પ્રકરણ 7 પ્રકૃતિની ગોદ..!!
"wow....આજે કેટલું સરસ વાતાવરણ છે..!! નહિ અવનીશ..??"
"હા...પણ એક સાચી વાત કહું..?"
"હમ્મ..બોલો ને.."
"તને ખુલ્લા વાતાવરણમાં લાવો ને એટલે બધું જ સારું થવા લાગે..!"
"મીન્સ..??"
"એટલે ...એટલે...આમ તારો ગુસ્સો ગાયબ થઈ જાય..!"
"ઓહ..તો હું હંમેશા ગુસ્સો જ કરું છું..?"
"ના...છોડ ને ..અહીંયા કેટલું સરસ વાતાવરણ છે..!!"
અવનીશ આકાશ તરફ જોઈ રહે છે અને હર્ષા અવનીશને જોઈ રહે છે...એટલે અવનીશ સામેની બેન્ચ તરફ જતા બોલે છે
"ચાલ..હર્ષુ , સામે બેસીએ.."
"હમ્મ"
"હાશ..! બચી ગયો..!!"
અવનીશ બબડતાં બબડતાં બેન્ચ પર બેસી જાય છે અને હર્ષા પણ પાછળ આવીને અવનીશની બાજુમાં બેસી જાય છે... અવનીશ ગંભીર થઈને પૂછી ઊઠે છે..
"હર્ષુ...મારે તને એક વાત પૂછવી છે...!!"
"હા... બોલને અવનિશ..."
"મને આજે સાચું કહીશ , કે તને રાત્રે શુ દેખાય છે...આજે સવારમાં પણ દરવાજો કેમ ગભરાઈને ખોલ્યો હતો,,?"
"કઇ નહિ એ તો તમે late આવ્યા હતા એટલે.."
"જો હર્ષા...તારા ચહેરા પર સાફ દેખાય છે કે તું ખોટું બોલે છે...."
"ના રે અવનીશ..."
"મને એ નથી સમજાતું કે તું મારાથી શું કામ છુપાવે છે..? અને શા માટે..?"
"અવનીશ..કશું નહીં છુપાવતી...તમને ખબર તો છે જ કે રાતે ડ્રીમનાં લીધે ડરી જાઉં છું...."
"હશે..તારી ઈચ્છા...હું જબરદસ્તી નહિ કરું ...મારી સાથે share કરવા માટે.."
"અવનીશ ...એવું કંઈ જ નથી.."
"તો શું છે..? "
"કંઈ જ નથી..."
"ઓકે ...મને એમ કે કદાચ તારા પ્રોબ્લેમનું સોલ્યુશન મારી પાસે હોય..!!"
"પણ ...એવી કોઈ પ્રોબ્લેમ નથી..."
"પાક્કું..? "
"હા..."
"તને એ તો યાદ છે ને કાલથી મારી weekમા ત્રણ દિવસ nightshift છે..?"
"હા.."
"ક્યાં ત્રણ દિવસ..??"
"હમ્મ.."
"શું હમ્મ..?? સોમ , બુધ અને શુક્ર "
"હા..ખબર છે..?"
"મતલબ તને કોઈ પ્રોબ્લેમ નથી.."
"ના.."
"ઓકે"
બંને વચ્ચે ક્ષણિક શાંતિ છવાય જાય છે...અવનીશનાં મનમાં ઘણા બધા પ્રશ્નો થાય છે પણ એ એની ચુપકીદી જાળવી રાખે છે...હર્ષા વાત બદલવાનો પ્રયત્ન કરે છે..
"અવનીશ...અવનીશ.."
"હમ્મ"
"આપણે snap લઈએ..??"
"તું લઈ લે..!!"
"અવનીશ...મને કોઈ જ પ્રોબ્લેમ નથી પ્લીઝ...માની જાઉં ને..!!"
"હમ્મ"
"અવનીશ , મને કોઈ પણ તકલીફ હશે તો પહેલા તમને કહીશ...ચિંતા ના કરો ને પ્લીઝ ..."
"પાક્કું..???"
"હા..મારી જાન..."
"ઓકે ચાલ snap લઈએ..!!"
"wait ...પાગલ.."
હર્ષા મોબાઈલમાં snapchat ખોલે છે અને અલગ અલગ ફિલ્ટરનો ઉપયોગ કરી મસ્તી કરવા લાગે છે અવનીશ પણ એની મસ્તીમાં મશગુલ થઈ જાય છે...બંને એકબીજાને ચીડવવામાં , હેરાન કરવામાં એમની વાતોમાં મશગુલ છે...કોણ જાણે આ મસ્તી આખરે ક્યાં સુંધી જીવંત રહેવાની હતી...!!
થોડી ક્ષણો પછી બંને રિવરફ્રન્ટમાંથી બહાર નીકળે છે કારણકે વધારે પડતી પબ્લિકથી બંને ને એલર્જી હતી...એટલે પબ્લિક વધતાં બંને ત્યાંથી બહાર નીકળે છે.....
"અવનીશ...."
"હમ્મ.."
"સમોસા ખાઈએ..?"
"હા....કેમ નહીં.."
"પણ ક્યાં જઈશું..?''
"જઈએ...રસ્તામાં સારું હશે ત્યાં જઈશું..?"
"ઓકે"
અવનીશ પાર્કિંગમાંથી બાઇક કાઢી સ્ટાર્ટ કરે છે અને બંને ત્યાંથી નીકળે છે..ચાલુ બાઇક પર અવનીશ હજુ એ જ વિચારે છે કે હર્ષા કઈ વાતથી ડરે છે..? અને એ શું છુપાવે છે..?શા માટે છુપાવે છે..?
"અરે, અવનીશ આમ તો બાઇક પર કેટલું બોલો છો..!!! આજે કેમ કંઈ બોલતાં નથી.."
"અરે, કંઈ નહીં ....તું બોલ ને ...મને તને સાંભળવી ગમે છે..."
"ઓહ ...એવું..? તો પહેલાં કેવાય ને મને પણ બોલવું ગમે જ છે.."
"હા...કારણ વગરનું..?"
હર્ષા પાછળથી અવનીશની ટપલી મારે છે...
"શું કીધું..?"
"અરે... કઈ નહિ ..એમ કહું છું કે સમોસા દેખાય તો કહેજે..."
"અરે..હા યાર..."
હર્ષા અને અવનીશની આવી ખાટી મીઠી વાતો ચાલ્યા કરે છે... થોડી ક્ષણમાં અવનીશ ફાસ્ટ ફૂડની એક શોપ પર બાઇક ઉભી રાખે છે...હર્ષાની કારણ વગરની વાતો એની અવનીશનો અનોખો જવાબ અને સાથે સાથે સમોસાની મજા....ધીમે ધીમે સુરજ પણ ઢળવા લાગ્યો છે એટલે અવનીશ અને હર્ષા ઘર તરફ જવા નીકળે છે...
"અવનીશ...અવનીશ...!!??"
"હમ્મ બોલ ને...!!"
"તમે આટલાં બધાં ડાહ્યા પહેલાંથી જ છો કે મારા આવ્યા પછી,,?"
"વાયડી...જા ને હવે ખોટી હેરાન ના કરીશ.."
હર્ષા પાછળથી અવનીશનાં ખભા પર બટકું ભરી લે છે એટલે અવનીશ બુમ પાડી ઉઠે છે...
"વાયડી..!"
"મજા આવી ગઈ...!!"
"હશે...ચાલ ઉતર હવે,...ઘર આવી ગયું.."
"વાહ.."
"વાહ વાળી..લે ચાવી દરવાજો ખોલ ...હું આવું છું.."
"હા..ઓકે.."