હકીકતનું સ્વપ્ન..!! - 6 Hemali Gohil Rashu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હકીકતનું સ્વપ્ન..!! - 6

પ્રકરણ 6 ખુશીની ઝલક...!!

એકી શ્વાસે હર્ષા પ્રશ્નો પૂછી ઊઠે છે અને કિચનના દરવાજે પહોંચી જાય છે.... ત્યાંથી જ બંને રૂમમાં તેની નજર ફરી વળે છે, પણ કશું જ ના દેખાતા થોડો હાશકારો અનુભવે છે.... અને બેડ પાસે આવવા માટે ત્યાંથી પાછી વળે છે અને ફરી એ ધીમો અવાજ સંભળાય છે....

હર્ષા ફરી કિચન તરફ નજર નાખે છે અને ગભરાઈ જાય છે કે કશું જ નથી તો અવાજ ક્યાંથી આવે છે...!! અચાનક કિચન તરફના બહારના દરવાજાથી ટકોરા સંભળાય છે.... હર્ષા વધુ ગભરાય જાય છે, તે ત્યાં જ ઉભી રહે છે... બીજીવાર વધારે તીવ્રતાથી આ ટકોરા સંભળાય છે....

હર્ષા ધીમે ધીમે ધ્રુજતા શરીરે દરવાજા તરફ આગળ વધી રહી છે ...દરવાજા નજીક જઈને ગભરાયેલા અવાજમાં પૂછી ઊઠે છે..

" કોણ...?"

સામે છેડે થી અવાજ આવે છે...

"હર્ષા હું છું , યાર..."

હર્ષા ઝડપથી દરવાજો ખોલીને ભેટી પડે છે

"અવનીશ , કેટલી વાર લાગી તમારે..??!!"

"પાગલ....બહાર કોઈ જોઈ જશે આ રીતે ગાંડી....બોલશે કોઈ...!!"

"હમ્મ"

એકાએક હર્ષા અવનીશને છોડીને અંદર આવી જાય છે....

"હર્ષા.... હર્ષુ .....શું થયું? ....ગાંડી...!!"

"શું થયું ....??તમને નથી ખબર કે શું થયું? "

"અરે , આઈ નો કે મારે લેટ થયું પણ સાંભળ ને .....ગુસ્સો ના કરીશ..."

"હા , હું ગુસ્સો કરું છું ..."

"ના , એવું નહીં કે'તો હું તો જસ્ટ કહું છું ....સાંભળ ને ..."

"બોલો ..."

"અરે... ત્યાં એમણે બેસાડી રાખ્યો એટલા માટે.... યાર ,લેટ થઈ ગયું.."

"હમ્મ"

" હર્ષુ... બોલને યાર .....આવું ના કરીશ..."

" હા , બધું હું જ કરું છું .."

"ઓય..એ કે દરવાજો કેમ નહોતી ખોલતી? "

"કંઈ નહીં... તમે લેટ આવ્યા એટલે..."

" ના , કંઈક અલગ જ અવાજ હતો તારો યાર..."

" હા ....તમે ના આવો તો શું કરું?"

" ના , કંઈક અલગ જ ડર હતો... આર યુ ઓકે ...?"

" હમ્મ...ચાલો જમી લઈએ ....લેટ થઈ ગયું ....ભૂખ લાગી છે...."

" હા , ચાલ મને પણ ભૂખ લાગી છે..."

" હા, wait...તમે હાથ પગ ધોવો ત્યાં સુધીમાં હું દાળ ગરમ કરી લઉં..."

" હા , ઓકે "

અવનીશ ફ્રેશ થઈને આવે છે અને બંને મુવી જોતા જોતા જમવા બેસે છે પણ અવનીશ એ વાતથી બિલકુલ અજાણ નથી કે હર્ષા તેનાથી કંઈક છુપાવી રહી છે પણ અવનીશ છતાં પણ હર્ષા ને ખુશ કરવાના પ્રયત્ન કરે છે અને વાત બદલી નાખે છે....

" હર્ષુ તે કંઈ વિચાર્યું ?"

" શું..?"

" અરે , ગાંડી બહાર જવાનું ...!!"

"ના , યાર મેં જોયું પણ મને કંઈ સૂઝ્યું જ નહીં....!!"

"શું યાર કંઈક વિચાર ....આજે કંઈક જઈએ ....એ બહાને ફ્રેશ થવાય..."

" હા , તો રિવરફ્રન્ટ જઈએ ...??"

"પણ , ત્યાં પબ્લિક વધારે નહીં હોય..?"

"હમ્મ"

" કંઈ નહી.... રિવરફ્રન્ટ જ જોઈએ કે બીજે ક્યાંય જઈએ...??!!"

" ના , ચાલશે રહેવા દો....રિવરફ્રન્ટ જ ..."

"ઓકે , બચ્ચા...ચાલ , કામ પતાવી લે ...પછી નીકળીએ.."

"હમ્મ"

હર્ષા બધું કામ પતાવી દે છે ત્યાં સુધી અવનીશ ફોન લઈને બેસે છે.

"અવનીશ...."

" બોલને...."

" તૈયાર થઈ જાઓ મારે કામ પતી ગયું છે.."

" ઓકે , તું તૈયાર થા. હું થઈ જાઉં છું મારે વાર નહીં લાગે..."

"ઓકે.."

હર્ષા તૈયાર થવા લાગે છે વાળ ઓળાવી કપાળ પર સિમ્પલ નાની બિંદી લગાવી તૈયાર થાય છે પણ અવનીશ હજુ ફોનમાં જ છે

"મારે નહીં જવું. તમે પણ ના જાવ...ખાલી ફોન જોયા કરો. "

"ઓય , હર્ષુ... અરે , હું થઈ જાઉં છું તૈયાર ફટાફટ....પ્લીઝ ગુસ્સો ના કરને.... સોરી યાર...."

" નહીં જવું મારે..."

અવનીશ કશું બોલ્યા વગર વાળ સરખા કરે છે અને તૈયાર થઈ જાય છે

"છોટે ,આઈ એમ રેડી.... ચાલ જઈએ..??"

" મારે નહીં આવવું ..."

"હર્ષુ.... પ્લીઝ માફ કરી દે...સોરી... ગુસ્સો ના કર ને પ્લીઝ...'

"હમ્મ"

" ચાલ... પ્લીઝ..."

હર્ષા મોઢું ફુલાવીને બહાર નીકળે છે અને અવનીશ નટખટ હાસ્ય સાથે ઘરની બહાર નીકળી લોક મારે છે અને બાઈક પાસે જાય છે

"હર્ષા...સ્માઈલ પ્લીઝ ....બી હેપ્પી..."

"હમ્મ"

અવનીશ બાઇક સ્ટાર્ટ કરે છે અને બંને રિવરફ્રન્ટ જવા માટે નીકળી જાય છે

**********


To be continue....

#hemali gohil "RUH"

@Rashu

શું અવનીશ અને હર્ષા બંને સાથે ખુશ રહી શકશે..? કે પછી હર્ષાની માનસિક સ્થિતિની અસર બંનેનાં દામ્પત્ય જીવન પર થશે..? જુઓ આવતા અંકે.....