"સમય" કેટલો નાનો એવો શબ્દ લાગે, પરંતુ આ જગતમાં તેનાથી શક્તિશાળી કંઈ જ નથી. સમય એ કુદરત દ્વારા નિર્મિત એવી વસ્તુ છે કે જેની નકલ કરવી શક્ય નથી. આ સમયને ના તો દુનિયાનો ધનવાનમાં ધનવાન વ્યક્તિ ખરીદી શકે છે કે ન તો સૌથી શકતીશાળી વ્યક્તિ અને જીતી શકે છે. સમય તો પોતાનામાં જ એક અજુબો છે.
"સમય સમય બલવાન, નહીં પુરુષ બલવાન"
એમ તો સમય વિશે ઘણી બધી કહેવતો લખાયેલી છે પરંતુ તે બધામાં આ કહેવત મારી સૌથી પસંદગીની છે. વ્યક્તિ ચાહે કોઈ પણ હોય તેનું અસ્તિત્વ હંમેશા તેનો સમય નક્કી કરે છે ના કે તે વ્યક્તિ પોતે. જે વ્યક્તિનો સમય નબળો હોય તે ગમે તેટલી મહેનત કરી લે છતાં પણ તે પોતાના સમયને નથી બદલી શકતો. પરંતુ સમયની એક ખાસિયત પણ છે, "તે બદલે છે." કોઈપણ વ્યક્તિનો ગમે તેવો સમય હોય ચાહે ખરાબ હોય કે સારો હોય પરંતુ તે બદલે જરૂર છે, માટે કોઈપણ વ્યક્તિએ પોતાની મહેનત કરવાનું ન છોડવું જોઈએ અને પોતાની સમય બદલે તેની રાહ જોવી જોઈએ.
કોઈપણ વ્યક્તિ હોય ભલે એ કોઈ મહાન સમ્રાટ હોય કે ભલે એક નાનકડો ખેડૂત હોય તેનું નસીબ બદલવા માટે સમયની ફક્ત એક ક્ષણ કાફી છે. રૂપિયાનો બિઝનેસ કરનારો બિઝનેસમેન પોતાની એક ભૂલથી રંગ બની જાય છે ત્યારે બીજી તરફ કોઈ ગરીબ માણસને પાંચ રૂપિયામાં ખરીદેલી લોટરી ની ટિકિટથી તે કરોડો રૂપિયા જીતે છે. સમય શક્તિશાળી છે તેમાં કોઈ સંદેશ નથી પરંતુ કર્મ કરવું પણ એટલું જ જરૂરી છે. હંમેશા સમયના ભરોસે બેસી રહેવાતું નથી.
લોકો પણ અજીબ છે. જ્યારે તેમની પાસે સમય હોય ત્યારે તે તેની કદર કરતા નથી અને જ્યારે તે સમય વીતી જાય છે ત્યારે તેને યાદ કરે છે. પરંતુ હા, અમુક વખતે ઈચ્છા ન હોવા છતાં પણ સમય તો તેની રીતે વહી જાય છે. જ્યારે આપણે આપણા કોઈ મનપસંદ વ્યક્તિ સાથે હોઈએ, આપણો કોઈ મનપસંદ કાર્ય કરતા હોઈએ અથવા તો કોઈ આપણી મનપસંદને એન્જોય કરી રહ્યા હોઈએ ત્યારે આપને એમ થાય છે કે કાશ સમય અહીંયા જ ઉભો રહી જાય અને આપણે આ મનપસંદ સ્થળ ની અંદર હંમેશા માટે કેદ થઈને રહી જઈએ, પરંતુ સમય આપણા હાથમાં નથી એ તો નિરંતર ચાલતો રહે છે. આનાથી વિપરીત જ્યારે આપણે કોઈ ખરાબ હાલતમાં હોઈએ, જ્યારે આપણે કોઈની રાહ જોતા હોઈએ ત્યારે આપને એમ લાગે છે કે આ સમયે આટલો ધીમે કેમ ચાલે છે.
ઘણી વખત સમયમાં એવી ક્ષણ કેદ થઈ જતી હોય છે કે જેને આપણે અમુક સમય પછી ફક્ત યાદ કરી શકીએ છીએ. જ્યારે આપણે નાના હોઈએ ત્યારે આપણને એટલો જરા પણ ખ્યાલ નથી હોતો કે આપણે જે ક્ષણમાં જીવી રહ્યા છીએ એ કેટલી અમૂલ્ય છે. તે સમયમાં આપણા ઉપર ના કોઈ જવાબદારી હોય છે કે ના કોઈ મોટું ટેન્શન હોય છે. પરંતુ એ સમયમાં આપણને મોટા થવાની ઉતાવળ હોય છે કે હું જલ્દી મોટો થઈને જલ્દી પૈસા કમાવતો થઈ જાવ. પરંતુ એકવાર યુવાન થઈ ગયા પછી આપણે હંમેશા એ બાળપણની પડે ને યાદ કરીએ છીએ કે જેમાં આપણે દિલ ખોલીને રમતા હતા. કોઈ પણ ટેન્શન વગર જીવન જીવતા હતા. પરંતુ હવે આપણી પાસે તેને યાદ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી હોતો કારણ કે સમયને પાછો વાળી શકાતો નથી. માટે હંમેશા જે પણ ક્ષણમાં તમે જીવો છો એ તને એન્જોય કરો.
મારા વહાલા વાચક મિત્રો, માટે જો તમારા પર મુસીબત આવી પડે તો નાહકનું ટેન્શન ન લેતા પોતાનો કઠોર પરિશ્રમ ચાલુ રાખો કારણકે સમય એક દિવસ જરૂર બદલે છે અને તમે જે ક્ષણો છો તે ક્ષમાથી કોઈ વસ્તુ શીખવાનું રાખો જે તમને આગળ જતા કામ આવશે.
મને આશા છે કે તમને મારી આ વાત પસંદ આવશે. ધન્યવાદ