Hakikatnu Swapn - 8 books and stories free download online pdf in Gujarati

હકીકતનું સ્વપ્ન..!! - 8

પ્રકરણ 8 અદ્રશ્ય ટક્કર..!!

હર્ષા જઈને લોક ખોલે છે ...પણ જેવો લોક ખોલે છે તરત જ કોઈ એને ટકરાઈને બહાર આવ્યું હોય એવી અનુભૂતિ થાય છે જેના લીધે તે બે ડગલાં પાછળ તરફ ધકેલાય છે...એટલીવારમાં અવનીશ ત્યાં આવી પહોંચે છે....હર્ષાને ત્યાં વિચારવશ ઉભેલી જોઈને અવનીશ પૂછી ઉઠે છે...

"શું થયું..?? હર્ષા... કેમ બહાર ઉભી છે..?"

જવાબ ન મળતાં અવનીશ શૂઝ કાઢી હર્ષાનાં ખભાં પર હાથ મૂકી ફરી વાર પૂછે છે..

"હર્ષા...શું થયું..?"

"કઇ નહિ અવનીશ તમારી રાહ જોતી હતી.."

"ચલ જુઠ્ઠી..."

"તો..?"

અવનીશ ઘરમાં પ્રવેશે છે અને એની પાછળ હર્ષા પ્રવેશે છે, અવનીશ રૂમની લાઈટ ઓન કરી થાકના લીધે બેડ પર સુઈ જાય છે...હર્ષા પણ અવનીશની બાજુમાં જઈને બેસી જાય છે ..એટલે અવનીશ હર્ષાના ખોળામાં માથું મૂકી દે છે...હર્ષા અવનીશના કપાળ પર હાથ ફેરવતાં ફેરવતાં એને પંપાળવા લાગે છે..

"અવનીશ...??"

"હમ્મ"

"thank you...આજે natural place પર જઈને બહુ સારું ફિલ થયું..!!"

"મને thank you કહીશ..?"

"ના..રે..!!"

"પણ ...અવનીશ..?"

" હમ્મ બોલ ને.."

"મેં જેવો દરવાજો ખોલ્યો એવું મને લાગ્યું કે કોઈ મને ટકરાય ને બહાર ગયું..!!"

"ના રે..હર્ષા તારો વહેમ હશે...કેમ કે હું પણ બહારથી જ આવ્યો મને એવું કશું લાગ્યું નહિ.."

"હા..શાયદ..મારો વહેમ હશે..!!"

"હમ્મ"

"કંઈ નહીં ...જમવામાં શું બનાવું..??"

"કંઈ પણ ચાલશે..!!"

"બોલો ને યાર તમારે જે ખાવું હોય તે બનાવું.."

"વઘારેલી ખીચડી..?"

"હા...હું એ જ વિચારતી હતી.."

"ગાંડી તું વિચારે પછી ફાઇનલ જ હોય.."

"સારું ચાલો તમે ચેન્જ કરીને ફ્રેશ થઈ જાવ હું રસોઈ બનાવી લઉં.."

હર્ષા હાથ પગ ધોઈ કિચનમાં જઈ રસોઈ બનાવવા લાગે છે અને અવનીશ ચેન્જ કરી હાથ પગ ધોઈને ફ્રેશ થાય છે.. અને અવનીશ દીવો કરવા લાગે છે...અવનીશની સાથે સાથે હર્ષા પણ રસોઈ બનાવતા બનાવતા હનુમાન ચાલીસાનો જાપ કરે છે...

થોડી ક્ષણમાં હર્ષા રસોઈ બનાવી લે છે અને બંને જમવા માટે બેસે છે એમની મુવી જોવાની આદત સાથે....રોજની જેમ જમ્યા પછી અવનીશ ફોન લઈને બેસે છે અને હર્ષા કામ પતાવે છે...અને પછી એમની મસ્તી સાથે બંને ક્યારે નિદ્રાવશ બની જાય એની ખબરર નથી રહેતી...

************


અવનીશ અને હર્ષા બંને નિંદ્રાધીન છે એવામાં હર્ષાને કંઈક હોવાનો આભાસ થાય છે..હર્ષાની આંખ ખુલે છે તો નાના બાળકનાં સ્વરૂપમાં જ હર્ષાને પોતાનાં ભાઈની લાશ પંખા પર દેખાય છે... અને એની નજર પડતા જ હર્ષા આંખમાં આંસુ સાથે બૂમ મારતાં દરવાજા તરફ ડોટ મૂકે છે અને દરવાજો ખોલવાનો પ્રયત્ન કરે છે..પણ દરવાજો ખૂલતો નથી એટલે જોર જોર થી રડવા લાગે છે.....હર્ષાની ચીસથી અવનીશ જાગી જાય છે...

"હર્ષા....? હર્ષા ...?"

અવનીશ હર્ષાને જગાડે છે પછી હર્ષાને ભાન થાય છે કે એ સ્વપ્ન હતું...પણ હર્ષા અવનીશને ભેટીને રડી પડે છે, મને પોતાનાં સ્વપ્નની વાત શેર કરે છે... એટલે અવનીશ સાંત્વના આપે છે અને હર્ષાને સુવરાવવા માટે પ્રયત્ન કરે છે...

"હર્ષા , સુઈ જા...કઈ જ નથી ...હું છું ને...?"

"હમ્મ.."

અવનીશ હર્ષાને સુવરાવી એના કપાળ પર હાથ ફેરવે છે....થોડી ક્ષણમાં હર્ષા નાના બાળકની માફક અવનીશને ભેટીને સુઈ જાય છે...પણ અવનીશ વિચારોમાં સરી જાય છે કે શું હર્ષાને ખરેખર કઇ ફિલ થતું હશે..?મારી હર્ષા સાથે કેમ આવું થાય છે..? આજે મારે નાઈટ શિફ્ટ છે તો શું હર્ષા રહી શકશે? હું એને એકલી મૂકીને કેવી રીતે જય શકું યાર...?
અવનીશ વિચારોમાં પોતે ક્યારે સુઈ જાય છે એની એને ખબર નથી રહેતી..પણ એકબીજાને ભેટીને સુતેલી આ પ્રેમમૂર્તિ ખરેખર સુંદર લાગી રહી છે..પણ કોણ જાણે કે આ પ્રેમમૂર્તિને કોની નજર લાગી..?

*******


સવારમાં છ વાગ્યાનો સમય છે ..અવનીશની આંખો ખુલે છે...હર્ષાને પોતાની બાહોમાં સુતેલી જોઈને ધીમેથી હર્ષાને દૂર કરી ઉભા થઇ પાણી ગરમ કરવા મૂકે છે અને ફરીથી હર્ષા પાસે આવી સુઈ જાય છે અને હર્ષાની નિંદ્રા અવસ્થાને માણવા પ્રયત્ન કરે છે...એટલે અવનીશ હર્ષાનાં કપાળ પર ચુંબન આપે છે..એટલે હર્ષા જાગી જાય છે પણ એનાં ચહેરા પર smile આવી જાય છે...પણ હર્ષા ફરીથી અવનીશને ભેટીને એની બાહોમાં સરી જાય છે..

"મારી કુંભકરણ..!!"

"હશે...સુવા તો દો.."

"હા, હો.."

********


To be continue.....

#hemali gohil "RUH"

@Rashu

હર્ષાની સાથે કોણ ટકરાયું હશે..? શું હર્ષા તેની હકીકત જાણી શકશે..?શું અવનીશ તેનાં પ્રશ્નોના જવાબ મેળવી શકશે..? જુઓ આવતા અંકે..


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED