પ્રકરણ 4 સુનકાર..!!
ઑફિસમાં અવનીશ કમ્પ્યુટર પર કામ કરી રહ્યો છે એવામાં અચાનક વિચારોમાં સરી પડે છે, એનાં મનમાં ઘણાં બધાં પ્રશ્નો ગુંજી રહ્યા છે જેમ કે શું હર્ષાને સાચે ત્યાં કોઈ દેખાતું હશે ? તે આજે કેમ વહેલી જાગી ગઈ ? પણ શું તે સાચે જ ખુશ છે ? કે દેખાવ કરે છે ? શું હું એને પૂછી લઉં કે એ ખુશ છે? આવાં ઘણાં બધાં પ્રશ્નો એનાં મનમાં ફરી રહ્યા છે....
જ્યારે આ બાજુ હર્ષા પણ વિચારવશ બની પોતાના સ્વપ્નનાં રહસ્ય માટે મથી રહી છે કે શું આ ખરેખર સ્વપ્ન છે કે પછી હકીકત...? જો હકીકત છે તો આવું કેમ થઈ રહ્યું છે ? અને સ્વપ્ન છે તો કેમ આવે છે આવા સ્વપ્નો..?
બંને પોતાની અંદર ઉદ્દભવતા પ્રશ્નોનાં જવાબ માટે પ્રયત્ન કરે છે પણ જવાબ ના મળતાં નિરાશ બની ફરી કામમાં વ્યસ્ત થઈ જાય છે અને એ દિવસ ક્યારેક વિચારોમાં તો ક્યારેક કામમાં જ પસાર થઈ ગયો.....
"હર્ષા , હવે કેટલી વાર લાગશે ? ખરેખર ભૂખ લાગી છે આજે ?"
"બસ તૈયાર જ છે...ત્યાં લાવું જ છું.."
"લાવ..હું help કરું.."
"હમ્મ"
હર્ષા અને અવનીશ રોજની જેમ સાંજે જમવા બેસે છે..movie તો સાથે જોવાની જ ...જમીને અવનીશ મોબાઇલ લઈને બેસે છે એટલામાં હર્ષા પણ કામ પતાવીને સુવાની તૈયારી કરે છે...
"હર્ષા.... ફ્રી થઈ ગઈ..?"
"હા....કેમ ..?"
"મારે વાત કરવી હતી તારી સાથે.."
"હા...બોલોને મારી જાન.."
" ઓહો.."
"બોલો, પાગલ.."
"તું ખરેખર મારાથી ખુશ છે ?"
"હું ના કહીશ તો છોડી દેશો ?"
"પૂછું છું હું just.."
"હું પણ પૂછું છું કે હું ના કહીશ તો છોડી દેશો..?"
"તું પ્રશ્નની સામે પ્રશ્ન પૂછવાનું હજુ પણ ભૂલી નહિ.."
"જવાબ આપો ને.."
"Never....No પાગલ.."
"તો પછી આ પ્રશ્ન પૂછવાનો કોઈ અર્થ...?"
"તું..ગઈ હવે..!!"
"પાગલ.."
અવનીશ હર્ષાને પકડીને ભેટી પડે છે...અને એ રૂમમાં બંનેના હસવાનો અવાજ ગુંજી ઉઠે છે..અવનીશ આવેશમાં આવીને હર્ષાના હોઠોને મજબૂતાઈથી પોતાના હોઠોમાં પકડી લે છે...અને આ યુગલ પ્રેમવશ બની એકબીજામાં તલ્લીન થઈ જાય છે...
રાત્રીએ અચાનક હર્ષા ગભરાઈને જાગી જાય છે અને બેડ પર બેઠી થઈ જાય છે ઘડિયાળમાં જુએ છે તો 3 વાગ્યા છે અને આજુબાજુ નજર ફેરવે છે...અવનીશને સૂતેલો જોઈને એની સામે પ્રેમાળ નજરથી જોઈ અવનીશનાં કપાળ પર ચુંબન આપે છે અને અવનીશને ભેટીને સુઈ જાય છે....અવનીશ ભરનિદ્રામાં પણ હર્ષાને અનુભવે છે....
ગઇકાલની જેમ જ હર્ષા સવારમાં વહેલી જાગી જાય છે. અને સવારમાં જાગીને તૈયાર થઈને તે ટિફિન તૈયાર કરવા લાગે છે... ટિફિન તૈયાર કરી અવનીશ માટે ગરમ પાણી તૈયાર કરે છે... અને અવનીશને જગાડવા માટે જાય છે....
"અવનીશ....ઓય ઉભા થાવ ને..ઑફિસ જવામાં મોડું થશે...?"
"હમ્મ...."
"અવનીશ...અવનીશ.."
"અરે ...યાર સુવા દે ને આજે તો sunday છે...!!"
"શું..?"
"ગાંડી...સુવા દે..રવિવાર છે.."
"હમ્મ"
હર્ષા થોડી મૂંઝવણ સાથે બેડ પર પડેલો પોતાનો ફોન લઈ સ્ક્રીન ઓન કરી ચેક કરે છે ...પણ અવનીશ હજુ ઊંઘમાં જ છે અને પડખું ફરીને સુઈ જાય છે અને હર્ષા ચિંતાગ્રસ્ત થઈ કિચનમાં જઈ પોતે બનાવેલા ટિફિન તરફ નજર કરે છે , અને એકાએક આંખોમાંથી આંસુ સરી પડે છે પોતાનો અવાજ સાંભળી અવનીશ જાગી ન જાય એટલે પોતાના મોં પર પોતાના હાથ મૂકી. દે છે અને મનમાં બોલી ઉઠે છે......
"શું થાય છે યાર મારી સાથે....?"
ત્યાં જ અચાનક અવાજ આવે છે....
"હર્ષા...બેટા...હર્ષા.... "
"હા...બા..આવી...."
હર્ષા ઝડપથી પોતાનાં આંસુ લૂછી નાખે છે અને બહાર જાય છે..
"હા, બા... બોલો ને...'
"આજે તો રજા હશે ને...??"
"હા..બા...કેમ શું થયું..?"
"કંઈ નહીં...બેટા, ફ્રી થઈને ઘરે આવજે બેસવા..હમણાંથી કેમ ઢીલી ઢીલી રહે છે..? બધું ઠીક છે ને..?"
"હા...બા..બધું ઠીક છે ...એ તો હમણાં ફ્રી નહીં રહેતી ને એટલે થાકી જવાય છે...!!"
"કંઈ નહીં બેટા, ફ્રી થઈને ઘરે આવજે , મારા નાના છોકરાના વહુ આવી ગયા છે , એના છોકરાને રમાડવા આવજે.."
"ભલે .. બા.."
હર્ષા બનાવટી હાસ્ય આપી ઘરમાં ફરીથી આવે છે , અને બનાવેલી રસોઈ બપોર માટે મૂકી કિચન સાફ કરવા લાગે છે....
To be continue........
#hemali gohil " RUH"
@Rashu
શું હર્ષા તેની. મનઃસ્થિતિનું વર્ણન કરી શકશે..? શું અવનીશ હર્ષાને સમજવા પ્રયત્ન કરશે...? શું. હર્ષા આ બધી વાત બા ને કરશે..? જુઓ આવતા અંકે...