હકીકતનું સ્વપ્ન..!! - 23 Hemali Gohil Rashu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હકીકતનું સ્વપ્ન..!! - 23

પ્રકરણ 23 આત્મહત્યા..!!

અવનીશ બાઈક પાર્ક કરી ઘર તરફ દાખલ થાય છે...

" અરે... અવનીશ બેટા , ઉભો રે..."

"હા ...બોલોને...બા.."

" અંદર આવ તો ...કામ છે મારે ..!! "

"હા, બોલોને ....."

અવનીશ બા ના ઘરમાં દાખલ થાય છે ....

" બેટા .... હર્ષા ને કંઈ થયું છે... ? કેમ એ કઈ બોલતી નથી ..? અને ચિડાયા કરે છે ? "

"ના ...ના.... બા ...એવું કશું જ નથી.... એ તો બીમાર થઈ જાય છે ને વારંવાર એટલે ...!!"

"હા... હમણાં હમણાં દુબળી પડી ગઈ છે ....અને આંખો પણ અંદર જતી રહી છે .."

" હા ...બા .... "

" કઈ નહી... બેટા દવા લીધી ..? "

"હા ...બા ..."

" બેટા... ધ્યાન રાખજો તમારા બંનેનું.... ભગવાન સલામત રાખે...."

" હા ... સારું બા .... હું જઉં.... "

" હા... બેટા ચિંતા ના કરીશ.... બધું સારું થઈ જશે ..."

અવનીશ ઘરમાં દાખલ થાય છે પણ જેવો એ ઘરમાં પ્રવેશે છે તરત જ નવાઈ લાગે છે.... કારણ કે ઘરનો દરવાજો ખુલ્લો છે અને ઘરમાં પડેલો અસ્તવ્યસ્ત સામાન જુએ છે અને એ સામાનની વચ્ચે પડેલી હર્ષા... હર્ષાની નજીક જઈને જુએ છે તો હર્ષાનો ડાબો હાથ લોહીથી લથપથ છે...

" શું થયું? હર્ષા....હર્ષુ....આ શું કર્યું...?? "

" અવની... અવનીશ..... મને બચાવી લો ...પ્લીઝ... અવનીશ , મને બચાવી લો ...."

"હા ... હા .... હર્ષા અવનિશની આંખોમાંથી અશ્રુ વહેવા લાગે છે.... કારણ કે હર્ષાનો ડાબો હાથ લોહીથી લથપથ જોઈ એ દુઃખી થઈ જાય છે હર્ષાનો ડાબો હાથ ચિરાયેલો છે અને બીજા હાથમાં ચપ્પુ છે અને હર્ષા બેભાન થઈ ગયેલી છે અને અવનીશ બૂમ પાડી ઉઠે છે

" હર્ષા...!!! "

અવનીશની બૂમ સાંભળી બા પોતાના ઘરમાંથી દોડીને હર્ષા અને અવનીશ પાસે આવે છે... હર્ષા અને અવનિશની આવી હાલત જોઈને બા એમ ગભરાઈ જાય છે...

" અવનીશ...મોડું થાય એ પહેલાં હોસ્પિટલ લઈ જા... "

અવનીશ બા ની વાત સાંભળી તરત જ ફટાફટ હર્ષાને ઉંચી કરી પોતાની બાહોમાં ઉઠાવી લે છે અને હર્ષાના હાથમાંથી એ ચપ્પુ નીચે પડી જાય છે...અવનીશ હડબડીમાં હર્ષાને બાઈક પર બેસાડી પોતાની સાથે દુપટ્ટાથી બાંધી દે છે અને નજીકના સમર્પણ હોસ્પિટલમાં લઈ જાય છે.... અવનીશને હોસ્પિટલની સામે આ રીતે જોઈ હોસ્પિટલનો સ્ટાફ આવી ફટાફટ એની મદદ કરે છે .... અને હર્ષાને હોસ્પિટલમાં અંદર લઈ જાય છે...

ડોકટર ICU માં હર્ષાને દાખલ કરે છે અને અને એનો ઇજાગ્રસ્ત ભાગ સાફ કરી સારવાર કરે છે....અવનીશ ICU રૂમની બહાર બેસી રડી રહ્યો છે... કંઈ સમજમાં નથી આવતું કે શું કરું...? થોડી વારમાં ડૉક્ટર આવે છે... અવનીશને રડતા જોઈ એનાં ખભા પર હાથ મૂકે છે અવનીશ ડૉક્ટર સામે જોઇને ઉભો થઇ જાય છે...

" ડૉક્ટર..??? "

"મિસ્ટર દવે...? "

" હમ્મ "

"ચિંતા ના કરો... તે બરાબર છે પણ લોહી વધારે નીકળ્યું છે તો હોંશમાં આવતા વાર લાગશે અને 2 દિવસ માટે એડમિટ રાખવા પડશે..."

"ઓકે ડોક્ટર..પણ તે સેફ છે ને..."

"હા.. Don't worry..."

અવનીશ થોડી રાહત અનુભવે છે અને ત્યાં જ બેસી જાય છે થોડી ક્ષણ પછી અવનીશ સુરેશને ફોન કરે છે... સામે છેડેથી ફોન રિસીવ થાય છે...

"હલો... હા અવનીશ... બોલ ..."

"સુરેશ.....ભાઈ..... આજે સાંજે ઘરે નહીં મેળ પડે .... "

" કેમ શું થયું? "

અવનીશ બધી વાતની જાણ કરે છે...

"કોઈ નહીં હું ત્યાં આવું છું કલાકમાં.... ચલ પછી મળીને વાત કરીએ...'

" સારું "

અવનીશ ફોન મૂકી દે છે અને વિચારવશ ત્યાં જ બેસી રહે છે....અને ત્યાં એક નર્સ આવે છે...

" સર , તમે અંદર જઈ શકો છો ... "

" હા... "

અવનીશ ICU રૂમમાં દાખલ થાય છે હર્ષાને ત્યાં બેભાન અવસ્થામાં જોઈ અવનિશ દુઃખી થઈ જાય છે .... તેના બેડ પાસેના ટેબલ પર જઈ બેસી જાય છે અને એનો જે કટ થયેલો હાથ છે એની સામે જોઈ રહે છે એક હાથમાં બોટલ ચડી રહી છે તો બીજા હાથમાં કટ છે અને બેભાન અવસ્થામાં પડી ગયેલો એ ચહેરો ....


*******


To be continue....


#Hemali gohil "Ruh"

@Rashu


શું હર્ષા અને અવનિશના જીવનમાં ફરીથી સુખના દિવસો આવશે કે પછી એમનું જીવન આમ જ દુઃખોથી ઘેરાયેલું રહેશે ... ? જુઓ આવતા અંકે...