હકીકતનું સ્વપ્ન..!! - 22 Hemali Gohil Rashu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હકીકતનું સ્વપ્ન..!! - 22

પ્રકરણ 22 હકીકત કે સ્વપ્ન...?

અવનીશ અચાનક પરસેવાથી રેબઝેબ થઈ બેડ પર જાગીને બેઠો થઈ જાય છે... પોતાની બાજુમાં હર્ષાને સુતેલી જોઈ રાહત અનુભવે છે....

અવનીશ ચિંતાતુર બની હર્ષાની સામે જોઈ રહે છે પણ અવનીશ જેવું હર્ષાની સામે જુએ છે તેવી જ હર્ષા આંખો ખોલે છે અને એક જ શેતાની હાસ્ય આપે છે જાણે હર્ષા જ બધું કરી રહી હોય...!! આ જોઈ અવનીશ એક ધ્રુજારી અનુભવે છે... અને પોતાની આંખો ચોળે છે કે પોતે ઊંઘમાં તો નથી ને અને પછી ફરીથી હર્ષાની સામે જુએ છે તો હર્ષાને સુતેલી જોઈ પોતે પણ સૂઈ જાય છે પણ સુતા સુતા અવનીશના મનમાં ઘણા વિચારો ફરી રહ્યા છે કે શું આ હકીકત છે કે સ્વપ્ન ?? શું આ બધું ફરીથી જાગ્યું હશે ? ના... ના... એ તો હવે બે મહિના પહેલાની વાત છે.... અને જતું રહ્યું હશે ...આમ..... પોતાના મનને મનાવી અવનીશ ફરીથી નિંદ્રાને આધીન થઈ જાય છે...


*****


સવારમાં લગભગ 6:30 વાગ્યાના ટકોરે અવનીશ જાગે છે... હર્ષા ને સુતેલી જોઈને પોતે નાહવા માટે જાય છે થોડી ક્ષણો પછી અવનીશ તૈયાર થઈને જગાડે છે.....

"હર્ષુ..જાગ ને ...please..આજે રવિવાર છે તો બહાર જઈએ...?? "

" હમ્મ "

" પ્લીઝ... જાગને તારો મુડ પણ ફ્રેશ થઈ જશે ... "

" નહીં જવું.... મારે ક્યાંય.... યાર...."

હર્ષા જોરથી બૂમ પાડીને બોલી ઊઠે છે

"અરે પણ .... એમાં બૂમ શા માટે પાડે છે....? "

" હા... હું બૂમ પાડું છું... હા હવે મારામાં જ પ્રોબ્લેમ છે.... ? "

" હમ્મ ... સારું સુઈ રહે.... હું જાઉં છું.. "

" જાઉં... જાઉં .... તમારે મારાથી જ પ્રોબ્લેમ છે....!! "

અવનીશ ચૂપચાપ ઘરની બહાર નીકળી જાય છે અને હર્ષા ત્યાં જ સૂઈ રહે છે..


*******


" અવનીશ , શું થયું?.... કેમ બોલાવ્યો મને..?'

" સુરેશ .... તને ખબર તો છે ને કે તારું કામ પડ્યું હોય તો જ તને બોલાવ્યો હોય ને...? "

" હા... હવે.... ઘણા દિવસ પછી આ ચા ની દુકાને મળ્યા છીએ નહીં..?"

"હમ્મ.."

" બોલ શું થયું? કેમ ચિંતામાં છે..?"

" પણ સુરેશ આ વાત આપણી વચ્ચે જ રહેવી જોઈએ ..!!"

"અરે... એમાં થોડી કહેવું પડે.."

અવનીશ બે મહિના પહેલાની વાતથી માંડીને ગઈકાલની રાત અને અત્યારે બનેલી ઘટના સુધીની વાત પોતાના બાળપણના મિત્રને શેર કરે છે....

" સુરા.... તને ખબર છે ને કે હું આ બધામાં નથી માનતો ...પણ ખબર નહીં શું થઈ રહ્યું છે મારી જિંદગીમાં...?"

" અવનીશ તારી વાત પરથી હું ખાલી તારું ઘર જોઇશ અને એકવાર ભાભીને મળવા માંગુ છું..."

" હા ... અત્યારે જ ચાલ .... ઘરે જઈએ ... "

" પણ ....આમાં કંઈ છુપાવતો તો નથી ને ....??"

" ના રે..... સુરા ...."

"અને તને મારા પર વિશ્વાસ તો છે ને..?"

" સુરા ... તને નાનપણથી ઓળખું છું અને તારી તંત્રવિદ્યાને પણ.... તે ક્યારેય તેનો દુરુપયોગ નથી કર્યો ....તો પછી વિશ્વાસનો તો પ્રશ્ન ઊભો જ નથી થતો..!!"

" તો અવનીશ....હું સાંજે 7:00 વાગ્યે આવીશ અને રાત્રે પણ રોકાઈશ.."

" સારુ... done છે..."

" અને ચિંતા ના કરીશ હું છું ને તારી સાથે..... અને ભાભીને પણ કંઈ નહીં થાય ....."

"હમ્મ "

"કઈ નઈ અવનીશ... ઘરે જા ભાભી સાથે પ્રેમથી વાત કર અને મારા આવવાની વાત કર .. "

"હા ઓકે ..."

"અને હા એક વાત .."

" શું..?"

" જો એ મને ઓળખી જશે તો એ મારા ભાભી છે.... ને જો નહીં તો એ ભાભી નથી ..."

"મતલબ... ? તારી અમુક વાતો તો મને સમજાતી જ નથી ...?"

" તો એ ભાભી ની અંદર બીજું કોઈ ..."

" કેવી વાત કરે છે..? એ તને તો ઓળખે જ ને કેટલી વાર મળ્યા છીએ આપણે લોકો... "

"હા , કંઈ નહીં... તું ઘરે જા...."

" ઓકે..."

અવનીશ બાઈક સ્ટાર્ટ કરી ઘરે જવા નીકળી જાય છે અને સુરેશ ચિંતાથી તેને જતા જોઈ રહે છે..

" કેટલો ભોળો છે મારો મિત્ર..!!"

અને સુરેશ પણ ત્યાંથી નીકળી જાય છે


********


To be continue...


#hemali gohil " RUH"


@Rashu


શું અવનીશ હર્ષાનાં વર્તન પાછળનું રહસ્ય જાણી શકશે..? શું સુરેશ અવનીશને મદદ કરી શકશે..? જુઓ આવતા અંકે...