પ્રકરણ 2 અજાણ્યો અવાજ..!!
હર્ષાની બૂમ સાંભળીને અવનીશ જાગી જાય છે અને હર્ષાને બેડ પર પરસેવાથી રેપઝેપ થયેલી અને ડરેલી જોઈને પૂછવા લાગે છે...
" હર્ષા , શું થયું ? હર્ષા કેમ ગભરાયેલી છે આટલી બધી ...શું થયું...?...હર્ષા ....હર્ષા.."
અવનીશ હડબડાવીને હર્ષાને પૂછે છે...ત્યારે હર્ષા તરફથી માંડ માંડ જવાબ મળે છે...
"હમ્મ"
"શું થયું હર્ષા...?"
"ત્યાં કોઈ છે અં...અંદ..અંદર..!!"
"કોઈ નથી ત્યાં હર્ષા...."
"છે ત્યાં કોઈ છે.."
"હર્ષા , તે ફરીથી કોઈ ખરાબ સ્વપ્ન જોયું...સુઈ જા કંઈ જ નથી ત્યાં.."
અવનીશ હર્ષાને પકડીને પોતાની બાહોમાં સુવરાવી દે છે
"હર્ષા, હવે વિચાર નહીં , કંઈ જ નથી , હું છું ને તારી સાથે..."
"હમ્મ , પાણી પી આવું..?"
"અહીંયા જગમાં જ છે ...Wait હું આપું..."
"હમ્મ"
અવનીશ સહેજ ખસીને હર્ષાને જગમાંથી પાણી આપે છે , એને ફરીથી સુવરાવી દે છે , પણ હર્ષાનું મગજ તો એ જ વિચારે છે કે આ શું હતું..
"બસ , હવે હર્ષા , વિચારવાનું બંધ કર...અને સુઈ જા.."
" હમ્મ.."
અને હર્ષા વિચારો સાથે અવનીશની બાહોમાં સમાય જાય છે....
"ઓયય વાયડી..ઉભી થા ને ...મેં પાણી પણ ગરમ કરી નાખ્યું છે..."
"હા , પાંચ મિનિટ "
"કુંભકરણ...!! આપણાં ઘરમાં તો ઊંધું છે...પત્ની રોજ સવારે પતિને કેટલા પ્રેમથી જગાડે...અને અહીંયા આ કુંભકરણને મારે જગાડવાની..."
"બસ..વાંદરા , બોલ બોલ ના કરીશ ....જાગી ગઈ હું..."
" નવાઈ કરી હોં..બિલાડી"
" તો તમને એવું ના થાય કે હું મારી પત્નીને પ્રેમથી જગાડું..."
"હા, મારી પત્ની.... મહારાણી , ઉભા થાવ , ન્હાવા જઈએ ......!!"
અવનીશ હર્ષાને હાથ પકડીને ખેંચે છે , હર્ષા અને અવનીશ બંને હસતાં હસતાં બાથરૂમ તરફ જાય છે... રોજની જેમ મસ્તી કરતાં કરતાં બંને તૈયાર થાય છે , હર્ષા ટિફિન બનાવે છે , અવનીશ દીવો કરી , ઓફીસ માટે તૈયારી કરે છે , હર્ષા પણ થોડી વારમાં તૈયાર થઈ જાય છે....અને રોજનો ક્રમ ત્રણ વાર એ સવારનો ગુંજતો આવાજ " જય શ્રી કૃષ્ણ..."
"may i come in sir ?"
"yes , please.."
"ઓહ ...સાહેબને ઉપર જોવાનો સમય પણ નથી કે એમનાં એમ્પ્લોય અંદર આવે છે કે નહીં.."
"how can this possible કે હું મારા બોસ ને પણ ના ઓળખી શકું ?"
"હા , હવે...વાયડી.."
"સર છું તારો...managerની તો respect કર..."
"હા.. સર ....તમારી આ ફાઇલ જ આપવા આવી હતી..."
"લાવ..compelate છે ..?"
"હા.. done છે..."
"okay"
હર્ષા મનમાં બડબડે છે...
"વાયડી..સામે પણ નથી જોતી.."
અવનીશ સામે જુએ છે અને હર્ષા કેબિનની બહાર નીકળે છે..ને અવનીશ ધીમું ધીમું હસે છે ....
"મારું ગાંડુ..."
હર્ષા અને અવનીશ બંને ઑફિસેથી ઘરે જવા માટે નીકળે છે ...બાઇક પર બંનેની વાતચીત શરૂ છે...
"ઓયય ...છોટે ...શું કેબિનમાં આવીને અણી કાઢતી હતી..?"
"કેમ ના આવી શકું...?"
"એટલે એવું નહીં .."
"તો કેવું..?"
"તો તું હેરાન કરે છે ને બોસ ને ખરેખર ખબર પડશે તો હેરાન થઈશું.."
"ઓહહ....તો હવે નહીં આવું બસ.."
"અરે..પણ just વાત કરું છું.."
"હા, તમારે તો આટલું જ જોઈએ છે...નહીં આવું બસ.."
"અરે..મજાક કરતો હતો...સૉરી , ભૂલ થઈ ગઈ .."
"હમ્મ"
"પ્લીઝ , આવું ન કર ને હર્ષા.."
ને હર્ષા જોર જોર થી ખડખડાટ હસવા લાગે છે...
"ગાંડી, હજુય હેરાન કરે છે.."
"હમ્મ..પાગલ, ઘર આવી ગયું, જલ્દી કરો , હજુ રસોઈ બનાવવાની છે.."
"હા..ચાલ.."
બંને રોજની જેમ ઘરે આવે છે , ફ્રેશ થાય છે , હર્ષા રસોઈ બનાવે છે અને અવનીશ દીવો કરે છે અને બંનેને મૂવી જોતા જોતા જમવા બેસવાનું....ને કામ પતાવીને એકબીજામાં સમાયને સુઈ જવાનું...
એ ઘરનાં કિચનમાંથી અચાનક ધીમો ધીમો અવાજ આવે છે ...
"હર્ષા...હર્ષા...હર્ષા..."
આ અવાજથી હર્ષા જાગી જાય છે અને ઘડિયાળ તરફ નજર માંડે છે , રાતનાં બે વાગ્યે છે , હર્ષા અવાજ સાંભળીને આજુ બાજુ નજર નાખે છે ત્યાં ફરી અવાજ આવે છે...
"હર્ષા...હર્ષા.."
ફરીથી એ ધીમો ધીમો અવાજ સંભળાય છે એટલે હર્ષા ચોંકી જાય છે ....
હર્ષા બેડ પરથી ઉભી થાય છે અને કિચન તરફ જાય છે...ગભરાયેલી હર્ષા ધીમે ધીમે એ અવાજ તરફ ખેંચાય છે....
To be continue.....
Gohil Hemali "RUH"
@Rashu
શું થઈ રહ્યું છે હર્ષા જોડે..? શું આ હર્ષા પરનો કોઈ અભિશાપ હશે કે પછી વહેમ..?? જુઓ આવતાં અંકે.....