Hakikatnu Swapn - 1 books and stories free download online pdf in Gujarati

હકીકતનું સ્વપ્ન..!! - 1

પ્રકરણ 1 આભાસી હત્યા...!!

આપણાં ગૌરવવંતા ગુજરાતની ઓળખ એટલે ગુજરાતીઓ. અને એમાં પણ ભારતનાં મોટા ભાગનાં લોકોની સાથે ગુજરાતીઓનો સમન્વય એટલે આ અમદાવાદ શહેર. અને આ અમદાવાદની ગલીએ ગલીએથી વાકેફ યુગલ એટલે અવનીશ અને હર્ષા....

હા, આ યુગલને લગ્નને હજુ દોઠ વર્ષ પણ માંડ માંડ થયું હતું. અવનીશ અને હર્ષા એ પ્રેમ લગ્ન કર્યા હતા . અજબની વાત તો એ હતી કે બંને વચ્ચે દસ વર્ષનું અંતર હોવા છતાં બંનેનું બોન્ડિંગ જબરદસ્ત હતું.

અમદાવાદ શહેરની હરિપુરા ચાલીની નાનકડી ગલીમાં આ યુગલ વસવાટ કરતું હતું. જ્યાં નાનકડું ભાડાનું મકાન હતું ...પરિસ્થિતિ એટલી બધી સારી નહીં, પણ ભગવાનની દયાથી ઘરમાં ક્યારેય કશું ખૂટતું નહીં... હસતું - ઝઘડતું આ યુગલ હંમેશા સાથે જ જોવા મળતું...

" છોટે.... હુ જાઉં છું મારે late થાય છે ...!!"

"ઓ...હેલો..ક્યાં જાય છે ? અવનીશ આપણે સાથે એક જ ઓફિસમાં work કરીએ છીએ ..."

"હા... તો ચાલને જલ્દી કર..."

"બસ ટિફિન પેક કરતી હતી....પછી ત્યાં કહેવા આવશે કે ભૂખ લાગી છે,,"

"હા, બહાર નીકળ, હું લોક મારુ છું..."

"હા, હવે , વાયડી..."

"હું અને વાયડી....!!"

બંને ઘરની બહાર નીકળે છે લોક મારે છે અને એ ગલીની બહાર નીકળતા મકાન માલિકનું ઘર વચ્ચે જ આવે એટલે રોજનો ક્રમ બા બહાર વાળ ઓળવે અને બે વખત અલગ અલગ અવાજમાં બોલાતું...

"જય શ્રી કૃષ્ણ"

એટલે બા ઘરડાયેલા અવાજમાં જવાબ આપે.

"જય શ્રી કૃષ્ણ... બેટા..."

અને અવનીશ અડધા કલાકે જૂનું બાઇક સ્ટાર્ટ કરે અને પછી બંને સાથે ઑફિસ માટે નીકળી જાય...

આ યુગલનો આ રોજનો ક્રમ ...રોજ સવારે સાથે ઑફિસે જવાનું અને એક જ સાથે ઘરે પરત આવવાનું...જમવાનું , વાતો કરવાની અને મસ્તી તો પાક્કી જ....


***********


આ ઘર એટલે બહાર ખુલ્લી જગ્યા , બાથરૂમ અને બે દરવાજા વાળું બે રૂમનું ઘર.....એક દરવાજેથી હોલ અને બીજા દરવાજેથી કિચન....

એ દિવસે રોજની જેમ હર્ષા અને અવનીશ સાંજે 7 વાગ્યાની આસપાસ ઘરે આવે છે. બંને ફ્રેશ થાય છે. હર્ષા રસોઈ બનાવે છે અને અવનીશ change કરીને હર્ષાને મદદ કરે છે.

" અવનીશ જમવાનું તૈયાર છે તો જમી લઈએ ને ..?"

"હા , પાગલ.."

" ચાલ , જમવાનું લઈ લઈએ..."

"Hmm"

અવનીશ અને હર્ષા બંને જમવાનું લઈને નીચે જમવા માટે બેસે છે અને એમની આદત મુજબ હર્ષાના ફોનમાં મુવી ચાલુ કરવાની અને જોતા જોતા જમવાનું....

એકબીજાની મદદ કરતાં કરતાં , વાતો કરતાં કરતાં અને આનાકાની સાથે બંનેની એ સાંજમાં ક્યારે ઊંઘી જવાય છે એ ખબર જ નથી રહેતી..


**********


એ રાત્રીનો એકદમ સુનકાર હતો...ઘડિયાળમાં રાતનાં 12 વાગ્યા હતાં....જેમ જંગલમાં શિકાર પકડવા માટે સિંહ ધીમી ગતિએ ચાલતો હોય એમ ઘડિયાળનો સેકન્ડ કાંટો ધીમી ગતિએ ટક ટક કરતો આગળ વધી રહ્યો હતો....એવામાં હર્ષા જાગે છે અને બાજુના જગમાંથી પાણી લેવાં જાય છે પણ જગ ખાલી જોઈને આળસથી પાણી લેવા માટે ઉભી થાય છે..અચાનક કંઈક અલગ જ અનુભૂતિ થતાં ચારેય બાજુ નજર ફેરવે છે....હર્ષાને એવી અનુભૂતિ થાય છે કે રૂમમાં હર્ષા અને અવનીશ સિવાય ત્રીજું પણ કોઈક ત્યાં હાજર છે , હર્ષા ડરતી ડરતી કિચનમાં જાય છે...ત્યાં જઈને જુએ છે પ્લેટફોર્મ નજીક કોઈ ઉભું છે.....હર્ષા ગભરાય જાય છે ....

" કોણ છે ..?? કોણ છે ત્યાં..?? "

ધીમે ધીમે હર્ષા આગળ તરફ વધે છે મનમાં ઘણા પ્રશ્ન ઉદ્દભવે છે કે આટલી રાતે ઘરમાં કોણ છે અને બંધ ઘરમાં કેવી રીતે આવ્યું હશે...? હર્ષા ઘણા બધાં પ્રશ્નો સાથે આગળ વધે છે પણ ચહેરા પર પરસેવો વળવા લાગે છે, ગભરાહટથી શરીરમાં ધીમું ધીમું કંપન આવી રહ્યું છે , પગ માંડ માંડ આગળ વધી રહ્યો છે ....

" કોણ છે....કોણ ?"

હર્ષા નજીક પહોંચીને ધીમે ધીમે હાથ આગળ કરે છે એ માણસના ખભા પર હાથ મુકવા માટે ....હર્ષા જેવો એનાં ખભા પર હાથ મૂકે છે એ આકૃતિ હર્ષાની સામે ફરીને એક ધારદાર ચપ્પુ હર્ષાના પેટમાં ખોપી દે છે , અને હર્ષા એ આકૃતિનો કાળો અને ડરામણો ચહેરો જોઈ તથા દર્દથી જોરથી બૂમ પાડી ઉઠે છે...અને એ આકૃતિ ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે....


************


TO BE CONTINUE....
# Hemali Gohil " RUH"
@ Rashu


શું થયું છે આ હર્ષા સાથે..?? શું આ જોઈ અવનીશ સહન કરી શકશે? શું અવનીશ અને હર્ષાના આ દામ્પત્ય જીવનનો અંત હશે...?જુઓ આવતા અંકે...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED