હકીકતનું સ્વપ્ન..!! - 24 Hemali Gohil Rashu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હકીકતનું સ્વપ્ન..!! - 24

પ્રકરણ 24 ઝાંખુ સત્ય...!!

બસ હર્ષાનાં આ બધા અંગોની સામે અવનિશ જોયા કરે છે અને એનો હાથ હર્ષાના કપાળ પર ફર્યા કરે છે...અઢળક વિચારો સાથે અવનીશ ત્યાં કલાકો સુધી બેસી રહે છે...લગભગ ઢળતાં બપોરે સુરેશ અને તેની પત્ની બંને ત્યાં આવી પહોંચે છે...પણ હર્ષાને હજુ પણ હોંશ આવ્યો નથી....

પણ સુરેશ અને તેની પત્ની તુલસી બંને હર્ષાને જોઈને એ શક્તિને ઓળખી જાય છે .. હા સુરેશ જોષી અને તુલસી જોષી એટલે બંને ઉત્કૃષ્ઠ અને સારી તંત્ર વિદ્યાના જાણકાર...

" અવનીશ...."

"અરે...સુરા...આવ... ભાભી...કેમ છો....?"

"એકદમ મજામાં...પણ હર્ષા...."

"ભાભી.....શું કહું ?? "

"અવનીશ...આ બાજુ આવ.."

અવનીશ ત્યાંથી ઉભો થઇ સુરેશ પાસે આવે છે અને સુરેશ અવનીશને હર્ષાની અને એના પગ તરફ એકદમ સામે દૂર ઉભા રાખે છે...

"તુલસી..."

"હા..."

તુલસી હર્ષાનાં કપાળ પર મધ્યમાં જમણાં હાથનો અંગુઠો મૂકી આંખ બંધ કરે છે...અને સુરેશ હર્ષાનાં ડાબા હાથનાં કટ પર હાથ મૂકે છે...

"સુરા...નહિ..please..."

"અવનીશ..નહિ stop please...તને હર્ષા જોઈએ છે ને.."

"હમ્મ..."

સુરેશ જેવી આંખ બંધ કરે છે કે તરત જ હર્ષાના શરીરમાં એક ધ્રુજારી ઊભી થાય છે... ધીમે ધીમે ધ્રુજારી વધવા લાગે છે અને એ ધ્રુજારી બેડને પણ થોડી ઘણી અસર કરે છે.... અવનીશ ને આ બધું જોઈને નવાઈ લાગે છે.? અને અચાનક જ હર્ષાના શરીરમાંથી એક કાળો ધુમાડો બહાર આવી એક આકૃતિ સ્વરૂપે અવનીશના ગરદનને પકડવા જાય છે ...પણ એ જ સમયે તુલસી અને સુરેશ બંને હર્ષા નો સ્પર્શ છોડી દે છે... અને એ ધુમાડો ફરીથી હર્ષાના શરીરમાં સમાઈ જાય છે.... અને તુલસી , સુરેશ અને અવનીશ એક ઝાટકો અનુભવે છે.... અવનીશ ત્યાંથી એકદમ સુરેશ પાસે આવી જાય છે અને પૂછવા લાગે છે

"સુરા... શું થયું છે તારા ભાભી ને ...? આ શું હતું..?

" અવનીષભાઈ... ચિંતા નહીં કરો.... બધું ઠીક થઈ જશે ....ધીરજ રાખો..."

" પણ શું થયું છે? મને કોઈ કહેશો ? "

" અવનીશ ... તે જે મને સવારે વાત કરી હતી એ સાચું છે ...ખોટું નથી જે આકૃતિ અત્યારે દેખાય છે એ આકૃતિ તને લેવા આવી છે... અને જો એને એણે હર્ષાનું શરીર વશ કર્યું છે અને જો એને હર્ષાના શરીરમાંથી દૂર કરીશું તો એ તને નુકસાન પહોંચાડશે એટલે ઉતાવળ કરવામાં કોઈ ફાયદો નથી...!! "

" સુરા તુ મારું ના વિચાર બસ ગમે તે કર ....હર્ષા ને બચાવી લે...."

" અવનીશભાઈ હર્ષા ને અમે બચાવી લઈશું ....પણ ઉતાવળ નથી કરવી..."

"ના... ભાભી...ના... મારે હર્ષા માટે કોઈ રિસ્ક નથી લેવું ..."

"અવનીશ ... મારા ભાઈ ... આપણે આકૃતિ વિશે કશું જ જાણતા નથી...."

" કોણ છે..? શા માટે આવી છે..? પહેલા એ જાણવું પડશે અને જાણ્યા જોયા વગર પગલું ભરીશું.... તો પસ્તાવાનો વારો આવશે..."

" પણ સુરા ..? "

"અવનીષભાઈ તમને અમારા પર વિશ્વાસ છે તો એ વિશ્વાસ પર વિશ્વાસ રાખો..... બધું ઠીક થઈ જશે..."

" અવનીશ શું થયું..? આ કોણ છે..? હર્ષાનો અવાજ સાંભળી અવનીશ તેની સામે જુએ છે...."

હર્ષા આજુબાજુ જુએ છે જાણે આ બધાથી જ અજાણ છે ...

"અવનીશ... હું અહીંયા શું કરું છું ... આ ક્યાં છીએ આપણે? ..અને આ... "

હર્ષા ઊભી થવા માટે જાય છે પણ ત્યાં જ અવનીશ એને રોકી લે છે હર્ષા

"ઉભી ના થઈશ... આ સોય નીકળી જશે..."

"પણ આ...?

અવનીશ હર્ષાના કપાળ પર હાથ ફેરવી ફરી નજીક જાય છે

"હર્ષુ...ચિંતા ના કર...અત્યારે આરામ કરી પછી બધું કહીશ..."

"પણ આ કોણ છે..?"

"તું નથી ઓળખતી આમને...?"

"ના."

" હર્ષા આ મારો બાળપણનો મિત્ર સુરેશ છે... અને આ એમના પત્ની તુલસી .... "

" ભાભી કેમ છો.. ?"

" કેમ છો હર્ષા.."

" સારું.... સારું છે."

હર્ષા સુરેશ અને તુલસી ની સામે જોઈ રહે છે અને અવનીશ આ જોઈને નવાઈ પામી રહ્યો છે કે મહિનામાં બે થી ત્રણ વખત મળેલા મિત્રોને હર્ષા ઓળખતી જ નથી...

"તુલસી... તું અને હર્ષાભાભી... બંને વાતો કરો ત્યાં સુધીમાં હું અને અવનીશ જરા બહાર જઈને આવીએ છીએ ..."

"ભલે ...સુરેશ ..."

અવનીશ અને સુરેશ બંને રૂમની બહાર નીકળે છે અને તુલસી એ ટેબલ પર બેસે છે..

******


To be continue....

#hemali gohil "Ruh"

@Rashu

શું અવનીશ અને હર્ષાનાં જીવનમાંથી આ મુશ્કેલીનો અંત થશે કે પછી હર્ષા અને અવનીશ બંને એકબીજાના જીવના દુશ્મન બની જશે ??? જુઓ આવતા અંકે....