પ્રથમ વિશ્વયુદ્ધ Shreyash R.M દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • એક ષડયંત્ર.... - ભાગ 79

    (સિયાએ રોમા સાથે વાત કરી એ બદલ તેને ઢોરમાર મારવામાં આવે છે અ...

  • ટચૂકડી ક્ષણ છે જીંદગી

    થોડા દિવસો પહેલા મારા કાકા નું નાની ઉંમર માં હાર્ટ એટેક આવવા...

  • ભીતરમન - 27

    હું બાપુનું કામ જોઈ રહ્યો હતો અને મન અચાનક વિચારે ચડી ગયું હ...

  • ખજાનો - 15

    ચારેયના મનમાં એક જ પ્રશ્ન થતો હતો કે ,“હવે શું કરશું ?” માથા...

  • ભાગવત રહસ્ય - 47

    ભાગવત રહસ્ય-૪૭   નારદજી કહે છે કે-સાંભળો.હું સાત-આઠ વર્ષનો હ...

શ્રેણી
શેયર કરો

પ્રથમ વિશ્વયુદ્ધ

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે યુદ્ધથી કેટલો મોટો વિનાશ થઈ શકે છે. તેનું સૌથી મોટું ઉદાહરણ છે મહાભારતનું યુદ્ધ કે જેની અંદર લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યો હતો. આધુનિક યુગની અંદર પણ બે દેશો વચ્ચે નાના યુદ્ધ તો થતા રહેતા હોય છે. પરંતુ સન 1914 ની અંદર દુનિયામાં પ્રથમ વખત વિશ્વયુદ્ધ ચાલુ થયું હતું કે જેની અંદર દુનિયાના લગભગ ૯૦ ટકા દેશોએ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ભાગ લીધો હતો. આ લેખની અંદર હું તમને પ્રથમ વિશ્વયુદ્ધ વિશે થોડી માહિતી આપવા માગું છું કે જે ઘણા બધા લોકો જાણતા હશે અને ઘણા બધા લોકો નહીં જાણતા હોય.

એમ તો પ્રથમ વિશ્વયુદ્ધ થવાના ઘણા બધા કારણો હતા પરંતુ વિશ્વયુદ્ધની જ્વાળા પ્રકટવાનું કારણ હતું ઓસ્ટ્રો - હંગેરિયન સામ્રાજ્યના ઉત્તરાધિકારીની હત્યા.

આ વાત છે 28 જૂન 1914. તે સમયે ઓસ્ટ્રો - હંગેરિયન સામ્રાજ્યની સર્બિયા ઉપર હુકુમત ચાલતી હતી. તે સમયે ઓસ્ટ્રો - હંગેરિયન સામ્રાજ્યનો ઉતરાધી કરી હતો આઇક્યુ ફર્નાન્ડ. 28 જૂન 1914 ના રોજ આઈ ક્યુ ફર્નાન્ડ અને તેમની પત્ની સર્બિયા આવેલા હતા. તે સમયે સર્બિયાના 19 વર્ષના સ્વાતંત્ર સેના અધિકારી ગેવેરિલો પ્રિન્સિપે ગોળી મારીને તેમની હત્યા કરી નાખી. તે સમયે સર્બિયાના નિવાસીઓ કોઈ રાજાશાહી હકુમત ઈચ્છતા ન હતા. માટે સર્બિયાના નિવાસીઓને રાજા પ્રત્યે નફરત હતી.

ઓસ્ટ્રો - હંગેરિયન સામ્રાજ્યના ઉત્તરાધિકારીની હત્યા ના ઘટના બાદ ઓસ્ટ્રો - હંગેરિયન સામ્રાજ્યએ સર્બિયા પાસે કડક કાર્યવાહીની માંગ કરી. પરંતુ સર્બિયાએ કોઈ કડક કાર્યવાહી કરી નહીં માટે ઓસ્ટ્રો - હંગેરિયન રાજાએ જર્મની પાસે મદદ માગી. પરંતુ આ કેસ માં રશિયા સર્બિયા સાથે હતું. પરંતુ જર્મની કોઈ પણ પ્રકારે ઓસ્ટ્રો - હંગેરિયન સામ્રાજ્યને મદદ કરવા માગતું હતું.

પ્રથમ વિશ્વયુદ્ધ પાછળ ના બીજા ઘણા બધા કારણ હતા.
1. ઓસ્ટ્રો - હંગેરિયન સામ્રાજ્યના ઉત્તર અધિકારી અને તેમના પત્નીની હત્યા.
2. તે સમયે દુનિયામાં બે પ્રકારની રાજનીતિ ચાલી રહી હતી. એક હતી રાજાશાહી અને બીજી હતી લોકશાહી. આ લોકશાહીની શરૂઆત ફ્રાન્સની અંદર થઈ હતી અને ધીરે ધીરે કરીને આખા યુરોપમાં ફેલાઈ રહી હતી.
3. ત્રીજો કારણ હતું યુરોપમાં થઈ રહેલું ઇન્ડસ્ટ્રીયલ રીવોલ્યુશન. બધા દેશ પોતાનો તૈયાર માલ બીજા દેશમાં વેચવા માંગતા હતા અને બીજા કોઈ દેશ તે માલ તે દેશમાં ના વેચી શકે તેવું ઇચ્છતા હતા.
4. યુરોપિયન લોકો ભૌતિકવાદની વિરુદ્ધમાં હતા કારણ કે તેનાથી આખા યુરોપ ની અંદર કરપ્શન વધતું હતું.
5. એકબીજા દેશની અંદર એકબીજા દેશ સામે ન્યૂઝ પેપરમાં તથા અલગ અલગ જગ્યા પર ભડકાઉ ભાષણ લખવામાં આવતા હતા. જેનાથી જે તે દેશ સામે રોષ વધતો હતો.
6. આંતરરાષ્ટ્રીય વિવાદોનો ઉકેલ લાવવા માટે કોઈ આંતરરાષ્ટ્રીય કોર્ટ ન હતી.
7. યુરોપમાં આવેલા બધા દેશોએ પોતાની મિલેટ્રી તાકાત વધારવાની શરૂઆત કરી દીધી હતી.
8. બધા દેશો એવું બતાવવાનું ચાલુ કરી દીધું હતું કે તે દેશની ભાષા, તે દેશનો પહેરવેશ, તે દેશનું કલ્ચર જ સૌથી મહાન છે.
9. બ્રિટન, ફ્રાન્સ અને રશિયા વચ્ચે થઈ રહેલો બિઝનેસ એ જર્મનીને ધિકારવાનું મુખ્ય કારણ હતું કે જે લાંબા ગાળે અસર કરે તેમ હતું.
10. બધા યુરોપિયન કન્ટ્રી પોતાનો વિસ્તાર વધારવા માગતા હતા.

28 જુલાઈ 1914, ઑસ્ટ્રિયા એ જર્મનીને પોતાની સાથે રાખીને સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું. તે સમયે સર્બિયાના સપોર્ટમાં રહેલા રશિયા અને ફ્રાન્સ હજુ યુદ્ધની તૈયારી કરી રહ્યા હતા.

ત્યારબાદ 3 ઓગસ્ટ 1914 ના રોજ જર્મની એ ફ્રાન્સની સામે યુદ્ધ જાહેર કર્યું. તે સમયે ફ્રાન્સ અને રશિયા સારા મિત્ર હતા. 1893 ની અંદર ફ્રાન્સ અને રશિયા વચ્ચે એક સંધિ થઈ હતી કે જો જર્મની અથવા ઈટલી રશિયા પર આક્રમણ કરે તો ફ્રાન્સ રશિયાની મદદ કરશે અને તેવી જ રીતે જો ફ્રાન્સ પર અટેક કરશે તો રશિયા ફ્રાંસની મદદ કરશે. રશિયા અને ફ્રાન્સને આ સંધિ બનાવવા માટે મુખ્ય કારણ હતું 1892માં જર્મની, ઈટલી અને ઓસ્ટ્રો - હંગેરિયન સામ્રાજ્ય વચ્ચે એક સંધિ થઈ હતી કે જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે ત્રણ દેશમાંથી કોઈની પણ ઉપર આક્રમણ થાય તો બીજા દેશો તેની મદદ આવશે.

1908 માં ઑસ્ટ્રિયા એ બોસ્નિયા અને હર્ઝેગોવિના પર કબજો કર્યો. બ્રિટન તુર્કી અને જર્મનીએ તેનો વિરોધ કર્યો ફક્ત રશિયા તેનો વિરોધ કર્યો નહીં. આ પાછળ મુખ્ય કારણ હતું કે ઓસ્ટ્રો - હંગેરિયન સામ્રાજ્ય સર્બિયા ની અંદર ચાલી રહેલી ક્રાંતિકારી ચળવળને રોકવા માંગતું હતું કારણ કે તેના લીધે ઓસ્ટ્રો - હંગેરિયન સામ્રાજ્ય અલગ અલગ ભાગમાં વિભાજીત થઈ રહ્યું હતું.

યુદ્ધના સમયે બ્રિટનને તેમની હેલ્પ કરવા માટે યુદ્ધમાં જોડાવા કહ્યું હતું પરંતુ તત્કાલ કોઈ જવાબ ન આપ્યો અને પછીથી પણ તેમની સાથે જોડાયું નહીં. જો બ્રિટન ઈચ્છે તો યુદ્ધને રોકી શકાય એમ હતું પરંતુ તેણે વધુ મહેનત કરી નહીં. બ્રિટનના વિદેશ મંત્રીએ કહ્યું કે જ્યારે જરૂર પડશે ત્યારે બ્રિટન તેનો જવાબ ક્લિયર કરશે.

ત્યારબાદ 4 ઓગસ્ટ 1914 ના રોજ એક એવી ઘટના ઘટી કે બ્રિટને જર્મની ની સામે યુદ્ધ જાહેર કર્યું. ઘટના એવી બની હતી કે યુદ્ધના સમયે બેલ્જિયમ ન્યુટ્રલ કન્ટ્રી રહ્યું હતું. તે ન તો જર્મનીની સાથે હતું ના તો ઑસ્ટ્રિયા સાથે. તે સમયે જર્મનીએ બેલ્જિયમ પાસે તેના દેશમાંથી પસાર થવા માટે રસ્તો માગ્યો હતો કે જેનો ઉપયોગ તે યુદ્ધમાં કરવાનો હતો. જો બેલ્જિયમ જર્મનીને રસ્તો આપે તો ફ્રાન્સ બેલ્જિયમ ને જર્મનીની સાથે સમજે માટે બેલ્જિયમ એ તેમને રસ્તો ન આપ્યો. માટે જર્મનીએ તેમના પર હુમલો કરીને જબરજસ્તી જગ્યા પડાવી લીધી. આ માટે બેલ્જિયમ એ બ્રિટનને મદદ કરવા માટે કહ્યું અને બ્રિટન એ જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું. બ્રિટનની સાથે સાથે તે દેશો પણ જેના પર બ્રિટન નું રાજ હતું તે પણ યુદ્ધમાં જોડાયા.

જાપાનની બ્રિટન સાથે સંધિ હોવાથી જાપાને પણ 23 ઓગસ્ટ ના રોજ ઓસ્ટ્રો - હંગેરિયન સામ્રાજ્ય સામે યુદ્ધ જાહેર કર્યું. ઈટલી તો શરૂઆતથી જર્મની અને ઓસ્ટ્રો - હંગેરિયન સામ્રાજ્ય સાથે જ યુદ્ધ માં જોડાયેલું હતું. હજુ સુધીના સમયમાં અમેરિકા ન્યુટ્રલ રહ્યું હતું.

ફ્રાન્સ ધીરે ધીરે મોરોક્કો પર કબજો કરી રહ્યો હતો. બ્રિટન આ બાબતમાં કંઈ ન બોલ્યું પરંતુ જર્મનીને તે ગમતું ન હતું. 1905 માં જર્મનીએ મોરોક્કોના પ્રિન્સના પ્રોટેક્શન ની જવાબદારી લીધી. ફ્રાંસ 1830 થી જ અલ્જેરિયા પર અને 1881 થી ટુનિશિયા પર હુકુમત કરતો હતો. જ્યારે લિબિયા પર ઈટલીની હુકુમત હતી. ફ્રાન્સ તે સમયે મોરોક્કોને રીનોવેટ કરી રહ્યો હતો પરંતુ જર્મનીને તે ગમતું ન હતું માટે તેણે એવું કહીને મોરોક્કો પર કબજો કરી લીધો કે ફ્રાન્સ ત્યાં સારું કામ નથી કરી રહ્યો. આમ કરીને જર્મની એ મોરોક્કોને ફરીથી સ્વતંત્ર બનાવવામાં મદદ કરી અને તેમને મિલિટરી શક્તિ પણ આપી. આ બધું થવાથી ફ્રાન્સની અંદર ત્યાંના વિદેશ મંત્રીએ રાજીનામું આપી દીધું જે જર્મની માટે એક નાની એવી જીત બરાબર હતું. ત્યારબાદ સ્પેનની અંદર એક સભા બોલાવવામાં આવી કે જેની અંદર ફ્રાન્સ, જર્મની, બ્રિટન, રસિયા, યુએસ, બેલ્જિયમ, સ્વીડન, ઈટલી, હોલેન્ડ, પોર્ટુગલ અને મોરોક્કો સામેલ હતા. આ સભા પછી ફ્રાન્સે ફરીથી મોરોક્કો ને મદદ કરવાની શરૂ કરી અને જર્મની પીછેહટ કરી. આ સભામાં રશિયા બ્રિટન અને સ્પેન ફ્રાન્સની સાથે હતા ત્યારે યુએસ અપ્રત્યક્ષ રૂપે ફ્રાન્સની સાથે હતો. આ દરમિયાન જર્મનીએ પોતાના નાગરિકોની રક્ષા માટે મોરોક્કો ના અગાદીર પોર્ટ પર એક યુદ્ધ જહાજ મોકલ્યું. ફ્રાન્સના વિદેશ મંત્રીએ જર્મનીને કોંગોના અમુક જમીન નો ભાગ પણ આપવાનું કહ્યું, પરંતુ જર્મનીને આખું કોંગો જોઈતું હતું. પરંતુ ફ્રાન્સે જર્મનીને કોંગીના બદલે ટોગો અને કેમરોન આપવાનું કહ્યું. આ દરમિયાન જર્મનીએ તેની બીજી યુદ્ધ જહાજ અગાદીર પોર્ટ પર મોકલી આપ્યું હતું. જર્મની ફ્રાન્સ સાથે શાંતિપૂર્ણ વ્યવહાર કરવા માંગતું હતું પરંતુ હવે બ્રિટને ફ્રાન્સની મદદ કરવાનો શરૂ કરી દીધું હતું કારણ કે અગાદીર પોર્ટ પર જર્મની ના બે યુદ્ધ જહાજ બ્રિટન માટે ખતરા રૂપ હતા. ફ્રાન્સ અને જર્મની બંનેમાંથી કોઈ પણ આનું સમાધાન લાવવા માંગતા ન હતા, પરંતુ 1911 માં જર્મનીએ ફ્રાન્સ તરફથી મળેલી ડીલ એક્સેપ્ટ કરી લીધી કે જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે "ફ્રાન્સ પોતાની મિલેટ્રી ને મોરોક્કોમાં રાખશે અને ફ્રાન્સ કોંગોનો એક લાખ માઈલ સ્ક્વેર એરીયા જર્મનીને આપી દેશે." આ ડીલ પછી જર્મની એ પોતાની બંને યુદ્ધ જહાજને પરત બોલાવી લીધા કે જે જર્મની માટે એક હાર સમાન હતું.

1912-1913 ની અંદર તુર્કિ એ મેસેડોનિયા, આર્મેનિયા અને બીજા કન્ટ્રી પર આક્રમણ કરીને તેના લોકોને મારવા લાગ્યું. તેથી 1912 ની અંદર તુર્કીથી પીડિત બધા દેશોએ મળીને તે ક્ષેત્રને એક નામ આપ્યું "બાલ્કન ક્ષેત્ર". બાલ્કન ક્ષેત્રની અંદર મોન્ટેનેગ્રો, સર્બિયા, બલ્ગેરિયા અને ગ્રીસ સામેલ હતા. આ બાલ્કન ક્ષેત્રના દેશોએ તુર્કી સામે યુદ્ધ જાહેર કર્યું.

પ્રથમ બાલ્કન યુદ્ધ બે ભાગમાં થયું હતું. 1st ઓક્ટોબર 1912 થી ડિસેમ્બર 1912 અને 2nd ફેબ્રુઆરી 193 થી મેં 1913. બાલ્કન યુદ્ધ થવાનું મુખ્ય કારણ હતું અત્યાચાર. તે સમયે તુર્કીની અંદર તુર્કીઝ લોકો કરતા બહારના લોકોની સંખ્યા વધુ હતી. તુર્કી લોકો બીજા લોકો સાથે અત્યાચાર કરતા હતા. ઘણા અત્યારે સહન કર્યા બાદ તે લોકો સામે પોતાની આઝાદી માટે લડવાનું નક્કી કર્યું. ઈટલીની તુર્કી સાથેની લડાઈમાં ઈટલી જીતી ગયું હતું માટે હવે બાલકન પ્રદેશે ઈટલી સામે યુદ્ધ જાહેર કર્યું. 15 ઓક્ટોબર 1912 ની અંદર યુદ્ધ શરૂ થયું અને આ યુદ્ધ પત્યું ત્યારે તુર્કી પાસે ફક્ત ચાર શહેરો બચ્યા હતા. યુદ્ધ પછી લંડન માં આ યુદ્ધમાં જેટલા પણ દેશો સામેલ હતા તેમની એક મીટીંગ બોલાવવામાં આવી કે જેમાં નક્કી કરવામાં આવ્યું કે એડ્રિયાનોપલ સિવાયના બાકી ત્રણ દેશો તુર્કી પાસે રહેશે. પરંતુ તુર્કી આ સિટીને આપવા માંગતો ન હતું માટે તેમને ફરીથી યુદ્ધની જાહેરાત કરી. આ બીજા યુદ્ધની અંદર તુર્કી બીજા ત્રણ સીટી પણ ખોઈ બેસ્યું અને ફરીથી સંધિ માટે માની ગયું. લંડન ની અંદર થયેલા બીજા સેમિનાર પછી તુર્કીને ભાગલા પાડીને વહેંચી દેવામાં આવ્યું. તેમાં બલ્ગેરિયા તુર્કીનો મોટો ભાગ ઇચ્છતો હતો પરંતુ બીજા દેશો સમાન ભાગ વહેંચવામાં માંગતા હતા. આ હતી બાલ્કન યુદ્ધની પહેલી લહેર.

બલ્ગેરિયા કે જે વધુ હિસ્સો માંગતું હતું એણે 28 જૂન 1913 ના રોજ સર્બિયા પર હુમલો કર્યો. આ પરિસ્થિતિમાં યુનાના અને રોમાનિયા સર્બિયાની સાથે હતા. તુર્કી પણ બદલા લેવા માગતો હતો માટે તે પણ સર્બિયા ની સાથે જોડાયું. બીજા બાલકન યુદ્ધનું મુખ્ય કારણ હતું કે મેસેડોનિયાની ઉપર કોણ હુકુમત કરશે. યુદ્ધની અંદર સર્બિયા અને યુનાન, બલ્ગેરિયાને મેસેડોનિયા માંથી ખસેડવામાં કામયાબ રહ્યું હતું. અંતમાં જ્યારે બલ્ગેરિયા હારી રહ્યું હતું ત્યારે ઑસ્ટ્રિયા તેની મદદ માટે આવ્યું. 10 ઓગસ્ટ 1913 ની અંદર બુખરેસ્ટ સંધિ કરવામાં આવી કે જેમાં નક્કી કરવામાં આવ્યું કે બલ્ગેરિયા એ તેનો મોટો ભાગ સર્બિયા ને આપવાનો રહ્યો.

ઓસ્ટ્રો - હંગેરિયન સામ્રાજ્યના રાજકુમારની હત્યાના એક મહિનો થઈ ગયો હતો અને યુદ્ધ શરૂ થઈ ગયું હતું. બ્રિટન જાહેરાત કરી હતી કે તે બેલ્જિયમ ને પ્રોટેક્ટ કરશે કોઈ પણ તેની પર અટેક કરી શકશે નહીં છતાં પણ જર્મનીએ બ્રિટન પર અટેક કર્યો અને બેલ્જિયમ સામે યુદ્ધ જીતી ગયું. બેલ્જિયમ પર હુમલો કરવાનો મુખ્ય કારણ હતું રસ્તો. બેલ્જિયમની સીમા રેખા એ જર્મની અને ફ્રાન્સ બંને દેશોને અડેલી છે. યુદ્ધના સમયે બેલ્જિયમ એ ન્યુટરલ રાષ્ટ્ર હતું. જર્મનીએ બેલ્જિયમ પાસે ફ્રાન્સના પેરિસ પર અટેક કરવા માટે રસ્તો માંગ્યો પરંતુ, બેલ્જિયમ એ તે સ્વીકાર્યું નહીં કારણ કે જો તે જર્મનીને પેરિસ પર અટેક કરવા માટે રસ્તો આપે તો તે ફ્રાન્સ સામે યુદ્ધ જાહેર કરવા બરાબર હતું અને બેલ્જિયમ તે ઇચ્છતું ન હતું. માટે તેણે જર્મનીને રસ્તો આપવાની મનાઈ કરી. પરંતુ જર્મની ને કોઈ પણ ભોગે તે રસ્તો જોઈતો હતો માટે તેને જર્મની પર અટેક કર્યો અને તે વિસ્તાર જીતી લીધો.

પ્રથમ વિશ્વ યુદ્ધની અંદર દુનિયાના દેશો બે ભાગોમાં વિભાજિત થઈ ગયા હતા. પહેલું હતું. મિત્ર રાષ્ટ્ર કે જેની અંદર સર્બિયા, જાપાન, બ્રિટેન, રશિયા, ફ્રાન્સ, ઈટલી, રોમાનિયા, યુએસ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ભારત, કેનેડા અને મોન્ટેનેગ્રો સામેલ હતા. જ્યારે બીજું હતું ધુરી રાષ્ટ્ર કે જેમાં ઓસ્ટ્રો - હંગેરિયન સામ્રાજ્ય, બલ્ગેરિયા, જર્મની અને તુર્કી સામેલ હતા.

મિત્ર રાષ્ટ્રક સાથે કરેલી સુપી સંધિથી ઈટલીને ઘણા સારા કારણ મળી ગયા હતા પોતાની જમીન પાછી મેળવવા માટે કે જે ઓસ્ટ્રો - હંગેરિયન સામ્રાજ્યના કબજામાં હતી. 8 એપ્રિલ 1915 ના રોજ ઈટલીએ ઓસ્ટ્રો - હંગેરિયન સામ્રાજ્ય પાસે થી પોતાની જમીન પાછી આપવા કહ્યું. 25 મે 1915 ના રોજ ઈટલીએ જર્મની સામે એ જાહેર કર્યું. 14 ઓક્ટોબર 1915 ના રોજ બલ્ગેરિયા એ ધૂરી રાષ્ટ્ર જોઈન કર્યું. નવું માર્ચ 1916 ના રોજ પોર્ટુગલ મિત્ર રાષ્ટ્ર સાથે જોડાયો. 27 ઓગસ્ટ 1960 ના રોજ રોમાનિયાએ ઓસ્ટ્રો - હંગેરિયન સામ્રાજ્ય સામે યુદ્ધ જાહેર કર્યું. જુલાઈ 1917 માં ગ્રીસે મિત્ર રાષ્ટ્રને જોઈન કર્યું.

વિશ્વયુદ્ધ દરમ્યાન ગ્રીસ યુદ્ધમાં જોડાવા માંગતું ન હતું અને ન્યુટ્રલ રહેવા માગતું હતું. ગ્રીસનો રાજા તે પણ ઇચ્છતો હતો કે ગ્રીસ ની જમીન યુદ્ધમાં વપરાય. પરંતુ 1915 ના અંત સુધીમાં ફ્રાન્સ ગ્રીસ નું એક શહેર સેલોનિકા પોતાના કબજામાં કરી લીધું માટે ગ્રીસે મિત્ર રાષ્ટ્રને જોઈન કર્યું અને જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું.

જાપાને 23 ઓગસ્ટ 1914 ના રોજ મિત્ર રાષ્ટ્રને જોઈન કર્યું હતું. બ્રિટન રસિયા ફ્રાંસ અને જાપાન ચાઇના નબળા વિસ્તારને કબજે કરવા માગતા હતા, જેમાં જાપાન એ રશિયાની સાથે હરીફાઈમાં હતો માટે તેણે બ્રિટન સાથે એક સંધિ કરી. આ સંધિ મુજબ બ્રિટન કોરિયા અને ચાઇના ની અંદર જાપાનની સુરક્ષા કરશે જ્યારે જાપાન ચાઇના ની અંદર બ્રિટનની સુરક્ષા કરશે. સંધિ માં તે પણ નક્કી કરવામાં આવ્યું કે બેમાંથી કોઈ પણ દેશ પોતાના અંગત કારણોસર યુદ્ધ કરે તો બીજો દેશ તે સમયે ન્યુટ્રલ રહેશે, પરંતુ જો કોઈ દેશ દુશ્મન દેશને મદદ કરશે તો બંને દેશ જાપાન અને બ્રિટન એક સાથે થઈ જશે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જાપાને જર્મનીને ચાઇનામાં રહેલો શાંતુંગ એરીયા જાપાનને આપવા માટે કહ્યું હતું, પરંતુ એ જર્મની એ કોઈ જવાબ આપ્યો નહીં માટે જ આપણને જર્મની વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી.

સર્બિયા સાથે થયેલા બાલ્કન યુદ્ધમાં ખોવાયેલો પોતાનો વિસ્તાર પાછો મેળવવા માટે બલ્ગેરીયા ઓક્ટોબર 1915 ની અંદર જર્મની સાથે જોડાઈ ગયું. બલ્ગેરીયા ના જર્મની સાથે જોડાવા થી જર્મનીને મોટો ફાયદો થયો હતો. હવે જર્મનીને તુર્કી સુધી પહોંચવાનો રસ્તો વધુ સરળ થઈ ગયો હતો જ્યારે મિત્ર રાષ્ટ્રને એકબીજા સાથે કોન્ટેક્ટ કરવો અઘરું થઈ ગયું હતું.

યુદ્ધ દરમિયાન રોમાનિયા શરૂઆતમાં ન્યુટ્રલ રહ્યું હતું પરંતુ પાછળથી તે મિત્ર સાથે જોડાયું. મિત્રો રાષ્ટ્ર અને ધુરિ રાષ્ટ્ર બંને રોમાનિયા ને પોતાની તરફ કરવા માંગતા હતા પરંતુ રોમાનિયા 1916 સુધી ન્યુટ્રલ રહ્યો હતો. ત્યાર પછી મિત્ર રાષ્ટ્ર એ રોમાનિયા સાથે સંધિ કરી કે યુદ્ધ પછી ઓસ્ટ્રો - હંગેરિયન સામ્રાજ્યની અંદર રહેલો એક ભાગ રોમાનિયાને આપવામાં આવશે માટે રોમાનિયા મિત્ર રાષ્ટ્ર સાથે જોડાયું.

બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર કબ્જા કર્યા બાદ જર્મનીએ એવું નિવેદન આપ્યું કે રશિયા તેમને યુદ્ધ કરવા માટે જબરદસ્તી કરી. જો રશિયા ઓસ્ટ્રો - હંગેરિયન સામ્રાજ્ય અને સર્બિયા ના યુદ્ધની વચ્ચે ન આવ્યું હોત તો આવું ન બન્યું હોત. ફ્રાંસ રશિયાને તેમના ભરોસામાં લેવા માટે એક પત્ર મોકલ્યો. જર્મની મૂળ રીતે તેનો મિલેટ્રી પાવર બતાવવા માંગતો હતો અને જો કે તેણે તેવું બેલ્જિયમ માં કર્યું પણ ખરા. જર્મનીનો શક્તિશાળી મિલેટ્રી પાવર જોઈને બેલ્જિયમના લોકો અને ત્યાંની મિલેટ્રીએ આત્મ સમર્પણ કરી દીધું. 6 ઓગસ્ટ 1914 ના રોજ જર્મનીએ બેલ્જિયમના એક શહેર પર અંધાધુંધ આક્રમણ કર્યું જેથી બીકના માર્યા લોકોએ તરત જ આત્મ સમર્પણ કરી દીધો. 20 ઓગસ્ટ 1914 ના રોજ જર્મની બેલ્જિયમને જીતી લીધું હતું. ત્યારબાદ જર્મનીએ ફ્રાન્સ પર ત્રણ જગ્યાએથી એક સાથે એટેક કર્યો, બેલ્જિયમ, લક્ઝમબર્ગ અને નેન્સી. આ સમયમાં પણ ફ્રાન્સે પેરિસને સારી રીતે રક્ષણ કર્યું માટે જર્મનીએ પોતાની સેના ને પેરિસ જતા રોકવી પડી અને તેમણે પેરિસના બદલે બેલ્જિયમ નો વિનાશ કર્યો. 10 ઓક્ટોબર 1914 ના રોજ જર્મનીએ ફ્રાન્સનો એક દરિયાકાંઠાનું શહેર કબજે કર્યું. જર્મની ફ્રાંસનો કાઇલે પોર્ટ જીતવા માગતો હતો કે જેનાથી બ્રિટન પર હુમલો કરવો સરળ પડે પરંતુ બ્રિટન અને ફ્રાન્સની સેનાએ તે હુમલો કરતા બચાવ્યો હતો. જર્મની એ સેન્ડિયા અને રેન્સની વચ્ચેનો એરિયા પોતાના કબ્જે કર્યો હતો અને યુદ્ધ પૂરું થયું ત્યાં સુધી ત્યાં રહ્યા હતા

બીજી તરફ રશિયાએ ઉત્તર પૂર્વ ભાગથી જર્મની ઉપર હુમલો કર્યો. રશિયા એ ઑસ્ટ્રિયા નો થોડો ભાગ કબ્જે કરી લીધો. આ તરફ જર્મની અને ઑસ્ટ્રિયા એ સાથે મળીને પોલેન્ડ પર અટેક કરી લીધો. પોલેન્ડ નો મોટો ભાગ રશિયાના કબજા હેઠળ આવતો હતો માટે રશિયા એ પણ પોલેન્ડને પ્રોટેક્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું. તેમ છતાં પણ જર્મનીને ઘણા બધા શહેરો જીતી લીધા.

જાપાને પણ ચાઇનામાં રહેલો એક પોર્ટ કે જે જર્મનીની દેખરેખ માં હતો તે જીતી લીધો. આ ઉપરાંત જાપાને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડને પણ પોતાના કબજા હેઠળ રાખ્યા. જર્મની જમીન ઉપર ખૂબ શક્તિશાળી હતું તેમાં કોઈ સંદેશ ન હતો પરંતુ તે પાણીની અંદર ખૂબ જ કમજોર હતું.

બાલ્કન યુદ્ધમાં તુર્કી સાથે જે થયું તેનો બદલો લેવા માટે તુર્કી ધુરી રાષ્ટ્ર સાથે મળી ગયું. તુર્કી એ બધા જ ઇસ્લામ રાષ્ટ્રોની અંદર એવો સંદેશો ફેલાવ્યો કે મિત્ર રાષ્ટ્રો એ ઇસ્લામના વિરોધી છે. તુર્કી અને જર્મની એવું વિચારતા હતા કે ભારત અને મીસ્ન તુર્કી સાથે જોડાશે પરંતુ એવું થયું નહીં. મીસ્ન એ ત્યારે તુર્કીના કબજા હેઠળ હતું પરંતુ બ્રિટાને તેને સ્વતંત્ર કરી દીધું હતું માટે મીસ્ન એ તુર્કીના વિરોધમાં ગયું. આરબના દેશો સાથે પણ તેવું થયું. બ્રિટન એ ઈરાક અને સીરિયા ઉપર પણ હુમલો કર્યો અને તેને જીતી લીધા.

8 ઓગસ્ટ 1914 ના રોજ બ્રિટન અને ફ્રાન્સે મળીને તો ટોંગે દેશ કબજે કરી લીધો. 10 ઓગસ્ટ 1914 ના રોજ જર્મનીએ સાઉથ આફ્રિકાના ઘણા બધા પ્રદેશો પર એક સાથે હુમલો કરી દીધો. યુરોપના પણ ઘણા બધા પ્રદેશો હુમલામાં હતા. આ બાજુ ઓસ્ટ્રો - હંગેરિયન સામ્રાજ્યન વિચારતો હતો કે જ્યારે રશિયા તેમના પર હુમલો કરશે ત્યારે જર્મની તેમને બચાવશે. પરંતુ તેમની સામે એક નવી મુસીબત આવી ગઈ હતી. જર્મનીએ પોતાના લશ્કરને ફ્રાન્સની તરફ મૂક્યું હતું માટે હવે ઓસ્ટ્રો - હંગેરિયન સામ્રાજ્યએ રશિયા સાથે પોતે એકલા એ જ નીપટવાનું થયું. ઓસ્ટ્રો - હંગેરિયન સામ્રાજ્યએ પોતાની સેનાને બે ભાગમાં વિભાજીત કરી દીધી હતી જેમાંથી એક રશિયા સાથે યુદ્ધ કરી રહી હતી જ્યારે બીજી સર્બિયા સાથે. 12 ઓગસ્ટ 1914 ના રોજ ઓસ્ટ્રો - હંગેરિયન સામ્રાજ્યની જે સેના સર્બિયા સાથે યુદ્ધ કરી રહી હતી તેમણે હારનો સામનો કરવો પડ્યો.

17 ઓગસ્ટ થી લઈને 2 સપ્ટેમ્બર સુધી જર્મની અને રશિયા વચ્ચે ટુનીનબર્ગ માં યુદ્ધ ચાલ્યો અને તે જીતવામાં જર્મની સફળ રહ્યું. જર્મની એ પણ પોતાની સેના ને બે ભાગમાં વિભાજિત કરી દીધી હતી જેમાંથી એક સેના રશિયા સાથે યુદ્ધ કરી રહી હતી. આ યુદ્ધ પર્સિયામાં થઈ રહ્યું હતું. જ્યારે બીજી ટુકડી પેરિસની અંદર બ્રિટન અને ફ્રાન્સની સંયુક્ત સેના સામે લડી રહી હતી. બે મહિનાની સખત અને કડક લડાઈ બાદ જર્મનીની સેના બ્રિટન અને ફ્રાન્સની સંયુક્ત સેનાને હરાવીને પેરિસ ની અંદર દાખલ થવામાં સફળ થઈ.

લોરેન અને બેલ્જિયમ ની વચ્ચે આવેલા 8000 કિલોમીટરના ભાગને પશ્ચિમ યુદ્ધ ભાગ કહેવાતો કે જેમાં ઓટોમોન એમ્પાયર સામેલ હતું. 2 ઓગસ્ટ ના રોજ જર્મની અને તુર્કી વચ્ચે એક સંધિ થઈ હતી કે જેમાં નક્કી કરવામાં આવ્યું કે જો યુદ્ધ વિશ્વક્ષેત્ર ફેલાય તો બંને દેશો એકબીજાની મદદ કરશે પરંતુ જો યુદ્ધ ફક્ત ઓસ્ટ્રો - હંગેરિયન સામ્રાજ્ય અને સર્બિયા વચ્ચે રહેશે તો બંને રાષ્ટ્ર ન્યુટ્રલ રહેશે. આ સંધિની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 1918 હતી પરંતુ જરૂર પડી એ તેને લંબાવી શકાય તેમ હતી. જર્મની અને તુર્કી સાથે થયેલા આ સંધિને દુનિયાથી છુપાવીને રાખવામાં આવી હતી. ઓટોમોન એમ્પાયર એટલે કે તુર્કી નું જર્મનીની સાથે હોવું તે બ્રિટન અને રશિયા માટે ખતરા રૂપ હતું.

1915 ની અંદર ગેલીપોલી અને મેસોપોટમીયા માં બ્રિટન અને તુર્કી વચ્ચે લડાઈ શરૂ થઈ હતી જેમાં તુર્કી જીતી રહ્યો હતો છતાં પણ તે લડાઈ 1915 થી લઈને 1918 સુધી ચાલી. 1915-16 માં બ્રિટન એ કુટ એરીયા, માર્ચ 1917 માં બગદાદ અને ડિસેમ્બર 1917 માં યેરુસ્માલ જીતી લીધા. ત્યારબાદ તુર્કી આર્મી જનરલ કાકેશસ પોતાની સેના સાથે ગયો અને રશિયા સામે યુદ્ધ કર્યું પરંતુ તેમાં તેને કારમી હાર મળી સાથે તેના 86 હજાર સૈનિકો મૃત્યુ પામ્યા. રશિયાના આર્મી જનરલ એ તુર્કી પાસેથી આર્મેનિયા જીતી લીધું અને પોતાનો વિસ્તાર કાળા સમુદ્ર સુધી વિસ્તાર્યો. 1915 ની અંદર બ્રિટન પણ તુર્કીનો અમુક ભાગ ઈચ્છતું હતું પરંતુ તેની કોઈ પણ ચાલ કામ કરીને.

વિશ્વ યુદ્ધ ચાલુ થયું તેનું બીજું વર્ષ ચાલી રહ્યું હતું. મિત્ર રાષ્ટ્રોની અંદર આ સમયે રશિયા, ફ્રાંસ, બ્રિટન, સર્બિયા, બેલ્જિયમ, જાપાન, મોન્ટેગ્રો, અને સેન મારિયા હતા. જ્યારે ધૂરિ રાષ્ટ્રો ની અંદર જર્મની, ઓસ્ટ્રો - હંગેરિયન સામ્રાજ્ય અને તુર્કી હતા.

21 ફેબ્રુઆરી 1916 માં જર્મનીએ વેરદોન પર અટક કર્યો, પરંતુ ફ્રાન્સની સ્થિતિ અહીંયા મજબૂત હતી. જુલાઈ 1916 ની અંદર પ્રથમ વખત વિશ્વયુદ્ધ ની અંદર બ્રિટન દ્વારા ટેન્ક નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જર્મની નો વેરદોન પર અટેક કરતાની સાથે જ એટલી એ પણ ઑસ્ટ્રિયા ઉપર હુમલો કર્યો, પરંતુ ત્યાં ઈટલી ની હાર થઈ. ઈટલીના હુમલા બાદ રશિયાએ પૂરી શક્તિ સાથે ઑસ્ટ્રિયા પર હુમલો કર્યો. રશિયા સામે યુદ્ધ કરવા ઑસ્ટ્રિયાએ પોતાની મોટાભાગની આર્મીને તે તરફ ખસેડી. જ્યારે પાછળની તરફથી ઇટાલી એ મોકો જોતા ફરીથી એટેક કર્યો. યુદ્ધની શરૂઆતમાં એટલી ધુરી રાષ્ટ્રો સાથે હતું પરંતુ ધીરે ધીરે તે મિત્ર રાષ્ટ્ર સાથે જોડાતું ગયું.

ઓક્ટોબર 1915 ની અંદર જર્મની, ઓસ્ટ્રો - હંગેરિયન સામ્રાજ્ય અને બલ્ગેરીયા એ સાથે મળીને સર્બિયા પર હુમલો કર્યો. સર્બિયા આટલા મોટા હુમલા ના જવાબ આપી શક્યું નહીં અને હારી ગયું. અત્યાર સુધી ધુરી રાષ્ટ્ર જીતી રહ્યું હતું. ઇતિહાસમાં આ ભાગને ગ્રેટ રીટ્રેટ ના નામથી ઓળખાય છે.


ઈટલી અને રશિયા ઓસ્ટ્રેલિયા સાથે યુદ્ધમાં વ્યસ્ત હતા. જર્મની પણ યુદ્ધમાં વ્યસ્ત હતું. જર્મની ઉપર એટેક કરવા માટે આ સૌથી સારો મોકો હતો જેનો લાભ ઉઠાવીને રોમાનિયા એ ધૂરી રાષ્ટ્રો પર હુમલો કર્યો. પરંતુ જર્મની એ વળતો પ્રહાર કરીને રોમાનિયાની રાજધાની પર કબજો કરી લીધો અને આખું રોમાનિયા જીતી લીધું.

તે સમયે જર્મની, ફ્રાન્સ અને બ્રિટન પાસે મોટા પ્રમાણમાં યુદ્ધ જહાજો હતા. તે સમયમાં જર્મનીએ સબમરીન પણ બનાવી લીધી હતી. ધુરી રાષ્ટ્રને યુદ્ધનો સામાન પહોંચતા રોકવા માટે બ્રિટને તેમના જહાજો પર હુમલો કરવાનો ચાલુ કર્યો. વળતા જવાબમાં જર્મની એ પણ જે કોઈ જહાજ બ્રિટન જતું તેના પર હુમલો કરવાનું ચાલુ કર્યું. તે સમયે અમેરિકાનું એક જહાજ 1000 અમેરિકન નાગરિકો સાથે બ્રિટન જઈ રહ્યું હતું, જર્મનીએ તેને પણ સામાન્ય જહાજ સમજીને તેના ઉપર હુમલો કર્યો અને તેના બધા લોકોને મારી નાખ્યા. જર્મની આ ટીકા દુનિયાના બધા દેશોના સમાચાર પત્રમાં છવાયેલી હતી. હવે જર્મનીએ અમેરિકાને આ વિશ્વયુદ્ધ ની અંદર ઝંપલાવવા માટે મજબૂર કર્યું હતું. યુદ્ધની શરૂઆતથી જ અમેરિકા ન્યુટ્રલ રહ્યો હતો પરંતુ ધીરે ધીરે તે ફ્રાન્સની સાથે થવા લાગ્યું હતું. જર્મનીના અમેરિકાના જહાજ પર હુમલા કર્યા બાદ જર્મનીએ મેક્સિકોને એક પત્ર લખ્યો કે જેમાં લખ્યું હતું કે તેમણે ત્યારે અમેરિકા પર હુમલો કરવો જોઈએ પરંતુ બદનસીબે તે પત્ર અમેરિકન ના હાથ લાગી ગયો. ત્યારબાદ 6 એપ્રિલ 1917 ના રોજ અમેરિકાએ જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું અને ડિસેમ્બર 1917 માં ઑસ્ટ્રિયા સામે યુદ્ધ જાહેર કર્યું. આ સાથે જ ક્યુબા, પનામા, ગ્રીસ, સિયામ, ચાઇના, બ્રાઝિલ અને લિબરીયા પણ મિત્ર રાષ્ટ્રો સાથે જોડાયા.

આ યુદ્ધ દરમિયાન રશિયાના લોકો ત્યાંના રશિયન લીડર્સ સામે આંદોલન કરી રહ્યા હતા પરંતુ રશિયન લીડરે તે બધાને મારી નાખ્યા. પરંતુ માર્ચ 1997 ની અંદર રશિયન લીડરને બરખાસ્ત કરી નાખવામાં આવ્યો. રશિયા યુદ્ધના પ્રથમ બે વર્ષની અંદર પોતાના 40% સૈનિકો ખોઈ નાખ્યા હતા છતાં પણ તે મિત્ર સાથે ઉભું હતું. રશિયાની અંદર ખેડૂતોની કમાઈ વર્તાઈ રહી હતી કારણ કે ઘણા બધા ખેડૂતોને લડવા માટે યુદ્ધમાં મોકલવામાં આવ્યા હતા. આખરે રશિયાના લીડરે પોતાની જગ્યા છોડી દીધી અને ત્યાંના પ્રિન્સ તે જગ્યા લીધી અને ધીરે ધીરે રશિયાને બહાર કાઢ્યું.

હવે રશિયા યુદ્ધની બહાર હતું પરંતુ તેના બદલે અમેરિકા યુદ્ધમાં જોડાયું હતું. બ્રિટન અને બીજા બધા મિત્ર રાષ્ટ્ર એ સાથે મળીને યુદ્ધ માટે એક જનરલ પસંદ કર્યો કે જે મિત્ર રાષ્ટ્રના યુદ્ધની કમાન સંભાળે. જર્મની એ ફરીથી પેરિસ ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ આ વખતે પણ બ્રિટન, ફ્રાન્સ અને અમેરિકાની સંયોજકતા આર્મીઓ તેને રોક્યા અને હિડનબર્ગ લાઈન ની પાછળ ધકેલી દીધા. જેના કારણે જર્મન આર્મી ની સંખ્યા ઓછી થઈ ગઈ હતી અને તેના હાથમાંથી તેના નિયંત્રણમાં રહેલો વિસ્તાર પણ ઓછો થઈ રહ્યો હતો. મિત્ર રાષ્ટ્ર એ સર્બિયા પર હુમલો કર્યો. પરંતુ જર્મની અને ઑસ્ટ્રિયા તેને મદદ કરી શકે નહીં માટે બલ્ગેરીયા એ મદદ માટે આવવું પડ્યું પરંતુ બલ્ગેરીયા તેમની સામે લડી શક્યું નહીં અને 29 સપ્ટેમ્બર 1918 ના તેણે મિત્ર રાષ્ટ્ર સાથે સંધિ કરી લીધી. 21 માર્ચ 1918 ના રોજ જર્મની એ ફરીથી ફ્રાન્સ ઉપર અટેક કરવાનો પ્રયત્ન કર્યો અને આ વખતે તેઓ પેરિસની નજીક પહોંચવામાં સફળ પણ થઈ ગયા પરંતુ તે જ સમયે અમેરિકાની લશ્કરી ટુકડી પેરિસ આવી પહોંચી. જર્મનીએ આ એટેકમાં 27000 સૈનિકોને ખોયા. જર્મનીએ આના પછી પણ બીજા ત્રણ પ્રયત્નો કર્યા પરંતુ તેમને કોઈ પણ પ્રયત્નમાં સફળતા મળી નહીં.

હવે હુમલો કરવાનો વારો મિત્રો રાષ્ટ્રનો હતો. બધા મિત્રોએ સાથે મળીને એક જ સમયે જર્મની અને ઑસ્ટ્રિયા પર હુમલો કરી દીધો. આ એટેક જર્મની ને હેડનની પાછળ તો ધકેલી જ દીધી પરંતુ સાથે સાથે યુદ્ધના મોટા ભાગના ક્ષેત્ર જીતી લીધા. હવે જર્મની મિત્ર રાષ્ટ્ર સાથે સંધિ કરવા માગતો હતો પરંતુ તેની ના કરી દીધી. 31 ઓક્ટોબર 1918 ના રોજ તુર્કી પણ હારી ગઈ અને તેની હારનું કારણ હતું પોતાના જ દેશના રાજ્યો કે જે એકબીજા ઉપર હુમલો કરતા હતા.

ઑસ્ટ્રિયા નું પોતાનું એક અલગ યુદ્ધ ચાલી રહ્યું હતું અને તે પણ પોતાના જ ઘર પર. ઓસ્ટ્રેલિયામાં રહેલી અલગ અલગ જાતિના લોકો પોતાના અલગ દેશ બનાવવા માંગતા હતા અને તે માટે એકબીજા સાથે લડી રહ્યા હતા. ઑસ્ટ્રિયાના રાજકુમારે અમેરિકાને મદદ માટે પત્ર લખ્યો પરંતુ ઈટલી એ ઑસ્ટ્રિયાની જમીન પર કબજો કરવાનો ચાલુ કરી દીધો હતો માટે ઑસ્ટ્રિયા ના છૂટકે સરેન્ડર કરવું પડ્યું.

1918 ના અંત સુધી જર્મનીને સમજાઈ ગયું હતું કે તેઓ હવે આ યુદ્ધ હારી ચૂક્યા છે માટે તેણે ઓક્ટોબર 1918 માં સ્વીઝરલેન્ડ ના માધ્યમથી અમેરિકાને સંધિ માટે પ્રસ્તાવ મોકલ્યો. અમેરિકાએ એક શરત પર સંધી સ્વીકારવા મંજૂર થયું કે જર્મની આવ્યા પછી ક્યારેય યુદ્ધ નહીં કરે. તે સમયે જર્મનીના રાજકુમારે પોતાના પદ ઉપરથી રાજુનામું આપી દીધું અને જર્મનીમાં એક નવી સરકાર બનાવાય. 11 નવેમ્બર 1918 ના રોજ જર્મનીયા સંધિ ઉપર હસ્તાક્ષર કર્યા અને પ્રથમ વિશ્વયુદ્ધ નો અંત આવ્યો.

🔵 પ્રથમ વિશ્વયુદ્ધના અમુક આંકડાઓ.
32 દેશોના 4 cr સિપાઈઓ મિત્ર રાષ્ટ્ર તરફથી લડ્યા હતા જયારે ચાર દેશોના 2 cr સિપાઈઓ ધૂરી રાષ્ટ્ર તરફથી લડ્યા હતા.
આ યુદ્ધમાં ૮૦ લાખ સિપાહીઓએ પોતાના જીવ ગુમાવ્યો હતો અને 1 cr 90 lac સિપાહીઓ ઘાયલ થયા હતા.
જર્મન દ્વારા ડુબાડવામાં આવેલા અમેરિકન જહાજ પર 700 અમેરીકન અને 20,620 બ્રિટિશર હતા કે જે જહાજની સાથે દરિયામાં ડૂબી ગયા હતા.
પ્રથમ વિશ્વયુદ્ધમાં અંદાજે 47. 225 હજાર કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો અને 13200 કરોડ ની પ્રોપર્ટી ડેમેજ થઈ હતી.

🟠 વિશ્વ યુદ્ધના લીધે વિશ્વાસ કરે રાજકીય પાસાઓમાં શું ફેરફાર આવ્યો તે પણ જાણી લઈએ.
વિશ્વયુદ્ધ શરૂ થવાના પહેલા ફક્ત ફ્રાન્સ, સ્વિટ્ઝર્લેન્ડ અને પોર્ટુગલ આ ત્રણ દેશો જ લોકશાહી હતા. યુદ્ધના સમયે ઘણા બધા દેશો સ્વતંત્ર થયા હતા અને ત્યાંના લોકો પોતાની જાતિ ધર્મ અને ભાષા તથા બીજા ઘણા બધા કારણોથી પોતાનો અલગ દેશ બનાવવામાં આવતા હતા. પરંતુ વિશ્વમાં હજુ ઘણા એવા દેશ પણ હતા કે જે સ્વતંત્ર થયા ન હતા. ઉદાહરણ તરીકે ભારતને જ લઈ લ્યો, પ્રથમ વિશ્વયુદ્ધ વખતે ભારત બ્રિટિશ ગવર્મેન્ટ ના કંટ્રોલમાં હતું. જે દેશો સ્વતંત્ર થયા હતા તેમણે પોતાની સરકાર તો બનાવી પરંતુ તે સરકાર લોકોનું સાંભળતી ન હતી. આજ પરિસ્થિતિ યુદ્ધ બાદ પણ રહી. વિશ્વ સ્તરની કોઈપણ સમસ્યાઓના ઉકેલ માટે એક ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ સ્થાપિત કરવામાં આવી કે જ્યાં કોઈ પણ દેશનો આંતરરાષ્ટ્રીય મામલો સુલજાવી સકાય.

🟡 વિશ્વ યુદ્ધના કારણે સમાજ પર શું અસર પડી તેના પર એક નજર કરીએ.
વિશ્વ યુદ્ધ ના કારણે કારખાનામાં મંજૂરોની જરૂર તો વધવા લાગી માટે મજૂરોએ પણ કામ કરવાના બદલામાં સારી ફેસિલિટી માંગવાનું ચાલુ કર્યું.
મહિલાઓને ઘણા બધા નવા કાયદાઓ આપવામાં આવ્યા.
યુદ્ધમાં ધોરણે વધારે લોકોની જરૂર પડવાથી સ્કૂલ અને કોલેજો નામ શિક્ષકો અને વિદ્યાર્થીઓને પણ યુદ્ધમાં મોકલવામાં આવ્યા હતા માટે ઘણી બધી સ્કૂલ અને કોલેજો બંધ થઈ ગઈ હતી.
યુદ્ધ દરમિયાન ઘણા બધા નવા સાધનોનો પણ આવિષ્કાર કરવામાં આવ્યો.
યુદ્ધમાં સામેલ થયેલા ઘણા બધા દેશો કરજમાં ડૂબવા લાગ્યા હતા.

🟢 પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન ઘણા બધા નવીનત્ર પ્રયોગ કરવામાં આવ્યા હતા.
વિમાનના આવિષ્કારના છ વર્ષ પછી તેનો પ્રથમ વખત યુદ્ધમાં ઉપયોગ કરવામાં આવ્યો.
યુદ્ધ દરમિયાન સબમરીનનો આવિષ્કાર કરવામાં આવ્યો અને તેનો યુદ્ધ માટે ઉપયોગ પણ કરવામાં આવ્યો.
પ્રથમ વિશ્વયુદ્ધ ની અંદર ઝેરીલા ગેસ નો પણ શસ્ત્ર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો.

🟣 પેરિસમાં થયેલું શાંતિ સંમેલન
18 જાન્યુઆરી 1919 ના રોજ 32 મિત્ર રાષ્ટ્ર પેરિસમાં શાંતિ સંમેલન માટે એકઠા થયા હતા જેના મુખ્ય લીડર હતા અમેરિકાના રાષ્ટ્રપતિ, બ્રિટનના વડાપ્રધાન, ઈટલીના વડાપ્રધાન અને ફ્રાન્સના વડાપ્રધાન. પરંતુ કોઈ કારણોસર આ શાંતિ સંમેલન સફળ થયું નહીં.

28 જૂન 1919 ના રોજ જર્મની મિત્ર રાષ્ટ્ર સાથે સંધિ બનાવવા માટે તૈયાર થયું. આ સંધિ મુજબ જર્મની એમ વિશ્વયુદ્ધનું કારણ બનવા માટે તેની કિંમત ચૂકવવાની હતી. સંધિમાં જર્મની પાસેથી તેના ઘણા બધા ક્ષેત્રો છીનવી લેવામાં આવ્યા હતા અને તેના પર ખૂબ મોટું ભારણ મૂકી દેવામાં આવ્યું હતું. આ બધું હતા બીજા વિશ્વયુદ્ધના એંધાણ ચોખ્ખા દેખાતા હતા. સમય રહેતા ધીરે ધીરે કરીને જર્મનીએ એક એક કરીને નિયમો ભણવાનું ચાલુ કર્યું હતું અને તે જ બીજા વિશ્વયુદ્ધનું કારણ બન્યું હતું.

હું આશા રાખું છું કે મારા આ આર્ટિકલ થી તમને થોડી ઘણી નવી માહિતી મળી હસે. આ આર્ટિકલ માં મારા થી લખવા માં કોઈ ભૂલ થઈ હોય તો તે બદલ ક્ષમા કરશો. ધન્યવાદ.