હકીકતનું સ્વપ્ન..!! - 41 Hemali Gohil Rashu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હકીકતનું સ્વપ્ન..!! - 41

પ્રકરણ 41 ઇજ્જત...!!

સુરેશનાં શરીરમાં રહેલી આશા અવનીશ અને હર્ષાની સામે જોઇને બોલે છે ....

" શું અવનીશ તારો પ્રેમ એટલો બધો આંધળો હતો કે તું મારી સામે જોઈ પણ ના શક્યો... ? શું મારો પ્રેમ એટલો બધો ખરાબ હતો.. ? જો મારી જગ્યા પર... આ ... આ તારી હર્ષા હોત તો શું કરેત... ? અવનીશ પ્રેમ એની જગ્યા પર અને એક સ્ત્રીની માન અને મર્યાદા એની ઈજ્જત એની જગ્યા પર... સ્ત્રી એના વગર અધૂરી છે.... અધૂરી.... !!! "

અને આશાની આત્મા ચીસ પાડીને રડી ઉઠે છે.... અને તુલસી બોલી ઉઠે છે

" તો હવે ... શુ જોઈએ છે... ? "

" અવનીશ.... અવનીશ જોઈએ છે... હવે મારી જીદ છે... "

અને એ જ સમયે સુરેશનાં શરીરમાંથી એક દિવ્ય પ્રકાશ બહાર આવે છે... અને આ પ્રકાશ એટલે સુરેશની આત્મા...

" આશા ... ?? "

" ભાઈ ... !! "

" હા ... આશા .... તારી સાથે થયું તે ખરેખર ખોટું થયું છે .. પણ એનો મતલબ એ નથી કે તું બીજા સાથે ખોટું કર ... "

" ના ... ભાઈ ના આ મારી જીદ છે... મને અવનીશ જોઈએ છે ... "

" આશા... તારા ભાઈનું તું નહિ માને... ? "

આશા ના પાડી ચીસ પાડી ઉઠે છે અને એ દિવ્ય પ્રકાશ ફરીથી એના શરીરમાં સમાય જાય છે.... અને છેવટે અવનીશ બોલી ઉઠે છે ...

" આશા... મારી ભૂલ છે ... માનું છું કે મારે તારી વાત સાંભળવી જોઈતી હતી... પ્લીઝ માફ કરી દે ને અમને... "

" વાહ ... અવનીશ ... સ્ત્રીની લૂંટાયેલી ઈજ્જતની જવાબ માફી .. "

અને આશા જોર જોરથી હસવા લાગે છે ... અને આખરે કોઈ ઉપાય ન મળતાં તુલસી એ ઓમ લઈને ઉભી થઇ જાય છે અને અવનીશ પાસે જાય છે ...

" અવનીશ ભાઈ આ ઓમકારમાં અખૂટ શક્તિઓ છે હું અને સુરેશ મળીને આની શક્તિઓ જાગ્રત કરીશું.. તમારે એને સુરેશની છાતી પર મારવાનું છે ... પણ હું કહું ત્યારે જ .. !! "

" પણ ભાભી.. ? સુરેશ... ? મારો ભાઈ ... ? "

" અવનીશ ભાઈ ... હર્ષાની હાલત જુઓ... "

" હમ્મ "

તુલસી ઓમકારની શક્તિઓ જાગૃત કરવા મંત્રજાપ કરે છે અને આશા છૂટવા માટે પ્રયત્ન કરે છે અને સુરેશ એને રોકવા માટે ... અને અવનીશ એ ઓમકાર હાથમાં પકડીને ત્યાં જ ઉભો છે અને એવામાં અવનીશને હર્ષા ધક્કો મારે છે અને એ ઓમકાર દૂર ફેંકાય જાય છે.... એ હર્ષાની સામે જુએ છે તો આશા ત્યાંથી જ હર્ષાને વશમાં કરે છે ... અને અવનીશ એ ઓમકાર લેવા માટે દોડે છે તો હર્ષા જ એને રોકે છે... એકબાજુ હર્ષા અને અવનીશ એકબીજા સાથે લડી રહ્યા છે ... આ બાજુ તુલસીના જાપ શરૂ છે અને બીજી બાજુ સુરેશની આશાની આત્મા પરની પકડ ઓછી થઈ રહી છે ...

અવનીશ હર્ષાને ધક્કો મારે છે તો હર્ષા દૂર ફેંકાય જાય છે અને અવનીશ દોડીને ફટાફટ એ ઓમકાર લઈ લે છે અને એ ફરીથી દોડીને સુરેશ પાસે આવીને કૂદકો મારીને બે હાથે ઓમકાર પકડીને મારવા જાય છે અને આ બાજુ હર્ષા અવનીશને રોકવા કૂદકો મારે છે.. અને એ જ સમયે ઓમકાર જાગૃત થતા એમાંથી એક ધારદાર ચપ્પુ નીકળે છે... અને અવનીશ એ સુરેશની છાતીમાં ખોપી દે છે અને ત્યાં ભયાનક વિસ્ફોટની જેમ સુરેશનાં શરીરના ટુકડા થઈ જાય છે ... અને એ હવામાં અદ્રશ્ય થઈ જાય છે...
એની સાથે સાથે અવનીશ , તુલસી , હર્ષા અને બા બધા જ સામેની તરફ ફેંકાય જાય છે ... અને જમીન પર પટકાય જાય છે અને એ રૂમમાં એક અત્યંત પ્રકાશિત રોશની થઈ આવે છે .... જે જોઈને બધા દંગ રહી જાય છે ...


*******


To be continue...

#hemali gohil "Ruh"

@Rashu


શું આ આત્માનો નાશ થઈ ગયો હશે... ? તો આ રોશની કોની હશે ... ? શું થશે હર્ષા અને અવનીશનું.... ? શુ તુલસી એકલી રહી જશે ... ?? શુ આ જ અંત છે... ? જુઓ આવતા અંકે...