હકીકતનું સ્વપ્ન..!! - 11 Hemali Gohil Rashu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હકીકતનું સ્વપ્ન..!! - 11

પ્રકરણ 11 પ્રેમ કે પ્રેરણા...!!

" આખરે પ્રેમ કર્યો છે તમને.... મજાક થોડી કર્યો છે..... ઓળખી તો જઇશ જ ને..."

" સારું... ચાલ તું કામ પતાવી લે.... હું પણ નીકળું છું..."

" સારું, ધ્યાનથી જજો..... પહોંચીને મેસેજ અથવા ફોન કરી દેજો..."

" હા , હર્ષુ....તું ચિંતા ના કરતી અને તારું ધ્યાન રાખજે .. પ્લીઝ...."

" હા , પાગલ લવ યુ ....."

"લવ યુ ટુ... મારી જાન...."

" શાંતિથી જજો...."

અને અવનીશ પોતાનું બેગ અને બાઈક ની ચાવી લઈને નીકળી જાય છે અને હર્ષા પણ એની પાછળ પાછળ બાઈક સુધી જાય છે....

"ગાંડી....પાછળ આવી....? હું જાઉં છું... તું જા અંદર... પછી હું નીકળું છું ..."

"તમે બાઈક તો સ્ટાર્ટ કરો..."

" હા , કરી દીધું ચલ અંદર જા ...હું બી નીકળું છું..."

"સારું..."

અવનીશ બાઈક લઈને નીકળે છે આ બાજુ હર્ષા ઘરમાં અંદર આવે છે આવીને પોતે પોતાના ફોનમાં સોંગ ચાલુ કરે છે અને કામે વળગી જાય છે ઘરનું બધું જ કામ પતાવી હાશકારો અનુભવે છે અને પોતે નાહીને ફ્રેશ થઈને સૂવાની તૈયારી કરે છે પણ એ પહેલા અવનીશના પહોંચ્યા મેસેજ સીન કરી રીપ્લાય આપે છે અને રાહત અનુભવે છે આખો દિવસ ઓફિસના વર્ગથી ફ્રેશ થવા માટે થોડો ટાઈમ ફોનમાં સોશિયલ મીડિયા ચેક કરે છે અને આખરે કંટાળીને પોતાની રોજિંદી ડાયરી લખવા માટે બેસી જાય છે ....લખતા લખતા ક્યારે સમય પસાર થઈ ગયો એની ખબર જ ના પડી અને અચાનક ઘડિયાળમાં નજર પડતા ખબર પડી કે પોણા 11 થઈ ગયા છે ...એટલે હર્ષા સુવાની તૈયારી કરે છે... પોતાની રૂમનો નાઈટ લેમ્પ શરૂ કરી લાઈટ ઓફ કરી પોતે બ્લેન્કેટ ઓઢી સુઈ જાય છે...


********


અચાનક ધીમો ધીમો અવાજ સંભળાય છે જાણે કોઈ હર્ષા ને બોલાવી રહ્યું છે... જેના અવાજમાં ખૂબ જ ઊંડું દર્દ સમાય આવ્યું હોય એવું લાગી રહ્યું છે.... તે અવાજ સાંભળી અને એ અવાજની પીડા અનુભવી હર્ષા નિંદ્રામાંથી જાગી જાય છે અને સુતા સુતા મનોમન પ્રશ્ન કરી ઊઠે છે કે આટલો પીડાદાયક અવાજ કોનો છે..?? એ અવાજ હર્ષા ને પોતાની તરફ ખેંચી રહ્યો હતો... હર્ષા પણ એ અવાજથી અલગ જ પ્રકારનું આકર્ષણ અનુભવી રહી હતી...આતુરતા વશ હર્ષા બેડ પર બેઠી થઈ જાય છે ...અને આજુબાજુ નજર કરી ઊઠે છે કે કોનો છે અવાજ...? એવી કઈ પીડા છે જેનો અવાજમાં ઓળખાઈ આવે છે...? જેવી હર્ષા બેઠી થાય છે તરત જ એની જ રૂમના સામેના ખૂણામાં કોઈ વ્યક્તિ બેઠું બેઠું રડતું દેખાય છે... પણ નથી એનો કોઈ ચહેરો કે નથી એનું કોઈ શરીર.... માત્ર કાળા ધુમાડાથી રચાયેલી એ આકૃતિ કે જે હર્ષાનું નામ પોકારી પોકારીને રડી રહી છે.... જાણે એની સાથે વાતો કરવા ઉત્સુક હોય... અને આ બાજુ હર્ષા મૂંઝવણમાં મુકાઈ ગઈ છે કે આતુરતાથી પૂછી લેવું કે શું થયું છે કે પછી ડરનાં માર્યા સુઈ જવું કે પછી મારા પ્રશ્નોની હકીકત આજે જાણી જ લઉં.... એટલે હર્ષા બોલી ઊઠે છે

" કોણ છો તમે? અહીંયા શું કરો છો અને મારું નામ કેમ બોલી રહ્યા છો...? હું શું મદદ કરી શકું તમારી..?"

હર્ષાના આ પ્રશ્ન બાદ એ આકૃતિનું રુદન શાંત થઈ જાય છે.... એટલે હર્ષા પણ ગભરાઈ જાય છે કે શું આ મને કોઈ નુકસાન પહોંચાડશે કે પછી ખરેખર એને મારી કોઈ મદદની જરૂર છે... ??? હર્ષા ના ચહેરા પર ધીમે ધીમે પરસેવો વળી રહ્યો છે છતાં પણ હિંમત કરી બેડ પરથી ઉભી થઈ જાય છે અને એ આકૃતિ તરફ ધીમે ધીમે જવાનો પ્રયત્ન કરી રહી છે પણ એના શરીરમાં ધીમુ ધીમુ કંપન આવી રહ્યું છે... અચાનક એક તીણો અને એક ધીમો અવાજ એ રૂમમાં ગુંજી ઊઠે છે...

" ડરીશ નહીં મારાથી તારી મદદની જરૂર છે મારે..."

હર્ષા પણ મનોમન પ્રશ્ન કરી ઊઠે છે કે મારી મદદ અને એ પણ એક અદ્રશ્ય વ્યક્તિને..... હર્ષા અત્યંત ગભરાયેલી અવસ્થામાં ધ્રુજતા અવાજમાં સામે પૂછી ઊઠે છે એ જ પ્રશ્ન ....

" મારી મદદ એ પણ એક અદ્રશ્ય વ્યક્તિને...? "

" હા , તારી મદદ.. "


*******


To be continue...

#hemali gohil "Ruh"

@Rashu


કોણ છે આકૃતિ ...? શા માટે માંગી રહી છે હર્ષાની મદદ ...?શું ખરેખર હર્ષાનું જીવન જોખમમાં છે કે પછી અવનીશનું જીવન..? જુઓ આવતા અંકે....