હકીકતનું સ્વપ્ન..!! - 43 Hemali Gohil Rashu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હકીકતનું સ્વપ્ન..!! - 43

પ્રકરણ 43 ગભરાયેલી સવાર... !!

આમ જ એ રાત્રિ પસાર થઈ જાય છે .... અને સવાર પડી જાય છે ... ત્રણે ત્યાં જ સુઈ ગયા હોય છે ... અચાનક હર્ષા ની આંખ ખુલે છે અવનિષ અને તુલસીને આમ જ પડેલા જોઈ હર્ષા અવનીશ પાસે જાય છે....

" અવનીશ .... અવનીશ .... જાગો .... "

અવનીશ આંખ ખોલે છે અને આજુબાજુમાં જોઈ બેઠો થઈ જાય છે.... હર્ષા તુલસી પાસે જાય છે ....

" તુલસી ... જાગો ... "

અને તુલસી આંખો ખોલે છે અવનીષ જાગ્યા પછી પોતાનો ફોન શોધે છે અને ડોક્ટરને ફોન કરે છે .... ડોક્ટરને ઘરે બોલાવે છે .... થોડી ક્ષણમાં ડોક્ટર ઘરે આવે છે .... ઘરની હાલત જોઈને ડોક્ટર પોતે પણ અચંબીત થઈ જાય છે . .. ડોક્ટર આવીને તુલસી , હર્ષા અને અવનીશ ત્રણેયનો ઈલાજ કરે છે ...

" મિસ્ટર દવે , આ શું થયું છે ઘરમાં ... ? "

" ડોક્ટર સાહેબ .... આ પ્રશ્ન ના પૂછો .... હું જવાબ નહીં આપી શકું... "

" ભલે ... નો પ્રોબ્લેમ.... બટ , મિસ્ટર દવે તમારે ત્રણેય ને ખૂબ જ આરામ કરવાની જરૂર છે ... નહીં તો જલદી રિકવરી નહીં આવે ... "

"હમ્મ "

અવનીશ ડોક્ટરને એની ફી ચૂકવે છે ... અને ડોક્ટર ત્યાંથી નીકળી જાય છે .... તુલસી યજ્ઞનો બધો જ સામાન સમેટવા લાગે છે .... અને હર્ષા ઘરનો સામાન સમેટવા લાગે છે ..... અને આ બંનેને અવનીશ જોઈ રહ્યો છે ..... અવનીશ તુલસી પાસે જાય છે અને તુલસીની સામે હાથ જોડીને રડવા લાગે છે ....

" ભાભી .... મને માફ કરજો .... મેં તમને એકલા કરી દીધા .... મારા લીધે સુરેશ .... !! "

" અરે , અવનિશભાઈ ના તમારે માફી ના માંગવાની હોય .... તમે મને ભાભી કો' છો...... તો છો ને તમે મારા માટે ..... તો તમે લોકો છો મારા પોતાનાં.... "

તુલસી અવનીશના હાથ પર હાથ મૂકી એને સાંત્વના આપે છે .... અને હર્ષા ત્યાં જઈને અવનીશના ખભા પર હાથ મૂકે છે.... અને અવની હર્ષાના ખભા પર માથું મૂકી ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે ....

" હા... તુલસી... અમારા લીધે તું દુઃખી થઇ છે... !! "

" હર્ષા.... ના જવા દે હવે આ બધી વાતો... "

" હમ્મ.. "

" અવનીશ ભાઈ .... શાંત થઈ જાવ .... જો કોઈ આવે એ પહેલાં ઘર સરખું કરી લઈએ.... તમારે પ્રોબ્લેમ થશે.... "

" હા... અવનીશ તમે આરામ કરો... "

" ના , તું ને ભાભી બંને મળીને આ કરો.... હું બહારનો રૂમ કરી લઉં... "

" હા ... અવનીશ ... "

તુલસી ફરીથી યજ્ઞનો સામાન સમેટવા લાગે છે .... હર્ષા કિચનમાં સરખું કરવા લાગે છે .... જ્યારે અવનીશ બહાર જઈને રૂમમાં સરખું કરવા લાગે છે.... ત્રણેય ઘરનો સામાન સરખો કરવા લાગે છે ..... ઘર વ્યવસ્થિત કરવા લાગે છે ... પણ ત્રણેયના ચહેરા પર જે ખુશી પહેલા દેખાતી હતી એ આજે નથી દેખાતી ..... ભલે કદાચ એ આત્મા જતી રહી હશે પણ એમના ચહેરા પર જે ડર છવાયેલો છે એ ડર નો અંત હજુ સુધી આવ્યો નથી .... ત્રણેય કામ તો કરી રહ્યા છો પણ હજુ વિચારમાં જ છે કે શું થઈ ગયું આ જીવનમાં .... ??? હર્ષા અને તુલસી પોતાનું કામ કરી રહ્યા છે.... એવામાં બહારની રૂમમાંથી અવનીશની બૂમ સંભળાય છે....

" તુલસી ભાભી ....... તુલસી ભાભી ...... હર્ષા ...... હર્ષા ...... "


******


To be continue...


#hemali gohil " Ruh"

@Rashu


શું ખરેખર એ આત્મા જતી રહી હશે ... ?? શું અવનીશ , હર્ષા અને તુલસી નો ડર સત્ય થઈ જશે કે પછી મિથ્યા ... ? અવનિશે શા માટે બૂમ પાડી હશે ... ?? શું ફરીથી કંઈક એવી ઘટના બની છે કે જેનાથી તેઓનો ડર સત્ય બની જશે .… ?? એવું તે શું જોયું હશે અવનીશે કે જેનાથી એ તુલસી અને હર્ષા ને બૂમ પાડી રહ્યો છે ... ?? શું હર્ષા અને અવનીશ આત્માના સકંજામાંથી છૂટી ગયા છે કે નહીં ... ? જુઓ આવતા અંકે...