હકીકતનું સ્વપ્ન..!! - 12 Hemali Gohil Rashu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હકીકતનું સ્વપ્ન..!! - 12

પ્રકરણ 12 મદદ કે સોદો..??

હર્ષા અત્યંત ગભરાયેલી અને અત્યંત મુંજવણમાં મુકાયેલી છે... છતાં એ સામે પ્રશ્ન પુછી ઉઠે છે....

" હું શું મદદ કરી શકું આપની..? ખરેખર આપ જેવા વ્યક્તિની મદદ કરવાવાળો તો ઈશ્વર છે...!!"

" મારી મદદ તો તું જ કરી શકીશ..."

" હું..? "

" હા , તું...!!"

" હું શું મદદ કરી શકું ....? "

" તો સાંભળ મને એક પુરુષનું શરીર જોઈએ છે... અને એ પુરુષ એટલે અવનીશ..."

" શું..? ના ... ના.. ના.. તમે બીજું કંઈ પણ માંગી શકો છો પણ અવનીશ નહીં.... તમને હું મારો જીવ પણ આપી દઈશ....મારું શરીર પણ આપી દઈશ પણ મારો અવનીશ નહીં.."

" બદલામાં તને તુજે માંગીશ એ આપીશ... અલૌકિક શક્તિઓ... સંપત્તિ.... સુખ...શું જોઈએ છે... બોલ ....??"

" મારી અલૌકિક શક્તિઓ... મારી સંપત્તિ... મારુ સુખ મારા માટે બધું જ અવનીશ છે.... હું અવનીશની જિંદગી ક્યારેય જોખમમાં નહીં મૂકી શકું...... મને માફ કરજો.... હું તમારી કોઈ મદદ નહીં કરી શકું.... હા જો તમને મારું શરીર જોઈએ છે ....તો હું ચોક્કસ આપી શકીશ ....બાકી મારો અવનીશ નહીં ..... "

" હા ....તારી પાછળ આવવાનું કારણે જ એ છે કે તારો પ્રેમ મને અવનીશ સુધી નથી પહોંચવા દેતો.....સાંભળ..... આ તને પ્રેમથી સમજાવી છે... મારે જે જોઈએ છે એ મને આપી દે ....નહીં તો અવનીશને મેળવવા માટે તને હટાવીશ પહેલા .....મારા રસ્તા પરથી.... કારણ કે તું હોઈશ તો હું અવનીશ સુધી ક્યારેય નહીં પહોંચી શકું ..."

" છે કોણ તું ..?શા માટે જોઈએ છે.... તને અવનીશ એવું તો શું છે મારા અવનિશમાં કે જે તારી મદદ કરી શકે...? "

" એ તું નહીં સમજી શકે..."

" હા... મારે સમજવું પણ નથી... તારાથી થાય એ કરી લેજે... મારા જીવતા જીવત અવનીશ ને તો હું કંઈ જ નહીં થવા દઉં..... કંઈ જ નહીં...."

" એ તારી પસંદગી છે મેં તને પસંદગી આપી હતી..... અવનીશ આપી દે અને જે જોઈએ તે માંગી લે.... હજુ પણ હું તને સમય આપું છું વિચારી લે... "

" વિચારવાનું શું હોય..? હું નહીં આપી શકું તમને મારો અવનિશ ..."

" વિચારી લે... મળીએ બીજી વાર..."

અચાનક એ આકૃતિ ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે અને હર્ષા જોરથી બૂમ મારીને બોલી ઊઠે છે

" ના .... ના ...... ના .... મારો અવનીશ મારો છે ...બીજા કોઈનો નહીં હું એને કંઈ જ નહીં થવા દઉં..... સાંભળ્યું હું એને કંઈ જ નહીં થવા દઉં...."

હર્ષા ખૂબ જ દર્દનાક પીડાનો અનુભવ કરે છે ...જાણે કોઈનો શ્વાસ જ છીનવી લેવા માંગતું હોય.... અને મનોમન ઘણા બધા પ્રશ્નો પોતાની જાતને પૂછી લે છે કોણ છે ...? શા માટે એને મારો અવનિશ જોઈએ છે..? શા માટે મારું બધું જ છીનવી લેવા માંગે છે...? અને મારું જ શા માટે છીનવે છે ..? મેં શું બગાડ્યું છે એનું....? કે મારી પાછળ પડ્યું છે... કંઈ પણ થાય હું કોઈ પણ કિંમતમાં એને મારો અવનિશ નહીં આપું... અવનીશનો એક પણ વાળ વાંકો નહીં થવા દઉં ....

હંમેશા મૂંઝવણમાં અને વિચારોના વંટોળમાં ખોવાયેલી હર્ષા આજે ખૂબ જ હિંમતપૂર્વક એ આકૃતિને ચેલેન્જ આપી રહી છે... જાણે અવનીશનો પ્રેમ જ એની તાકાત હોય ....ખરેખર એ ક્ષણ પછી હર્ષા એની આંખ બંધ કરે તો એ આકૃતિ જ દેખાય છે ....

એ રાત બેડ પર બેસીને ક્યારેક આંખમાં આંસુ તો , ક્યારેક હિંમતપૂર્વક મનોમન ચેલેન્જ આપે છે તો ક્યારેક લાગણીવશ અવનીશના વિચારોમાં સરી પડે છે... હર્ષા હાથમાં ફોન લઈને જુએ છે તો લગભગ સાડા ત્રણ વાગ્યાનો સમય છે વિચારે છે કે અવનીશને ફોન કરું કે ઠીક તો છે ને ..?પછી તરત જ વિચાર બદલી નાખે છે ના...ના... એ ચિંતા કરશે મારી પણ.... મને પણ એની ચિંતા થાય છે કે ઠીક તો છે ને ..? એને કંઈ થયું તો નથી ને...? ફરીથી મને વાળી લે છે કે ના...ના... મારા મહાદેવની કૃપા છે... તેને કશું જ નહીં થાય પણ લાગણીવશ બનેલી હર્ષા વધુને વધુ અવનીશ બાબતે ચિંતાતૂર બની જાય છે...


*******


To be continue...



#hemali gohil "Ruh"


@Rashu


શું હર્ષા પોતાને મળેલા ચેલેન્જની વાત અવનીશને કરશે..? શું હર્ષા અવનીશને બચાવી શકશે..? કે પછી પોતે જ અવનીશનો સોદો કરશે...? જુઓ આવતા અંકે...