હકીકતનું સ્વપ્ન..!! - 13 Hemali Gohil Rashu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હકીકતનું સ્વપ્ન..!! - 13

પ્રકરણ 13 ચિંતાભર્યો પ્રેમ...!!

વિચારમાં સંડોવાયેલી હર્ષા ત્યાં જ હાથમાં ફોન રાખીને ક્યારે પોતાની આંખો બંધ કરી દે છે ખબર જ નથી રહેતી...અચાનક દરવાજા પર ટકોરા સંભળાય છે અને નિંદ્રાધીન થયેલી હર્ષા ઝબકીને જાગી જાય છે... જુએ છે તો બહારથી પ્રકાશના કિરણો ઘરમાં પ્રવેશી રહ્યા છે... સવારમાં 6:30 વાગી ગયા છે... દરવાજા પાસે જઈ દરવાજો ખોલે છે તો અવનીશને જુએ છે... અવનીશને જોઈને જાણે નવી પરણેલી દુલ્હન પોતાના પતિને જોઈને આનંદથી બધું જ ભૂલી જાય છે એમ હર્ષા અવનીશને જોઈને ઘેલી બની જાય છે... અને અંદરથી એક અનહદ હાશકારો અનુભવે છે અને અવનીશને ભેટી જાય છે...

"અરે... અરે ...અંદર તો આવવા દે ...ગાંડી..."

" હા... યાર ...સોરી હવે ..."

"સોરી બોલતા પણ શીખી ગઈ ..? અને હજુ તું તૈયાર પણ નથી થઈ...? તારે લેટ થશે ...?

"હા ,હમણાં થઈ જવું છું..."

હર્ષાના ચહેરા પર આનંદ જોઈને અવનીશ નવાઈ અનુભવે છે કે હંમેશા દુઃખી રહેતું માણસ આજે મને જોઈને કેમ ખુશ થઈ ગયું છે ...? આખરે પૂછી ઊઠે છે....

" હર્ષા... શું થયું..? કેમ આટલી બધી ખુશ છે...? "

" ખુશ નથી હવે... બસ એમ જ.."

" જા ને જુઠ્ઠી ....દેખાય છે તારા ચહેરા પર..."

" પછી કહીશ ..."

"ઓકે ...એ બધું છોડ મારે પણ તારી સાથે આવવાનું ખબર છે ને ..? મારે નાઈટ શિફ્ટ નથી આજે ...મારે હવે બુધવારે નાઇટ શિફ્ટ છે તો મારે આજે ડે ભરવો પડશે ને.... હું જસ્ટ ફ્રેશ થવા માટે આવ્યો છું... અને બોસે કીધું છે કે તમે લેટ આવશો તો ચાલશે પણ એનો મતલબ એવો નથી કે આપણે લેટ જઈશું.... મેં તારી પરમિશન તો લીધી છે પણ વધારે લેટ પડીશું તો બોલશે... "

" હા ...ખડૂત બોસ છે આપણો... "

"હા..હવે ..તૈયાર થઇ જા.."

"ગરમ પાણી બાકી છે પણ.."

" સારું મૂકી દે... ત્યાં સુધી હું થોડીવાર સુઈ જઈશ કારણ કે કાલે બપોરે પણ મને સુવા નથી મળ્યું ... "

" કેમ..? "

" કામના લીધે હું નહીં સૂઈ શક્યો ...યાર ... "

"તો તમે સુતા જ નથી ...કેમ પણ..? "

" અરે ...છોડને યાર અત્યારે સુઈ જાવ થોડીવાર ..."

" હા... હું ગરમ પાણી કરી લઉં... હું નાહી લવ ....હું તૈયાર થઈ જાવ પછી જગાડીશ ત્યાં સુધી સુઈ જાવ પછી જગાડીશ... "

" સારું... "

અવનીશ ચેન્જ કર્યા વગર જ સુઈ જાય છે અને હર્ષા નાહિ ધોઈને તૈયાર થઈને ટિફિન બનાવવા લાગે છે... અને ટિફિન બનાવીને અવનીશ માટે ગરમ પાણી મૂકે છે ...બધી જ તૈયારી કરીને પછી છેવટે અવનિશને જગાડે છે...

" અવનિશ... અવનીશ... જાગો ને... મોડું થશે..."

" હા , થોડીવાર સુવા દે ને .... "

" સુવા દે વાળી.... લેટ થશે હો ....બોસની ખબર છે ને તમને ..."

" હા પણ થાક લાગ્યો છે યાર ..."

" સમજી શકું છું અવનીશ... પણ હું શું કરી શકું જવું તો પડશે ને ...? "

" હા , યાર ... "

અવનીશ આળસ સાથે બેઠો થાય છે... અને બ્લેન્કેટ હટાવી ઉભા થઈને હર્ષા ને ભેટી પડે છે... અચાનક ભેટેલાં અવનીશને અનુભવીને હર્ષા આશ્ચર્ય ચકિત થઈ જાય છે... અને હર્ષા પણ આંખ બંધ કરીને સામે ભેટી પડે છે અચાનક એના કાનમાં તીણો અવાજ આવે છે ...

" વિચારી લે... હજુ પણ સમય છે .... "

હર્ષા અવનીશને છોડીને એના ચહેરા તરફ જુએ છે ...

" શું ..? "

" શું થયું ..? હર્ષા ...? "

" તમે કંઈ બોલ્યા..? "

" નહીં તો ...? !! કેમ ? "

" ના , મને એવું લાગ્યું કે તમે કંઈ બોલ્યા..? "

" ના , રે પાગલ હજુ ઊંઘમાં છે કે શું ..? "

" ના , એવું કંઈ નથી ..? "

" તો ..? "

" કંઈ નહીં છોડો ....તમે નાહવા જાઓ... લેટ થશે... હું બેડને એ સરખું કરી લઉં ત્યાં સુધીમાં..."

" સારુ.. "


******


To be continue...


#hemali gohil " Ruh"

@Rashu


શું હર્ષા અવનીશને સત્ય કહી શકશે..? શું એ આકૃતિ અવનીશને મેળવી શકશે ..? કે પછી હર્ષાએ આકૃતિ ને માત આપશે..? કે પછી આ બધું જ હર્ષાનો વહેમ છે ..? જુઓ આવતા અંકે...