી લુહાણ થયેલા હર્ષા અને અવનીશ ને જોઈ બા નવાઈ અનુભવે છે .... અને ઘરની હાલત ખૂબ જ વિચિત્ર થઈ ગયેલી છે.... આ બધું જોઈ બા ત્યાંથી નીકળી જાય છે .. અને વિચારો વશ પોતાના ઘરમાં જતા રહે છે .... આ બાજુ અવનિશ અને હર્ષા અને તુલસી બધા પોતપોતાની જગ્યાએ બેસી હાશકારો અનુભવે છે ... ત્રણે ત્રણની આંખમાં આંસુ છે કે જેને અટકાવી શકાતા જ નથી .... ત્રણેય હજુ વિચારોમાં જ છે કે શું થઈ ગયું ...? હા ... પણ હજુ પ્રશ્ન એ છે કે શું આ મુસીબતનો અંત અહીંયા થઈ ચૂક્યો છે .. ? હર્ષા ના હાથમાંથી અને મસ્તકમાંથી લોહી નીકળી રહ્યું છે ... !! આંખમાંથી આંસુ ધોધમાર વરસી રહ્યા છે.... !! આ બાજુ અવનીશના મસ્તકમાંથી પણ લોહી નીકળી રહ્યું છે ... હાથમાં ચીરાઓ પડેલા છે.... ગરદનમાં નખ વાગી ગયેલા છે .... અને આંખમાંથી આંસુ નો દરિયો વહી રહ્યો છે .... જ્યારે તુલસી પોતાના પતિના દુઃખમાં દુઃખી છે .... ગરદનમાં વાગેલા નખ ના લીધે ગરદન માંથી લોહી નીકળી રહ્યું છે ..... સફેદ વસ્ત્રો લાલ થઈ ચૂક્યા છે ..... લગભગ એ રાત્રે ત્રણે ત્યાં જ બેસી રહે છે ... અને પોતાની વ્યથા કહી શકતા નથી .... સાથે સાથે એટલા બધા શોક અનુભવે છે કે એકબીજા સાથે વાત પણ કરતા નથી ... અને એ જ પરિસ્થિતિમાં ત્યાં બેસી રહે છે ... ત્રણેયનું રુદન એ ઘરમાં ગુંજી ઉઠે છે ....


******


To be continue...


#hemali gohil " Ruh"


@Rashu


શું આજ મુશ્કેલીનો અંત છે ... ? કે પછી હર્ષા અને જીવનમાં હજુ કોઈ સમસ્યા આવવાની છે ... ? આ બધું જોઈને બા નું ચૂપચાપ જતા રહેવાનું કારણ શું હશે ?? જુઓ આવતા અંકે...