પ્રકરણ 3 કાળો પડછાયો..!!
વિખરાયેલાં વાળ અને પરસેવાથી રેપઝેપ થયેલી હર્ષા કિચન તરફ આગળ વધે છે..કિચનમાં પ્રવેશ કરે છે પણ હર્ષાને કશું દેખાતું નથી...એટલે હર્ષા ચારેય તરફ નજર કરે છે અને કઈ જ નથી દેખાતું પણ કોઈ હોવાની અનુભૂતિ થતાં હર્ષા બોલી ઉઠે છે....!!
"કોણ..? કોણ..??"
કંઈ જ ન દેખાતાં હર્ષા પાણી પીવા માટે કિચન તરફ આગળ વધે છે...જેવો પાણી પીવા માટે પાણીનો ગ્લાસ ભરે છે તરત જ સામેની દીવાલ પર કાળો પડછાયો દેખાય છે અને હર્ષાની આંખો ડરથી પહોળી થઈ જાય છે હાથમાંથી ગ્લાસ પડી જાય છે...અને ગભરાહટથી પાછળ ફરે છે અને એની આંખો ચારેય બાજુ ફરી વળે છે ...કશું દેખાતું નથી પણ મનમાં ડર અને ઘણાં બધાં પ્રશ્નો ઉદ્દભવે છે...અને અચાનક હર્ષાનાં ખભા પર એક હાથ મુકાય છે ... અને હર્ષા એકાએક ધ્રુજી ઉઠે છે અને પાછળ ફરી જાય છે...
"અવનીશ....તમે..?"
"હું તને પૂછું છું...છોટે આટલી રાતે તું શું કરે છે....? અહીંયા કેમ ફરે છે ..?સુઈ જા , ચાલ.."
"હા...પાણી પીવા આવી હતી.."
"પણ ...અહીંયા..?"
"હમ્મ.."
"તું ચાલ.."
અવનીશ હર્ષાનો હાથ પકડીને બેડ પાસે લઈ જાય છે ...
" હર્ષુ...શું થાય છે તને...? "
"કંઈ નહીં...મને લાગ્યું કે ત્યાં કોઈ છે..?"
"છોટે , કશું જ નથી ત્યાં.."
"મને દેખાય છે ત્યાં કોઈ હતું.."
અવનીશ ફરીથી હર્ષાનો હાથ પકડીને ત્યાં લઇ જાય છે અને કિચનમાં લાઈટ ઓન કરે છે ..
"જો, હર્ષા,....કંઈ છે અહીંયા..? "
હર્ષા કઈ જ બોલ્યા વગર ચારેય બાજુ નજર ફેરવીને અવનીશ સામે જોઈ રહે છે...
"કંઈ જ નથી હર્ષા, ચાલ , હવે , સુઈ જઈએ..!!"
"હમ્મ.."
હર્ષા કઈ જ બોલ્યા વગર બેડ પર જઈને સુઈ જાય છે , અવનીશ લાઈટ ઑફ કરીને હર્ષા પાસે જાય છે...
"હર્ષા...હર્ષા..."
"હમ્મ.."
"ઓય...રડે છે ??"
"હા...તો હું શું કરું ...? મને જે ફિલ થયું એ મેં કહ્યું તમને..."
"અરે...બચ્ચા...કઈ નહિ જવા દે...ચાલ સુઈ જા..."
અવનીશ હર્ષાને પકડીને એની બાહોમાં ખેંચી લે છે અને એના હોઠ પર પોતાના હોઠ મૂકી દે છે...અને હર્ષા નાનકડાં હાસ્ય સાથે અવનીશને ભેટીને આંખો બંધ કરી દે છે ...પણ એનું મગજ હજુ ઘણાં બધાં પ્રશ્ન કરે છે..
લગભગ સવા છ વાગ્યે અવનીશની આંખો ખુલે છે....પણ આ સવાર અવનીશ માટે કંઈક અજુગતી જ હતી તે કિચનનાં દરવાજા પાસે જઈને ઉભો રહે છે....
" હર્ષા , શું વાત છે આજે તું વહેલી જાગી ગઈ...?"
"હા....કેમ ના જાગી શકું.."
"અરે...પણ નવાઈ લાગે છે કે આજે સવારમાં તે જાગીને પાણી ગરમ કર્યું સાથે સાથે મારા કપડાં તૈયાર છે...અને તું પણ તૈયાર થઈને ટિફિન બનાવવા લાગી છે.."
"કેમ ના થઇ શકે?"
"અરે હા.....પણ નવાઈ લાગે ને મારું કામ થઈ જાય તો..!!"
"હશે હવે, જાવ ...ન્હાવા જાવ...."
"નહિ...એ પહેલાં તો તને બટકાં ભરવાનું મન થાય છે.."
અવનીશ દરવાજા પાસેથી આવીને હર્ષાને પાછળથી ભેટી પડે છે.....
"બસ.....વાયડી...ન્હાવા જાવ ને..."
"હા....તને મારા રોમેન્ટીક મુડની માં બહેન એક કરતાં જ આવડે છે..."
"હશે હવે, ન્હાવા જાવ.."
"નહિ છોડું તને.."
"છોડો ને Please.."
"હર્ષા , કેમ શું થયું ? આમ ઢીલી ઢીલી કેમ બોલે છે..?"
"કંઇ નહિ..."
"હજુ વિચારો આવે છે"
"હમ્મ"
અવનીશ હર્ષાને સામેની તરફ ફેરવીને...
"છોટે...હું છું ને તારી સાથે...ચિંતા ના કરીશ.."
"હમ્મ"
હર્ષા અવનીશને ભેટી પડે છે અને ડાબી આંખમાંથી એક આંસુ સરી જાય છે એને અટકાવતી હર્ષા બોલી ઉઠે છે...
"બસ વાયડી ...ન્હાવા જાવ.."
"હા..મારી બાયડી.."
અવનીશ ન્હાવા જાય છે..હર્ષા રસોઈ બનાવે છે ત્યાં અવનીશ દિવો કરી ઑફીસ માટે તૈયાર થઈ જાય છે...
"હર્ષા...."
"લો આ કૉફી....અને બધું તૈયાર છે પછી નીકળીએ.."
"વાહ...તારી..?"
"છે...."
"અહીંયા લાવને સાથે પીઈએ.."
"હા..લાવું જ છું પાગલ.."
"હમ્મ"
બંને સાથે હસી - મજાક કરતાં કરતાં કૉફી પીએ છે અને ઑફિસ માટે રોજની માફક નીકળી જાય છે....એટલામાં રોજનો ગુંજતો અવાજ ....
"જય શ્રી કૃષ્ણ.."
To be continue.......
Hemali Gohil "RUH"
@Rashu
શું હર્ષા વિચારોમાંથી બહાર નીકળી શકશે ? શું હર્ષા સુખી દામ્પત્ય જીવન માણી શકશે ...? કે પછી વિચારવશ બની ચુપકીદી જાળવી રાખશે ? જુઓ આવતા અંકે....